8.30.2023

વેચાણ કે હસ્તાંતરમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત ગણાશે

 

  • ગણતરી કેવી રીતે કરાવી જોઈએ તે સંબંધી અનેક કાનૂની વિવાદો ઉપસ્થિત થયા
  • વેચાણ કે હસ્તાંતરમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત ગણાશે
  • આકારણી વર્ષ 2014-15 પૂર્વે મ્યુનિસિપલ હદથી નિયત અંતરની ગણતરીના સંદર્ભમાં
  • આકારણી વર્ષ 2013-14 સુધી અમલી આવકવેરાના કાયદાની કલમ 2(14) હેઠળની જોગવાઈઓ અનુસાર, 'મૂડીરૂપી મિલકત' (Capital Asset)ની વ્યાખ્યામાં, ભારતમાં દસ હજારથી ઓછી વસ્તીવાળા ગામમાં તેમજ શહેરી મર્યાદાથી નિયત કરાયેલ વિસ્તારની બહાર આવેલી ખેતીની જમીનનો સમાવેશ થતો ન હતો. આ કારણોસર આવી ખેતીની જમીનમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને કરપાત્ર ગણવામાં આવતો ન હતો. ઉપરોક્ત હેતુસર કેન્દ્ર સરકારના નોટિફિકેશન હેઠળ સમયોસમય જાહેર કરાતા વિવિધ શહેરોની મ્યુનિસિપલ હદથી બે કિલોમીટરથી આઠ કિલોમીટર સુધીના વિસ્તારને શહેરી વિસ્તાર ગણવાની જોગવાઈ હતી. આકારણી વર્ષ 2014-15થી આવકવેરાના કાયદાની કલમ 2(14) હેઠળની ઉપરોક્ત વ્યાખ્યામાં સુધારો કરીને શહેરી વિસ્તારની વ્યાખ્યાને વસ્તી (Population) તેમજ મ્યુનિસિપલ હદથી નિયત અંતરના આધારે નીચેના ધોરણો અનુસાર નક્કી કરવામાં આવી છેઃ

    નિયત વિસ્તારની વસ્તી મ્યુનિ. હદથી નિયત અંતર

    (Population) (Aerial Measurementના આધારે)

    • 10 હજારથી 1 લાખ સુધી 2 કિલોમીટરની અંદર
    • 1 લાખથી 10 લાખ સુધી 6 કિલોમીટરની અંદર
    • 10 લાખથી વધુ 8 કિલોમીટરની અંદર

    ઉપરોક્ત જોગવાઈને ખ્યાલમાં રાખતાં, દસ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામમાં તેમજ મ્યુનિસિપલ હદથી નિયત અંતર બહાર આવેલી ખેતીની જમીનના વેચાણ કે હસ્તાંતરમાંથી ઉદ્ભવતા મૂડી-નફાને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્ત ગણાશે.

    આકારણી વર્ષ 2014-15 પૂર્વે મ્યુનિસિપલ હદથી નિયત અંતરની ગણતરીના સંદર્ભમાં, આવી ગણતરી કેવી રીતે કરાવી જોઈએ તે સંબંધી અનેક કાનૂની વિવાદો ઉપસ્થિત થયા હતા. મુંબઈ હાઈકોર્ટે 'શ્રીમતી માલતીબાઈ આર. કડુ'ના કેસમાં એવું ઠરાવ્યું કે આકારણી વર્ષ 2014-15થી આવું અંતર માપવાના હેતુસર, સીધી લીટીએ હવાઈ માર્ગે અંતર (Aerial Measurement) નક્કી કરાશે, તે સુધારાને Prospectively અમલમાં ગણવો જોઈએ. ઉપરોક્ત ચુકાદાને માન્ય ગણીને આકારણી વર્ષ 2013-14 સુધીની અપીલોના કેસમાં આવકવેરા ખાતા દ્વારા કોઈ વિવાદ ઊભો કરાશે નહીં તેવી સ્પષ્ટતા CBDTના તારીખ 6-10-2015ના સર્ક્યુલર નંબર 17/2015 હેઠળ કરવામાં આવી છે.

    શહેરી વિસ્તારની ખેતીની જમીનના ફરજિયાત સંપાદન ઉપર ઉદ્ભવતો મૂડી-નફો કરમુક્ત ગણાશે!

    આવકવેરાના કાયદાની કલમ 2(14) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીનને 'મૂડી- રૂપી મિલકત' (Capital Asset)ની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવી હોઈ આવી જમીનોના કાયદા હેઠળ ફરજિયાત સંપાદન (compulsory acquisition under law) ના કેસમાં કલમ 45 હેઠળ મૂડી-નફાની આવક સંબંધી આવકવેરાની કોઈ જવાબદારી ઉપસ્થિત થતી નથી. પરંતુ આકારણી વર્ષ 2004-05 સુધીની જોગવાઈઓ અનુસાર નિયત શહેરી વિસ્તારમાં આવેલી ખેતીની જમીનોના સંદર્ભમાં આવી કોઈ રાહત ઉપલબ્ધ ન હતી.

    આકારણી વર્ષે 2005-06થી કલમ 10 (37) હેઠળ કરાયેલી જોગવાઈ અનુસાર, વ્યક્તિ કે એચ.યુ.એફ.ની માલિકીની શહેરી વિસ્તારમાં આવેલી ખેતીની જમીન (જેનો ઉપયોગ વ્યક્તિ કે તેના માતા-પિતા કે કુટુંબ દ્વારા, અગાઉના બે વર્ષો દરમિયાન ખેતી વિષયક હેતુઓ માટે કરાયો હોય)ના કાયદા હેઠળના ફરજિયાત સંપાદનના કેસમાં મળેલ વળતર કે વધારાના વળતર કે અવેજ (Compensation or enhanced compensation or consideration) સંબંધિત ઉપસ્થિત થતો મૂડી-નફો સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવશે.

    કલમ 54બી હેઠળ ખેતીની જમીનનો મૂડી-નફો, ખેતીની બીજી જમીનની ખરીદ માટે ઉપયોગમાં લેવાય તો કરમુક્તિની જોગવાઈ

    કલમ 54બીની જોગવાઈઓ અનુસાર ખેતીની જમીનના વેચાણ ઉપર ઉદ્ભવતો મૂડી-નફો નીચેની શરતોને આધીન કરમુક્ત ગણવામાં આવે છેઃ

    * સંબંધિત ખેતીની જમીન કરદાતા કે તેના માતા-પિતા દ્વારા, હસ્તાંતર તારીખ પૂર્વેના ઓછામાં ઓછા બે વર્ષના સમય માટે ખેતી વિષયક હેતુઓ માટે ઉપયોગમાં લેવાયેલી હોવી જોઈએ;

    * જો કરદાતા આવી ખેતીની જમીનના વેચાણ કે હસ્તાંતર પર ઉદ્ભવતો મૂડી-નફો, વેચાણ તારીખના બે વર્ષના સમયની અંદર અન્ય કોઈ ખેતીની જમીન ખરીદવા માટે ઉપયોગ કરે, તો તેટલા પ્રમાણમાં મૂડી-નફાની રકમ કરમુક્તિને પાત્ર ગણાશે.

    * જો ખેતીની આવી જમીન ધારણ કર્યાના ત્રણ વર્ષની અંદર તેનું હસ્તાંતર કરવામાં આવે, તો તેના સંદર્ભમાં કરદાતાને કલમ 54બી હેઠળ મળેલ મૂડી-નફાની કરમુક્તિનો લાભ પાછો ખેંચવામાં આવશે અને આવી મૂડી-નફાની કરપાત્ર રકમને ટૂંકા ગાળાના મૂડી-નફા તરીકે આકારવામાં આવશે.

    * કલમ 54બીની કરમુક્તિનો લાભ લેવાના હેતુસર કરદાતા દ્વારા ખેતીની જમીન નિયત સમયમાં ખરીદવામાં આવે તે પૂર્વે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં જે રોકાણ કરવામાં આવે, તેના સંદર્ભમાં પણ કરમુક્તિનો લાભ મળી શકશે, તથા

    * કલમ 54બી હેઠળ કરમુક્તિનો લાભ લેવાના હેતુસર, કરદાતા જે નવી ખેતીની જમીનમાં રોકાણ કરે, તે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીન હોઈ શકે.

    * આકારણી વર્ષ 2013-14થી, કલમ 54બીમાં કરાયેલ સુધારા અનુસાર, વ્યક્તિ ઉપરાંત, આ કરમુક્તિનો લાભ એચ.યુ.એફ.ને પણ મળી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

    RFCTLARR Act હેઠળ જમીનના ફરજિયાત સંપાદનનું વળતર આવકવેરામાંથી વિશેષ મુક્તિને પાત્ર !

    Right to Fair Compensation and Transparency in Land AcquisitionRehabilitation and Re-settlement Act, 2013, (RFCTLARR Act)ના કાયદા હેઠળ કરદાતાની માલિકીની જમીનનું ફરજિયાત સંપાદન (Compulsory Acquisition) કરાયું હોય, તેવા સંજોગોમાં કરદાતાને ચૂકવવામાં આવેલ વળતર (Compensation) તે કાયદાની કલમ 96 હેઠળ આવકવેરામાંથી મુક્ત ગણવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આને અનુલક્ષીને નાણામંત્રાલયના2016ના પરિપત્ર નંબર 36 અન્વયે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉપરોક્ત કાયદા હેઠળ કરાયેલ કરમુક્તિની જોગવાઈને આવકવેરાના કાયદાના હેતુસર માન્ય રાખવામાં આવશે.

ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના હાલના ધારણકર્તાઓંનેને ધારણ કરેલી જમીનના કબ્જાહક વર્તમાન જંત્રીના 20 ટકાના અવેજમાં નિયમબધ્ધ કરી આપવા આવશે

 

  • નવી જંત્રીમાં ઠરાવો પ્રસિદ્ધ કરી સરકારે આવકનું પણ ધ્યાન રાખ્યું !
  • તમામ ફાઈલોનો નિકાલ હવે કલેક્ટર કક્ષાએ જ થશે, ગાંધીનગરના ફેરા બંધ
  • મહેસૂલ વિભાગે સોમવારે મોડી રાતે ઠરાવો પ્રસિધ્ધ કર્યા છે
  • 13 પ્રકારના ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના હાલના ધારણકર્તાઓંનેને ધારણ કરેલી જમીનના કબ્જાહક વર્તમાન જંત્રીના 20 ટકાના અવેજમાં નિયમબધ્ધ કરી આપવા મહેસૂલ વિભાગે સોમવારે મોડી રાતે ઠરાવો પ્રસિધ્ધ કર્યા છે. આ નિર્ણયથી ગુજરાતભરના નાના અને સીમાંત ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કારણ કે, 13 ઈનામી કાયદાઓંને હેઠળ પૂર્વકાળમાં આવા ખેડૂતો પોતાની અજ્ઞાનતા કે માહિતીના અભાવે કબજાહક્ક માટેની રકમ ભરી શક્યા નહોતા. એથી, કાયદા અનુસાર આવા ખેડૂતો પાસે રહેલી જમીન શ્રાી સરકાર થવાની શક્યતા રહેતી હતી.

    ઈનામી કાયદા હેઠળની જમીનોને નિયમબધ્ધ કરવા મુદ્દે મુખ્યમંત્રી સ્તરેથી અગાઉ નિર્ણય કર્યો હતો. પરંતુ, આવા પ્રકારની જમીનોના સ્વત્વાર્પણ, બીનખેતી પરવાનગી, વિકાસની કામગીરીને તબક્કે ઉપસ્થિત થતા ટાઈટલ ક્લિઅરના પ્રશ્નો માટે થયેલી અરજીઓંનેને કારણે સરકારની આવકમાં નુકશાન ન થાય એટલે નવી જંત્રીના અમલ બાદ ઠરાવો થયાનું કહેવાય છે. મહેસૂલ વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલની સહીથી પ્રસિધ્ધ 13 અલગ અલગ ઠરાવોમાં કહેવાયુ છે કે, સંબંધિત કાયદા હેઠળની જમીનને નિયમબધ્ધ કરવાની તમામ સત્તાઓંને કલેક્ટરને આધિન રહેશે. અર્થાત અત્યાર સુધી માત્ર અઢી એકરનું ક્ષેત્રફળ ધરાવતી હોય તેવી જમીન અંગે જ કલેક્ટરને નિર્ણય લેવાની સત્તા હતી. જો કે, હવે ક્ષેત્રફળની મર્યાદા હટાવી લેવાઈ છે. જેના કારણે અહીં ગાંધીનગરમાં સરકાર સ્તરે એક પણ ફાઈલ કે રૂબરૂ આવ્યા વગર કલેક્ટર કક્ષાએથી પોતાના જિલ્લામાં જ ખેડૂતોના કબ્જા નિયમબધ્ધ થઈ શકશે ! ઉલ્લેખનિય છે કે, અધિકાંશ જિલ્લાઓંનેમાં ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનો છે. જેમાં પૂર્વકાળમાં રીગ્રાન્ટ થયેલી જમીનની કબજાકિંમત નિયત સમયમાં ભરપાઈ ન કરવાને કારણે કબ્જેદાર કે તેમના વારસદારને અનઅધિકૃત ધારણકર્તા ગણાય છે. આવા ધારણકર્તાઓંનેએ અન્યોને વેચાણ સહિતની રીતે જમીન તબદિલ કર્યો હોય તો હાલના કબ્જેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રીના 20 ટકા રકમ વસૂલી તેનો કબ્જો અનઅધિકૃતમાંથી નિયમબધ્ધ થઈ શકશે.

AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતની આકારણી કરવા માટે વેલ્યુએશન APPનો ઉપયોગ કરવામાં આવશે

 AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતની આકારણી કરવા માટે વેલ્યુએશન APPનો અમલ કરવા માટે હિલચાલ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ દ્વારા હાલ વેલ્યુએશન APP તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને દિવાળી પછી આ વેલ્યુએશન APP અમલમાં આવશે. AMCના ઈ- ગવર્નેર્સ ખાતા મારફતે વેલ્યુએશન APP તૈયાર કરાઈ છે અને તે અંગે સ્ટાફને તાલીમ આપવામાં આવશે. જેના લીધે ટેકસ વિભાગના ઈન્સ્પેક્ટરો સ્થળ પર જઈને વેલ્યુએશન APP મારફતે એન્ટ્રી કરીને મિલકતની આકારણી કરશે. જેના લીધે આકારણી ઝડપથી થશે અને સમય બચશે તેમજ દરેક ઝોનના બીલો ઝડપથી આપી શકાશે. જેથી AMCની આવકમાં વધારો થશે. Uઓંને થી QR code ના માધ્યમ થી પેમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કરદાતા પોતાના ટેનામેન્ટ નંબર અને પેમેન્ટ ઓંપસનેંઁૈં તરીકે સીલેકટ કરવાથી અલગથી dynamic QR Code જનરેટ થશે. ઉપરોક્ત વ્યવસ્થા ગોઠવાયા બાદ નાગરિક GPay,, Phonepe, paytm વિગેરે application થી AMCની સેવાઓંનેને લગતા payment કરી શકશે.

રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં તમામ મિલકતોની આકારણી માટે વેલ્યુએશન APP અમલમાં મૂકાશે. જેના લીધે AMCના સ્ટેશનરીના ખર્ચમાં બચત થશે અને સંપૂર્ણ ટ્રાન્સ્પરન્સી આવશે અને વેલ્યુએશનમાં ' human error’ તથા ' human intervention’ ની સંભાવના રહેશે નહીં.

8.24.2023

અશાંત ધારા હેઠળની મિલકત ખરીદવા, વેચવામાં પાડોશી હસ્તક્ષેપ કરી શકે નહીં

  • પડોશીઓની વાંધા અરજી બદલ હાઇકોર્ટનો પ્રત્યેકને રૂ.25 હજાર દંડ
  • વડોદરાની દુકાન વેચાઇ ત્યારે પાડોશીએ સંમતિ આપી, 6 વર્ષે વાંધો ઉઠાવ્યો

 

રાજ્યભરમાં અશાંત ધારા હેઠળ કોઇપણ વ્યકિત તેની મિલકત અન્ય સમુદાયને વેચે કે ખરીદે તો પાડોશીઓને તેનો વિરોધ કરવાનો કોઇ અધિકાર નથી. ગુજરાત હાઇકોર્ટે વડોદરાના એક અશાંત ધારાના કેસમાં ઉક્ત અવલોકન કર્યુ છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે હાઇકોર્ટમાં અરજીઓ કરનાર પ્રત્યેક પાડોશીઓને 25 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે પાડોશીઓએ ઉઠાવેલા વાંધા સામે નારાજગી દર્શાવતા એવી ટકોર કરી હતી કે, તમે હરિશચન્દ્ર નથી તમે 6 વર્ષ અગાઉ મિલકતના વેચાણ સામે સંમતિ આપતી સહી કરી હતી. હવે અચાનક તેમની સામે વાંધો શા માટે? વડોદરામાં હિન્દુ વ્યકિતએ તેની દુકાન મુસ્લિમ વ્યકિતને વેચી હતી. તે અંગે દસ્તાવેજની નોંધણી સમયે રજીસ્ટ્રારે અશાંત ધારા હેઠળ આવી મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી લેવી પડે. કલેકટર પાસે મંજૂરી લેવા જતા કલેકટરે પોલીસ પાસેથી રિપોર્ટ લેવા આદેશ કર્યો હતો. પોલીસે તેની તપાસમાં અભિપ્રાય આપ્યો હતો કે, હિંદુની મિલકતનું નક્કી થયા મુજબનું વળતર આપવામાં આવ્યુ છે પરતું જો હિંદુની મિલકત મુસ્લિમને વેચાણમાં આપવામાં આવે તો કાયદો-વ્યવસ્થા જોખમાઇ શકે છે. રિપોર્ટને આધારે કલેકટરે મંજૂરી આપી ન હતી. જેને રેવન્યૂમાં પડકારાયો હતો. રેવન્યૂ સેક્રેટરીએ ડેપ્યુટી કલેકટરના હુકમને મંજુરી આપતાં હાઇકોર્ટમાં સિંગલ જજ સામે અરજી કરાઇ હતી. સિંગલ જજે અરજદારની તરફેણમાં ચુકાદો અપ્યા બાદ દસ્તાવેજ બાદ પાસેના દુકાનદારોએ હાઇકોર્ટમાં વિરોધ કર્યો હતો. ખંડપીઠે તમામને 25 હજાર દંડ કરી અરજી ફગાવી હતી.

8.21.2023

તકરારી નોંધ બાબત સમજુંતીઓ

તકરારી નોંધ બાબત સમજુંતીઓ


  • હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે ? 

હક્કપત્રક માટે મુખ્ય બે ફોર્મ ઠરાવાયાં છે. એક ગામનો નમૂનો નંબરઃ ૬ અને બીજો પાણીપત્રક ગામ નમૂના નંબર ૭/૧૨, ગામના નમૂના નંબર- ૬ ડાયરી જેવું રજિસ્ટર છે જેમાં ફેરફારની નોંધનો નંબર પ્રાપ્ત થયેલા હક્કો પ્રકાર તથા કથા સર્વેનંબર પોતહિસ્સા નંબરની અગર બ્લોકની જમીન ઉપર હકક પ્રાપ્ત થયે મળ્યે તેની યાદી વગેરે બાબત આવે છે. ગામ નમૂના નંબરઃ ૭-૧૨ એ હકપત્રકનું સાંકળિયું છે કે કેમ કે પ્રમાણિત થયેલી ? નોંધનો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે અને જે કબજેદારના હકક કમી થયા હોય તેને કેસ કરી નવા ક્બજેદારનું નામ દાખલ કરવામાં આવે છે

જિલ્લા ક્લેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય ?  ગુજરાત જમીન મહેસુલ નિયમ ૧૦૮(૫) મુજબ કલેક્ટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઈ જોગવાઈ છ્તાં કોઈ નથી. પરંતુ રાજ્ય સરકારને આવા ખાતેદારને જમી હુકમની કાયદેસરતા કે ઔચિત્યતા વિશે પોતાની ખાતરી કરવા આવું રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજ્ય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઈએ કે રદ કરવો જોઈએ તો રાજ્ય સરકાર (ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ) તે અંગે યોગ્ય લાગે તેવો હુકમ કરી શકે છે.


  • એન્ટ્રી પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ ? 

નાયબ મામલતદાર કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઈપણ મહેસૂલી અધિકારી હક્કપત્રકે ગામ નમૂના નંબરઃ ૬ માં પાડેલ ફેરફાર એન્ટ્રી પ્રમાણિત કરી શકે છે. આવા અધિકારીમાં જિલ્લા જમીન દફ્તર નિરીક્ષકશ્રીઓનો પણ સમાવેશ થાય છે. મહેસૂલી કામ કરતા નાયબ મામલતદાર સિવાય જે અવ્વલ કારકુન એટલે નાયબ મામલતદારને ક્લેક્ટરશ્રી તરફથી આવા અધિકારો મળ્યા હોય તેઓ પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરી શકે છે. સકલ ઓફિસરને પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરવાની સત્તા છે.


  • નોંધ પ્રમાણિત થવાથી કોઈ ગેરકાયદે વ્યવહાર કાયદેસર થઈ જાય છે ? 

ના. નોંધ પ્રમાણિત થવા છતાં કોઈ ગેરકાયદે વ્યવહાર કાયદેસર થતો નથી. તે ગેરકાયદે જ રહે છે.


  • જે વ્યક્તિની તરફેણમાં ગીરો છોડાવવામાં આવ્યો હોય અથવા નષ્ટ થયો હોય અથવા ભાડાપટ્ટો પૂરો થયો હોય તે વ્યક્તિ એ પણ હક્ક સંપાદનની જાણ કરવી જરૂરી છે ? 

હા, જે તે બેન્ક સહકારી મંડળીમાંથી દાખલો મેળવવો અને તે સાથે રેવન્યુ અધિકારીને જાણ કરવી જરૂરી છે


  • તકરારી રજિસ્ટરે સક્ષમ અધિકારી તરફથી લેવાયેલા નિર્ણય સામે કોઈપક્ષકારને નારાજગી અગર અસંતોષ હોય તો તે દૂર કરવા કઈ જોગવાઈ છે ? 

મામલતદારશ્રી અગર સક્ષમ રેવન્યુ અધિકારીશ્રીના નિર્ણયથી અસંતોષ હોય તેવા પક્ષકાર તે નિર્ણયની જાણ થયાની તારીખથી ૬૦ દિવસની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારી નાયબ ક્લેક્ટરશ્રીને અપીલ કરીને દાદ મેળવી શકે છે પરંતુ દિવાની કોર્ટના હુકમનામા અન્વયેની કાર્યવાહી સામે વાંધો હોય તો ફક્ત ઉપલી કોર્ટમાં જ અપીલ કરવાની રહે છે.


  • પ્રાંત અધિકારી નાયબ ક્લેક્ટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં સફ્ળતા ન મળે તો શું કરવું? 

લેન્ડ રેવન્યુ કોડ એન્ડ રૂલ્સની જોગવાઈ હેઠળ આવા કિસ્સામાં સંબંધિત પ્રાંત અધિકારીના નિર્ણય માટે જિલ્લા કલેક્ટરશ્રીને રીવીઝન કરીને દાદ મેળવી શકાય છે.


  • જિલ્લા ક્લેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય ? 

ગુજરાત જમીન મહેસુલ નિયમ ૧૦૮(૫) મુજબ કલેક્ટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઈ જોગવાઈ છ્તાં કોઈ નથી. પરંતુ રાજ્ય સરકારને આવા ખાતેદારને જમી હુકમની કાયદેસરતા કે ઔચિત્યતા વિશે પોતાની ખાતરી કરવા આવું રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજ્ય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઈએ કે રદ કરવો જોઈએ તો રાજ્ય સરકાર (ખાસ સચિવશ્રી, મહેસુલ વિભાગ) તે અંગે યોગ્ય લાગે તેવો હુકમ કરી શકે છે.

કોઈ ખેડૂત / વ્યક્તિએ પોતાની જમીન અન્ય ખેડૂતને તબદિલ કરવી હોય તો કોઈ બાબતમાં નિયંત્રણ છે. તરીકે જાહેર થયેલા વિસ્તારમાં કોઈ . આદિવાસીએ ધારણ કરેલી કે તેમને સ૨કારે જાતે ખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઈ વ્યક્તિને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેક્ટરશ્રીની પૂર્વમંજુરી વિના તબદિલ કે વેચાણ થઈ શક્તી નથી અને જો આવી કાર્યવાહી પૂર્વમંજુરી સિવાય કોઈપણ થઈ હોય તો ગેરકાયદે છે. આમાં, ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેન્કને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.


  • ગામે પ્ર.સ.પ. (પ્રીમિયમ સત્તા પ્રકાર)ની ખેતીની જમીન આવેલ છે જે જમીન વેચાણ કરી શકું ? 

સરકારશ્રીના મહેસૂલ વિભાગના ઠરાવો મુજબ આવી જમીન ખેતીથી ખેતીના હેતુ માટે સૌ પ્રથમ જૂની શરતની કરાવવાની થાય. જેના અધિકાર મામલતદારશ્રીને છે. જેથી આ અંગે નિયત થયેલ નમૂનાની અરજી (હવે ઓન લાઈન) કરવાની રહે. સદર જમીન ખેતીના હેતુ માટે જૂની શરત થયા બાદ/ગામ દફ્તરે અમલ થયા બાદ ખેડૂત ખાતેદારને જમીન વેચાણ કરી શકાય.


  • પોત ખરાબા વર્ગ(અ) ની જમીનને ખાતામાં ભેળવવા શું કરવું? 

આ અંગે સંબંધિત મામલતદારશ્રીને અરજી કરવાની રહે. તેઓ જમીન મહેસુલ નિયમો નિયમ-૭૫ ધ્યાને લઈ માગણી નિયમોનુસાર ગવાઈ અનુસારની જણાયેથી પોત ખરાબો ખાતામાં ભેળવવા હુકમ કરશે, જે હુકમની નકલ ડી.આઈ. એલ.આર. કચેરી તરફથી ગયેથી જરૂરી માપણી તથા કાયમ દરનું પત્રક તૈયાર કરી પ્રાંત અધિકારીને મંજૂરી અર્થે સાદર કરશે.


  • ખેતરમાં રહેણાંક બનાવવું છે તો શું બિનખેતીની મંજૂરી મેળવવી પડશે ? 

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની કુલ જમીનના ૧૦% જમીનમાં કબજેદાર પોતાના રહેણાકના હેતુ સારું અને ઘેર રાખવા તેમજ ખેતીના ઓજારી રાખવા મકાન બનાવી શકે છે. જે અંગે પરવાનગી મેળવવાની રહેતી નથી. પરંતુ ટેક્ષ આકારણી માટે ગ્રામ પંચાયતમાં જરૂરી નોંધણી કરાવવી જોઈએ,


  • ખેતીની જમીન બિનખેડૂતને વેચાણ કરવી છે તો શું મંજૂરી લેવી પડે ? 

જે વ્યક્તિ સંસ્થા કંપની કે જે બિનખેડૂત છે તેને ખેતીની જમીન વેચાણ કરવી હોય તો, તેણે ગુજરાતને લાગુ પડતો ગણોત ધારાની ક્લમ-૬૩ નિયમ-૩૬ હેઠળ સૌરાષ્ટ્ર ઘરખેડના કાયદા તેમજ કચ્છ અને વિદર્ભ ક્ષેત્રના ખેતીની જ જમીનના કાયદાની જોગવાઈ મુજબ પ્રથમ મંજૂરી મેળવવાની રહે છે.


  • જમીન બિનખેતી થયેલ છે અને પાછી ખેતીની જમીનમાં ફેરવી શકાય ? 

હા, પરંતુ નિયમ મુજબ શરતભંગ ગણાતા નિયમ મુજબની દંડની રકમ ભરપાઈ કરવાની થાય છે.


  • સને ૨૦૨૦ માં જમીન વેચાણ કરી ત્યારબાદ હવે પછી મારી પાસે ખેતીની જમીન બાકી રહેતી નથી તો શું અન્ય ખેતીની જમીન ખરીદી શકું ?.

ખેતીની જમીન વેચાણ કર્યા તારીખથી ૧૦૦ દિવસની સમયમર્યાદા (અમુક કિસ્સામાં બે વર્ષ સુધીમાં) ખેતીની જમીન લઈ શકાય અને જો આ સમયમર્યાદામાં જમીન વેચાણ રાખી હોય તો જ નિયમ મુજબ જિલ્લા ક્લેક્ટરશ્રીને અરજી કરી અગાઉ ધારણ કરતા હતા તે અનુસંધાને ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકાય છે.

8.18.2023

ખેડૂતોના નામે જમીન સુધારા કાયદાઓ તેમજ નિયમોનો સિમિત સ્થાપિત વર્ગને ફાયદો

 - લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેતીવિષયક જમીનોનું નિયમન જરૂરી

ગત લેખમાં જમીન મહેસુલ અધિનીયમમા બિનખેતીની પરવાનગીમાં બાંધકામની સમય મર્યાદા દુર કરવાને કારણે જમીનોનો કાર્યસાધક ઉપયોગ જે હેતુ માટે બિનખેતીમાં ફેરફાર કર્યો હોય અને તેનો ઉપયોગ ન કરવામાં આવે તો ખેતીવિષયક જમીનનો ઉત્પાદકીય હેતુ (પાક સંવર્ધન) માટે ન થાય અને બિનખેતીવિષયક જમીનોનું Hoarding એકત્ર કરીને સિમિત લોકો માટે નફાકીય સાધન બન્યું છે. અને વિકાસની પ્રક્રિયામાં પણ Land જમીન કુદરતી સંસાધન તરીકે સરળતાથી ઉપલબ્ધ થવાને બદલે ઉંચી કિંમતે પ્રાપ્ત થાય છે. જો આપણે માનવીની આવશ્યક જરૂરીયાત રહેણાંકના હેતુ માટે વાત કરીએ તો પણ શહેરોમાં મધ્યમ વર્ગને પોષાય તેવા મકાન ઉપલબ્ધ થતા નથી તેનું મુખ્ય કારણ જમીનોના ઉંચા ભાવ છે. આમ બિનખેતીવિષયક જમીનોના સમય મર્યાદામાં બાંધકામ કરવાની મુદ્દત દુર કરવાનું કદાચ સરકારને ઉચીત લાગ્યું હશે. પરંતુ લાંબાગાળાની દુરાગામી અસરો અને ખાસ કરીને ખેતિવિષયક જમીનોનું બિનખેતીમાં રૂપાંતર કરીને ખેત ઉત્પાદન ઘટાડવાનું અને સિમિત વર્ગ પાસે નફાકીય હેતુ માટે જમીનો (Consolidate) એકત્ર કરવાનું સાધન બન્યું છે.

સરકારે બીજો આનુસાંગિક સુધારો મહેસુલ વિભાગના ૨૮ જાન્યુઆરીનું જાહેરનામું બહાર પાડી કલમ-૬૩માં સુધારો કરેલ છે. આ બાબત કોઈપણ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની ખેતીવિષયક જમીન ખરીદવાની મંજુરી મેળવે ત્યારે બિનખેતી વિષયક ઉપયોગ / બાંધકામની જોગવાઈ છે જેમાં અગાઉ ૨વર્ષની સમય મર્યાદા હતી તેમાં સુધારો કરી આ જાહેરનામાથી કલેક્ટરને પાંચ વર્ષ સુધી બિનખેતી ઉપયોગને લંબાવવા માટેની સત્તાઓ આપવામાં આવેલ છે અને ત્યારબાદ પણ કલેક્ટરને વ્યાજબી કારણો લાગે તો રાજ્ય સરકારની પુર્વ મંજુરી મેળવીને દસ વર્ષ સુધી લંબાવી શકે છે જેમાં અગાઉના પાંચ વર્ષ (Inclusive) પણ ગણતરીમાં લેવાના છે આ અંગે રાજ્ય સરકાર જે પ્રિમીયમની રકમ નક્કી કરે તે ભરપાઈ કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા જે હેતુ માટે કલમ-૬૩ની મંજુરી આપવામાં આવી હોય તેમાં હેતુફેરની મંજુરી પણ આપી શકે છે. અને જમીન મૂળ ખેતવિષયક હેતુ માટે પણ પરવાનગી આપી શકે છે. આમ કોઈપણ બિનખેડુત વ્યક્તિએ કલમ-૬૩ હેઠળ બિનખેતી વિષયક હેતુ માટે જમીન ખરીદી હોય તે પણ દસ વર્ષ સુધી ઉપયોગ ન થાય તો પણ સમયગાળો લંબાવી આપવાની જોગવાઈ કરી છે. આમ ઉપરોક્ત બંન્ને સુધારા જોઈએ તો ખેતીવિષયક જમીનનો કાર્યસાધક ઉપયોગ ખેત ઉત્પાદન માટે થવો જોઈએ અને દેશની જીડીપી વધારવામાં પુરક થવામાં મુખ્યત્વે છે તેના બદલે નિષ્ફળ થઈ રહ્યો છે અને ખેતીવિષયક કાયદાઓનું ઉલ્લંગન કરીને સિમિત વ્યક્તિઓ  (Land Hoarders) પાસે જમીનોનું Holding થઈ રહ્યુ છે અને આ બાબતનું આચરણ શહેરી વિસ્તારો / ઔદ્યોગિક / વિકસિત વિસ્તારોમાં થઈ રહ્યું છે. ઉપરોક્ત વિવરણ / આલોચના ખેડુતોના હિતમાં તેમજ દેશના જીડીપીને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ છે.

મુળભુત રીતે જમીન સુધારા કાયદાઓ ખેતી ઉપર નિર્ભર રહેતા કુટુંબોને કબજા હક આપવા અને જમીનદારી પધ્ધતિ નાબુદ કરી આપણી Agrarian Economy ખેતિવિષયક અર્થતંત્રનો દેશના વિકાસમાં અગત્યનો ફાળો હોય માલિકી હક્ક આપવાના ભાગરૂપે બંધારણમાં જમીન સુધારાઓનો સમાવેશ કરી ખેત જમીન ગણોત કાયદો-૧૯૪૮ ગુજરાત પ્રદેશમાં અને સૌરાષ્ટ્રમાં - સૌરાષ્ટ્ર જમીન સુધારાઓ - સૌરાષ્ટ્ર ઘરખેડ સહિત અને કચ્છમાં - કચ્છ વિદર્ભ કાયદાઓ ખેડુતોને જમીન ઉપરના હક્ક આપવા માટે લાવવામાં આવ્યા. ખેતીની જમીનનો અસલ ખેડુતો જીવન નિર્વાહ તેમજ અનાજ ઉત્પાદનના ભાગરૂપે ગણોતધારામાં જોગવાઈ કરેલ પરંતુ ગણોતધારામાં ૧૯૯૯ પહેલાં કોઈપણ ખેડુત ૮ કિ.મી.ની મર્યાદામાં જમીન ધારણ કરતાં હતાં અને ગણોતધારાની કલમ ૨(૨) અને ૨(૬) જાતખેતીની વ્યાખ્યા મુજબ ૧૫ કિ.મી.ની મર્યાદામાં સુપરવિઝન હેઠળ જમીન ઉપર ખેતી કરી શકતા હતા. ૧૯૯૯માં આ ૮ કિ.મી.નું નિયંત્રણ દુર કરવામાં આવ્યું. આના કારણે પરિસ્થિતિ ઉભી એ થઈ કે સુખી સાધન સંપન્ન ખેડુતોનો વર્ગ અથવા સ્થાપિત સ્વરૂપે બિનખેડુત વ્યક્તિઓ ખોટી રીતે ખેડુત થઈને ખેતીની જમીનોનું Holding ધરાવે છે. આ બાબતમાં ખેત જમીન ટોચ મર્યાદાનું પાલન કરવાનું હોય છે પરંતુ તેમાં ફક્ત એફીડેવિટ લઈને માન્ય રાખવામાં આવે છે. જ્યારે સાચા ખેડુતોના કિસ્સામાં ૧૯૫૧થી ખેડુત હોવાના પુરાવા માંગીને ખેડુત ખરાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે અને તમામ મહેસુલી રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવા છતાં મહેસુલી અધિકારીઓએ ખાત્રી કરવાની જવાબદારી હોવા છતાં સાચા ખેડુતો હેરાન થાય છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા અગાઉ નવિન અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોમાં અગાઉ જમીન ઉપરના કબજાના સમયગાળાના આધારે જમીનના બજાર કિંમતના મુલ્યાંકનના આધારે પ્રિમીયમ વસુલ કરવામાં આવતું હતું. પ્રાથમિક રીતે નવી શરતોની જમીનો જે તે કબજેદારોને નબળા વર્ગના સમુદાયને / ગણોતિયાઓને જીવન નિર્વાહ / ભરણપોષણ માટે આપવામાં આવતી પરંતુ અસાધારણ સંજોગોમાં તબદીલ કરવાના કારણોમાં મંજુરી આપવામાં આવે છે. જો ૧૫ વર્ષ ઉપરાંતનો ખેતીવિષયક જમીન ઉપરનો કબજો હોય તો આપોઆપ ખેતવિષયક હેતું માટે જુની શરતની ગણવામાં આવે છે. પરંતુ હવે બિનખેતીવિષયક હેતુ માટે અગાઉ જે બજાર કિંમત પ્રમાણે પ્રિમીયમ વસુલ કરવામાં આવતું તેના બદલે જંત્રીની રકમ પ્રમાણે બિનખેતીવિષયક હેતુ માટે પરવાનગી આપવામાં આવે છે. જે બજાર કિંમતના સાપેક્ષમાં નથી. હમણા જંત્રીની રકમ ડબલ કરવામાં આવી છે તેમાં પણ વિસંગતતા છે જ્યારે અગાઉ ૧૦ વર્ષ સુધી જંત્રીની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ ન હતો. આમ કેટલી મોટી પ્રિમીયમની રકમ ગુમાવી હશે. જ્યારે બીન ખેતીમાં ફેરવાયેલ જમીનોનું સંખ્યાબળ જોવામાં આવે તો અનેક ગણું છે. ઘણા વર્ષો પહેલાં Vacant Land Act લાવવામાં આવેલ પરંતુ તેનો અમલ થયેલ નથી. જે તે સમયે શહેરી જમીન ટોચ મર્યાદા અમલમાં હતો એટલે થોડુઘણું નિયંત્રણ હતું પરંતુ તે પણ ૧૯૯૯માં રદ્દ કરવામાં આવતા બેરોક-ટોક સ્વરૂપે શહેરોમાં અનિયંત્રણ સ્વરૂપે બિનખેતીવિષયક જમીનોનું Holding માલેતુજાર વર્ગના હાથમાં છે.

કોમર્શિયલ મિલકતના પ્રોપર્ટી ટેક્સ માટે બ્લડ રિલેશનના નિયમ સુધારાયા

 નવગુજરાત સમય, અમદાવાદ

 શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ મિલકત ભાડે અપાતી હોય છે, તેમાં મ્યુનિ. દ્વારા ભાડૂઆતનાં ધોરણે આકારણી કરી ડબલ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તેથી કેટલાક લોકો ઓછો ટેક્સ ભરવો પડે તે માટે બ્લડ રિલેશન છે અને મિલકતમાં ચાલતી કંપની-પેઢીમાં પોતે ભાગીદાર છે તેવા દાવા કરતાં હોય છે, તેના કારણે સર્જાતાં વિવાદો અને આવા કિસ્સામાં બારોબાર વહીવટ કરીને મ્યુનિ.ની તિજોરીને નુકસાન પહોંચાડતા તત્ત્વો પર અંકુશ મેળવવા માટે રેવન્યુ કમિટીએ બ્લડ રિલેશન સહિતનાં નિયમો સુધાર્યા છે.

મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કોમર્શિયલ મિલકતોનાં ભાડૂઆતોનાં મામલે ખાસ કરીને બ્લડ રિલેશનનાં કિસ્સાઓમાં અને ભાગીદારી પેઢીના મામલે કેટલીક સ્પષ્ટતા કરવી આવશ્યક થઇ પડી હતી. તેમણે કહ્યું કે, ટેક્સ ખાતામાં અગાઉ એવો પરિપત્ર કરાયો હતો કે, કોમર્શિયલ મિલકતધારકનાં ભાઇ-બહેન, મા-બાપ, પતિ કે પત્ની તેમજ પુત્ર કે પુત્રીને ભાડૂઆત ગણી આકારણી કરી હોય તેવા કિસ્સામાં જરૂરી પુરાવા ચકાસીને માલિકીનાં ધોરણે આકારણી કરવી.

તેમણે કહ્યું કે, માલિકનાં બ્લડ રિલેશનની વ્યાખ્યામાં પણ કેટલીક વિસંગતતા ઉદભવે છે તેમજ ભાગીદારી પેઢી કે પ્રા.લિ. કંપનીમાં માલિક કેટલો હિસ્સો ધરાવે તો માલિકનાં ધોરણે આકારણી કરવી વગેરે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. આ સમસ્યાનાં ઉકેલ માટે જે કોઇ કોમર્શિયલ મિલકતનો વપરાશ માલિક અથવા તેના સબંધીની વ્યાખ્યામાં આવતાં વ્યક્તિ દ્વારા કરવામાં આવતો હોય અને કોઇ જ પ્રકારનું ભાડું ચૂકવતા ન હોય (કંપનીમાં ઉધારતા ન હોય) તેવા કિસ્સામાં જ મિલકતની ટેક્સ આકારણી સેલ્ફનાં ધોરણે કરવાની રહેશે. 

જૈનિક વકીલે જણાવ્યું હતું કે, આ સિવાય કોમર્શિયલ મિલકતનો વપરાશ ભાગીદારી પેઢી-કંપની દ્વારા કરવામાં આવતો હોય અને મિલકતનો માલિક અથવા તેમનાં બ્લડ રિલેશનમાં હોય તેવી વ્યક્તિ પેઢી-કંપનીમાં ૨૦ ટકાથી વધુ ભાગીદાર હોય તેમજ કોઇ ભાડું ઉધારવામાં આવતું ન હોય તેવા કિસ્સામાં જ જરૂરી પુરાવા ચકાસીને સેલ્ફનાં ધોરણે આકારણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ભાગીદારી પેઢીમાં એક ટકાનાં ભાગીદારી નોંધાવીને પ્રોપર્ટી ટેક્સ ઓછો ભરવો પડે તેવા ખેલ કરતાં હોવાનું ધ્યાને આવ્યા બાદ ઇન્કમટેક્સ અને કંપની એક્ટનો અભ્યાસ કરીને આ જોગવાઇ કરવામાં આવી છે.

રેવન્યુ કમિટી ચેરમેને વધુમાં કહ્યું કે, મિલકત ભાડે આપવામાં બ્લડ રિલેશન અને કંપની-ભાગીદારી પેઢીમાં હિસ્સો વગેરે બાબતને લઇ નિયમોમાં સુધારણા કરવાથી કોર્પોરેટ તથા બિઝનેસ કરતાં કરદાતાઓને ખોટી હેરાનગતિ અટકશે.

ક્યા ક્યા પુરાવા રજૂ કરવા પડશે
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કોમર્શિયલ મિલકતમાં સેલ્ફનાં ધોરણે આકારણી માટે સી.એ.નું સર્ટિફિકેટ, ઇન્કમટેક્સ રિટર્ન, કોઇ પણ પ્રકારનું ભાડું નહિ ચૂકવતાં હોવાનું નોટરી કરાવેલું સોગંદનામું તથા બેલેન્સ શીટ, નફા-નુકસાન ખાતુ જેવા અન્ય પુરાવા રજૂ કર્યેથી ભાડૂઆતનાં ધોરણે પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવામાં આવશે નહિ.

8.08.2023

૧૪ એપ્રિલ પછીના ૭૩ એએ, ગણોતના હુકમમાં નવી જંત્રી મુજબ ડ્યૂટી વસૂલવા આદેશ

 



જંત્રી પ્રમાણે દસ્તાવેજની નોંધણી કરાવવાની સમયમર્યાદા પૂરી થવાના એક સપ્તાહ પહેલાં ૭૩ એએ, ગણોત વહીવટ, સૌરાષ્ટ્ર ઘરખેડ, વહીવટ પતાવત મુદ્દે કઈ જંત્રી વસૂલવી તેનો પરિપ ત્ર બહાર પાડવાનું સરકારને યાદ આવ્યું છે. રાજ્ય સરકારે ૭મી ઓગસ્ટના રોજ એક પરિપત્ર જારી કરી ૧૪મી એપ્રિલ પછી ૭૩ એએ, ગણોત જેવાં હુકમો થયા હોય તો તેવા કિસ્સામાં દસ્તાવેજ નોંધણી સમયે નવી જંત્રી મુજબ બજાર કિંમત ગણી ડ્યૂટી વસૂલવા આદેશ કર્યો છે. અગાઉ કમલ ૯૩ અને બિનખેતીમાં ૧૪મી પછીના હુકમમાં નવી જંત્રી વસૂલવા જુલાઈ મહિનામાં પરિપત્ર બહાર પડ્યો છે.

રાજ્ય સરકારે ૧૪મી એપ્રિલના રોજ જંત્રીના ભાવ ડબલ કરી દીધા હતા. હવે જંત્રી તો વધારી દીધી પરંતુ ૧૪મી પહેલાં અરજી કરી હોય અને બિનખેતી, કમલ ૬૩૭૩ એએ, મુંબઈ ગણોત વહીવટ, ગણોત પટાવત સહિતની અરજીના હુકમો ૧૪મી એપ્રિલ ૨૦૨૩ પછી થાય તો દસ્તાવેજ નોંધણી સમયે કઈ જંત્રી વસૂલવી તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતા સબ રજિસ્ટ્રાર કચેરીઓના અધિકારીઓ મનફાવે તે રીતે ડ્યૂટી વસૂલી દસ્તાવેજ નોંધી દીધી હતી. હવે બિનખેતી, કમલ-૯૩ સહિતના કેટલાક કેસમાં જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધણી કરી દેવામાં આવી હતી. કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધાયા હોવાનું બહાર આવતા સરકારે તાબડતોડ જુલાઈ મહિનામાં પરિપત્ર જારી કરી બિનખેતી અથવા ક્લમ-૩ની પરવાનગી ૧૪મી એપ્રિલ પછી મળી હોય તો નવી જંત્રી વસૂલવા પરિપત્ર કર્યો હતો

આવી જ રીતે સરકારે હાલમાં ૭૩ એએ, ગણોત વહીવટ, સૌરાષ્ટ્ર ઘરખેડ, વહીવટ પટાવત માટે ૧૪મી એપ્રિલ પછી થયેલા હુકમમાં નવી જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા પરિપત્ર જારી કર્યો છે. જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધણી કરાવવાની સમયમર્યાદા પૂરી થવાના એક સપ્તાહ પહેલાં પરિપત્ર જારી કરાયો છે. એક સપ્તાહ બાકી છે ત્યારે આ પરિપત્ર કરાતા તંત્રને માટે હવે અત્યારસુધી થઈ ગયેલા દસ્તાવેજોમાં રિફંડ આપવા માટે ગણતરી કરવાની નોબત આવી છે. 

છૂટના ચાર માસમાં દસ્તાવેજ નહીં નોંધાવનારાને રિફંડ મળી શકશે 

૧૪મી એપ્રિલના રોજ જૂની જંત્રીના ભાવ ડબલ કર્યા તે પહેલાં મિલકતના દસ્તાવેજ (ભત્તુ) ઉપર સહી કરી સ્ટેમ્પ પેપર ખરીદી લેનારાઓને ચાર મહિનાની છૂટ આપવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટેમ્પ ખરીદનારા ચાર મહિના સુધી દસ્તાવેજ નોંધાવી શકે છે. પરંતુ સ્ટેમ્પ ખરીદી લીધા હોય અને કોઈક કારણોસ૨ દસ્તાવેજની નોંધણી કરાવી શક્યાં નહીં હોય તો તેવા કિસ્સામાં અરજદારો સ્ટેમ્પ પેપર ખરીદીની તારીખથી ૬ મહિનામાં રિફંડ માટે અરજી કરી શકશે. અરજદારોએ સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની રહેશે. જોકે, સ્ટેમ્પ પેપરની તારીખથી છ મહિના વિત્યા બાદ કોઈ રફંડ મળશે નહીં

8.07.2023

પરવાનગીમાં બાંધકામની સમય મર્યાદા દુર કરતાં વિરોધાભાસી પરિબળો

 

પરવાનગીમાં બાંધકામની સમય મર્યાદા દુર કરતાં વિરોધાભાસી પરિબળો



- જમીન મહેસુલ અધિનિયમમાં-બિન ખેતીની 

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- મહેસુલ વિભાગના ઉક્ત સુધારા ખેતવિષયક જમીન નફાકીય સાધનોનું માધ્યમ બને તે દિશાના છે

જમીન મહેસુલ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ જમીનોના નિયમન સાથે જમીન ઉપરનું મહેસુલ વસુલ કરવુ અને જમીન / મિલ્કતનું રેકર્ડ અદ્યતન રાખવુ જેથી કોની પાસેથી જમીન મહેસુલ વસુલવુ તે નક્કી થાય આમ તો જમીનને 'ધરતીમાતા' (Mother Earth) તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માનવજાતીને તમામ પ્રકારે પોષવાનું કામ કરે છે. પરંતુ વિકાસની પ્રક્રિયા સાથે જમીનનો ઉપયોગ ખેતી ઉપરાંત વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે. અંગ્રેજ સમય ગાળામાં ઘડાયેલો જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ નિયમનકારી (Regulatory Act) કાયદો છે અને આજે પણ આ કાયદો પ્રવર્તમાન છે. આમ તો જમીનનો ખેતી વિષયક આકાર (Assessment) જમીન મહેસુલ સર્વે સેટલમેન્ટ દરમ્યાન નક્કી કરવામાં આવે છે જે કાયદાની જોગવાઈ પ્રમાણે દર ૩૦ વર્ષે Revised કરવાનો હોય છે. જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫ અને નિયમ-૮૭ હેઠળ ખેતી સિવાયના ઉપયોગ માટે બિનખેતી વિષયક આકાર નક્કી કરવાની જોગવાઈ છે અને તે અંગેની શરતો નક્કી કરવાની બાબત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨માં જોગવાઈ કરેલ છે. જ્યારે આ કાયદો ઘડવામાં આવ્યો ત્યારે કલેક્ટર તમામ પ્રકારની સત્તાઓ ધરાવતા હોવાથી બાંધકામના નિયમન માટે પણ શરતો રાખવામાં આવતી અને ખેત વિષયક સર્વે નંબરમાં જ્યારે બિનખેતીની પરવાનગી કલમ-૬૫ હેઠળ આપવામાં આવે ત્યારે બિનખેતીના હુકમ સાથે નાયબનગર નિયોજક દ્વારા જે હેતુ માટે બિનખેતી પરવાનગી મેળવવામાં આવી હોય તેના નકશા મંજુર કરવામાં આવતાં, જે હાલ જાણકારી મુજબ કલેક્ટર દ્વારા સહી કરવામાં આવતી નથી પરંતુ સબંધિત સત્તામંડળ દ્વારા બાંધકામ પરવાનગી મેળવવામાં આવે છે. દા.ત. મહાનગરપાલીકા, નગરપાલીકા, ગ્રામપંચાયત, નાયબ નિયોજક વિગેરે. કારણકે હવે ગુજરાતમાં CGDCR – Common General Development Center Regulation મુજબ પરવાનગી મેળવવાની હોય છે.

ઉપર્યુક્ત પુર્વભૂમિકા સમગ્ર બિનખેતીની પ્રક્રિયા અને ઉદ્દેશો સમજવા માટે છે. આમ તો પ્રવર્તમાન સમયમાં બિનખેતીની પરવાનગીને મોટા Hype સ્વરૂપે જોવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે બિન ખેતીની પ્રક્રિયાને ગૌણ ગણાવી જોઈએ (Minor) ખરેખર તો નવી શરતની જમીનમાં પ્રિમિયમ લેવાનું હોય તે સિવાય બિનખેતીનો આકાર નક્કી કરવો અને વસુલ કરવો અગત્યનો છે. પરંતુ હાલ જે ઓનલાઈન બિનખેતીની પ્રક્રિયા કરવા માટે ૧૯૫૧થી જમીનનું ટાઈટલ - માલીકીપણું ચકાસવામાં આવે છે. જ્યારે બીજીબાજુ એવું કહેવામાં આવે છે કે માલીકી હક્ક નક્કી કરવાનું કામ મહેસુલીતંત્રનું નથી અને ઉત્તરોતર જે વ્યવહાર થાય છે તે અંગેની હક્ક પત્રકની નોંધો મહેસુલી તંત્રના નોંધ પ્રમાણિત અધિકારીઓ મંજુર કરે છે. આમ નિયમો વિરૂદ્ધના વ્યવહારો મંજુર થાય તો તે અંગે પ્રમાણિત અધિકારીઓ જવાબદાર છે એટલે બિનખેતીની પરવાનગીની પ્રક્રિયામાં સાચો Bona fide વ્યક્તિના કિસ્સામા ક્ષુલ્લક કારણો શોધી કાઢી નામંજુર કરવામાં આવે છે અને તેના કારણો જે જણાવવામાં આવે છે તેમાં મહેસુલી તંત્ર પાસે ઉપલબ્ધ રેકર્ડ પૈકીના છે. અથવા કોઈ નિયમો વિરૂધ્ધ નોધ પ્રમાણિત કરેલ હોય તો લાંબાગાળા બાદ રીવીઝનમાં લેવાના કારણસર નામંજુર કરવામાં આવે છે.

ઉપર જેમ જણાવ્યું તેમ સરકારના મહેસુલ વિભાગ દ્વારા અગાઉ કલેક્ટર દ્વારા જમીન મહેસુલ નિયમોના નિયમ-૮૭ અન્વયે જે બાંધકામ કરવાની સમય મર્યાદા છ માસથી શરૂ કરીને ૨ વર્ષમાં પુર્ણ કરવાની શરતો રાખવામાં આવતી હતી. તે બાંધકામ કરવાની સમય મર્યાદા મહેસુલ વિભાગના ૧૬/૬/૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક બખપ-૧૦૦૬-૪૨૫-ક અન્વયે સનદના નમુના નં. - 'ત'ની શરત નં-૪માં સુધારો કરી, બાંધકામની સમય મર્યાદા રદ કરી છે. આજ રીતે જમીન મહેસુલ અધિનિયમની કલમ -૬૬, ૬૭ કે જે કલેક્ટરની પુર્વ પરવાનગી સિવાય બિનખેતી ઉપયોગ કરવામાં આવેલ હોય તેમાં નિયમિત કરતી વખતે પણ બાંધકામની સમય મર્યાદા રદ કરી છે. આમ તો આ જોગવાઈ વિરોધાભાસ એટલા માટે જણાય છે કે બિનઅધિકૃત બિનખેતી વિષયક બાંધકામ કરેલ હોય છે એટલે બાંધકામની સમય મર્યાદાનો આમેય પ્રશ્ન આવતો નથી. સરકારના મહેસુલ વિભાગે જે પરિપત્ર કરેલ છે તેનો પરિપ્રેક્ષ્ય જોઈએ તો કદાચ કલેક્ટરનું કામ ફક્ત બિનખેતી વિષયક જમીન મહેસુલ નક્કી કરવાનું છે. અને હવે બાંધકામ કરવાના નકશા - શહેરી સત્તા મંડળો અથવા ડેપ્યુટી પ્લાનર મંજુર કરતા હોય એટલે કે કલેક્ટરના કાર્યક્ષેત્રમાંથી આ જોગવાઈ રદ્દ કરવામાં આવી હોય પરંતુ પાયાની બાબતો જોઈએ તો ખેતી વિષયક જમીનોનો ઉપયોગ કાર્યસાધક સ્વરૂપે કૃષિ ઉત્પાદન અને જીવન નિર્વાહની સાથે દેશની જીડીપી ડબલ ડીજીટમાં કરવી હોય તો કૃષિ ઉત્પાદન વધારવુ જોઈએ તે મુખ્યત્વે છે એટલે આ બાબત અર્થતંત્ર સાથે સંકળાયેલ છે. જ્યારે બીજીબાજુ બિનખેડુત વ્યક્તિઓ અથવા તો એકવાર ખેતીવિષયક જમીન બિનખેતીમાં ફેરફાર કરવામાં આવે તે પછી ખેતીજમીન ટોચમર્યાદા કાયદો (Ceiling Act) લાગુ ન પડે અને બીજીબાજુ જમીનોનું Holding સિમિત વ્યક્તિઓ પાસે વધુ હોય અને જેમાં જમીનોના ઉંચા ભાવ જવાનું મુખ્ય કારણ આ છે. અને આ જમીનમાંથી ખેતવિષયક ઉત્પાદન થતું નથી. ફક્ત વ્યક્તિગત નફાકીય સાધન બને છે. એટલે જે મૂળ બાંધકામની સમય મર્યાદા હતી તેની પાછળનો તર્ક બિનખેતી વિષયક થયેલ જમીનનો પણ કાર્યસાધક ઉપયોગ થાય. હાલ સંખ્યાબંધ જમીનો બિનખેતીમાં ફેરફાર થયા બાદ વર્ષો સુધી ઉપરોક્ત સુધારેલ જોગવાઈ પ્રમાણે બિનઉત્પાદકીય સ્વરૂપે પડી રહેશે અને સીલીંગ કાયદાના નિયંત્રણ બિનખેતીની જમીન થયા બાદ લાગુ પડતો નથી અને બિનખેડુત વ્યક્તિઓ પણ આ જમીનો ઉપરાઉપરી વેચાણ વ્યવહારો કરી નફાકીય સાધન બને છે અને આ બાબત ઉપર કોઈ કાયદાનું નિયંત્રણ નથી.

સરકારે જમીન મહેસુલ અધિનિયમમાં કલમ-૬૫, હેઠળ ઉક્ત પરિપત્રથી જે સુધારો કરેલ છે તેને આનુસાંગિક સુધારો ગુજરાત ખેતીની જમીનને લગતો ગણોત કાયદાની કલમ-૬૩ તેમજ નિયમ-૩૬માં સુધારો કર્યો છે.  આમ જમીન સુધારા કાયદાના ઓથા હેઠળ ખેડુતોના હિતોને નુકશાન કરી સ્થાપિત હિતોને શું લાભ થયો છે તે અંગે આવતા અંકે વિવરણ કરીશું

8.06.2023

ટ્રસ્ટોની સ્થાવર મિલકતની તબદિલી ઇ-ઓકશન પોર્ટલ એપથી કરાશે

 રાજ્ય સરકારનો નિર્ણય 257 પેન્ડિંગ અરજીને પણ લાગુ પડશે

.

નવગુજરાત સમય , ગાંધીનગર 

પબ્લિક ટ્રસ્ટોમાં કોઇ ગેરરીતિ ના થાય તે માટે રાજ્ય સરકારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવાની કાર્યવાહી હવે મેન્યુઅલના બદલે ફરજિયાત ઓનલાઇન ઇ-ઓકશન પોર્ટલ એપ્લિકેશન દ્વારા કરાવવાનો નિર્ણય કર્યો છે. તે સાથે જ હાલ જે 257 પેન્ડિંગ અરજી છે તેની કાર્યવાહી પણ નવેસરથી ઇ-ઓક્શન પોર્ટલ દ્વારા જ કરવા માટે ચેરિટી કમિશનરને સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયના કારણે તંદુરસ્ત સ્પર્ધા મુજબના ભાવ મળશે અને સિન્ડિકેટ પણ કરી શકશે નહીં. 

ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-1950ની કલમ-36 હેઠળ અત્યાર સુધી જે કાર્યવાહી મેન્યુઅલી કરાતી હતી તેમાં કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરીને ફેરફાર કરાયો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી તંત્રમાં ડિજિટાઇઝેશન વધે તેના ભાગરૂપે ટ્રસ્ટોની સ્થાવર મિલકતની તબદિલી ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરાશે. નોંધાયેલા ટ્રસ્ટોના વહીવટના નિયમનની કામગીરી ચેરિટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જેમાં આ કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે તેમાં આ મહત્ત્વનો ફેરફાર કરાયો છે. તેના કારણે તંદુરસ્ત સ્પર્ધાના અભાવે સિન્ડિકિટ થવાની, ઇજારાશાહી વધવાની અને સ્પર્ધાત્મક ભાવ નહીં મળવાની જે શક્યતા રહેતી હતી તે નાબૂદ થશે અને કાર્યવાહી પણ વધુ પારદર્શક રીતે થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદા વિભાગના ઠરાવ અગાઉ કલમ-36 હેઠળ જે વિવિધ કચેરીની કુલ 257 પેન્ડિંગ અરજીમાં પણ ઇ-ઓકશન પોર્ટલ એપ્લિકેશન મારફતે જ કાર્યવાહી કરાશે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાશે

મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ (ગુજરાત) નિયમો, ૧૯૬૧

1Gujarat Public Trust Act, 1950download--
2મુંબઈ સાર્વજનિક ટ્રસ્‍ટ (ગુજરાત) નિયમો, ૧૯૬૧--download
3The Administrators General Act, 1963download--
4Administrator General Rules, 1976download--
5The Official Trustees Act, 1913download--
6The Charitable Endowments Act, 1890download--
7The Gujarat Charitable Endowments Rules_1965download--
8The Foreign Contribution (Regulation) Act, 2010download--
9The Administrator General (Amendment) Act, 2012download--


દસ્તાવેજોની નોંધણી ફી-સ્ટેમ્પ ડ્યૂટીના રિફંડ માટે ઓનલાઈન અરજી કરવી પડશે

 રિફંડ અરજીની બદલાયેલી પ્રક્રિયાથી અરજદારોને ધક્કા નહીં ખાવા પડે, સમય બચશે


નવગુજરાત સમય, ગાંધીનગર 

રાજ્યના કોઈપણ નાગરિકે નોંધણી ફી કે સ્ટેમ્પ ડ્યૂટી ઈ-ચલણથી ભરી હોય તેમાં રિફંડ મેળવવા માટેની હાલની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર) મુજબની કાર્યવાહી અમલમાં છે પરંતુ તે મુજબ રિફંડ માટેની અરજી સબ-રજિસ્ટ્રારની કચેરીમાં કરવી પડે છે. જેમાં અરજી તથા બિડાણ કરાયેલા કાગળો (દસ્તાવેજો)ની ચકાસણી બાદ તે નોંધણી નિરિક્ષકો દ્વારા વડી કચેરીએ અરજી મોકલી અપાય છે. જેના કારણે રિફંડ મેળવવામાં વિલંબ થાય છે અને સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. તેના નિવારણ માટે હવે, સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરિક્ષકની કચેરી દ્વારા ગરવી ૨.૦ વેબસાઈટમાં ઓનલાઈન રિફંડ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે એટલે હવે, અરજદારો ઈ-ચલણના રિફંડ મેળવવા માટે સબ રજિસ્ટ્રારની કચેરીમાં અરજી કરવાને બદલે આ ઓનલાઈન રિફંડ પોર્ટલ ઉપર સીધી અરજી કરીને તેની સાથે જરુરી કાગળો બિડાણ કરી શકશે.

સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરિક્ષક જેનુ દેવાન દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવાયું છે કે, ઈ-પેમેન્ટથી ભરાયેલી નોંધણી ફી કે સ્ટેમ્પ ડ્યૂટી રિફંડ મેળવવા માટે અરજદાર, ગરવી વેબસાઈટ ઉપર જે લોગઇન આઈડીથી નાણાં જમા કરાવ્યા હશે તે જ લોગઇનથી ચલણનું રિફંડ મેળવી શકશે. જો અરજદાર પાસે લોગઇન આઈડી કે પાસવર્ડ ઉપલબ્ધ ન હોય તો, તેવા અરજદાર હોમપેજ પરથી નવું લોગઇન આઈડી ક્રિએટ કરી શકશે. જે ખાતામાંથી પેમેન્ટ કર્યુ હોય તે જ ખાતામાં રિફંડ જમા કરાવવાનું હોય તો તે મુજબનું અરજદારની સહી સાથેનું એકરારનામુ દર્શાવવું પડશે. આ ઉપરાંત આ સમગ્ર નિર્ણય બાબતે કઈ રીતે અરજી કરીને રિફંડ મેળવવું તેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.

8.04.2023

प्रोबेट क्या होता है, वसीयत का प्रोबेट से क्या संबंध है

 कोई भी व्यक्ति अपने जीवनकाल में अपनी संपत्ति के संबंध में कहीं भी वसीयत कर सकता है। एक व्यक्ति की स्वयं अर्जित संपत्ति के संबंध में वह व्यक्ति वसीयत से संबंधित कोई भी निर्णय ले सकता है। यह भी ज़रूरी नहीं है कि वसीयत किसी ब्लड रिलेशन में ही की जाए। वसीयत का एक्जीक्यूशन वसीयत करने वाले व्यक्ति की मौत के बाद होता है। यदि वसीयत करने वाले व्यक्ति की मौत हो गई है तब जिस व्यक्ति के हित में वसीयत की गई है वह वसीयत के एक्जीक्यूशन का दावा कर सकता है।एक तरह से देखें तो वसीयत का एक्जीक्यूशन ही प्रोबेट होता है। प्रोबेट एक सर्टिफिकेट होता है जो अदालत द्वारा किसी वसीयत के संबंध में जारी किया जाता है। एक तरह का ऑर्डर होता है जिसमें अदालत किसी वसीयत के एक्जीक्यूशन के संबंध में घोषणा करती है। हमारे देश में वसीयत कोरे कागज पर भी की जा सकती है और वसीयत वही मान्य होती है जो अंतिम वसीयत होती है। अंतिम वसीयत उस वसीयत को कहा जाता है जो वसीयत करने वाले व्यक्ति की मौत से ठीक पहले की है। Also Read - भारत का संविधान और आपातकाल वसीयत के प्रोबेट से संबंधित प्रावधान भारतीय उत्तराधिकार अधिनियम,1925 के अंतर्गत मिलते हैं जहां अधिनियम की धारा 264 से लेकर धारा 300 तक प्रावधान हैं जो प्रोबेट के उल्लेख से लेकर प्रोबेट प्राप्त करने तक प्रक्रिया का उल्लेख करते हैं। प्रोबेट कैसे प्राप्त होता है प्रोबेट प्राप्त करने का दावा वह व्यक्ति कर सकता है जिसके हित में वसीयत लिखी गई है। ऐसा व्यक्ति एक व्यक्ति भी हो सकता है एवं अनेक व्यक्ति भी हो सकते हैं। प्रोबेट प्राप्त करने का आवेदन भारतीय उत्तराधिकार अधिनियम की धारा 276 के अंतर्गत करना होता है। ऐसा आवेदन वहां का करना होता है जहां संपत्ति का क्षेत्राधिकार है। ऐसे आवेदन में जिस व्यक्ति के हित में वसीयत लिखी गई है वह वादी होता है और संपत्ति को वसीयत करने वाले व्यक्ति के अन्य वारिस प्रतिवादी बनाएं जाते हैं उनके साथ सर्वसाधारण को भी पार्टी बनाया जाता है। Also Read - उपभोक्ता फोरम में किस तरह के केस लगाएं जा सकते हैं और क्या है इसकी प्रक्रिया ऐसा आवेदन अदालत के समक्ष प्रस्तुत करने के साथ ही समाचार पत्रों में भी ज़ाहिर सूचना प्रकाशित करवाई जाती है जिससे यह स्पष्ट हो जाए की उस संपत्ति के संबंध में किसी अन्य व्यक्ति का तो कोई हक हित नहीं है। यदि वसीयत के संबंध में कोई विरोध नहीं होता है तब अदालत संक्षिप्त विचारण की प्रक्रिया को अपना कर वादी को वसीयत का प्रोबेट जारी कर देती है और राज्य की कोर्ट फीस के अनुसार कोर्ट फीस जमा करवाई जाती है। यह याद रखा जाना चाहिए कि प्रोबेट के वाद में कोर्ट का भुगतान प्रोबेट जारी के करने के ऑर्डर होने के बाद करना होता है। यदि वसीयत के संबंध में कोई विवाद आपत्ति जैसी कोई चीज़ होती है तो अदालत ऐसे विवाद का निपटारा पहले करती है। ऐसा निपटारा एक सिविल वाद की तरह ही होता है और वही प्रक्रिया प्रोबेट के मामले में भी लागू की जाती है।



8.01.2023

પ્રોપર્ટી/ કોઈ પણ મિલકત ખરીદી રહ્યા હો તો આ 17 નિયમો ના ભૂલતા, ખેતીની જમીનમાં તો રાખજો ખાસ સાવચેતી





૧) ખેતીની જમીન ખરીદતી વખતે સબંધિત જમીનના નિયમોનુસાર ગામ નમુના નં. ૬, ૭/૧૨, અને ગા.નં.૮-અ ની પ્રમાણિત નકલસબંધિત મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાંથી મેળવવી.

(૨) કોઈપણ બિનખેડુત વ્યક્તિ ગણોત અધિનિયમની કલમ-૬૩ હેઠળ ખેતીની જમીન ધારણ કરવાને લાયક નથી તેઓએ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતી વિષયક જમીન ખરીદવી નહી

(૩) કોઈપણ બિનખેડુત વ્યક્તિ વીલ યાને વસીયતનામાથી ખેતીની જમીન પ્રાપ્ત કરે તો સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ ગેરકાયદેસર છે.

(૪) ખેતીની જમીનની ખરીદીના પ્રસંગે સબંધિત સર્વે નંબરની પ્રમોલગેશનની એન્ટ્રીથી છેવટ સુધીની ઉત્તરોત્તર ગા.ન.નં.૬ની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.

(૫) ગા.ન. નં.૭/૧૨ના બીજા હક્કમાં નિયંત્રિત સત્તા પ્રકારની (નવી શરત) જમીન હશે અથવા તો ‘બિનખેતી પ્રિમીયમને પાત્ર’ તેવી નોંધ હશે. આવા પ્રસંગે કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવી બિનખેતી ઉપયોગ કરતા પહેલા સરકારમાં પ્રિમીયમની રકમ અવશ્યપણે જમા કરાવો. ખેતીની જમીન જૂની શરત હોય તો ખેડૂત ખાતેદાર ખરીદી શકશે.

(૬) ગા.ન.નં.૭/૧૨ ના બીજા હક્કમાં મંડળી કે બેંકની કે અન્ય સંસ્થાના બોજાના નોંધ હોય તો જે તે સંસ્થા કે બેંકમાં બોજો ભરપાઈ કરાવી બોજામુક્તિની નોંધ અવશ્યપણે પડાવો.

(૭) બિનખેતી વિષયક હેતુ માટે સક્ષમ અધિકારી પાસેથી એટલે કે શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો માટે કલેક્ટર પાસેથી એન.એ.ની પરવાનગી બિનખેતી વિષયક ધારો નક્કી કરવાના ભાગરૂપે મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૮) મહેસૂલ વિભાગના પરિપત્ર પ્રમાણે ફાયનલ ટી.પી.માં બિનખેતીની પરવાનગી મેળવવાની જરૂર નથી. ફક્ત ઔપચારિકતા ખાતર બિનખેતી ધારો નક્કી કરાવવાનો છે.

(૯) ખેતીની જમીન બિનખેતી થયેલ હોય તો અધિકૃત અધિકારી પાસેથી બિનખેતી હુકમની, લેઆઉટ પ્લાનની તથા નમુના ‘એમ’મા સનદની ખરી નકલ મેળવવાનો આગ્રહ રાખવો તેમજ લેઆઉટમાં જણાવેલ જગ્યાએ જ પ્લોટ છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૧૦) પૂર્વ યુ.એલ.સી. (શહેરી જમીન ટોચ મર્યાદા ધારો) વિસ્તારમાં જમીન આવેલ હોય તો આવી જમીન શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ છે કે કેમ ? અને સરકાર હસ્તક જમીનનો કબજો લેવાયેલ છે કે કેમ ? તેમજ હાલ કોઈ લીટીગેશન કોઈ કોર્ટમાં ચાલે છે કે કેમ ? તેની ખાત્રી કરો. (હાલ ફક્ત વ્યક્તિગત રહેણાંકની જમીન નિયમિત કરતો કાયદો પસાર થયેલ છે)

(૧૧) જો મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં આવેલી હોય તો સીટી સર્વે કચેરીએથી પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો અવશ્ય આગ્રહ રાખો તેમજ ઉત્તરોત્તર મિલ્કત રજીસ્ટરના ઉતારાથી ખાત્રી કર્યા બાદ જ મિલ્કતના ટાઈટલની ખરાઈ કર્યા બાદ જ જમીન ખરીદ કરવી.

(૧૨) ટી.પી. સ્કીમ હેઠળની કે શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારની જમીન હોય તો કયા ઝોનમાં જમીન સ્થિત થઈ છે તે અંગે કોર્પોરેશન કે સબંધિત શહેરી જમીન સત્તા મંડળની કચેરીએથી ખાત્રી કરો.

(૧૩) વીડીની (Grazing – ઘાસચારાની જમીન) જમીનના પ્રસંગે જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન ખેડવાણ કરવા કલેક્ટરની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને મંજૂરીના હુકમની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખવો.

(૧૪) વીડીની જમીનનું વેચાણ કરવાનું હોય તો જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન વેચાણ કરવા અધિકૃત અધિકારીની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને આવી મંજૂરી અપાયેલ હોય તો પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો

(૧૫) ખેતીની જમીનના પ્રસંગે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ અધિકતમ ક્ષેત્રફળ માટે કોઈ કેસ ચાલેલ છે કે કેમ ? જમીન ફાજલ થયેલ છે કે કેમ ? તેમજ ફાજલ જમીનનો કબજો સરકાર હસ્તક લેવાયેલ છે કે કેમ ? તેમજ કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલે છે કે કેમ ? કોઈ મનાઈ હુકમ છે કે કેમ ? તે સઘળી બાબતે અવશ્ય ખાત્રી કરવાનું રાખો.

(૧૬) ટોચ મર્યાદા હેઠળ ફાજલ થયેલ જમીન અને ફાળવેલ જમીન કાયમી ધોરણે બિન તબદીલીને પાત્ર છે એટલે આ જમીનની તબદીલ ઉપર કાયમી નિયંત્રણ છે.

(૧૭) ટી.પી. સ્કીમ હેઠળ આવરી લેવાયેલ જમીન હોય તો મુળખંડ તથા અંતિમ ખંડની વિગત તેમજ નમુના એફ ની પ્રમાણિત નકલ તેમજ સ્કેચની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો



 - લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- નવી શરત અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનોનું શુધ્ધબુધ્ધિપૂર્વકના  વેચાણના કિસ્સામાં પ્રિમયમ વસુલ કરી મંજૂરી આપવાની જોગવાઈઆ






જમીન મહેસૂલ વ્યવસ્થાપનમાં જમીનનો સત્તા પ્રકાર (Land Tenure) મહત્વનો છે. ઘણીવાર જનમાનસમાં નવી શરત, જૂની શરત અંગે દ્વિધા હોય છે. જમીનનો સત્તા પ્રકાર જુદા જુદા જમીનને લગતા કાયદાને આધીન છે. દા.ત. ગણોતધારા હેઠળ મળેલ જમીન કલમ-૪૩ હેઠળ નવી અને અવિભાજ્ય શરત હેઠળની હોય છે તે જ રીતે સરકારે સોંથણીમાં જમીન આપેલ હોય તો નવી શરત, જમીન મહેસૂલ અધિનિયમની 'કલમ-૭૩ એએ' તે આદિવાસી અનુજાતિએ ધારણ કરેલ જમીન ઉપર નિયંત્રણ, ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીન અને નવી અને અવિભાજ્ય શરત તે જ ધોરણ ભુદાન હેઠળ અપાયેલ જમીન તેમજ જુદા જુદા સત્તા પ્રકાર નાબુદ કરવામાં આવ્યા. જેમાં ઈનામ, જાગીર દેવસ્થાન, પસાયતા વિગેરે આમ નવી અને અવિભાજ્ય શરત એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી સિવાય જમીન તબદીલ ન થઈ શકે. જ્યારે જૂની શરત એટલે કે સરકારના કોઈપણ નિયંત્રણ વગરની જે જમીનની (freehold) તબદીલી જમીન ધારકની ઈચ્છા મુજબ કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર તબદીલ / વેચાણ થઈ શકે.

ઉપર મુજબ જણાવ્યા મુજબની નવી શરતના નિયંત્રણોવાળી જમીનની તબદીલી / વેચાણ / હેતુફેર બિનખેતીના પ્રસંગોએ રાજ્ય સરકારે જે ધોરણો નક્કી કર્યા છે. (અપવાદ ભુદાન તેમજ જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીન) તે મુજબ પ્રિમયમની રકમ વસુલ લઈને કલેક્ટર મંજૂરી આપે છે. રાજ્ય સરકારે નવી શરતની જમીનોમાં ખાતેદાર કબજો ધારણ કરેલ હોય તે તારીખથી ૧૫ વર્ષ થાય તો આપોઆપ ફક્ત ખેતી વિષયક હેતુ માટે ગ્રામ્ય વિસ્તારની જમીનો પ્રિમયમ ભર્યા વગર જૂની શરતમાં ફેરવવાની છે અને આ અંગે મામલતદારે સ્વમેળે હુકમો કરી, ખાતેદારને જાણ કરવાની પણ જોગવાઈ છે. ઘણી જગ્યાએ શરૃઆતથી જમીન જૂની શરતમાં ચાલતી હોય. પરંતુ જ્યારે બિનખેતીની પરવાનગી માંગવામાં આવે, ત્યારે પાછળથી ખ્યાલ આવે કે, આ જમીન નવી શરતની ગણવાપાત્ર છે અને તેના ઉપર પ્રિમયમ વસુલ કરવાપાત્ર છે. પરંતુ તે પહેલાં ખેડુત ખાતેદાર વચ્ચે જમીનોની તબદીલ કરી, વેચાણ વ્યવહાર તરીકે ગામ દફતરે નોંધ પ્રમાણિત કરવામાં આવી હોય તો આવા કિસ્સામાં શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણ (Bonafide Sale) ગણીને પ્રિમયમ વસુલ કરી, સબંધિત હેતુ માટે ખેતીથી ખેતી અથવા ખેતીથી બિનખેતીના હેતુ માટે પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

શુધ્ધબુધ્ધિપૂર્વકના વેચાણના (Bonafid Purchaser) કિસ્સાની મંજૂરી અંગેની જોગવાઈઓ મહેસૂલ વિભાગના તા.૧૩-૩-૨૦૧૭ના પરિપત્રક્રમાંક ઃ- ગણત / ૩૦૧૬ / ૨૧૩૫ ઝ અન્વયે મંજૂરી આપવાની જોગવાઈ કરી છે. આવા સંખ્યાબંધ કિસ્સાઓ ઉપર વર્ણવેલ સ્થિતિને કારણે ઉપસ્થિત થતા અને ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસો થયેલ, જેમાં શુધ્ધબુધ્ધિપૂર્વકનો જમીન ખરીદનાર જવાબદાર ન હતો, કારણ કે રેકર્ડ ઉપર જે સત્તા પ્રકાર નોંધાયેલ તેના આધારે જમીન જૂની શરતની ગણીને ખરીદ કરેલ જેથી આવા કિસ્સાઓમાં ગુજરાત હાઈકોર્ટ પણ Bonafide Purchaser ગણી પ્રિમયમની રકમ વસુલ કરીને પરવાનગી આપવાના નિર્દેષ્ઠો કરેલ છે. સિવાય કે જે કિસ્સામાં નવી શરતનું નિયંત્રણ પણ હોય અને બિનખેડૂતની તરફેણમાં વેચાણ થયેલ હોય તો તેવા કિસ્સામાં ગણોતધારાની કલમ - ૮૪ સી હેઠળ કાર્યવાહી કરવાની થાય. તેમાં પણ રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરીને ૨૦૧૫ પહેલાં કોઈ ખેડૂતે બિનખેડૂતને વેચાણ કરેલ હોય અને છેલ્લો ખરીદનાર સાચો ખેડૂત ખાતેદાર હોય તો તેવા કિસ્સાઓમાં મામલતદાર સમક્ષ અરજી કરીને રાજ્ય સરકારે જે જંત્રી મુજબની રકમ નક્કી કરી છે તે વસુલ કરીને આ વેચાણો નિયમબધ્ધ થાય છે. ઘણીવાર એક સત્તાધિકારી દ્વારા નવી શરતના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હોય અને અપેલેટ અધિકારી અથવા કોર્ટ દ્વારા અપીલમાં નિર્ણય કરીને ફરીથી નવી શરતના નિયંત્રણો લાગુ કરવાના નિર્ણયો કરવામાં આવે છે. દરમ્યાનમાં આવી જમીનોનું વેચાણ થયેલ હોય તો તેવા કિસ્સામાં પણ Bonafide Purchaser ગણવાના થાય અને નિયમોનુસાર પ્રવર્તમાન નિતી મુજબ પ્રિમયમની રકમ વસુલ લઈ વેચાણ વ્યવહાર નિયમબધ્ધ કરવાના થાય છે.

આવી જ રીતે ૨૯-૧૨-૧૯૬૫ પછી માલીકને ઘરખેડમાં આપવામાં આવેલ જમીનમાં નવી શરત લખવામાં આવેલ ન હોય અને ૭/૧૨માં લખવાનું પણ રહી ગયેલ હોય તો તેવા કિસ્સાઓમાં જે ઉત્તરોત્તર વેચાણ થયેલ હોય તો વેચાણ વ્યવહાર નિયમબધ્ધ કરી શકાય છે. આજ રીતે ગણોત કાયદામાં જે ૧/૮/૧૯૫૬ કે ત્યારપછી ગણોતીયાની તરફેણમાં જમીન માલીક દ્વારા કરવામાં આવેલ તબદીલી નિયંત્રિત સત્તા પ્રકારની હોવાથી પરવાનગી લેવાને પાત્ર છે. પરંતુ ૭/૧૨માં નવી શરતનો ઉલ્લેખ ન હોય અને વેચાણ થયેલ હોય તો તેને પણ Bonafide Purchaser ગણી શકાય છે. આવી રીતે જેમ ઉપર જણાવ્યું તેમ મુંબઈ પરચુરણ ઈનામી નાબુદી અધિનિયમ, જાગીર એબોલીશન એક્ટ, તાલુકદારી એબોલીશન એક્ટ, દેવસ્થાન નાબુદી ધારો વિગેરે જુદા જુદા કાયદાઓ હેઠળ પ્રાપ્ત થયેલ જમીનોમાં, જ્યાં નવી શરતનો ઉલ્લેખ કરવાનો રહી ગયેલ હોય અને તેના કારણે વર્ષોથી ૭/૧૨માં નવી શરત કે મર્યાદિત સત્તા પ્રકાર લખેલ હોતો નથી અને આવુ રેકર્ડ વર્ષોથી પ્રમોલગેટ પણ થયેલ હોય છે. પરંતુ જ્યારે આવી જમીનો બિનખેતીમાં ફેરવવાના પ્રસંગ આવે ત્યારે ૧૯૫૧થી તમામ વ્યવહારો ચકાસતાં એમ માલુમ પડે કે આ જમીન નવી શરતની ગણવાપાત્ર છે અને આ પહેલાં ઉત્તરોત્તર ખેતીની જમીનના વેચાણ વ્યવહાર પણ થયેલ હોય છે અને નોંધો પ્રમાણીત થયેલ હોય છે એટલે આવી જમીનો Bonafide Purchaser ગણીને વેચાણ વ્યવહાર નિયમબધ્ધ કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે.

નવી શરત અને પ્રતિબંધક સત્તા પ્રકારની જમીનોની વેચાણ પરવાનગી કે હેતુફેરના પ્રસંગોએ ખેતી ટુ ખેતી અને ખેતી ટુ બિનખેતી માટે પ્રિમયમ વસુલ કરવાના જે માપદંડો છે તે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તા.૪-૭-૨૦૦૮ના ઠરાવ ક્રમાંક - નશજ - ૧૦૨૦૦૬ - ૫૭૧ - જ થી નક્કી કરવામાં આવ્યા છે. આ ઠરાવથી ૧૫ વર્ષ ઉપરની ગ્રામ્ય વિસ્તારની તમામ જમીનોને કોઈપણ પ્રકારની પ્રિમયમની રકમ વસુલ કર્યા વગર ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે છે અને જેમાં જમીન જયારે બિનખેતીમાં ફેરવવામાં આવે ત્યારે આ જમીન પ્રિમયમને પાત્ર છે તેવો ઉલ્લેખ નમુના નં. ૭ માં કરવાનો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ખેતી ટુ ખેતીમાં જૂની શરતમાં ફેરવવા ૫૦% પ્રિમયમ ભરવાનું થાય છે. શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, પૂર્વ યુએલસી વિસ્તાર, શહેરી વિકાસ સત્તા મંડળો, કેન્ટાનમેન્ટ એરીયા, નોટીફાઈડ એરીયા વિસ્તારનો સમાવેશ થાય છે.

 જ્યારે ૧૫ વર્ષ બાદ જો બિનખેતીમાં ફેરફારના પ્રસંગે ૧૫ વર્ષ બાદ ૮૦% જંત્રીના ભાવનું પ્રિમયમ વસુલ કરવાનું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની નવી શરતની જમીનોમાં શૈક્ષણિક કે સખાવતી સંસ્થાઓને બિનખેતીના હેતુ માટે ૫૦% રકમ જંત્રીના ધોરણે વસુલ કરવાની છે. આ રીતે કચ્છ ઈનામી નાબુદી ધારા હેઠળની જમીનોમાં બિનખેતીના હેતુ માટે ૫૦% રકમ વસૂલ કરવાની જોગવાઈઓ છે. આમ નવી શરતની જમીનોના સત્તા પ્રકાર અને જૂની શરતમાં ફેરવવા અને Bonafide Purchaser તરીકેના વેચાણો નિયમબધ્ધ કરવાની જોગવાઈઓની ઉક્ત જાણકારી આમ જનતા માટે ઉપયોગી થશે.

ઇનામ નાબૂદી ધારાઃ કબજાહક્ક જંત્રીના 20% વસૂલી નિયમબદ્ધ

 

ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળશેઃ સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે ગુજરાતમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જે મુજબ, રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેેન્દ્ર પટેલને કેટલીક રજૂઆતો મળી હતી. જેમાં કહેવાયું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીહકકો આપવામાં આવ્યા છે.

આવા માલિકી હક્કો મેળવવા માટે સમય મર્યાદામાં કબજા હક્કની રકમ ભરવી અનિવાર્ય હતી પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજા હક્કની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી. જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકી હક્ક મળ્યો નથી અને તેઓ લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવ્યાં છે. 

આવા લીટી નીચેના કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યાં છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહેતા હતા. આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળી માત્રામાં ઉપસ્થિત થતાં હતા. 

દરમ્યાનમાં મુખ્યમંત્રી સમક્ષ થયેલી રજૂઆતોના આધારે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે, હાલના જમીન ધારકોને આવી જમીનોના વિકાસ કાર્યો કરવામાં અવરોધ ઉપસ્થિત થતો હતો પરિણામ સ્વરુપ,મુખ્યમંત્રીએ રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરી આપવાના જે દિશા નિર્દેશો આપ્યાં હતા જેને પગલે હવે આવા કબજાઓ નિયમબદ્ધ થઈ શકશે.

હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપાઈ

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ આવા કબજાઓ જિલ્લા કલેકટર કક્ષાએ નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમ, આવી જમીનોના સ્વત્વાર્પણ, બિનખેતી પરવાનગી, વિકાસની કામગીરી પરત્વે ઉપસ્થિત થતા ટાઇટલ ક્લીયરના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાનું કામ જિલ્લા કક્ષાએ હલ થઈ શકશે

ઇનામ નાબુદી અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ કબ્જેદાર ના હોય તો જ જમીન સરકારમાં નિહિત થશે

હવે મિલકતને BU પરમિશન મળ્યાના 45 દિવસમાં જ આકારણી કરાશે

 

એસ્ટેટ વિભાગ BU અપાયા બાદ ટેક્સ વિભાગને જાણ કરશે


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હવે મિલકતને BU પરમિશન આપ્યાના 45 દિવસમાં જ પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આકારણી કરવામાં આવશે. કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા નવી મિલકતને BU આપ્યા પછી 10 દિવસમાં તે અંગેની વિગતો મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગને સુપરત કરી દેવામાં આવશે. કોર્પોરેશન દ્વારા મોડ્યુલમાં પણ આ અંગે ફેરફાર કરવામાં આવશે, જેમાં એસ્ટેટ ટીડીઓ વિભાગ દ્વારા BU પરમિશન આપવામાં આવે તેની વિગતો પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ઓનલાઈન દેખાશે. આ પ્રક્રિયાના લીધે આકારણી કરવામાં થતો વિલંબ દૂર થશે અને નાગરિકોને સમયસર બિલ મળશે. 

કોર્પોરેશનમાં સોમવારે મળેલી રેવન્યુ કમિટીમાં આ નિર્ણય કરાયો હતો. GPMC એક્ટ હેઠળ મિલકતને BU પરમિશન આપવામાં આવે તે તારીખથી જ ટેક્સની આકારણી કરવાની થતી હોય છે. હાલમાં જે પદ્ધતિ છે તેમાં એસ્ટેટ વિભાગ દ્વારા મિલકતને BU પરમિશન આપવામાં આવ્યા બાદ તે અંગેની નકલ ટેક્સ ખાતાના સંબંધિત ઝોનમાં મોકલી દેવામાં આવતી હોય છે. ઝોનમાં ટેક્સ ખાતાને આ વિગતો મળ્યા બાદ સ્થળ પર જઈને મિલકતની માપણી કરવામાં આવે છે. ત્યારબાદ માલિકીના પુરાવા મેળવી મિલકતની આકારણી કરવામાં આવે છે. 

જોકે, આ કામગીરીમાં વિલંબ થતો હોવાને પગલે નવી મિલકતોની ઝડપથી આકારણી થાય તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા BU પરમિશન અંગેની નકલ અને વિગત 10 જ દિવસમાં મોકલવા માટે સૂચના અપાઈ છે. આ વિગતો મળ્યા બાદ ટેક્સ વિભાગ દ્વારા 45 દિવસમાં આકારણી પૂરી કરવા માટે સરક્યુલર કરવામાં આવ્યું છે. જેથી વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા BU પરમિશન મળ્યાના 45 દિવસમાં જ આકારણીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીની જવાબદારી નક્કી થશે અને તેમની સામે પગલાં પણ લેવાઈ શકે છે. 

નોંધનીય છે કે, કોર્પોરેશને 2021-22માં 671 મિલકતોને BU પરમિશન આપી હતી. જેમાંથી 492ની આકારણી કરાઈ હતી જ્યારે 179ની આકારણી હજુ બાકી હોવાનું જાણવા મળે છે

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...