8.06.2023

ટ્રસ્ટોની સ્થાવર મિલકતની તબદિલી ઇ-ઓકશન પોર્ટલ એપથી કરાશે

 રાજ્ય સરકારનો નિર્ણય 257 પેન્ડિંગ અરજીને પણ લાગુ પડશે

.

નવગુજરાત સમય , ગાંધીનગર 

પબ્લિક ટ્રસ્ટોમાં કોઇ ગેરરીતિ ના થાય તે માટે રાજ્ય સરકારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવાની કાર્યવાહી હવે મેન્યુઅલના બદલે ફરજિયાત ઓનલાઇન ઇ-ઓકશન પોર્ટલ એપ્લિકેશન દ્વારા કરાવવાનો નિર્ણય કર્યો છે. તે સાથે જ હાલ જે 257 પેન્ડિંગ અરજી છે તેની કાર્યવાહી પણ નવેસરથી ઇ-ઓક્શન પોર્ટલ દ્વારા જ કરવા માટે ચેરિટી કમિશનરને સૂચના આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયના કારણે તંદુરસ્ત સ્પર્ધા મુજબના ભાવ મળશે અને સિન્ડિકેટ પણ કરી શકશે નહીં. 

ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-1950ની કલમ-36 હેઠળ અત્યાર સુધી જે કાર્યવાહી મેન્યુઅલી કરાતી હતી તેમાં કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરીને ફેરફાર કરાયો છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ટેકનોલોજીની મદદથી તંત્રમાં ડિજિટાઇઝેશન વધે તેના ભાગરૂપે ટ્રસ્ટોની સ્થાવર મિલકતની તબદિલી ફરજિયાત ઓનલાઇન e-Auction Portal Application મારફતે હાથ ધરાશે. નોંધાયેલા ટ્રસ્ટોના વહીવટના નિયમનની કામગીરી ચેરિટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જેમાં આ કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે તેમાં આ મહત્ત્વનો ફેરફાર કરાયો છે. તેના કારણે તંદુરસ્ત સ્પર્ધાના અભાવે સિન્ડિકિટ થવાની, ઇજારાશાહી વધવાની અને સ્પર્ધાત્મક ભાવ નહીં મળવાની જે શક્યતા રહેતી હતી તે નાબૂદ થશે અને કાર્યવાહી પણ વધુ પારદર્શક રીતે થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદા વિભાગના ઠરાવ અગાઉ કલમ-36 હેઠળ જે વિવિધ કચેરીની કુલ 257 પેન્ડિંગ અરજીમાં પણ ઇ-ઓકશન પોર્ટલ એપ્લિકેશન મારફતે જ કાર્યવાહી કરાશે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાશે

મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ (ગુજરાત) નિયમો, ૧૯૬૧

1Gujarat Public Trust Act, 1950download--
2મુંબઈ સાર્વજનિક ટ્રસ્‍ટ (ગુજરાત) નિયમો, ૧૯૬૧--download
3The Administrators General Act, 1963download--
4Administrator General Rules, 1976download--
5The Official Trustees Act, 1913download--
6The Charitable Endowments Act, 1890download--
7The Gujarat Charitable Endowments Rules_1965download--
8The Foreign Contribution (Regulation) Act, 2010download--
9The Administrator General (Amendment) Act, 2012download--


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...