2.04.2023

ગુજરાતમાં મહેસુલી આવક વધારવા જંત્રીનો ભાવ ડબલ કરવામાં આવ્યો

 FOR NOTIFICATIONS CLICK HERE 

For jantry guideline click here


 પેન્ડિંગ સોદાઓમાં બમણી ડયૂટી વાપરવી પડશે

રોકડના વહેવારોને સૂલટાવી ચેકથી વધુ નાણાં આપવાની જફા થશે : અઢારમી એપ્રિલ 2011 બાદ પહેલીવાર જંત્રીમાં ફેરફાર કરવામાં આવ્યો 

- બિલ્ડરો પણ જંત્રીના દરમાં કરાયેલા અવિચારી વધારાથી નારાજ : નવી મિલકતની ખરીદી મોંઘી પડશે 

- થલતેજના ચોરસ ફૂટના રૂ. 3000 છે તે વધીને 6000 થઈ જાય તો ચાલુ પ્રોજેક્ટ્સના ગણિતો ખોરવાઈ જાય

સોદામાં રોકડા લેવાઈ ગયા હોય અને દસ્તાવેજ કરવાનો બાકી હોય તેમાં પણ વિવાદો થશે

ગુજરાતમાં થઈ રહેલા ઝડપી વિકાસ અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના શહેરો, ગ્રામીણ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓમાં આવી રહેલા બદલાવને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને વધી ગયેલા ભાવ મુજબ નાગરિકોને તેમની સ્થાવર મિલકતના ભાવ મળતા રહે તે માટે નવી જંત્રી જાહેર કરવામાં આવી છે.તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ૧૮મી એપ્રિલ ૨૦૧૧ના જંત્રીમાં જ્યાં રૂ. ૧૦૦ નક્કી કરવામાં આવ્યા હોય ત્યાં જંત્રીના દર ૨૦૦ ગણવાના રહેશે. આ સાથે જ ૨૦૧૧ની જંત્રીની ગાઈડલાઈન્સને રદ કરી દેવામાં આવી છે. તેમ જ તેની સામે નવેસરથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનો અમલ કરવાનો રહેશે. 

આજથી જંત્રીનો અમલ કરી દેવાની જાહેરાત કરીને વિધાનસભામાં ૧૫૬ સીટ આપનાર પ્રજાને મોંઘી મિલકતની રિટર્ન ગિફ્ટ આપી હોવાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઈ ગઈ છે. તેની સામે ગાહેડ ક્રેડાઈના વર્તમાન પ્રમુખ તેજસ જોશીએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે લોજિક વાપર્યા વિના જ જંત્રી વધારી દેવામાં આવી છે. આ સંદર્ભમાં અઠવાડિયા પૂર્વે બિલ્ડરો સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી, પરંતુ કટ ઓફ ડેટ આપવી જોઈએ. તે આપ્યા વિના જ એકાએક વધારો કરી દેવામાં આવ્યો તે ઉચિત નથી. ટીડીઆરના સ્ટ્રક્ચર કેમ ગણવા તે પણ આ પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું નથી. જમીનને નોન એગ્રીકલ્ચર કરાવવાના પ્રીમિયમ કેવી રીતે ગણવા તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. એફએસઆઈનું સ્ટ્રક્ચર કેવી રીતે ગણવાનું તે પણ સ્પષ્ટ થતું નથી. બીઆરટીએસ રુટ પરની જંત્રી અલગ રીતે ચાલે છે. આ રુટ પરની એફએસઆઈ અંગે પણ સ્પષ્ટતા નથી. આમ એક સામટો ૧૦૦ ટકાનો વધારો કરવો ઉચિત જ નથી. પાંચ પચ્ચીસ ટકા વધારે તો ચાલી શકે છે. જંત્રીમાં અમુક વિસ્તારમાં વધારવી પડે તેમ છે અને અમુક વિસ્તારમાં ઘટાડવી પડશે.એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ્સના સોદાઓમાં પણ મુશ્કેલીઓ વધી જશે. એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટમાં માર્કેટ ભાવ કરતાં જંત્રી૫ વધી જશે તો તેમાં પણ મોટી તકલીફ થવાની સંભાવના રહેલી છે.

રોકડના વહેવારોને સૂલટાવી ચેકથી વધુ નાણાં આપવાની જફા થશે: અઢારમી એપ્રિલ ૨૦૧૧ બાદ પહેલીવાર જંત્રીમાં ફેરફાર કરવામાં આવ્યો: બિલ્ડરો પણ જંત્રીના દરમાં કરાયેલા અવિચારી વધારાથી નારાજ: નવી મિલકતની ખરીદી મોંઘી પડશે: થલતેજના ચોરસ ફૂટના રૂ. ૩૦૦૦ છે તે વધીને ૬૦૦૦ થઈ જાય તો ચાલુ પ્રોજેક્ટ્સના ગણિતો ખોરવાઈ જાય: ઓનમની લેવાઈ ગયા હોય અને દસ્તાવેજ કરવાનો બાકી હોય તેમાં પણ વિવાદો થશે. 

બીજું, આવકવેરામાં પણ ૩૦ લાખથી વધુના મૂલ્યની મિલકતની ખરીદી કરવાને મુદ્દે ઘણાંનો આવકવેરાની નોટિસ મળતી થશે. આ સંદર્ભમાં ઘણાં વિવાદો પણ થશે. ૧૭ લાખનો સોદો થયો હોય અને તે જ મિલકત માટે ૩૪ લાખના હિસાબે સ્ટેમ્પ ડયૂટી જણાવે તો ઉપરની ૧૭ લાખની કિંમત ગિફ્ટ ગણાઈ જવાની સંભાવના છે. તેમ ન થાય તો આવકવેરા અધિકારીઓ ઊંચુ મૂલ્યાંકન ગણી તે પ્રમાણે આવકની આકારણી કરીને કરદાતા પાસેથી વધારાનો ટેક્સ માગી શકે ચે. બીજીતરફ રજિસ્ટ્રેશન ફી તો એક ટકા પ્રમાણે જ ભરવાની આવશે. આ સ્થિતિમાં આવકવેરા અધિકારીઆને તેમાં અનિયમિતતા જોવા મળશે. બિલ્ડરે ૩૦ લાખમાં સોદો કર્યો હોય તેમણે હવે ૬૦ લાખ વ્હાઈટમાં દર્શાવવા પડશે. આ સ્થિતિમાં ૩૦ લાખ રોકડના પરત કરીને ૩૦ લાખ ચેકથી લેવાની નોબત પણ આવશે. પેમેન્ટ સંપૂર્ણ થઈ ગયા હોય પણ દસ્તાવેજની નોંધણી ન કરવામાં આવી હોય તેવા સંજોગોમાં પણ મિલકત ખરીદનાર અને વેચનાર બિલ્ડર વચ્ચે વિવાદો થશે.

આજે સમગ્ર ગુજરાતના બિલ્ડર-ડેવલપરની ઝૂમ મિટિંગ યોજાશે

સરકારે જંત્રીના દરમાં એકાએક વધારો કરી દેવાના લીધેલા નિર્ણયને પરિણામે ઊભી થનારી વિષમતા અને વિસંગતતાઓની ચર્ચા કરીને સરકારમાં રજૂઆત કરવા માટ સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ-ડેવલપર્સની એક ઝૂમ મિટિંગ બોલાવવામાં આવી છે.  આ મિટિંગમાં નવી જંત્રીના દરેક પાંસાઓનો વિચાર કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

 જંત્રીમાં કરવામાં આવેલા એકાએક વધારાને પાછો ખેંચીને સમતોલ વધારો લાગુ કરવા અનુરોધ કરવામાં આવશે.





ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...