4.29.2022

દસ્તાવેજ ની નોધણી માટે અધતન સુવિધાવાળા GARVI 2.0 વેબ એપ્લિકેશનનો ઉપયોગ ફરજીયાત પણે તા.1/5/2022 થી કરવા બાબત.

આ અમલવારી હાલ ફકત સબ રજીસ્ટ્રાર કચેરી .(1)ઠાસરા.(2)ધનસુરા(3)ઉપલેટા(4)વિસાવદર(5)વિજાપુર(6)લુણાવાડા માટે જ પાયલોટ પ્રોજેકટ તરીકે ચાલુ કરવામાં આવેલ છે. 

https://garvibeta.gujarat.gov.in/


FOR DEMO GUIDELINE CLIK HERE

Garvi 2.0 Appointment Process,garvibeta Appointment Process, 

ગરવી 2.0 મા દસ્તાવેજની એપોઇન્ટમેન્ટ કઇ રીતે લેવી? સરળ સમજુતી વિડીયો ધ્વારા 



 











4.27.2022

દસ્તાવેજની ભાષા તે કરનાર તથા શાખ પૂરનારને સમજાય તેવી હોવી જોઈએ


 જમી ન/મિ લકત તબદી લી ને લગતા કો ઈ પણ પ્રકા રના દસ્તા વેજોવે જો તે કરી આપના ર તથા તેવા દસ્તા વેજોવે જોમાં શા ખ પુરના ર સા હેદો ને સમજાય તેવી ભા ષા માં બના વવા જો ઈએ. કા રણ કે તેવા દસ્તા વેજોવે જો જ્યા રે ન્યા યની અદા લત સમક્ષ પુરવા ર કરવા પડે ત્યા રે જો દસ્તા વેજવે કરના ર તથા સા હેદો દસ્તા વેજવે ની ભા ષા જાણતા ન હો ય તો એ હકી કત પુરવા ર કરવી મુશ્કેલ થઈ શકે છે કે તે દસ્તા વેજવે તેમને વાં ચી સંભળા વેલ તથા સમજાવેલ હતો . તેથી તેવી પરિ સ્થિ તિ માં તેવો દસ્તા વેજવે ગેરકા યદેસર ઠરે છે. આથી મિ લકત ટ્રા ન્સફર સંબંધિ ત લખા ણો , દસ્તા વેજોવે જો લખી આપના ર તથા તેમાં સા ક્ષી તરી કે સહી કરના રા ઓ સરળતા થી સમજી શકે તેવી ભા ષા માં બના વવા જો ઈએ તેવો સિ દ્ધાં ત ના મદા ર આંધ્રપ્રદેશ હા ઈકો ર્ટે સી વા કો ટી દસરધરમ અને બી જા વિ રુદ્ધ સી વા કો ટી યો ગા નંદમ અને બી જાના કેસમાં પ્રસ્થા પિ ત કરેલરે છે. આ કેસને સ્પર્શતી મુખ્યત્વે નોં ધનોં ણી (રજિ સ્ટ્રેશન) અધિ નિ યમ ૧૯૦૮ની કલમ-૩૨ તથા ૩૩, કુલમુખત્યા રના મા નો કા યદો , ૧૮૮૨ની કલમ-૨ તથા મિ લકત તબદી લી અધિ નિ યમ, ૧૮૮૨ની કલમ-૩ અંગેની ચર્ચા ઓ ના મદા ર હા ઈકો ર્ટ દ્વા રા કરવા માં આવેલી . આ કેસની હકી કત વિ શેની ટૂંકમાં ચર્ચા તથા ઉપરો ક્ત દર્શા વેલ કા યદા કી ય જો ગવા ઈઓની માહિ તી આજરો જ પ્રસ્તુત કરેલરે છે. લક્ષ્મી નરસિં હમ અને હૈમા વથી સંતા ન વિ હો ણા પતિ -પત્ની હતા . સી વા કો ટી દસરધરમ તેમના દત્તક પુત્ર હતા , કે જે દત્તક વિ ધા ન સને ૧૯૩૩માં થયેલું. સી વા કો ટી દસરધરમના લગ્ન પહેલાં તેના પિ તા લક્ષ્મી નરસિં હમને તેની સા થે તા . ૧૨-૨-૧૯૫૬ના રો જ પા ર્ટી શન યા ને વહેંચણ કરેલુંરે લું અને તે પા ર્ટી શન મુજમુ બ સી વા કો ટી દસરધરમને બે મકા નો મળેલા જ્યા રે બી જી ઘણી મિ લકતો તેના પિ તા લક્ષ્મી ખા તે ગયેલી . ત્યા રબા દ લક્ષ્મી એ તા . ૨૬-૫-૧૯૬૯ના રો જ એક રજિ સ્ટર્ડ વી લ દ્વા રા રહેઠા ણનું મકા ન તેની પત્ની હૈમા વથી ને આપેલી . અને હૈમા વથી ના મૃત્યુ બા દ પુત્ર સી વા કો ટી દસરધરમના બા ળકો ને અમુક મિ લકતો ઉત્તરદા નમાં મળે તેવી વ્યવસ્થા વી લમાં કરેલીરે લી. ત્યા રબા દ સી વા કો ટી દસરધરમ તા . ૭-૩-૧૯૭૫ના રો જ તથા તેની મા તા હૈમા વથી પણ તા . ૬-૪-૧૯૭૮ના રો જ અવસા ન પા મેલા . હૈમા વથી ને પો તા ના પતિ લક્ષ્મી દ્વા રા તા . ૨૬-૫-૧૯૬૯નાં રો જ રજિ સ્ટર્ડ વી લ દ્વા રા જે મિ લકતો આપવા માં આવેલ હતી તે મિ લકતો અંગે હૈમા વથી એ પો તા ના મૃત્યુ પહેલાં ”શ્રી લક્ષ્મી નરસિં હમ્ કલ્યા ણ મંદિ રમ્ ટ્રસ્ટ” ના મનું ટ્રસ્ટ તા . ૧૬-૧૨-૧૯૭૫ના રજિ સ્ટર્ડ ટ્રસ્ટડી ડથી બના વેલું. જેમાંજે માં આજીવન અને એક મા ત્ર ટ્રસ્ટી તરી કે પો તા ને જ નિ યુક્ત કરેલારે લા. અને હૈમા વથી એ તેમના કા રકૂનની તરફેણમાં તા . ૧૯-૨-૧૯૭૬ના રો જ તેવા દસ્તા વેજવે ની નોં ધનોં ણી ની કા ર્યવા હી કરા વવા મા ટે કુલમુખત્યા રના મું લખી આપેલું. અને તેવા કુલમુખત્યા રના મા નાં અનુસંધા ને તેમણે તા . ૪-૩-૧૯૭૬નાં રો જ ટ્રસ્ટડી ડ નોં ધનોં ણી મા ટે ઓથો રિ ટી સમક્ષ રજૂ કરેલુંરે લું. જેનેજે નેઓથો રિ ટી દ્વા રા તા . ૯-૧૧-૧૯૭૬ના રો જ નોં ધનોં ણી કરવા માં આવેલું. હૈમા વથી એ પો તા ના મૃત્યુ પહેલાં તા . ૯-૭-૧૯૭૭ના રો જ તેના પુત્ર સી વા કો ટી દસરધરમ અને પ્રતિ વા દી નં.૧થી ૪ને ટ્રસ્ટી ઓ તરી કે નિ મેલા હતા . ત્યા રબા દ મર્હુમ હૈમા વથી એ તા . ૧૬-૧૨-૧૯૭૫ના રો જ કરેલરે ટ્રસ્ટડી ડને રદ કરવા અને દા વા માં જણા વેલી મિ લકતો નો કબજો મેળવવા અને ના ણાં ની વસૂલા ત અંગેનો સિ વિ લ દા વો સી વા કો ટી દસરધરમએ પો તા ના પિ તા લક્ષ્મી ના મા મા તથા અન્ય સગાં સંબંધી ઓ અને હૈમા વથી ના ભા ઈ વગેરે વિ રુદ્ધ દા વા ઓ દા ખલ કરેલરે . જેમાંજે માં ની ચલી કો ર્ટ સમક્ષ ઘણાં બધાં દસ્તા વેજીવે પુરા વા ઓ રજૂ કરવા માં આવેલા હતા અને સા ક્ષી ઓને પણ તપા સવા માં આવેલ હતા . ત્યા રબા દ ની ચલી કો ર્ટે તે દા વા ઓ ડિ સમિ સ કરવા નો હુકમ કરેલરે . આ કેસની મુખ્ય તકરા ર દા વા માં રજૂ થયેલ ટ્રસ્ટડી ડના ખરા પણાં વિ શેની હતી . ટ્રસ્ટડી ડનાં લેખમાં ”નવેમ્બર” મા લ છેકીછે કી કા ઢી ને ”ડિ સેમ્બર” મા સ લખવા માં આવેલ હતું. આ ઉપરાં ત ટ્રસ્ટડી ડમાં ઘણી જગ્યા એ છેકછેછા ક અને સુધા રા -વધા રા કરવા માં આવેલા હતા . વધુમાં ટ્રસ્ટડી ડની નોં ધનોં ણી મા ટે કુલમુખત્યા ર દ્વા રા કા ર્યવા હી કરવા માં આવેલ હતી . જેમાંજે માં ના મદા ર હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે જો કો ઈ પક્ષકા ર કો ઈ બો ન્ડ કે અન્ય કો ઈ પણ દસ્તા વેજવે કે જે આપણાં દેશમાં જ થયેલ હો ય અને જો તેમાં કો ઈ કો ર્ટને મા લૂમ પડે કે જો કો ઈપણ પ્રકા રે સુધા રા -વધા રા કરેલરે હો વા નું કો ર્ટના ધ્યા ને આવે કો ર્ટ તેવા દસ્તા વેજવે નો અસ્વી કા ર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધા રા -વધા રા બા બતે સા ક્ષી ઓ બો લા વી , તપા સી તેવા દસ્તા વેજવે ની યો ગ્યતા અને ખરા ઈ અંગે યો ગ્ય પુરા વા લઈ નિ ર્ણય કરી શકે છે. જ્યા રે કો ઈ કેસમાં પુરા વા રેકરેર્ડ ઉપર હો ય ત્યા રે કો ર્ટ સમક્ષ રજૂ થયેલ પુરા વા ઓ અને દસ્તા વેજોવે જોમાં સુધા રા -વધા રા મા ટે પૂર્વસંમતિ અને સ્વી કા ર કરવા માં આવેલ છે તે બા બતની કો ઈ સા બિ તી થઈ શકે નહીં .

કૌટુંબિક વહેંચણનો પુરાવો આપતો પંચાયતનો ઠરાવ નકામો ગણાય નહીં

કૌટુંબિક વહેંચણનો પુરાવો આપતો પંચાયતનો ઠરાવ નકામો ગણાય નહીં 



 કૌ ટુંબિ ક વહેંચણનો પુરા વો આપતો પંચા યતનો ઠરા વ સા વ નકા મો ગણા ય નહીં .હીં જ્યા રે પક્ષકા રો વચ્ચેની કો ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓ લખા ણમાં ઉતા રવા માં આવેલ હો ય ત્યા રે તે નોં ધાનોં ધાવી જ જો ઈએ. પરંતુ દરેકરે કેસની હકી કતો અને સંજોસં જોગો જો તાં તેના પક્ષકા રો ની વર્તણૂકને જો તાં પક્ષકા રો ની વચ્ચેની કૌ ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓે યા તે અંગેનો પંચા યતનો ઠરા વ એ પક્ષકા રો વચ્ચે પહેલા થી જ થઈ ગયેલ કૌ ટુંબિ ક વહેંચણ નોં ધનોં તો હો વા નું જણા ય ત્યા રે પંચા યતનો આવો ઠરા વ ઉપર અમલ કરવા માં આવ્યો હો ય તો તેને પણ પક્ષકા રો ની પા છળની વર્તણૂક વડે સમર્થન મળે છે. આવા કૌ ટુંબિ ક વહેંચણને પક્ષકા રો ની વર્તણૂક દર્શા વવા અથવા તે અંગે ખુલા સા આપવા મા ટેના પુરા વા ના અનુરૂપ ટુકડા તરી કે ઉપયો ગમાં લઈ શકા ય છે. ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર સુપ્રી મ કો ર્ટ દ્વા રા સુબ્રયા એમ.એન. વિ રુદ્ધ વિ ત્તા લા એમ.એન. અને બી જા, સિ વિ લ અપી લ નં. ૫૮૦૫/૨૦૧૬ના કા મે તા . ૦૫-૦૭-૨૦૧૬ના રો જ આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટસ (LLJ) , વો લ્યુમ-૨, ઈશ્યૂ-૧૧, નવેમ્બર-૨૦૧૬, પા ના નં. ૯૪૧) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. ના મદા ર સુપ્રી મ કો ર્ટ સમક્ષની આ અપી લ, રેગ્રેયુલર ફર્સ્ટ અપી લ નં.નં ૮૦૫/૧૯૯૮ના કા મે કર્ણા ટક હા ઈકો ર્ટ દ્વા રા પસા ર તા . ૨૦-૦૩-૨૦૦૮ના રો જ અપી લકર્તા - પ્રતિ વા દી દ્વા રા દા ખલ અપી લ રદ કરતાં અને તે વડે ટ્રા યલ કો ર્ટ દ્વા રા પસા ર વિ ભા જનના ચુકા દા અને હુકમના મા ને બહા લી આપતા ચુકા દા ની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવેલ છે. આ કેસમાં ના મદા ર સુપ્રી મ કો ર્ટે ઠરા વેલ કે, નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૧૭ હેઠળ, દસ્તા વેજોવે જો, કે જે રૂ. ૧૦૦ અને તેથી વધુ કિં મતની સ્થા વર મિ લકતના કો ઈ હક્ક, ટા ઈટલ કે હિ ત ઊભા કરવા , જાહેર કરવા , ના મે કરી આપવા , મર્યા દિ ત કરવા અથવા જતાં કરવા અમલી બન્યા હો ય, અથવા તેવું અભિ પ્રેત કરતાં હો ય, તે નોં ધાનોં ધાવા જો ઈશે. નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૪૯ હેઠળ, કલમ-૧૭ વડે તેવો અથવા મિ લકત તબદી લી અધિ નિ યમની કો ઈ જો ગવા ઈ વડે નોં ધાનોં ધાવવો જરૂરી હો ય, તેવો કો ઈ બિ નનોં ધાનોં ધાયેલ દસ્તા વેજવે કો ઈ સ્થા વર મિ લકતને અસર કરતાં કો ઈ પણ વ્યવહા રના પુરા વા તરી કે મેળવી શકા શે નહીં .હીં નોં ધનોં ણી અધિ નિ યમની કલમ-૪૯ વડે જો ગવા ઈ થયા મુજમુ બ, કો ઈ પણ દસ્તા વેજવે , કે જે કા યદા હેઠળ જરૂરી છે, તે મુજમુ બ નોં ધાનોં ધાયેલ નથી , તો તે પુરા વા માં અગ્રા હ્ય બનશે અને તેથી , પુરા વા અધિ નિ યમની કલમ-૯૧ હેઠળ રજૂ કરી શકા ય નહીં અને સા બિ ત કરી શકા ય નહીં .હીં વધુમાં ના મદા ર સુપ્રી મ કો ર્ટે ઠરા વેલ કે, હા લના કેસમાં રજૂ થયેલ આંક-ડી /૨૨માં નાં લખા ણો વિ ગત નં.૧ અને ૨ વા ળી મિ લકતમાં રહેલ હક્ક જતાં કરવા ના પ્રકા રના છે, તેમ છતાં , આંક-ડી /૨૨ને કૌ ટુંબિ ક વ્યવસ્થા / વહેંચણ તરી કે લઈ શકા યા હો ત. કા યદા માં એવી કો ઈ જો ગવા ઈ નથી , કે જે કૌ ટુંબિ ક વહેંચણને લખા ણમાં ઉતા રવા નું અને નોં ધાનોં ધાવવા નું જરૂરી બના વતી હો ય, તેમ છતાં જ્યા રે તે લખા ણમાં ઉતા રવા માં આવે ત્યા રે નોં ધનોં ણી નો પ્રશ્ન ઊભો થઈ શકે છે. રૂ.૧૦૦ કરતાં વધા રે કિં મતની સ્થા વર મિ લકત સા થે કા મ લેતી બંધનકર્તા કૌ ટુંબિ ક વહેંચણો , મૌ ખિ ક રી તે થઈ શકે છે અને જ્યા રે તે પ્રમા ણે કરવા માં આવે, તો નોં ધનોં ણી નો કો ઈ પ્રશ્ન ઊભોે થતો નથી . તેમ છતાં , જો તે તેવી વહેંચણની બો લી ઓનો પુરા વો હો વો જો ઈએ તેવા હેતુ સા થે લખા ણના સ્વરૂપમાં ઉતા રવા માં આવે તો તે નોં ધનોં ણી ને જરૂરી બના વે છે અને તેની નોં ધનોં ણી વિ ના તે અગ્રા હ્ય છે, પરંતુ કથિ ત કૌ ટુંબિ ક વહેંચણને પક્ષકા રો ની વર્તણૂક દર્શા વવા અથવા તે અંગે ખુલા સા આપવા મા ટેના પુરા વા ના અનુરૂપ ટુકડા તરી કે ઉપયો ગમાં લઈ શકા ય છે. હા લના કેસમાં , આંક-૨૨ વા ળો લખા ણમાં ઉતા રવા માં આવેલ પંચા યતનો ઠરા વ, જો કે નોં ધાનોં ધાયેલ નહો તો , તેમ છતાં , થયેલ સમજૂતી તેમજ વિ ગત નં. ૧ અને ૨ વા ળી મિ લકતો માં રહેલ તેમના હિ તો જતાં કરવા ના બદલા માં પ્રતિ વા દી ઓ પા સેથી ના ણાં મેળવવા ની પક્ષકા રો ની વર્તણૂક અંગે ખુલા સો આપતા પુરા વા ના ટુકડા તરી કે તેનો ઉપયો ગ કરી શકા ય. જ્યા રે પક્ષકા રો વચ્ચેની કૌ ટુંબિ ક વહેંચણ/વ્યવસ્થા ની બો લી ઓ લખા ણ ઉતા રવા માં આવેલ હો ય ત્યા રે,રેતે નોં ધાનોં ધાવી જ જો ઈએ. પરંતુ આ કેસની હકી કતો અને સંજોસં જોગો માં તેમજ પક્ષકા રો ની વર્તણૂકને જો તાં આંક- ડી /૨૨ એ પક્ષકા રો વચ્ચે પહેલા થી જ થઈ ગયેલ કૌ ટુંબિ ક વહેંચણ નોં ધનોં તો હો વા નું જણા ય છે. તે આંક-ડી /૨૨ વા ળા ઠરા વ ઉપર અમલ કરવા માં આવ્યો હતો , તેને પણ પક્ષકા રો ની પા છળની વર્તણૂક વડે સમર્થન મળે છે.

લીસ પેન્ડન્સની નોંધ પડાવવી શા માટે જરૂરી છે ?



કો ઈ જમી ન/ મિ લકત અંગે દી વા ની મુદ્દા ઓ બા બતે પક્ષકા રો વચ્ચે તકરા રો ઉપસ્થિ ત થતાં દા વા - દુવી ના પ્રકરણો સિ વિ લ કો ર્ટમાં દા ખલ કરવા માં આવતા હો ય છે અને આ રી તે સિ વિ લ કો ર્ટમાં કો ઈ જમી ન/ મિ લકતો અંગે દા વા ઓ યા તકરા રો પડતર હો વા બા બતે પક્ષકા રો દ્વા રા સબ-રજિ સ્ટ્રા ર કચેરી સમક્ષ લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની નો ટિ સ રજિ સ્ટર્ડ કરવા માં આવતી હો ય છે અને તેવી રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા બા બત પક્ષકા રો દ્વા રા કા ર્યવા હી ઓ કરવા માં આવતી હો ય છે. જેમાંજે માં ઘણાં કિ સ્સા ઓમાં લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા માં આવતી નથી અને મહેસૂલી કચેરી ઓ દ્વા રા તેને નકા રવા માં આવે છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ, તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. ઉપરો ક્ત સંજોસં જોગો જો તાં કહી શકા ય કે, લી સ પેન્ડન્સ (પડતર તકરા ર)ની નોં ધનોં મહેસૂલી અધિ કા રી ઓએ દા ખલ કરવી જરૂરી છે. ઉપર મુજમુ બનો સિ દ્ધાં ત ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ દ્વા રા ઉસ્મા નગની અબ્દુલકા દર કા રમા રી વિ રુદ્ધ અજિ ત ઈન્દ્રવદન ઠક્કર અને બી જા, સિ વિ લ એપ્લિ કેશન (લી વ ટુ અપી લ) નં. : ૧૮૧૯/૨૦૧૬ના કા મેતા . ૦૨/૦૫/૨૦૧૭ના રો જ આખરી હુકમ કરી પ્રસ્થા પિ ત કરવા માં આવેલ છે. (લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ) વો લ્યુમ-૨, ઈશ્યૂ-યૂ૯, સપ્ટેમ્બર-૨૦૧૭, પા નાં નં. ૮૧૬) આ કેસની ટૂંકમાં હકી કત ની ચે મુજમુ બ છે. રેગ્રેયુલર દી વા ની અપી લ નં. ૮૨/૨૦૦૪ના કા મે વિ દ્વા ન ચો થા વધા રા ના જિ લ્લા જજ, ભરૂચ દ્વા રા અપા યેલ તા . ૨૩-૦૧-૨૦૧૫ના રો જના વિ વા દી ચુકા દા અને હુકમને પડકા રી ને બી જી અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગવા સા થે અરજીમાં જણા વેલ આધા રો ઉપર હા લની દી વા ની અરજી અરજદા ર-ત્રા હિ ત પક્ષકા ર દ્વા રા દા ખલ કરવા માં આવેલ છે. સ્પેશિ યલ દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ વિ દ્વા ન સિ વિ લ જજ, ભરૂચની કો ર્ટ સમક્ષ દા ખલ કરવા માં આવ્યો હતો અને તે સપ્ટેમ્બર, ૨૦૦૪માં રદ કરવા માં આવ્યો હતો . તેને વિ દ્વા ન મદદની શ જજ, ભરૂચ સમક્ષ પરચૂરણ દી વા ની અપી લ નં. ૨૩/૧૯૯૫ની રા હે આગળ લઈ જવા માં આવ્યો હતો અને તે અપી લ મંજૂમં જૂર થઈ હતી , કે જે વડે દા વા વા ળી જમી નનું સ્વત્વા ર્પણ અને તબદી લી દા વા ની સુના વણી પડતર હો ય તે દરમિ યા ન પ્રતિ બંધિ ત કરવા માં આવી હતી . જો કે, આખરે સ્પેશિ યલ દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ અહીં ઉપર જણા વ્યા મુજમુ બ રદ થવા પા મ્યો હતો કે જેનીજે ની વિ રુદ્ધ પહેલી અપી લ નં. ૮૨/૨૦૦૪ દા ખલ કરવા માં આવી હતી , તેમ છતાં પહેલી અપી લમાં કો ર્ટ સ્ટે (મના ઈ હુકમ) ચા લુ નહો તો . તેથી કા શી બેન દ્વા રા ઈસ્મા ઈલભા ઈની તરફેણમાં વર્ષ ૨૦૦૪માં કરી આપવા માં આવેલ રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે ની રા હે વિ ગતવા ર જણા વ્યા મુજમુ બના વધુ વ્યવહા રો થયા હતા અને ત્યા ર બા દ વર્ષ ૨૦૦૮માં કા શી બેને મો હંમદ ઈસ્મા ઈલ પટેલની તરફેણમાં તા . ૨૩-૮-૨૦૦૮ના રો જનો રજિ સ્ટર્જ વેચા ણ દસ્તા વેજવે કર્યો હતો અને મહેસૂલ નોં ધનોં નં. ૭૧૦૪વા ળી ફેરફા ર નોં ધનોં પા ડવા માં આવી છે. ફરી થી કથિ ત મો હંમદ ઈસ્મા ઈલે સિ રા જ હસન વિ જયસિં ઘ રા ણા ની તરફેણમાં વર્ષ ૨૦૧૨માં રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે કરી આપ્યો હતો . કથિ ત સિ રા જ હસન વિ જયસિં ઘ રા ણા એ વધુમાં પ્રશ્નવા ળી જમી ન તા . ૨૯-૦૫-૨૦૧૨ના રો જના રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે વડે ઉસ્મા નભા ઈની તરફેણમાં વેચા ણે આપી હતી કે જેનાજે ના બદલ મહેસૂલ નોં ધનોં નં. ૭૩૦૯વા ળી ના મફેર નોં ધનોં પડી હતી . પહેલી અપી લ નં. ૮૨/૨૦૦૪ કે જે દી વા ની દા વા નં. ૩૩૩/૧૯૯૩ના કા મે અપા યેલ ચુકા દા અને હુકમની વિ રુદ્ધ દા ખલ કરવા માં આવી હતી , તે મંજૂમં જૂર કરવા માં આવી હતી . કા ર્યવા હી પડતર હતી તે દરમિ યા ન કો ઈ મના ઈહુકમ કે સ્ટે હતો નહીં કે જે બા બત વ્યવહા રો ની શ્રેણી માં પરિ ણમી હતી અને તેથી હા લના અરજદા ર-ત્રા હિ ત પક્ષકા ર રજિ સ્ટર્ડ વેચા ણ દસ્તા વેજવે વડે શુદ્ધ બુદ્ધિ ના ખરી દદા ર હો વા નો દા વો કરે છે અને એ કે કો ઈ જાણકા રી વિ ના ના પા છળથી ખરી દદા રે અરજીમાં જણા વેલ આધા રો ઉપર અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગતી અરજી દા ખલ કરેલરે છે. ર્ટ લી ની ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટ એવા તા રણ ઉપર આવેલ કે, જો લી સ પેન્ડન્સની નોં ધનોં પા ડવા માં ન આવે તો તેના પરિ ણા મ અંગેનો અહીં વિ વા દા સ્પદ પ્રશ્ન છે. એક ઉપયો ગી સંદર્ભ પ્રેમચંદ જે.જેપંચા લ વિ . શા હજહા બા નુ લી યા કતખા ન પઠા ણ, ૨૦૧૧ (૨) (જી.એલ.આર.) ૧૧૨૧ના કેસમાં આ કો ર્ટે આપેલ ચુકા દા નો લઈ શકા ય કે જેમાંજે માં મા નની ય ઉપલી કો ર્ટના ચુકા દા અને મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨નો સંદર્ભ લેવા માં આવ્યો છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ, તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. મિ લકત તબદી લી (એકરૂપતા મા ટેની મુંબઈની જો ગવા ઈ અને સુધા રા ) અધિ નિ યમન, ૧૯૫૯ અમલી બના વવા માં આવ્યો હતો અને તે હેઠળ આખેઆખા મુંબઈ રા જ્યમાં મિ લકત તબદી લી અધિ નિ યમનમાં એકરૂપતા મા ટે જો ગવા ઈ કરવા માં આવેલ છે કે જે ગુજગુ રા ત રા જ્યને પણ લા ગુ પડશે,શે કા રણ કે તે વર્ષ ૧૯૫૯માં સુસંગત સમયે ભૂતપૂર્વ મુંબઈ રા જ્યનો હિ સ્સો બના વતું હતું.તું વધુમાં મિ લકત તબદી લી અધિ નિ યમ અને ભા રતી ય નોં ધનોં ણી (મુંબઈ સુધા ર) અધિ નિ યમ, ૧૯૩૯ નોં ધનોં ણી ની જરૂરિ યા ત અંગે જો ગવા ઈ કરે છે, તેની જો ગવા ઈઓના અમલ મા ટેની પૂર્વશરત તરી કે તે બા બતને દી પકભા ઈ મણિ લા લ પટેલ વિ . સ્ટેટ ઓફ ગુજગુ રા ત, ૨૦૦૭ (૨) (જી.એલ.આર.) ૧૨૯૭ના કેસમાં હા ઈકો ર્ટે આપેલ ચુકા દા માં પણ ધ્યા ને લેવા માં આવેલ છે કે જેમાંજે માં નોં ધનોં વા માં આવેલ છે કે, ૧૯૩૯નો મુંબઈ અધિ નિ યમ ૧૪ને ૧૯૫૯ના અધિ નિ યમ ૫૭ સા થે વાં ચતા તે વડે મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં કરવા માં આવેલ સુધા રા ના પરિ પેક્ષમાં નો ટિ સ જરૂરી બનશે અને જો આવી નો ટિ સ સબ-રજિ સ્ટ્રા ર સમક્ષ કા ઢવા માં અથવા નોં ધાનોં ધાવવા માં આવી ન હો ય તો પછી તબદી લી થી લેના ર કે જે ચા લુ કા ર્યવા હી એ શુદ્ધબુદ્ધિ નો ખરી દદા ર છે તે અસર પા મશે નહીં .હીં વધુમાં હા ર્દેવ સિં ઘ વિ . ગુરમા ઈલ સિં ઘ (મૃતક) તેના વા રસો થકી , ૨૦૦૭(૨) (સુ.કો .કે.) ૪૦૪ના કેસમાં મા નની ય ઉપલી કો ર્ટે આપેલ ચુકા દા નો સંદર્ભ લઈ શકા ય કે જેમાંજે માં મિ લકત તબદી લી અધિ નિ યમની કલમો ૪૧ અને ૪૩ને કલમ-૫૨ સા થે વાં ચતાં તેના અવકા શનો સંદર્ભ લેવા માં આવેલ છે. આ તે સંજોસં જોગો છે કે જેમાંજે માં બહુ ખુલા સા આપ્યા વિ ના , દા વા વા ળી જમી નમાં હક, ટા ઈટલ અને હિ તનો દા વો કરી રહેલ અરજદા ર પરવા નગી મા ટે મંજૂમં જૂરી પા ત્ર છે. એવી હકી કત છે કે, જો અપી લની પરવા નગી મંજૂમં જૂર કરવા માં આવે છે તો તે વિ રો ધ કરવા ની અને પો તા નો કેસ આગળ ધરવા ની તક આપશે કે જેનેજે નેસુસંગત સમયે તેઓ સફળ બની શક્યા હો ત તે પહેલાં અલગથી અને સ્વતંત્ર રી તે તમા મ મુદ્દા ઓ ઉપર ધ્યા ને લેવા માં આવી શકે છે. નો ટિ સ વિ ના ના શુદ્ધબુદ્ધિ ના ખરી દદા ર અને / અથવા તથા કથિ ત મેળા પી પણા માં થયેલ તબદી લી ને સંબંધિ ત મુદ્દો પણ અપી લની સુના વણી ના સમયે ધ્યા ને લઈ શકા યો હો ત. આથી ના મદા ર ગુજગુ રા ત હા ઈકો ર્ટે ઠરા વેલ કે, અપી લ દા ખલ કરવા ની પરવા નગી મા ગતી હા લની દી વા ની અરજી મંજૂમં જૂર થવા લા યક હો વા નું ઠરા વી દી વા ની અરજી મંજૂમં જૂર જાહેર કરેલરે . આમ. કો ઈ જમી ન/ મિ લકતો અંગે દી વા ની મુદ્દા ઓ બા બતે પક્ષકા રો વચ્ચે તકરા રો ઉપસ્થિ ત થતાં દા વા -દુવી ના પ્રકરણો સિ વિ લ કો ર્ટમાં દા ખલ કરવા માં આવતા હો ય છે અને આ રી તે સિ વિ લ કો ર્ટમાં કો ઈ જમી ન/ મિ લકતો અંગે દા વા ઓ યા તકરા રો પડતર હો વા બા બતે પક્ષકા રો દ્વા રા સબરજિ સ્ટ્રા ર કચેરી સમક્ષ લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની નો ટિ સ રજિ સ્ટર્ડ કરવા માં આવતી હો ય છે અને તેવી રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા બા બત પક્ષકા રો દ્વા રા કા ર્યવા હી ઓ કરવા માં આવતી હો ય છે. જેમાંજે માં ઘણાં કિ સ્સા ઓમાં લી સ પેન્ડન્સ (પડતર તકરા ર) અંગેની રજિ સ્ટર્ડ નો ટિ સ અંગેની નોં ધનોં વિ વા દિ ત જમી નની ૭/૧૨માં દા ખલ કરવા માં આવતી નથી અને મહેસૂલી કચેરી ઓ દ્વા રા તેને નકા રવા માં આવે છે. મિ લકત તબદી લી અધિ નિ યમની કલમ-૫૨માં સમા વિ ષ્ટ લી સ પેન્ડન્સનો સિ દ્ધાં ત એક જાહેર ની તિ નો સિ દ્ધાં ત હો ઈ તે એવી શરતની જો ગવા ઈ કરે છે કે, સ્વત્વા ર્પણ કો ઈ પણ રી તે દા વા માં પસા ર એવા કો ઈ હુકમના મા હેઠળના અન્ય પક્ષકા રના હકો ને અસર કરશે નહીં ,હીં સિ વા ય કે મિ લકતનું સ્વત્વા ર્પણ કો ર્ટની પરવા નગી સા થે કરવા માં આવેલ હો ય. ઉપરો ક્ત સંજોસં જોગો જો તાં કહી શકા ય કે, લી સ પેન્ડન્સ (પડતર તકરા ર)ની નોં ધનોં મહેસૂલી અધિ કા રી ઓએ દા ખલ કરવી જરૂરી છે. (સંદર્ભ : લેન્ડ લો ઝ જજમેન્ટ્સ (LLJ), વો લ્યુમ-૨, ઈશ્યૂ-૯, સપ્ટેમ્બર-૨૦૧૭, પા નાં નં. ૮૧૬).

સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતાં કેવી કાળજી લેવી પડે?

 સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતાં કેવી કાળજી લેવી પડે?


 તમારી જમીન,તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

thelaw_office@yahoo.com

અગાઉના લેખોમાં સીટી સર્વે રેકોર્ડ સીટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ અને નોંધો નું મહત્વ તેમજ તેને લગતી કાયદાકીય જોગવાઇઓનું વિસ્તૃત રીતે વિશ્લેષણ આપણે કરી ગયા જાગૃત નાગરિકોને પોતાની મિલ્કતોની જાળવણી ને માટે પરેશાની ન થાય તેવા પ્રકારની જાણકારી મેળવવી જરૂરી હોય છે.

સરકારની લોકાભિમુખ વહીવટ નીતિને ધ્યાનમાં રાખીને સારા વહીવટ માટે પ્રજા જંત્રી કે જરૂરી જાગૃતિ માહિતી અને વિવિધ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓને જરૂરી સહકાર આપવાથી તેમજ વહીવટમાં સરકાર દ્વારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ યોગ્ય સમયમર્યાદામાં થઈ જાય તે જોવા ની ખાસ જરૂર હોય છે.બદલાતા સમય સાથે કાયદા અને નિયમોમાં ફેરફાર થતા હોય અદ્યતન રીતે રેકર્ડની જાળવણી માટે પ્રજાકીય સહયોગ જરૂરી હોય છે જૂનીપુરાણી પદ્ધતિ ને બદલે રેકર્ડનું કમ્પ્યુટરાઇઝેશન પ્રોપર્ટી કાર્ડની નકલ ,  નકશાઓનું સ્કેનિંગ લેમિનેશન ડીજીટલાઇઝેશન અદ્યતન ઉપકરણોથી માપણી વગેરે આધુનિકરણની દિશામાં સરકાર તરફથી કરવામાં આવે છે.

સીટી સર્વે માં નોંધવામાં આવતાં હકો અને ફેરફારો લેન્ડ રેવન્યુ કોડની અને જમીન મહેસુલ નિયમો અંતર્ગત થાય છે શહેરોમાં પણ નિયમ સંગ્રહ મુજબ માપણી કરવામાં આવે છે.

પ્રશ્ન ૧ :  કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં કે નોન ટ્રેડિંગ એસોસિએશનમાં વાળી આધુનિક સહિયારી વપરાશની મિલકત કોને કહેવાય ઉદાહરણ આપીને સમજાવશો. ( પ્રશ્ન કર્તા હિરલ ત્રિવેદી, એડવોકેટ).

જવાબ - એક કોઈપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ નોન ટ્રેડિંગ કોર્પોરેશન- એસોસીએશન તરફથી ખરીદેલી જમીન માટે સક્ષમ સત્તાધિકારી એ મંજૂર કરેલા પ્લાન મુજબ બાંધકામ કરવાનું હોય છે બિનખેતીની પરવાનગી મેળવવાની હોય છે. આવી જમીનમાં મંજૂર થયેલા પ્લાન મુજબ પ્રવર્તમાન નિયમો મુજબ ખુલ્લી જગ્યા પણ રાખવાની હોય છે કુલ પ્લોટ એરીયા ના પ્રમાણમાં સાર્વજનિક પ્લોટ અને આંતરિક રસ્તાની જગ્યા બાંધકામમાં સીડી, લીફ્ટ, પેસેજની પાર્કિંગની જગ્યા, બિલ્ડિંગના ટૅરેસ ધાબુ વગેરેનો સામૂહિક વપરાશની મિલકતમાં સમાવેશ થાય છે બિલ્ડિંગમાં દરેક યુનિટના ધારણકર્તા કબજેદારો તેનો સહિયારો ઉપયોગ કરી શકે છે સભ્યો- કબજેદારો ની મેન્ટેનન્સ થયેલા ઠરાવ મુજબ ભરપાઈ કરવાની જવાબદારી થાય છે.

પ્રશ્ન-૨ :  કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ખાનગી મિલકતની વ્યાખ્યા શું ખાનગી મિલકત કોને કહેવાય? ( પ્રશ્નકર્તા હિતેશ વાઘેલા).

જવાબ- કોઈપણ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ તે ગુજરાત રાજ્યના સહકારી કાયદા હેઠળ રજિસ્ટર થાય છે જેમાં પ્રમોટર બિલ્ડર ડેવેલપર પોતાના પ્લાન અને મંજૂર કરાવીને જરૂરી પરમિશન મેળવીને મકાનો બિલ્ડિંગનું બાંધકામ કરે છે જે મુજબ ડેવલપર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદને શેરહોલ્ડર તરીકે એલોટ કરેલા યુનિટ જે-તે સભ્યની ખાનગી મિલકત કહી શકાય.

પ્રશ્ન-3 :  સિટી સર્વે નંબરમાં વિભાગ માપણી કરાવવા શું કરવું પડે ? ( પ્રશ્નકર્તા મયુર ભરવાડ).

જવાબ - સિટી સર્વે નંબરના પ્રોપર્ટી કાર્ડમાં એકથી વધારે કબજેદારોનાં નામો પૈકીમાં ચાલતાં હોય છે, જેથી સિટી સર્વે નંબરમાં આવેલા તમામ કબજેદારને સંયુક્ત અરજી લઈને સંમતિથી કબજા અલગ-અલગ હોય તો કબજા મુજબ લઈને હિસાબ આપણે કરીને સ્કેચ આપવામાં આવે છે. સિટી સર્વેમાં એકથી પાંચ જેટલા હિસ્સા પડતા હોય તો અ, બ, ક, ડ, ઇ  જેવા જેવા નંબર આપવામાં આવે છે દાખલા તરીકે ૧-અ, ૧-બ, પાંચથી વધુ હિસ્સા થતા હોય તો આંકડાકીય નંબરો આપવામાં આવે છે દાખલા તરીકે 501-૧ એક, 501-૧૨, વગેરે.

પ્રશ્ન-4 :  સિટી સર્વે વિસ્તારમાં જમીન મિલકત ખરીદતી વખતે  કેવી કેવી કાળજી લેવી પડે? ( ગિરીશ પરમાર).

જવાબ-  પ્રથમ તો પ્રોપર્ટી કાર્ડની કાયદેસરની સર્ટિફાઇડ નકલ મેળવીને વેચાણ આપનારનું નામ પ્રોપર્ટીકાર્ડમાં ચાલે છે કે કેમ તે તપાસવું પડે મિલકતની સ્થળે ક્ષેત્રફળના રેકોર્ડ મુજબ છે કે કેમ તેની ખાતરી કરવી પડે મિલકત કે જમીન ભાડાપટ્ટાની હોય તો તે પટ્ટો પૂરો થઈ ગયેલો છે કે કેમ તે જોવું પડે. કોઈ મિલકત નવી શરત કે પ્રતિબંધિત સત્તાધારી પ્રકારની છે કે કેમ ? પ્લાન મંજુર થયેલા છે કે કેમ તે પણ જોવું પડે. ઉપરાંત લાગુ પડતા કાયદાઓ હેઠળની જરૂરી પરવાનગીઓ મળેલી છે કે કેમ ?લોન- બોજો છે કે કેમ તેની તપાસણી કરવી પડે હાલમાં જમીન-મિલકતોની કિંમત ખૂબ જ વધી ગયેલી હોવાથી એ હિતાવહ છે કે સોલિસિટર એડવોકેટ પાસે જમીન-મિલકતના ટાઈટલની તપાસણી કરાવી લેવી જોઈએ.

પ્રશ્ન 5 :  એસઆઈ ફાઇલિંગ શું છે તેની નકલ મળી શકે.

જવાબ: એસઆઈ ફાઇલિંગ ખૂબ જ મહત્વનો રેકોર્ડ છે જેમાં જે તે સીટી સરવે નંબર મુજબ તેમાં હક ચોકસાઈની બાબતે નોંધવામાં આવતાં તમામ ફેરફારો અંગેના પુરાવા સળંગ નંબર આપીને સેલ્સટેકસ ફાઈલ બનાવવામાં આવે છે તેની નકલ પણ જરૂરી ફી ભરીને મેળવી  શકાય છે.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

મિલકતની તબદીલીના દસ્તાવેજમાં ટાઈટલ સબરજિસ્ટ્રાર તપાસી શકે નહીં

મિલકતની તબદીલીના દસ્તાવેજમાં ટાઈટલ સબરજિસ્ટ્રાર તપાસી શકે નહીં



તમારી જમીન,તમારી મિલકત > 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 કોઈપણ સ્થાવર મિલકતનું લખાણ કે લેખ રજુ થાય ત્યારે સબરજિસ્ટ્રારશ્રીએ નીચેની બાબતોની ચકાસણી કરીને લેખ/લખાણ (દસ્તાવેજ) સ્વીકારવાનો હોય છે.

(૧) રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૨૩ હેઠળ મત્તા (સહી) તારીખથી ઠરાવેલી સમયમર્યાદામાં (ચાર મહિનામાં) દસ્તાવેજ/લેખ રજુ કરેલ છે કે કેમ તે ચકાસવાનું રહે છે. 

(૨) રજિસ્ટ્રેશન અધિનિયમની કલમ ૨૮ હેઠળ યોગ્ય હકુમતવાળી કચેરીમાં દસ્તાવેજ/લેખ રજુ કરવામાં આવેલ છે કે કેમ તે જોવાનું રહે છે. 

(૩) અધિનિયમની કલમ ૨૧ હેઠળ દસ્તાવેજમાં વેચાણ થતી જમીનનું વર્ણન યોગ્ય રીતે દર્શાવેલું છે કે કેમ? 

(૪) કાયદાની કલમ ૩૨ હેઠળ દસ્તાવેજમાં જણાવેલા અને સહી કરેલા પક્ષકાર એટલે કે યોગ્ય વ્યકિતએ રજુ કરેલ છે. 

(૫) કાયદાની કલમ ૩૨ (૧) જોગવાઈ સરકારશ્રીના અધિનિયમ તારીખઃ ૦૪/૦૮/૨૦૦૧ની કલમ-૭ થી દાખલ કરી તારીખઃ ૨૪/૦૯/૨૦૦૧ થી અમલ શરૂ કરેલો છે તે મુજબ લેખમાં સહી કરનાર અને રજુ કરનારના ફોટોગ્રાફ અને આંગળાની છાપ લેવામાં આવે છે.

(૬) કલમ ૩૨ (એ) મુજબ દસ્તાવેજમાં સહી મત્તા, બે સાક્ષીઓ પછી દરેક લેનાર તથા વેચનારની સહી, ફિંગરપ્રિટ, તથા પક્ષકારના ફોટોગ્રાફ લગાડેલા છે.

(૭) પક્ષકાર દ્વારા પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે દસ્તાવેજ સબરજિસ્ટ્રાર સમક્ષ નોંધણી અર્થે રજુ થાય ત્યારે લખી આપનાર અને લખાવી લેનાર તથા ઓળખ આપનાર પોતે હોવાનું પ્રસ્થાપિત કરવા માટે ઓળખ અંગેના પ્રમાણિત પુરાવા મેળવવાના જરૂરી છે, કારણ કે અધિનિયમની કલમ ૮૨ (ગ) ની જોગવાઈ મુજબ જે વ્યક્તિ ખોટી રીતે બીજાનું નામ ધારણ કરી કોઈ કૃત્ય કરે તો તે ચોક્કસપણે શિક્ષાપાત્ર ગુનો બને છે.

(૮) દસ્તાવેજના છેલ્લા પાના ઉપર વેચાણ થતી જમીન મિલક્તના ૭ / ૫ સાઈઝના બે ફોટોગ્રાફ લગાડેલા છે.

(૯) દસ્તાવેજના દરેક પાના ઉપર વેચાણ લેનાર અને વેચનારની સહીઓ કરવામાં આવેલી છે.

(૧૦) ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ ની અનુસુચિ ૧ માં દર્શાવેલા આર્ટિકલ મુજબ તથા જે દસ્તાવેજ/લેખોમાં પ્રવર્તમાન બજારકિંમત લાગુ પડતી હોય તેમાં બજારકિંમત નક્કી કરવાના નિયમો ૧૯૮૪ હેઠળ સદર દસ્તાવેજ/લેખમાં જણાવેલી મિલકતની પ્રવર્તમાન બજાર કિંમત મુજબ યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવી છે.

ગુજરાત નોંધણી નિયમ ૧૯૭૦ ના નિયમ ૪૫ ની જોગવાઈ મુજબ રજિસ્ટ્રેશન માટેનો કોઈ દસ્તાવેજ/લેખ સ્વીકારતાં પહેલાં એ દસ્તાવેજ/લેખ અમુક આવશ્યકતાઓ પ્રમાણે છે તેની ખરાઈ કરવા બાબતે શું જોગવાઈ છે.?

કોઈપણ નોંધણી અધિકારીએ રજિસ્ટ્રેશન માટે કોઈ દસ્તાવેજ/લેખ સ્વીકારતાં પહેલાં તેની કાયદેસરતા વિશે વિચારવાનું નથી પરંતુ નીચેની બાબતો જોવી જોઈશે :

(૧) તેના ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપરવામાં આવી છે.

(૨) તે યોગ્ય સમયની અંદર અને યોગ્ય કચેરીમાં રજુ કરવામાં આવ્યો છે.

(૩)તે યોગ્ય વ્યકિતએ રજુ કર્યો છે.

(૪)તે સ્થાવર મિલકતને લગતો હોય તો કલમ-૨૧ તથા કલમ-૨૨ હેઠળ વાંધાને પાત્ર નથી.

(૫)કોઈ દસ્તાવેજ પોતે જાણતો ન હોય તે ભાષામાં હોય તો કલમ ૧૯ ની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે.

(૬)દસ્તાવેજમાં બે લીટી વચ્ચેનું લખાણ તેમાં મુકેલી કોઈ જગ્યા કરેલી છેક છાક અથવા ફેરફાર ઉપર કલમ-૨૦ ની આવશ્યકતા પ્રમાણે તે કરનાર વ્યક્તિએ પોતાની સહી કરી છે.

(૭) લેખ/ખત થી વિદેશી હૂંડિયામણ વિનિમય અધિનિયમ ૧૯૪૭ ની કલમ પ ની પેટા કલમ (૧) ની જોગવાઈઓનો ભંગ થતો નથી અને

(૮) જો લેખ/ખત સરકારે બાંધેલી મિલકતની તબદીલીને લગતો હોય તો વેચાણ પ્રમાણપત્રની અને સબંધિત સત્તાધિકારીઓની લેખિત પૂર્વ પરવાનગીની મૂળ નકલ તેમની સમક્ષ રજુ કરી છે.

(૯)કોઈ દસ્તાવેજની નોંધણી થયા બાદ તે દસ્તાવેજ રદ કરવાની સત્તા સ્પેસિફીક રિલીફ એક્ટ ૧૯૬૩ ની કમલ ૩૧ અન્વયે નામદાર સિવિલ કોર્ટને જ છે અને સબ રજિસ્ટ્રારને દસ્તાવેજ રદ કરવાની સત્તા અને અધિકાર નથી.

(૧૦) જો સબ રજિસ્ટ્રાર કોઈ દસ્તાવેજની નોંધણી “નહીં” કરવાનો નો હુકમ કરે તો તેની સામે િલ્લા રજિસ્ટ્રારશ્રીને રજિસ્ટ્રેશન અધિનિયમની કલમ ૭૧ અન્વયે અપીલ કરી શકાય છે.

હવે કોઈપણ લેખ/દસ્તાવેજની રજિસ્ટ્રેશનની કાર્યવાહી સમયે સબરજિસ્ટ્રારશ્રીને મિલકતના ટાઈટલ અને તેના પુરાવાની તપાસણી કરવાની સત્તા અને અધિકાર છે કે કેમ તે જોઈશું.

 (૧) નામદાર ગુજરાત હાઈકોર્ટના એલ.પી.એ. નંબર: ૧૪૭૫/૨૦૧૫ ઈન એસ.સી.એ. નંબર: ૮૪૩૬/૨૦૧૫ માં તારીખઃ ૧૨/૦૧/૨૦૧૬ ના કોમન ઓરલ ઓર્ડર મુજબ દસ્તાવેજમાં જણાવેલી જમીન “મિલકતના માલિકી હક્કના પુરાવા લેવા બાબતના
નોંધણી સરનિરીક્ષકની કચેરીના પરિપત્ર કમાંક: ઈજર/વહટ/૧૮/૧૦/૧૪૧૨૯ થી ૧૪૨૨૦ તારીખ: ૨૧/૦૯/૨૦૧૦ તથા સુધારા પરિપત્ર કમાંક: ઈજર/વહટ/૧૮/૧૦/૧૪૯૬૭ થી ૧૫૦૮૪ તારીખઃ ૦૬/૧૦/૨૦૧૨ બંને પરિપત્રો રદ યાને કેન્સલ કરવામાં આવેલ છે. આમ સબરજીસ્ટ્રારને મિલકતના ટાઈટલ ચેક કરવા બાબતે કોઈપણ પ્રકારે હક્ક કે કોઈ અધિકાર નથી અને તેવા ટાઈટલ ચેક
કરવાના ઈરાદાના કારણસર કોઈપણ લેખ/દસ્તાવેજની નોંધણી માટે સબરજિસ્ટ્રાર ઈનકાર કરી શકે નહીં તેમ છતાંપણ ટાઈટલના કારણસર લેખની નોંધણી માટે સબરજિસ્ટ્રાર તરફથી ઈનકાર કરવામાં આવે તો તે નામદાર ગુજરાત હાઈકોર્ટના
જજમેન્ટનો અનાદર ગણાય અને તે બદલ સબરજિસ્ટ્રાર વિરુદ્ધ ફરિયાદ તેમજ ઉપરના અધિકારી સમક્ષ રજુઆત થઈ શકે છે અને સબરજિસ્ટ્રારનું તેવું ઈનકારનું કૃત્ય પોતાની ફરજનો અનાદર રૂપે બને છે. સબરજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ થયેલા કોઈપણ લેખ/દસ્તાવેજની ઈન્ડેક્ષ-૨ ઓનલાઈન ક્યા વર્ષથી જોઈ શકાય છે?

(૧) સને ૨૦૦૭ થી ગુજરાત રાજયની તમામ સબરજિસ્ટ્રાર ડચેરીઓમાં કોમ્પ્યુટરાઈઝેશન સિસ્ટમ મારફત દસ્તાવેજ નોંધણીની કામગીરીની અમલવારી કરવામાં આવેલ હોવાથી ઈન્ડેક્ષ-૨ ની ઓનલાઈન “ગરવી” મારફતે જોઈ શકાય છે.

(૨) રાજયની સાત મહાનગર પાલિકાઓની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં કોમ્પ્યુટરાઈઝેશન સિસ્ટમ મારફતે દસ્તાવેજ નોંધણીની અમલવારી કરવામાં આવેલી હોવાથી સને ૨૦૦૫ થી ઈન્ડેક્ષ-૨ ઓનલાઈન “ગરવી” મારફતે જોઈ શકાય છે.

(૩) સને ૧૯૯૪ થી અમદાવાદ શહેર ખાતેની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં ઈનડેક્ષ-રનો કોમ્પ્યુટરાઈઝડ ડેટા ઉપલબ્ધ હોઈ તેની ઈન્ડેક્ષ-૨ ઓનલાઈન “ગરવી” મારફતે જોઈ શકાય છ. ઉપર જણાવ્યા મુજબની માહિતી વકીલશ્રીઓ તથા મિલક્તની તબદીલી કરનાર અને લેનાર વ્યકિતઓને મદદરૂપ નીવડશે.

નોંધ:-(જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભ વાચકોના સૂચન કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

4.26.2022

જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહીં

 જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહીં


  • જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહીં

    જામનગર તા.22:
    લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામની ખેતીની જમીનના વેંચાણ વ્યવહાર સંબંધેની દાખલ કરવામાં આવેલ વેંચાણ અંગેની નોંધના અનુસંધાનેના તકરારી કેસમાં હક પત્રકમાં દાખલ કરવમાં આવેલ વેંચાણ અંગેની નોંધ નામંજૂર કરતો હુકમ લાલપુર પ્રાંત અધિકારીએ કર્યો છે.

    આ કેસની વિગત એવી છે કે, જામનગરના રહીશ મહેશભાઇ એસ. શાહ વિગેરેએ રજી.વેંચાણ દસ્તાવેજથી મણીબેન કાનજીભાઇ પાસેથી સને-2008માં લાલપુર તાલુકાના મોજે: મચ્છુ બેરાજા ગામે આવેલ રે.સ.નં.192 પૈકીની ખતેની જમીન ખરીદ કરેલ હતી અને જે તે સમયે તે વેંચાણ અંગેની નોંધ ગામ નમુના નં.6માં દાખલ કરવામાં આવેલ હતી અને તે વેંચાણ અંગની નોંધ સર્કલ ઓફિસર દ્વારા રદ કરવામાં આવેલ હતી ત્યારબાદ તાજેતરમાં નવા રે.સ.નં.753 વાળી ખેતીની જમીનને ફરીથી મણીબેન કાનજીભાઇ સોનગરા દ્વારા વિજયભાઇ ભગવાનજીભાઇ મુંગરાને વેંચાણ કરવામાં આવતા અને તેનો વિજયભાઇ મુંગરા જોગનો વેંચાણ દસ્તાવેજ કરી આપેલ અને તેની નોંધ ગામ નમુના નં.6માં નોંધ નંબર: 3650 દાખલ કરવામાં આવેલી અને તેની મહેશભાઇ એસ.શાહ વિગેરેને જાણ થતા તેઓ દ્વારા તે વેંચાણ અંગેની નોંધ નંબર: 3650 સામે વાંધા અરજી રજૂ કરતા નોંધ નંબર: 3650 તકરારી રજીસ્ટરે લેવામાં આવતા લાલપુરના પ્રાંત અધિકારીની કોર્ટ સમક્ષ તકરારી કેસ ચાલેલ અને વિવાદીઓ (વાંધેદાર/અરજદારો) તરફે જામનગરના એડવોકેટ હિરેન એમ.ગુઢકા પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆત તથા દલીલો કરતા અને વિવાદીઓ (અરજદારો) દસ્તાવેજી પુરાવા લીસ્ટ તથા લેખિત દલીલ વિગેરે રજૂ કરવામાં આવેલ.

    પ્રાંત અધિકારી ઠરાવમાં નોંધ્યું છે કે, સવાલવાળી જમીનના 7/12માં હાલના અરજદારે દાખલ કરાવેલી વેંચાણ નોંધ નંબર:2246 કે જે બોજાના કારણે રદ થયેલ હતી તે 7/12માં કોડ થયેલ છે. હાલન વેંચાણ નોંધ નંબર:2246 કે જે બોજાના કારણે રદ થયેલ હતી તે 7/12માં કોડ થયેલ છે. હાલના વેંચાણ લેનારા સામાવાળા-2 દ્વારા જમીન ખરીદતી વખતે જમીનનું ટાઇટલ એટલે કે ઉકત કોડ થયેલ વેંચાણ લેનારા સામાવાળા-2 દ્વારા જમીન ખરીદતી વખતે જમીનનું ટાઇટલ એટલે કે ઉકત કોડ થયેલ વેંચાણ નોંધ ધ્યાને લીધેલ હોય તેમ જણાતું નથી. તેમજ એવુ પણ ઠરાવવામાં આવેલ કે, જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહી.

    આ કેસમાં સુનાવણી દરમ્યાન પક્ષકારો તરફે થયેલ રજૂઆતો- દલીલો તથા રેકર્ડ ઉપરની હક્કિત ધ્યાને લઇ પ્રાત અધિકારીની કોર્ટ દ્વારા અરજદારો (વિવાદીઓ)ની વાંધા અરજી મંજૂર કરવા તથા વેંચાણ અંગેની નોંધ નંબર:3650 નામંજૂર કરવાનો હુકમ તા.8-4-2022ના રોજ પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં અરજદાર (વિવાદી) મહેશભાઇ એસ.શાહ વિગેરે તરફે જામનગરના વકીલ હિરેન એમ.ગુઢકા રોકાયેલ હતા.


    IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

    મુંબઇ નોંધણી નિયમ સંગ્રહ ભાગ-2.

     FOR PDF BOOK CLIK HERE

    IF YOU HAVE  LIKED THE ARTICLES PLEASE SHARE IT




     

    4.25.2022

    જમીન મિલકતના કેવા લખાણોની નોંધણી કરાવવી જરુરી છે?.તેની કાનુની જોગવાઇ કેવી છે.?

     

    સ્થાવર મિલકતને લાગુ હોવા છતા કેવા પ્રકારના લખાણો કે દસ્તાવેજ ને રજીસ્ટર્ડ કરવાની જરુર નથી?















    IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

    જમીન સંપાદન કાયદામાં જાહેર હેતુ માટે જમીન સંપ્રાપ્ત કરવાની જોગવાઈઓ

     

    જમીન સંપાદન કાયદામાં જાહેર હેતુ માટે જમીન સંપ્રાપ્ત કરવાની જોગવાઈઓ

    - ગુજરાત ટાઉન પ્લાનીંગ એક્ટ અને

    - ટાઉન પ્લાનીંગ સ્કીમોનું અમલીકરણ જરૂરી

    - લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

    ભારતના બંધારણમાં નાગરિકોને મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે તેમાં અગાઉ મિલ્કતનો અધિકાર હતો (Right to Property) તેમાં સુધારો કરીને આર્ટીક્લ-૩૦૦ એ મુજબ મિલ્કતના મુળભુત અધિકાર (Fundamental Rights)માંથી કાનુની અધિકાર (Statutory Rights) આપવામાં આવ્યો છે એટલે કે નાગરિકને મિલ્કત ધરાવવાનો અધિકાર છે પરંતુ જાહેર હેતુ માટે કાનુની કાર્યવાહી અનુસરીને જાહેર હેતુ માટે યોગ્ય વળતર આપીને જમીન સંપાદન કરી શકાય છે. (Save as provided in the law) અગાઉ જમીન સંપાદન કરવા માટે અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ઘડાયેલ જમીન સંપાદન અધિનિયમ-૧૮૮૪ની જગ્યાએ નવીન સંપાદન અધિનિયમ - ૨૦૧૩ ઘડાયો ત્યાં સુધી જુના કાયદા ૧૨૮ વર્ષ સુધી અમલમાં રહ્યો. નવીન કાયદામાં fair compensation યોગ્ય વળતરની સાથે પુનઃવસન, પુનઃસ્થાપન તેમજ અસરગ્રસ્તોની સામાજીક, આર્થિક અસરો વિગેરે મુખ્ય બાબતો છે તે ઉપરાંત જૂના કાયદા મુજબ આ કાયદામાં ખાનગી ઉદ્યોગગૃહોને જાહેર હેતુ ગણી જમીન સંપાદન કરવાની જોગવાઈ નથી એટલે કે ફક્ત સરકારના જાહેર હેતુ માટે તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જ જમીન સંપાદન કરવાની જોગવાઈ છે. આ કાયદાની જોગવાઈઓ અંગે અગાઉના લોકાભિમુખ માર્ગદર્શનના લેખોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અગાઉ વળતરની બાબતમાં તકરાર હોય તો સિવીલ કોર્ટમાં લેન્ડ રેફરન્સ કરવો પડતો હતો. નવીન કાયદામાં આ અંગેના સ્પેશ્યલ ટ્રીબ્યુનલની રચના કરવાની જોગવાઈ છે અને તે મુજબ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પ્રાદેશિક ટ્રીબ્યુનલની રચના કરવામાં આવેલ છે અને સમયમર્યાદામાં પડતર કેસોનો નિકાલ કરવાની કાનુની જોગવાઈ કરવામાં આવેલ છે.

    હવે બીજો મહત્વનો કાયદો ગુજરાતનો ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ - ૧૯૭૬ કાયદો જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં સ્વીકૃતિ સ્વરૂપે અમલીકરણમાં છે તેમાં જમીન સંપાદન અધિનિયમની જાહેર હેતુ માટે જમીન સંપાદનની પ્રક્રિયા વગર સુઆયોજીત વિકાસની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુ માટે કઈ રીતે જમીન મેળવી શકાય તેની જોગવાઈઓ છે. આ કાયદાનો મુળભુત હેતુ શહેરીકરણનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે અને ગુજરાત જેવા રાજ્યમાં આજે ૫૦% જેટલી વસ્તી શહેરોમાં અથવા વિકસીત વિસ્તારો એટલે કે શહેરની લગોલગના વિસ્તારોમાં વસે છે. શહેરોના વહીવટ માટે મ્યુનિસિપાલીટી એક્ટ અને ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ - ૧૯૪૬ અમલમાં છે અને આ કાયદામાં માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની જોગવાઈઓ છે. પરંતુ જાહેર હેતુ માટે આપો આપ જમીન / મિલ્કત સંપાદન થાય તેવી જોગવાઈઓ નથી એટલે ટીપી એક્ટ - ૧૯૭૬માં શહેરોનો સુઆયોજીત વિકાસ થાય તે માટે લેન્ડ યુઝ પ્લાન એટલે કે સબંધિત વિસ્તારની જરૂરિયાતને અનુરૂપ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી બૃહદ સ્વરૂપે ઝોનીંગ કરી ટીપી સ્કીમ બનાવવામાં આવે છે અને આ ટીપી સ્કીમ તૈયાર કરવામાં કાનુની સ્ટેજ તબક્કા છે તેમાં પ્રિલીમનરી સ્કીમ, ડ્રાફ્ટ સ્કીમ જમીન માલિકો સાથે પરામર્શ અને ટીપીઓ દ્વારા સુનાવણીના તબક્કા બાદ ટીપીને આખરી કરવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે જુદા જુદા હેતુઓ માટે જમીન ઉપલબ્ધ કરવા અત્યારની શહેરી વિકાસ પરવાનગી માર્ગદર્શક સુચનાઓ મુજબ ૪૦% સુધીનું કપાતનું ધોરણ છે. જેમાં રસ્તા, નબળા વર્ગના આવાસો, જાહેર હેતુ માટે એટલે કે શિક્ષણ, આરોગ્ય, બેંક જેવી સોશીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કપાતના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગ (EWS)ના આવાસો માટે ફરજીઆતપણે ટીપી સ્કીમના ક્ષેત્રફળના ૭.૫% જેટલી જમીન અનામત રાખવાની હોય છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ કાયદા હેઠળ જાહેર હેતુ માટે જમીન સંપાદનની પ્રક્રિયા અનુસર્યા સિવાય જમીનો ઉપલબ્ધ થાય છે. પરંતુ સબંધિત શહેરી વિકાસ સત્તા મંડળ કે નગરપાલિકા, મહાનગરપાલિકાએ સમયમર્યાદામાં આ ટીપી સ્કીમો તૈયાર કરવામાં અને ફાયનલ કરવામાં ઘણો સમય જાય છે.

     સરકારે રસ્તા તેમજ અન્ય જાહેર હેતુઓ માટે ડ્રાફ્ટ ટીપી લેવલે કબજા મેળવી શકાય તેવી જોગવાઈ કરી છે. જેથી જો રસ્તા જેવી સુવિધા પૂરી પાડવામાં આવે તો સબંધિત જમીનના કબજેદારોને પણ ઊંચા ભાવ મળવાથી ફાયદા થાય. એકવાર ટીપી સ્કીમ ફાયનલ થયા બાદ રાજ્ય સરકાર ટીપી સ્કીમમાં વેરીએશન ન કરે ત્યાં સુધી ફેરફાર થતો નથી. વધુમાં વાસ્તવિક સ્થિતિ એ પણ છે કે ટીપી આખરી થયા બાદ ઝડપથી અમલીકરણ થતું નથી. જો સમયસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરવામાં આવે તો શહેરીકરણના પડકારોને ટીપી એક્ટના માધ્યમથી સુઆયોજીત વિકાસ થઈ શકે.

    4.19.2022

    મિલકતનો માલિક અજાણ્યા ની તરફેણ માં વિલ કરી મિલ્કત આપવા હકદાર છે : પોતાની સાથે રહેતી પરણેલી સ્ત્રીને મિલકત આપવા નો મામલો : સુપ્રીમ કોર્ટે સ્વર્ગસ્થ પુરુષ સાથે રહેતી પરણિત મહિલા ને વીલ દ્વારા આપવામાંઆવેલી મિલકતનો હક્ક માન્ય રાખ્યુ

     દિલ્હી : સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો છે કે મિલકતના સંપૂર્ણ માલિક અજાણ્યાઓ ની તરફેણમાં વિલ દ્વારા મિલકતો આપવા માટે હકદાર છે. તાત્કાલિક કેસમાં, એક સરોજ અમ્મલેટાઈટલની ઘોષણા માટે દાવો દાખલ કર્યો હતો અનેકેટલીક મિલકતો અંગે કાયમી મનાઈ હુકમ પણ માંગ્યો હતો. અમ્માલનો આખો દાવો મુનિસામી ચેટ્ટિયારના વસિયતનામા અને વસિયતનામા પર આધારિત હતો જે અમ્માલે તેના પતિ હોવાનો દાવો કર્યો હતો. ટ્રા યલ દ્વારા દાવો નક્કી કરવામાંઆવ્યો હતો અને પ્રતિવાદીઓની અપીલ પણ ફગાવી દેવામાંઆવી હતી. જો કે, મદ્રાસ હાઈકોર્ટે બીજી અપીલને મંજૂરી આપી અનેદાવો ફગાવી દીધો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે અમ્માલ અને ચેટ્ટિયાર પતિ-પત્ની તરીકે જીવી રહ્યા હતા તેન કહી શકાય કારણ કે અમ્માલે અલગ વ્યક્તિ સાથેલગ્ન કર્યાહતા. કોર્ટે વસિયતનામાના અમલની આસપાસના શંકાસ્પદ સંજોગો અંગેપણ શંકા વ્યક્ત કરી હતી. અપીલમાં, સર્વોચ્ચ અદાલતેનોંધ્નોં યું હતું કે હાઇકોર્ટે પોતેજણાવ્યું છે કે ચેટ્ટિયાર વાદીનો પતિ ન હતો તેહકીકતનેધ્યાનમાં લીધા વિના, જો વિલ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય તો વાદી મનાઈ હુકમ અને ઘોષણા માંથી રાહત મેળવવા માટે હકદાર હશે. વિલની આસપાસના શંકાસ્પદ સંજોગો અંગેહાઈકોર્ટની આશંકાના સંદર્ભમાં, નોંધ્નોં યું હતું કે જ્યાં સુધી વિલનો સંબંધ છે ત્યાં સુધી તમામ પુત્રોને તેમના સંબંધિત હિસ્સા પૂરા પાડવામાંઆવ્યા હતા અને વસિયતકર્તાએ તેના પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધા નોં વી હતી અનેવસિયતનામું અમલીકરણ કર્યાપછી, વસિયતકર્તાચાર વર્ષજીવ્યા અને આ દર્શાવેછે કે તેસ્વસ્થ મનનો હતો. તદનુસાર, કોર્ટે અપીલને મંજૂરી આપી કારણ કે ચેટ્ટિયાર જે મિલકતનો સંપૂર્ણ માલિક હતો તેતેની તમામ મિલકતો અજાણ્યા ઓ ની તરફેણમાં આપવા માટે હકદાર છે.તેવુંએલ.ટી.દ્વારા જાણવા મળે છે.

    FOR JUDGEMENT CLIK HERE

    4.17.2022

    ગૌચરની જમીનો રખડતા ઢોર નિયંત્રણ કાયદાની જોગવાઈઓ

     Toggle navigation

    ગૌચરની જમીનો રખડતા ઢોર નિયંત્રણ કાયદાની જોગવાઈઓ

    - લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

    - રાજ્યની ફરજ પ્રજાના જાનમાલના રક્ષણની છે. જેથી સમગ્ર પ્રશ્નને સામાજીક, આર્થિક અને સલામતીની દ્રષ્ટિએ મુલવવાની જરૂર છે

    આપણો દેશ કૃષિ પ્રધાન હોવાથી ખેતી સાથે જમીન જોડાયેલ છે અને ખેતી સંલગ્ન વ્યવસ્થામાં પશુપાલન છે. ગૌચરની જમીન આજકાલ વધુ પ્રચલિત સ્વરૂપે ઉપયોગ અને ચર્ચાનો વિષય છે. જે રખડતા ઢોરના (stray cattle) પ્રશ્નના કારણે વાંચકો દ્વારા ગૌચરની જમીન બાબતે તેવા ઉદ્દભવ સ્થાન અને કાયદાના આધાર પુરાવા સાથે વર્ણન કરવાનું જણાવતાં આલેખન જાહેર જનતાની જાણકારી પ્રજાજનોના હિતમાં કરી રહ્યો છું. સૌ પ્રથમ તો જમીનની બાબત આવે એટલે આ અંગેનો નિયમનકારી કાયદો (Regulating Act) જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ છે અને તેના પાયામાં જમીન વ્યવસ્થાપનના ભાગરૂપે સર્વે સેટલમેન્ટ જમીનોની મોજણી અને જમાબંધી આકારણી છે.  આ અંગેની જોગવાઈઓ જમીન મહેસૂલ અધિનિયમના પ્રકરણ-૮માં સમાવેશ થયેલ છે અને તે મુજબ જ્યારે મૂળ જમીનોનું સર્વે કરવામાં આવ્યું ત્યારે જે જમીનો કબજા હેઠળની ન હતી અને પાયાના સિધ્ધાંત તરીકે માલિકી / સિવાયની તમામ જમીનો સરકારી ગણાય છે અને જમીનોના સર્વે દરમ્યાન જે જમીનોનો ચરીયણ (Grazing) તરીકે સબંધિત ગામના વિસ્તારમાં ગામના ઢોરો ચરવા માટે ઉપયોગ થતો તેને ગૌચર તરીકે જમીનનું નામાભિધાન કરવામાં આવ્યું જેને સરકારી ગૌચર તરીકે ઓળખાતું. જમીન મહેસૂલ અધિનિયમમાં આવી જમીનોને ખાસ હેતુ માટે મુકરર (Assigned) કરવા માટેની જોગવાઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૩૮માં જોગવાઈ છે અને ગૌચરના નિયમન માટે કલમ-૩૯માં અને જમીન મહેસૂલ નિયમોના નિયમ-૭૩ ગૌચરનો ઉપયોગ ફક્ત માજે તે ગામના ઢોરોના ચરણ માટે ઉપયોગ કરવા માટેના નિયમો છે. આઝાદી મળ્યા બાદ પંચાયતી રાજ અસ્તિત્વમાં આવતાં પંચાયત અધિનિયમમાં સત્તા અને સાધનો સુપ્રત કરવાની વિભાવના સાથે ગૌચરની જમીનો સબંધિત ગ્રામપંચાયતોને ફક્ત વહીવટ માટે સુપ્રત કરવા માટેના કલેક્ટરશ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૩૮/૩૯ અન્વયે કરવામાં આવ્યા. મુંબઈ સરકારના વખતથી એટલે કે જે તે સમયે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હતો અને તેના તા.૧૪-૧૧-૧૯૫૦ના ઠરાવ ક્રમાંક ઃ- ૭૬૩૩/૪૯ અન્વયે ગૌચરના વહીવટ અંગે સ્પષ્ટતા કરેલ છે કે આ ગૌચરનો ઉપયોગ ફક્ત સબંધિત ગામના ખેતીવાડી સંલગ્ન ઢોર જેમાં બળદ, ગાય, ભેંસ, સાંઢ, યોની વિગેરેનો જ સમાવેશ થાય છે અને જેમાં બિન ઉત્પાદકીય ઢોર (All non-productive animals) તેમજ ઘેટાં, બકરાં અને ધંધાકીય હેતુ માટે વપરાતાં grazers, ઢોર સંવર્ધન (Cattle Breeders) કોમર્શિયલ ડેરી તેમજ ધંધાકીય હેતુ માટે વપરાતાં ઢોરોનો સમાવેશ થતો નથી એટલે કે આ ઢોરોને સબંધિત ગામના ગૌચરમાં ચરાવવાનો હક્ક નથી. હવે કાયદાકીય સંસ્થાગત ચર્ચા કરીએ તો શહેરીકરણના કારણે જે મૂળ જમીન વ્યવસ્થાપનનાં હેતુ માટે ગૌચરની જમીન અસ્તિત્વમાં રહી નથી કારણ કે મ્યુનિસિપલ એક્ટ કે મહાનગરપાલિકા અધિનિયમમાં ગૌચરના વ્યવસ્થાપનની જોગવાઈ નથી અને શહેરોની જમીન માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત જુદા જુદા શહેરી સેવાઓના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે.

    હવે રખડતા ઢોર નિયંત્રણ અધિનિયમ-૧૮૮૪ અંગેની કાયદાકીય જોગવાઈઓ જોઈએ તો આ કાયદો અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ખેતીની જમીનમાં ઢોરો ભેલાણ કરતા તે માટે ઘડાયેલ હતો અને જે તે સમયે આ કાયદાની જોગવાઈઓની અમલવારી જીલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગ મારફત અમલીકરણ થતું અને આ ગૃહવિભાગના વહીવટી નિયંત્રણ હેઠળનો કાયદો છે અને આજે પણ આ કાયદા હેઠળ દંડ વસુલ કરવાની નજીવી જોગવાઈએ છે જે આજે અસરકારક નથી અને આઝાદી મળ્યા બાદ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતાં અગાઉ જે આ કાયદા હેઠળ ઢોરડબ્બા નિભાવવાની જવાબદારી પોલીસ વિભાગ હસ્તક હતી તે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાને આ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. To maintain cattle pound સાથો સાથ ગુજરાત પોલીસ એક્ટમાં કલમ-૬૮ થી ૭૨માં પોલીસ વિભાગને રખડતા ઢોર છૂટા મૂકવા માટે ફોજદારી કાર્યવાહી કરવાની સત્તા છે. પરંતુ આ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થતી નથી. આ કાયદાકીય જોગવાઈઓ હેઠળ પશુપાલકોએ ઢોર ખીલે બાંધીને રાખવાના છે. આમ તમામ કાયદાની જોગવાઈઓ જોતા કોઈપણ જગ્યાએ કોઈપણ પશુપાલકને ઢોર રખડતાં મુકવાનો કે છૂટા મુકવાનો અધિકાર નથી. ભારતના બંધારણમાં દરેક નાગરિકને મુક્તપણે કાયદેસરનો વ્યવસાય કરવાની છૂટછાટ છે. (To carryout Lawful trade and business in any part of the country) અને તેજ રીતે પશુપાલકો સબંધિત સત્તા મંડળની પરવાનગી લઈને લાયસન્સ લઈને પશુપાલનનો વ્યવસાય કરી શકે છે અને ૧૯૫૧ના સરકારી ઠરાવમાં જણાવ્યા મુજબ વાણિજ્ય વિષયક હેતુ માટે કે ડેરીના હેતુ માટે પાળવામાં આવતાં પશુઓ માટે ફરજીયાત પણે ગૌચરના હેતુ માટે જમીન નીમ કરવાની જોગવાઈ પણ નથી. શહેરીકરણનો વ્યાપ વધતાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં ઢોરનો પ્રશ્ન છે તે અંગે અવારનવાર હાઈકોર્ટે દિશાનિર્દેશ આપ્યા છે અને છેવટના જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે ટકોર કરી છે કે પશુપાલકોને દુધના વ્યવસાય માટે વાંધો ન હોઈ શકે, પરંતુ ઢોરને છૂટા રાખવાનો હક્ક પ્રાપ્ત  થતો નથી. 

    સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે માલધારીઓના પુનઃવસવન માટે ૧૯૫૬ સુધી યોજના હતી, ત્યારબાદ તે યોજના પણ બંધ કરવામાં આવેલ હતી. હાલ રાજ્ય સરકારે શહેરોમાં રખડતા ઢોરોના ઉપદ્વવને ધ્યાનમાં લેતાં કાયદો ઘડવામાં આવ્યો છે, તેની સામે પશુપાલકો / માલધારીઓ દ્વારા જુદી જુદી રજૂઆતો થઈ છે. તેના પરિપ્રેક્ષ્યમાં તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે તે જાહેર જનતાની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યા છે.

    IF YOU HAVE  LIKED THEARTICLES PLEASE SHARE IT

    4.11.2022

    મીલકત માટેના દાવા અરજી કયા સંજોગોમાં નામંજુર થઇ શકે??



     

    IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

    બિન વસીયત ખાતેદારોએ હયાતીમાં જ મિલ્કતનું વ્યવસ્થાપન કરવું જરૂરી

     

    બિન વસીયત ખાતેદારોએ હયાતીમાં જ મિલ્કતનું વ્યવસ્થાપન કરવું જરૂરી

    - લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

    - ખાતેદાર બિનવસીયતી મૃત્યુ પામે ત્યારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ અંગે હાઈકોર્ટનો ચુકાદાu

    ગુજરાતમાં જમીન અને મિલ્કતને નિયમન કરતો મુખ્ય કાયદો જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ છે. આ કાયદાનો મુખ્ય હેતુ જમીનના વ્યવસ્થાપન સાથે જમીન મહેસૂલ વસુલ કરવાની મુખ્ય બાબત છે અને જેથી સર્વ સ્વીકૃત સિધ્ધાંત મુજબ જમીન મહેસૂલની કાર્યવાહીને Fiscal Purpose ગણવામાં આવે છે. સાથો સાથ જ્યારે જમીન ઉપરના હક્કો / માલિકી હક્ક, વિભાજીત વારસાઈ હક્ક વિગેરે બાબતો આવે ત્યારે ભારતીય વારસા અધિનિયમ, મિલ્કત તબદીલી અધિનિયમ, હિન્દુ લો વિગેરેની જોગવાઈઓ લાગુ પડે છે અને તે મુજબ કરવામાં આવે છે. સામાન્ય રીતે જમીનને લગતા વિવાદ થાય ત્યારે માલિકી હક્ક નક્કી કરી આપવાની સત્તા મહેસૂલી અધિકારીઓને નથી. તેઓને વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી (Unless Contrary Proved) હક્કપત્રકની નોંધોનાં વ્યવહારો માન્ય ગણવાના છે. બાકી માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને છે. મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવાનો હેતુ પણ જમીન મહેસૂલ કોની પાસેથી ઉઘરાવવું તે છે. (From whom to collect Revenue) એટલે જ્યારે કોઈ હિન્દુ, મુસલમાન અથવા બૌધ્ધ કોઈ ખાતેદાર બિનવસીયતી તથા જાણીતા વારસ વગર મૃત્યુ પામે તો તે ખાતેદારનું ખાતું કલેક્ટર જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ અન્વયે જમીન મહેસૂલ વસુલ કરવા માટે સરકાર દાખલ કરેલ ખાતાની જમીન અન્ય કાયદાની જોગવાઈઓને આધીન વેચી શકે છે. ૧૯૫૬નો હિન્દુ વારસાઈ ધારો, હિન્દુ, બૌધ્ધ, શીખ અને જૈનોને લાગુ પડે છે. મુસલમાનોને મોહમેડન લો લાગુ પડે છે. જ્યારે પારસી અને ખ્રિસ્તીને ભારતનો વારસા અધિનિયમ-૧૯૨૫ લાગુ પડે છે.

    આ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ને લાગુ કરવાની બાબતમાં આજના સમયમાં તો ભાગ્યે જ કોઈ બિનવસીયતી મૃત્યુ પામતા હોય છે કેમ કે જાણીતા વારસ એટલે કે નજીકના લોહીના સબંધના વારસો હોય અથવા અત્યારે વીલ અને વસીયતનામાથી પણ બિનવારસ વ્યક્તિઓ જમીન / મિલ્કતનો નિકાલ કરે છે. પરંતુ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ હેઠળની જોગવાઈ હેઠળ સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી તાલુકાના ધાગ્રતીયા ગામના રે. સર્વે નં. ૧૪૧, ૨ એકર ૯ ગુંઠાની જમીન ત્રિવેદી હરિશંકર મીણાભાઈના નામે ચાલતી અને તેમના મૃત્ય બાદ તેમની દીકરીએ ઓઝા તારાબેન રણછોડભાઈએ તા.૨૭-૪-૧૯૫૧ના રોજ ઓધવજી પટેલને આ જમીન ગીરોખત કરી આપેલ અને તેની ગામ દફતરે તા.૧૩-૧૦-૧૯૮૩ના રોજ નોંધ પાડવામાં આવેલ, પરંતુ મહેસૂલી અધિકારીઓએ ત્રિવેદી હરિશંકર કાનુની વારસો મુક્યા વિના બિનવસીયતી મૃત્યુ પામ્યા છે તેવો રીપોર્ટ કરતાં કલેક્ટર સુરેન્દ્રનગરે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ હેઠળ હુકમ કરી કબજાના હક્કો જપ્ત કરી, જાહેર હરાજી કરવાનો હુકમ કર્યો હતો અને આ અંગે ગીરોથી ધારણ કરતા કબજેદાર ઓધવજી પટેલ દ્વારા સચિવ અપીલ મહેસૂલ વિભાગ સમક્ષ ફેર તપાસ (Revision) કરવામાં આવેલ, પરંતુ તે ગ્રાહ્ય રાખેલ ન હતી.

    આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં કાનજી ઓધવજી પટેલ દ્વારા એસ.સી.એ. નં. ૧૦૮૪૮ / ૨૦૧૧ દાખલ કરવામાં આવેલ અને ન્યાયમૂર્તી જયંત પટેલ દ્વારા તા.૧૯-૮-૨૦૧૩ના રોજ મહત્વનો ચુકાદો આપી જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ અંગેનું અર્થઘટન કરી સ્પષ્ટતા કરી કે કલમ-૭૨માં કોઈપણ ખાતેદાર બિનવસીયતી મૃત્યુ પામે તો જમીન મહેસૂલ વસુલ કરવાના ભાગરૂપે બાકી રકમ માટે વસુલાતના હેતુ માટે કાર્યવાહી કરવાપાત્ર છે અને તેટલા પુરતું કાર્યક્ષેત્ર માન્ય રાખી શકાય. પરંતુ આ જમીન ઉપર ગીરો ગ્રહિતા તરીકે સવાલવાળી જમીન ઉપરના કબજો ધારણ કરવાના અધિકારને અસર થશે નહિ અને જો ગીરોથી ધારણ કરનાર જમીનના કબજેદાર જો પોતાનું હિત જાળવવા માંગતા હોય તો જમીન ઉપરનું મહેસૂલ ચૂકવવું જોઈએ. આમ નામદાર હાઈકોર્ટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૨ હેઠળની કલેક્ટર સુરેન્દ્રનગરની કાર્યવાહીને સુધારીને એટલે કે ફેરફાર કરીને આ કલમ હેઠળ કાયદાની જોગવાઈઓનું અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી કે આ જમીન ઉપર જે ગીરોથી ધારણ કરતા કબજેદાર છે તે ગીરોખતની જોગવાઈઓ પ્રમાણે જમીન મહેસૂલની બાકી વસુલાત ભરપાઈ કરે તો ચાલુ રહી શકે છે. આ હાઈકોર્ટના ચુકાદાથી એટલું સ્પષ્ટ થાય છે કે જે કોઈપણ બિનવસીયતી ખાતેદારો હોય તો તેઓની હયાતીમાં જ તેમની જમીન / મિલ્કતનું વીલ યાને વસીયતનામાથી તેમની જમીન / મિલ્કતની વ્યવસ્થા કરવી જોઈએ અથવા હયાતીમાં જ આવી જમીનોનું વેચાણ કે તબદીલ કરવી હોય તો કરવી જોઈએ કે જેથી ખાતેદાર બિનવસીયતી મૃત્યુ પામે તો ઉપર્યુક્ત પરિસ્થિતિ જે પાછળથી ઉપસ્થિત થાય તે નિવારી શકાય.


    4.04.2022

    મીલકત માટેનો દાવો કયા અને કેવી રીતે દાખલ કરવો.??

    મીલકત માટેનો દાવો  કયા અને કેવી  રીતે દાખલ કરવો.??

     IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

    4.03.2022

    લોનની વસુલાત અંગે હરાજીમાં હિત ધરાવતા પક્ષકારો અંગે સુપ્રિમનો મહત્વનો ચુકાદો - અવિભક્ત કુટુંમ્બની મિલ્કતનો હિસ્સો નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને

     

    લોનની વસુલાત અંગે હરાજીમાં હિત ધરાવતા પક્ષકારો અંગે સુપ્રિમનો મહત્વનો ચુકાદો

    - અવિભક્ત કુટુંમ્બની મિલ્કતનો હિસ્સો નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને





    - લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

    નાણાંકીય સંસ્થાઓ -  જેમાં માન્ય બેંક, સહકારી બેંકો વિગેરે જે ધિરાણ/ લોન આપે છે તેમાં યોગ્ય સ્વરૂપે જામીનગીરી લેવાની જોગવાઈ હોય છે અને તે મુજબ સબંધિત  મિલ્કત/ અસ્કયામત (Assets) ઉપર બોજો ઉત્પન્ન કરવામાં આવે છે (Encumbrances)અને આવો બોજો સબંધિત મહેસુલી રેકર્ડના -  હક્કપત્રકમાં નોંધ પાડયા બાદ નમુના નં.- ૭ ના તેમજ મિલ્કત રજીસ્ટરના બીજા હક્કમાં નોંધવામાં આવે છે. રાજ્ય સરકારની સંસ્થાઓ / બેંકો વિગેરે પાસે વસુલાતનું વ્યવસ્થાતંત્ર હોય છે અને પ્રયત્નો બાદ જો વસુલાત ન આવે તો સબંધિત મિલ્કતને હરાજી કરી વસુલાત કરવામાં આવે છે. બેંકોના ધિરાણ માટે વસુલાતના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા SARFESI ACT ૨૦૦૨ લાવવામાં આવેલ. (Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act)આ લેખમાં જેનું વર્ણન કરવામાં આવે છે તે મધ્ય પ્રદેશનો છે અને તે કિસ્સામાં આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સબંધિત બેંકના પ્રયત્નો છતાં વસુલાત ન આવે તો ટાંચમાં મૂકવામાં આવેલ મિલ્કતની હરાજી કરવાની પ્રક્રિયા છે.આ પ્રક્રિયામાં જે મિલ્કત ટાંચમાં મૂકવામાં આવે તે મિલ્કત સંયુક્તહિંદુ અવિભક્ત (Hindu Undivided Family) કુટુંમ્બની હતી. જેમાં અન્ય હિત ધરાવતા પક્ષકારોનું હિત હતું એટલે સિવિલ કોર્ટ અને મધ્યપ્રદેશની હાઈકોર્ટ દ્વારા સબંધિત હિત ધરાવતા પક્ષકારોને સિવિલ કોર્ટને હકુમત નથી તેમ ગણી દાવો રદ કરેલ અને જેમાં મુખ્યત્વે બાબતએ હતી કે SARFESI એક્ટની જોગવાઈઓ મુજબ સિવિલ કોર્ટને આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે હકુમત નથી.

    હવે આ બાબતની કેસની હકીકતો જોઈએ તો મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા વિરૂધ્ધ પક્ષકારોએ દેશની સર્વોચ્ચ  અદાલતના (સુપ્રિમ કોર્ટ) સિવિલ અપીલ નં - ૯૭૭૧/૨૦૧૩ ના તા. ૩૦/૧૦/૨૦૧૩ ના ચુકાદાથી ન્યાયમૂર્તિ કે. એસ. રાધાક્રિશ્નન અને એ. કે સિક્રીએ મહત્વનો ચુકાદો આપી જણાવવું કે સેક્શન - ૧૩ (૪) અને ૩૪ની SARFESI એક્ટના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા કરી. સાથોસાથ DRT Act (Debt Recovery Tribunal Act) ની કલમ -૧૭ની જોગવાઈઓ અંગે પણ હકુમત અંગે સ્પષ્ટતા કરી, આ ચુકાદો આમજનતા માટે એટલા માટે મહત્વનો છે કે, ઘણા કિસ્સામાં સંયુક્તહિન્દુ અવિભક્ત કુટુંમ્બની જમીન / મિલ્કતમાંવણવહેંચાયેલ હિસ્સા ઉપર સબંધિત સંયુક્ત માલિકી હક્ક ધરાવતા પક્ષકારની સંમતિ વગર લોન કે બોજો ઉત્પન્ન કરવામાં આવે અને પાછળથી સબંધિત નાણાંકીયસંસ્થાઓ દ્વારા સબંધિત વ્યક્તિના હિસ્સાની જમીનની પણ હરાજી કરવામાં આવે ત્યારે આવો વિવાદ/ દાદ માલિકીહક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને SARFESI કાયદાની જોગવાઈઓ ઉપરવટ પણ છે તેવું  ઉક્ત ચુકાદાથી ઠરાવવામાં આવેલ છે. આ વિવાદનું ઉત્પત્તિસ્થાન (Cause of action) ત્યારે થયું કે સવાલવાળી જમીનની હરાજી કરવામાં આવી પરંતુ હરાજીમાં ઉંચી બોલી બોલનાર પક્ષકારને સબંધિત જમીનનો કબજો સુપ્રત કરવામાં ન આવ્યો.

    ઉપર્યુક્ત ચુકાદાના હાર્દ જણાવ્યા બાદ આ કેસ મધ્યપ્રદેશના ગામ સેંગાવ, અન્જાડ રોડ, બરવણીના ખાસરા -  રે સર્વે- ૪૦૧/૩અને૧૦૫/૨ ની જમીનનો છેઅનેજે આ કેસના વાદીઓએ સંયુક્ત હિન્દુ કુટુંમ્બની મિલ્કતના આધાર ઉપર ટાઈટલનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો કારણ કે વાદી સંયુક્ત કુટુંમ્બના અવિભક્ત મિલ્કતના (Undivided Property) હિસ્સેદાર હિત ધરાવતા પક્ષકાર હોવાથી સંયુક્ત કુટુંમ્બની મિલ્કતની આવકમાંથી મેળવવામાં આવેલ હતી અને તેના આધાર ઉપર સબંધિત મિલ્કત સંયુક્ત હિન્દુ કુટુંમ્બની મિલ્કત તરીકે ગણવી જોઈએ નહિ કે ફક્ત પ્રતિવાદીઓની એક્લાની મિલ્કત તરીકે અને આ જ મુદ્દા ઉપર નામદાર સુપ્રિમ કોર્ટ ચુકાદો આપી સ્પષ્ટતા કરી કે, SARFESI ACT ની જોગવાઈઓ હેઠળ સંયુક્ત અવિભક્ત વ્યક્તિના હક્ક / હિસ્સા અંગે સિવિલ કોર્ટને નિર્ણય કરવાનો પ્રતિબંધ છે તેવું અર્થઘટન ભુલભરેલું છે અને આ કાયદાની કલમ-૧૩ અને ૩૪ અનુસાર સિવિલ કોર્ટને વિવાદીના હક્કને નક્કી કરવાની સત્તા છે તેવું ઠરાવવામાં આવ્યું અને તે મુજબ પક્ષકારોની સિવિલ અપીલને નામદાર સુપ્રિમકોર્ટે ઉક્ત ચુકાદાથી ગ્રાહ્ય રાખેલ. આ સમગ્ર કેસની હકિકતથી એ પ્રસ્થાપિત થાય છે અને જ્યારે નામદાર સુપ્રિમકોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે તે Law of Land કાયદાનું સ્થાન પ્રાપ્ત કરે છે. 

    જેથી જન સમુદાય અને આમ જનતા માટે આ બાબત જાણકારી માટે તેમજ પોતાના હક્ક માટે અગત્યની એટલા માટે છે કે ગુજરાતમાં પણ મોટાભાગની (જમીનો / મિલ્કતો / અવિભાજય - વણ વહેંચાયેલી હોય છે અને આવા પ્રકારના ઘણા કિસ્સાઓ પણ ઉપસ્થિત થાય છે કારણ કે સંયુક્ત મિલ્કતના કબજેદારો પૈકી એક ભાઈ લોન કે બોજો ઉપસ્થિત કરે અને જ્યારે ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય અને જમીનમાં આપેલ મિલ્કતને ટાંચમાં લીધેલ હોય તેની હરાજી થાય ત્યારે બાકીના હિત ધરાવતા પક્ષકારોના હિતોને આડઅસર થાય  છે. જેથી મહેસૂલ વિભાગે ૨૦૧૬માં કૌટુંમ્બિક વહેંચણીને પરિપત્ર કર્યો છે તેમાં હયાતીમાં નામ દાખલ કરવાની / કમી કરવાની જોગવાઈઓ છે અને જેમાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવાની જરૂર નથી. જેથી કોઈપણ જમીનનો કબજેદાર મૃત્યુ પામે અને વારસાઈ કરવામાં આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે હયાતીમાં જ પક્ષકારોની સંમતિ લઈ સહ ભાગીદારમાં નામ દાખલ કરાવી લેવું જોઈએ અને પાર્ટીશન ડીડ કરાવી તે મુજબ મહેસૂલી રેકર્ડના હક્કપત્રકમાં નોંધ કરાવવી જોઈએ. જેથી પાછળથી વિવાદો ન થાય.

    IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT



    ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

      ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...