8.29.2022

શિક્ષિત વસિયતકર્તા દ્વારા અંગુઠાની છાપ વડે સહી કરાયેલા વસિયતની કાયદેસરતા

 

ખેતીની જમીન વિલ હેઠળ કોઈ બિનખેડૂતને ખેડૂત બનાવવાના ઈરાદાથી આપવાનું ઠરાવ્યું હોય તો તે બિનઅમલપાત્ર બને છે


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

સામાન્ય રીતે શિક્ષિત વ્યક્તિ કોઈપણ દસ્તાવેજમાં સહી કરતી વખતે લખીને સહી કરવાનું વલણ રાખતી હોઈ, તેથી વિરુદ્ધની પરિસ્થિતિમાં, જો તેવી વ્યકિત અંગૂઠાની છાપ કરવાનું પસંદ કરે તો, તે અંગે સામાન્ય સંજોગોમાં શંકા ઉપજે છે. વસિયતનામામાં સહી ન કરવા માટે સ્પષ્ટ કારણ દર્શાવવામાં આવ્યું હોય કે વસિયતકર્તાને રોગની નબળાઈના કારણે આંગળીઓ ધ્રુજવાને લીધે તેઓ સહી કરવા અસમર્થ હતા તો તે સંપૂર્ણપણે યોગ્ય લેખાશે.

વસિયતના કેસમાં પુરાવાનાં બોજા બાબત ઃ જો વસિયતનામું બનાવટી હોવાનો આક્ષેપ થાય તો, તે બનાવટી ન હોવાનો એટલે કે સાચી રીતે થયેલું હોવાનું પુરવાર કરવાનો બોજો વસિયત રજૂ કરનાર વ્યક્તિ ઉપર છે. પરંતુ જો વસિયત, અનુચિત પ્રભાવ હેઠળ, છેતરપિંડીથી અથવા દાબ-દબાણથી કરાયેલી હોવાનો આક્ષેપ થાય તો, તેમ હોવાનું પુરવાર કરવાનો બોજો તેવો આક્ષેપ કરનાર ઉપર છે અને વસિયત રજૂ કરનાર વ્યકિત ઉપર રહેતો નથી.

- જો એક વખત વસિયતમાં યોગ્ય રીતે બે સાક્ષીઓ વડે સાખ કરવામાં આવી હોય અને જો તે સાક્ષીઓ દ્વારા સાહેદો તરીકે તેને સાબિત કરવામાં આવેલા હોય, તો વાદીના ઉપરોકત કથનના આધાર ઉપર વસિયતને અકુદરતી અથવા ગેરમાન્ય ઠરાવી શકાય નહી.

- સંયુક્ત વસિયતનામું એ એવો દસ્તાવેજ છે, કે જે હેઠળ બે અથવા તેથી વધુ વ્યકિતઓ તેમની અસ્ક્યામતોનો વસિયતનામા થકી વ્યવસ્થા કરી શકે છે. જો આવી વસિયત, વસિયતકર્તાઓ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી હોય તો તેને તેઓ દ્વારા વ્યકિતગત રીતે એટલે કે જે તે વ્યક્તિઓની મિલકતોના સંબંધમાં અલગ-અલગ વસિયત કરવામાં આવી હોય, તે રીતે જ ગણવામાં આવશે. આવી વસિયત, વસિયતકર્તાઓ પૈકીના તમામની હયાતિ દરમિયાન કોઈપણ સમયે તેમજ તેઓ પૈકીના કોઈ એકના મૃત્યુ બાદ અન્ય જીવીત વસિયતકર્તા દ્વારા પરત ખેંચી શકાય તેવી હોય છે. પરંતુ જો આવી વસિયતને પરત ખેંચવામાં ન આવે અથવા તેમાં ફેરફાર કરવામાં ન આવે તો, તે સૌથી છેલ્લે જીવીત રહેલી વ્યકિતના વસિયતનામા તરીકે ગણવામાં આવશે.

- પ્રોબેટ આપનારી અદાલત મિલકતની માલિકીનો પ્રશ્ન નક્કી કરી શકે નહીં. ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે કરેલા વિલ અંગેની એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવા પ્રોબેટ મેળવવું જરૂરી નથી. જ્યારે કોઈ વિલ યા વસિયતનામા અંગે પ્રોબેટ મેળવવાની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવેલી હોય ત્યારે તે વિલ યોગ્ય રીતે કરવામાં આવેલ છે કે કેમ ? અને કાયદા મુજબ તે વિલનું સાક્ષીકરણ કરવામાં આવેલ છે કે કેમ ? માત્ર આવા પ્રશ્ન અંગે પ્રોબેટ કોર્ટને સંબંધિત છે. પરંતુ વિલવાળી મિલકતની માલિકી અંગેની તપાસ પ્રોબેટ કોર્ટ કરી શકે નહીં. પ્રોબેટ કોર્ટ માત્ર વિલ યાને વસિયતનામું યોગ્ય અને પ્રમાણિક છે કે કેમ? પરંતુ જરૂર પડે કોર્ટ તરફથી વિલ યાને વસિયતનામું યોગ્ય રીતે અને કાયદા મુજબ કરવામાં આવેલ નથી તેવું માત્ર જાહેર કરી શકે. પ્રોબેટ કોર્ટ પોતાની હકૂમતનું વિસ્તરણ મિલકતના માલિકીમાં અને તેમના હક્ક, ટાઈટલ અંગે તપાસ કરી ન શકે.

- હિન્દુ વિલને પ્રોબેટની જરૂર નથી વિલના આધારે પ્રાપ્ત કરેલ અધિકાર અંગે મહેસૂલ અધિકારી(રેવન્યુ ઓથોરિટી) સમક્ષ પ્રોબેટ મેળવ્યા વિના વિલનો ગામ દફતરે ફેરફાર નોંધ કરવા અમલ થઈ શકે છે, હક્ક સ્થાપિત કરી શકાય છે. વિલની નોંધ ગામ દફતરે દાખલ કરવા વિલ અંગેની નોંધ મહેસૂલી અધિકારીએ ગામ દફતરે દાખલ કરવી કાયદા મુજબ જરૂરી છે. જો હિન્દુ વ્યકિત દ્વારા વિલ કરવામાં આવેલું હોય તેમજ તેવી મિલકત મુંબઈ, ચેન્નાઈ, અને કોલકતા હાઈકોર્ટની મૂળભૂત દિવાની (સિવિલ) હકૂમતની બહાર આવેલી મિલકત હોય, તો આવા કિસ્સામાં હિન્દુ વ્યક્તિએ તેવા ક્ષેત્ર વિસ્તારની બહાર બનાવવામાં આવેલા વિલના સંબંધમાં અથવા તેવા ક્ષેત્ર વિસ્તારની બહાર આવેલ સ્થાવર મિલકતના સંદર્ભમાં વિલ અંગે પ્રોબેટ મેળવવાનું ફરજિયાત નથી.

- મહેસૂલી અધિકારી (રેવન્યુ ઓથોરિટી) પ્રોબેટ અંગેનો આગ્રહ રાખી શકે નહીં. વિલ એ કોઈ તબદીલી નથી પરંતુ વારસાઈ સ્વરૂપ છે. આથી ઉપર મુજબનો કિસ્સામાં જ્યારે કોઈ વ્યકિત જમીન/મિલકત વિલથી પ્રાપ્ત થયેલી હોય તો તે વિલનો અમલ તે વ્યકિત કોઈ વ્યકિત જમીનના રેવન્યુ રેકર્ડમાં કોઈપણ પરવાનગી મેળવ્યા વિના કરાવી શકે છે અને તે માટે કાયદાનો કોઈ પ્રતિબંધ નથી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ ખેતીની જમીન વિલ હેઠળ કોઈ બિનખેડૂતને ખેડૂત બનાવવાના ઈરાદાથી આપવાનું ઠરાવેલ હોય તો તે બિનઅમલપાત્ર બને છે.

- વિલ કરનારે નજીકના સગાને બદલે ત્રાહિતની તરફેણમાં કરેલું હોવા માત્રથી વિલ શંકાસ્પદ ગણાય નહીં.

- જ્યારે કોઈ વ્યકિતના ઘડપણ સમય દરમિયાન પોતાના દીકરા-દીકરી કે નજીકનાં સગાં સારસંભાળ કે ધ્યાને ન રાખે અને કોઈ ત્રાહિત વ્યક્તિએ તેના અંતિમ સમય દરમિયાન સાર સંભાળ રાખી હોય, તેવી વ્યકિતની તરફેણમાં વસિયતકર્તાએ કરેલું વિલ શંકાસ્પદ ગણાય નહીં.

- પોતાના દીકરા-દીકરીને કંઈ જ ન આપવા માત્રથી વિલ ગણી શકાય નહીં, જયારે દીકરા-દીકરી પિતા તરફથી ફરજ ચૂકી જાય ત્યારે પોતાના દીકરા-દીકરીને કંઈ જ ન આપવાનો નિર્ણય વાજબી ગણી શકાય. આવા સંજોગોમાં વ્યકિતને વૃદ્ધાવસ્થામાં જેમની મદદ મળી હોય તેવી વ્યક્તિને મિલકતના સાચા વારસદાર તરીકે સ્થાપિત કરી શકાય પરંતુ મોટાભાગે આવા ત્રાહિતની તરફેણમાં વિલ સિવિલ કોર્ટમાં ચેલેન્જ થતા હોય છે.

- વિલ કરનાર વયોવૃદ્ધ અવસ્થામાં વિલ કરે અને વિલ કર્યા બાદ થોડા દિવસમાં ગુજરી જવા માત્રથી વિલ કરનાર શારીરિક અને માનસિક રીતે વિલ કરવા સ્વસ્થ નહોતા તેમ ઠરાવાય નહીં. કાયદા અન્વયે વિલની સાબિતી માટે વિલ કરનાર અને બે સાક્ષીઓની હાજરીમાં સહી કરાયેલી હોવી જોઈએ તથા વિલ લખનારે વિલ કરનારની મરજી અનુસાર વિલ તૈયાર કર્યા હોવાનું તથા વિલ કરનારને વાંચી સંભળાવ્યાનું અને બાદમાં સહી કર્યાનું જણાવે, તેવા સંજોગોમાં વિલ કરનાર વિલ કર્યા બાદ થોડાક દિવસમાં ગુજરી જવા માત્રથી વિલ શંકાસ્પદ કે ગેરકાયદેસર ગણાય નહીં.

- વસિયતમાં તકનીકી શબ્દો (લીગલ વર્ડસ) ઉપયોગ કરવો જરૂરી નથી. વસિયતમાં તકનીકી શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ એવા શબ્દોનો ઉપયોગ કરવો, જેથી વસિયતકર્તાનો ઈરાદો જાણી શકાય. જ્યારે વસિયતકર્તાએ પોતાની વસિયતમાં જણાવ્યું હોય કે તેમના મૃત્યુ પછી તેની પત્ની તેની જિંદગી સુધી મિલકતનો ઉપયોગ કરી શકશે. તેમના મૃત્યુ પછી તેની પુત્રી તેની જિંદગી સુધી ઉપયોગ કરી શક્શે અને ત્યાર પછી મિલકત તેના પુરુષ બાળકને જશે. તો તેવા સંજોગોમાં ઠરાવવામાં આવ્યું કે વસિયતની ભાષા મુજબ વસિયતકર્તાનો ઈરાદો તેની મિલકત પૂર્ણ રીતે તેની પુત્રીઓને આપવાનો નથી, પરંતુ તેની જિંદગી દરમિયાન ઉપયોગ કરવા માટે આપવાનો છે.

- વસિયત રજિસ્ટર્ડ નહીં હોવા માત્રથી, તે શંકાસ્પદ ન હોવાનું કહી શકાય નહીં. કાયદા મુજબ જો વસિયતનામું કરવા અંગે શંકાસ્પદ સંજોગો જણાતા હોય તો આવા શંકાસ્પદ સંજોગોનો ખુલાસો કરવાનું તે વ્યક્તિના શિરે રહે છે, કે જે તે વસિયત કાયદેસરની હોવાનો દાવો કરે છે. જો વસિયત રજિસ્ટર્ડ હોય અને શંકાસ્પદ સંજોગોમાં થયેલું હોવાનું જણાય, તો માત્ર તેના રજિસ્ટર્ડ હોવાથી ઉપસ્થિત થયેલા શંકાસ્પદ સંજોગોનો ખુલાસો કરવા પૂરતો નથી. વસિયતની આવી નોંધણી પોતે જ શંકાઓ દૂર કરવા પૂરતી નથી.

- વસિયત બનાવવા માટે વકીલની સલાહ મેળવવી હિતાવહ છે, કારણ કે કાયદાકીય સલાહકાર ઘણી બાબતો અને સંભાવનાઓ વિશે વિલ કરનારને વિચાર કરવામાં મદદ કરી શકે છે કારણ કે વિલ કરનાર ઘણી બધી બાબતો અને કાયદાની આંટીઘુંટીથી અજાણ હોઈ શકે છે.
(નોંધ:-જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો ‹નવગુજરાત સમય› ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

ખેતીની જમીન વીલ મારફતે બિન-ખેડૂત ને તબદીલ થઇ ના શકે :સુપ્રીમ કોર્ટ


8.28.2022

ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોનું વેચાણ, તબદીલી, ગીરો વિગેરે માટે કલમ-૩૬માં ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય તબદીલી કરી શકાતી નથી

 

ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ સ્થાવર / જંગમ મિલ્કતની જોગવાઇઓ અંગે

પબ્લિક ટ્રસ્ટ એક્ટ -૧૯૫૦ હેઠળ નોંધાયેલ

- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)

- ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોનું વેચાણ, તબદીલી, ગીરો વિગેરે માટે કલમ-૩૬માં ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય તબદીલી કરી શકાતી નથી

- ટ્રસ્ટ દ્વારા ધારણ કરેલ સ્થાવર મિલ્કતની તબદીલીમાં કલમ-૩૬ હેઠળ ચેરીટી કમિશ્નરની મંજૂરી જરૂરી

મહાત્મા ગાંધીજી દ્વારા જુદા-જુદા આદર્શો (Ideals) પ્રસ્થાપિત કર્યા, તેમાં ટ્રસ્ટીશીપ (વાલીપણું)નો અભિગમ અપનાવવા અનુરોધ કરતાં, જેને સાદી ભાષામાં 'મહાજન' તરીકે પણ ઉપયોગ થતો એટલે કે સુખી સાધન સંપન્ન વ્યક્તિ/ સંસ્થા. જરૂરીયાતમંદને સર્વોદયની ભાવનાથી મદદરૂપ થાય, આધુનિક મેનેજમેન્ટંની ભાષામાં CSR – Corporate Social Responsibility તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી શબ્દ “Trust” એટલે કે વિશ્વાસ થાય, પરંતુ બૃહદ સ્વરૂપે જોવામાં આવે તો જેનામાં વિશ્વાસ મુકવામાં આવ્યો છે તે વ્યક્તિ / સંસ્થા બીજાને જે સાધનો સુપ્રત કર્યા છે તેનાથી ઉપયોગ થવા માટેનું કામ કરે. આ વિભાવનાને કાયદાકીય સ્વરૂપ આપવા માટે મુંબઈ રાજ્યમાં હાલના ગુજરાત સહિત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ ઘડવામાં આવ્યો. જે હાલ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ તરીકે ઓળખાય છે અને આ ટ્રસ્ટ અધિનિયમ હેઠળ ચેરીટી કમિશ્નર સમક્ષ ટ્રસ્ટની નોંધણી કરાવવાની હોય છે અને ટ્રસ્ટની નોંધણી કરતાં પહેલાં ટ્રસ્ટના ઉદ્દેશો અને હેતુઓ સાથે બંધારણ ઘડવામાં આવે છે અને ટ્રસ્ટનું સંચાલન કઈ રીતે કરવામાં આવશે તે બાબતો જણાવવામાં આવે છે. ટ્ર્રસ્ટના નિયમન માટે ચેરીટી કમિશ્નરના નિયંત્રણ હેઠળ કાયદાકીય જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટનો વહીવટ થાય છે કે કેમ તે જોવાનું હોય છે. મોટાભાગે ટ્રસ્ટનો વહીવટ સ્વાયત સ્વરૂપે થતો હોય છે કારણ કે ટ્રસ્ટના ઉદ્દેશો મુજબ કામગીરી થાય છે કે કેમ તે જોવાની પ્રાથમિક જવાબદારી ટ્રસ્ટીઓની અને તેના હોદ્દેદારોની હોય છે. 

પબ્લિક ટ્રસ્ટના બંધારણની જોગવાઈ પ્રમાણે તેના હેતુઓ સિદ્ધ કરવા અથવા તે અંતર્ગત જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક  જે પ્રવૃત્તિઓ હાથ ધરવાની હોય તે માટે જે સ્થાવર અને જંગમ મિલ્કત હોય તેનું સંચાલન પણ કરવાનું હોય છે અને ટ્રસ્ટ એક્ટની કલમ-૩૦ અન્વયે ટ્રસ્ટ જે મિલ્કત ધારણ કરતું હોય તેની નોંધ ચેરીટી કમિશ્નરની કચેરીના પી.ટી.આર. રજીસ્ટર ઉપર નોંધ કરવાની હોય છે. આજકાલ એવું પણ આચરણ થતું હોવાના ધ્યાન ઉપર આવે છે કે, જૂના ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીન / મિલ્કતમાં અન્ય ટ્ર્રસ્ટીઓના નામ દાખલ કરી જમીન / મિલ્કતનો ઉપયોગ પણ મૂળ હેતુના બદલે અન્ય હેતુ માટે થાય છે. રાજાશાહી વખતમાં ઘણા ગામોમાં દેવસ્થાન તરીકે ચાલતી જમીનોમાં પુજારીના નામ બીજા હક્કમાં દર્શાવવાના બદલે અગ્રહક્કમાં બતાવી ખેડુતનો હોદ્દો ધારણ કરી આવી જમીનો વેચાઈ ગઈ છે જે અંગે અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે આ બાબત ધ્યાનમાં આવતા સરકારના મહેસૂલ વિભાગે ૨૦૧૦માં પરિપત્ર કરી બારખલી કાયદા હેઠળ આવી જમીનો દેવસ્થાન દીવેલીયા તરીકે ઓળખાતી જમીનોનો વહીવટી ટ્રસ્ટ તરીકે લેવો અને જો ન હોય તો અથવા આવી જમીનોનું વેચાણ થયેલ હોય તો જમીન સરકાર હસ્તક દાખલ કરવાના હુકમો કરેલ છે. આ બાબતમાં ચેરીટી કમિશ્નરે પણ ટ્રસ્ટોની કે દેવસ્થાન હેઠળની જમીનો પરવાનગી વગર તબદીલ ન થાય તે માટે સુચનાઓ આપી છે.

પબ્લિક ટ્રસ્ટ અઘિનિયમની જોગવાઈઓ મુજબ કલમ-૩૨ હેઠળ તેના હિસાબો નિભાવવાના હોય છે અને તેનું વાર્ષિક ઓડિટ નાણાંકીય વર્ષ પૂરૂં થયાના 'છ' માસમાં ઓડિટેડ એકાઉન્ટ મંજૂર કરવાના થાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનોનું વેચાણ, તબદીલી, ગીરો વિગેરે માટે કલમ-૩૬માં ચેરીટી કમિશ્નરની મંજૂરી સિવાય તબદીલી કરી શકાતી નથી. આ અંગેની પણ કાર્યપદ્ધતિ છે તે અનુસર્યા બાદ ચેરીટી કમિશ્નર દ્વારા મંજૂરી કે નામંજૂર કરતો હુકમ કરવામાં આવે છે. ચેરીટી કમિશ્નરના હુકમ સામે ગુજરાત મહેસૂલ પંચ (GRT) સમક્ષ અપીલ કરવાની જોગવાઈ છે. આજ રીતે ટ્રસ્ટ અધિનિયમની કલમ-૩૫માં ટ્રસ્ટના નાણાંના રોકાણ અંગેની જોગવાઈઓ છે અને તે મુજબ સામાન્ય રીતે રાષ્ટ્રીયકૃત બેંકો, પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની જોગવાઈઓ છે, તે ઉપરાંત સહકારી બેંકોમાં રાજ્ય સરકારની મંજૂરીને આધીન રોકાણ કરી શકાય છે. અત્યારના પ્રવર્તમાન નિયમો મુજબ દરેક ટ્રસ્ટોને પણ ઈન્કમટેક્ષ રીટર્ન ઓનલાઈન ફાઈલ કરવાની જોગવાઈઓ છે તે સાથે કોર્પોરેટ સોસીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ ટ્રસ્ટે ફંડ મેળવવું હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તે સાથે વિદેશી ફંડ / દાન મેળવવા માટે ભારત સરકારના FCRA હેઠળ મંજૂરી મેળવવી જરૂરી છે અને વિદેશથી મળતો ફંડ / દાન જમા કરાવવા માટે કેન્દ્રમાં એસ.બી.આઈ.માં નિયત કરેલ બ્રાન્ચમાં ખાતુ ખોલાવવું જરૂરી છે.

અગાઉ કોઈ સાર્વજનિક ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ કે આરોગ્ય વિષયક હેતુ માટે મેડીકલ કોલેજ કે હોસ્પિટલ માટે બિનખેડૂત સંસ્થા તરીકે ગણોતધારાની કલમ-૬૩ હેઠળની મંજૂરી મેળવવી જરૂરી હતી, પરંતુ સરકારે શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિ માટે જેમ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે સીધેસીધા કલેક્ટરની મંજૂરી સિવાય જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ખ અને ગણોતધારાની કલમ-૬૩એએ હેઠળ જમીન ખરીદી શકે છે. ફક્ત તેની જાણ ૩૦ દિવસમાં કલેક્ટરશ્રીને કરવાની હોય છે. આજ રીતે જમીન સુધારા કાયદા ગણોતધારો અને ખેતીની જમીન ટોચમર્યાદા અમલમાં આવ્યા તે પહેલાં ઘણા ટ્રસ્ટો ખેતીની જમીન ધારણ કરતા હતા. આવા ટ્રસ્ટોને આવી જમીનો ઉપર ગણોતીયાના હક્ક પણ ઉપસ્થિત ન થાય તે માટે કલમ-૮૮બીની મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તેજ રીતે પાંજરાપોળ અને અન્ય ટ્રસ્ટોને તેઓએ ધારણ કરેલ ખેતવિષયક જમીનમાં ખેત જમીન ટોચ મર્યાદામાં પણ મુક્તિ આપવામાં આવેલ છે. 

આમ સાર્વજનિક હેતુ માટે જે ટ્રસ્ટોની રચના કરવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય હેતુ સામાજિક, શૈક્ષણિક કે અન્ય સખાવતી પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કાયદાકીય પીઠબળ ધરાવતું વ્યવસ્થાતંત્ર છે. જેમાં ઉપર જણાવેલ બાબતો ટ્રસ્ટના આદર્શ સંચાલન માટે જાણવી જરૂરી છે.

જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર  ફોલો,અને સબસ્કાઇબ કરવું

8.21.2022

વરસાદી પાણી તેમજ રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કાયદાકીય જોગવાઈઓ

 

વરસાદી પાણી તેમજ રસ્તા ઉપરના અવરોધો દૂર કરવાની કાયદાકીય જોગવાઈઓ

- મામલતદાર કોર્ટ અધિનિયમ તેમજ અન્ય સત્તાધિકારીઓને

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ 

IAS (નિ.)

- જીપીએમસી એક્ટની કલમ- ૨૩૦ /૨૩૧નો અમલ જરૂરી

અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન જે નિયમનકારી કાયદાઓ ઘડાયા તેમાં ફક્ત સામ્રાજ્યવાદ કે સંસ્થાનવાદનો (Imperialism and Colonial) ઉદ્દેશ ન હતો, આમ તો ઘણી બાબતોમાં અંગ્રેજ શાસન વ્યવસ્થાને Police State તરીકે પણ ઓળખાતી કારણ કે તેમાં ઘણા કાયદાઓ દમનકારી હતા. જયારે અમુક કાયદાઓ ભારતીય પરિસ્થિતિને અનુરૂપ તેને નિયમન કરતાં કાયદા પૈકીનો એક કાયદો મામલતદાર કોર્ટ અધિનિયમ - ૧૯૦૮ છે. આ કાયદાની જોગવાઈઓનું સ્મરણ તાજેતરમાં એટલા માટે થાય છે કે તાજેતરમાં જે અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે તે સાથો સાથ સંખ્યાબંધ જગ્યાએ કુદરતી વહેતા પાણીમાં અવરોધો પેદા થવાને કારણે અવરજવરના રસ્તાઓ કે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારની સાથો સાથ શહેરોમાં વધારે હાલત ખરાબ છે અને પાણી ભરાવાના પ્રશ્નને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ મુલવવામાં આવે તો મચ્છરો કે અન્ય જીવજંતુઓના ઉપદ્રવના કારણે મોટાપાયે રોગચાળો, દુષિત પાણીને કારણે પણ પાણી જન્ય રોગો વિગેરે. મને લાગે છે તે પ્રમાણે આ બધી બાબતોની પ્રતિકુળ સ્થિતિનો ભોગ સામાન્ય નાગરિક બને છે અને વહીવટીતંત્ર લાંબાગાળાના ઉપાયોને બદલે ફાયર ફાઈટીંગ સ્વરૂપે કામગીરી થતી હોવાને કારણે વહીવટીતંત્ર તરફ પ્રજાનો રોષ જોવા મળે છે. સાથો સાથ વહીવટીતંત્રે જે કાયદાથી સત્તાઓ સુપ્રત કરી છે તે પ્રજાના હિતમાં કામગીરી કરવી જરૂરી છે અને તે માટે સામાન્ય જનતાને આ અંગે કાયદાકીય જોગવાઈઓની જાણકારી મળે તે માટે વિવરણ કરૂં છું.

મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ-૫માં જ્યારે કોઈ જાહેર રસ્તા ઉપરના અવર-જવરના હક્કો ઉપર અવરોધ પેદા કરવામાં આવે અથવા કુદરતી રીતે વહેતા પાણીમાં અંતરાય / અવરોધ પેદા કરવામાં આવે ત્યારે આ કાયદાની જોગવાઈ પ્રમાણે સબંધકર્તાને વચગાળાનો મનાઈહુકમ દ્વારા ગેરકાયદેસર રીતે અંતરાય / અવરોધ દૂર કરવાનો હુકમ કરી શકે છે અને આ અંગે પક્ષકારોને સાંભળી આખરી હુકમ પણ કરાય અને આ કાર્યવાહી કોઈ પક્ષકારની રજૂઆત સિવાય સ્વમેળે (Suo-moto) પણ હાથ ધરી શકાય અને આ કાર્યવાહી ઉપર સિવિલ કોર્ટને હકુમત નથી એટલે કે Bar of Jurisdiction છે અને આની પાછળનો આશય એ છે કે સ્થાનિક રીતે ઉદ્દભવતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય. આજકાલ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરોમાં કુદરતી રીતે વહેતા પાણીમાં (Water Course) અવરોધ પેદા થાય તે રીતે દબાણો અને રૂકાવટ પેદા કરી છે, જે આ જોગવાઈ હેઠળ દાખલારૂપ કાર્યવાહી થઈ શકે.

આજ રીતે ગુજરાત પ્રોવન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (GPMC) જે મહાનગરપાલિકા વિસ્તાર પુરતો લાગુ પડે છે. આ કાયદાની કલમ-૨૩૦/૨૩૧માં જાહેર રસ્તા ઉપરના દબાણો તેમજ પાણીના વહેણ (Water Channel) ઉપરના અવરોધો / દબાણો મ્યુનિસિપલ કમિશ્નર નોટીસ આપ્યા વગર દૂર કરાવી શકે છે અને આ કાયદાની કલમ-૨૩૦/૨૩૧ હેઠળની જે મ્યુનિસિપલ કમિશ્નરની સત્તાઓ છે તે સુપ્રિમ કોર્ટના ચુકાદાઓથી પણ માન્ય રાખવામાં આવી છે. શહેરીકરણના વ્યાપને કારણે આડેધડ બાંધકામો / કુદરતી રીતે વહેતા પ્રવાહો / નદી નાળાં / ખાડી (creek) વિગેરેમાં જે અંતરાયો પેદા થયા છે તેમાં આ કાયદાની જોગવાઈઓ મુજબ અમલ કરવામાં આવે તો જે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે તે ઉકેલી શકાય. હાલના પરિપ્રેક્ષ્યમાં અસાધારણ વરસાદ પડે છે તેના કારણે સંભવતઃ નદી / નાળાંની ક્ષમતા ન હોઈ શકે, પરંતુ જો સતત પાણીનું વિના વિક્ષેપે વહન થાય તો ટૂંકાગાળામાં પાણી ઉતરી જાય. મારા સુરતના લાંબાગાળાના કાર્યકાળ દરમ્યાન જે પુર / પ્લેગનો સામનો કર્યો છે તે આધારે કહી શકું છું કે સુરતની જે ખાડીઓ (creek) દ્વારા પાણી વહેતુ હતું તેના ઉપર સંખ્યાબંધ દબાણો થયા છે. તાપી નદીમાં silting (સુરત શહેરમાંથી પસાર થતા ભાગમાં) થવાના કારણે તેમજ બેન્કીંગ તુટી જવાથી સામાન્ય વરસાદ કે High tide માં પણ પાણી આવી જાય છે તે ઉપરાંત હજીરા વિસ્તારનો તાપીના કિનારા ઉપરના ભાગમાં ઉદ્યોગોને કારણે તાપીનો જળપ્રવાહ જે વહેતો હતો તેમાં અંતરાય પેદા થયા છે. જેથી પ્રવર્તમાન સમયમાં વરસાદનું જે પેટર્ન બદલાયું છે તે સંજોગોમાં લાંબા ગાળાના ઉપાયો ગ્રામ્ય / શહેરી વિસ્તારો માટે કરવા જરૂરી છે. શહેરોના સુઆયોજિત વિકાસમાં હવે જેમ પાણી, રસ્તા, ગટર અને આવશ્યક સેવા ગણવામાં આવે છે તે રીતે “Storm Water” વરસાદી પાણીના નિકાલ માટે પણ લાંબાગાળાનું આયોજન જરૂરી છે.

વિલ બનાવો અને વિખવાદ વિના તમારી મિલકતોની ઇચ્છિત વ્યવસ્થા કરો

 અકલ્પનીય દુર્ઘટનાઓને ઘ્યાનમાં રાખીને વ્યક્તિએ એની મિલકતનું વિલ બનાવીને પોતાની ઈચ્છા પ્રમાણે મિલકતની વ્યવસ્થા કરવી જોઈએ


તમારી જમીન, તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

વસિયતનામું યાને વિલને કાયદાના કોઈ કઠોર નિયમો લાગુ પડતા નથી. ભારતમાં વિલના વિષયનો ઈન્ડિયન સક્સેસન એકટ ૧૯૨૫ માં સમાવેશ કરવામાં આવેલો છે. આથી નીચે આપેલી સૂચના દરેક વિલ બનાવનારે લક્ષમાં                                                                         લેવી જરૂરી છે.

            વિલ એ અંગત ઈચ્છા દર્શાવતો માન્ય દસ્તાવેજ છે. વિલથી કઈ મિલકત કોને આપવી તમારી ઈચ્છા અને આદેશ શું છે અથવા અમુક વ્યક્તિઓને મિલકત આપવા-ન આપવા માટે તમારો શો અભિપ્રાય છે તે તમે ખુલ્લા દિલે દર્શાવી શકો છો. એટલે વિલથી વ્યકિત પોતાની મિલકતની પોતાને ફાવે તેવી વ્યવસ્થા કરી શકે છે. ઉલટાનું કાયદો આવી ઈચ્છાને માન્ય કરે છે.

- વિલ ઘરડાઓએ જ બનાવવું જોઈએ એવી પણ માન્યતા છે, પરંતુ મિલકત જેની પાસે હોય તે દરેક વ્યકિતએ, પછી તે નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની, વિલ તો બનાવી રાખવું જ જોઈએ.
- વર્તમાન સમયમાં કસમયના મોત અને કુદરતી મૃત્યુ ઘણાં થાય છે. અકસ્માત અને અકલ્પનીય દુર્ઘટનાઓને ઘ્યાનમાં રાખીને વ્યક્તિએ એની મિલકતનું વિલ બનાવીને પોતાની ઈચ્છા પ્રમાણે મિલકતની વ્યવસ્થા કરવી જોઈએ.
- તમારા છેલ્લા વિલમાં મૃત્યુ બાદ મિલકતની વ્યવસ્થા કેવી રીતે કરવી એ વિષે તમારા કુટુંબમાં અથવા સગાવહાલામાં કોઈ ગૂંચવણ કે શંકા ઉપસ્થિત થશે નહીં.
- વિલમાં, તમે તમારા કુટુંબના જે સભ્યોને વધુ દેખરેખ, સાર સંભાળ, ઉછેર અને હૂંફની જરૂર છે તેને માટે અને તેની વિશિષ્ટ જરૂરિયાતો માટે ચોક્કસ જોગવાઈ કરી શકો છો. જો તમે વિલ નહીં બનાવ્યું હોય તો આવી વ્યકિતઓને વારસાઈ ધારાની જોગવાઈઓનો કોઈ લાભ આપી શકાશે નહીં. વિલ બનાવ્યું હશે તો કુટુંબીઓની અગવડોનો પણ અંત આવશે. સંજય ગાંધીના અવસાન બાદ મેનકા ગાંધી અને ઈન્દિરા ગાંધી વચ્ચે આવો જ વિવાદ પેદા થયો હતો, કેમ કે સંજય ગાંધીએ કોઈ જ વિલ બનાવ્યું ન હતું.
- જો વિલ બનાવવામાં ન આવ્યું હોય તો એવું પણ બને કે તમારા કુટુંબના જે સભ્યએ તમારો અનાદર કરેલો હોય પરંતુ જ્યારે તમારા મૃત્યુની જાણ થશે ત્યારે તે તમારી મિલ્કતમાં ભાગ લેવાને માટે હાજર થઈ વારસો મેળવવાનો હક કરી શકે છે.
- મૃત્યુ પછી પોતાનાં નાનાં બાળકોને દુઃખ ન પડે એ માટે વિલનો કર્તા વિલથી ટેસ્ટામેન્ટરી વાલી નિમી શકે છે. વિલથી જે વાલી નિમાય છે તેને ટેસ્ટામેન્ટરી વાલી કહે છે. એવું બને કે બાળકોની માતા એમના પિતા કરતાં પહેલાં ગુજરી ગયાં હોય અને જ્યારે વિલ બનાવે ત્યારે બાળકો માટે તે આવા વાલીની નિમણૂક કરી શકે છે. જેથી માતાપિતા ન હોય તો પણ બાળકોને દુઃખ ન પડે. જો કે જેને આવા વાલી નીમવાનો હોય તેની મંજુરી મેળવી લેવી જોઈએ.
- જો કે વિલ બનાવ્યા પછી માનસિક રીતે વ્યકિતને એમ લાગે છે કે પોતાની બધી જ મિલકત બીજાને આપી બેઠો છે તેથી તેનામાંથી જીવનનો રસ ઉડી જાય છે અને તે વહેલો મૃત્યુને આધિન થાય છે. જો કે આ માત્ર માન્યતા છે. બહુ ઓછા કિસ્સામાં આવું બનતું હોય છે. પરંતુ સમય પહેલાં મૃત્યુનું એક સાયકોલોજિક કારણ હોઈ શકે. મજબુત મનના માણસોને આવી કોઈ અસર થતી નથી.
- તમારી મિલ્ક્તનું વિલ બનાવીને તમે ટેક્સ પ્લાનિંગ પણ કરી શકો છો. આમ, વિલ બનાવવાના લાભો ઘણા છે, તેથી દરેક મિલકતધારી વ્યકિતએ વિલ બનાવીને નિશ્ચિત થઈ જવું જરૂરી છે.

વિલ ઘડવા ધ્યાને રાખવાની સામાન્ય વિગતો અને રૂપરેખા :

વિલના કર્તાનું નામ, ઉંમર અને તેનું સરનામું જણાવવું જરૂરી છે. વિલ બનાવવા ઈચ્છનાર ટેરેસ્ટર પોતાની સ્વેચ્છાથી સભાનપણામાં વિલ બનાવે છે તેવી હકીકત લખવી જરૂરી છે. વિલ બનાવવા ઈચ્છનાર વ્યકિત સ્વચ્છ અને સંગીન મન ધરાવે છે. તે વિલ શા માટે બનાવવા માંગે છે અથવા તેને વિલ બનાવવાની શી જરૂરત છે તે હકીકત. અસંદિગ્ધ અને સ્પષ્ટ ભાષા. વસિયતથી બક્ષીસ આપવાની કાર્યવાહીની વિગત. વિલ બનાવનારના એવાં સગાંવ્હાલાંની યાદી કે જેઓને વિલ બનાવનાર બિનવસિયતી ગુજરી જાય તો મિલકત મળે તેમ છે, એવાં સગાંઓની યાદી કે જેમને વિલ બનાવનાર પોતાની મિલ્કત આપવા ઈચ્છે છે. વિલથી બક્ષિસ આપવાની મિલકતોની સૂચિ. અને વિગત. પ્રવર્તક (એક્ઝિયુટર)ની નિમણુક કરવી હિતાવહ છે. આ વિલ બનાવવાથી વારસાના કાયદાની કલમો ૧૧૨ થી ૧૧૮ સાથે કોઈ સંઘર્ષ તો પેદા નથી થતો. એટલે વિલ બનાવતી વેળાએ તેના ઘડનારે રૂલ અગેઈન્સ્ટ પરપેસ્યુઈટટીઝ, ડિરેક્શન અગેઈન્સ્ટ પરપેસ્યુઈટટીઝ, ડિરેક્શન અગેઈન્સ્ટ એક્યુમ્યુલલેશન, ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓને બક્ષેસ વિગેરે વારસાના નિયમો સાથે સંઘર્ષ પેદા ન થાય તે જોવાનું રહેશે. એટલે કે આવો સંઘર્ષ ટાળીને વિલ બનાવવું જોઈએ. વિલથી ઉપસ્થિત કરેલાં ટ્રસ્ટો અને આપેલ બક્ષિસો વિશેની જોગવાઈઓ છે કે કેમ ? વિલ બનાવવાના સૂચનો શકય હોય ત્યાં સુધી કર્તા પાસેથી જ મેળવવાં. જે ત્રાહિત વ્યકિતઓ વિલની મિલકતમાં હિત ધરાવતી હોય તેમની પાસેથી ન મેળવવાં. તેને સંતાનો છે ? બીજાં સંતાનો થવાની શક્યતા છે ? વિલનો કર્તા ઔરસ વ્યકિત છે કે અનૌરસ ? વિલના કર્તાની વ્યકિતગત સ્થિતિ, તેના કુટુંબની સ્થિતિ અને તે વિલ શા માટે બનાવે છે તે વિશેના હેતુ જાણી લેવા. વિલથી જે મિલકત કે તેમાંનું હિત આપવાનું ધાર્યુ છે તેની સ્પષ્ટ વ્યાખ્યા અને ઓળખ આપવા જરૂરી છે અને સાથોસાથ તે આપવાનો ઈરાદો પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરાયેલો હોવો જોઈએ. વિલમાં યોગ્ય રીતે સહી અને બે સાક્ષીઓની સાક્ષીકરણ થવા 
જોઈએ. રજિસ્ટર્ડ અને નોટરાઈઝડ વીલ હિતાવહ છે.

વિલકર્તાએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છેઃ

(૧) દરેક પુખ્ત વયની વ્યકિત વિલ બનાવી શકે છે. કોઈના દબાણ હેઠળ વિલ બનાવવું નહીં.
(૨)વિલના કર્તાએ પોતાના વિલમાં છેલ્લે અથવા નીચે સહી કરવી અથવા તો તેની પોતાની હાજરીમાં તેની પોતાની સૂચનાથી બીજી કોઈ વ્યકિત પાસે સહી કરાવવી.
(૩)જો વિલ ઘણાં પાનાનું હોય તો વિલના કર્તાએ દરેક પાના પર પોતાની સહી કરવી હિતાવહ છે (ફરજિયાત કે  જરૂરી નથી પરંતુ હિતાવહ છે ).
(૪)વિલ સાદા કાગળ પર બનાવી શકાય છે. એ માટે કોઈ સ્ટેમ્પ પેપરની કે કોઈ લીગલ પેપરની જરૂર નથી.
(૫)વ્યકિત પોતાના જીવનકાળ દરમિયાન ઈચ્છે તેટલીવાર પોતાનું વસિયતનામું બદલી શકે છે. નવું બનાવવામાં આવે ત્યારે જૃનું વસિયતનામું સ્વયં રદ બાતલ થયેલું ગણાય છે. પરંતુ આગલુ વિલ રદ કર્યું છે તેવો ઉલ્લેખ કરવો જરૂરી છે. વ્યકિતનું અવસાન થાય ત્યારે તેણે બનાવેલું છેલ્લું વસ્યિતનામું અમલી ગણાય. વ્યક્તિએ અગાઉ વસિયતનામું બનાવ્યું હોય અને જો તે સંપૂર્ણતઃ નવું વસિયતનામું બનાવવાને બદલે તેમાં કેટલાક સુધારાવધારા કે પુરાવણી કરવા માગતી હોય, તો તેવા
સંજોગોમાં તે પૂરક કે વધારાનું વસિયતનામું (કોડીસીલ) કરી શકે છે. કોડીસીલ બનાવવામાં આવ્યું હોય ત્યારે વિલ અને કોડીસીલ બંને સંયુકત અને એકબીજાને પૂરક દસ્તાવેજ બની રહે છે.
(૬) વિલ બનાવતી વેળાએ કોઈ કાયદાકીય શબ્દો વાપરવાની જરૂર નથી. મુખ્ય બાબત એ છે કે વિલ બનાવનાર પોતે શું ઈચ્છે છે અને પોતાની મિલ્કતની વ્યવસ્થા કેવી રીતે કરવા માગે છે તેનું સ્પષ્ટ ચિત્ર વિલના લખાણમાંથી ઉપસી આવવું જોઈએ. તેથી સાદી અને સરળ ભાષામાં વિલ બનાવવું જોઈએ.
(૭)વિલના અંતે વસિયત બનાવનાર વ્યકિતએ એટેસ્ટેશન સ્વરૂપ બે સાક્ષીઓની ઉપસ્થિતિમાં પોતાની સહી કરવી જોઈએ. સાક્ષીઓએ સહી કરતી વખતે વિલની વિગતો જણાવવી કે વાંચવી જરૂરી નથી. વિલ હેઠળ જેને લાભ મળવાનો હોય તેવી વ્યક્તિની સાક્ષી તરીકે સહી ન લેવામાં આવે તો તે સલાહભર્યું છે.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

વીલ વસિયતનામા ને લગતા અન્ય લેખ

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

ખેતીની જમીન વીલ મારફતે બિન-ખેડૂત ને તબદીલ થઇ ના શકે :સુપ્રીમ કોર્ટ

8.10.2022

શું તમે તમારી જમીન કે મિલકત ના માલિક કોણ છે તે જાણવા માંગો છો ? ઘર બેઠા ઓનલાઇન તપાસો જમીન માલિક કોણ છે? જમીન પર કેટલો બોજો છે? વગેરે માહિતી તમને મિલકત ના 7-12 પરથી મળી જશે.

 શું તમે તમારી જમીન કે મિલકત ના માલિક કોણ છે તે જાણવા માંગો છો ? ઘર બેઠા ઓનલાઇન તપાસો  જમીન માલિક કોણ છે? જમીન પર કેટલો બોજો છે? વગેરે માહિતી તમને મિલકત ના 7-12 પરથી મળી જશે. તો ચાલો જાણીયે 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કેવી રીતે કરી શકાય.

અહીં અમે તમને 7 12 અને 8-A ની નકલ anyror.gujarat.gov.in પરથી કેવી રીતે મેળવવી તેની માહિતી આપીશુ. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.

હવે 7/12 અને 8-અ ની નકલ કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં. Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે.

Anyror Gujarat 7/12 Utara અથવા ઓનલાઈન ગુજરાત 7 12 ની માહિતી મેળવવા માટે રાજ્યના નાગરિકોએ તહસીલ કે સરકારી કચેરીના ચક્કર લગાવવા પડતા હતા, પરંતુ anyror.gujarat.gov.in પોર્ટલની મદદથી નાગરિકોએ રાજ્ય તેમના લેપટોપ પર ઘરે બેઠા, તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા ગુજરાત ભુલેખ ઓનલાઈન લેન્ડ રેકોર્ડ્સ ચેક કરી શકો છો.

AnyROR નું  ફૂલ ફોર્મ ‘એની રેકોર્ડ્સ ઑફ રાઈટ્સ એનિવવેર ઇન ગુજરાત’ છે.

Table of AnyROR Gujarat Portal

Table of Content

આર્ટિકલનો વિષયAnyRoR 7/12 Utara Online
ભાષાગુજરાતી અને English
સેવાનો ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે.
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
Official Website AnyRoRClick Here
Official Website i-ORAClick Here

About of AnyROR Gujarat Portal

AnyROR Gujarat: ગુજરાતની જમીન રેકોર્ડિંગની ઓનલાઈન તપાસ માટે એક વેબસાઈટની જાણ કરે છે. તે ગુજરાતના રાજસ્વ વિભાગ દ્વારા ઈ-ધારા પર લોંચ કરવામાં આવ્યું હતું. AnyROR નું  ફૂલ ફોર્મ ‘એની રેકોર્ડ્સ ઑફ રાઈટ્સ એનિવવેર ઇન ગુજરાત’ છે. તમે ગુજરાત જમીન રેકોર્ડ અથવા AnyROR Gujarat 7 12 ઓનલાઇન અને 8A anyror.gujarat.gov.in પર જોઈ શકો છો. તમે આ વેબસાઇટ પરથી આરઓઆર, જમીન રેકોર્ડ પ્રમાણપત્ર (જંત્રી) વગેરે પણ મેળવી શકો છો.

AnyROR Gujarat Agenda

AnyROR કોઈપણ જગ્યાએ જઈને કા ઉપયોગ ગુજરાતમાં તમામ ભૂમિ અભિલેખોને ડિજિટાઇઝ કરવા માટે છે. આ હેતુનો હેતુ ગુજરાતના નાગરિકોની જમીનની માહિતી જેવી કે ભૂસ્વામી વિગતો, જમીન ક્ષેત્ર અને પ્રકાર વગેરે મેળવવામાં મદદ કરવી. AnyROR Portalનું ઉદ્દેશ્ય પારદર્શિતા બનાવવું અને જમાદારની વેબસાઇટની સુરક્ષા કરવી પણ છે. કોઈપણ આરઓઆર વિગતો માત્ર ન માત્ર વપરાશકર્તાની ભૂમિતિ રેકોર્ડ ઓનલાઈન કરવા માટે મદદ કરી શકે છે, ચોક્કસ ફસલ ઋણ અથવા જ્યારે પણ જરૂરી હોય તો પાવર કનેક્શન પણ પ્રાપ્ત થાય છે.

AnyRoR @Anywhere પર ઉપલબ્ધ સેવાઓ

Revenue Department, Government of Gujarat વેબપોર્ટલ પર ખેડુતો માટે ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જેમાં AnyRoR Gujara Portal પર ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

● Covid-19 Ex-GRATIA Payment

● Digitally Signed ROR

● View Land Record – Rural

● View Land Record – Urban

● Property Search

● Online Application (IORA)

● CM Relief Fund Contribution

How to Download 7/12 Land Records @ anyror.gujarat.gov.in

1: ANYROR ગુજરાત વેબસાઇટની મુલાકાત લો anyror.gujarat.gov.in

2: “જુઓ જમીન રેકોર્ડ – ગ્રામ્ય” ટેબ પર ક્લિક કરો.

3: આગલા પૃષ્ઠ પર, તમને VF6, VF7, VF8A અને 135D નોટિસ ફોર મ્યુટેશન સહિતની કેટલીક લિંક્સ સાથે પરિચય કરવામાં આવશે.

4: 7/12 જમીનના રેકોર્ડ તપાસવા માટે, VF7 સર્વે નંબર પર ક્લિક કરો. ઉપરની છબી પર બતાવ્યા પ્રમાણે વિગતો.

5: તે પછી, તાલુકા, જિલ્લો, સર્વે નંબર અને ગામ સહિતની તમામ વિગતો દાખલ કરો, તમારા જમીનના રેકોર્ડની ઍક્સેસ મેળવો.

Anyror Gujarat 7/12 ઓનલાઇન પોર્ટલના ફાયદા/લાભ

ગુજરાત Anyror પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો દ્વારા કયા પ્રકારના લાભ/લાભ મેળવી શકાય છે તેની માહિતી નીચે આપવામાં આવી છે.

  • જમીન સંબંધિત સંપૂર્ણ માહિતી અને સેવાઓ AnyRoR Gujarat પોર્ટલ પર ઉપલબ્ધ છે.
  • આ પોર્ટલ પર ગ્રામીણ અને શહેરી વિસ્તારોના સમગ્ર નાગરિકોની જમીન વિશેની માહિતી ઉપલબ્ધ છે.
  • ગુજરાત ભુલેખ પોર્ટલના કારણે રાજ્યના નાગરિકોને સરકારી કચેરીમાં જવાની જરૂર નહીં પડે.
  • રાજ્યના નાગરિકોનો સમય પણ બચે છે.
  • આ પોર્ટલમાં તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે.
  • કોઈપણ ગુજરાત 7/12 ઓનલાઈન પોર્ટલના કારણે કામમાં પારદર્શિતા છે.
  • આ પોર્ટલ ઓનલાઈન હોવાને કારણે અરજદારને જમીનના સાચા અને વાસ્તવિક રેકોર્ડ અને માહિતી મળશે.

કયા-કયા Land Records AnyRoR પરથી જોઈ શકાશે?

Anyror @Anywhere વેબસાઈટ પરથી ગ્રામ્ય વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ જોઈ શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.

AnyRoR Rural Land Records

ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના જમીનનો રેકોર્ડ જોવા માટે મહેસૂલ વિભાગની અધિકૃત વેબસાઇટ જવાનું રહેશે. ગ્રામ્ય વિસ્તારના  કયા-કયા જમીન રેકોર્ડ ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

● e-CHAVDI (ઈ-ચાવડી)

● OLD Scanned VF-7/12 details (જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)

● OLD Scanned VF-6 Entry Details (જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)

● VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)

● VF-8A Khata Details (ગા.ન- 8અ ની વિગતો)

● VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)

●135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)

● New Survey No From Old For Promulgated Village

  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN

AnyRoR URBAN Land Records

શહેરી વિસ્તારના નાગરિકો પોતાની જમીનનો રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. શહેરી વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માટે પણ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જવાનું રહેશે. કયા-કયા Urban Land Record ઓનાલાઈન જોઈ શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • Survey No Detail (સરવે નંબરની વિગતો)
  • Nondh No.Details
  • 135-D Notice Details
  • Know Survey No. By Owner Name
  • Entry List By Month Year
  • Know Survey No Detail By UPIN

AnyRoR Gujarat દ્વારા મિલકતની વિગતો ઓનલાઈન કેવી રીતે તપાસવી?

AnyRoR Gujarat Portal દ્વારા મિલકતની વિગતો જોઈ શકાશે. ઓનલાઈન પ્રોપર્ટી વિગતો કેવી રીતે જોવી ગુજરાત? તેની પ્રક્રિયા નીચે ઉપલબ્ધ છે.

Step 1: ગુજરાતની મિલકતની વિગતો જોવા માટે, અરજદારે anyror.gujarat.gov.in પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. પોર્ટલના હોમ પેજ પર, “પ્રોપર્ટી સર્ચ” નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
Step 2: હવે એક નવું પેજ ખુલશે અહીં તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે.
Step 3: સૌ પ્રથમ, બોક્સમાં, તમારે મિલકત મુજબ, નામ મુજબ, દસ્તાવેજ નંબર-વર્ષ મુજબ કોઈપણ એક વિકલ્પ પસંદ કરવો પડશે.
Step 4: આ પછી, જિલ્લા, સબ-રજિસ્ટર ઑફિસ, અનુક્રમણિકા 2 ગામ, મિલકત/જમીનનો પ્રકાર, શોધનો પ્રકાર, ટીપી/સર્વે/વેલ્યુઝોન, અરજદારનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે વિગતો દાખલ કરો.
Step 5: હવે તમારે વેરિફિકેશન કોડ મોકલવાના બટન પર ક્લિક કરવાનું રહેશે. વેરિફિકેશન કોડ તમારા મોબાઈલ નંબર પર આવશે.
Step 6: આ વિકલ્પના વેરિફિકેશન કોડ (તમારા મોબાઈલ નંબર પર મોકલો) બોક્સમાં આ કોડ દાખલ કરો.
Step 7: હવે તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
Step 8: આ રીતે તમે anyror@anywhere પોર્ટલ દ્વારા ગુજરાતની મિલકતની વિગતો ઓનલાઈન શોધી શકો છો.

I-ORA Gujarat ની ઉપલબ્ધ સેવાઓ

iORA એટલે કે Integrated Online Revenue Applications થાય છે. મહેસૂલ વિભાગની આ વેબસાઈટ પર જમીનને લગતી ઘણી બધી સેવાઓ આપવામાં આવે છે. જમીનને લગતી સેવાઓ નીચે મુજબ છે.

  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

IORA Gujarat માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

Step 1: સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.

Step 2: AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.

Step 3: તમારો મોબાઈલ નંબર દાખલ કરો.

Step 4: વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી

Step 5: શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.

Step 6: કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.

Step 7: મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.

Step 8: Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.

Step 9: ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર /

Step 10: ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.

Step 11: તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.

Step 12: ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.

Step 13: હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.

Step 14: જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.

નોંધ:-

A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે.

B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.

Step 15: પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.

Step 16: ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.

Step 17: Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.

Step 18: ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.

Step 19: ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.

Important Links Of AnyRoR Gujarat and 7/12 Utara Online

Subject Name  Links
AnyRoR Gujarat WebsiteClick Here
i-ORA Gujarat PortalClick Here
Download Digitally Signed RoRClick Here
Check URBAN Land RecordsClick Here
Check Rural Land RecordsClick Here
New Online ApplicationClick Here
Home PageClick Here

FAQ’s  of  Gujarat AnyROR Portal  7/12  & 8-અ

AnyROR પોર્ટલ પરથી ડીજીટલ સાઇન્ડ માટે કેટલી ભરવાની હોય છે?

ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના માટે ફક્ત રૂ.5 ભરવાના હોય છે. આ ફી ઓનલાઇનથી જ ભરવાની હોય છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...