વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવી ને રાખી દેવું જોઈએ... - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

6.16.2019

વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવી ને રાખી દેવું જોઈએ...

વિલ નહિ બનાવ્યું હોય તો તમારા સંતાન ને તમારી મિલકતમાંથી કાઈ નહિ મળે....50 થી 60 વર્ષની કોઈ પણ મિલકત ધરાવતી વ્યક્તિએ વિલ એકવાર તો અચૂક બનાવી ને રાખી દેવું જોઈએ...


વિલ (Will) અંગ્રેજી શબ્દનું ભાષાંતર 'ઇચ્છા' એવું થાય. કાયદાની ભાષામાં જેને Testament કહે છે. જેને ગુજરાતીમાં વિસયતનામું કહેવાય. આજના ઝડપી યુગમાં જિંદગીનો કોઈ

ભરોસો નથી, માટે દરેક વ્યક્તિએ વિલ બનાવવું જોઈએ જેમ કે દરેક પરિવારના સભ્યે, ખાસ કરીને સિનીયર સિટીઝને, એકાકી વ્યક્તિએ, પત્ની અને પતિ બેજ હોય છે. ત્યારે તે બન્નેએ, પુખ્તવયની, યુવાન કોઈપણ વ્યક્તિએ, તેની મિલક્તનું વિલ માનસિક ઇચ્છા અને શાંતિ હોય ત્યારે બનાવી શકે છે. ખાસ કરીને ૫૦ થી ૬૦ વર્ષની કોઇપણ મિલ્કત ધરાવતી વ્યક્તિ પછી તે અમીર હોય કે મધ્યમ તેમને તેને વિલ એકવાર તો અચુક બનાવીને રાખી દેવું જોઈએ. બનાવેલ વિલ જે યોગ્ય સમયે રદબાતલ કરીને ફરી પણ ગમે ત્યારે નવું વસિયતનામું બનાવી શકાય છે. નવું વિલ બનાવતી વખતે જૂનું વિલ રદ જાહેર કરવું જોઈએ. વિલ બનાવવાની રીત તદ્દન સરળ છે. થોડી સમજ રાખીને બનાવી શકાય. ઘરે વિલ બનાવ્યું ન હોય તો તેની ઇચ્છા પ્રમાણે, યોગ્ય વારસદારને કંઈ પ્રાપ્ત ન થાય અગર પ્રાપ્ત કરવા માટે વારસદારો કે પ્રાપ્ત લેનાર - થનારને ઘણો ખર્ચ પણ

કરવો પડે. વિલ કેવી રીતે બનાવવું ? સારા ચોખ્ખા કોરા ફુલસ્કેપ કાગળમાં

એક બાજુ હાંસિયો (માર્જિન) રાખીને પોતાનું વિલ સાદી સરળભાષામાં સ્પષ્ટ સમજી શકાય તેવું વિચારીને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની જ ભાષામાં (કાયદાના શબ્દોની જરૂર નથી) કોઈની વાતમાં આવ્યા વગર કે દબાણ કે શેહમાં આવ્યા વગર સ્વહસ્તે અથવા ટાઈપ કરાવીને કરી શકાય બને ત્યાં સુધી પેપરની એક જ બાજુ (પાછળ નહીં) ચેક ચાક વગર વિલ બનાવવું એકાદ ચેકચાક થઈ જાય તો હાંસીયામાં વિલ કરનારે ત્યાં સહી કરવી,

સાદા કાગળમાં વિલ બનાવીને રાખી શકાય પરંતુ વિલ કઈ તારીખે બનાવ્યું તેવા પ્રશ્નો ના થાય માટે રૂા. ૨૦ નો કોર્ટ સ્ટેમ્પ પેપર (વિલ બનાવતી વખતે ખરીદ કરવો હિતાવહ છે. પ્રથમ સ્ટેમ્પ પેપરથી વિલ બનાવવું શરૂ કરી બીજા સાદા કાગળો વિગત માટે વાપરી શકાય. વિલ ટાઇપ અગર કોમ્પ્યુરરાઇઝડ પણ કરાવી શકાય. પરંતુ તેથી વિલની વિગત બહાર ન પડી જાય તે ખ્યાલ ખાસ રાખીને કરાવી શકાય. વિલ એક પવિત્રને ખાનગી પોતાની અંગત કાયદેસરનો દસ્તાવેજ ગણાય છે. માટે તેની વિગત બહાર પડવી ન જોઈએ, વિલમાં વિગત પેરેગ્રાફ પાડીને લખવી દરેક પેરેગ્રાફને નંબર એક -આપવા (આંકડામાં) બે

વિલ બનાવતી વખતે મિલકતની તમામ વિગત શક્ય હોય તેટલી આપવી કેમ કે તેનો અમલ વિલ કરનારના મૃત્યુ બાદ જ વિલ દ્વારા ઉપયોગ થવાનો છે. હોય તે ના હોવા જોઈએ. બહારના બન્ને સાક્ષીઓની ઉંમર પોતાની ઉંમર કરતા નાની હોય તો સારું. સાક્ષી ઓમાં ડોક્ટર, મિત્ર, પડોશી, વિશ્વાસુ વ્યક્તિ લઈ શકાય. વિલમાં સહી કરો ત્યારે જ બંને સાક્ષીઓની હાજરી હોવી જોઈએ. જેને સાક્ષીકરણની પ્રક્રિયા કહેવાય અને તે જ દિવસે અને સમયે થવું જોઈએ. સાક્ષીઓને વીલ વંચાવવાની કે વાંચવાની જરૂર નથી. વિલનું કોર્ટમાંથી પ્રોબેટ લેતી વખતે આ બંને સાક્ષીએ એફિડેવિટ કોર્ટ સમક્ષ આપવી પડે છે કે તેમની હાજરીમાં વિલમાં સહી વિલ બનાવનારે કરી હતી.

વિલને નોટરી કે (રજિસ્ટ્રેશન) કરવું ફરજિયાત નથી. છતાં જો એમ લાગે કે મિલકત બાબત વિલની કાયદેસરતા વારસદારો કે અન્ય દ્વારા પડકારવામાં આવશે તેવી શકાય હોય તો અગર વિલ કોઈ ઉઠાવી લેશે નાશ કરશે તેવો ભય હોય તો વધારે સલામતી માટે વિલનું રજિસ્ટ્રેશન કે નોટરાઈઝેશન નોટરી વકીલ પાસે તે જ દિવસે જઈને કરાવવું જોઈએ. અસલ દસ્તાવેજ યાને ઓરિજિનલ વિલ બે સાક્ષીઓની સહી સાથેનું લઈ જવું જેથી નોટરી વકીલ તેના ઉપર સહી સિક્કા કરશે અને યોગ્ય માર્ગદર્શન પણ આપશે. આ ઓરિજિનલ વિલ ઉપર નોટરી વકીલ તેના ઉપર પોતાના સહી સિક્કા કરસે અને યોગ્ય માર્ગદર્શન પણ આપશે. આ ઓરિજિનલ વિલ ઉપર નોટરીના સહી સિક્કા થયા બાદ તરત જરૂર પ્રમાણે તેની ઝેરોક્ષ નકલો કરાવી લેવી ઝેરોક્ષ વખતે વિગત બહાર ન જાય તેની સાવચેતી રાખવી જરૂરરી છે ને નોટરી વકીલ તેના રજિસ્ટરમાં જરૂરી નોંધ બાદ તેમને એક ઝેરોક્ષ નકલ પ્રમાણીત કરેલ આપવી પડે છે. આ ઝેરોક્ષ નકલો નોટરી વકીલ દ્વારા જ પ્રમાણિત કરાવી લેવી (ફક્ત ઝેરોક્ષ નકલો પ્રમાણિત વગરની વેલીડ ગણાતી નથી) રજિસ્ટર્ડ કરેલ વીલની નકલ સરકારમાં રેકોર્ડ રૂપે પડી રહે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે સ્વહસ્ત વીલ બનાવવું હીતાવ છે પતિ પત્નીને તમામ મિલ્કત આપી શકે પત્ની પતિને મિલકત આપી શકે છે.

વિલ કઇ જગ્યાએ રાખવું જોઇએ વિલ બનાવ્યા બાદ અસલ દસ્તાવેજ વિલ એક કવરમાં સીલ કરીને બેન્કના લોકરમાં રાખવું હિતાવહ છે. છતાં ઘરમાં સુરક્ષિત જગ્યાએ તિજોરીમાં ઘરમાં રાખી શકાય.

if you have liked the article please share it and follow me.

2 comments:

  1. Please provide information about...

    Jo 7/12 mathi nam hakk kaMi thy gyu hoi ane notice period pn puro thy gyo hoi to su krvu?? Su khedut nabud thy jai? Bije kyay jamin nthi.

    ReplyDelete
    Replies
    1. https://drive.google.com/open?id=1p9xKUvh__jTmLzTIEKWmNlzwl7bBFeWS

      Delete

Featured post

"ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: ભાડાપટ્ટાની શરતોના ઉલ્લંઘન માટે મિલકત ખાલી કરાવવાનો આદેશ યથાવત્"

 ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: ભાડાની શરતોના ઉલ્લંઘન માટે મિલકત ખાલી કરાવવાનો હુકમ યથાવત્ અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુક...