7.25.2023

નિર્ધન વ્યક્તિએ કરેલો દાવો એ જીતી જાય કે હારી જાય ત્યારે એનો ખર્ચ કોણ ભોગવે?

 

નિર્ધન વ્યક્તિઓ પણ અન્ય વ્યક્તિઓને ન્યાય મળે તેવી સહિતની જોગવાઈ કરાઇ હોઇ કોઈ વ્યક્તિ નાણાંના અભાવે ન્યાયથી વંચિત ના રહી જાય





તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

દિવાની કાર્યવાહી સંહિતામાં દાવો કે બચાવ કરવા માટે કોઈ ર્નિંધન વ્યકિતને મદદરૂપ થવા માટે પણ યોગ્ય તે જોગવાઈ હુકમ-૩૩ અને નિયમોમાં લાગુ કરેલો છે, જેનો વિગતવાર સમાવેશ અગાઉના લેખમાં નિયમ ૧ થી ૯ સુધીનાનો અભ્યાસ કર્યો અને આજના લેખમાં આપણે દિવાની કાર્યવાહીમાં વધુ નિયમો નંબર: ૧૦ થી ૧૮ સુધીની જોગવાઈ વિશે જોઈશું.

નિયમ-૧૦. નિર્ધન વ્યક્તિ જીતે ત્યારે ખર્ચ : દાવામાં વાદી જીતે, ત્યારે નિર્ધન વ્યકિત તરીકે દાવો કરવા ન દીધો હોત તો તેણે કેટલી ન્યાયાલય ફી ભરવી પડતી તેની ન્યાયાલયે ગણતરી કરવી જોઈશે અને હુકમનામામાં જે પક્ષકારને તે રકમ આપવાનું ફરમાવ્યું હોય તેની પાસેથી તે રકમ રાજ્ય સરકાર વસૂલ કરી શકશે અને તે રકમ દાવાની વિષય વસ્તુ ઉપરનો પ્રથમ બોજો ગણાશે.

નિયમ-૧૧. નિર્ધન વ્યક્રિત હારે ત્યારે અનુસરવાની કાર્યરીતિ ઃ વાદી દાવામાં હારે અથવા તે નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની તેની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી હોય અથવા (એ) પ્રતિવાદીને હાજર થઈને જવાબ આપવા માટે કાઢેલા સમન્સ  બજાવવા જે કોઈ ન્યાયાલય ફી અથવા (હોય તે) ટપાલ ખર્ચ (લેવાનોહોય તે) વાદીએ ન આપ્યાને લીધે તે સમન્સ પ્રતિવાદી ઉપર બજ્યો ન હોવાના અથવા દાવા અરજીની નકલો અથવા સંક્ષિપ્ત નિવેદન રજૂ ન કરવાના કારણસર અથવા (બી) દાવાની સુનાવણી નીકળે તે વખતે વાદી હાજર ન થવાના કારણસર, દાવો પાછો ખેંચી લેવામાં અથવા કાઢી નાખવામાં આવે, ત્યારે નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી ન મળી હોય તો જે ન્યાયલય ફી, વાદીએ ભરવી પડત તે ભરવાને માટે ન્યાયાલયે વાદીને અથવા દાવામાં સહવાદી બનાવી હોય તે વ્યકિતને હુકમ કરવો જોઈશે.

નિયમ-૧૧-એ. નિર્ધન વ્યક્તિનો દાવો બંધ પડતો હોય ત્યારે, અનુસારની કાર્યપદ્ધતિ ઃ જ્યારે વાદીના અથવા સહવાદી બનાવી હોય એવી કોઈ વ્યકિતના મૃત્યુના કારણે દાવો બંધ પડે, ત્યારે વાદીએ તેને નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની છૂટ મળી ન હોત તો તેણે જે ન્યાયાલય ફીની રકમ આપવી પડત, તે ન્યાયાલય ફીની રકમ મર્હુમ વાદીની મિલકતમાંથી રાજયસરકારે વસૂલ કરવી એવો ન્યાયાલયે હુકમ કરવો જોઈશે.
નિયમ-૧૨. ન્યાયાલય ફી ભરવા માટે રાજય સરકાર અરજી કરી શકશે ઃ નિયમ-૧૦, નિયમ-૧૧ અથવા નિયમ-૧૧-ક, હેઠળ જે ન્યાયલય ફી લેવાની હોય તે ભરવાનો હુકમ કરવા માટે ન્યાયાલયને કોઈપણ સમયે અરજી કરવાનો રાજ્ય સરકારને હક્ક રહેશે.

નિયમ-૧૩. રાજય સરકારને પક્ષકાર ગણવા બાબત ઃ નિયમ-૧૦,૧૧, ૧૧(એ) અથવા નિયમ-૧૨ હેઠળ રાજય સરકાર અને કોઈપણ પક્ષકાર વચ્ચે ઉપસ્થિત થતી બાબતો કલમ-૪૦ ના અર્થ મુજબ તે દાવાના પક્ષકારો વચ્ચે ઉપસ્થિત થતી બાબતો છે એમ ગણાશે.

નિયમ-૧૪. ન્યાયાલય ફીની ૨કમ વસૂલ કરવા બાબત ઃ નિયમ-૧૦, નિયમ-૧૧, અથવા નિયમ-૧૧(એ) હેઠળ હુકમ કરવામાં આવે તે પ્રસંગે, ન્યાયાલયે હુકમનામાની અથવા હુકમની નકલ કલેક્ટરને તાબડતોબ મોકલાવી આપવી જોઈશે અને કલેક્ટર, વસૂલાતની બીજી કોઈપણ પદ્ધતિને બાધ ન આવે તેવી રીતે નિર્દિષ્ટ કરેલી ન્યાયલય ફીની ૨કમ, જાણે કે તે જમીન મહેસૂલની બાકી હોય તેમ, તે રકમ આપવાને જવાબદાર હોય તેવી વ્યકિત પાસેથી અથવા તેવી મિલકતમાંથી વસૂલ કરી શકશે.

નિયમ-૧૫. અરજદારને નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની છૂટ આપવાની ના પાડવામાં આવે તો એ પ્રકારની બીજી અરજી કરી શકશે નહીં. અરજદારને નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની છુટ આપવાની ના પાડતો હુકમ થાય તો દાવો કરવાના હેતુ જ હક્ક અંગે તેવી જ જાતની ફરી અરજી તેનાથી કરી શકાશે નહિ, પરંતુ નિર્ધન વ્યકિત તરીકે દાવો કરવાની પરવાનગી માટે તેણે જે અરજી કરી હોય તેનો વિરોધ કરવામાં રાજય સરકારને અથવા સામા પક્ષકારને થયેલો (હોય તે) ખર્ચ દાવો માંગતી વખતે અથવા ન્યાયાલય છૂટ આપે તેવી ત્યારપછીની મુદતની અંદર તે આપે નહીં તો દાવા અરજી ના મંજુર કરવામાં આવશે.

નિયમ-૧૫-એ. ન્યાયાલય ફી ભરવા માટે મુદત આપવા બાબત ઃ નિયમ-પ૫, નિયમ-9 અથવા નિયમ-૧૫ માંના કોઈપણ મજકરથી 4િયમ-પ હેઠળ અરજી નામંજૂર કરતી વખતે અથવા નિયમ-9 હેઠળ અરજીનો અસ્વીકાર કરતી વખતે, ન્યાયાલય નકકી કરે તેટલી અથવા વખતોવખત લંબાવે તેટલી મુદતની અંદર જરૂરી ન્યાયાલય ફી ભરવા માટેનો અરજદારને સમય આપવામાં આવે તો ન્યાયાલયને બાધ આવશે નહિ, અને એવી ચુકવણી થયે અને તે સમયની અંદર નિયમ-૧૫ ના પેટા નિયમ(૨)માં જણાવેલો ખર્ચ ભર્યે નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની અરજી જે તારીખે રજૂ કરવામાં આવી હોય તે તારીખે દાવો માંડવામાં આવ્યો હોવાનું જણાશે.

નિયમ-૧૬. ખર્ચ : નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની પરવાનગી માટે કરેલી અરજીનો અને નિર્ધનતા અંગેની તપાસનો ખર્ચ તે દાવો ખર્ચ ગણાશે.

નિયમ-૧૭.નિર્ધન વ્યક્તિઓ દ્વારા બચાવ ઃ જે કોઈ પ્રતિવાદી, મજરે માગવા અથવા સામો દાવો કરવા માગતો હોય તે પ્રતિવાદીને નિર્ધન વ્યકિત તરીકે આવો દાવો માંડવાની છૂટ આપી શકાશે અને આ હુકમમાં જણાવેલા નિયમો, શકય હોય તેટલે સુધી, જાણે કે તે વાદી હોય અને તેનું લેખિત નિવેદન દાવા અરજી હોય તેમ તેને લાગુ પડશે.

નિયમ-૧૮.નિર્ધન વ્યક્રિતિઓને મફત કાનૂની સેવા આપવા માટેની સરકારની સત્તા : (૧) આ હુકમની જોગવાઈઓને આધીન રહીને, કેન્દ્ર અથવા રાજય સરકાર જેમને નિર્ધન વ્યક્તિઓ તરીકે દાવો માંડવા માટે પરવાનગી આપવામાં આવી હોય તેમને મફત કાનૂની સેવા આપવા માટે પોતાને યોગ્ય લાગે તેવી પૂરક જોગવાઈઓ કરી શકશે.
(૨) ઉચ્ચ ન્યાયાલય, રાજ્ય સરકારની પૂર્વ મંજુરીથી, પેટા નિયમ(૧) માં જણાવેલ નિર્ધન વ્યક્તિઓને મફત કાનૃની સેવા આપવા માટે કેન્દ્ર અથવા રાજય સરકારે કરેલી પૂરક જોગવાઈઓની અમલ કરવા માટે નિયમો કરી શક્શે, અને આવા નિયમોમાં, એવી કાનૂની સેવાઓના પ્રકાર અને વ્યાપ જે શરતોએ તે મળી શકે તે શરતો અને જે બાબતોના સંબંધમાં અને જે એજન્સીઓ મારફતે આવી સેવા કરી શકાય તે બાબતો અને એજન્સીનો સમાવેશ કરી શકાશે. આમ કાયદામાં નિર્ધન વ્યક્તિઓ પણ અન્ય વ્યક્તિઓને ન્યાય મળે તેવી સહિતની જોગવાઈ કરેલ છે જેથી કરીને કોઈ વ્યક્તિ નાણાંના અભાવે ન્યાયથી વંચિત ના રહી જાય


નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા કે લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...