3.12.2024

ગીરો મિલકતનો કાયદેસર રીતે કબજો ધરાવનાર એને ભાડે આપી શકે છે

 

ગીરો મૂકેલી મિલકતના લ્હેણા થતા તમામ જાહેર ખર્ચા ગીરોદારે ક્યાં સુધી ચુકવવા પડે?


મારી જમીન, તમારી મિલકત | 

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

મિલકત તબદિલી અધિનિયમમાં જણાવેલ મિલકતના ગીરો અંગેની કેટલીક જોગવાઈઓ અંગે આ લેખમાં અભ્યાસ કરીશું. 

ગીરો મૂકેલો પટ્ટો તાજો થાય ત્યારે : ગીરો મૂકેલી મિલકત પટ્ટાની હોય અને ગીરોદાર તે પટ્ટો તાજો કરાવે ત્યારે, ગીરો મૂકનાર ગીરો છોડાવે એટલે તેને, વિરુદ્ધનો કરાર ન હોય તો, નવા પટ્ટાનો ફાયદો મળશે.

ગીરો મૂકનારે કરેલા ગર્ભિત કરારોઃ વિરૃદ્ધનો કરાર ન હોય તો, ગીરો મૂકનાર, ગીરોદાર સાથે નીચે પ્રમાણે કરાર કરે છે એમ ગણાશે.

(ક) ગીરો મૂકનાર જે હિત ગીરોદારને તબદિલ કરવાનું કહેતો હોય તે હિત અસ્તિત્વમાં છે અને ગીરો મૂકનારને તે તબદિલ કરવાની સત્તા છે.

(ખ) ગીરો મૂકનાર પોતે ગીરો મૂકેલી મિલકતના પોતાના માલિકીહકનો બચાવ કરશે અથવા તે મિલકત ગીરોદારના કબજામાં હોય તો તેનો બચાવ કરવામાં ગીરોદારને સહાય કરશે,

(ગ) ગીરો મૂકેલી મિલકત ગીરોદારના કબજામાં ન હોય ત્યાં સુધી, તે મિલકત અંગે લેણા થતા તમામ જાહેર ચાર્જ ચૂકવશે.

(ઘ) ગીરો મૂકેલી મિલકત પટ્ટાની હોય ત્યારે, ગીરો શરૂ થતાં સુધીનું પટ્ટા મુજબ ચૂક્વવા પાત્ર ભાડું ચૂકવવામાં આવ્યું છે, તેની શરતોનું પાલન કરવામાં આવ્યું છે અને પટ્ટે લેનારને બંધનકર્તા કરારો પાળવામાં આવ્યા છે અને ગીરોની જામીનગીરી ઊભી હોય અને ગીરો મૂકેલી મિલકત ગીરોદારના કબજામાં ન હોય ત્યાં સુધી, ગીરો મૂકનાર પટ્ટાથી અથવા પટ્ટો તાજો કરવામાં આવે તો, તાજા કરેલા પટ્ટાથી નકકી થયેલું ભાડું ચૂકવશે, તેની શરતોનું પાલન કરશે, અને પટ્ટેદારને બંધનકર્તા કરારો પાળશે અને સદરહુ ભાડું ન ચુક્વવાને અથવા સદરહુ શરતોનું પાલન ન કરવાને અથવા સદરહુ કરારો ન પાળવાને કારણે ટકેલા તમામ હકદાવાઓ અંગે ગીરોદારને ક્ષતિપૂર્તિ કરી આપશે,

(ચ) અને સદરહુ ગીરો, તે મિલકત ઉપરનો બોજો કે પછીનો બોજો હોય ત્યારે, ગીરોદાર દરેક આગળના બોજા ઉપરનું વ્યાજ જેમ જેમ લેણું થતું જાય તે પ્રમાણે, વખતોવખત ચૂકવશે અને યોગ્ય સમયે એવા આગળના બોજા અંગે લેણી થતી મુદ્લ રકમ ચૂકવી દેશે.

આ કલમમાં જણાવેલા કરારોનો ફાયદો ગીરોદારના ગીરોદાર તરીકેના હિત સાથે જોડાયેલા રહેશે અને તેની સાથે જશે અને જે વ્યકિતમાં હિત વખતોવખત પૂરેપૂરું અથવા અંશતઃ નિહિત થાય તેનો અમલ કરાવી શકશે.

ગીરો મૂકનારની ભાડા પટ્ટે આપવાની સત્તાઃ 

(૧) ગીરોદાર, ગીરો મિલકતનો કાયદેસર રીતે કબજો ધરાવતો હોય તે દરમિયાન તેને, પેટા કલમ(ર)ની જોગવાઈઓને અધીન રહીને, તે મિલકત પટ્ટે આપવાની સત્તા રહેશે, અને તે ગીરોદારને બંધનકર્તા રહેશે.

(૨ર) (ક) એવો દરેક પટ્ટો સંબંધિત મિલકતના વહીવટના સામાન્ય વ્યવહારમાં કરવામાં આવે તેવો અને સ્થાનિક કાયદા, રુઢિ કે પ્રથા અનુસાર કરેલો હોવો જોઈશે.

(ખ)એવા દરેક પટા અંગે વાજબી રીતે મળી શકતું વધુમાં વધુ પ્રીમિયમ ઠરાવવું જોઈશે, અને તેના અંગે અગાઉથી કોઈ પ્રીમિયમ અથવા પ્રીમિયમ આપવાનું વચન આપી તેમજ કંઈપણ ભાડુ ચૂકવી શકાશે નહિ.

(ગ)એવા કોઈ ભાડાપટ્રામાં તેને તાજો કરી આપવાની બોલી હોવી જોઈશે નહિ.

(ઘ) એવો દરેક પટ્ટો, તે કરી આપ્યાની તારીખથી છ મહિનાની અંદર કોઈપણ તારીખે અમલી બની શકશે.

(ચ)જે જમીન ઉપર મકાનો બાંધેલાં હોય તે જમીન સાથે કે વિના તે પટે આપવામાં આવે ત્યારે, કોઈપણ પ્રસંગે પટ્રાની મુદત ત્રણ વર્ષથી વધવી જોઈશે નહિ અને તેમાં ભાડું ચુકવવા માટેનો કરાર અને નિર્દિષ્ટ કરેલી મુદતમાં ભાડું ચૂકવાય નહિ તો પુનઃપ્રવેશની શરત હોવી જોઈશે.

ગીરોખતમાં વિરુધ્ધ ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો ન હોય તો જ અને એટલે અંશે જ પેટા ક્લમ-(૧)ની જોગવાઈઓ લાગુ પડે છે, અને પેટા ક્લમ-(૨) ની જોગવાઈઓમાં ગીરોખતથી ફેરફાર કરી શકાશે અથવા તે વિસ્તારી શકાશે અને એ રીતે ફેરફાર કરેલી અને વિસ્તારેલી જોગવાઈઓ એવા ફેરફાર અથવા વિસ્તરણ સદરહુ પેટા કલમમાં આમેજ થયેલા હોય તેમ તે રીતે અને તેવાં તમામ આનુષંગિક હકક, અસર અને પરિણામ સાથે અસરકર્તા થશે.

કબજો ધરાવતા ગીરો મૂકનારે કરેલો દુર્વ્યયઃ ગીરો મૂકેલી મિલકતનો કબજો ધરાવતો હોય એવો ગીરો મૂકનાર તે મિલકત ખરાબ થવા દેવા માટે ગીરોદારને જવાબદાર નથી, પણ જામીનગીરી અપૂરતી હોય અથવા એથી અપૂરતી થઈ જતી હોય તો તેણે તે મિલકતને નાશ કરનારું અથવા તેને કાયમી નુક્સાન કરનારું કૃત્ય કરવું ન જોઈએ.

સ્પષ્ટીકરણ: ગીરો મૂકેલી મિલકતની કિંમત કોઈ વખતે ગીરોની લેણી થતી રકમ કરતાં તેના એક તૃતીયાંશ જેટલી, અથવા અને જો તે મિલકત મકાનો હોય તો તે રકમના એક તૃતીયાંશ જેટલી વધુ ન હોય, તો આ કલમના અર્થ અનુસાર જામીનગીરી અપૃરતી છે.

ગીરોદારના હકક અને તેની જવાબદારીઓ:

ગીરો નાબૂદીનો અથવા મિલકતનું વેચાણ કરવાનો હકકઃ વિરુદ્ધનો કરાર ન હોય તો, ગીરોની રકમ લેણી થયા પછી અને ગીરો મૂકેલી મિલકત છોડાવવાનું હુકમનામું થયા પહેલાં અથવા આ અધિનિયમમાં હવે પછી જોગવાઈ કર્યા પ્રમાણે ગીરોની રકમ ચૂકવાયા અથવા અનામત રખાયા પહેલાં ગીરોદારને ગમે તે સમયે ન્યાયાલય પાસેથી ગીરો મૂકનારનો તે મિલકત છોડાવવાનો હક્ક સંપૂર્ણપણે બંધ થયો છે એ મતલબનું હુકમનામું અથવા તે મિલકત વેચવાનું હુકમનામું મેળવવાનો હકક છે.

ગીરોદારનો ગીરો મૂકેલી મિલકત છોડાવવાનો હકક સંપૂર્ણપણે બંધ થાય એ મતલબનું હુકમનામું મેળવવા માટેનો દાવો ગીરો નાબૂદીનો દાવો કહેવાય.

આ કલમના કોઈપણ મજકુરથી, (ક) શરતી વેચાણથી ગીરો રાખનાર અથવા જેની શરતો મુજબ પોતે ગીરો છોડાવવાનો હક્ક બંધ કરાવવા હકદાર હોય એવા વિલક્ષણ ગીરોના ગીરોદાર સિવાયના કોઈપણ ગીરોદારને ગીરો નાબૂદી માટે દાવો માંડવાનો અથવા ભોગ્ય ગીરો રાખનારને એવા ગીરોદાર તરીકે અથવા વેચાણથી ગીરો રાખનારને એવા ગીરોદાર તરીકે વેચાણ માટે દાવો માંડવાનો, અથવા (ખ) જે ગીરોદાર ગીરો મૂકનારના ટ્રસ્‍ટી તરીકે અથવા તેના કાયદેસરના પ્રતિનિધિ તરીકે તેના હકક ધરાવતો હોય અને તે મિલકતના વેચાણ માટે દાવો માંડી શકતો હોય તેને ગીરો નાબુદી માટે દાવો માંડવાનો, અથવા (ગ) જેની જાળવણીમાં લોકો હિત ધરાવતા હોય એવા રેલવે, નહેર અથવા બીજા બાંધકામના ગીરોદારને ગીરો નાબૂદી અથવા વેચાણ કરાવવા માટે દાવો માંડવાનો, અથવા (ઘ) ગીરોદારોએ, ગીરો મૂકનારની સંમતિથી, ગીરો હેઠળનાં તેમનાં હિતો જુદાં પાડી શકાતા ન હોય તો, ગીરોની રકમના ફક્ત એક ભાગમાં હિત ધરાવતી વ્યકિતને ગીરો મુકેલી મિલકતના ફક્ત તત્સમાન ભાગ સંબંધી દાવો માંડવાનો, અધિકાર મળે છે એમ ગણાશે નહિ.

નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

3.10.2024

ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ જમીનોના વેચાણ / તબદીલ પ્રસંગે ચેરિટી કમિશ્નર / કલેક્ટરની પરવાનગી જરૂરી

 

પબ્લિક ટ્રસ્ટ હેઠળની જમીનો/મિલ્કતો, દેવસ્થાનની જમીનો અંગે નિયમનકારી જોગવાઈઓ




- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ જમીનોના વેચાણ / તબદીલ પ્રસંગે ચેરિટી કમિશ્નર / કલેક્ટરની પરવાનગી જરૂરી

જમીન માટે 'યાવત ચંદ્ર દિવાકરો' યુક્તિ પ્રચલિત છે. અર્થાત્ સુર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી જમીનનું અસ્તિત્વ છે. વધુમાં માનવ જીવનના કોઈપણ વ્યવહાર માટે જમીન સાથેનો સબંધ રહ્યો છે અને એટલા માટે જમીનની વ્યાખ્યામાં સ્થાવર મિલ્કત તરીકે ઓળખાય છે. જમીન એ ફક્ત ખેતવિષયક પરિભાષા પુરતી સિમિત નથી. જેમ 'માનવીનો ઉત્ક્રાંતીવાદ' Evolution of Species છે તેમ જમીનના ઉપયોગમાં સમયાંતરે બદલાવ આવતો રહે છે. હંમેશા જમીનના નિયમન અંગે ભલે જુદા જુદા શાશકો રાજાશાહી સહિત રહ્યા હોય પરંતુ આ અંગેનો વિષય રાજ્ય હસ્તક રહ્યો છે અને રાજાશાહી દરમ્યાન પ્રગતિશીલ રાજ્યો બરોડા, મૈસુર વિગેરેમાં પણ સખાવતી (Trust) હેતુ માટે કાયદા હતા અને Devasthan and Endowment Act પણ વિદ્યમાન હતા. મુંબઈ રાજ્ય અને ગુજરાતમાં મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦ સખાવતી સંસ્થાઓના (Charitable Institution) નિયમન માટેનો કાયદો છે આ કાયદા હેઠળ ટ્રસ્ટની નોંધણી અને વહિવટની બાબતો છે પરંતુ સાથોસાથ ટ્રસ્ટની પ્રવૃતિઓના સંચાલન માટે ધારણ કરેલ જમીનો / મિલ્કતો અંગેના નિયમનની જોગવાઈઓ છે અને તે મુજબ ચેરીટી કમિશ્નરના નિયંત્રણ હેઠળ આ અંગેની કાર્યવાહી થાય છે. અને તે અનુસાર સબંધિત ટ્રસ્ટે ધારણ કરેલ જમીન / મિલ્કતની ટ્રસ્ટના મિલ્કત રજીસ્ટરે (પી.ટી.આર.) નોંધાવવાની હોય છે. આઝાદી પહેલાં ગણોત કાયદો અને ખેતીની જમીનના વહિવટ ૧૯૪૮નો કાયદો ન હતો એટલે ટ્રસ્ટોને રાજા તરફથી કે દાન સ્વરૂપે ખેતીની જમીનો આપવામાં આવતી અને આઝાદી બાદ પણ આ ટ્રસ્ટો જમીન ધારણ કરતા પરંતું ૧૯૪૮ના ખેતીની જમીનના વહિવટ અને ગણોત કાયદા હેઠળ ટ્રસ્ટ પણ બિનખેડુત સંસ્થા તરીકે કલેક્ટરની કલમ-૬૩ હેઠળની પરવાનગી સિવાય જમીન ધારણ કરી શકે નહિ અને ગણોતધારાની જોગવાઈઓ પ્રમાણે આવી ટ્રસ્ટની જમીનો ઉપર ગણોતીયા હોયતો કલમ-૮૮બી હેઠળ ગણોતીયાના જમીન ઉપર હક્ક આપવા અંગે મામલતદાર અને કૃષિપંચ દ્વારા મુક્તિ આપવાની જોગવાઈ છે. 

ટ્રસ્ટ દ્વારા ધારણ કરેલ જમીન / મિલ્કત સખાવતી હેતુ માટે હોય, જ્યારે આ જમીન / મિલ્કતનું વેચાણ / ગીરો / તબદીલી કરવી હોયતો પબ્લીક ટ્રસ્ટની કલમ-૩૪/૩૫ હેઠળ ચેરીટી કમિશ્નરની મંજુરી મેળવવાની હોય છે અને નિયમોનુસાર ચેરીટી કમીશ્નર દ્વારા જાહેર નોટીસ આપીને હરાજીના માધ્યમથી ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ મિલ્કતોનું વેચાણ તબદીલી થઈ શકે છે. જેમ જણાવ્યું તેમ જાહેર ટ્રસ્ટોને તેના સાર્ર્વજનિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવી હોયતો ગણોતધારાની કલમ-૬૩ હેઠળ પુર્વપરવાનગી લેવાની જોગવાઈ છે. પરંતું રાજ્ય સરકારે ટ્રસ્ટ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, મેડીકલ કોલેજ વિગેરે માટે જેમ 'પ્રમાણિક ઉદ્યોગ હેતુ' માટે “Bonafied Industrial Purpose” ખેતીની જમીન ખરીદીને કલેક્ટરને જાણ કરવાની છે અને કલેક્ટરશ્રીએ ૩૦ દિવસમાં પ્રમાણપત્ર આપવાનું છે તેમ જાહેર ટ્રસ્ટોને શૈક્ષણિક, હોસ્પિટલ, રીસર્ચ સંસ્થાઓ માટે પણ જુની શરતની જમીન સીધેસીધી ખરીદીને પ્રામાણિક હેતુ માટે પ્રમાણપત્ર આપવા કલેક્ટરશ્રીને જાણ કરવાની છે. આજકાલ જુના ટ્રસ્ટો દ્વારા ધારણ કરેલ જમીનો ઉક્ત જણાવેલ ચેરીટી કમીશ્નરની અને કલેક્ટરની પરવાનગી મેળવવાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા જુના ટ્રસ્ટીઓ તરીકે દાખલ થઈ જમીન / મિલ્કતો તબદીલ કરવામાં આવે છે. આદર્શ દાખલા તરીકે જણાવું તો રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર હાલનું આત્મીય કોલેજ સંકુલ આવેલ છે તે સરકારે / કલેક્ટરશ્રીએ વર્ષો પહેલાં સાયન્સ કોલેજને જમીન આપેલ તે સંસ્થાના ટ્રસ્ટીઓના સ્થાને આત્મીય કોલેજના સોખડા સ્વામીનારાયણ સંસ્થાના ટ્રસ્ટીઓ દાખલ થઈ જમીનનો કબજો લઈ લીધેલ અને આ જમીન ઉપર કલેક્ટરની પરવાનગી સિવાય બેન્કની લોન પણ લીધેલ, આ બાબત અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે અમારા ધ્યાન ઉપર આવતાં, જમીન સરકાર દાખલ કરેલ આજ રીતે કાંગસીયાળી-રાજકોટની ૧૯૫૧માં કેન્સર હોસ્પિટલની જગ્યામાં પણ આજ ટ્રસ્ટે આયુર્વેદ કોલેજ માટે બારોબાર નામો દાખલ કરાવી કબજો લીધેલ, આ જમીન પણ અમોએ સરકાર દાખલ કરી કબજો લઈ સરકારના આરોગ્ય વિભાગને આ જમીન તબદીલ કરેલ, પરંતું છેવટે મારી જાણકારી મુજબ કાયદાની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરી (Abuse of Process of Law) આ જમીનનો મુળભુત હેતુ નિષ્ફળ બનાવ્યો છે આજે પણ સમગ્ર રાજ્યમાં ઘણા ગામ / શહેરોમાં દેવસ્થાન / મંદિર ગામ સમસ્ત ચાલતી જમીનોમાં આવા પ્રકારનું આચરણ થાય છે. આજ રીતે દેવસ્થાન / હેઠળની જમીનો કે જેનો વહિવટ ટ્રસ્ટ હેઠળ કરવાનો થાય છે. પરંતું આવી જમીનો દિવેલીયા કે પુજારીને ધાર્મિક સ્થળની પુજા / કે તેઓના ભરણ પોષણ માટે જમીનનો ઉપયોગ કરવાનો હેતુ તેના બદલે આવી જમીનો દેવસ્થાનના સંચાલક / પુજારી તેઓના નામ રેકર્ડ ઉપર ચઢાવી મહેસુલ રેકર્ડમાં 7x12માં બીજા હક્કમાં નોધવાના બદલે અગ્રહક્કમાં કબજેદાર તરીકે આવી જમીનો વેચાય છે અથવા ખેડુતનો દરજ્જો પ્રાપ્ત કરીને, બીજે જમીનો વેચાણ રાખી છે. આવા પ્રસંગો અમારા કલેક્ટર, રાજકોટના કાર્યકાળ દરમ્યાન ધ્યાન ઉપર આવતાં સરકારને ધ્યાન દોરતાં ૨૦૧૦માં સરકારે નિતીવિષયક નિર્ણય લઈને જાણ કરેલ કે, દેવસ્થાન હેઠળ / દિવેલીયા તરીકે ઓળખાતી જમીનો સૌરાષ્ટ્રમાં બારખલી કાયદા હેઠળ ટ્રસ્ટ તરીકે નોંધાવી તેના હેઠળ વહિવટમાં લેવા કે ગામ સમસ્ત ટ્રસ્ટમાં (ગ્રામપંચાયત) લેવા સુચનાઓ અપાયેલ છે અને તે અનુસાર ચેરીટી કમિશ્નરે પણ ટ્રસ્ટ હેઠળની જમીનો / મિલ્કતો ટ્રસ્ટ એક્ટ હેઠળ પરવાનગી સિવાય તબદીલી ન કરવાની સુચનાઓ અપાયેલ છે. પરંતું જેમ જણાવ્યું તેમ સરકારના ગણોત કાયદા હેઠળના અને ટ્રસ્ટ અધિનિયમના નિયંત્રણો નિષ્ફળ બનાવવાના ભાગરૂપે સમાન હેતુ ધરાવતા ટ્રસ્ટો રચીને આવી જમીનો આંતરિક રીતે તબદીલ કરવામાં આવે છે. જાહેર હેતુ કે સાર્વજનિક હેતુ માટે રચાયેલ ટ્રસ્ટો મુળભુત રીતે સારા હેતુ માટે નિષ્ઠાવાન ટ્ર્રસ્ટીઓ દ્વારા રચવામાં આવેલ હોય છે અને સારા હેતુ માટે દાનના માધ્યમથી સારી પ્રવૃતિ કરવામાં આવે છે. પરંતું પાછળથી યોગ્ય વ્યવસ્થાપનના અભાવે આવી જમીનો સ્થાપિત હિતો દ્વારા વાણિજ્યવિષયક કે નફાકીય હેતુ માટે તબદીલ કરવામાં આવે છે. જે અંગે પ્રમાણિક સંસ્થાઓને નુકશાન ન થાય તે રીતે કડક નિયંત્રણો કરવા જરૂરી છે.

3.06.2024

ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’







 ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે… આવા સમયે જેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવો આર્થિક અને શારીરિક રીતે નબળો ખેડૂત રસ્તો બંધ કરનાર માથાભારે ખેડૂતની વિરુદ્ધમાં આ રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે. મામલતદાર આ બાબતે ‘મામલતદાર કોર્ટ એક્ટ 1906’ ની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરતાં હોય છે.

■ ઉક્ત અધિનિયમ હેઠળ મામલતદારને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવેલ છે. અગાઉનો મામલતદાર કોર્ટ એક્ટ 1876 રદ કરીને મામલતદાર કોર્ટ એક્ટ 1906 સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પાડવામાં આવ્યો છે. આ અધિનિયમથી મામલતદારને કોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ કાયદામાં કલમ નંબર 5 માં કોર્ટને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવેલ છે.

કેટલીક અગત્યની કલમો અને મામલતદાર કોર્ટની સત્તાઓ:-

● કલમ 5(1) મુજબ સીમાંકિત કરેલ નહેરમાં વહેતા કુદરતી જળપ્રવાહમાં અથવા ખેતી, ચરાઈ, વૃક્ષ અથવા પાક માટે વપરાતી કોઈ જમીન (ખેતીની જમીન) માથી કુદરતી રીતે નીકળતા અથવા તેના ઉપર પડતાં પાણીની સપાટીમાં કાયદાના યોગ્ય અધિકારથી કરવામાં આવ્યા ન હોય તેવા અવરોધો દૂર કરવાની કે કરાવવાની અથવા તે હેતુ માટે વપરાતી જમીનને અથવા તેની ઉપર આવેલ ચરાઈ, વૃક્ષ કે પાકને એવા અવરોધથી નુકસાન થાય અથવા થવાનો સંભવ હોય તો તેવી લગોલગની જમીનો ઉપર અવરોધ દૂર કરવાની કે કરાવવાની સત્તા.
● કલમ 5(2) મુજબ કલમ 5(1) માં વ્યાખ્યાયિત કરેલા કૃત્ય બદલ મામલતદારને આવું કૃત્ય કે અવરોધ કરવાનો કે તેમ કરવાનો પ્રયત્ન નહીં કરવાનું ફરમાવવાનો મનાઈ હુકમ કાઢવાની સત્તા છે.
● કલમ 5(3) મુજબ આ કાયદાની કલમ 5(1) થી વ્યાખ્યાયિત કરેલ કોઈ કૃત્યથી અસર પામેલ વ્યક્તિને દાવો માંડવાનો હક્ક આપ્યો છે પરંતુ આવો દાવો દાવાનું કારણ ઉપસ્થિત થયા તારીખથી 6 મહિનાની અંદર કરવો જોઈએ, અન્યથા દાવો દાખલ કરવામાં આવશે નહી.
● કલમ 5(4) મુજબ જે તારીખે અવરોધ કરવાનું શરૂ થયું હોય અથવા અડચણ ઊભી કરવાની શરુઆત થઈ હોય તે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયેલું ગણાશે.
● આ કાયદાની કલમ 18(1) મુજબ કોઈ સગીરને સ્વાભાવિક વાલી અથવા યોગ્ય રીતે નિમાયેલા વાલી હોય તો દાવો માંડી શકે છે.
● કેટલીક વખત વારંવાર સમન્સ મોકલવા છ્ત્તા પ્રતિવાદીઓ હાજર રહેતા ન હોય તો આ અધિનિયમની કલમ 16(2) મુજબ મામલતદાર પોતે નોટિસ બજ્યાની ખાતરી કરી પ્રતિવાદી હાજર રહી શકે તેવા પૂરતા અને વાજબી કારણોની ખાતરી કર્યા બાદ એકપક્ષીય રીતે દાવાઅરજી સાંભળી તેનો નિકાલ કરી શકે છે. અને દાવા અરજીનો નિકાલ કર્યાના 30 દિવસની અંદર કોઈપણ પક્ષકાર જે હાજર ન રહી શકવાના કારણોની ખાતરી કરાવે કે એ બાબતે પુરાવા રજૂ કરે તો ફરીથી કેસ સાંભળી શકાય છે.
● ચાલુ દાવા દરમિયાન મામલતદારને જરૂરી લાગે તેવા પક્ષકારોને પોતે વાદી કે પ્રતિવાદી તરીકે કલમ 18(2) અનુસંધાને કેસમાં ઉમેરી શકે છે.
● વધુમાં આ અધિનિયમની કલમ 19(2) મુજબ મામલતદાર પોતાને યોગ્ય લાગે તો જાતે પણ રૂબરૂ જઈને તકરારી મિલકતની મુલાકાત કરીને પક્ષકારોની રૂબરૂમાં તપાસી શકે છે.

દાવા અરજી કરતી વખતે આટલો ઉલ્લેખ જરૂરી છે:-

● આ અધિનિયમનો ઉપયોગ કરનાર ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવું કે, મામલતદાર કોર્ટમાં દાવા અરજી દાખલ કરવામાં વાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણની માહિતી આપવાની રહે છે.
● વધુમાં પ્રતિવાદી (સામેવાળા) નું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણ ની વિગતો પણ આપવાની રહે છે.
● અવરોધ કરવામાં આવેલ હોય તે પ્રકાર અને ક્યાં સ્થળે કરવામાં આવ્યો છે તે સ્થળ અને એકબીજાને લગોલગ આવેલ જમીનોનું સ્થાન અને માંગેલી દાદનો પ્રકાર.
● જેનો કબ્જો ઉપયોગ કરવા માટે માંગેલ હોય તે મિલકતનો પ્રકાર અને સ્થળ અથવા યથાપ્રસંગે જે મનાઈ હુકમ કરવાનો હોય તેનો પ્રકાર.
● જે તારીખે દાવાનું કારણ ઉદ્ભવ્યું હોય તે તારીખ તથા જે હકીકત પરથી દાવાનું કારણ ઊભું થયું હોય તે હકીકત.
● વાદીના દસ્તાવેજો તથા તેના સાક્ષીઓની યાદી અને ક્યો સાક્ષી શું પુરાવો આપશે તે પણ ઉલ્લેખ કરવાનો રહે છે.
● અત્રે નોંધનીય છે કે, આ અધિનિયમની કલમ 8 મુજબ ઉપરોક્ત નમુનામાં અરજી મળેલ ન હોય પરંતુ દાવાનો વિષય કલમ 5 મુજબ હોય તો અરજદારને મળતી દાદ વિષે સમજાવી તેની ઇચ્છાની અરજી પર નોંધ કરવાની તેમજ આવી અરજી દાવા અરજી તરીકે સ્વીકારવાની સૂચન થયેલ છે. આવા સમયે મામલતદાર આ અધિનિયમની કલમ 9 મુજબ સોગંધ ઉપર જુબાની લઈ અને કેસ દાખલ કરી મુદ્દત આપી શકે છે.

ખાસ ધ્યાનમાં રાખવાની બાબત :-

● ઘણી વખત મામલતદાર કચેરીમાં કેસોનો ભરાવો થયેલ હોય અથવા કોઈ રાજકીય અથવા અન્ય કારણોસર મામલતદાર કચેરી દ્વારા આપની દાવા અરજીને નામંજૂર કરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવેલ હોય છે. દાવા અરજી નામંજૂર કરવા માટે મોટે ભાગે અરજી આપવા જઈએ ત્યારે રૂબરૂ અથવા ટપાલ માં અરજી મોકલાવી હોય તો ફોન દ્વારા અરજદાર પાસેથી દાવાનું કારણ ઊભું થયાની તારીખ પૂછવામાં આવતી હોય છે અને અરજદાર એવું જણાવે કે ગયા વર્ષે અમારો ખેતરે જવાનો રસ્તો બંધ કરેલ… તો દાવાનું કારણ ઊભું થયાને 6 મહિનાથી વધારે સમય થયો હોવાનું કારણ બતાવી આ કાયદાની કલમ 12 મુજબ દાવા અરજી નામંજૂર કરવામાં આવતી હોય છે. આથી મામલતદાર કચેરીમાં જ્યારે પણ અરજી દાખલ કરવાના પ્રસંગો ઊભા થાય ત્યારે દાવા અરજીમાં ખાસ 6 મહિના અંદરની તારીખ દર્શાવવી જોઈએ.
● અરજદારે કેસ શરૂ થયાની પહેલી જ મુદ્દતે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી પોતાના ખેતરે અવર જવર શરૂ રહે અથવા તો પાણીના નિકાલ બાબતે પ્રશ્ન હોય તો તેને અવરોધે નહીં તે માટે તાત્કાલિક કામચલાઉ મનાઈ હુકમ મળવા બાબતની માંગણી કરવી જોઈએ.

મામલતદાર કોર્ટના આખરી નિર્ણયની અમલવારી કઈ રીતે :-

● ઘણી વખત એવા દાખલાઓ ધ્યાનમાં આવતા હોય છે કે, રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કર્યા બાદ મામલતદાર કચેરીએ વારંવાર ધક્કા ખાધા બાદ પણ રસ્તાની અડચણ દૂર કરવામાં આવતી નથી અથવા તો મામલતદાર કચેરીમાંથી એવું પણ જણાવવામાં આવે છે કે, અમે હુકમ કરી દીધો છે એટ્લે હવે તમે પોલીસ પ્રોટેકશન મેળવીને તમારા ખર્ચે રસ્તો ખુલ્લો કરાવી લ્યો. પરંતુ આપને જણાવી દઉં કે, આ અધિનિયમની કલમ 21(1) મુજબ મામલતદાર કોર્ટ એક્ટ મુજબ કરવામાં આવેલ હુકમની અમલવારી કરાવવાની જવાબદારી મહેસૂલી અધિકારીઓની જ છે.
● આ કલમ મુજબ મામલતદારનો નિર્ણય અવરોધ દૂર કરવા માટે અથવા કબ્જો સોંપવા માટે અથવા ઉપયોગ હક્ક પુનઃ પ્રાપ્ત કરવા માટે હોય તો તે ગ્રામ અધિકારીઓ (તલાટી) અથવા તાબાના કોઈ અધિકારી (નાયબ મામલતદાર કે સર્કલ અધિકારી) ને અથવા તેને યોગ્ય લાગે તો બીજી રીતે હુકમ કાઢીને અમલમાં લાવશે.
● પોતાના હુકમની અમલવારી કરવામાં આવતી ન હોય તો IPC ની કલમ 188 મુજબ કાયદાકીય પગલાઓ પણ મામલતદાર ભરી શકે છે. જે બાબતનો ઉલ્લેખ આ અધિનિયમની કલમ 21(4) માં કરવામાં આવેલ છે. વધુમાં કેટલાક કિસ્સાઓમાં જો મામલતદાર કોર્ટ એક્ટ અનુસંધાને ચાલતા દાવા ના કારણે બે પક્ષો વચ્ચે સુલેહ-શાંતિનો ભંગ થશે એવું લાગે તો બંને પક્ષે પોતાની સત્તાની રૂએ ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 107 મુજબ ચેપ્ટર કેસ દાખલ કરીને પણ પગલાં લઈ શકે છે.

સૌથી મહત્વની બાબત :-

● આ અધિનિયમની કલમ 23(1) હેઠળ મામલતદારે કરેલ કોઈપણ હુકમ ઉપર અપીલ થઈ શકશે નહીં. માત્ર જિલ્લા કલેકટર પોતે આ અધિનિયમની કલમ 23(2) મુજબ આવા કોઈ દાવાનું રેકર્ડ માંગવીને તપાસી શકશે અને જો કોઈ કાર્યવાહી કે હુકમ ભૂલ ભરેલો જણાશે તો પક્ષકારોને નોટિસ આપી રૂબરૂ સાંભળીને યોગ્ય તે હુકમ કરી શકશે. ઘણા તાલુકાઓમાં કલેકટરે આ સત્તા પોતાના તાબા હેઠળના નાયબ કલેકટરોને આપવામાં આપેલ હોય છે. આથી મામલતદારના હુકમ સામે નારાજ પક્ષકાર કલમ 23(2) મુજબની રિવિઝન અરજી અહી દાખલ કરી શકે છે.

■ મામલતદાર કોર્ટ એક્ટ એક ખૂબ નાનો પરંતુ અસરકારક અને ખેડૂતોને ઉપયોગી કાયદો છે. મામલતદાર દ્વારા દાવો દાખલ થાય કે તરત આ કાયદાની અમલવારી શરૂ કરી અને તાત્કાલિક નિર્ણય આપી દેવો જોઈએ. કારણકે ઘણા ખેડૂતો વર્ષોથી આ સમસ્યાઓથી પીડાતા હોવાનું ધ્યાને આવેલ છે. ન્યાય સમયસર મળે તો જ ન્યાય કહેવાય બાકી મોડો મોડો મળે એ ન્યાય નહીં પણ અન્યાય કહેવાય. 

વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે તે છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી

 વસિયતમાં કરાયેલ વહેંચણી સમાન છે તે છે કે નહીં તે જોવાનું કામ કોર્ટનું નથી



કેન્દ્રિત કર્યુ હતું. જો કે, બચાવકર્તાઓએ એવી પણ રજૂઆત ઉપસ્થિત કરી હતી કે, વસિયતકર્તાઓને વસિયતની રાહે તેમની મિલકતોનો નિકાલ કરવાનો કોઈ અધિકાર નહોતો, તેમ છતાં, પ્રોબેટ કોર્ટે સીધેસીધી એવા આધાર ઉપર તે • નજમુદ્દીન મેઘાણી નામંજૂર કરી હતી કે, પ્રોબેટ કોર્ટની હકૂમતનો અવકાશ કોઈપણ મિલકત પરત્વેના ટાઈટલના વિવાદી પ્રશ્નોનો નિર્ણય ક૨વાની નહોતો.


ઈપણ વ્યક્તિને પોતાની સ્વપાર્જિત માલિકી ધરાવતી મિલકતો પોતાના મૃત્યુ બાદ પોતાની ઈચ્છા, મનમરજી મુજબ વ્યવસ્થા કરવાનો પૂરેપૂરો હક્ક અને અધિકાર છે અને તેથી વીલ યાને વસિયતનામું બનાવવામાં આવતું હોય છે અને વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો અથવા કોઈપણ સગા-સંબંધી યા ત્રાહિત વ્યક્તિને તેઓની હયાતી બાદના મિલકતના માલિક બનાવતા હોય છે. પરંતુ જ્યારે વીલ કરનાર દ્વારા પોતાના સંતાનો પૈકીના સંતાનોને જ વીલના લાભાર્થી તરીકે નિમણૂક કરી હોય તો તે સિવાયના અન્ય હક્કથી વંચિત રહેલા સંતાનો દ્વારા વીલ યાને વસિયતનામા અંગે શંકાસ્પદ સંજોગો હોવાનું દર્શાવી અને પોતાનો હિસ્સો મિલકતોમાં લાગતો હોવાની અને સરખા પ્રમાણમાં તેવો હિસ્સો મેળવવા હક્કદાર હોવા અંગે તર-તકરારો થતી હોય છે. તેવા સંજોગોમાં વીલ સિયતનામા અંગે વીલના લાભાર્થી દ્વારા સક્ષમ કોર્ટ રૂબરૂ શંકાસ્પદ સંજોગોના કારણ ઉપસ્થિત કરી વીલને પડકારવામાં આવતું હોય છે. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે. શું વસિયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહી. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી. તેવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટ (ખંડપીઠ) દ્વારા સ્વર્ણલથા અને બીજાઓ વિરુદ્ધ કલાવથી અને બીજાઓ, સિવિલ અપીલ નં.: ૧૫૬૫/૨૦૨૨ના કામે તા.૩૦-૦૩-૨૦૨૨ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આ કેસની ટૂંકમાં હકીકત મુજબ માતા આધિલક્ષ્મીયામ્મલ તા.૧૪-૦૮-૧૯૯૫ નાં રોજ અવસાન પામી હતી. તેણીએ પોતે ખરીદેલ મિલકતો અને તે મિલકતો, કે જે તેણીએ પોતાના મામા પાસેથી મેળવી હતી. તેઓનું ઉત્તરદાન તેણીના બે દીકરાઓની તરફેણમાં કરતી તા. ૩૦-૦૧-૧૯૯૫ નાં રોજની વસિયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને એવા આધાર ઉપર કોઈ હિસ્સો આપવામાં આવ્યો નહોતો કે, તેણી માટે પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં જોગવાઈઓ કરવામાં આવી હતી.

તેમજ પિતા મન્નાર રેડ્ડીયાર તા.૦૮૦-૦૮-૨૦૦૦ નાં રોજ અવસાન પામ્યા હતાં. તેઓએ તેમના બે દીકરાઓકરનારની માનસિક સ્થિતિ યોગ્ય સાક્ષીઓ અને યોગ્ય રીતે તેમજ તેમના પૌત્ર-પૌત્રીઓની તરફેણમાં તેમની મિલકતોનું ઉત્તરદાન કરતી તા.૧૦-૧૨-૧૯૯૮નાં રોજની વિસયત પાછળ છોડી હતી. દીકરી કલાવથીને આ સિયત હેઠળ પણ કોઈ મિલકત જ્ઞળવવામાં આવી નહોતી.


ત્યારબાદ, દીકરી કલાવથી અને વસિયતાઓના હયાત દીકરા વી.એમ.સિવાકુમારે ડિસ્ટ્રિકટ મુન્સીફ કોર્ટ, પુનામલ્લીની ફાઈલ ઉપર ઓ.એસ.નં. ૩૮૭/૨૦૦૫ વાળો દાવો વિભાજન માટે દાખલ કર્યો હતો. તે અંગે જાણ થવા ઉપર હાલનાં અપીલકર્તાઓ-લાભાર્થીઓએ મન્નાર રેડ્ડીયાર અને અધિલમીયામ્મલની વસિયતોના પ્રોબેટ મંજૂર કરવા માટે અધિનિયમની કલમો ૨૭૦, ૨૭૬ અને ૨૮૯ હેઠળ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ, વેલ્લોરની ફાઈલ ઉપર પ્રોબેટ મૂળ અરજી નં.૧/૨૦૦૫ વાળી અરજી દાખલ કરી હતી. તે અરજીનો વસિયતકર્તાની દીકરી અને બીજા દીકરા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, તા. ૦૭-૦૬-કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ વારસો વચ્ચે વાજબી ૨૦૧૦નાં રોજના ચુકાદા વડે ડિસ્ટ્રિકટ કોર્ટે બંને વસિતોનું


પ્રોબેટ મંજૂર કર્યું હતું. પ્રોબેટ કોર્ટ સમક્ષ બચાવકર્તાઓએ તેમનું ધ્યાન બંને વસિયતોની આસપાસના તથા કયિત શંકાસ્પદ સંજોગો ઉપર

વસિયતકર્તાઓ સ્વસ્થ અને નિર્ણયાત્મક મન:સ્થિતિમાં નહોતા, હાઈકૉર્ટે તેમના દ્વારા વેઠવામાં આવેલ બીમારીઓનો પ્રકાર નહીં છતો કરવા બદલ અપીલકર્તાઓને કસૂરવાર ઠરાવ્યા હતાં. કુદરતી વારસો પૈકીના એકને ઉત્તરદાનમાંથી બાકાત કરવાનું કૃત્ય પોતે આપમેળે જ એવું ઠરાવવાનો આધાર બની શકે નહી કે, શંકાસ્પદ સંજોગો છે.

વિસયત કરાયાની આસપાસના શંકાસ્પદ સંજોગોને સંબંધિત કાયદો પહેલાંથી જ સુપ્રસ્થાપિત છે અને તેને પુનરાવર્તિત કરવાની કોઈ જરૂર નથી. કોર્ટના તાજેતરના નિર્ણયો પૈકીના એક કવિતા કાનવર વિ. શ્રીમતી પામેલા મહેતા, ૨૦૨૦ એ.આઈ.આર(સુ.કો) ૫૪૪ ના કેસનો સંદર્ભ આપીએ તો તેટલું પૂરતું છે, કે જેમાં આ કોર્ટે છેક એચ. વેંકટાચલા આયંગર વિ. બી. એન. ચિમ્માજમ્મા, ૧૯૫૯ યાનેએ.આઈ.આર(સુ.કો) ૪૪૩થી શરૂ કરીને અગાઉના લગભગ તમામ નિર્ણયોનો સંદર્ભ લીધો હતો. પરંતુ એવા કેસો, કે જેમાં શંકાનું સર્જન કરવામાં આવ્યું હોય, તે મોટેભાગે એવા કેસો છે, કે જ્યાં વસિયતકર્તાની સહી અંગે વિવાદ હોય અથવા તો વસિયતકર્તાની માનસિક ક્ષમતા અંગે પ્રશ્ન કરવામાં આવેલ હોય. આ બાબત એ હકીકત ઉપરથી જોઈ શકાય કે, કવિતા કાનવરના ઉપર ટાંકેલ) કેસમાં સંદર્ભિત આ કોર્ટના લગભગ તમામ અગાઉના નિર્ણયો એવા સંજોગોની યાદી આપે છે. કે જે વસિયતકર્તાની સ્વસ્થ અને અનિર્ણયાત્મક મનઃસ્થિતિના પરિપેક્ષમાં શંકાસ્પદ સંજોગો બન્યા હતાં. વસિયત કરાયાની હકીકતની પ્રમાણભૂતતાને તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વિસયતકર્તા દ્વારા કરવામાં આવેલ વહેંચણ તેમના તમામ બાળકો વચ્ચે વાજબી અને સમન્યાયી હતી કે નહીં. કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ ૧૪ લાગુ પાડતી નથી.

ઉપરોક્ત જણાવ્યા મુજબ નામદાર વરિષ્ઠ કોર્ટના જુદા- જુદા ચુકાદાઓમાં આપવામાં આવેલ તારણોનું અભ્યાસ કરતા જાણી શકાશે કે, કોઈપણ વ્યક્તિ પોતાની હયાતીમાં સ્વપાર્જિત ધારણ કરેલ મિલકત વીલમાં મિલકતની વહેંચણી પોતાની મરજી અને ઈચ્છા મુજબ કરી શકે છે અને વ્યક્તિના મરણ બાદ જો તેવું વીલ સક્ષમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવે તો તેવી કોર્ટે વીલની કાયદેસરતા ચકાસી ન્યાય-નિર્ણય કરવાનો રહે છે. જેમ કે, વીલમાં કરવામાં આવેલ સહી, વીલ સહીઓ થયેલ, શંકાસ્પદ સંજોગો વિગેરે કાયદેસર વીલ માટે જે કંઈ મુદ્દાઓ ચકાસવાના હોય તે મુદ્દા ચકાસવાની નામદાર કોર્ટને હકુમત રહેલ છે. પરંતુ મરનાર વ્યક્તિએ વીલમાં પોતાની મિલકતો કોને કેટલા પ્રમાણમાં આપી છે તે અંગે પ્રમાણભૂત નકકી કરવાનું નામદાર કોર્ટને હકુમત નથી. વ્યક્તિ પોતાની મિલકતને પોતાની મરજી મુજબ વહેંચણ કરવાનું ફરમાવ્યું હોય ત્યારે તેવી વહેંચણ અયોગ્ય, અસમાન, અકુદરતી કે અસમન્યાયી હોવાનું તારણ આપવાની નામદાર કોર્ટને હકુમત રહેલ નથી. આમ, મરનાર વ્યક્તિ વીલમાં પોતાના વારસદારો પૈકી કોઈકને ઓછું કે આપવાથી બાકાત કર્યા હોવાથી તે વીલ શંકાસ્પદ હોવાનું નામદાર કોર્ટ ઠરાવી શકે નહી. આમ, જ્યારે વીલ યાને વસિયતનામા અંગેની સત્યતા તપાસવાની બાબતમાં કોર્ટ માટે એ જોવાનું કોઈ સ્થાન નથી કે, શું વસિયતકર્તા દ્વારા અને સમન્યાયી હતી કે નહીં, કોર્ટ વસિયત હેઠળની મિલકત વ્યવસ્થા પરત્વે આર્ટિકલ-૧૪ ભાગુ પડતી નથી. (લેન્ડ ઝ જજમેન્ટસ, વોલ્યૂમ-૧, ઈશ્યૂ-૩, માર્ચ-૨૦૧૩, પાનાનં.૨૨૭)

3.04.2024

મિલકત ગીરો મૂકનારના હક્ક અને તેની જવાબદારીઓ કેવી હોય છે?

 

ગીરો છોડાવવાનો હક્ક ચાલુ હોય ત્યાં સુધી ગીરો મૂકનારને માલિકી હક્કના દસ્તાવેજો તપાસવા, તેની નકલો લેવાનો હક્ક મળે છે


મિલકત તબદિલી અધિનિયમમાં ગીરો (મોરગેજ)ને લગતી જોગવાઈઓ વિશે જોઈશું.

ગીરો મૂકનારનો ગીરો છોડાવવાનો હકકઃ મુદ્દલ રકમ લેણી થયા પછી ગીરો મૂકનાર યોગ્ય સમયે અને સ્થળે ગીરોની રકમ ચૂકવે અથવા આપવા માટે ઘરે તેને, (ક) ગીરોદારના કબજામાં હોય તે ગીરોખત અને ગીરો મૂકેલી મિલકત સંબંધી તમામ દસ્તાવેજો પોતાને સોંપી દેવાનો, (ખ) ગીરો મૂકેલી મિલકત ગીરોદારના કબજામાં હોય ત્યારે તેનો કબજો પોતાને સોંપી દેવાનો અને (ગ) પોતાને ખર્ચે પોતાને અથવા પોતે આદેશ કરે તેને ગીરો મૂકેલી મિલકત ફરી તબદિલ કરી આપવાની અથવા ગીરોદારને તબદિલ કરી આપેલું પોતાનું હિત ઘટાડતો તેનો હક્ક નષ્ટ થાય છે એવો લેખિત સ્વીકાર કરી આપવાની અને (રજિસ્ટર કરેલા લખાણથી ગીરો કરી આપ્યું હોય ત્યારે) તેવો સ્વીકાર રજિસ્ટર કરી આપવાની ગીરોદારને ફરજ પાડવાનો હકક છે. પરંતુ આ કલમથી આપેલો હકક પક્ષકારોના કોઈ કાર્યથી અથવા કોઈ ન્યાયાલયના હુકમનામાથી નષ્ટ થયો હોવો જોઈએ નહિ.

આ કલમથી આપેલો હક્ક ગીરો છોડાવવાનો હકક કહેવાય અને તેનો અમલ કરવા માટેનો દાવો, ગીરો છોડાવવા માટેનો દાવો કહેવાય.

મુદ્દલ રકમ ચૂકવવા માટે નિયત કરેસો સમય વીતી જવા દેવામાં આવ્યો હોય અથવા એવો કોઈ સમય નિયત થયેલો ન હોય તો તે રકમ ચૂકવાતાં કે ધરાતાં પહેલાં ગીરોદાર વાજબી નોટિસ માટે હક્કદાર રહેશે એવી મતલબની કોઈ જોગવાઈ આ કલમના કોઈપણ મજકુરથી ગેરકાયદેસર બને છે એમ ગણાશે નહિ.

ગીરો મૂકેલી મિલકતનો અમુક ભાગ છોડાવવા બાબતઃ કોઈ ગીરોદારે અથવા એકથી વધુ ગીરોદાર હોય ત્યારે તમામ ગીરોદારોએ  કોઈ ગીરો મૂકનારનો હિસ્સો પૂરેપૂરો અથવા અંશતઃ સંપાદિત કર્યો હોય તે સિવાયના કોઈપણ દાખલામાં, ગીરો મૂકેલી મિલકતના કોઈ હિસ્સા પૂરતું જ હિત ધરાવતી વ્યકિત, ગીરોની રૂએ લેણી રહેતી રકમનો પ્રમાણસર ભાગ ચૂકવે, એટલે તેને આ કલમના કોઈ મજકુરથી, ફક્ત પોતાનો હિસ્સો ગીરોમાંથી છોડાવવાનો હક્ક મળે છે એમ ગણાશે નહિ.

ગીરો મૂકનારને ફરી તબદિલ કરી આપવાને બદલે ત્રાહિત વ્યક્તિને તબદિલ કરી આપવાની જવાબદારીઃ (૧) ગીરો મૂકનાર ગીરો છોડાવવા હક્કદાર હોય ત્યારે તે શરતનું પાલન કરવાથી ફરી તબદિલ કરી આપવાની ફરજ પાડવા પોતે હક્કદાર થતો હોય તે શરતનું પાલન થયે ગીરો મૂકેલી મિલકત પોતાને ફરી તબદિલ કરી આપવાને બદલે પોતે આદેશ કરે તે ત્રાહિત વ્યક્તિને ગીરોનું લેણું નામફેર કરી આપવાની અને ગીરો મૂકેલી મિલકત તબદિલ કરી આપવાની ગીરોદારને તે ફરજ પાડી શકશે અને ગીરોદાર તદનુસાર નામફેર અને તબદિલ કરી આપવા બંધાયેલ રહેશે.

(ર) આ કલમથી આપેલા હક્ક ગીરોદારને અથવા કોઈપણ બોજો ધરાવનારને મળે છે અને તેઓ તે હક્કનો અમલ કરાવી શકે છે પરંતુ બોજો ધરાવનારની માગણી ગીરો મૂકનારની માગણી ઉપર પ્રવર્તશે અને બોજો ધરાવનારા વચ્ચેનો પ્રશ્ન હોય ત્યાં સુધી અગાઉનો બોજો ધરાવનારની માગણી પછીના બોજો ધરાવનારની માગણી ઉપર પ્રવર્તશે.

(૩) જે ગીરોદાર પાસે કબજો હોય અથવા રહ્યો હોય તેની બાબતમાં આ કલમની જોગવાઈઓ લાગુ પડતી નથી. 

દસ્તાવેજો તપાસવા અને રજુ કરાવવાનો હક્કઃ પોતાનો ગીરો છોડાવવાનો હક્ક ચાલુ હોય ત્યાં સુધી ગીરો મૂકનાર કોઈપણ વાજબી સમયે તેની ઈચ્છા હોય તો તેને ખર્ચે અને ગીરોદારને તે આ માટેનું ખર્ચ અને ખરાજાત ચૂકવે એટલે, ગીરો મૂકેલી મિલકત સંબંધી માલિકી હક્કના જે દસ્તાવેજો ગીરોદારના હવાલામાં કે અધિકારમાં હોય તે તપાસવા અને તેની નકલો અથવા તેની નકલો અથવા તેની તારીજ કરી લેવા અથવા તેમાંથી ઉતારો કરી લેવા હક્કદાર રહેશે.

અલગ અથવા એક સાથે ગીરો છોડાવવાનો હકકઃ કોઈ ગીરો મૂકનારે એક જ ગીરોદારની તરફેણમાં બે કે વધુ ગીરો કરી આપ્યા હોય ત્યારે, એથી વિરુદ્ધ કરાર ન હોય તો, તેમાંના બે કે વધુ ગીરોની મુદ્દલ રકમ લેણી થાય ત્યારે, તે એવો કોઈ એક ગીરો અલગ છોડાવી શકશે અથવા એવા બે કે વધુ ગીરો એક સાથે છોડાવી શકશે.

કબજો પાછો મેળવવાનો ભોગ્ય ગીરો મૂકનારનો હક્કઃ ભોગ્ય ગીરોની બાબતમાં, (ક) ગીરો મૂકેલી મિલકતના ભાડાં અને નફામાંથી ગીરોની રકમ વસૂલ લેવાનો ગીરોદારને અધિકાર આપવામાં આવ્યો હોય અને આવી રકમ તેણે વસુલ કરી હોય ત્યારે, (ખ) ગીરોની રકમનો ફક્ત કોઈ ભાગ એવા ભાડાં અને નફામાંથી તેના કોઈ ભાગમાંથી વસૂલ લેવાનો ગીરોદારને અધિકાર આપવામાં આવ્યો હોય અને ગીરોની રકમ ચૂકવવા માટે કોઈ મુદ્દત ઠરાવી હોય તો તે પૂરી થઈ હોય અને ગીરો મૂકનાર ગીરોદારને ગીરોની રકમ અથવા ગીરોની બાકી રકમ ચૂકવે અથવા આપવા માટે ઘરે અથવા આ અધિનિયમમાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે ન્યાયાલયમાં અનામત મૂકે ત્યારે ગીરો મૂકનારને ગીરોદારના કબજામાં કે અધિકારમાં હોય તે ગીરોખત અને ગીરો મૂકેલી મિલકત સંબંધી તમામ દસ્તાવેજો સાથે તે મિલકતનો કબજો પાછો મેળવવાનો હક્ક છે.

ગીરો મૂકેલી મિલકતમાં થયેલી અનુવૃદ્ધિઃ ગીરોદારના કબજામાં હોય તેવી ગીરો મિલકતમાં ગીરો ચાલુ હોય તે દરમિયાન અનુવૃદ્ધિ થઈ હોય ત્યારે, ગીરો મૂકનાર ગીરો છોડાવે એટલે, વિરુદ્ધનો કરાર ન હોય તો, ગીરોદારની વિરૃદ્ધ એવી અનુવૃદ્ધિ માટે તે હકકદાર રહેશે.

તબદિલ થયેલી માલિકીની રૂએ સંપાદિત કરેલી અનુવૃદ્ધિઃ એવી અનુવૃદ્ધિ ગીરોદારના ખર્ચે સંપાદિત કરવામાં આવી હોય અને મૂળ મિલકતને નુક્સાન કર્યા વગર તે અલગ રીતે કબજામાં રાખી શકાય અથવા ભોગવી શકાય તેમ હોય ત્યારે, ગીરો મૂકનાર તે અનુવૃદ્ધિ મેળવવા ઈચ્છે તો તેણે ગીરોદારને અનુવૃદ્ધિ સંપાદિત કરવાનું ખર્ચ ચૂકવવું પડશે. એવો અલગ કબજો કે ભોગવટો શક્ય ન હોય, તો સદરહુ અનુવૃધ્ધિ મિલકતની સાથે સોંપી દેવી જોઈશે અને મિલકતને નાશ પામતી અથવા જપ્ત થતી અથવા વેચાણ થતી અટકાવવા સદરહુ અનુવૃદ્ધિ સંપાદિત કરવી પડેલ હોય અથવા ગીરો મૃકનારની સંમતિથી તે સંપાદિત કરવામાં આવી હોય ત્યારે ગીરો મૂકનારે મુદ્લ રકમ ઉપરાંત સદરહુ અનુવૃદ્ધિનું યોગ્ય ખર્ચ, મુદ્લ રકમ ઉપર ચૂકવવાના વ્યાજના દરે અથવા એવો કોઈ દર નક્કી થયો ન હોય ત્યારે નવ ટકાના દરે થતા વ્યાજ સાથે ચૂકવવું જોઈશે.

છેવટમાં જણાવેલા પ્રસંગે, અનુવૃદ્ધિ થવાથી નફો થયો હોય તો તે ગીરો મૂકનારને ખાતે જમા કરવો જોઈશે. ભોગ્ય ગીરો હોય અને ગીરોદારના ખર્ચે અનુવૃદ્ધિ કરવામાં આવી હોય ત્યારે, તે અનુવૃદ્ધિને કારણે થાય તે નફો, વિરુદ્ધનો કરાર ન હોય તો, એ રીતે ખર્ચેલી રકમ ઉપર ચૂકવવાનો હોય તે વ્યાજ પેટે મજરે લેવો જોઈશે.

ગીરો મિલકતમાં સુધારોઃ (૧) ગીરોદારના કબજામાં હોય તેવી ગીરો મિલકતમાં ગીરો ચાલુ હોય તે દરમિયાન સુધારો કરવામાં આવ્યો હોય ત્યારે, ગીરો મૂકનાર તેને છોડાવતી વખતે, વિરુદ્ધનો કરાર ન હોય તો, તે સુધારા માટે હક્કદાર છે, અને પેટા (૨)માં જોગવાઈ કરેલા પ્રસંગો સિવાયના કોઈ પ્રસંગે તેનું ખર્ચ આપવા માટે ગીરો મૂકનાર જવાબદાર થશે નહિ.

(૨) ગીરોદારના ખર્ચે એવો સુધારો કરવામાં આવ્યો હોય અને મિલકતને નાશ પામતી અથવા ખરાબ થતી અટકાવવા માટે અથવા જામીનગીરી અપૃરતી થતી અટકાવવા માટે તે કરવો જરૂરી હોય અથવા કોઈ રાજ્ય સેવકના અથવા જાહેર સત્તાધિકારીના કાયદેસર હુકમનું પાલન કરવા માટે તે કરવામાં આવ્યો હોય ત્યારે ગીરો મૂકનાર, વિરુઘ્ધનો કરાર ન હોય તો, મુદ્દ રકમ ઉપરાંત તેનું વાજબી ખર્ચ, મુદ્લ રકમ ઉપર ચૂકવવાપાત્ર વ્યાજના દરે અને એવો દર નકકી કરવામાં આવ્યો ન હોય ત્યારે નવ ટકા (૯%) ના દરે વ્યાજ સાથે, ચૂકવવા માટે જવાબદાર રહેશે અને તે સુધારાના કારણે કંઈ નફો થાય તો તે ગીરો મૃકનારને જમા આપવો જોઈશે.

નોંધઃ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે(૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

3.02.2024

ભાગીદાર પેઢીનું કરાવેલું રજિસ્ટ્રેશન ક્યારે ઉપયોગી બની રહે છે?

 

ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાની વહેંચણી કેવી રીતે કરવી ?




તમારી જમીન,  તમારી મિલકત |

 નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતીય ભાગીદારી અધિનિયમ-૧૯૩ર૨ હેઠળ ભાગીદારી અંગેની જોગવાઈ વિષે આ લેખમાં અભ્યાસ કરીશું.

ભાગીદારી પેઢીના દસ્તાવેજ : જ્યારે કરાર કરવા માટે સક્ષમ વ્યક્તિઓ સંયુક્તપણે રીતે કોઈ ધંધો કરવા માટે સંમત થાય ત્યારે પક્ષકારો વચ્ચે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારીમાં બે કે તેથી વધારે વ્યક્તિઓ પોતાનાં નાણાં રોકવા માટે તથા પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા માટે તથા ધંધામાંનો નફો તથા નુકસાન વહેંચવા માટે સંમત થાય તેવી વ્યક્તિઓ વચ્ચેનો આ કરાર બને છે.

ભાગીદારીની વ્યાખ્યાભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં વ્યક્તિઓ મહેનત, મિલકત તથા કૌશલ્યનું ધંધામાં રોકાણ કરીને તે દ્વારા થતા નફા/નુકસાનને વહેંચવાની માટે સંમત થાય છે. ભાગીદારી વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા બધા વતી કોઈ દ્વારા ચાલતા ધંધામાંનો નફો વહેંચી લેવા માટે સંમત થાય છે. આમ વ્યક્તિઓ વચ્ચેની આવી સમજુતી ભાગીદારી તરીકે ઓળખવામાં આવે છે.

ભાગીદારીનાં આવશ્યક તત્વો : ભાગીદારી પેઢીનાં આવશ્યક તત્વો નીચે મુજબ છે. (૧) બે અથવા બેથી વધારે વ્યક્તિઓ હોવી જોઈએ. (૨) સમજુતી હોવી જોઈએ. (૩) ધંધો કરવા માટે જગ્યા / સ્થળ હોવું જોઈએ. (૪) ભાગીદારો વચ્ચે નફો નુકસાનની વહેંચણી થવી જોઈએ. (૫) એજન્સીનું તત્વ હોવું જોઈએ. (૬) તમામ અથવા તમામ વતી કોઈ એક ધંધાનું સંચાલન કરતો હોવો જોઈએ.

ભાગીદારની ફરજો અને અધિકારો : ભાગીદારી ધંધામાં ભાગીદાર તરીકે કાર્ય કરતા વ્યક્તિઓની ફરજોને બે વિભાગમાં વિભાજિત કરવામાંઅ આવેલ છે. (૧) મૂળભૂત ફરજો અને (૨) સામાન્ય ફરજો.

મૂળભૂત ફરજો ભાગીદારીના ધંધાને ટકાવી રાખવા માટે અગત્યની છે. (૧) ભાગીદારી પેઢીના મહત્તમ લાભ માટે વર્તવું. (૨) ભાગીદારી પેઢીને ન્યાયી અને વફાદાર રહેવું. (૩) ભાગીદારી પેઢીના હિસાબો રાખવા. (૪) ભાગીદારી પેઢીને માહિતી પુરી પાડવી. (૫) ભાગીદારી  પેઢીને દગાથી થયેલું નુકસાન ભરપાઈ કરવું.

ભાગીદારી પેઢીના ભાગીદારની સામાન્ય ફરજો:

(કલમ-૧૨/બી, ૧૩/એફ, ૧૫, ૧૬/એ તથા ૧૬/ બી)

(૧) ભાગીદારી પેઢીના ભાગીદારો પોતાની ફરજ યોગ્ય રીતે તથા મહેનતથી બજાવવી. (૨) ભાગીદારી પેઢીના ભાગીદારની બેદરકારીથી થયેલું નુકસાન ભરપાઈ કરવું. (૩) ભાગીદારી પેઢીના ભાગીદારે પેઢીની મિલકતનો અંગત ઉપયોગ ન કરવો. (૪) ભાગીદારી પેઢીના નામથી નફો મેળવ્યો હોય તો પેઢીમાં જમા  કરાવવો. (૫) ભાગીદારી પેઢીની હરિફાઈમાં ધંધો ન કરવો. ભાગીદારોના અધિકારોઃ ભાગીદારી પેઢીના ભાગીદારો પોતાના અધિકારો કરાર દ્વારા નક્કી કરી શકે છે. અલબત્ત કરાર દ્વારા ભાગીદારોએ પોતાના અધિકારો નિયત ન કરેલા હોય તો કલમ-૧૨ થી ૧૬ માં દર્શાવ્યા પ્રમાણેના અધિકારો પ્રાપ્ત થશે.

(૧) ભાગીદારી પેઢીના સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર. (૨) ભાગીદારી પેઢીના હિતમાં અભિપ્રાય આપવાનો અધિકાર. (૩) ભાગીદારી પેઢીના હિસાબો તપાસવાનો અધિકાર. (૪) ભાગીદારી પેઢીના નફા/નુક્શાનમાં ભાગ લેવાનો અધિકાર. (૫) ભાગીદારી પેઢીને આપેલ ઉછીની મૂડી પર વ્યાજ લેવાનો અધિકાર. (૬) નુકસાન વળતર મેળવવાનો અધિકાર. (9) ભાગીદારીમાંથી નિવૃત્ત થવાનો અધિકાર (૮) પેઢીમાં ચાલુ રહેવાનો અધિકાર.

ભાગીદારીના પ્રકારો(૧) સમય મર્યાદાની રીતે તથા (૨) ધંધા કાર્યક્ષેત્રની રીતે, સમય મર્યાદાની રીતે (અ) ઈચ્છાધીન ભાગીદારી. એટલે કલમ--9 અન્વયે ભાગીદારીનો સમય નક્કી કરવામાં આવેલ ન હોય તો કોઈપણ ભાગીદાર નોટીસ આપીને ભાગીદારીનું વિસર્જન માગી શકે છે.

ધંધાના કાર્યક્ષેત્રની દૃષ્ટિએ ભાગીદારી

(૧) ચોક્કસ સાહસ માટે ભાગીદારી તથા (૨) સામાન્ય ભાગીદારી

ભાગીદારીના પ્રકારો : ભાગીદારીના પ્રકારો નીચે પ્રમાણે છે.

સામાન્ય કે સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર તેમજ નામનો, નફાનો, પેટા, હોર્લ્ડીંગ આઉટ અને સગીર ભાગીદાર 

ભાગીદારી પેઢીનું રજિસ્ટ્રેશન ઃ ભાગીદારી અધિનિયમથી ભાગીદારી પેઢીની નોંધણીને ફરજિયાત બનાવવામાં આવેલ નથી. બિનરજિસ્ટ્રેશન દેવુ કબુલવા સંબંધિત ગેરલાયકાત ગણાય. પેઢીનું રજિસ્ટ્રેશન પેઢી જે વિસ્તારમાં આવેલ હોય તે ત્યાંના રજિસ્ટ્રાર ઓફ ફર્મને અરજી કરીને કરાવી શકાય છે,

જેમાં મુખ્યત્વે નીચેની વિગતો જણાવવાની હોય છે.

(૧) નામ, (૨) સરનામું (૩) ધંધાની અન્ય શાખાનું નામ, સરનામું (૪) ભાગીદારોના નામ-સરનામા

(૫) ભાગીદારી દસ્તાવેજ (૬) નોંધણી માટેની જરૂરી ફી તથા પેઢીની મુદ્ત જણાવતું નિયત નમુનાનું નિવેદન વિગેરે દસ્તાવેજો રજુ કરવાના હોય છે.

પેઢીની બિનનોંધણીની અસર: ભારતમાં ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી. ભાગીદારી પેઢી નોંધણી કરાવ્યા સિવાય કોઈ પણ વ્યવહાર કરાવી શકે છે. જે ગેરકાયદે બનતું નથી. ભાગીદારી પેઢીની નોંધણી અંગે પ્રકરણ-૭ માં જોગવાઈ કરવામાં આવી છે તે પ્રમાણે દરેક ભાગીદારીના સહી તથા સરનામા સહિત રજિસ્ટ્રાર ઓફ ફર્મ સમક્ષ નોંધણીનું ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર બાદ ભાગીદારી પેઢીની નોંધણી કરવામાં આવે છે. 

બિન નોંધણીની અસરો નીચે પ્રમાણે છે: (૧) જો ભાગીદારી પેઢીની નોંધણી કરવામાં આવી ન હોય તો કરારથી ઉત્પન્ન થતા અધિકારો માટે કે ભાગીદારીના કાયદા અન્વયે પ્રાપ્ત થતા અધિકારો માટે પેઢી વિરુઘ્ધ ભાગીદાર દાવો કરી શકે નહીં.

(૨) ત્રાહિત વ્યક્તિ સાથે થયેલા કરારના આધારે પ્રાપ્ત થતા અધિકારો માટે અદાલતમાં દાવો કરી શકાતો નથી. વિસર્જિત થયેલી ભાગદારી પેઢીના હિસાબો અંગે : જ્યારે ભાગીદારી પેઢીનું કોઈ કારણસર વિસર્જન થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાની વહેંચણી કરવી અનિવાર્ય બને છે. અલબત્ત કોઈ એક વ્યકિત મિલકત કે દેવાની જવાબદારીનો સ્વીકાર કરી શકે છે, જેની અસર ત્રાહિત પર થતી નથી. કલમ-૪૯ માં ભાગીદારી પેઢીના હિસાબોની પતાવટ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. જ્યારે ભાગીદારો વચ્ચે સમજુતીથી હિસાબોની પતાવટ કરે તો આ જોગવાઈ લાગુ પડતી નથી.

અલબત્ત સમજુતી સિવાય હિસાબો કરવામાં આવે તો કલમ-૪૮ અનુસાર ભાગીદારી પેઢીની મિલકત અને દેવાના હિસાબ કરવાના રહેશે.

ખોટ અંગેના નિયમો: પ્રથમ ભાગીદારી પેઢીના ચોખ્ખા નફામાંથી ખોટ બાદ કરવાની રહેશે, જ્યારે નફા કરતાં ખોટ વધારે હોય તેવા સંજોગોમાં ભાગીદારી પેઢીના મૂડીમાંથી ખોટ બાદ કરવાની રહેશે. અલબત્ત ભાગીદારી પેઢીની મૂડીમાંથી ખોટ ભરપાઈ થઈ શકે તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતમાંથી વહેંચણીના પ્રમાણમાં ખોટ પુરી કરવામાં આવશે.

મિલકત અંગેના નિયમો: ભાગીદારી પેઢીની મિલકતમાંથી ભાગીદારી પેઢીનાં દેવાં ચુકવવામાં આવશે અને ત્યારબાદ મિલકત વધે તો ભાગીદારી પેઢીએ લીધેલા ધીરાણને પરત કરવાનું રહેશે અને ત્યારબાદ મિલકત વધે તો ભાગીદારને વધેલી મુડી ચુકવવાની રહેશે. ભાગીદારી અધિનિયમની કલમ-૪૯ માં જણાવ્યા મુજબ ભાગીદારી પેઢીની મિલકતનો ઉપયોગ ભાગીદારી પેઢીના અંગત દેવા ચુકવવા માટે થશે. અલબત ભાગીદારોની અંગત મિલકત પણ ભાગીદાર પેઢીનાં દેવાં ચુકવવા માટે જવાબદાર છે. પરંતુ ભાગીદારની અંગત મિલકતેમાંની પ્રથમ ભાગીદારનું અંગત દેવું ચુકવવામાં આવશે અને ત્યારબાદ વધે તો ભાગીદારી પેઢીનું દેવું ચુકવવા સદર મિલકત જવાબદાર બનશે.

નોંધઃ-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સુચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

3.01.2024

સહકારી મંડળીઓના અધિનિયમ 1991માં સુધારો-2024

 

હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ-કમિટીની મનમાની નહીં ચાલે, સહકારી મંડળીઓના અધિનિયમ 1991માં સુધારો

કાયદામાં કલમ-159(ક)ની જોગવાઈનો ઉમેરો કરવાથી રાજ્ય સરકાર ટ્રાન્સફર ફી બાબતે નિયમોમાં જોગવાઈ કરી શકશે

અધિનિયમની કલમ-6 અને 8 મુજબ સહકારી મંડળીઓની નોંધણી મેં 10 વ્યક્તિઓની નોંધણી ફોર્મમાં સહી કરવી જરૂરી




હવે આઠ વ્યક્તિની સહીથી હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે

રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960માં કેટલાક સુધારા કરતું વિધેયક વિધાનસભામાં મંજૂર કરાવ્યું છે. આ વિધેયક અંગે તેમણે સભાગૃહમાં કહ્યું હતું કે અધિનિયમની કલમ-6 અને 8 મુજબ સહકારી મંડળીઓની નોંધણી મેં 10 વ્યક્તિઓની નોંધણી ફોર્મમાં સહી કરવી જરૂરી છે. સહકારી કાયદાની જોગવાઈને કારણે 10થી ઓછા યુનિટમાં સહકારી મંડળીની નોંધણી થઈ શકતી નથી. જેથી નાગરિકોની સરળતા માટે હાઉસીંગ સોસાયટીની નોંધણી સમયે નોંધણી ફોર્મમાં 10ની બદલે 8 વ્યક્તિઓની સહીથી પણ હાઉસીંગ વિક્તઓના સોસાયટીની નોંધણી થઈ શકે તે માટે સહકારી કાયદામાં સુધારો કરાયો છે.

સેક્રેટરી કે કમીટી પોતાની મનમાનીથી ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં

રાજ્યમાં દર વર્ષે 1500 સોસાયટીની નોંધણી થાય છે જેમાં સભાસદને મકાન વેચવાનું થાય છે ત્યારે ટ્રાન્સફર ફી ભરવી પડે પડે છે પરંતુ જોગવાઈ ન હોવાથી સોસાયટી લોકોને મજબૂર કરી મનફાવે તેટલી ફી ઉઘરાવતી હોય છે પરંતુ હવે કાયદામાં કલમ-159(ક)ની જોગવાઈનો ઉમેરો કરવાથી રાજ્ય સરકાર ટ્રાન્સફર ફી બાબતે નિયમોમાં જોગવાઈ કરી શકશે અને જેના કારણે સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી કે કમીટી પોતાની મનમાનીથી ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં કે વસુલ કરી શકશે નહીં. સહકારી મંડળીઓ જ્યારે ધિરાણ કરે ત્યારે આપેલી લોન ઘણીવાર પરત આવતી નથી. આ મંડળીઓ માટે ડૂબત લેણા ફંડ રાખવું તેવી કલમ 67(ક)માં જોગવાઈ કરાઈ છે. વસૂલ ન થઈ શકે તેવી લોન સામે આવા ફંડમાંથી માંડવાળ કરવાની રહે છે. પરંતુ કાયદામાં મંજૂરીથી જ આવી માંડવાળ કરવી તેવી જોગવાઈ હોવાથી માંડવાળના કેસોમાં મંજૂરી લેવી પડે છે પરંતુ હવે સરકાર જે સત્તાધિકારી નક્કી કરે તે ડૂબત લેણા ફંડના વપરાશ માટે મંજૂરી આપી શકશે.

10 વર્ષ પછી સરકાર મુદ્દત વધારી આપે તેવી જોગવાઈ કરવામાં આવી

અધિનિયમની કલમ-110(ચ)ની હાલની જોગવાઈ મુજબ રાજ્ય રાજ્યમાં કોઈ પણ સહકારી મંડળી ફડચામાં જાય છે ત્યારે કેન્દ્ર કે રાજ્ય સરકારનું લેણું RBI દ્વારા આપવામાં આવેલ થાપણ વિમાની રકમ, મંડળીના કર્મચારીઓના બાકી લેણાં, સ્થાનિક સત્તામંડળને ચુકવવાના વેરા, કોર્ટ કેસ અન્વયે બાકીદારને ચુકવવાના લેણા જેવા મંડળીના ચૂકવવાના દેવા બાબતે કોને અગ્રતા આપવી તેવી જોગવાઈ હાલ કાયદામાં નથી, પરંતુ ફડચા અધિકારીઓ દ્વારા આ દેવા ચૂકવવા માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. જેથી આ જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવેલ ફડચા હેઠળની સહકારી બેંકો તથા તથા કુડ્યા ફડચા મંડળીઓમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસો થયેલા છે. ફડચા હેઠળની મંડળીઓમાં કેટલાંક કાયદાકીય પ્રશ્નો અને સમયસર વસુલાત ન થવાને કારણે સંસ્થાઓની કુડચાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાતી નથી. આ સંજોગોમાં 10 વર્ષ પછી સરકાર મુદ્દત વધારી આપે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

87 હજાર મંડળીમાં 1071 કરોડ સભાસદો...

રાજ્યમાં હાલ 87 હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે અને તેમાં 1.71 કરોડ જેટલાં વ્યક્તિઓ સભ્ય બન્યા. આ મંડળીઓ પૈકી ત્રીજા ભાગની એટલે કે 30 હજારથી વધુ મંડળીઓ માત્ર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ પ્રકારની છે. દૂધ ક્ષેત્રે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ટર્નઓવર આજે 80,000 કરોડ જેટલું થયું છે. રાજ્યમાં 214 જેટલી નાગરીક શહેરી સહકારી બેંકો આવેલી છે. 10 હજારથી વધુ PACS, 6000 ક્રેડીટ સોસાયટીઓ અને 16000 દૂધમંડળીઓ છે. જેથી તેના વિકાસ અને નિયંત્રણ માટે અસરકારક સહકારી કાયદો જરૂરી છે

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...