4.06.2023

તા:૧૪/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨,૦૦ વાગ્યા પછી રૂ.૧૦,૦૦૦/-થી વધુ રકમનું ફ્રેન્કીંગ કરવામાં આવેલ Document માન્ય ગણવામાં આવશે નહિ

 સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજય,ગાંધીનગર.


અખબારી યાદી

પરિપત્ર માટે  અહી ક્લિક કરો 


સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની ફ્રેન્કીંગ પધ્ધતિ તા.૩૦/૬/૨૦૨૩ થી બંધ કરવા અને ત્યારબાદ કોઇપણ સંજોગોમાં મુદત વધુ નહીં લંબાવવા તથા ફ્રેન્કીંગ મશીનમાં તા.૦૧/૦૪/૨૦૨૩ પછી પ્રિપેઇડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો સરકારશ્રી ધ્વારા નિર્ણય કરવામાં આવેલ હતો.

ત્યારબાદ વિવિધ બેંક એસોસીયેશનો દ્વારા જાહેર જનતાની સગવડતા સુવિધા માટે ફેકિંગ પધ્ધતિ ચાલુ રાખવા રજુઆત કરવામાં આવેલ. જે અન્વયે ફ્રેકિંગ મશીન પધ્ધતિ ચાલુ રાખવા બાબતે સરકારશ્રી દ્વારા નીતિવિષયક નિર્ણય લઈને જાહેર જનતાની સગવડતા/સુવિધા માટે તા.૩૧/૦૩/૨૦૨૫ સુધી ફ્રેન્કીંગ મશીન પધ્ધતી ચાલુ રાખવા તેમજ હાલના ફ્રેન્કીંગ પરવાનેદારોને ફ્રેન્કીંગ મશીનમાં પ્રિપેઈડ બેલેન્સ લોડ કરી આપવાની મંજૂરી આપવામાં આવેલ છે.

તેમજ ફ્રેન્કીંગ પરવાનેદારોને એક Document ઉપર ફક્ત રૂ! ૧૦૦૦૦/- સુધીની મર્યાદામાં ફ્રેન્કીંગ કરી આપવાની શરતે મંજૂરી આપવામાં આવેલ છે અને સદર શરતનો અમલ તા:૧૫/૦૪/૨૦૨૩ થી કરવાનો રહેશે, એટલે કે તા:૧૪/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨,૦૦ વાગ્યા પછી રૂ.૧૦,૦૦૦/-થી વધુ રકમનું ફ્રેન્કીંગ કરવામાં આવેલ Document માન્ય ગણવામાં આવશે નહિ. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...