4.17.2023

GST on Rent: શું તમારે પણ ભાડાકરાર પર આપવો પડશે ટેક્સ? જાણો શું કહે છે GSTનો નવો નિયમ

 

જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ભાડા પર જીએસટી સાથે જોડાયેલા નિયમો સામેલ છે. જેના કારણે લોકોમાં અસમંજસની સ્થિતિ છે.


  • મકાન ભાડે લેવા માટે પણ GST લાગશે
  • ભાડુઆતને ભાડા પર 18 ટકા જીએસટી
  • અમુક સંજોગોમાં લાગશે ભાડા ટેક્સ 

જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં જીએસટીના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારો 18 જુલાઇથી અમલમાં આવ્યા હતા. જેમાં ભાડા પર જીએસટી સાથે જોડાયેલા નિયમો સામેલ છે. 17 જુલાઇ સુધી ભાડા પર જીએસટીની કોઇ વ્યવસ્થા નહોતી. પરંતુ જીએસટી કાઉન્સિલની ભલામણો બાદ 13 જુલાઇના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ભાડા પર જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જો કે, ભાડા પરનો ટેક્સ અમુક સંજોગોમાં જ વસૂલવામાં આવશે. જો તમે નોકરી કરો છો અને તમે ફ્લેટ ભાડે લીધો છે, તો તમારે ભાડા પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. જાણો જીએસટી અંતર્ગત રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ કોને ભાડા પર ટેક્સ આપવો પડશે.

શું છે નિયમ?
18 જુલાઈથી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જો કોઈ અનરજિસ્ટર્ડ વ્યક્તિ (નોકરીયાત વ્યક્તિ કે નાનો બિઝનેસમેન) જીએસટી હેઠળ નોંધાયેલ વ્યક્તિને પોતાનો ફ્લેટ ભાડે આપે છે તો ભાડા પર જીએસટી લાગશે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડુઆતને ભાડા પર 18 ટકા જીએસટી આપવો પડશે. સાથે જ તેના પાલન સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પણ તેમણે પૂરી કરવાની રહેશે. ટેક્સના નિયમો હેઠળ, વ્યક્તિનો અર્થ માત્ર વ્યક્તિગત જ નથી થતો, પરંતુ તે એક વિસ્તૃત ટર્મ છે અને તેમાં કંપનીઓ તેમજ તમામ કાનૂની સંસ્થાઓનો સમાવેશ થાય છે
સવાલો કેમ ઉઠી રહ્યા છે?
જે લોકોને પગાર મળે છે તેમને જીએસટી રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. ઉપરાંત, તમામ ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને વ્યવસાયિક સંસ્થાઓને નોંધણીની જરૂર હોતી નથી. જો કોઈ સર્વિસ પ્રોવાઈડરનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા હોય તો તેણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ગુડ્સ સપ્લાયર્સ માટે આ મર્યાદા 40 લાખ રૂપિયા છે. પરંતુ ઘણા કિસ્સામાં આથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોએ જીએસટી પણ નોંધાવ્યો છે. આ એટલા માટે છે કારણ કે આ તેમના ગ્રાહકો અથવા ગ્રાહકોને સપ્લાય ચેઇનમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપે છે. સોશિયલ મીડિયામાં જીએસટી  કોના પર લાગશે અને કોના પર નહીં થાય તે અંગે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ ઉદાહરણમાં તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉદાહરણ નંબર 1 
માની લ્યો કે કોઈ બિઝનેસ કન્સલ્ટન્ટ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ છે. તેણે એક અનરજીસ્ટર્ડ વ્યક્તિ પાસેથી પોતાના અને તેના પરિવાર માટે એક ફ્લેટ ભાડે રાખ્યો છે. એક સીએ ફર્મના ફાઉન્ડર સુનીલ ગાબાવાલાના જણાવ્યા અનુસાર, જો બિઝનેસ કન્સલ્ટન્ટ પોતાના આઇટીઆરમાં ભાડાનો દાવો નહીં કરે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે. વર્ક ફ્રોમ હોમે તેમાં મૂંઝવણ ઉભી કરી છે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે, જો કોઈ પ્રોફેશનલ કે ગિગ વર્કર જીએસટી હેઠળ રજિસ્ટર્ડ હોય અને એકમાત્ર માલિક તરીકે પોતાની સેવાઓ આપે તો તેણે પોતાના નામે રહેણાંકની મિલકત ભાડે ન લેવી જોઈએ. આનાથી તેને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવામાં મદદ મળશે. જો ભાડુઆત જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નહીં હોય તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે.

ઉદાહરણ નંબર 2 
જો કોઈ કંપનીએ તેના કોઈ કર્મચારી અથવા ડિરેક્ટર માટે ફ્લેટ ભાડે લીધો હોય અને મકાનમાલિક જીએસટીમાં નોંધાયેલ નથી. આવા કિસ્સામાં કંપનીએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડા પર જીએસટી ચૂકવવો પડશે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે જો કર્મચારીએ મકાન ભાડે રાખ્યું હોય અને કંપની તેનું પૂરું ભાડું ન ચૂકવે તો ભાડા પર જીએસટી નહીં લાગે.

ઉદાહરણ નંબર 3
મકાનમાલિક અને ભાડુઆત બંનેનું જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન નથી તો આ કેસમાં રેન્ટ ટેક્સનો નવો નિયમ લાગુ નહીં પડે. તાજેતરમાં ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં ઘણી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો અને ઘણી વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રિપેકેજ્ડ અને લેબલવાળા અનાજ, કઠોળ અને લોટને પ્રથમ વખત જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા છે. જો કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ખુલ્લામાં તેમના વેચાણ પર જીએસટી નહીં લાગે.

રૂ. 50 લાખથી વધુના પ્રોપર્ટીના દસ્તાવેજ કે જંત્રીની રકમ પ્રમાણે કરકપાત થશે

 બેમાંથી જે વધુ રકમ હશે તેના પર 1 ટકા લેખે કરકપાત થશે


બજેટમાં ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 194 (IA)માં સુધારો જાહેર કરવામાં આવ્યો છે. ભારતના કોઈપણ કરદાતા બિનખેતીલાયક સ્થાવર મિલકત વેચશે તો સ્ટેમ્પ ડ્યુટી માટેના દસ્તાવેજ કે જંત્રી બેમાંથી જેની રકમ વધુ હશે તેના પર 1 ટકા લેખે કરકપાત થશે. આ નિર્ણય સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજની રકમમાં સુસંગતતા લાવવા માટે કરવામાં આવ્યો છે. આ જોગવાઈ 1 એપ્રિલ 2022થી લાગુ પાડવામાં આવશે.

જંત્રી કે દસ્તાવેજની કિંમત રૂ. 50 લાખથી ઓછી હશે તેવા સંજોગોમાં કરકપાત થશે નહિ. એડવોકેટ મૃદાંગ વકીલ જણાવે છે, "કાયદાકીય જોગવાઈ મુજબ જો રૂ. 40 કે 45 લાખનો દસ્તાવેજ થાય તો કરકપાત થશે નહિ. પરંતુ જો જંત્રી મુજબ પ્રોપર્ટીનું એસેસમેન્ટ રૂ. 60 લાખ થતું હશે તો ખરીદનારના માથે 1 ટકા લેખે કરકપાતની જવાબદારી ઊભી થશે. તેમણે આ રકમ પર વ્યાજ અને પેનલ્ટી પણ ભરવી પડી શકે છે. જો વેચનાર પેમેન્ટ ન કરે તો આ જવાબદારી ખરીદનારના માથે આવશે."


ઉલ્લેખનીય છે કે કલમ 194 (IA)માં બિનખેતીલાયક સ્થાવર મિલકતની રકમ રૂ. 50 લાખથી વધુ હોય તો ખરીદનારે વેચનાર પાર્ટી પાસેથી 1 ટકા ટીડીએસ કપાત કરવાનો રહે છે. આ રકમ મિલકતની અવેજની રકમમાંથી કાપવામાં આવે છે. હાલમાં સ્ટેમ્પ ડ્યુટીની કિંમત વધારે હોય તો પણ અવેજની રકમ પર જ ટીડીએસ કપાય છે. હવે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 43 સી-એ અને 50 સી મુજબ સ્ટેમ્પ ડ્યુટીની કિંમત મુજબ જ આવકની ગણતરી કરવામાં આવશે.

બિનખેતી માટેના પ્રીમિયમના દર 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરાયા

 રાજ્યભરમાં 15મી એપ્રિલથી બે ગણા વધારા સાથેની નવી જંત્રીનો અમલ થશે

સરકાર સમક્ષ ગાહેડની રજૂઆત અને ભારે વિરોધ ઊઠતા જંત્રીમાં આંશિક ફેરફાર


રાજ્યમાં જમીન, મકાન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે સરકાર દ્વારા જંત્રી અમલમાં મૂકવામાં આવે છે. છેલ્લે ૧૮મી, એપ્રિલ-૨૦૧૧ના રોજ અમલમાં મૂકાયેલા જંત્રીના દરમાં ગુજરાત સરકારે, ૧૦૦ ટકાનો વધારો કરીને તેનો અમલ ૧૫મી, એપ્રિલ-૨૦૨૩થી કરવાનો નિર્ણય લીધો હતો. હવે, તેને માંડ ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે વિવિધ ડેવલપર્સ એસોસિએશનોની રજૂઆત અને રાજ્યભરના તમામ વિસ્તારો, તમામ પ્રકારના બાંધકામોમાં જંત્રીના દરમાં એક સરખો ૧૦૦ ટકા વધારો કરવા બાબતે નારાજગી સાથે કેટલીક રાહતો માટે સૂચનો પણ કરાયા હતા. પરિણામ સ્વરુપ, રાજ્ય સરકારે, ૧૫મી,એપ્રિલ-૨૦૨૩થી ૧૦૦ ટકા વધારા સાથેની નવી જંત્રીને અમલમાં મૂકવાનું તો, જાહેર કર્યું જ છે પણ, તેમાં કેટલાક સુધારા પણ કર્યાં છે.અત્ર ઉલ્લેખનીય છેકે તાજેતરમાં ગાહેડે કેટલીક માગ કરી હતી તેમાં આંશિક રાહત આપી છે. 

જે મુજબ (૧) ખેતી અને બિન ખેતીની જમીનોના જંત્રીના દરમાં સરકાર દ્વારા કરાયેલો ૧૦૦ ટકા (બે ગણો) વધારો યથાવત રખાયો છે. જ્યારે (૨) જમીન-બાંધકામના સંયુક્ત દરમાં પણ રહેણાંકના દરમાં બે ગણા વધારાને બદલે ૧.૮ ગણો વધારો જાહેર કરાયો છે અર્થાત અહીં ૦.૨ ગણો ઘટાડો કરાયો છે પરંતુ ઓફિસના કિસ્સામાં જંત્રીના દરમાં બે ગણાને બદલે ૧.૫ ગણો અર્થાત અહીં પણ ૦.૫ ગણો ઘટાડો કરાયો છે. દુકાનોના કિસ્સામાં ૧૦૦ ટકા એટલે કે બે ગણો વધારો યથાવત રખાયો છે. આ ઉપરાંત ૨૦૧૧ની નવી જંત્રીની ગાઈડલાઈનમાં જે જુદાજુદા પ્રકારના બાંધકામ માટે નક્કી કરાયેલા દરોમાં સરકારે જે રીતે ૧૦૦ ટકા એટલે કે બે ગણો વધારો કર્યો હતો. તેમાં હવે, ૧૫મી, એપ્રિલ-૨૦૨૩થી બે ગણા વધારાને બદલે ૧.૫ ગણો (દોઢ ગણો) કરવાનું જાહેર કર્યું છે. એનો અર્થ એ થયો કે, અહીં પણ સરકારે ૦.૫ ગણાની રાહત આપી છે.

રિ-ડેવલપમેન્ટ માટે સરકાર વિચારણા કરે : ગાહેડ

રાજ્ય સરકાર રિ-ડેવલપમેન્ટ માટે વિચારણા કરે તે જરૂરી છે એમ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોષીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યુ કે નવા ફેરફારમાં સરકાર કેટલાક મુદ્દા ભૂલી ગઇ છે.આર.1-2 અને ટી.ઓ.ઝેડ.માં દોઢ ટકા કરવાથી આ વિસ્તારના મકાનો મોંઘા થશે તેમજ N.A.ની ફાઇલો ઇનવર્ડ થઇ ગઇ છે તેમાં કોઇ સ્પષ્ટતા કરી નથી તેમજ N.A. તથા બાધકામ જંત્રી સાથે લિન્ક હોય છે તેને ડી લિન્ક કરવી જોઇએ અને ફિક્સ રેટ નક્કી કરી દેવો જોઇયે. આમાં સરકારે આગામી 6 મહિનામાં આ તમામ વિસંગતા દૂર કરવાની ખાતરી આપી છે.

પ્રીમિયમના દરોમાં ઘટાડો કરાયો

 ખેતીથી ખેતી માટે અત્યારે ૨૫ ટકા પ્રીમિયમ વસૂલાય છે. તેને બદલે હવેથી ૨૦ ટકા પ્રીમિયમ લેવાશે એટલે કે આવા કિસ્સામાં પ્રિમિયમમાં પણ ૫ ટકાની રાહત અપાઈ છે.
 ખેતીથી બિનખેતી માટે અત્યારે ૪૦ ટકા પ્રીમિયમ વસૂલાય છે. તેના બદલે ૩૦ ટકા પ્રીમિયમ લેવાનું નક્કી કરાયું છે એટલે કે આ કિસ્સામાં પ્રીમિયમમાં ૧૦ ટકાનો ઘટાડો કરાયો છે.

પેઈડ FSI માટે ક્યા નિર્ણયો લેવાયા ?

(1) પ્લાન પાસિંગની પ્રક્રિયામાં સ્ક્રૂટિની ફી ભરેલી હોય તો, તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસૂલવામાં આવશે. 
(2) જે કિસ્સાઓમાં પ્લાન પાસ થયેલા હોય અને એફ.એસ.આઈ.ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે. 
(3) જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે, તેવા પ્રકરણોમાં જૂની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલા દરથી રકમ વસૂલવામાં આવશે.

અફોર્ડેબલ હાઉસિંગ માટે 5થી 20% જંત્રીની જાહેરાત

રાજ્ય સરકારે જાહેર કરેલી રાહતમાં રિ-ડેવલપમેન્ટ સોસાયટી માટે કોઇ રાહત આપી નથી. એફોર્ડેબલ હાઉસિંગ માટે તેમણે 5 ટકાથી 20 ટકા મુજબ જંત્રી વસૂલ કરવાની જાહેરાત કરી છે. બાકીના રેસિડેન્શિયલ મકાનો માટે 30 ટકા મુજબ જંત્રી વસૂલવાની જાહેરાત કરી છે. તેમજ ખેતીથી બિન ખેતીની જમીનના પ્રીમિયમ વસૂલવાની જાહેરાતમાં માત્ર 10 ટકાનો વધારો કર્યો છે જે અપૂરતો છે એટલું જ નહિ જેમની અરજી થઇ ગઇ છે તેમને જૂની જંત્રીનો લાભ મળશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.


4.13.2023

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનીકલ કારણસર તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે* *********

 *રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનીકલ કારણસર તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે*

*********

¤ *જે પક્ષકારોએ તા.૨૪ અને ૨૫ એપ્રિલની એપોઈમેન્ટ લીધી હશે તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ- ૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે*

********

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪, ૦૭ અને ૦૮ એપ્રિલ-૨૦૨૩ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું. આગામી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ ગરવી વેબ એપ્લિકેશનના ટેકનીકલ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી તેમજ અન્ય તમામ કામગીરી તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ને સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે તેમ, નોંધણી સર નિરીક્ષક સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

અગાઉ જે પક્ષકારોએ તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ની એપોઈમેન્ટ લીધી હોય તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે તેમણે અગાઉ મેળવેલા ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે તેમ વધુમાં જણાવાયું છે.

રાજય સરકાર ધ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી થનારા જંત્રી ભાવ અંગે અખબારી યાદી

 

રાજય સરકાર ધ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી થનારા જંત્રી ભાવ અંગે અખબારી યાદી





 

        ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા  તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.

() રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪//૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧//૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ.

()  દરોમાં

() ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ

() જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે . ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે . ગણા (દોઢા) કરવાનું,  તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ

() જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮//૨૦૧૧ની  ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. //૨૩થી બે ગણા કરેલ તેના બદલે હવે તા. ૧૫//૨૦૨૩થી દર . ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

() પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત

    ખેતીથી - ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

    ખેતીથીબિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

 

 પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા

() પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.

() જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.

() જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.

() પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.

 

 

ઝોન

RAH ઝોન

Residential R1

Residential R2

TOZ

Tall Building

 

પ૦ ચો.મી. સુધી

પ૦ થી

 ૬૬

ચો.મી.

૬૬ થી

 ૯૦ ચો.મી.

જંત્રીની ટકાવારી

%

૧૦%

૨૦%

૩૦%

૩૦%

૩૦%

૪૦%

 

 

 

સ્થળઃ- ગાંધીનગર                                                             

તા.૧૩/૦૪/૨૦૨૩                                                  

              

 

                            

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...