ઇનામ નાબૂદી ધારાઃ કબજાહક્ક જંત્રીના 20% વસૂલી નિયમબદ્ધ - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.01.2023

ઇનામ નાબૂદી ધારાઃ કબજાહક્ક જંત્રીના 20% વસૂલી નિયમબદ્ધ

 

ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળશેઃ સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે ગુજરાતમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.જે મુજબ, રાજ્ય સરકાર આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેેન્દ્ર પટેલને કેટલીક રજૂઆતો મળી હતી. જેમાં કહેવાયું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના હક્કો મળી રહે અને મધ્યસ્થીઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી, નોકરી, સલામી ભરવા જેવા વિવિધ ઇનામો નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેડનારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીહકકો આપવામાં આવ્યા છે.

આવા માલિકી હક્કો મેળવવા માટે સમય મર્યાદામાં કબજા હક્કની રકમ ભરવી અનિવાર્ય હતી પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજા હક્કની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી. જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકી હક્ક મળ્યો નથી અને તેઓ લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવ્યાં છે. 

આવા લીટી નીચેના કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યાં છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહેતા હતા. આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળી માત્રામાં ઉપસ્થિત થતાં હતા. 

દરમ્યાનમાં મુખ્યમંત્રી સમક્ષ થયેલી રજૂઆતોના આધારે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે, હાલના જમીન ધારકોને આવી જમીનોના વિકાસ કાર્યો કરવામાં અવરોધ ઉપસ્થિત થતો હતો પરિણામ સ્વરુપ,મુખ્યમંત્રીએ રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અન્વયે આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરી આપવાના જે દિશા નિર્દેશો આપ્યાં હતા જેને પગલે હવે આવા કબજાઓ નિયમબદ્ધ થઈ શકશે.

હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપાઈ

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ આવા કબજાઓ જિલ્લા કલેકટર કક્ષાએ નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને હવે સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આમ, આવી જમીનોના સ્વત્વાર્પણ, બિનખેતી પરવાનગી, વિકાસની કામગીરી પરત્વે ઉપસ્થિત થતા ટાઇટલ ક્લીયરના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાનું કામ જિલ્લા કક્ષાએ હલ થઈ શકશે

ઇનામ નાબુદી અધિનિયમ હેઠળ કોઈ વ્યક્તિ કબ્જેદાર ના હોય તો જ જમીન સરકારમાં નિહિત થશે

No comments:

Post a Comment

Featured post

"રજિસ્ટ્રાર દસ્તાવેજની માલિકી તપાસી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્ણય"

શીર્ષક: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ટાઇટલ ન હોવા છતાં દસ્તાવેજની નોંધણીનો ઇનકાર કરવામાં ન આવે – નિયમ 55A(i) અમાન્ય જાહેર . ભારતના સુપ્...