4.03.2022

લોનની વસુલાત અંગે હરાજીમાં હિત ધરાવતા પક્ષકારો અંગે સુપ્રિમનો મહત્વનો ચુકાદો - અવિભક્ત કુટુંમ્બની મિલ્કતનો હિસ્સો નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને

 

લોનની વસુલાત અંગે હરાજીમાં હિત ધરાવતા પક્ષકારો અંગે સુપ્રિમનો મહત્વનો ચુકાદો

- અવિભક્ત કુટુંમ્બની મિલ્કતનો હિસ્સો નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને





- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

નાણાંકીય સંસ્થાઓ -  જેમાં માન્ય બેંક, સહકારી બેંકો વિગેરે જે ધિરાણ/ લોન આપે છે તેમાં યોગ્ય સ્વરૂપે જામીનગીરી લેવાની જોગવાઈ હોય છે અને તે મુજબ સબંધિત  મિલ્કત/ અસ્કયામત (Assets) ઉપર બોજો ઉત્પન્ન કરવામાં આવે છે (Encumbrances)અને આવો બોજો સબંધિત મહેસુલી રેકર્ડના -  હક્કપત્રકમાં નોંધ પાડયા બાદ નમુના નં.- ૭ ના તેમજ મિલ્કત રજીસ્ટરના બીજા હક્કમાં નોંધવામાં આવે છે. રાજ્ય સરકારની સંસ્થાઓ / બેંકો વિગેરે પાસે વસુલાતનું વ્યવસ્થાતંત્ર હોય છે અને પ્રયત્નો બાદ જો વસુલાત ન આવે તો સબંધિત મિલ્કતને હરાજી કરી વસુલાત કરવામાં આવે છે. બેંકોના ધિરાણ માટે વસુલાતના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા SARFESI ACT ૨૦૦૨ લાવવામાં આવેલ. (Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act)આ લેખમાં જેનું વર્ણન કરવામાં આવે છે તે મધ્ય પ્રદેશનો છે અને તે કિસ્સામાં આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સબંધિત બેંકના પ્રયત્નો છતાં વસુલાત ન આવે તો ટાંચમાં મૂકવામાં આવેલ મિલ્કતની હરાજી કરવાની પ્રક્રિયા છે.આ પ્રક્રિયામાં જે મિલ્કત ટાંચમાં મૂકવામાં આવે તે મિલ્કત સંયુક્તહિંદુ અવિભક્ત (Hindu Undivided Family) કુટુંમ્બની હતી. જેમાં અન્ય હિત ધરાવતા પક્ષકારોનું હિત હતું એટલે સિવિલ કોર્ટ અને મધ્યપ્રદેશની હાઈકોર્ટ દ્વારા સબંધિત હિત ધરાવતા પક્ષકારોને સિવિલ કોર્ટને હકુમત નથી તેમ ગણી દાવો રદ કરેલ અને જેમાં મુખ્યત્વે બાબતએ હતી કે SARFESI એક્ટની જોગવાઈઓ મુજબ સિવિલ કોર્ટને આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે હકુમત નથી.

હવે આ બાબતની કેસની હકીકતો જોઈએ તો મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા વિરૂધ્ધ પક્ષકારોએ દેશની સર્વોચ્ચ  અદાલતના (સુપ્રિમ કોર્ટ) સિવિલ અપીલ નં - ૯૭૭૧/૨૦૧૩ ના તા. ૩૦/૧૦/૨૦૧૩ ના ચુકાદાથી ન્યાયમૂર્તિ કે. એસ. રાધાક્રિશ્નન અને એ. કે સિક્રીએ મહત્વનો ચુકાદો આપી જણાવવું કે સેક્શન - ૧૩ (૪) અને ૩૪ની SARFESI એક્ટના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા કરી. સાથોસાથ DRT Act (Debt Recovery Tribunal Act) ની કલમ -૧૭ની જોગવાઈઓ અંગે પણ હકુમત અંગે સ્પષ્ટતા કરી, આ ચુકાદો આમજનતા માટે એટલા માટે મહત્વનો છે કે, ઘણા કિસ્સામાં સંયુક્તહિન્દુ અવિભક્ત કુટુંમ્બની જમીન / મિલ્કતમાંવણવહેંચાયેલ હિસ્સા ઉપર સબંધિત સંયુક્ત માલિકી હક્ક ધરાવતા પક્ષકારની સંમતિ વગર લોન કે બોજો ઉત્પન્ન કરવામાં આવે અને પાછળથી સબંધિત નાણાંકીયસંસ્થાઓ દ્વારા સબંધિત વ્યક્તિના હિસ્સાની જમીનની પણ હરાજી કરવામાં આવે ત્યારે આવો વિવાદ/ દાદ માલિકીહક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને SARFESI કાયદાની જોગવાઈઓ ઉપરવટ પણ છે તેવું  ઉક્ત ચુકાદાથી ઠરાવવામાં આવેલ છે. આ વિવાદનું ઉત્પત્તિસ્થાન (Cause of action) ત્યારે થયું કે સવાલવાળી જમીનની હરાજી કરવામાં આવી પરંતુ હરાજીમાં ઉંચી બોલી બોલનાર પક્ષકારને સબંધિત જમીનનો કબજો સુપ્રત કરવામાં ન આવ્યો.

ઉપર્યુક્ત ચુકાદાના હાર્દ જણાવ્યા બાદ આ કેસ મધ્યપ્રદેશના ગામ સેંગાવ, અન્જાડ રોડ, બરવણીના ખાસરા -  રે સર્વે- ૪૦૧/૩અને૧૦૫/૨ ની જમીનનો છેઅનેજે આ કેસના વાદીઓએ સંયુક્ત હિન્દુ કુટુંમ્બની મિલ્કતના આધાર ઉપર ટાઈટલનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો કારણ કે વાદી સંયુક્ત કુટુંમ્બના અવિભક્ત મિલ્કતના (Undivided Property) હિસ્સેદાર હિત ધરાવતા પક્ષકાર હોવાથી સંયુક્ત કુટુંમ્બની મિલ્કતની આવકમાંથી મેળવવામાં આવેલ હતી અને તેના આધાર ઉપર સબંધિત મિલ્કત સંયુક્ત હિન્દુ કુટુંમ્બની મિલ્કત તરીકે ગણવી જોઈએ નહિ કે ફક્ત પ્રતિવાદીઓની એક્લાની મિલ્કત તરીકે અને આ જ મુદ્દા ઉપર નામદાર સુપ્રિમ કોર્ટ ચુકાદો આપી સ્પષ્ટતા કરી કે, SARFESI ACT ની જોગવાઈઓ હેઠળ સંયુક્ત અવિભક્ત વ્યક્તિના હક્ક / હિસ્સા અંગે સિવિલ કોર્ટને નિર્ણય કરવાનો પ્રતિબંધ છે તેવું અર્થઘટન ભુલભરેલું છે અને આ કાયદાની કલમ-૧૩ અને ૩૪ અનુસાર સિવિલ કોર્ટને વિવાદીના હક્કને નક્કી કરવાની સત્તા છે તેવું ઠરાવવામાં આવ્યું અને તે મુજબ પક્ષકારોની સિવિલ અપીલને નામદાર સુપ્રિમકોર્ટે ઉક્ત ચુકાદાથી ગ્રાહ્ય રાખેલ. આ સમગ્ર કેસની હકિકતથી એ પ્રસ્થાપિત થાય છે અને જ્યારે નામદાર સુપ્રિમકોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે તે Law of Land કાયદાનું સ્થાન પ્રાપ્ત કરે છે. 

જેથી જન સમુદાય અને આમ જનતા માટે આ બાબત જાણકારી માટે તેમજ પોતાના હક્ક માટે અગત્યની એટલા માટે છે કે ગુજરાતમાં પણ મોટાભાગની (જમીનો / મિલ્કતો / અવિભાજય - વણ વહેંચાયેલી હોય છે અને આવા પ્રકારના ઘણા કિસ્સાઓ પણ ઉપસ્થિત થાય છે કારણ કે સંયુક્ત મિલ્કતના કબજેદારો પૈકી એક ભાઈ લોન કે બોજો ઉપસ્થિત કરે અને જ્યારે ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય અને જમીનમાં આપેલ મિલ્કતને ટાંચમાં લીધેલ હોય તેની હરાજી થાય ત્યારે બાકીના હિત ધરાવતા પક્ષકારોના હિતોને આડઅસર થાય  છે. જેથી મહેસૂલ વિભાગે ૨૦૧૬માં કૌટુંમ્બિક વહેંચણીને પરિપત્ર કર્યો છે તેમાં હયાતીમાં નામ દાખલ કરવાની / કમી કરવાની જોગવાઈઓ છે અને જેમાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવવાની જરૂર નથી. જેથી કોઈપણ જમીનનો કબજેદાર મૃત્યુ પામે અને વારસાઈ કરવામાં આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે હયાતીમાં જ પક્ષકારોની સંમતિ લઈ સહ ભાગીદારમાં નામ દાખલ કરાવી લેવું જોઈએ અને પાર્ટીશન ડીડ કરાવી તે મુજબ મહેસૂલી રેકર્ડના હક્કપત્રકમાં નોંધ કરાવવી જોઈએ. જેથી પાછળથી વિવાદો ન થાય.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT



ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...