8.18.2023

ખેડૂતોના નામે જમીન સુધારા કાયદાઓ તેમજ નિયમોનો સિમિત સ્થાપિત વર્ગને ફાયદો

 - લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેતીવિષયક જમીનોનું નિયમન જરૂરી

ગત લેખમાં જમીન મહેસુલ અધિનીયમમા બિનખેતીની પરવાનગીમાં બાંધકામની સમય મર્યાદા દુર કરવાને કારણે જમીનોનો કાર્યસાધક ઉપયોગ જે હેતુ માટે બિનખેતીમાં ફેરફાર કર્યો હોય અને તેનો ઉપયોગ ન કરવામાં આવે તો ખેતીવિષયક જમીનનો ઉત્પાદકીય હેતુ (પાક સંવર્ધન) માટે ન થાય અને બિનખેતીવિષયક જમીનોનું Hoarding એકત્ર કરીને સિમિત લોકો માટે નફાકીય સાધન બન્યું છે. અને વિકાસની પ્રક્રિયામાં પણ Land જમીન કુદરતી સંસાધન તરીકે સરળતાથી ઉપલબ્ધ થવાને બદલે ઉંચી કિંમતે પ્રાપ્ત થાય છે. જો આપણે માનવીની આવશ્યક જરૂરીયાત રહેણાંકના હેતુ માટે વાત કરીએ તો પણ શહેરોમાં મધ્યમ વર્ગને પોષાય તેવા મકાન ઉપલબ્ધ થતા નથી તેનું મુખ્ય કારણ જમીનોના ઉંચા ભાવ છે. આમ બિનખેતીવિષયક જમીનોના સમય મર્યાદામાં બાંધકામ કરવાની મુદ્દત દુર કરવાનું કદાચ સરકારને ઉચીત લાગ્યું હશે. પરંતુ લાંબાગાળાની દુરાગામી અસરો અને ખાસ કરીને ખેતિવિષયક જમીનોનું બિનખેતીમાં રૂપાંતર કરીને ખેત ઉત્પાદન ઘટાડવાનું અને સિમિત વર્ગ પાસે નફાકીય હેતુ માટે જમીનો (Consolidate) એકત્ર કરવાનું સાધન બન્યું છે.

સરકારે બીજો આનુસાંગિક સુધારો મહેસુલ વિભાગના ૨૮ જાન્યુઆરીનું જાહેરનામું બહાર પાડી કલમ-૬૩માં સુધારો કરેલ છે. આ બાબત કોઈપણ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની ખેતીવિષયક જમીન ખરીદવાની મંજુરી મેળવે ત્યારે બિનખેતી વિષયક ઉપયોગ / બાંધકામની જોગવાઈ છે જેમાં અગાઉ ૨વર્ષની સમય મર્યાદા હતી તેમાં સુધારો કરી આ જાહેરનામાથી કલેક્ટરને પાંચ વર્ષ સુધી બિનખેતી ઉપયોગને લંબાવવા માટેની સત્તાઓ આપવામાં આવેલ છે અને ત્યારબાદ પણ કલેક્ટરને વ્યાજબી કારણો લાગે તો રાજ્ય સરકારની પુર્વ મંજુરી મેળવીને દસ વર્ષ સુધી લંબાવી શકે છે જેમાં અગાઉના પાંચ વર્ષ (Inclusive) પણ ગણતરીમાં લેવાના છે આ અંગે રાજ્ય સરકાર જે પ્રિમીયમની રકમ નક્કી કરે તે ભરપાઈ કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા જે હેતુ માટે કલમ-૬૩ની મંજુરી આપવામાં આવી હોય તેમાં હેતુફેરની મંજુરી પણ આપી શકે છે. અને જમીન મૂળ ખેતવિષયક હેતુ માટે પણ પરવાનગી આપી શકે છે. આમ કોઈપણ બિનખેડુત વ્યક્તિએ કલમ-૬૩ હેઠળ બિનખેતી વિષયક હેતુ માટે જમીન ખરીદી હોય તે પણ દસ વર્ષ સુધી ઉપયોગ ન થાય તો પણ સમયગાળો લંબાવી આપવાની જોગવાઈ કરી છે. આમ ઉપરોક્ત બંન્ને સુધારા જોઈએ તો ખેતીવિષયક જમીનનો કાર્યસાધક ઉપયોગ ખેત ઉત્પાદન માટે થવો જોઈએ અને દેશની જીડીપી વધારવામાં પુરક થવામાં મુખ્યત્વે છે તેના બદલે નિષ્ફળ થઈ રહ્યો છે અને ખેતીવિષયક કાયદાઓનું ઉલ્લંગન કરીને સિમિત વ્યક્તિઓ  (Land Hoarders) પાસે જમીનોનું Holding થઈ રહ્યુ છે અને આ બાબતનું આચરણ શહેરી વિસ્તારો / ઔદ્યોગિક / વિકસિત વિસ્તારોમાં થઈ રહ્યું છે. ઉપરોક્ત વિવરણ / આલોચના ખેડુતોના હિતમાં તેમજ દેશના જીડીપીને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ છે.

મુળભુત રીતે જમીન સુધારા કાયદાઓ ખેતી ઉપર નિર્ભર રહેતા કુટુંબોને કબજા હક આપવા અને જમીનદારી પધ્ધતિ નાબુદ કરી આપણી Agrarian Economy ખેતિવિષયક અર્થતંત્રનો દેશના વિકાસમાં અગત્યનો ફાળો હોય માલિકી હક્ક આપવાના ભાગરૂપે બંધારણમાં જમીન સુધારાઓનો સમાવેશ કરી ખેત જમીન ગણોત કાયદો-૧૯૪૮ ગુજરાત પ્રદેશમાં અને સૌરાષ્ટ્રમાં - સૌરાષ્ટ્ર જમીન સુધારાઓ - સૌરાષ્ટ્ર ઘરખેડ સહિત અને કચ્છમાં - કચ્છ વિદર્ભ કાયદાઓ ખેડુતોને જમીન ઉપરના હક્ક આપવા માટે લાવવામાં આવ્યા. ખેતીની જમીનનો અસલ ખેડુતો જીવન નિર્વાહ તેમજ અનાજ ઉત્પાદનના ભાગરૂપે ગણોતધારામાં જોગવાઈ કરેલ પરંતુ ગણોતધારામાં ૧૯૯૯ પહેલાં કોઈપણ ખેડુત ૮ કિ.મી.ની મર્યાદામાં જમીન ધારણ કરતાં હતાં અને ગણોતધારાની કલમ ૨(૨) અને ૨(૬) જાતખેતીની વ્યાખ્યા મુજબ ૧૫ કિ.મી.ની મર્યાદામાં સુપરવિઝન હેઠળ જમીન ઉપર ખેતી કરી શકતા હતા. ૧૯૯૯માં આ ૮ કિ.મી.નું નિયંત્રણ દુર કરવામાં આવ્યું. આના કારણે પરિસ્થિતિ ઉભી એ થઈ કે સુખી સાધન સંપન્ન ખેડુતોનો વર્ગ અથવા સ્થાપિત સ્વરૂપે બિનખેડુત વ્યક્તિઓ ખોટી રીતે ખેડુત થઈને ખેતીની જમીનોનું Holding ધરાવે છે. આ બાબતમાં ખેત જમીન ટોચ મર્યાદાનું પાલન કરવાનું હોય છે પરંતુ તેમાં ફક્ત એફીડેવિટ લઈને માન્ય રાખવામાં આવે છે. જ્યારે સાચા ખેડુતોના કિસ્સામાં ૧૯૫૧થી ખેડુત હોવાના પુરાવા માંગીને ખેડુત ખરાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે અને તમામ મહેસુલી રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવા છતાં મહેસુલી અધિકારીઓએ ખાત્રી કરવાની જવાબદારી હોવા છતાં સાચા ખેડુતો હેરાન થાય છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા અગાઉ નવિન અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોમાં અગાઉ જમીન ઉપરના કબજાના સમયગાળાના આધારે જમીનના બજાર કિંમતના મુલ્યાંકનના આધારે પ્રિમીયમ વસુલ કરવામાં આવતું હતું. પ્રાથમિક રીતે નવી શરતોની જમીનો જે તે કબજેદારોને નબળા વર્ગના સમુદાયને / ગણોતિયાઓને જીવન નિર્વાહ / ભરણપોષણ માટે આપવામાં આવતી પરંતુ અસાધારણ સંજોગોમાં તબદીલ કરવાના કારણોમાં મંજુરી આપવામાં આવે છે. જો ૧૫ વર્ષ ઉપરાંતનો ખેતીવિષયક જમીન ઉપરનો કબજો હોય તો આપોઆપ ખેતવિષયક હેતું માટે જુની શરતની ગણવામાં આવે છે. પરંતુ હવે બિનખેતીવિષયક હેતુ માટે અગાઉ જે બજાર કિંમત પ્રમાણે પ્રિમીયમ વસુલ કરવામાં આવતું તેના બદલે જંત્રીની રકમ પ્રમાણે બિનખેતીવિષયક હેતુ માટે પરવાનગી આપવામાં આવે છે. જે બજાર કિંમતના સાપેક્ષમાં નથી. હમણા જંત્રીની રકમ ડબલ કરવામાં આવી છે તેમાં પણ વિસંગતતા છે જ્યારે અગાઉ ૧૦ વર્ષ સુધી જંત્રીની રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ ન હતો. આમ કેટલી મોટી પ્રિમીયમની રકમ ગુમાવી હશે. જ્યારે બીન ખેતીમાં ફેરવાયેલ જમીનોનું સંખ્યાબળ જોવામાં આવે તો અનેક ગણું છે. ઘણા વર્ષો પહેલાં Vacant Land Act લાવવામાં આવેલ પરંતુ તેનો અમલ થયેલ નથી. જે તે સમયે શહેરી જમીન ટોચ મર્યાદા અમલમાં હતો એટલે થોડુઘણું નિયંત્રણ હતું પરંતુ તે પણ ૧૯૯૯માં રદ્દ કરવામાં આવતા બેરોક-ટોક સ્વરૂપે શહેરોમાં અનિયંત્રણ સ્વરૂપે બિનખેતીવિષયક જમીનોનું Holding માલેતુજાર વર્ગના હાથમાં છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...