5.24.2022

બંગલાના સોદામાં પ્લોટની ખરીદ કિંમત પર જીએસટી નહિ લાગે

  

- એન્ટેના : વિવેક મહેતા

- રૂ.૩ કરોડના બંગલાના સોદામાં હાઈકોર્ટના ચૂકાદા પછી જીએસટી ભરવાની જવાબદારીમાં રૂ. ૨૭ લાખનો ઘટાડો આવી જશે

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાથી બંગલો ખરીદનારાઓને અને જમીનના પ્લોટ ખરીદનારાઓને જીએસટીમાં મોટી રાહત મળશે. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ નિશા એમ. ઠાકોરની ડિવિઝન બેન્ચે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં આપેલા ચૂકાદાને કારણે આ શક્ય બન્યું છે. મુંજાલ મનીષ ભટ્ટ નામના ફાર્મહાઉસ માલિકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ચૂકાદા પ્રમાણે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં કોઈ વ્યક્તિ રૂ. ૩ કરોડની કિંમતનો બંગલો ખરીદે અને  બંગલામાં જમીનની કિંમત રૂ. ૨.૫ કરોડ છે અને બાધકામની કિંમત રૂ. ૫૦ લાખ છે. ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો તે પૂવ કેન્દ્રના જીએસટી નોટિફિકેશન મુજબ ટેક્સની ગણતરી કરે તો બંગલો ખરીદનારે ત્રણ કરોડની કિંમતમાંથી જમીનની કિંમતના ૧ કરોડ બાદ કરીને બે કરોડની કિંમત ગણીને તેના પર ૧૮ ટકાના દરે રૂ. ૩૬ લાખ જીએસટી પેટે જમા કરાવવાના આવતા હતા. પરંતુ હાઈકોર્ટના પછી આ જ રૂ. ૩ કરોડની કિંમતના બંગલાની કિંમતમાંથી જમીનની કિંમત વધુ હોવાથી જમીનની કિંમતના ૨.૫ કરોડ બાદ કરીને બાંધકામની કિંમતના રૂ. ૫૦ લાખ પર ૧૮ ટકાના દરે  ૯ લાખ જીએસટી પેટે ચૂકવવા પડશે. હાઈકોર્ટના ચૂકાદાથી કેન્દ્ર સરકારની બંગલાના વેચાણ પર જીએસટી લેવાની ફોર્મ્યુલા બદલાઈ ગઈ છે. જીએસટીનો બોજ ૩૬ લાખથી ઘટી ૯ લાખ થઈ ગયો છે. એક જ સોદામાં રૂ. ૨૭ લાખનો ફરક આવ્યોછે.પ્લોટની ખરીદીમાં જીએસટીનો બોજ ઓછો થશે. શૈલામાં બે કરોડના ખર્ચે એક પ્લોટની ખરીદી કરો છો. તેના પર રૂ. ૧૦ લાખના ખર્ચ કરીને પાણી ને ગટર લાઈનની તથા અન્ય માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી છે. તેથી પ્લોટનું કુલ મુલ્ય રૂ. ૨.૧૦ કરોડ થાય છે. ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો આવ્યો તે પૂર્વે કેન્દ્ર સરકારે કરેલા નોટિફિકેશન મુજબ આ પ્લોટની કુલ કિંમતમાંથી જમીનની કિંમત એક તૃતિયાંશ ગણીને કુલ કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. ૨.૧૦ કરોડની કુલ કિંમતમાંથી જમીનની કિંમતના ૭૦ લાખ બાદ કરીને બાકી બચતા ૧.૪૦ કરોડ પર ૧૮ ટકાના દરે ૨૫,૨૦,૦૦૦નો જીએસટી ચૂકવવાનો આવતો હતો. હાઈકોર્ટના ચૂકાદા પછી ૨.૧૦ કરોડની કુલ કિંમતમાંથી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે ખર્ચેલા રૂ. ૧૦ લાખ પર જ ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. તેથી જીએસટીનો બોજો  ૧.૮૦ લાખનો જ આવશે. આમ જીએસટીના બોજામાં ૨૩.૬૦ લાખનો ઘટાડો થઈ જશે. તેમાંય વળી પ્લોટ ખરીદતા પહેલા જ જો પાણી, ગટર અને રસ્તાની સુવિધા માટેનો ખર્ચ કરી દેવામાં આવ્યો હશે તો તે ખર્ચને જમીનની કિંમતનો જ હિસ્સો ગણી લઈને તેના પર એક પણ રૂપિયાનો જીએસટી જમા કરાવવાનો આવશે નહિ. એક ચૂકાદાથી જીએસટીની જવાબદારીમાં રૂ.૨૫.૨૦ લાખનો ઘટાડો આવી ગયો છે. જોકે ફ્લેટની ખરીદી કરનારાઓને તેમાં કોઈ જ રાહત મળશે નહિ. સામાન્ય રીતે ફ્લેટમાં જમીનનો અનડિવાઈડેડ શેર જ મળતો હોવાથી તેની અલગથી કિંમત નક્કી કરી શકાતી નથી. તેથી ફ્લેટની કુલ કિંમતમાંથી એક તૃતિયાંશ કિંમત જમીનની કિંમત તરીકે ગણી લઈને એક તૃતિયાંશ રકમ મિલકતની કુલ રકમમાંથી બાદ કર્યા પછી જ તેના પર ૧૮ ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. ફ્લેટની બાબતમાં બહુધા જમીનની કિંમત અલગથી દર્શાવવામાં આવતી નથી. તેથી જીએસટીના બોજામાં ખાસ કોઈ ફરક પડશે નહિ. એફર્ડેબલ અને નોન એફોર્ડેબલ ફ્લેટમાં કિંમતના પ્રમાણમાં જીએસટી લેવામાં આવે છે.  ફ્લેટની કિંમતમાંથી એક તૃતિયાંશ કિંમત બાદ કરીને પછી બાકી રકમ પર નક્કી થયેલા દરે જીએસટી લેવાય છે.

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદો પહેલી જુલાઈ ૨૦૧૭થી થયેલા મિલકતના તમામ સોદાઓને લાગુ પડી જશે. હાઈકોર્ટે તેને પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ ન આપી હોય તેવા કેસમાં પાછલી તારીખથી આ ચૂકાદો લાગુ પડી જશે. જોકે આ ચૂકાદાની અસરને જાણનારા નિષ્ણાતો કહે છે કે લેન્ડની વેલ્યુ અલગથી ન દર્શાવીને બિલ્ડર્સ આખી રકમ પર ટેક્સ લેવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. ભવિષ્યમાં પણ તેને કારણે પોતાને માથે ટેક્સની જવાબદારી ન આવે તે માટે બિલ્ડરોને માથે ફ્લેટમાં અત્યારની સિસ્ટમ પ્રમાણે જ ટેક્સ વસૂલવાનું ચાલુ રાખશે તેમ ક્રેડાઈ ગાહેડના અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ તેજસ જોશીનું કહેવું છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...