7.05.2022

ફીની રકમ પૂરેપૂરી ભરી હશે તો જ દસ્તાવેજ સ્વીકારાશે

 

ફીની રકમ પૂરેપૂરી ભરી હશે તો જ દસ્તાવેજ સ્વીકારાશે
















દસ્તાવેજ નોંધણીના નિયમોમાં ફેરફાર : સાક્ષીઓ-મિલકતદારોની તમામ કાગળ પર સહી જરૂરી

રાજય સરકાર દ્વારા 1લી જુલાઇ થી દસ્તાવેજની નોંધણીના નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યાં છે. અગાઉ ઓછી સ્ટેમ્પ ડયુટી ભરનાર દસ્તાવેજ થઇ જતાં હતા. પાછળથી ફી ભરી શકાતી હતી. તેમજ જે સમયે સરકારે સમય આપ્યો તે સમયના ટોકન સાથે તે સમયે દ્સ્તાવેજ સ્વીકારવામાં આવશે. જંત્રી મુજબના સ્ટેમ્પ પેપર વાપરેલ હશે તો દસ્તાવેજ સ્વીકારવામાં આવશે તેમ આણંદ જિલ્લા સબ રજીસ્ટ્રારની કચેરીના સૂત્રોએ જણાવ્યું છે. તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કોઇ પણ પ્રકાની ખુટતી વિગતો હશે. તો દસ્તાવેજની કામગીરી થઇ શકે નહીં આણંદ જિલ્લામાં દર માસે મોટાપ્રમાણ દસ્તાવેજ થાય છે. ત્યારે વેચાણ કરનાર અને રાખનારે આ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.

જંત્રી મુજબનો સ્ટેમ્પ પેપર વાપરેલ હશે તો દસ્તાવેજ સ્વીકારવામાં આવશે. જેમાં સહી થયેલી હોવી જોઇએ, અવેજ મુજબ નિયમો મુજબની નોંધણી ફી ભરેલ હશે. તો જ દસ્તાવેજ સ્વીકારવામાં આવશે. સ્ટેમ્પ,ચલણ તથા એન્ડોસમેન્ટના પાંચ પાન ગણી કુલ પાનાની ફી જમા થયેલ હશે તો દસ્તાવેજ સ્વીકારશે,7/12 પ્રોપર્ટી કાર્ડ તથા ઇન્ડેક્ષ નકલ અથવા કોઇ એન્ટ્રી માલિકી પુરાવો ફરજીયાત દસ્તાવેજ સાથે રજૂ કરવાનો રહેશે.

મિલ્કતના બે ફોટા તથા આપનાર લેનારઅને સાક્ષીના ફોર્મ -01માં આપનાર લેનારની સહી સાક્ષી થયેલ હશે તો દસ્તાવેજ સ્વીકારવામાં આવશે આપનાર લેનારની સહી દસ્તાવેજના દરેક પાન ઉપર ફરજીયાત છે. સરકાર તરફથી જે સમય ટોકન ફાળવેલ હોય તે સમયે સ્વીકારવામાં આવશે. ટોકન સીડયુલર સાથે દસ્તાવેજ રજૂ કરવો,સમય પહેલા અથવા પછી દસ્તાવેજ લઇ શકાશે નહીં. ખેતી ઝોનની મિલકતના દસ્તાવેજો ઝોન સર્ટી હશે તો સ્વીકારવામાં આવશે.

ખેતીના દસ્તાવેજમાં આપનાર લેનાર ખેડૂતોના 7/12 તથા ખેડૂત ખરાઇનું પ્રમાણપત્ર હશે તોજ દસ્તાવેજ સ્વીકારી શકાશે. અને ખેતી દસ્તાવેજો તથા અન્ય દસ્તાવેજ આપનાર લેનારના મોબાઇલ નંબર ફરજીયાત લખવો જરૂરી છે. ખેતી દસ્તાવેજની ખરી નકલ તથા ઇન્ડેક્ષ નકલ પક્ષકારોએ 3 દિવસમાંઇ-ધરા કેન્દરમાં જમા કરવાની રહેશે પાકી એન્ટ્રી નામંજૂર થશે તેની જવાબદારી સબરજીસ્ટ્રાર કચેરીને રહીશે નહીં.પાવર થી થતાં દસ્તાવેજોમાં અસલ પાવર તથા ખરી નકર રજૂ કરવાની રહેશે અને અશાંત ધારાની મિલ્કતો તથા પ્રતિબંધિત શરતો તથા73AAતથા જાહેર મિલ્કતોના દસ્તાવેજોમાં પ્રાન્ત અધિકારી ,કલકેટર કે ચેરીટી કમિશ્નર તથા કોર્ટ મનાઇ હુકમની નોંધ હોય તો નામદાર કોર્ટના મનાઇ હુકમ હશે. તો  દસ્તાવેજ સ્વીકારવામાં આવશે નહી . 1લી જુલાઇથી ઉપર મુજબના નિયમો પાલન કરવાનું રહેશે. વધુ વિગત માટે જેતે જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...