1.25.2021

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેઃ જાણો પિતાની સંપત્તિ પર કેટલો હક? દરેક દીકરીના કામની છે આ કાનૂની સલાહ

 

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગયા વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે પુત્રીને પુત્રની જેમ તેના પિતાની પૂર્વજોની સંપત્તિ (Hindu Undivided Family property) પર એટલો અધિકાર જ હશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીને પણ તેના પિતાની સંપત્તિમાં બરાબરનો અધિકાર છે. ભલે હિન્દુ ઉત્તરાધિકાર (સંશોધન) અધિનિયમ 2005 (amendment in the Hindu Succession Act, 2005)ને લાગુ કર્યાં પહેલાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હોય. ચાલો જાણીએ આવી જ 10 કાનૂની સલાહ વિશે જે દરેક દીકરીઓ માટે ઉપયોગી છે.

પૈતૃક સંપત્તિ પર અધિકાર

હિન્દુ લો (Hindu Law) માં સંપત્તિને બે વર્ગોમાં વહેંચવામાં આવી છે- પૈતૃક અને સ્વઅર્જિત. પૈતૃક સંપત્તિમાં ચાર પેઢી પહેલાં એવી સંપત્તિઓ આવે છે જે પહેલાં ક્યારેય વહેંચાયેલી નથી. આવી સંપત્તિઓ પર બાળકોનો, પછી ભલે તે પુત્ર હોય કે પુત્રી, જન્મસિદ્ધ અધિકાર છે. 2005 પહેલાં ફક્ત આ પ્રકારની સંપત્તિઓ માટે પુત્રો જ હકદાર હતા. જો કે સુધારા પછી પિતા આવી સંપત્તિનું મનસ્વી રીતે ભાગલાં કરી શકતા નથી. તે પુત્રીને હિસ્સો આપવાનો ઇનકાર કરી શકતો નથી. કાયદો પુત્રીના જન્મ થતાંની સાથે જ તે પૂર્વજોની સંપત્તિ માટે હક થઈ જાય છે.

પિતાની સ્વઅર્જિત સંપત્તિ

સ્વઅર્જિત સંપત્તિના કિસ્સામાં પુત્રીનો પક્ષ નબળો થઈ જાય છે. જો પિતાએ પોતાના પૈસાથી જમીન ખરીદી છે, ઘર બનાવ્યું છે અથવા ખરીદ્યું છે, તો તે આ સંપત્તિ જેને ઈચ્છે તેને આપી શકે છે. સ્વઅર્જિત સંપત્તિને પોતાની મરજીથી કોઈને પણ આપવી તે પિતાનો કાનૂની અધિકાર છે. એટલે કે જો પિતાએ પુત્રીને તેની પોતાની સંપત્તિમાં ભાગ આપવાનો ઇનકાર કર્યો, તો પુત્રી કંઈ કરી શકશે નહીં.

જો વસિયત લખ્યા વગર પિતાનું મોત થઈ જાય તો

જો પિતાનું મોત વસિયત લખતાં પહેલાં થાય છે, તો બધા કાનૂની વારસોને તેમની મિલકત પર સમાન અધિકાર હશે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદો પુરૂષ વારસીઓને ચાર વર્ગોમાં વર્ગીકૃત કરે છે અને પિતાની સંપત્તિ પરનો પ્રથમ અધિકાર પ્રથમ વર્ગના વારસદારોનો છે. આમાં વિધવા, પુત્રીઓ અને પુત્રો તેમજ અન્યનો સમાવેશ થાય છે. દરેક અનુગામીને સંપત્તિ ઉપર સમાન અધિકાર હોય છે. આનો અર્થ એ છે કે પુત્રી તરીકે તમને તમારા પિતાની સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર છે.

જો દીકરી વિવાહીત હોય તો

2005 પહેલાં પુત્રીઓ હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં દીકરીઓ ફક્ત હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)ના સભ્યો તરીકે ગણવામાં આવતી હતી, સમાન વારસદારો નહીં. હમવારિસ અથવા સમાન વારસો તે છે કે જેઓ તેમની પહેલાંની ચાર પેઢીઓની અવિભાજિત સંપત્તિનો હક ધરાવે છે. જો કે એકવાર પુત્રીના લગ્ન થયા પછી તેણીને હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)નો ભાગ પણ માનવામાં આવશે નહીં. 2005ના સુધારા પછી પુત્રીને સમાન વારસદાર માનવામાં આવી છે. હવે પુત્રીના લગ્નથી પિતાની સંપત્તિ પરનો અધિકાર બદલાતો નથી. એટલે કે લગ્ન પછી પણ પિતાની સંપત્તિ પર પુત્રીનો અધિકાર છે.

જો 2005 પહેલાં દીકરીનો જન્મ થયો હોય, પણ પિતાનું મૃત્યુ થયું હોય

હિન્દુ ઉત્તરાધિકાર કાનૂનમાં સુધારો 9 સપ્ટેમ્બર 2005થી અમલમાં આવ્યો. કાયદો કહે છે કે આ બાબતથી કોઈ ફરક પડતો નથી કે પુત્રીનો જન્મ આ તારીખ પહેલા થાય કે પછીની, તેના પિતાની સંપત્તિમાં તેના ભાઈ તરીકે સમાન ભાગ હશે. પછી ભલે તે સંપત્તિ પૈતૃક હોય અથવા પિતાની સ્વઅર્જિત. બીજી તરફ પુત્રી 9 સપ્ટેમ્બર, 2005 ના રોજ પિતા જીવતા હતા ત્યારે જ પિતાની સંપત્તિમાં પોતાનો હિસ્સો દાવો કરી શકે છે. જો આ તારીખ પહેલા પિતાનું મોત નીપજ્યું હોત, તો પુત્રીને પૈતૃક સંપત્તિ પર કોઈ અધિકાર ન હોત અને પિતાની સ્વ હસ્તગત સંપત્તિ તેની ઇચ્છા મુજબ વહેંચવામાં આવશે.

શું ભાઈની સાથે જોઈન્ટ હોમ લોન લેવી જોઈએ?

ઘણીવાર એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે જ્યારે ભાઈ-બહેનો સાથે મળીને ઘર ખરીદવાનું વિચારે છે. શું કોઈએ ભાઈ-બહેન સાથે સંયુક્ત નામે ઘર ખરીદવું જોઈએ? નિષ્ણાતો કહે છે કે એપાર્ટમેન્ટ ખરીદવાનો અંતિમ નિર્ણય લેતાં પહેલાં તેમને ઘરની આર્થિક બાબતોની કાળજી લેવાની જરૂર છે. તેઓએ એવું પગલું ભરવું જોઈએ જે પાછળથી બંનેને લાભ થાય. ભાઈઓ અને બહેનો મળીને હોમ લોન માટે અરજી કરી શકે છે. આ માટે ઘરના માલિકીના હકદાર દસ્તાવેજમાં બંને નામ હોવા જરૂરી છે.

પતિની સેલરી જાણવી પત્નીનો કાનૂની અધિકાર

એક પરિણીત પત્ની હોવાથી, દરેક પત્નીને તેના પતિના પગાર વિશે જાણવાનો અધિકાર છે. તે આવી માહિતી ખાસ કરીને મેઈન્ટેઈન્સ એલાઉન્સ મેળવવાનાં હેતુથી લઈ શકે છે. જો પત્ની ઇચ્છે તો તે આ માહિતી આરટીઆઈ દ્વારા પણ મેળવી શકે છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના 2018ના આદેશ મુજબ પત્ની તરીકે લગ્ન કરેલી સ્ત્રીને તેના પતિના પગારને જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.

પત્ની-પુત્રીની સહમતિ વગર પુત્રને સંપત્તિ ગિફ્ટમાં આપી શકાય છે

એક પિતાએ તેની કમાયેલી સંપત્તિ તેની પત્ની અને પુત્રીઓની જાણકારી વિના પુત્રને ભેટ આપી. પુત્રીઓનાં લગ્ન થયાં હતાં અને પત્નીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આવી સ્થિતિમાં માતા અને પુત્રીના હક શું છે. નિષ્ણાતો કહે છે કે જાતે મેળવેલી સંપત્તિ ગિફ્ટ કરવા માટે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ આ કિસ્સામાં કાનૂની વારસદાર હોવાને કારણે, માતા અને પુત્રીઓ આ ભેટ પર સવાલ કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિની પત્ની પતાવટની માંગ કરી શકે છે.

પતિ સાથે જોડાયેલ હક

સંપત્તિ પર લગ્ન પછી સ્ત્રીનો પતિની સંપત્તિમાં માલિકીનો હક હોતો નથી. પરંતુ પતિની સ્થિતિ અનુસાર સ્ત્રીને ખાધાખોરાકી ચૂકવવામાં આવે છે. સ્ત્રીને એ અધિકાર છે કે તેનું ભરણપોષણ તેનો પતિ કરે અને પતિની જે ક્ષમતા છે તે હિસાબથી ભરણપોષણ થવું જોઈએ. વૈવાહિક વિવાદોથી સંબંધિત બાબતોમાં ઘણી કાનૂની જોગવાઈઓ છે, જેના દ્વારા પત્ની પતાવટની માંગ કરી શકે છે. કાનૂની નિષ્ણાતો (Law Expert) કહે છે કે સીઆરપીસી, હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ એડોપ્શન એન્ડ મેઇટેનન્સ એક્ટ અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ભરણપોષણ ભથ્થાઓની માંગ કરી શકાય છે.

1.10.2021

આદિવાસી ને લાગુ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૭૩-એ, એએ, એબી, એસી, વગેરે ને નબળી પાડવામાં આવી રહી છે?

 આદિવાસી ને લાગુ જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૭૩-એ, એએ, એબી, એસી, વગેરે ને નબળી પાડવામાં આવી રહી છે તેમ દેખાય રહ્યું છે.

કલમ ૭૩એસી માં ઉપરોક્ત કલમો ૭૩એ અને ૭૩એએ અને ૭૩એબી હેઠળ કલેક્ટર દ્વારા થયેલ દંડકીય કાર્યવાહી દીવાની અદાલતના કાર્યક્ષેત્રની બહારની છે. કલેક્ટરશ્રી જે હુકમ કરે તે કોઈ દીવની કે ફોજદારી અદાલતમાં પડકારી શકાય નહિ. દિવાની અદાલત તે બાબતે કામચલાઉ કે કાયમી મનાઈ હુકમ પણ આપી શકશે નહિ. તેમ સ્પષ્ટ જણાવવામાં આવેલ છે.

તેમ છતાં પણ અત્યારે કોર્ટમાં કલમ ૭૩ ના કેસો ચાલતા જોવા મળે છે.

મેં. કલેકટર શ્રીના આદેસ મુજબ નાયબ કલેકટર શ્રી દ્વારા ૭૩ એએ સરત ભંગ બદલ હુકમ કરવામાં આવ્યો હતો. સદરહુ કેસ SCA NO. 13495/2020 કલેકટર શ્રી ને બાઈપાસ કરી ને સીધે સીધો હાઇકોર્ટ માં ચલાવવા માં આવી રહ્યો છે.જેથી આદિવાસી ના હક તો હણાય છેજ પરંતુ કલેકટર શ્રી ના પાવર પણ જાય છે, અને કલેકટર શ્રી નું મહત્વ ઓછું થાય છે. કેટલા આદિવાસી લોકો મેં.હાઇકોર્ટ સુધી પોચી સકસે?

આજ રીતે ચાલલા કેસોનો દખલો (રેફરન્સ) બીજા કેસોમાં લેવામાં આવે છે, જેનાથી આખા આદિવાસી સમાજ ને નુકશાની થઇ રહી છે અને વધુ થઇ સકે છે. 

(Shamjibhai Keshavjibhai Kansagra (Patel) and Ors. v. Principal Secretary, Revenue Dept. (Appeals) and Ors. AIR 2011 GUJARAT 55 Patel Punjabhai Jethabhai v. State of Gujarat 2006 (1) GLR 199 etc..)

આદિવાસી સમાજ ના સર્વ જનપ્રતીનીધી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉથીછે. સાથો સાથ સરકાર પર પણ મોટા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.

કલમ ૭૩ શું છે ?
સરકારે અલગ અલગ કાયદાઓ હેઠળ ઘણી બધી જમીનો મેળવેલી હોય છે જે ખાલસા કરેલ હોય છે. અને તેવી પ્રાપ્ત થયેલી જમીનો નીચલા વર્ગના કે આદિવાસીઓને વસાવવા માટે અલગ અલગ કાયદાઓ હેઠળ સમયાંતરે ગણોતીયાને કે પછાતવર્ગની વ્યક્તિ કે આદિવાસીને જમીન એલોટ કરેલી હોય છે. ત્યારથી તે જમીન નવી શરતની ગણાય છે.
સદરહુ નવી શરતની જમીન ધારણ કરવાનો હક્ક મહેસૂલ નિયમીત ભરવાની શરતને આધીન તથા વંશ પરંપરાગત અને તબદીલીને પાત્ર છે. પરંતુ તે અન્ય કે ત્રાહીત વ્યક્તિને કલેક્ટર સાહેબની પરવાનગી વિના તબદીલ થઈ શકતી નથી.

આવી જમીનો ધરાવનાર બિનઆદિવાસી હોય તો તેના નિયંત્રણો હળવા છે. પરંતુ આવી જમીન આદિવાસીની હોય તો તેને ખાસ નિયંત્રણો લાગુ પડે છે. આદિવાસીના હક્કો તથા હીતોના રક્ષણ માટે કલમ ૭૩એ, ૭૩એએ, ૭૩એબી, ૭૩એસી, ૭૩એડી થી નિયંત્રણ મુકેલ છે. આદિવાસીની જમીનો શાહુકારોના હાથમાં ચાલી જતી રોકવા માટે અને સામાજીક સુધારાના શુભ હેતુ માટેના સદરહુ કલમો / નિયમો છે. આવો પ્રતિબંધ ગુજરાતમાં ડાંગ, સુરત જિલ્લો, વલસાડ જિલ્લો, ભરૂચ જિલ્લો, વડોદરા જિલ્લો, પંચમહાલ જિલ્લો અને સાંબરકાંઠા જિલ્લાના આદિવાસી ગામડાઓને લાગુ પડે છે. (ગામડાની વિગત માટે અલગ કોઠો જુઓ).
આદિજાતીના લોકોએ ધારણ કરેલી જમીનની તબદીલી ઉપર નિયંત્રણ :

કલેક્ટરની પૂર્વમંજૂરી સિવાય અનુસૂચીત જનજાતીનો સભ્ય, સરકારે નક્કી કરેલા વિસ્તારોમાં આવેલી પોતાની જમીન તબદીલ કરી શકશે નહિ.
આદિવાસી – આદિવાસી વચ્ચે જમીનની તબદીલીના પૂર્વ મંજૂરીના કેસોમાં કલેક્ટરોએ દરેક કેસ તપાસી મંજુરી આપવા બાબતે યોગ્ય નિર્ણય લેવાનો હોય છે. દરેક કેસના સંજોગો તપાસી જમીન વેચાણ રાખનાર આદિવાસી તરફથી જમીન વેચનાર આદિવાસીનું કોઈ રીતે શોષણ થતું નથી તે અંગે કલેક્ટરશ્રીને સંતોષ થાય તો જ મંજૂરીનો નિર્ણય આપી શકે.

આદિવાસી-બિનઆદિવાસી વચ્ચે જમીનની તબદીલીના કિસ્સામાં જો તે જમીનની ખરીદી લોકોપયોગી કાર્ય માટે, બિનખેતી માટે વાપરવાની હોય તો મંજુરી આપવા બાબતે કલેક્ટરશ્રીની સત્તા છે.

અમુક કિસ્સામાં આદિવાસી વ્યક્તિ બિનઆદિવાસીને જમીન તબદીલ કરે છે. અને તે વ્યવહાર રદબાતલ કરે ત્યારે આદિવાસી વ્યક્તિ જમીનો પરત મેળવવા હક્કદાર બને છે. પણ આદિવાસી સદર જમીનનો કબ્જો પરત મેળવવા સંમત ન થાય તો તે જમીન ખાલસા કરી કલેક્ટરશ્રી સદર જમીનનો યોગ્ય રીતે નિકાલ કરી શકે છે.
આદિવાસીઓની જમીનોની ગેરકાયદેસર તબદીલીની નોંધો હક્કપત્રકમાં ન પડે કે મંજુર ન થાય તેની તકેદારી કલેક્ટરશ્રીએ રાખવાની હોય છે. તેમ છતાં કોઈ આવી નોંધ મંજુર થઈ ગઈ હોય તો તેને ફેર વિચારણા માટે સચિવશ્રી, (અપીલ્સ), મહેસૂલ વિભાગ, બહુમાળી મકાન લાલદરવાજા, અમદાવાદને મોકલવાની રહે છે. આદિવાસીની ગેરકાયદેસર રીતે ખરીદ કરેલ જમીન બાબતોની અપીલ રદ થાય છે.

એક અનુસૂચીત જનજાતીના સભ્ય આવી બીજી જનજાતીના સભ્યને નવી શરતની જમીન વેચે તો તે વેચાણ ગેરકાયદેસર ઠરે છે અને જમીન ખાલસા કરવા પાત્ર બને છે.
આદિવાસીઓએ ધારણ કરેલી જમીનની કોઈક કારણોસર સરકારે હરાજી કરવાની થાય તો તે હરાજીમાં ભાગ લઈ શકે છે. બિનઆદિવાસીને હરાજીમાં ભાગ લેતા કલેક્ટરશ્રી રોકી શકે છે.

જે જમીનો ખાતેદારો અગાઉ જૂની શરતે ધારણ કરતા હતા અને તે જમીન આદિવાસી પાસેથી ૭૩-એનું નિયંત્રણ લાગુ પડવાથી નવી શરતની બની જતી નથી પરંતુ આવી જમીનો પર માત્ર તેની તબદીલી પરનું જ સરકારનું નિયંત્રણ છે.
આ કલમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસીઓનું શોષણ બિનઆદિવાસીઓ દ્વારા ન થાય અને તેમની જમીનો ઓછી કિંમતે પડાવી લેવામાં ન આવે તે છે.
આદિવાસી – આદિવાસી વચ્ચે જમીન વેચાણ માટે પણ પૂર્વ મંજૂરીની આવશ્યકતા છે અને તેમાં જમીન વેચાણ રાખનાર આદિવાસી પાસે નિયત કરેલા ક્ષેત્રફળ કરતા વધુ જમીન રાખી શકાશે નહિ.

૭૩એ ની હેઠળ આદિવાસીની કઈ જમીનનો સમાવેશ ન થાય :-
1.કૌટુંબિક વહેંચણી થતી જમીનની તબદીલી.
2.આદિવાસીઓની કેટલીક જાતીઓમાં રીવાજ મુજબ છોકરીઓને ભરણ પોષણ માટે જમીન જમાઈઓના નામે તબદીલી થતી હોય તેને મંજુરી આપી શકાય.
3.આદિવાસીઓના કુટુંબોમાં મોટા ભઈના નામે જમીન રહેતી હોઈ, નાના ભાઈઓના નામે પાછળથી જમીન તબદીલ થઈ શકે.
4.જમીનનો અદલો બદલો આદિવાસીઓ કરે છે. તેવા કેસોમાં જમીનનો ખરેખર અદલો બદલો થયો છે અને છૂપું વેચાણ થયેલ નથી તેવી ખાત્રીથી મંજૂરી મળી શકે છે. આ અદલો બદલો એક જ કક્ષાના આદિવાસી વચ્ચે જ હોવો જોઈએ અને સરખી કિંમતની જમીન હોવી જોઈએ.
5.જાહેર સંસ્થાઓના નામે જમીનની તબદીલી બાબતે કલેક્ટરશ્રીએ ગુણવત્તા તપાસી તેને મંજુરી અર્થે સરકારમાં દરખાસ્ત રજૂ કરવાની રહે છે.
6.આદિવાસીએ તે જ ગામમાં આથવા પાંચ માઈલના વિસ્તારમાં વસતા અને ખેતી કરતા બીજા આદિવાસીને જમીન તબદીલ કરેલ હોય તો.
7.જમીન તબદીલ બિનખેતીના ઉપયોગ માટે થતી ત્યારે પણ ૭૩એની કલમ લાગુ પડે છે.
8.જે આદિવાસીઓની જમીનમાં ગણોતીયાના હક્ક ઊભા થયા છે તેવા કેસોમાં ૭૩-એ લાગુ પડશે.

કલમ ૭૩એએ :
1.રાજ્યમાં કોઈ આદિવાસીની જમીન કલેક્ટરશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય બીજા કોઈને તબદીલ થઈ શકતી નથી .
2.કોઈ આદિવાસી પોતાની જમીન બીજાને વેચાણ – તબદીલ કરવા માંગતો હોય તો તેના માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે.
3.કોઈ આદિજાતીની વ્યક્તિ બીજી આદિજાતીને વિના પરવાનગીએ જમીન વેચાણ તબદીલી કરે તો તેવી મુળ જમીન ધારણ કરનાર આદિજાતીની વ્યક્તિને તે પરત કરવાની જોગવાઈ છે.
4.આદિજાતીની વ્યક્તિએ બિનઆદિજાતીની વ્યક્તિને વિના પરવાનગીએ વેચાણ – તબદીલ કરેલ હોય તો તેવી જમીન ગેરકાયદેસર વેચાણ થયેલ હોય ખાલસા થવાને પાત્ર છે.
5.બિનઆદિવાસીને વેચાણ કરેલ જમીન સરકાર હસ્તગત કરીને મુળ આદિવાસીને પરત આપવાની કાયદામાં જોગવાઈ છે.
6.જો મુળ આદિવાસી કબ્જેદાર ગેરકારદેસર વેચણ કરેલ જમીન પરત લેવા તૈયાર ન થાય તો તે જમીન તે જ ગામની બીજી આદિજાતીની વ્યક્તિને અથવા નજીકના ગામની બીજી આદિજાતીની વ્યક્તિને સરકાર આપી શકશે.
7.આદિજાતીની વ્યક્તિને વિના પરવાનગી તબદીલ કરવામાં આવી હોય તો ખરીદનાર વ્યક્તિ પાસેથી જમીન ખાલસા થવા ઉપરાંત શિક્ષા પણ કરવામાં આવે છે અને જમીનની કિંમતની ત્રણ ગણી રકમ સુધીનો દંડ થવા પાત્ર છે.
8.ઉપરોકત દંડની રકમ મહેસૂલ બાકી તરીકે વસુલવામાં આવે છે.

કલમ ૭૩એબી :
આદિજાતીની વ્યક્તિ પોતાની જમીન ખેતી માટે લોન લેવા માટે સરકારશ્રીને, સહકારી મંડળી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી નાણાંકિય બેંકને ગીરો મુકી શકે છે અને તે માટે પરવાનગી લેવાની જરૂર નથી જો લોનની રકમ પરત ન થાય તો જે તે સંસ્થા આદિજાતીની જમીન ટોચમાં લઈ વેચીને લોનના નાણાં વસુલી શકે છે. ગીરો મુકેલ જમીન કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી સિવાય બિનજાતીની વ્યક્તિને વેચી શકાતી નથી.

કલમ ૭૩એસી :
ઉપરોક્ત કલમો ૭૩એ અને ૭૩એએ અને ૭૩એબી હેઠળ કલેક્ટર દ્વારા થયેલ દંડકીય કાર્યવાહી દીવાની અદાલતના કાર્યક્ષેત્રની બહારની છે. કલેક્ટરશ્રી જે હુકમ કરે તે કોઈ દીવની કે ફોજદારી અદાલતમાં પડકારી શકાય નહિ. દિવાની અદાલત તે બાબતે કામચલાઉ કે કાયમી મનાઈ હુકમ પણ આપી શકશે નહિ.

કલમ ૭૩એડી :
આદિજાતીની વ્યક્તિએ જમીન વેચાણનો કરેલ દસ્તાવેજ નિયમસરની કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાનો દાખલો રજૂ કરાય ત્યાર પછી જ દસ્તાવેજ નોંધી શકાય છે.
ઉપરોકત કાયદાના અમલીકરણ અંગે જે તે આદિવાસીઓની જમીન ૭/૧૨માં નોંધ કરેલ છે. અને ૭/૧૨ના ડોક્યુમેન્ટમાં ડાબી બાજુ મથાળે લાલ શાહી (સિક્કા)થી ‘‘૭૩એએ થી નિયંત્રીત સત્તા પ્રકાર’’ એવી નોંધ કરવામાં આવે છે.

1.04.2021

મહેસુલી રેકોર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન કરવાથી થયેલ ભૂલો/ક્ષતિઓ સ્વમેળે સુધારવા માટે મામલદાર દ્વારા અનુસરવાની કાર્ય પદ્ધતિ


(1)                                                                            (2) 


          



                      
                               IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT                                                                                                                    

 

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...