10.09.2023

પક્ષકારો વચ્ચેનો કરારભંગ થાય તે સંજોગોમાં વળતર મળી શકે? કેવી રીતે?

 

કોર્ટ એવા નિર્ણય ઉપર આવે કે પણ કરારના ભંગ બદલ વાદી વળતર મેળવવા હક્કદાર છે તો કોર્ટ વળતર અપાવશે


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

સ્પેસિફિક રીલીફ એકટ ૧૯૬૩ ની કેટલીક જગવાઈઓ વિષે આ લેખમાં જોઈશું. સામાન્ય સંજોગોમાં પક્ષકારો વચ્ચે ઊભયપક્ષે વચનનું પાલન કરવાની સમજુતી એટલે પક્ષકારો વચ્ચેનો કરાર ગણાય. પક્ષકારોના કરારનું પાલન કરવા અંગે :
(૧) ભારતીય કરાર અધિનિયમ, ૧૮૭૨ ની જોગવાઈઓની સામાન્યતાને બાધ આવ્યા સિવાય અને પક્ષકારો સંમત હોય તે સિવાય જયારે કોઈ પક્ષકાર દ્વારા વચનના પાલનને કારણે કરારભંગ થાય ત્યારે, તેવા ભંગને કારણે ભોગ બનનાર પક્ષકાર પાસે ત્રાહિત પક્ષકાર મારફતે અથવા તેની પોતાની એજન્સી દ્વારા, કરારનું બીજી રીતે પાલન કરાવવાનો અને તેના દ્વારા કરવામાં આવેલા, ખર્ચ કરેલા અને ભોગવેલા વ્યવ અને બીજા ખર્ચાઓને તેનો ભંગ કરનાર પક્ષકાર પાસેથી વસૂલ કરવાનો વિકલ્પ રહેશે.
(૨) પેટા-કલમ(૧) હેઠળ કરારનું બીજી રીતે પાલન કરાવી શકાશે નહીં, સિવાય કે તેના ભંગનો ભોગ બનનાર પક્ષકાર, ભંગ કરનાર પક્ષકારને નોટિસમાં નિર્દિષ્ટ કરેલા ત્રીસ દિવસથી ઓછા નહીં તેટલા દિવસના સમયમાં, કરારનું પાલન કરવા માટેની નોટિસ લેખિતમાં આપે અને તે ઈન્કાર કરે અથવા તેમ કરવામાં નિષ્ફળ જાય તો, તે ત્રાહિત પક્ષકાર અથવા તેની પોતાની એજન્સી ધ્વારા તેવું પાલન કરાવી શકાશે. પરંતુ ભોગ બનનાર પક્ષકાર પેટા-કલમ(૧) હેઠળ વ્યય અને ખર્ચાઓ વસૂલ કરવા માટે હકદાર રહેશે નહીં, સિવાય કે તેની પાસે ત્રાહિત પક્ષકાર મારફતે અથવા તેની પોતાની એજન્સી દ્વારા પાલન કરાવવાનો કરાર હોય નિર્દિષ્ટ પાલનનું હુકમનામું કરી આપવા અંગે કોર્ટનો વિવેકાધિકાર:
(૧) કોઈપણ કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી આપવાની હકુમત કોર્ટના વિવેકાધીન છે અને એવી દાદ આપવાનું કાયદેસર હોય એટલા ઉપરથી જ તેમ કરવા માટે કોર્ટ બંધાયેલી નથી, પણ કોર્ટનો વિવેકાધિકાર મનસ્વી નહીં પણ સંગીન અને વાજબી તેમજ ન્યાયના સિદ્ધાંતોથી પ્રેરિત અને અપીલ કોર્ટ દ્વારા ફેરવવા પાત્ર રહેશે.
(૨) નીચેના દાખલાઓમાં કોર્ટ યથાનિર્દિષ્ટ પાલનનું હુકમનામું ન કરી આપવાનો વિવેકાધાર યોગ્ય રીતે વાપર્યો ગણાશે:
(ક) કરારથી બંધાયેલ અથવા કરાર કરતી વખતે પક્ષકારોની વર્તણૂક એવી હોય અથવા કરાર બીજા જે સંજોગો હેઠળ કર્યો હોય તે સંજોગો એવા હોય કે તે કરાર રદ થઈ શકશે તેવો ન હોવા છતાં, તે કરારથી વાદીને પ્રતિવાદી ઉ૫૨ ગેરવાજબી લાભ ભળતો હોય ત્યારે, અથવા
(ખ) કરારનું પાલન કરવાથી પ્રતિવાદીને પોતે ધારી ન હોય એવી મુશ્કેલીઓમાં મૂકાવું પડ્યું હોય અને તેનું પાલન થવાથી વાદીને એવી મુશ્કેલીમાં ન મૂકાવું પડતું હોય ત્યારે,
(ગ) પ્રતિવાદીએ કરાર એવા સંજોગોમાં કર્યો હોય કે જેથી તે રદ થઈ શકે તેમ ન હોય છતાં તેને યથાનિર્દિષ્ટ પાલન કરાવવાથી અન્યાય થતો હોય ત્યારે,
સ્પષ્ટીકરણ:-૧ઃ અવેજ અપૂરતો છે એટલા ઉપરથી જ અથવા કરાર પ્રતિવાદીને માટે બોજારૂપ છે અથવા કરાર સ્વરૂપથી જ આગળ પાછળનો વિચાર કર્યા વગરનો છે, એટલી જ હકીકત ઉપરથી ખંડ(ક)ના અર્થ મુજબ ગેરવાજબી લાભ મળે છે. અથવા ખંડ(ખ)ના અર્થ મુજબ મુશ્કેલીમાં મૂકાવું પડે તેમ છે એમ ગણાશે નહીં.
સ્પષ્ટીકરણ-૨ : કરાર થયા પછીના વાદીના કોઈ કૃત્યથી મુશ્કેલી ઊભી થઈ હોય તે સિવાયના દાખલાઓમાં, પ્રતિવાદીને ખંડ(મ)ના અર્થ મુજબ કરારનું પાલન કરવાથી મુશ્કેલીમાં મુકાવું પડશે કે નહીં તે પ્રશ્ન કરાર કરતી વખતના સંજોગો જોઈને નક્કી કરવામાં આવશે.
(૩) જેનું નિર્દિષ્ટ પાલન કરી શકાય એવા કોઈ કરારને પરિણામે વાદીએ મહત્વનાં કાર્યો કર્યાં હોય અથવા નુકસાન ભોગવ્યું હોય તેવા દાખલામાં કોર્ટ યથાનિર્દિષ્ટ પાલન માટે હુકમનામું કરી આપવાનો પોતાનો વિવેકાધિકાર યોગ્ય રીતે વાપર્યો ગણાશે.
 (૪) બીજો પક્ષકાર ઈચ્છે તો તેનો અમલ ન કરાવી શકાય એવો કરાર હોય એટલા જ કારણે કોર્ટથી તેનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી આપવાની કોઈ પક્ષકારને ના પાડી શકાશે નહીં.
(૫) જ્યારે કરારના ભંગનો ભોગ બનનાર પક્ષકાર પાસે ત્રાહિત પક્ષકાર મારફતે અથવા તેની પોતાની એજન્સી દ્વારા પાલન કરાવવાનો કરાર હોય ત્યારે, પેટા કલમ(૧) હેઠળ નોટિસ આપ્યા પછી, ભંગ કરનાર પક્ષકાર સામે ધંધાનિર્દિષ્ટ પાલનની દાદ માટે દાવો કરવા હક્કદાર રહેશે નહીં.
(૬) આ કલમની કંઈપણ બાબત કરાર ભંગના ભોગ બનનાર પક્ષકારને ભંગ કરનાર પક્ષકાર પાસેથી નુકસાની વળતર દાવો કરતાં અટકાવી શકશે નહીં.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સંબંધિત કરાર માટેની ખાસ જોગવાઈઓ:
(૧) આ અધિનિયમ હેઠળ કોઈ દાવામાં, અનુસૂચિતમાં નિર્દિષ્ટ કરેલા સંબંધિત કરાર સમાવેશ હોય તેમાં, ન્યાયાલય દ્વારા મનાઈ હુકમ આપી શકાશે નહીં. જ્યાં મનાઈ હુકમની મંજૂરી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિમાં અથવા પૂર્ણ થવામાં કોઈ અવરોધ અથવા વિલંબનું કારણ બને તેમ હોય,
સ્પષ્ટીકરણ:  “ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટ» એટલે અનુસૂચિમાં નિર્દિષ્ટ યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર -ઉપક્ષેત્રોનો વર્ગ એમ ગણાય.
(૨) કેન્દ્ર સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસની જરૂરિયાતને આધારે અને જો તેમ કરવું જરૂરી અથવા યોગ્ય માને તો, રાજપત્ર (ગેઝેટ)માં જાહેરનામું પ્રસિદ્ધ કરીને, યોજનાઓ અથવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપક્ષેત્રોના કોઈપણ વર્ગ સંબંધિત અનુસૂચિ સુધારી શકશે.
ખાસ ન્યાયાલયોની નિયુક્તિ:
રાજ્ય સરકાર, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of the
High court) સાથે સલાહ સૂચનથી. રાજપત્રમાં જાહેરનામું (ગેઝેટ) પ્રસિદ્ધ કરીને, આ અધિનિયમ હેઠળ વિસ્તારની સ્થાનિક હદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ સંબંધિત કરારોને લગતી હકુમત વાપરવા અને દાવા ચલાવવા, એક અથવા વધુ દાવાની ન્યાયાલયોની ખાસ ન્યાયાલયો તરીકે નિયુક્ત કરશે.
દાવાઓનો શક્ય તેટલો ઝડપી નિકાલ કરવા બાબતઃ
સિવિલ પ્રોસીજર કોડમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, નામદાર કોર્ટ દ્વારા આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ દાખલ થયેલ દાવાનો નિકાલ, પ્રતિવાદીને સમન્સની બજવણીની તારીખથી બાર મહિનાના સમયગાળામાં જ કરવો જોઈશે. પરંતુ ન્યાયાલય ધ્વારો, કારણોની લેખિતમાં નોંધ કર્યા બાદ, તેવો સમયગાળો એકંદરે છ મહિનાથી વધારે નહીં તેવા વધારાના સમયગાળા માટે લંબાવી શકાશે.
અમુક કેસોમાં વળતર અપાવવાની સત્તા:
(૧) કરારના યથાનિર્દિષ્ટ પાલનના દાવામાં, વાદી, કરારના યથાનિર્દિષ્ટ પાલન ઉપરાંત કરાર ભંગ બદલ વળતર પણ માગી શકશે.
(ર) એવા કોઈ દાવામાં, કોર્ટ એવા નિર્ણય ઉપર આવે કે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવવું ન જોઈએ પણ પક્ષકારો વચ્ચે થયેલા કરારનો પ્રતિવાદીએ ભંગ કર્યો છે અને વાદી કરારના ભંગ બદલ વળતર મેળવવા હક્કદાર છે તો કોર્ટ તદનુસાર તેને વળતર અપાવશે.
(૩) એવા કોઈ દાવામાં કોર્ટ એવા નિર્ણય ઉપર આવે કે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવવું જોઈએ પણ કરારનું પાલન થાય એટલું જ તે કેસમાં ન્યાય માટે પૂરતું નથી અને કરારનો ભંગ થવા બદલ વાદીને કંઈ વળતર પણ મળવું જોઈએ, તો કોર્ટ, તદનુસાર તેને વળતર અપાવશે.
(૪) આ કલમ હેઠળ આપવામાં આવેલા વળતરની રકમ નક્કી કરવામાં કોર્ટ ભારતના કરાર અધિનિયમ, ૧૮૭૨ ની કલમ-૭૩ માં નિર્દિષ્ટ કરેલા સિદ્ધાંતોને અનુસરો.
(૫) વાદીએ પોતાની દાવા અરજીમાં એવું વળતર માગ્યું ન હોય તો, આ કલમ હેઠળ કોઈપણ વળતર અપાવી શકાશે નહીં. પરંતુ વાદીએ દાવા અરજીમાં એવું મળતર માંગ્યું ન હોય ત્યારે કોર્ટ કાર્યવાહીના કોઇપણ તબક્કે વળતરની માંગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે.
સ્પષ્ટીકરણ: કરાર યથાનિર્દિષ્ટ પાલન કરી શકાય તેવો રહ્યો ન હોય એવી પરિસ્થિતિમાં પણ કોઇને આ કલમથી મળેલી હકુમત વધારવામાં બાધ આવશે નહીં.
કબજા, વિભાજન, બાનાની રકમના રીફંડ વગેરે માટે દાદ આપવાની સત્તા:
(૧) દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૯ માં વિરુદ્ધનો ગમે તે મજકૂર હોય છતાં, સ્થાવર મિલકત તબદિલ કરવાના કરારના યથાનિર્દિષ્ટ પાલન માટે દાવો માંડનાર કોઈપણ વ્યકિત, યોગ્ય દાખલામાં–
(ક) કરારના યથાનિર્દિષ્ટ પાલન ઉપરાંત મિલકતનો કબજો અથવા તેનું વિભાજન કરાવી સ્વતંત્ર કબજો માંગી શકશે, અથવા
(ખ) યથાનિર્દિષ્ટ પાલનનો તેનો દાવો નકારવામાં આવે ત્યારે તેણે આપેલી બાનાની ૨કમ અથવા મૂકેલી અનામત રકમના રીફંડ સહિતની બીજી જે કોઈ દાદ માટે પોતે કાર હોય તે માંગી શકશે.
(૨) પેટા કલમ(૧)ના ખંડ(ક) અથવા ખંડ(ખ) હેઠળની કોઈપણ દાદ ખાસ માંગી ન હોય તો કોર્ટથી કદી આપી શકાશે નહીં. પરંતુ વાદીએ દાવા અરજીમાં એવી કોઈ દાદ માંગી ન હોય ત્યારે કોર્ટ, કાર્યવાહીના કોઈપણ તબક્કે, દાદની માગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે.
(૩) પેટા-કલમ (૧)ના ખંડ) હેઠળ દાદ આપવાની કોર્ટની સત્તાથી વળતર આપવાની તેની સત્તાને બાધ આવશે નહી.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...