10.21.2019

નવી શરતની જમીન જૂની શરતમાં કેવી રીતે તબદીલ કરી શકાય ?

શરત ફેર અને શરતભંગ, નવી શરતની જમીન જૂની શરતમાં કેવી રીતે તબદીલ કરી શકાય તેવા જમીન અને કાયદા ને લગતાં અમુક સવાલો નીચેની માહિતીથી સ્પષ્ટ થઇ જશે. 


નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રિમિયમ કે અરજી લીધા વગર જ મામલતદારે ૧૫ વર્ષ પુર્ણ થયા હોય ત્યાં ખેતીના હેતુ માટે જૂની શરતે ફરેવી આપવાનો કાયદો છે. જમીન વહિવટ અંર્તગર્ત જ્યારે કોઈપણ જમીનનુ મુલ્ય રૂ.૫ કરોડ સુધીનુ હોય તેવા કિસ્સાઓમાં નિર્ણય કરવાનો અધિકાર કલેક્ટર પાસે રહેલો છે.

જયારે નવી શરતની જમીન ને જૂની શરતમાં ફેરવવી હોય ત્યારે બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડ મુજબ તેમજ ગણોતિયા ધારાની જોગવાઈઓ પ્રમાણે  1-08-1956 થી  ગણોતીયો મૂળ માલિકને જમીન પરત કરે ત્યારબાદ તે જમીનનો વ્યહવાર થાય અને જો જમીન જૂની શરતની હોય તો તે પ્રતિબંધિત પ્રકાર ની નવી શરતની જમીન ગણાય.  29-12-1965 મુજબ જો ગણોત અને જમીન માલિક વચ્ચે કેસ ચાલતો હોય અને ગણોતીયો મૂળ માલિકને જમીન પરત કરે તો પણ તે જમીન જૂની શરતની ગણાય.

રાજય સરકાર તરફથી ખેતીના હેતુ માટે અપાયેલી નવી અને અવિભાજય શરતની જમીનો કે જેનો મુખ્યત્વે ગ્રાન્ટ કરીને આપેલી હોય તેવી સરકારી પડતર જમીનો, વિવિધ સત્તાઓ પ્રકાર નાબુદી કાયદાઓ જેવા કે મુંબઈ કનિષ્ઠ વતન નાબુદી ધારો, બરોડા પટેલ વતન નાબુદી ધારો, બરોડા એબોલેશન એકટ, સ્ટાઈપેન્ડ રી નાબુદી અધિનિયમ હેઠળ પેટલાઈની જમીનો, અવેડા તળેની જમીનો કનિષ્ઠ કે ગામનોકરો કે ચાકરિયાત કાયદા અન્વયે રીગ્રાન્ટ થયેલી જમીનો મુંબઈ ગણોત અધિનિયમ ૧૯૪૮ હેઠળની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો તથા જેની તબદીલી હેતુફેર કે હીત સબંધના ભાગલા પાડવા સરકારની પુર્વ મંજુરીની જરૂરત હોઈ તેવી જમીનો ખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે સરકારશ્રીના તા. ૧૮-૧૨-૦૪ સંકલીત ઠરાવ ક્રમાંક : નશજ-૧૦૨૦૦૩-૨૬૦૦-જ થી અમલીકરણ માટેની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે


નવી શરતની જમીન અંગે બિનખેતી પ્રિમીયમ નક્કી કરવાના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો

મુંબઈ પરચુરણ ઈનામ નાબુદી ધારો, 1955 જમીન ઉપરના અનઅઘિકૃત કબજા નિયમબંધ કરવા બાબત
ઠરાવ ક્રમાંક : નશજ્/1088/સીએમઆર-104/છ


નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાનીં પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બીનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિંમાં સરળીકરણ લાવવા બાબતે. ક્રમાંક-નશજ-102006-571-જ (પાર્ટ-2)

નવી અને અવિભાજય શરતની ખેતીની જમીનોને ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણૉ દુર કરવા/જૂની શરતમાં ફેરવવા અંગે  ઠરાવ ક્રમાંક : નશજ/ 10ર006/પ71/જ


ગુજરાત ખેત જમીન ટોચ મર્‌યાદા ધારો-1960 હેઠળ સાંથણીથી ફાળવેલી જમીનોને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા બાબત. ઠરાવ ક્રમાંક : એએલસી-102001-859-છ


ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાથીર્ઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી અને અવિભાજ્ય શરતના નિ્યંત્રણો દુર કરી ફ્કત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા બાબત. 
ઠરાવ ક્રમાંક : એએલસી-102001-859-છ


નવી અને અવિભાજ્ય શરતની ખેતીની જમીનનો ખેતીના/ બિનખેતીના હેતુ માટે વેચાણ/શરતફેર કરવા તથા જમીન મહેસુલ કાયદાની કલમ-73એએ હેઠળની જમીન વેચાણ/તબદીલ કરવા અંગેની અરજીની નમૂનો નિયત કરવા બાબત... ઠરાવ ક્રમાંક : નશજ-અદજ-102003-1983-જ

ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાથીર્ઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી અને અવિભાજ્ય શરતના નિ્યંત્રણો દૂર કરી ફ્કત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા બાબત.
ઠરાવ ક્રમાંક : એએલસી-102000/660-છ

બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73-AA સંબંધિત અગત્યનાં ચુકાદાઓ જજમેન્ટ Latest Judgments pertains to Section 73-AA of Bombay Land Revenue Code

બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73-AA સંબંધિત અગત્યનાં ચુકાદાઓ જજમેન્ટ Latest Judgments pertains to Section 73-AA of Bombay Land Revenue Code




મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ ની કલમ 73-કક સંબંધિત અગત્યનાં અદ્યતન ચુકાદાઓ

1. Patel Dolabhai Panabhai v. State of Gujarat

Bombay Land Revenue Code, 1879 S. 73-AA and Constitution of India, Art. 226 – Breach – Eleven years have passed after the order of the Joint Secretary (Appeal) – petitioner aware – right of the original owner have come into effect after the passing of the order by the Deputy Collector – held, that petitioner were not bereft of legal assistance, therefore, illiteracy, by itself, cannot be considered to be a reasonable explanation for the delay. [PARA-9, 15, 16]

Further held that, entry mutated in the revenue record regarding breach of the provision of S. 73AA – no action taken by petitioner till 4 years – finding of the revenue authority held to be legal and proper – petition rejected. [PARA-17]

2. Dhansukhbhai Lallubhai Bhavsar v. State of Gujarat and Ors.

Bombay Land Revenue Code. 1879 – S. 73AA, 73AA(4), 73AA(7), 211 – prior permission of the Collector was not obtained for selling the land to a non-tribal person by a tribal person – held, the petitioner had accepted the order of the Principal Secretary (Appeals) till filing of the petitions – the order challenged only after the order implemented by the Deputy Collector directing vesting of land in question – petitioner heard and submission recorded by Secretary (Appeals), therefore the petitioner was aware about passing of order – having failed to appear before the Deputy Collector in spite of issuance of notices, it does not lie in the mouth of the petitioners to now say that the order has been passed against dead persons – petitioner not choose to challenge the order after 10 years – no explanation served by petitioner regarding the delay – held the order of the revenue authority legal and proper – petitionsrejected. [PARA-18, 20, 21]

3. Shamjibhai Keshavjibhai Kansagra (Patel) and Ors. v. Principal Secretary, Revenue Dept. (Appeals) and Ors. AIR 2011 GUJARAT 55

Succession Act (39 of 1925), S. 63 – Transfer of Property Act (4 of 1882), S. 5 – Bombay Land Revenue Code (5 of 1879), S. 73AA – Bombay Tenancy and Agricultural Lands Act (67 of 1948), S. 63 – Execution of will – Will cannot be executed in contravention of law – occupancy rights of tribal cannot be transferred by any tribal to any other tribal or nontribal in view of restriction under S. 73AA of Bombay Land Revenue Code – Similarly tenant-owner of agricultural land cannot wish nor can show his intention to transfer his right on agricultural land to a non-agriculturist by executing a will in contravention of S. 63 of Bombay Tenancy Act. [PARA-20, 21, 22, 24]

4.  Patel Punjabhai Jethabhai v. State of Gujarat 2006 (1) GLR 199

Thus it is clear that the said provision applies to contravention of sub-section (1) of 73AA any time on or after the date of commencement of the Bombay Land Revenue (Gujarat Second Amendment) Act, 1980. Hence, to the coming into force of the Amendment Act of 1980 cannot be said to be a contravention falling within the ambit of sub-section (1) of section 73AA. In the facts exchange has been effected in 1976 that is much before the coming into force of the Amendment Act of 1980. Hence, the same cannot in any manner said to be in contravention ofsub-section (1) of Section 73AA of the Code
જમીન મહેસૂલ અધિનિયમ-1879 ની કલમ-73 AA હેઠળ જમીન વેચાણ ની અરજી ઓનલાઇન કરવા માટે અહી કલીક કરો

if you have liked the article please share it and follow me.

જમીનના દસ્તાવેજો અને ઈ-ધરા પ્રોજેકટ

જમીનના દસ્તાવેજો અને ઈ-ધરા પ્રોજેકટ

  1. જૂની શરત:
  2. નવી શરત :
  3. ખેડૂતો માટે કેટલાક મહત્ત્વના દસ્તાવેજો :
    1. ગામનો નમૂનો ૮-અ / જમીન ખાતાવહી :
    2. ગામનો નમૂનો છે ૭ અને ૧ર:
  4. લાયક જમીનના કોલમમાં દશર્વિલ અન્ય વિગતો :
    1. ગણોતીયા:
    2. ગામ નમૂનો - ૬ હક્ક પત્રક :

જમીન મહેસુલ અંગેની થયેલ કાયદાઓની વિગત અત્રે દર્શાવેલ છે.
  1. મોજણી અને જમાબંધી કાયદો(સ એન્ડ સેટલમેન્ટ એકટ), ૧૮૬૫ એકટ), ૧૮૬૫
  2. મોજણી અને જમાબંધી અધિનિયમ સુધારા (સર્વે એન્ડ સેટલમેન્ટ એક્ટ એમેન્ડમેન્ટ), ૧૮૬૮
  3. મુંબઈ જમીન મહેસુલ સંહિતા કોડ ધી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ એમેન્ડમેન્ટ), 2294
  4. મુંબઈ જમીન મહેસુલ કોડ સુધારો (ધી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ એમેન્ડમેન્ટ), 9693
  5. મુંબઈ જમીન મહેસુલ કોડ સુધારો (ધી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ એમેન્ડમેન્ટ), 9636. જમીન મહેસુલ દ્વારા સરકારની આવક થાય છે. જમીન એ ધરતીમાતા છે. અખાત્રીજના દિવસે ખેડૂતો ધરતી અને ખેતઓજારોની પૂજા કરી નવા વર્ષની શરૂઆત કરે છે. ખેતીની જમીન ધરાવતા ખેડૂતને જમીનના દસ્તાવેજો વિષે જાણકારી હોવી જરૂરી છે. વળી ખેતીલાયક જમીનનું ખરીદ-વેચાણ દરેક વ્યક્તિ કરી શકતી નથી. તેના માટે ખેડૂત હોવું જરૂરિયાત છે. ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો જૂની નવી શરત મુજબ ખેડૂત હોય છે.

જૂની શરત:

જૂની શરત મુજબ વંશપરંપરાગત રીતે એટલે કે વારસામાં મળેલ જમીનના માલિક બનેલ વ્યક્તિ અથવા ગણોત વગરની વેચાતી જમીનના માલિક બનેલ વ્યક્તિ. જમીન વેચાતી લેવા માટે વ્યક્તિએ પોતે ખેડૂત હોવું જરૂરી છે.

નવી શરત :

નીચે દર્શાવ્યા મુજબ વિવિધ પ્રકારે જમીન ધારણ કરી ખેડૂત બની શકાય છે.
  1. ગણોત હક દ્વારા મળેલ જમીન વડે
  2. સરકારે સાંથણીમાં આપેલ જમીન વડે
  3. સરકારના ચાકરીયાત તરીકે મળેલ જમીન વડે
  4. ઉદ્યોગ, મીઠું પકવવા વગેરે યોજના નીચે મળેલ જમીન વડે
  5. વૃક્ષ ઉછેર મંડળી, સહકારી મંડળી વગેરેને કોતરોની જમીન સરકારે ફાળવેલ છે તેના વડે નવી શરતની જમીનમાં ફક્ત જમીન વપરાશનો હક આપવામાં આવે છે. આ જમીન વેચી શકાતી નથી કે અન્યના નામે ફેરબદલ કરી શકાતી નથી. આ માટે જમીનને જૂની શરતમાં ફેરવવી પડે છે.
આમ કરવા માટે તેમાં નીચે જણાવેલ શરતો લાગુ પડે છે.
  1. ગ્રામ્ય વિસ્તામાં ૧૫ વર્ષ કરતા વધુ વર્ષથી ગણોતીયાનો કબજો હોય તો તે જમીનના આકારના ૬૦ ગણા પટ ભરી નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવી શકાય છે. આ રકમ મહેસુલના બજેટ સદરે ગામના તલાટી મારફતે ભરવાની હોય છે. ૧૫ વર્ષના કબજા દરમ્યાન શરતભંગ થયેલ નથી તે બાબતની ચકાસણી કરી જમીન જૂની શરતમાં ફેરવી આપે છે.
  2. જમીન એક ખેડૂતથી બીજા ખેડૂતને જ વેચી શકાય છે એટલે કે નવી શરતની જમીન બિનખેડૂત વેચાતી લઈ શકે નહિ.
  3. આચાર્ય વિનોબા ભાવે દ્વારા ભૂદાન ચળવળમાં મળેલ જમીન જૂની શરતમાં ફેરવી શકાય નહિ.
  4. જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીનને જૂની શરતમાં ફેરવી શકાય નહિ.
  5. શહેરી વિસ્તારની નવી શરતની જમીનો ખેતી માટે જૂન શરતમાં ફેરવી શકાતી નથી.
ખેતીલાયક જમીનનો ખેતી સિવાયના હેતુ માટે ઉપયોગ કરવો હોય તો બિન ખેતી પરવાનગી (N.A- નોન એગ્રિકલ્ચર પરિમશન) લેવાની રહે છે.

ખેડૂતો માટે કેટલાક મહત્ત્વના દસ્તાવેજો :


ગામનો નમૂનો ૮-અ / જમીન ખાતાવહી :

આ નમૂનામાં જમીન જે ગામની હોય તે ગામનું નામ, તાલુકો, જીલ્લો અને તેનો ખાતા નંબર તથા જમીનના કબજેદારોના નામ, બ્લોક સર્વે નંબરો, સર્વે નંબર મુજબ જમીનનું ક્ષેત્રફળ, આકાર તથા અન્ય વિગતો દર્શાવેલી હોય છે. ગામ નમૂનો ૮-અ ઉતારાની નીચે નમૂનો કઢાવેલ તારીખ અને ઉતારા ક્રમાંક લખેલ હોય છે.

ગામનો નમૂનો છે ૭ અને ૧ર:

ગામના દફતરે કુલ ૧ થી ૧૮ નમૂના હોય છે. જેમાં ખેતીને લગતા નમૂના ૭ અને ૧રને ભેગાં દર્શાવતો આ નમૂનો છે તેથી ખેડૂતોમાં ૭/૧૨ના ઉતારા તરીકે જાણીતો બનેલ છે. ઉપરના ભાગે નમૂનો ૭ તથા નીચેના ભાગમાં નમૂનો ૧૨ દેશોવેલ છે.
નમૂના-૭માં બ્લોક/સર્વે નંબર લખેલ હોય છે દા.ત. ૧૨૮૦ પૈકી. ત્યારબાદ નવી શરત કે જૂની શરતની જમીન, ખેતરનું નામ તથા અન્ય વિગતો લખેલી હોય છે જેમ કે બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર, શરત ૩૩/અ અથવા અન્ય શરતો. આ વિગતોની સામી બાજુએ ગામ, તાલુકો, જીલ્લો અને પછી જમીનને લગતી વિગતો દર્શાવેલ હોય છે.
લાયક જમીનના ખાનામાં જરાયત, પિયત કે ક્યારી કે બાગાયત દર્શાવેલ હોય છે. તેની સામેની કુલ ક્ષેત્રફળ (હેક્ટર અને ચો.મી.)માં જણાવેલ હોય છે.

લાયક જમીનના કોલમમાં દશર્વિલ અન્ય વિગતો :

(૧) ક્ષેત્રફળ: જમીનનું કુલ ક્ષેત્રફળ હેક્ટર, અર, ચો.મી.
(૨) આકાર: જમીનની ઉપજશક્તિ અને ક્ષેત્રફળના આધારે મહેસુલ નક્કી કરવા માટેના નિયત સરકારી ધોરણોને અધારે જમીનનો આકાર સરકાર નક્કી કરે છે તે પ્રમાણે જમીન મહેસુલ નક્કી થાય છે.
(૩) જુડી તથા વિશેષ ધારો: આકાર મુજબ નક્કી કરેલ મહેસુલ સિવાય વધારાની વસુલાત અંગેની વિગતો જણાવેલ હોય છે.
(૪) પાણી ભાગ: સરકારી કૂવામાંથી પાણી લીધેલ હોય તો તે પેટે આપવાની રકમ પાણી ભાગ તરીકે જણાવેલ હોય છે.
તેની બાજુમાં ખાતા નં. (૮-અ મુજબ) તે ખાતામાં હિસ્સા મુજબ ક્ષેત્રફળ, આકાર અને કબજેદારનાં નામ, નામોની ઉપર નોંધ નંબરો લખેલા હોય છે. આ નંબરો હક્કપભ્રંક માં જુદા જુદા સમયે આ જમીન અંગે પાડેલ ફેરફાર નોંધોના નંબરો છે. તેની નીચે ગણોતીયા હોય તો તેની વિગત તથા તેની બાજુમાં આ જમીન ઉપર બીજા હક્કો તેમજ બોજો હોય તો તેની વિગતો જણાવેલી હોય છે.

ગણોતીયા:

જમીનની ઉપજને ગણોત કહે છે. મુળ જમીન માલિકની જમીન ખેડનાર અને તેમાંથી પેદા થયેલ ઉપજ (ગણોત) જમીન માલિકને આપે તેને ગણોતીયા કહે છે.
(ખ) બીજા હક્કો અને બીજાની વિગતો: બીજા હક્કોમાં આ જમીન બેંક અથવા અન્ય નાણાંકીય સંસ્થામાં તારણમાં મૂકી ધિરાણ લીધેલ હોય અથવા તે જમીન ઉપર કોઈ મનાઈ હૂકમ અથવા વચગાળાના હૂકમ હોય તો તેની નોંધ આ કોલમમાં કરેલી હોય છે.પહેલાના સમયમાં ખાનગી રાહે ગીરો મુક્લ જમીન હોય કે સાદો કરાર કરેલ હોય તેની પાર. નોંધ થતી તી, આજે ફક્ત રજીસ્ટર્ડ દસ્તાવેજથી ગીરોખત કહેલ હોય તો તેની નોંધ કરવામાં આવે છે.
નમૂના-૭ ની નીચેના ભાગે નમૂનો ૧ર:
નમૂના-૧૨ ને ખેડૂતો પાણીપત્રક મુળ નામ પહાણી (એટલે કે તપાસ કે મોજણી) હતું જે કાળક્રમે બદલાતા પાણીપત્રક તરીકે ખેડૂતો ઓળખે છે , જે દર વર્ષે તલાટી દ્વારા વિગતો લખીને ખેડૂતને આપવામાં આવે છે. આ નમૂનામાં ખેડૂતનું નામ, જે તે ઋતુમાં પિયતનો સ્ત્રોત, જમીનમાં આવેલ વૃક્ષોની વિગતો જણાવેલી હોય છે. આ પત્રની વિગતો દર વર્ષે બદલાતી રહે છે. તેથી દરેક ખેડૂત દર વર્ષે તલાટી પાસે પાણીપત્રક લેવું જોઈએ. દરેક ગામના આ દફતરના આધારે તાલુકા કક્ષા, જીલ્લા કક્ષા , રાજ્ય કક્ષા અને દેશ ક્ષાએ પાક અંગેના અંદાજો. તૈયાર કરવામાં આવે છે. તેથી આ પ્રકારની માહિતી સચોટ રીતે અને નિયમિતપણે સરકારને મળવી જરૂરી છે. આમ ગામનું દફતર એક પાયાનું અને મહત્ત્વનું છે જે થકી જ સાચો અંદાજ મેળવી શકાય. પાકનું નામ અને ક્ષેત્રફળમાં એક જ સર્વે નંબરમાં બે અલગ અલગ પાક કર્યો હોય તો ક્ષેત્રફળ મુજબ પાકના નામ અલગ દર્શાવેલ હોય છે. ખેડની રીતમાં જાતે, ભાડેથી, ઉચ્ચ અથવા ભાગથી તથા સિંચાઈના સ્ત્રોતમાં પોતાની, બીજાનો કૂવો, નહેર, એન કે ઈલેકટ્રીક મોટર વગેરે દર્શાવેલ હોય છે પાણીપત્રકમાં ક્બજેદારનું નામ લખેલું હોય છે. જેથી જમીન ઉપર તેનો ક્બજો છે તે સાબિત કે પ્રમાદિત થાય છે. મહેસુલી કાયદા મુજબ તલાટી પાણીપત્રકમાં વાવેતરનું નિરીક્ષણ કરી સર્વે નંબરમાં તેની નોંધ કરે છે. આ નોંધમાં ચોક્સાઈ ન રાખેલ હોય તો પાક વીમાની રકમ મેળવવામાં મુશ્કેલી પડે છે. હવે ગુજરાત સરકારે કેટલાક જિલ્લાઓમાં નમૂના- અને ૧૨ ને જુદા પાડી અલગ અલગ આપવાનું શરૂ કરેલ છે. ટૂંકમાં સમયમાં સમગ્ર રાજ્યમાં આ પ્રકારે નમૂના આપવામાં આવશે. રાજ્ય સરકારે સર્વે કરી જમીનની માપણીની કામગીરી પૂર્ણ કરેલ છે. તેથી આ નમૂનામાં કબજેદારની જમીનનો નકશો તથા આકાર પણ દર્શાવવામાં આવશે.

ગામ નમૂનો - ૬ હક્ક પત્રક :

જમીન હક્કપત્રક નમૂના-૨માં જમીન અંગે સમયે સમયે થયેલ હૃક સંબંધી ફેરફાર નોંધ કરેલ હોય છે. આ નમૂનામાં ગામ તાલુકા અને જીલ્લાનું નામ, નોંધ, તારીખ અને કારના કોલમમાં વિગત આપેલ હોય છે, ફેરફાર સંબંધિત ખાતાઓનાં સર્વે બ્લોક અને પેટા હિસ્સો
તવા ખાતા નંબરની વિગતો દશાવેલી હોય છે. અગાઉ . કોઈ નોંધ નામંજૂર થયેલ હોય તો ક્રમાંક ને. અને તારીખ જણાવેલી હોય છે. છેલ્લા ખાનામાં તપાસણી કરનાર અધિકારીનો શેરો અને સહી, તારીખ અને નામ તથા હોદદો લખેલો હોય છે.
જો ખેડૂત કોઈપણ ફેરફાર નોંધ માટે નિયત ફોર્મમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરે તો રેકર્ડમાં તે બાબતે કાચી નોંધ કરવામાં આવે છે, અને ૩૦ દિવસ બાદ તેની પાકી નોંધ કરાય છે. આ દરમ્યાન જો ફેરફાર અંગે જરૂરી હોય તો સંબંધિત વ્યક્તિનો નોટિસ પાઠવાય છે જે જમીન મહેસુલની ભાષામાં કા.ક. ૧૩૫-ડી મુજબ નોટીસ કહેવાય છે. નોટિસ બાદ કોઈ જ વાંધો ૩૦ દિવસ દરમ્યાન લેખિતમાં ન આવે તો કાચ ફેરફાર નોંધને પાકી નોંધ કરવામાં આવે છે.
જમીન દસ્તાવેજો અંગે સરકારશ્રી દ્વારા કેટલીક ટુંકી સંજ્ઞાઓની વપરાય છે જેનો અર્થ નીચે દર્શાવેલ વિગતોથી સમજાશે :
(૧) જમીન – જમીન
() ગણત – ગણોત
(૩) નાશ - નવી શરત
(૪) જુશ – જુની શરત
(૫) પ્રસપ્ર - પ્રતિબંધિત સત્તા પ્રકાર
(૬) ૭૩એ – આદિવાસીને આપેલ સરકારી જમીન અંગે કેન્દ્ર સરકારનો કાયદો
જમીનને લગતી બાબતો અંગેના વહીવટ માટે સરકારશ્રી દ્વારા નીચે જણાવ્યા મુજબનું વહીવટી માળખું ગોઠવાયેલ હોય છે જેમાં જીલ્લા કક્ષાએ કલેકટરશ્રીથી માંડી ગામ કક્ષાએ તલાટીનો સમાવેશ થાય છે. તેનો ફલોચાર્ટ અન્ને દર્શાવેલ છે.
ઈ-ધરા / જમીન નોંધણી સંચાલન પદ્ધતિ :
રાજ્ય સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન મહેસુલ છે. જમીન મહેસુલની વસુલાત માટે દફતરની જાળવણી કરવામાં આવે છે. જમીન દફતરમાં થતાં કોઈપણ જાતના ફેરફાર જેવાં કે વેચાણ, વારસાગત નામફેર, વહેંચણી, ભાડાકરાર વગેરેની નોંધ જે તે ગામના તલાટી દ્વારા કરવામાં આવતી હતી. આ પદ્ધતિ બોજારૂપ, અપારદર્શક, વ્યવહારકુશળતામાં શંકાસ્પદ અને સંચાલનમાં અઘરી હતી. ગુજરાત સરકારશ્રી, દ્વારા આઈટી ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ-ધરા જમીન નોંધણી સંચાલન પદ્ધતિ અમલમાં મૂક્વામાં આવી અને તેના અમલ થકી રાજયનાં દોઢ કરોડ કરતા પણ વધુ જમીનના દસ્તાવેજોની નોંધણી કોમ્યુટરમાં કરેલ ત્યારબાદ તા. ૧-૦૪-૨૦૦૫થી રાજયનાં તમામ તાલુકાઓમાં ઈ-ધરા કેન્દ્રો ખોલવામાં આવ્યાં. આ ઈ-ધરા (જમીન નોંધણી સંચાલન પ્રવૃત્તિના) મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.
મુખ્ય હેતુઓ :
(૧) ગુણવત્તાયુક્ત સેવાઓ આપવી.
(૨) ખેડૂતો તથા નાગરિકોના તેમના દસ્તાવેજો સરળ રીતે ઉપલબ્ધ કરાવવા.
(૩) સેવામાં પારદર્શિતા લાવવી.
(૪) સેવામાં વહીવટી સરળતા લાવવી.
(૫) જમીન દફતરમાં થતા સુધારાની ત્વરિત નોંધ કરવી.
(૬) લાંચરૂશ્વતથી મુકત સેવા નાગરિકોને પુરી પાડવી.
અગાઉના સમયમાં તલાટી દ્વારા હાથે લખીને વિવિધ દાખલી કે નમુના આપવામાં ઘણો સમય જતો હતો. વળી અક્ષરો પણ સારા ન હોય તો વાંચવા તેમજ તેનો અર્થ કરવામાં મુશ્કેલી રહેતી. વિશેષમાં દફતર જાળવણીમાં પારદર્શક્તા અંગેની ફરિયાદ પાર. આવતી. આ બધી મુશ્કેલીઓનું નિરાકરણ માટે ઈ-ધરા પ્રોજેક્ટનો અમલ થયો જેના કારણે પ્રિન્ટ દ્વારા સ્વચ્છ અને સુઘડ દાખલા, નમૂનો ખેડૂતો હું નાગરિકોને મળતા થઈ ગયા છે. દસ્તાવેજોની ફેરફાર નોંધ માટે પણ નક્કી કરેલા અધિકારીના અંગુઠાની છાપ દ્વારા જ કોમ્યુટરમાં ફેરફાર શક્ય બને છે પરિણામે રેકોર્ડ સાથે ચેડાં થવાની વાત એક ભૂતકાળ બની ગઈ છે. આવા ઈ-ધરા પ્રોજેકટના અમલ બદલ ગુજરાત સરકારને ઈ-ગર્વનન્સ એવોર્ડ પણ આપવામાં આવેલ છે.
હલિ ઈ-ધરા પ્રોજેકટ હેઠળ જમીન દફતરની નીચે મુજબની સેવાઓ પુરી પાડવામાં આવે છે.
  • વેચાણ
  • વસિયત
  • બક્ષિસ
  • વહેંચણી
  • વારસાઈ
  • જમીન ફાળવણી
  • ભાગીદારીથી અધિકાર દાખલ
  • હક કમી
  • ભાડુઆત હક દાખલ
  • ગણોત મુક્તિ
  • બોજા દાખલ
  • બોજા મુક્તિ
  • ગીરો દાખલ
  • ગીરો મુક્તિ
  • ટકડાં ઓળખ
  • ટુકડા કમી
  • બિન ખેતી
  • શારત બદલી મુદત
  • મોજરી સુધારણા
  • જોડાણ
  • એકત્રીકરણ
  • જમીન સંપાદન
  • હુકમો
  • કલમ-૪ મુજબ સૂચનાઓ
  • કલમ-૬ (એલ.એ.) હેઠળ નોંધ
  • કે. જે.પી.
  • મોજણી અદલ બદલ
  • કબજેદાર  નામ ફેર
  • સગીર, પુન્ન
  • હયાતીમાં હક દાખલ
  • હવાનીમાં વહેંચણી
  • જમીન ખાલસા
  • ભાડા પટ્ટો
  • બીજો હક દાખલ
  • બીજો હક કમી
અત્રે જમીન અને અંતર અંગે કેટલાક એકમો અંગેની વિગત દર્શાવેલ છે જે દરેક ખેડૂતમિત્રોને ઉપયોગી થશે.
  • ૧ ચોરસ ફૂટ = ૦.૦૯૨૯ ચોરસ મીટર
  • ૧ ચોરસ ફૂટ = ૧૪૪ ચોરસ ઈંચ
  • ૧ ચોરસ વાર =૯ ચોરસ ફૂટ
  • ૧ ચોરસ વાર = ૦.૮૩૬૧ ચોરસ મીટર
  • ૧ ગુંઠા = ૧૦૧૦ ચોરસ ફૂટ
  • ૧ ગુંઠા = ૧૨૧ ચોરસ વાર
  • ૧ ગુંઠા = ૧૦૧.૧૭ ચોરસ મીટર
  • ૧ વસા = ૧૨૮૦ ચોરસ ફૂટ
  • ૧ વસા = ૧૪૨.૨૨ ચોરસ વાર
  • ૧ વસા=૧૧૯ ચોરસ મીટર
  • ૨૦ વસા = ૧ વીવું
  • ૨૪ ગુંઠા = ૧ વીવું ગાયકવાડી તાબાના ગામોમાં)
  • ૧ વીવું = ૨૫૫૯૧.૫૦ ચોરસ ફૂટ
  • ૧ વીવું = ૨૮૪૩.૫ ચોરસ વાર
  • ૧ વીવું = ૨૩૭૮ ચોરસ મીટર
  • ૧ ગુંઠો = ૧૦૧.૧૭૧૩ ચોરસ મીટર
  • ૪૦ ગુંઠા = ૧ એકર
  • ૧૦ ગુંઠા = ૧ હેકટર
  • ૧ એકર = ૪૦૪૬.૮૫ ચોરસ મીટર
  • ૧ એકર = ૦.૪૦૫ હેક્ટર
  • ૧ હેક્ટર = ૨.૪૭૧૧ એકર
  • ૧ હેકટર = ૧.૧૯૬૦ ચોરસ વાર
  • ૧ હેક્ટર = ૧૦, ચોરસ મીટર
  • ૧૦૦ હેક્ટર = ૧ ચોરસ કિલોમીટર
  • ૧ કિ.મી. = ૩૩૩.૩ ફુટ
  • ૧ કિ.મી.= ૦.૬૨૧૪ માઈલ
  • ૧ કિ.મી. = ૧૦૦૦ મીટર
  • ૧ માઈલ = ૧.૬૦૯ કિલોમીટર
  • ૧ ચોરસ માઈલ = ૬૪૦ એકર
  • ૧ ચોરસ માઈલ = ૨૫૯ હેકટર
ગુજરાતના ખેડૂત મિત્રોને જમીનનો રેકર્ડ ઓન દ્વાઈન જોવા માટે નીચી જ્ઞાળ્યા મુમ્બની વેબ સાઈટ ખોલવાની રહે છે.
ઉદાહૂરણ તરીકે, પોરબંદર જિલ્લાના, રાણાવાવ તાલુકા ના રાણા ખીરસરા નામના ગામના ખેડૂત ચુનીલાલ હંસરાજભાઈ કમાણી કે જેમનો સર્વે નંબર 166 કે અને તેમની જમીનનો રેકર્ડ જોવા માટે નીચેના પગલા અનુસરવા પડે.
સૌ પ્રથમ https://anyror.gujarat.gov.in વેબ સાઈટ ખોલો.
ગામ નમૂનો ૭ જોવા માટે, હુવે તમે તમારો જિન્નો પસંદ કરો. ત્યાર બાદ તમારો તાલુકો પસંદ કરો. ત્યારબાદ બાપેક્ષ લિસ્ટ માંથી તમારો ગોમની પસંદગી કરો. ત્યારપછી સર્વે નંબરના ખાનમાં તમારી જમીનનો સર્વે નંબર ખાપેલ. લિસ્ટમાંથી પસંઢ કરો. છે દર્શાવેલ કોડ ટેકસ્ટબોક્સમાં ટાઈપ કરો.
અહીં ઉદાહૂરણમાં દર્શાવેલ ચુનીલાલ હંસરાજ કમાણી ના ગામ નમુના ૮ અ (8 A) ની વિગત જોઈ શકાય છે.
આમ, કરવાથી જેતે વ્યકિતના ગામ નમુના ૭ ની વિગતો જોઈ શકાય છે.
આવી જ રીતે, ગામ નમુના ૮ અ ની વિગતો જોવા માટે ઉપર દશાવ્યા મુજબના પગલા અનુસરો પરંતુ તેમાં સર્વે નંબર ના બદલે જેતે વ્યકિતના Khata Number (ખાતા નંબર) ની જરૂર પડશે.
અહીં ઉદાહૂરણમાં દર્શાવેલ ચુનીલાલ હંસરાજ કમાણી ના ગામ નમુના ૮ અ (8 A) ની વિગત જોઈ શકાય છે.
સ્ત્રોત : એપ્રિલ -૨૦૧૬વર્ષ :૬૮સળંગ અંક :૮૧૬કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

If you have liked the article, please share it

કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી


કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી




ખેતીની જમીન માટે એક વખત બિનખેતીની પરવાનગી મંજૂર થયા બાદ તે જમીન કોઈ પણ હેતુઓ માટે ખેતીની જમીન રહેતી નથી એટલે કે તેનું ખેતીની જમીન તરીકેનું સ્ટેટ્સ બંધ થઈ જાય છે અને આવી જમીનને ખેતીની જમીનને લગતા કોઈ પણ કાયદા લાગુ પડતા નથી. ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ ખેતીની જમીન અંગેની કોઈ જોગવાઈના ભંગનો આક્ષેપ ન થઈ શકે. કાયદેસર બિનખેતીની પરવાનગી સત્તાવાળાઓ માટે ખેતીની જમીનને લગતા કોઈ કાયદા હેઠળ નોટિસ કાઢવા પ્રતિરોધ ઉપસ્થિત કરે છે.

(Ref. : રવિચંદ માણેકચંદ શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૦૬)

રજિસ્ટર્ડ દસ્તાવેજોને કોઈ ઓથોરિટી કેન્સલ કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટ No Authority Can Revoke Registered Documents: Supreme Court

રજિસ્ટર્ડ દસ્તાવેજોને કોઈ ઓથોરિટી કેન્સલ કરી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

No Authority Can Revoke Registered Documents: Supreme Court



એકવાર દસ્તાવેજ રજીસ્ટર થાય પછી તે નોંધણી ને કેન્સલ કરવા, 1908 ના એક્ટ હેઠળ., કોઈ રસ્તા કોઈ પણ ઓથોરિટી માટે ખુલ્લા નથી, સુપ્રીમ કોર્ટના ત્રણ જજ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ પ્રફુલ્લા સી પંત અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકર બેન્ચ દ્વારા તેમના ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.

સત્યપાલ આનંદ વિ સ્ટેટ ઓફ એમ. પી. સિવીલ અપીલ નં 6673 / 2014 ચુકાદાની તારીખ 26/10/2014


FOR judgment CLICK HERE

If you have liked the articles please share it...

ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ

ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ



ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતો હોય તેવી વ્યક્તિ. જમીનની દેખરેખ, સારસંભાળ રાખવાની સાથે ખેતી કરાવનાર વ્યક્તિ પણ ખેડૂત ગણાય છે. ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ધરાવતો ખેડૂત જ ગુજરાત રાજ્યમાં અન્ય ખેતીની જમીન ખરીદી શકે છે. આમ માત્ર ગુજરાત રાજ્યનો ખેડૂત જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. યાને ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂતો ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. રાજ્ય બહારના ખેડૂતોએ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદ કરવા માટે બિનખેડૂત તરીકે સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.
જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. તે માટે ખાનગી માલિકીની જમીન જાહેર હેતુ માટે ફરજિયાત સંપાદિત કરવા સરકારને કાયદા દ્વારા હક આપવામાં આવેલ છે. જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. જાહેર હેતુ માટે, વિકાસનાં કાર્યો માટે ખાનગી માલિકીની જમીન ફરજિયાત સંપાદિત (એક્વાયર) કરવા અને તે બદલ વળતર આપવા, વળતરની રકમ નક્કી કરવા, વાંધાઓ ધ્યાને લેવા વગેરે જેવી તમામ બાબતો લક્ષમાં લઈ જમીન સંપાદન અધિનિયમની રચના કર વામાં આવી અને તેમાં વખતોવખત સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે.
ખેડૂત ખાતેદારનું અવસાન થવાથી યા અકાળે મૃત્યુ થવાના સંજોગોમાં મરનાર વ્યક્તિની વારસાઈ કરવાના સમયે તેમ જ ખેડૂત ખાતેદાર પોતાની હયાતી દરમિયાન પણ તેની પોતાની જમીનની વહેંચણી પોતાના વારસદારો વચ્ચે કરે ત્યારે તેમ જ સંયુક્ત ખાતેદારો પૈકી કેટલાંક ભાઈઓ અથવા બહેનો પોતાના ભાગમાં આવતા જમીન પરનો પોતાનો હક સ્વૈચ્છિક રીતે છોડી દે છે, જતો કરે છે અને આ રીતે હક છોડયા બાદ ઘણા પ્રસંગોમાં તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આ તમામ સંજોગોમાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આવી વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ગણત-૧૦૨૦૦૩/૯૭૭/ઝ થી તા. ૨૯-૦૩-૨૦૦૫ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે તે માટે ખેડૂત પ્રમાણપત્ર આપવાનું અને તેની કેટલીક શરતોની જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે.
તેવી જ રીતે ઘણાં કિસ્સાઓમાં ખેડૂતની તમામ જમીનો કોઈ હેતુસર સંપાદનમાં મૂકવામાં આવેલ હોય ત્યારે તેવા સંજોગોમાં પણ તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આવા કિસ્સામાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને સંપાદનમાં બદી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક : ગણત/૨૬૯૯/ ૪૩૪૩/ઝ થી તા. ૨૬-૧૨-૨૦૦૮ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે.
જે ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય તે ખેડૂતને નવેસરથી ખેતીની જમીન ખરીદવા માટે મુશ્કેલી ના પડે તે માટેના વળતર ચૂકવતી વખતે અથવા જમીનનો કબજો સંભાળતી વખતે જ ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીએ સંબંધિત ખેડૂતને ખેતીની જમીન ખરીદ કરી શકશે તે પ્રમાણેનું પ્રમાણપત્ર આપવાની સત્તા સંબંધિત ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીને આથી આપવામાં આવે છે. આવા પ્રમાણપત્રમાં સંબંધિત ખેડૂત તથા તેના કુટુંબના સભ્યોના નામોનો સમાવેશ કરવાનો રહેશે તથા આવા પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષમાં સંબંધિત ખેડૂતે ખેતીની જમીન ખરીદવાની રહેશે. આવું પ્રમાણપત્ર સંપાદન થતી જમીનના આધારે આપવાનું થતું હોઈ સંબંધિત ખેડૂત પાસેથી આધાર પુરાવા માંગવાના રહેશે નહીં.
તેવી જ રીતે સંપાદનમાં બધી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ઠરાવ ક્રમાંક ગણત/૨૨૦૯/એમએલએ-૯/ઝ થી તા. ૦૧-૦૭-૨૦૦૯ના રોજ પરિપત્ર બહાર પાડી કેટલાક સુધારા કરેલ. આ સુધારાઓ નીચે મુજબ છે.
(૧) જમીન સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂતનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમયમર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનું આમુખ (૨)ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે. તે જ ધોરણે એકત્રીકરણ કાયદાના અમલીકરણના કારણે કૌટુંબિક વહેંચણીના પરિણામે પોતાનો ભાગ જતો કરનાર સભ્યનો ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનીરહેશે.

વસિયતનામું અને સંપત્તિના હક્કની તબદીલી કેવી રીતે થાય?

વસિયતનામું અને સંપત્તિના હક્કની તબદીલી કેવી રીતે થાય?



ભારતીય વારસાઈ ધારા, 1925 હેઠળ વસિયતનામુ, જે તે વ્યક્તિની ઇચ્છા અંગેનો કાયદાકીય દસ્તાવેજ છે. તેનો અમલ વ્યક્તિના મૃત્યુ પછી કરવાનો હોય છે. વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિની વહેંચણી ક્યાં તો વસિયતનામાં પ્રમાણે અથવા વસિયતનામાના વારસાઈ કાયદા પ્રમાણે થાય છે.

વ્યક્તિ વસિયતનામું તૈયાર કર્યા વગર મૃત્યુ પામે તો વારસાઈ ધારો લાગુ પડે છે, જેમાં કોને-કોને અને કેટલા ટકામાં વારસો મળે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે. વસિયતનામું કાયદેસરનો દસ્તાવેજ છે. તેની કાયદેસરતા જાળવવા માટે કેટલીક ઔપચારિકતા પૂરી કરવાની રહે છે. તેના ઉપર સહી કરીને તેનું એટેસ્ટેશન થવું કાયદાકીય રીતે જરૂરી છે. વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારોને આપવા માટે કંઈક સંપત્તિ તો હોવી જ જોઈએ. વસિયતનામાંનો અમલ જે તે વ્યક્તિના મોત પછી જ થઈ શકે છે. વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી વારસદારોને કોઈ હક્ક રહેતો નથી. પોતાના મોત પહેલા વ્યક્તિ વસિયતનામાંમાં પોતાની મરજી પ્રમાણે ફેરફાર કરી શકે છે.

માનસિક રીતે સ્વસ્થ દરેક વ્યક્તિ, તે સગીર હોય તે સિવાય, વસિયતનામું કરી શકે છે. વસિયતનામું તૈયાર કરતી વખતે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો વસિયતનામાંનો અમલ થઈ શકતો નથી. વ્યક્તિને કેફી પર્દાથ આપવામાં આવ્યો હોય, જેનાથી તે પોતાના હોશમાં રહી શકી ન હોય, તેવા સંજોગોમાં પણ વસિયતનામું ગેરલાયક ઠરે છે. વ્યક્તિની હયાતી દરમિયાન ગમે તેટલી વખત તે બની શકે છે. તેની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી. જો કે, મૃત્યુ અગાઉના અંતિમ વસિયતનામાંનો જ અમલ થાય છે. વસિયનામાં પર જેતે વ્યક્તિના હસ્તાક્ષર અથવા તેની આંગળીઓની છાપ હોવી જરૂરી છે. તેના ઉપર બે અથવા વધારે વ્યક્તિના હસ્તાક્ષર હોવા જરૂરી છે.

કોઈ હિન્દુ વ્યક્તિ પોતે કમાયેલી તમામ રકમ વારસામાં આપી શકે છે. જો કે, અવિભક્ત હિન્દુ પરિવારના સભ્ય તરીકે તેને વારસાના કિસ્સામાં તે આમ કરી શકતી નથી. વારસો હયાતી સિવાય અન્ય કોઈ રીતે નક્કી થઈ શકતો નથી. વ્યક્તિ પોતાની પાછળ હિન્દુ વારસાઈ ધારા, 1956ના ક્લોઝ 1 પ્રમાણે વિધવા, પુત્રી, માતા અથવા કેટલાક સગપણ ધરાવતી કોઈ મહિલા મુકીને જાય તો વારસા અથવા તેના અભાવમાં કાયદા પ્રમાણે જ સંપત્તિની વહેંચણી થાય છે, અન્ય રીતે (સર્વાઇવરશિપ) નહીં. વ્યક્તિના મૃત્યુના તરત પહેલી સંપત્તિની વહેંચણી થઈ હોત, તેમ માનીને જે-તે વારસદારોને સંપત્તિમાં હિસ્સો આપવામાં આવે છે.

વ્યક્તિ આખું વસિયતનામું સુધાર્યા વગર તેમાં સુધારા કરવા ઇચ્છે તો તે પૂરક વસિયતનામા (કોડિસિલ) દ્વારા કરી શકે છે. કોડિસિલનો અમલ વસિયતનામા પ્રમાણે જ થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું રહે છે કે વસિયતનામું અથવા તેની પૂરવણીમાં ફેરફાર કરી શકાય છે અને તેને રદ પણ કરી શકાય છે. આ ફેરફાર અથવા તેને રદ કરવાની કામગીરી ગમે ત્યારે થઈ શકે છે.

આમ તો વસિયતનામાંની નોંધણી ફરજીયાત નથી, પરંતુ તેની નોંધણી સબ-રજીસ્ટ્રાર સમક્ષ થઈ શકે છે. કોઈ પણ સમયે વ્યક્તિ પોતાની વસિયત પાછી ખેંચવા માંગે, તો તે તેમ કરી શકે છે. વસિયતને સિલબંધ કરીને તેને સલામત પણ રાખી શકાય છે. જે-તે વ્યક્તિના મૃત્યુ પછી તેના અમલકર્તા અથવા વારસદારો પ્રોબેટની માંગણી કરી શકે છે. પ્રોબેટ, એ વસિયતની ન્યાયાલય દ્વારા પ્રમાણિત નકલ હોય છે. વસિયતનામું અસલ હોવાનો તે પુરાવો છે. વસિયત સામે અન્ય વારસદારોને કોઈ વાંધો છે કે નહીં, તેની પૃચ્છા ન્યાયાલય અન્ય વારસદારો પાસેથી કરી શકે છે. કોઈને વાંધો ન હોય તો પ્રોબેટ આપી શકાય છે.

ક્ષેત્રફળ કરતા વધારાની જમીનો કબજામાં હોય તેવી વધારાની જમીનોના કબજા હકો નિયમિત કરવા અંગેની જોગવાઈઓ

ક્ષેત્રફળ કરતા વધારાની જમીનો કબજામાં હોય તેવી વધારાની જમીનોના કબજા હકો નિયમિત કરવા અંગેની જોગવાઈઓ


રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી જમીનોની માપણી કરી રેકર્ડ અદ્યતન કરવા ખૂબ મોટા પાયે અને વખતોવખત ઝુંબેશ ચલાવવામાં આવેલ છે અને આ અંગે વખતોવખત માપણી પણ કરવામાં આવેલ છે. જેમાં નવી માપણીમાં કેટલાંક ખાતેદારોની કબજાની જમીનમાં જૂની માપણી મુજબના ક્ષેત્રફળ કરતા વધારાની જમીનો કબજામાં હોવાનું પણ ઘણા કિસ્સાઓમાં બનવા પામેલ છે. આવી વધારે માલૂમ પડેલ જમીનો અંગે પ્રીમિયમ લઈને ખાતેદારોના કબજા હકો પણ સરકાર દ્વારા નિયમિત કરી આપવામાં આવતા હતા. પરંતુ આ અંગે હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોના ખેડૂતોની માપણી વધારાની સમસ્યાને કાયમી ઉકેલ માટે સરકારે માપણી વધારા અંગેના આ અગાઉના તમામ ઠરાવો, પત્રો અને પરિપત્રો રદ કરીને ઠરાવ ક્રમાંકઃ દબણ- ૧૧૨૦૧૩/૨૨૦/લ. થી તા. ૦૯-૦૭-૨૦૧૩ના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. આ ઠરાવની જોગવાઈઓ નીચે મુજબ છે.
૧. કબજા હક નિયમિત કરવા બાબતઃ
(૧) ખાતેદારોની જમીનમાં જે વધારો થયો હોય અને ચારેબાજુ ખાનગી ઈસમોની જમીન હોય તો તા.૧-૮-૫૮ના રોજ શરૂ થતાં મહેસૂલી વર્ષથી ખાતેદારની જમીનના ક્ષેત્રફળમાં જેટલો વધારો થયો હોય તેટલા ક્ષેત્રફળવાળી જમીનનો આકાર વસૂલ કરવો.
(૨) ઉપર મુજબ થયેલી જમીનનો નિયત થયેલ હક એટલે કે, આકાર બંધ પ્રમાણેના મૂળ જમીનના ૨૦ પટ જેટલી રકમ તે ખાતેદારો પાસેથી ઉપર્યુક્ત પેરા એકમાં જણાવેલ જમીનનાં આકાર ઉપરાંત પ્રીમિયમ સ્વરૂપે લેવી. આ રકમ ભરવાથી ખાતેદારના કબજા હક્કો નિયમિત થયેલા ગણાશે.
(૩) ઉપર (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે આજુબાજુના તમામ સર્વે નંબરોની ચોક્કસ માપણી થયેલ હોય અને ગામ નકશામાં તે સર્વે નંબરનું ચોક્કસ માપ દર્શાવવામાં આવેલ હોય તો તેવા કિસ્સાઓમાં ઉક્ત (૧)ની જોગવાઈ લાગુ કરવાની રહેશે. જો ચારેબાજુના સર્વે નંબર પૈકી તમામ અથવા અન્ય સર્વે નંબરની માપણી ન થઈ હોય તો તેવા કિસ્સામાં પ્રથમ તેની માપણી કરીને ઉપર (૧) મુજબની જોગવાઈ લાગુ પાડવામાં આવશે.
(૪) ઉપર (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે જે સર્વે નંબરની કોઈ પણ એક કે વધારે બાજુ ગામ નકશામાં દર્શાવેલ ગામ રસ્તો, સીમરસ્તો કે પગવાટ હોય તો તેવા સંજોગોમાં જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો થાય તે ઉપર (૧) પ્રમાણે કરવાનો રહેશે. પરંતુ જે ગામ રસ્તો, સીમરસ્તો કે પગવાટ નકશામાં હોય કે ગામ રસ્તો કે પગવાટ ગામ નકશા પ્રમાણે મૂળ સ્થિતિમાં જ ખુલ્લો રહેવો જોઈશે.
૨. માપણી વધારો નિયમિત કરવાની મહેસૂલ વિભાગ તા.૧૨-૪-૯૧ની ઠરાવની જોગવાઈ દૂર કરી નીચે પ્રમાણે સુધારા કરવામાં આવેલ છે :
જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો હોય તે જમીનની એક બાજુ કે વધારે બાજુ સરકારી પડતર જમીન, નદી, તળિયું કે તળાવ કે છેલ્લો (પાણીનો વહેળો) કે અન્ય જાહેર રસ્તા આવેલ હોય તેવી જમીનોમાં નીચે જણાવ્યા પ્રમાણે માપણી વધારો નિયમિત કરી આપવાનો રહેશે.
(૧) નગરપાલિકા સહિત તમામ ગ્રામ્ય વિસ્તારમાં ખાતેદારને મૂળ જમીનના ૨૦ ટકા સુધીની જમીનનો માપણી વધારો પ્રવર્તમાન જંત્રી દરની એકવડી કિંમત વસૂલ લઈને અને તેથી વધુનો માપણી વધારો પ્રવર્તમાન જંત્રી દરની બેવડી કિંમત વસૂલ નિયમિત કરવાનો રહેશે.
(૨) ઉપર પ્રમાણે ચાર એકર સુધી તથા રૂ.૧૫ લાખ સુધીની કિંમતની જમીનનો માપણી વધારો કરવાની સત્તા કલેક્ટરની રહેશે.
(૩) ચાર એકરથી વધુ તથા રૂ. ૧૫ લાખથી વધુ કિંમતવાળી જમીનનો માપણી વધારો કરવાની સત્તા સરકારની રહેશે.
(૪) જંત્રી દર નક્કી કરતી વખતે સવાલવાળી જમીનનો જંત્રીદર અને જો તે સર્વે નંબરનો જંત્રીદર ઉપલબ્ધ ન હોય તો લાગુ સર્વે નંબરનો જંત્રીદર ધ્યાને લેવાનો રહેશે. આ જંત્રીદર જમીનના જે તે ઉપયોગને અનુલક્ષીને લેવાનો રહેશે.
(૫) ઉપર પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે માપણી વધારો ખેડૂત ખાતેદાર જે શરતે મૂળ જમીન ધારણ કરતો હશે તે શરતે જ નિયમિત કરવાનો રહેશે.
(૬) ઉપર ૨ (૧) માં જણાવ્યા પ્રમાણેના કિસ્સા સિવાય અસાધારણ માપણી વધારો માલૂમ પડે કે, જ્યાં આવો માપણી વધારો ૪૦ ટકા કે ૪ એકર એ બે પૈકી જે વધુ હોય તેવા તમામ વિશિષ્ટ કિસ્સાઓમાં માપણી વધારો નિયમિત કરવાની દરખાસ્તો સરકારને રજૂ કરવાની રહેશે તથા આવો અસાધારણ માપણી વધારો રેકર્ડ તથા ગુણદોષને આધારે મંજૂર કે નામંજૂર કરવાની સત્તા સરકારની રહેશે.
ઉપર આપેલ સત્તામર્યાદામાં ૪૦ ટકા કે તેથી વધુ માપણી વધારો થતો હોય પરંતુ ૪ એકરથી અથવા આપેલ નાણાકીય મર્યાદાથી ઓછો થતો હોય તેવા કેસો બાબતે કલેક્ટરને આપેલ નાણાકીય મર્યાદામાં પોતાની કક્ષાએ નિર્ણય લઈ શકશે. પરંતુ કલેક્ટર આ સત્તાની સોંપણી કરી શકશે નહીં.
(૭) માપણી વધારો નિયમિત કરતાં જો ખેતી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ કુલ હોલ્ડિંગ વધુ થતુ હોય તો તેવા કિસ્સામાં ખેતી જમીન ટોચમર્યાદા ધારા હેઠળ મળવા પાત્ર હોલ્ડિંગ કરતાં વધુ માપણી વધારો મંજૂર કરી શકાશે નહીં. જમીનના કુલ હોલ્ડિંગ અંગે સંબંધિત ખેડૂત ખાતેદારનું બાંહેધરી પત્ર અને ૭/૧૨, ૮-અની ચકાસણી કરી લેવાની રહેશે.
(૮) માપણી વધારાની જમીન પૈકી ઔદ્યોગિક એકમો એ પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે જો સર્વે નંબર/ બ્લોક નંબરની પૂરેપૂરી જમીન વેચાણ લીધી હશે તો તેને આ નીતિ લાગુ પાડીને જે માપણી વધારો થાય તેને આનુષાંગિક જે પ્રીમિયમ નક્કી થાય તે ભરવાનું રહેશે. પરંતુ તે સર્વે નંબર/ બ્લોક નંબર પૈકીની પૂરેપૂરી જમીન નહીં ખરીદી હોય અને અમુક વિસ્તાર ખરીદયો હશે તો માપણી વધારાને અનુલક્ષીને પ્રીમિયમ ભરવાની જવાબદારી જે તે મૂળ ખાતેદારની રહેશે. જે અંગે ગામ દફતરે જરૂરી નોંધ રાખવાની રહેશે.
૩. ડૂબના સર્વે નંબર અંગેઃ
(૧) જૂના સર્વે નંબર રેકર્ડમાં હોય પરંતુ તે નવી માપણીમાં સમાવવામાં રહી ગયા હોય તેવા સર્વે નંબરને ડૂબના સર્વે નંબર તરીકે ઓળખવામાં આવે છે. આવી ડૂબ તરીકે ગણાતી જમીનનું સ્થળ પર અસ્તિત્વ હોય તો આવા નંબરોની માપણી કરાવી સંબંધીત ખાતેદારના મૂળ હોલ્ડિંગમાં ઉપર (૧)ની જોગવાઈ પ્રમાણે ઉમેરો કરવાનો રહેશે, અને જો સ્થળ પર આવી ડૂબની જમીનનું અસ્તિત્વ ન હોય તો કોઈ પણ કાર્યવાહી કરવાની રહેશે નહીં.
(૨) ઉક્ત (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે આજુબાજુના તમામ સર્વે નંબરોની ચોક્કસ માપણી થયેલ હોય અને ગામ નકશામાં તે સર્વે નંબરનું ચોક્કસ માપ દર્શાવવામાં આવેલ હોય તેવા કિસ્સાઓમાં ઉક્ત (૧)ની જોગવાઈ લાગુ કરવાની રહેશે.
(દા.ત. આવા મપાયેલા નંબરો વાળી જમીન કોઈ પણ સરકારી તંત્ર બોર્ડ, નિગમ, મ્યુનિસિપાલિટી કે અન્ય કોઈ સરકારી કચેરીના કબજામાં હોઈ શકે.
(૩) ઉપર (૧) પ્રમાણે માપણી વધારો નિયમિત કરતી વખતે જે સર્વે નંબરની કોઈ પણ એક બાજુ ગામ નકશામાં દર્શાવેલ ગામ રસ્તો કે પગવાટ હોય પરંતુ અન્ય કોઈ સરકારી જમીન ન હોય તેવા સંજોગોમાં જે સર્વે નંબરનો માપણી વધારો નિયમિત કરવાનો થાય તે ઉપર (૧) પ્રમાણે કરવાનો રહેશે. પરંતુ જે ગામ રસ્તો કે પગવાટ નકશામાં હોય તે ગામ રસ્તો કે પગવાટ ગામ નકશા પ્રમાણે મૂળ સ્થિતિમાં જ ખુલ્લો રહેવો જોઈશે.
૪. માપણી વધારાવાળી જમીન સરકારને પરત કરવા અંગેઃ
(૧) ખાતેદાર ખેડૂત કે, ખેતીની જમીન ખરીદનાર ઔદ્યોગિક એકમ કે વેપારી એકમ મૂળ જમીન જ ધારણ કરવા ઈચ્છે અને માપણી વધારાવાળી જમીન સરકારને પરત કરવા ઈચ્છે તો માપણી વધારાવાળી જમીન કલેક્ટરને પરત કરી શકશે અને કલેક્ટર માપણી વધારાની જમીન સરકાર સદરે પરત લઈ શકશે. અને તેનો સરકારી જમીનનાં નિકાલ અંગેની જોગવાઈઓ પ્રમાણે નિકાલ કરી શકશે.
(૨) કેટલાંક પ્રસંગે એક જથ્થે રહેલ કેટલાંક સર્વે નંબરની વચ્ચોવચ અમુક સર્વે નંબરના માપણી વધારાના પ્રશ્નો વિનિયમિત કરવામાં આવે છે. આવા સંજોગોમાં વચ્ચે આવેલા સર્વે નંબરના માપણી વધારા જેટલું ક્ષેત્રફળ આવી જમીનના છેવાડાના ભાગે એક જથ્થે જો જમીન માલિક સરન્ડર કરવા માંગે તો વચ્ચેના સર્વે નંબરનો માપણી વધારા સામે સરન્ડર કરેલ જમીનના જેટલું ક્ષેત્રફળ તેની સરહદેથી કમી કરી વિનિયમિત કરી શકશે.
અર્થાત 
(અ) બંને જમીનોના ક્ષેત્રફળ માપણી વધારો અને સરન્ડર કરવામાં આવનાર જમીનનું ક્ષેત્રફળ સમાન હોવું જોઈશે.
(બ) સરન્ડર કરવામાં આવનાર જમીન માપણી વધારાના ક્ષેત્રફળને અનુરૂપ એક જથ્થે અને તે જમીનના છેવાડે અન્ય ઉપયોગમાં લઈ શકાય તે રીતેની હોવી જોઈએ. આવી બાબતમાં પણ કલેક્ટર કક્ષાએ ૪ એકર સુધીની સત્તા મર્યાદા રહેશે. અને તેથી વિશેષ ક્ષેત્રફળ હોય તો સરકારની મંજૂરી માટે રજૂ કરવાની રહેશે.
(૫) ઉપર મુજબની જોગવાઈ આ ઠરાવની તારીખથી લાગુ કરવાની રહેશે. તથા તા. ૦૭-૦૫-૭૭ તથા તા. ૧૨-૪-૯૧ના ઠરાવની જોગવાઈ પ્રમાણે આ ઠરાવની તારીખ સુધીમાં માપણી વધારો નિયમિત કરવામાં આવેલ હોય તેવા કોઈ પણ કેસની પુનઃસમીક્ષા કરવાની રહેશે નહીં. આમ છતાં મૂળ માપણી વધારાની તા. ૦૭-૦૫-૭૭ અને તા. ૧૧-૦૪-૯૧ના ઠરાવની જોગવાઈઓના ભંગ કરીને અથવા ખોટું અર્થઘટન કરીને લીધેલા નિર્ણય સક્ષમ કક્ષાએ સમીક્ષાને પાત્ર રહેશે. આ ઠરાવની તારીખે જે કિસ્સાઓમાં નિર્ણય બાકી હોય તેવા કિસ્સાઓને તથા તા. ૦૭-૦૫-૧૯૭૭ અને તા. ૧૧-૦૪- ૧૯૯૧ના ઠરાવના અમલ સંદર્ભે હવે પછી ઉપસ્થિત થતા કિસ્સાઓમાં આ ઠરાવની જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.
If you have liked the article, please share it

ખેડૂત કોણ બની શકે? બિનખેડૂત ખેતીની જમીન ખરીદે તો?

ખેડૂત કોણ બની શકે? બિનખેડૂત ખેતીની જમીન ખરીદે તો?


1. ખેડૂત – બિનખેડૂત – ખેતમજુર :

(એ) ખેડૂત :
     ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે કોઈ પણ ખેતી વિષયક કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાનાં કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યકિતના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મજુરી આપવાની હોય પણ પાકના ભાગના રૂપમાં મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત.
(બી) બિનખેડૂત :
       એવી વ્યકિત કે જેણે આજ દિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યુ ન હોય અને તે વારસાગત ખેડૂત નથી.
(સી) ખેતમજુરો પોતાની જમીન ધારણ કરી શકે છે. :
       સૌપ્રથમ તો ખેતમજૂર કોને ગણવો? જે વ્યકિત ૫ વર્ષથી ખેતમજૂરી કરતો હોય અને જે વ્યકિતના પોતાના નામે કે સંયુકત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળવાની નથી. ખેતમજૂર ખેતમજૂરી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુંસંગીક વ્યવસાય ન કરતી હોવી જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦થી વધુ હોવી ન જોઈએ.
       આવી વ્યકિતઓએ મામલતદાર પાસેથી પ્રમણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજૂર પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

2. બિનખેડૂત વ્યકિત પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ? :

(એ) પરપ્રાંતનો ખેડૂત ગુજરાતમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહી :
       ખેડૂત સાથે બિનખેડૂત વ્યકિત સહભાગીદાર તરીકે પોતાની જમીન ખરીદી શકે નહી. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહી. ગુજરાતનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતો નથી.
(બી) બિનખેડૂત વ્યકિત કે સંસ્થાને ખેતીની જમીન ખરીદવા માટે પણ નાયબ મદદનીય કલેકટરશ્રી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવું પડે છે. અને તે નીચે મુજબની પરિસ્થિતિમાં પમાણપત્ર મળી શકે છે :
૧. કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય.
૨. તે જમીનના માલિકે કલમ-૫૫ના ઠરાવોનું પાલન કર્યુ હોય.
૩. કોઈ જમીન જે ગામમાં આવેલી હોય તે ગામનો કોઈ પણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં.
૪. તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણી વિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય.
૫. તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય.
૬. જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી ‘‘પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે’’ એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.
૭. જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને દાનમાં આપવા માંગતો હોય કે જે શખ્સ કોઈ પણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે. અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલ હોય છે.
૮. ખેતીવાડીનો માન્ય અભ્યાસક્રમ (બિહેવીયર ઓફ એગ્રીકલ્ચર) કરેલ વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાહેંધરી આપતો હોય.
(સી) ખેડૂત પ્રમણપત્ર મેળવનારે એક વર્ષમાં ઉપયોગ કરવો જરૂરી :
       ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી ૧ વર્ષની મુદ્દતમાં જે કારણ સારૂં પરવાનગી મેળવેલ હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.
(ડી) પુરૂષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો :
       પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો પત્નીએ સૌપ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યાર બાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાશે અને તેમના નામે પણ ખેતીની જમીન ખરીદી શકાય છે.
(ઈ) નર્મદા યોજનાના કારણે વિસ્થાપીત થતી વ્યકિત પછી તે ખેડૂત હોય કે બિનખેડૂત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૯૧ના ઠરાવ ગણાતા – ૧૩૯૦ એમ.આર. ૧૫-જ મુજબ ગુજરાત રાજ્યમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે.
(એફ) ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરેલ ખેતીની જમીન જપ્ત થઈ શકે છે.
       ઉપરોકત નિયમો અનુસાર જો કોઈએ ગેરકાયદેસર રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબ્જો ધરાવતો હોય તો તેવી વ્યકિતઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરશ્રી કાર્યવાહી કરીને કલમ-૭૫થી મળેલ સમાનુસાર જમીન ખાલી કરાવી શકે છે.

પ્રશ્નોત્તરી :

     પ્રશ્ન : કોઈ ખેડૂત/ખાતેદાર પોતાની જમીન વેચાણ/તબદિલ કરવા માંગતો હોય તો તે અંગે તેણે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?
જવાબ : જૂના મુંબઈ રાજ્યનાં વિસ્તારમાં ગણોતધારાની કલમ ૬૩ અન્વયે, કચ્છમાં કચ્છ-ગણોતધારાની કલમ ૮૯ હેઠળ અન્વયે તથા જુના સૌરાષ્ટ્ર રાજ્યના વિસ્તારમાં સૌરાષ્ટ ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો ૧૯૪૯ના કાયદાની કલમ ૫૪, જે રાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એકટથી અમલી કરવામાં આવી છે. તેમાં ખેતીની જમીન બિનખેડૂતને તબદિલ/વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે. ખેડૂત અગર ગણોતિયો પણ જે તે વિસ્તારના ટોચ મર્યાદા કરતાં જમીન વધતી હોય તો આવી વધારાની ખેતીની જમીન વેચાણ રાખી શકે નહીં.
     પ્રશ્ન : કોઈ બિનખેડૂતને જાત ખેતી કરવા માટે જમીન વેચાણથી રાખવી હોય તો કોઈ જોગવાઈ છે ?
જવાબ : હા, કોઈ બિનખેડૂત જો ખેતીના હેતુ માટે જ જમીન વેચાણથી રાખવા માંગતો હોય તો નાયબ કલેક્ટરશ્રી/કલેક્ટરશ્રી તરફથી ઠરાવવામાં આવે છે. તેવી શરતોએ વેચાણ, બક્ષીસ, પટા અથવા ગિરોથી તે બાબતનું પ્રામાણપત્ર મેળવી રાખી શકશે. એમાં જે તે વ્યકિતની વાર્ષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધે નહીં તે તથા આવી બાબત ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારી નિર્ણય લે છે અને પોતાને સંતોષ થાય તો જ આવી પરવાનગી આપે છે.
     પ્રશ્ન : કોઈ ખેડૂત/વ્યકિતએ પોતાની જમીન અન્ય ખેડૂતને તબદિલ કરવી હોય તો કોઈ બાબતમાં નિયંત્રણ છે ?
જવાબ : હા, ગુજરાતના અનૂસુચિત વિસ્તાર તરીકે જાહેર થયેલ વિસ્તારમાં કોઈ આદિવાસીએ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઈ વ્યકિતને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પૂર્વ મંજુરી વિના તબદીલ કે વેચાણ થઈ શકતી નથી અને જો આવી કાર્યવાહી પૂર્વમંજુરી સિવાય થઈ હોય તો ગેરકાયદેસર છે. આમાં ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આ૫વાનો સમાવેશ થતો નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટના બિનખેતીની વ્યાખ્યાના અર્થઘટન મુજબ કોઈ પણ વ્યકિત એક જ ગામમાં એક જ જથ્થે અથવા અલગ આવેલી હોય તો તેવા ભાગો એક બીજાથી ૮ કિ.મી. કરતાં વધુ અંતરે આવેલ ન હોય તો જ તે ખેડૂત ગણવામાં આવે છે અને તે કરતાં વધુ અંતરના વિસ્તાર માટે તેવી વ્યકિત ખેડૂત ગણવા પાત્ર નથી તે કારણે ખેડૂત-ખેડૂત વચ્ચેના વેચાણમાં પણ તે મુદ્દો તપાસવાને પાત્ર છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...