12.01.2021

How to calculate Jantri value of any property gujarat

How to calculate Jantri value of any property

આ આર્ટિકલમાં કોઇપણ મિલકતની જંત્રી વેલ્યુ કેવી રીતે ગણવી તે જાણીશુ – How to calculate Jantri value of any property and get stamp duty amount for documents registration.

Table of Contents

·         જંત્રી ગણવાના નિયમો – Rules for calculate jantri value

·         ખુલ્લા પ્લોટ કે જમીનની જંત્રીની ગણતરી ( How to calculate jantri value of open plot or land )

·         ફલેટ કે એપાર્ટમેન્ટની જંત્રીની ગણતરી ( How to calculate jantri value of Flat or Apartment)

·         રો-હિઉસ કે બંગ્લાની જંત્રીની ગણતરી ( How to calculate jantri value of Row-House or Bunglow)

જંત્રી ગણવાના નિયમો – Rules for calculate jantri value

પુર્ણ બાંધકામના ભાવો :-

જુદા જુદા સ્ટ્રકચર માટે
ના બાંધકામના ભાવો 

શહેરી વિસ્તાર

ગ્રામ્ય વિસ્તાર

આર.સી.સી. ફેમ સ્ટ્રકચર

9900

9100

લોડ બેરીંગ સ્ટ્રકચર

8600

7700

સેમી પકકા સ્ટ્રકચર

6300

5900

ઔધોગિક આર.સી.સી. શેડ

11500

11200

ઔધોગિક પતરાવાળો શેડ

8500

8200

ભાવ પ્રતિ ચો.મી.

જુના બાંધકામ માટે ઘસારાના દર :-

૦ થી ૫૦ વર્ષ સુધી

બાંધકામ કિંમત ઉપર પ્રતિ વર્ષ 1.2 %

૫૧ થી ઉપર

કુલ બાંધકામ કિંમતના વધુમાં વધુ 60%

નોંધ :- ઘસારાનો નિણર્ય લેતી વખતે ઉપયોગીતા અંગેનું પ્રમાણપત્ર ન મળ તો
મ્યુનિસિપલ ટેક્ષબીલ, વેરા પાવતી ઘ્યાને લઈ શકાશે.

કારપેટ એરિયા/ બિલ્ટ અપ એરિયા :-

જો લેખમાં કારપેટ એરિયા દર્શાવેલ હશે તો બીલ્ટ અપ એરિયા નીચે મુજબ ગણી શકાશે.

બિલ્ટ અપ એરિયા = 1.2 X કારપેટ એરિયા

ખુલ્લા પ્લોટ કે જમીનની જંત્રીની ગણતરી ( How to calculate jantri value of open plot or land )

ખુલ્લી જમીન કે પ્લોટની જંત્રીની ગણતરી :

ગણતરીનુ સમીકરણ : જમીનનુ માપ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ.

દાખલા તરીકે જમીનનુ માપ 100 ચો.મી છે અને જંત્રી ભાવ રૂા. 25000 તો જંત્રીની કિંમત 100 X 25000 = 2500000/- તથા સ્ટેમ્પની કિંમત : 2500000 X 4.9 % = 122500/-

 

ફલેટ કે એપાર્ટમેન્ટની જંત્રીની ગણતરી ( How to calculate jantri value of Flat or Apartment)

ફ્લેટ કે એપાર્ટમેન્ટની જંત્રીની ગણતરી :

ગણતરીનુ સમીકરણ :

1. ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ 100 ચો.મી. કરતા ઓછુ હોય તો

   મુળ કિંમત = ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ X 0.90

2. ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ 100 ચો.મી. થી વધુ તથા 200 કરતા ઓછુ હોય તો

   મુળ કિંમત = ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ

3. ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ 200 ચો.મી. થી વધુ હોય તો

   મુળ કિંમત = ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ ( ચો.મી. માં ) X જંત્રીનો ભાવ X 1.2

   ઘસારો = મુળ કિંમત X ( મિલકતની ઉમર X 1.2 ) / 100

   પાર્કિંગ = જંત્રી ભાવ X 8 / 10

   જંત્રી વેલ્યુ = મુળ કિંમત ઘસારો + પાર્કિંગ

   દાખલા તરીકે 1. ફલેટનુ બિલ્ટપ ક્ષેત્રફળ 100 ચો.મી. કરતા ઓછુ હોય તો

   જેમ કે 60 ચો.મી. છે અને મિલકતની ઉમર 25 વર્ષ અને જંત્રી ભાવ રૂા. 25000 તો

   મુળ કિંમત = 60 X 25000 X 0.90 = 1350000

   ઘસારો = 1350000 X ( 25 X 1.2 ) / 100 = 405000

   પાર્કિંગ = 25000 X 8 / 10 = 20000

    જંત્રી વેલ્યુ = 1350000 – 405000 + 20000 = 17,75,000/-

   નોંધ : વધારાનુ બાદ માળ તથા લિફટ મુજબ

(અ) બિલ્ડીંગ લિફટ વગરનુ છે અને બીજો માળ છે તો અથવા બિલ્ડીંગ લિફટ વાળુ છે અને ટોપ ફલોર છે તો

     મુળ કિંમત X 0.95

(બ) બિલ્ડીંગ લિફટ વગરનુ છે અને ત્રીજો માળ કે તેથી ઉપર છે તો

    મુળ કિંમત X 0.90

 

રો-હિઉસ કે બંગ્લાની જંત્રીની ગણતરી ( How to calculate jantri value of Row-House or Bunglow)

રો-હિઉસ કે બંગ્લાની જંત્રીની ગણતરી :

ગણતરીનુ સમીકરણ :

બાંધકામ કિંમત = બાંધકામનો ભાવ X બાંધકામનુ ક્ષેત્રફળ

( જો શહેરી વિસ્તાર હોય તો બાંધકામનો ભાવ 9900 /- ગણવો અને ગ્રામ્ય વિસ્તાર હોય તો 9100 /- ગણવો )

ઘસારો = બાંધકામ કિંમત X ( મિલકતની ઉમર X 1.2 ) / 100

જમીન કિંમત = જમીનની જંત્રી કિંમત X જમીનનુ ક્ષેત્રફળ ફાળે પડતા COP તથા રોડ રસ્તાના ક્ષેત્રફળ સીહત

જંત્રી વેલ્યુ = બાંધકામ કિંમત ઘસારો + જમીન કિંમત

દાખલા તરીકે 1. શહેરી વિસ્તારમાં બંગ્લાનુ બાંધકામનુ ક્ષેત્રફળ 60 ચો.મી. તથા જમીનનુ ક્ષેત્રફળ 80 ચો.મી છે અને મિલકતની ઉમર 25 વર્ષ અને જમીનનો જંત્રી ભાવ રૂા. 15000 તો

બાંધકામ કિંમત = 60 X 9900 = 594000

ઘસારો = 59400 X ( 25 X 1.2 ) / 100 = 178200

જમીન કિંમત = 15000 X 80 = 1200000

જંત્રી વેલ્યુ = 540000 – 178200 + 1200000 = 15,61,800/-


ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...