3.31.2019

નવી શરત ની જમીન અંગે થયેલ રજીસ્ટર્ડ વીલ-વસિયતનામા ની નોંધ દાખલ કરવા રેવન્યુ ઓથોરિટી બંધાયેલ છે

નવી શરત ની જમીન અંગે થયેલ રજીસ્ટર્ડ  વીલ-વસિયતનામા ની નોંધ દાખલ કરવા રેવન્યુ ઓથોરિટી બંધાયેલ છે 



If you have liked the article, please share it

મિલકત નો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા બજાર કિંમત મુજબ કરવો હિતાવહ છે.

મિલકત નો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા બજાર કિંમત મુજબ કરવો હિતાવહ છે.

If you have liked the article, please share it

3.26.2019

મૂળ ખેડૂત ખાતેદારનો દરજ્જો મટી ન જાય તે માટે ખેતીની જમીન ધરાવવી જરૂરી


મૂળ ખેડૂત ખાતેદારનો દરજ્જો મટી ન જાય તે માટે ખેતીની જમીન ધરાવવી જરૂરી

લોકાભિમુખ માર્ગદર્શન - H.S. પટેલ IAS (નિ.)
ખેતીની જમીન વેચવાથી અને સંપાદન થવાથી



'ગણોતધારાની કલમ-૨(૨) અને ૬૩ હેઠળ ખેડૂત ખાતેદાર અંગે કાયદાકીય જોગવાઈ'


કૃષિપ્રધાન દેશમાં ખેડૂતના દરજ્જાનું અલગ સ્થાન છે. સામાન્ય પરિભાષામાં ખેડૂત એટલે 'ખેતી કરતો વ્યક્તિ' ‘Person who cultivates Land' પરંતુ આ વ્યવસાયમાં વ્યક્તિ અને જમીન બંને અભિન્ન અંગ છે અને 'જમીન' એ માનવ સંસ્કૃતિના દરેક ક્ષેત્રના વિકાસમાં અગત્યનું પરિબળ છે અને આઝાદી મળ્યા બાદ જમીન સુધારા કાયદાઓ અમલમાં લાવ્યા બાદ ખેતીની જમીન ઉપરના 'ખેડૂત' તરીકેના હક્કો કાયમી કરવામાં આવ્યા અને દરેક જમીન મહેસૂલને પાત્ર બનાવવામાં આવી Liable For Land Revenue અનાદિકાળથી ચાલતી પરંપરા એ હતી કે જમીનના માલીક જે તે વિસ્તારની હકુમત ધરાવતા 'રાજા માલીક' ગણાતા જમીન ઉપર ખેતી કરતી વ્યક્તિઓને ફક્ત તેઓને પાકનો હિસ્સો મળતો એટલે કે સામંતશાહીનું (Feudalism) તત્વ હતું.

કાયદાકીય રીતે આઝાદી બાદ મુંબઈ પ્રાન્તમાં સમાવિષ્ઠ ગુજરાતમાં મુંબઈ ગણોત અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ ઘડવામાં આવ્યો અને આ કાયદા હેઠળ 'ખેડે તેની જમીન'ના સિધ્ધાંત પ્રમાણે જમીનના કબજેદારોને હક્ક આપવામાં આવ્યા, પરંતુ આ કાયદામાં કલમ-૨(૨) હેઠળ 'ખેડૂત' અને 'જાત ખેતી' 'Personal Cultivation' ની વ્યાખ્યા આપવામાં આવેલ છે અને આજ કાયદાની કલમ-૬૩ હેઠળ ખેડૂત ખાતેદાર થવા માટેની જોગવાઈ છે એટલે કે આ કાયદાની પરિભાષા સિવાય, કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ધરાવી શકે નહિ, એટલે કે ખેડૂત ખાતેદારના દરજ્જા માટે ગણોતધારાની જોગવાઈ હેઠળ નિયંત્રણ છે.

એક તબક્કે સામાન્ય માણસને એમ પ્રશ્ન થાય કે બંધારણમાં મૂળભૂત હક્ક તરીકે દરેક નાગરિકને મુક્તપણે વ્યવસાય કરવાનો અધિકાર છે ત્યારે કેમ ખેતીની જમીન ધારણ કરવા માટે નિયંત્રણ હોવું જોઈએ ? અને દલીલ ખાતર એમ પણ કહેવામાં આવે કે દેશના અમુક રાજ્યોમાં આવા પ્રકારનું નિયંત્રણ નથી. આ અંગેનો જવાબ એ છે કે, બંધારણમાં જમીન સુધારા કાયદાઓ એટલે કે ગણોતધારો ૧૯૪૮ ઘડવામાં આવ્યો તે બંધારણની અનુસુચિમાં સમાવિષ્ઠ છે તેમજ મુળ આશય ખેતીની જમીન ધરાવતા અને સાચા અર્થમાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ જમીન ઉપરના કબજેદારોને હક્ક આપવાના હતા, તે ઉપરાંત ખેતીની જમીનનો કાર્યસાધક ઉપયોગ થાય એટલે કે ખેત ઉત્પાદન વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓનું જીવનનિર્વાહનું સાધન રહે તે મુખ્ય આશય છે અને એટલા માટે મુંબઈ પ્રાન્તમાં અને હાલના ગુજરાતમાં અમલી ગણોતધારા કાયદાથી ખેતીની જમીન ધરાવવા માટે પાત્રતા ધરાવતા સિવાય કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન એટલે કે ખેડૂત ખાતેદારનો દરજ્જો પ્રાપ્ત કરી શકતો નથી.

આ નિયંત્રણ રાખવાનો આશય એ પણ હતો કે સિમિત વ્યક્તિઓ પાસે જમીનો આવી ન જાય, અને ખેતી ઉપર નભતા કુટુંમ્બોનું જીવનનિર્વાહ ન છીનવાય, ગુજરાતમાં ૧૯૯૯ પહેલા ૮ કિ.મી.ની મર્યાદામાં ખેતીની જમીન ધારણ કરવાની ગણોતધારાની કલમ-૨(૨) અને ૨(૬) હેઠળ જોગવાઈ હતી, તે હાલ અંતર પુરતી રદ કરવામાં આવી છે એટલે હાલ ગુજરાતના અસલ ખેડૂત ખાતેદાર રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખેતીની જમીન ટોચમર્યાદામાં મળવાપાત્ર હોલ્ડીંગ પ્રમાણે જમીન ધારણ કરી શકે છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે અમુક બિનખેડૂત વ્યક્તિઓ ખેતીની જમીન 'વીલ' અથવા ખોટા આચરણેથી ધારણ કરી રહ્યા છે. પરંતુ તે હાલની સ્થિતિએ ગેરકાયદેસર છે. કાયદાકીય કોઈ પીઠબળ નથી અને આવા વ્યવહારો લીટીગેશન હેઠળ છે.

હવે મુળ અસલ વંશ પરંપરાગત સ્વરૂપે ખેડૂત ખાતેદારો છે કે જેઓની જમીન શહેરી/ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ગઈ છે અને ખેતી કરવા માટે કાબુ બહારના સંજોગો છે અથવા તો ખેતીની જમીન જાહેર હેતુ જેવાં કે, સિંચાઈ યોજના, આંતરમાળખાકીય પ્રોજેક્ટ, કે સંપાદન ધારા હેઠળ જમીન સંપાદન થતાં, પુરેપુરી જમીન સંપાદન થાય છે અથવા તો ખેતીની જમીન પુરેપુરી વેચાણ કરી દેવાથી બિનખેડૂત થઈ જાય છે, તેવા ઘણા ખેડૂત ખાતેદારો કાયદાથી અજાણ હોય છે કે જો તમારા નામે ખેતીની જમીન ન હોય તો તમો ખેડૂત ખાતેદારના દરજ્જામાંથી કમી થાઓ છો, આવી પરિસ્થિતિ અમો જ્યારે પ્રાન્ત અધિકારી કે કલેક્ટર તરીકે ફરજો બજાવતા હતા, ત્યારે ધ્યાન ઉપર આવેલ અને જેથી મુળ ખેડૂત ખાતેદારોનું હિત જળવાય તે માટે સરકારમાં નિતી ઘડવા અને જે સમયમર્યાદા નક્કી કરેલ તેમાં વધારો કરવાની રજૂઆતો કરેલ જેથી રાજ્ય સરકારે આ બાબતોમાં ઠરાવ/પરિપત્ર કરીને ખેડૂત ખાતેદારો કે જેમની જમીન સંપૂર્ણ વેચવાને કારણે અથવા જમીન સંપાદન થવાની બિનખેડૂત થતા વ્યક્તિઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

અને આ અંગેની વ્યાપકપણે ખેડૂત ખાતેદારોને જાણકારી મળે તે માટે આ લેખના માધ્યમથી આ અંગેની જોગવાઈઓ રજૂ કરું છું, આમ તો સૌ પ્રથમ જોગવાઈ ૧૯૯૪માં અમો સુરત પ્રાન્ત હતા તે સમયગાળામાં અમારી રજૂઆતના આધારે કરવામાં આવેલ, ત્યારબાદ મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવથી સંકલિત જોગવાઈઓ કરી છે અને તે મુજબ કોઈપણ ખેડૂત તેની પુરેપુરી જમીન વેચવાથી બિનખેડૂત થતા હોય ત્યારે જમીન વેચાણ કર્યાથી ૬૦ દિવસમાં કલેક્ટરશ્રીને ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવાની છે, તે જ રીતે જો જમીન જાહેર હેતુ માટે સંપાદન કરવામાં આવી હોય તો સંપાદક સંસ્થાને કબજો સુપ્રત કર્યા.

તારીખથી ૬૦ દિવસમાં કલેક્ટરને અરજી કરવાની છે અને જમીન સંપાદન કિસ્સામાં કોઈપણ ત્રણ પુરાવા રજૂ કરવાના છે જેમાં ૭/૧૨, ૮- અ ની નકલ, સંપાદન અંગે આપેલ નોટીસની નકલ, એવોર્ડની નકલ, વળતરની નોટીસ અને કબજા પાવતી, આ દસ્તાવેજી પુરાવાઓ પૈકી આધાર તરીકે ત્રણ પુરાવાઓ રજૂ કરવાના છે, બાકીના સબંધિત દસ્તાવેજી પુરાવાઓ મહેસૂલી કચેરીઓ એટલે કે મામલતદારશ્રીએ પુર્તતા કરવાની છે. આ અરજીઓની તારીખથી કલેક્ટરે ૬૦ દિવસમાં ખેડૂત પ્રમાણપત્ર આપી દેવાનું છે અને સબંધિત ખેડૂત ખાતેદારે પ્રમાણપત્ર મળ્યા તારીખથી ૧૮૦ દિવસમાં એટલે કે છ મહિનામાં ખેતીની જમીન ખરીદી લેવાની છે.

આ અંગે પણ સરકારે ખાસ કિસ્સામાં કાબુ બહારના સંજોગોમાં ત્રણ માસ સુધી મુદ્દત લંબાવવી આપવાની કલેક્ટરશ્રીને સત્તા આપી છે, એટલે હવે વધુમાં વધુ નવ માસ સુધીમાં ખેતીની જમીન ખરીદી લેવાની થાય છે. મારા મત મુજબ આ સમયમર્યાદા વ્યાજબી છે. કારણ કે જમીન વેચવાથી કે સંપાદન જમીન થઈ હોય તેનું વળતર ખાતેદારને મળેલ હોય છે, એટલે જમીન ખરીદી લેવાનો જેટલો ઝડપી નિર્ણય લેવામાં આવે તે ખેડૂતના હિતમાં છે કારણ કે એકવાર જો મળેલ જમીનની રકમમાંથી સમયસર જમીન ખરીદી લેવામાં ન આવે તો અન્ય રીતે વપરાઈ જાય એટલે ખેતીની જમીન ખરીદી લેવી તે ખેડૂત ખાતેદારના હિતમાં છે.

જો જમીન સમયમર્યાદામાં ન ખરીદાય તો ખેડૂતનો દરજ્જો આપોઆપ સમાપ્ત થાય છે અને બિનખેડૂત થવાય છે અને ત્યારબાદ ખેતીની જમીન ધારણ કરી શકાતી નથી, સિવાય કે ગણોતધારા હેઠળ નિયમોનુસાર ખેડૂત પ્રમાણપત્ર મેળવવામાં આવે પરંતુ તે જટીલ પ્રક્રિયાની સાથે નથી, તેમાં આવકમર્યાદા પણ છે અને મુશ્કેલ છે એટલે વંશપરંપરાગત અને વડીલોપાર્જીત ખેડૂતો કોઈપણ તબક્કે ખેડૂતનો દરજ્જો ન ગુમાવે તે તેઓના હિતમાં છે.

પ્રવર્તમાન સમયમાં જ્યારે લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તેવો 'Ease of Doing Business'નો સરકારનો અભિગમ છે ત્યારે આ ખેડૂત પ્રમાણપત્ર આપવાના અધિકારો નાયબ કલેક્ટર પ્રાન્તકક્ષાએ આપી દેવા જોઈએ કારણ કે આ પ્રમાણપત્ર આપવું એ રેકર્ડ આધારિત પ્રક્રિયા છે. તેમાં વિવેકાધીન સત્તા પણ નથી.

વધુમાં જમીન સંપાદનના કિસ્સામાં કે વેચાણના કિસ્સામાં જો ખેડૂત - બિનખેડૂત થતો હોય તો તે જ તબક્કે 'પ્રમાણપત્ર' આપી દેવામાં આવે તો અરજદારે અરજી કરવાની ૬૦ દિવસની સમયમર્યાદા કલેક્ટરે ૬૦ દિવસની મર્યાદામાં પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા આપોઆપ મટી જાય અને ફક્ત જમીન ખરીદવાની ૧૮૦ દિવસની સમયમર્યાદા રાખવામાં આવે તો ખેડૂતલક્ષી અભિગમ ગણાશે.



If you have liked the article, please share it

3.25.2019

power of attorney valid after death!!

મિલકતના હક સાથેનું કુલમુખત્યાનામુ પાવર આપનાર ગુજરી ગયા પછી પણ અમલમાં રહે છે !!



If you have liked the article, please share it

3.23.2019

વીલમાં કરેલ ઉત્તરદાન પછીની અન્ય વ્યક્તિ અંગે કરેલ વ્યવસ્થા બિનઅસરકારક ગણાય

વીલમાં કરેલ ઉત્તરદાન પછીની અન્ય વ્યક્તિ અંગે કરેલ વ્યવસ્થા બિનઅસરકારક ગણાય। 



If you have liked the article, please share it

3.22.2019

બાનાખતના આધારે યથાસ્થિતિનો(STAY ORDAR) હુકમ આપી શકાય નહીં।

બાનાખતના આધારે  યથાસ્થિતિનો(STAY ORDAR) હુકમ આપી શકાય  નહીં। 




If you have liked the article, please share it

તમારા ફ્લેટ-એપાર્ટમેન્ટને સહેલાઇ થી રીડેવેલપ કરવા શુ કરવું?

તમારા ફ્લેટ-એપાર્ટમેન્ટને સહેલાઇ થી રીડેવેલપ કરવા શુ કરવું?




If you have liked the article, please share it


3.17.2019

જમીન કે મકાન ના રૂપિયા તમે આપી દો એટલે તમે તેના મલિક બની જતા નથી.

જમીન મિલકતના રજિસ્ટર્ડ દસ્તાવેજ થી જ ટાઈટલ પ્રાપ્ત થાય છે,તે ના હોય તો તમને કાયદેસર ના માલિકી હક્ક મળતા નથી













If you have liked the article, please share it

હયાતી પહેલા અને બાદ કુટુંબના સભ્યોનો વહેચણી, કે હક્કકમી કર્યાના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવો જરૂરી નથી PART-1

કૌટુંબિક વહેંચણી માં સ્વૈચ્છિક ભાગ છોડનાર ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવવા હક્કદાર છે.

કૌટુંબિક વહેંચણી માં સ્વૈચ્છિક ભાગ છોડનાર ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવવા હક્કદાર છે.









If you have liked the article, please share it

3.14.2019

બેંક આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકે છે, રાજ્યના કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે છતાં પણ : સુપ્રીમ કોર્ટ

બેંક આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકે છે, રાજ્યના કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે છતાં પણ : સુપ્રીમ કોર્ટ


નામદાર સુપ્રીમ કોર્ટ ના હાલના એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાથી  આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યો પર ગંભીર અને નોંધપાત્ર અસર પડશે. બેન્કો, બિન-આદિવાસીઓને આદિવાસી જમીન વેચી શકે છે,ભલે તે જો રાજ્ય કાયદા દ્વારા પ્રતિબંધિત હોય. ત્રિપુરા એક્ટનો બંધારણની નવમી સૂચિ માં સમાવેશ થાય છે જેના કારણે તેને  બંધારણની કલમ 31-બી હેઠળ રક્ષણ મળી રહ્યું હતું. Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 અને Tripura Land Revenue and Land Reforms Act, 1960 તે સંસદીય કાનૂન ની જોગવાઈઓને બંધારણની કલમ 31-બી દ્વારા ઓવરરાઇડ થવાથી કાયદા નું પ્રતિરક્ષણ પ્રદાન થઇ શકે નહી. જસ્ટિસ રાજન ગોગોઈ અને જસ્ટિસ સાપે ની બેન્ચ દ્વારા ગુવાહાટી કોર્ટના જજમેન્ટને ગેરલાયક ઠેરવવામાં આવ્યું છે.

સિવિલ અપીલ નં. 11247 / 2016 યુકો બેન્ક અને અન્ય વિ. દિપક દેબારમા અને અન્ય 

ચુકાદાની તારીખ 25 નવેમ્બર 2016 

વિસ્તૃત જજમેન્ટ જોવા માટે અહીં ક્લીક કરો 





If you have liked the article, please share it


જમીન ની તકરાર અંગે ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) માં રિવિઝન અપીલ કઈ રીતે દાખલ કરવી ?

જમીન ની તકરાર અંગે ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) માં રિવિઝન અપીલ કઈ રીતે દાખલ કરવી ?

પ્રસ્તાવના
ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) તરીકે ઓળખાતી કચેરી સને ૧૯૬૪ માં અસ્તિત્વમાં આવી છે. કચેરી મહેસુલ વિભાગનો એક પ્રભાગ છે. જીલ્લા કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમો/નિર્ણયો સામે કાયદાકીય રીતે કચેરી અપીલ/રિવિઝનનું કામ કરે છે.
રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં મહેસુલી અધિકારીઓએ જમીન મહેસુલ કાયદાની જોગવાઇઓ અનુસાર કરેલા હુકમોને કાયદા મુજબ એપેલેટ/રિવિઝનની કામગીરી કરવા સારૂ સને ૧૯૬૪માં ખાસ સચિવની નિમણુંક કરી ખાસ સચિવને એપેલેટ/રિવિઝનની સત્તા રૂલ્સ ઓફ બીઝનેસ મુજબ આપી અને ત્યારથી કચેરી કલેક્ટરશ્રીઓ તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓએ કરેલ હુકમો સામે દાખલ થતી અપીલ/રીવિઝનની કામગીરી કરે છે.
ઉદ્દેશો અને હેતુઓ
પક્ષકારોને યોગ્ય ન્યાય મળે તેટલા માટે કેસોના ઝડપી નિકાલ અર્થે અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તથા આધુનિક ટેકનોલોજીની મદદથી પારદર્શક તથા ગતિશીલ વહીવટ માટે સતત પ્રયત્ન ચાલુમાં છે.

વિભાગના મુખ્ય કાર્યો
. - જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૨૧૧ હેઠળ રિવિઝન કરવામાં આવે છે.

. - રૂલ્સ ઓફ બીઝનેસ, ૧૯૯૦ અન્વયે ગુજરાત સરકારના મહેસુલ વિભાગએ હુકમ ક્રમાંક : ઓએફએમ-૧૦૨૦૧૩/૧૦૫૫/બી, તા.૧૯/૦૧/૨૦૧૫ થી શીડયુલ- અને બહાર પાડેલ છે. જે અન્વયે અત્રેને અપીલ/રિવિઝનના કેસોમાં નિર્ણય લેવાની સત્તાઓ આપેલ છે. અત્રેને જે કાયદાકીય સત્તાઓ આપવામાં આવેલ છે તે નીચે મુજબ છે.

પ્રક્રિયા
જમીન મહેસુલ અધિનિયમ ૧૯૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ તથા અન્ય કાયદા હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે અપીલ/રિવિઝન કરવામાં આવે છે.
ચેક લીસ્ટ અને એકરારનો નમુનો જોવા અહી ક્લિક કરો :
ડાઉનલોડ [Gujarati] [178 KB]

ફોર્મસ

અરજદાર અત્રે જે વાદગ્રસ્ત હુકમથી નારાજ થયેલ હોય અને તેની સામે અપીલ/રિવિઝન કરવા માંગતા હોય તો તેઓ લેખિતમાં 
તેઓની રજૂઆત અરજી આપી શકે છે. માટે કોઈ નિયત ફોર્મ નથી.
અનુ. ક્ર.
માહિતી
ડાઉનલોડ
ચેક લીસ્ટ
ડાઉનલોડ [Gujarati] [307 KB]
એકરારનો નમુનો
ડાઉનલોડ [Gujarati] [230 KB]

અહિયાં  નીચે મુજબ અરજઅપીલ અને રીવીઝન કરી શકાય છે :


શીડયુલ - VII
ક્રમ નં.
વિગત
.
જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અન્વયે કલમ-૨૦૩,૨૦૪,૨૧૧
હેઠળ અપીલ અને રીવીઝન
.
ગુજરાત મહેસૂલ નિયમો-૧૯૭૨ અપીલ નિયમ ૧૦૮( ) અન્વયે
 રીવીઝન
.
મુંબઈના ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ
કરવા બાબત કાયદો-૧૯૪૭ ની કલમ-૩૫ હેઠળ રીવીઝન
.
ગુજરાતનો કોર્ટ ઓફ વોડ્ઝ કાયદો-૧૯૬૩ કલમ ૪૧-૪૨ હેઠળ અપીલ/રીવીઝન
.
મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૩૨ P U/S(9) &
 (10) હેઠળ અપીલ
.
મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૬AA હેઠળ
રીવીઝન
.
મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૩A() હેઠળ
રીવીઝન
.
મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો (વિદર્ભ અને કચ્છ વિસ્તારને લાગુ)
કાયદો-૧૯૫૮ કલમ ૧૦૬A(3) હેઠળ રીવીઝન
.
ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા બાબતનો ૧૯૬૦ ના કાયદાની કલમ-()
અન્વયે અપીલ/ફેરતપાસ
૧૦.
મુંબઈ કચ્છ વિસ્તાર માટેની ઈનામી નાબૂદી ધારો-૧૯૫૮ ની કલમ (),
() અપીલ/રીવીઝન
૧૧.
મહેસૂલ ખાતાના ઠરાવ નં એલટીએ/૧૦૫૮/આઈએક્સવી/૪૪૬એલ.
તા. ૨૫//૫૯ તથા લીગલ ડીપાર્ટમેન્ટના નં. એલટીએ/૧૦૬૧/૯૬૩૩૧ જે
તા: ૨૬/૧૧/૬૨, RULES-5 અન્વયે અપીલ
૧૨.
મુંબઈનો તાલુકાદારી હિત સંબંધી નાબૂદી કાયદો ૧૯૪૯ ની કલમ અને
() અન્વયે અપીલ
૧૩.
સાગબારા અને મેવાસી જાગીર માલિકી હકક નાબૂદ કરવા વિ. બાબતો
 ૧૯૬૨ ના રેગ્યુલેશનની કલમ- અન્વયે અપીલ

શીડયુલ - III
ક્રમ નં.
વિગત
.
ગુજરાત મ્યુનિસિપાલીટી એકટ-૧૯૬૩ ની કલમ-૮૧ () હેઠળ અપીલ
.
ગુજરાત પંચાયત એક્ટ-૧૯૯૩ ની કલમ ૧૧૩() હેઠળ અપીલ
.
ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ
પ્રોવીઝન ઓફ ટેનન્ટસ ફ્રોમ ઈવીકેશન ફ્રોમ પ્રીમાઈસીસ
ઈનડીસ્ટ્રીબ્યુટેડ એરીયા કાયદા-૧૯૮૬ ની કલમ , હેઠળ અપીલ
.
ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ
પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફોમ ઈવીકેશન ફોર્મ
 પ્રીમાઈસ ઈન ડીસ્તબર્ડ એરીયા કાયદા-૧૯૯૧, (D)(2) હેઠળ ની કલમ
.
ધી મુંબઈ ગણોત અને ખેતીની જમીનના કાયદા-૧૯૪૮ અન્વયે
કલમ ૬૩(A)(A), 3(ડી) અન્વયે અપીલ
.
ધી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત પતાવટ અને ખેતી ઓર્ડીનન્સ-૧૯૪૮ ની
કલમ-૫૪ અને ૭૫ હેઠળ અપીલ અરજી




ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...