5.15.2023

ભાગીદારી પેઢીના વિવિધ દસ્તાવેજ તથા તપાસણી માટે ચૂકવાતી ફીમાં વધારો કરાયો

 

ભારતનો ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર



નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતનો ભાગીદારી કાયદો 193૨થી અમલમાં છે. આ કાયદાના કેટલાક ભાગમાં રાજ્યો પોતાની રીતે સુધારો કરી શકે છે ત્યારે ભાગીદારી પેઢીના વિવિધ દસ્તાવેજો, નોંધણી તથા અન્ય રેકર્ડની તપાસણી-ચકાસણી માટે એપ્રિલ-1991થી અત્યાર સુધી જે ફી લેવાતી હતી તેમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ભાગીદારી કાયદાની વિવિધ કલમ હેઠળ મહત્તમ ફી રૂ.300થી લઇને રૂ.50 લેવામાં આવશે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ભારતનો ભાગીદારી સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, દેશભરમાં આ કાયદો અમલી છે ત્યારે ગુજરાતને લાગુ પડતા હોય તેટલા પૂરતો ભારતનો ભાગીદારી અધિનિયમ 1932ની કલમ 71ની પેટા કલમ (1) થી પેઢીઓના રજીસ્ટારને મોકલેલા દસ્તાવેજો સાથે સામેલ કરવાની ફી અથવા પેઢીઓના રજીસ્ટારની કસ્ટડીમાં દસ્તાવેજની તપાસણી માટે ચૂકવવા પાત્ર રહેશે જેથી ફી અથવા પેઢીઓના રજીસ્ટાર પાસેથી નકલો મેળવવા માટેની ફી, નિયમોથી રાજ્ય સરકારને સત્તા મળે છે એટલે આ સુધારો લવાયો છે. 1991માં જે દરો હતા તેમાં 28 વર્ષ બાદ આ સુધારો કરાયો છે.

વહીવટી ખર્ચ અને લેખન સામગ્રીની કિંમતમાં ઉત્તરોત્તર વધારો થયો છે તેથી આવા વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે આ વધારો જરૂરી હોઇ કરાયો છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો બદલાય, સરનામુ બદલાય, ભાગીદારીની રકમમાં વધારો-ઘટાડો થાય, ભાગીદારીની ટકાવારીમાં વધ-ઘટ થાય, પેઢી વિસર્જિત થાય એવા વિવિધ દસ્તાવેજોની કામગીરી વાણિજ્ય વેરા કચેરી દ્વારા થતી હોય છે ત્યારે આ કર્મીઓના ભારણ તથા સાહિત્ય ખર્ચમાં પણ વધારાને ધ્યાને લઇ વધારો કરાયો છે.

તેઓએ કહ્યું કે ભારતનો ભાગીદારી વિધેયકમાં જે માં સુધારો કરાયો છે તેમાં ફી પાત્ર દસ્તાવેજ અથવા કૃત્યમાં કલમ 58 હેઠળ જે ફી રૂ.50 લેવાતી હતી તે હવે રૂપિયા 300 લેવાશે. એ જ રીતે કલમ 60, કલમ 61 કલમ 6૨ કલમ 63 કલમ 64 હેઠળ ફી રૂપિયા 25 લેવાતી હતી તે હવે રૂ. 100 લેવાશે. 

જ્યારે કલમ 66ની પેટા કલમ-1 હેઠળ પેઢીઓના રજીસ્ટરની તપાસ હેઠળ રજીસ્ટરનું એક પુસ્તક તપાસવા માટે રૂ. 10 લેવાતા હતા તે રૂ.50 લેવાશે. કલમ 66ની પેટા કલમ હેઠળ પેઢીને લગતા દસ્તાવેજોની તપાસણીમાં એક પેઢીને લગતા તમામ દસ્તાવેજો તપાસવા માટે રૂ. 10 લેવાના હતા તે હવે રૂ.50 લેવાશે અને પેઢીઓના રજિસ્ટરમાંથી નકલો મેળવવા દર 100 શબ્દો અથવા તેના ભાગ માટે રૂ. 50 લેવાતા હતા તેમાં કોઇ વધારો કરાયો નથી.

આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...