5.26.2020

ખેડૂતો અને જમીન ગુમાવનારા માટે પુનઃસ્થાપન -પુનર્વસન ને પ્રાધાન્ય આપી ઘડાયેલો ખાસ કાયદો

જમીન સંપાદનના કાયદામાં વાજબી વળતર ની પારદર્શિતા 
ખેડૂતો અને  જમીન ગુમાવનારા માટે પુનઃસ્થાપન -પુનર્વસન ને પ્રાધાન્ય આપી ઘડાયેલો ખાસ કાયદો 





























(1) જમીન સંપાદન અધિનિયમ ૧૮૯૪ માટે અહીં ક્લીક કરો 

(2) જમીન સંપાદન અધિનિયમ ને લગતા પરિપત્રો /ઠરાવો /હુકમો  1957        થી 2008 માટે અહીં ક્લીક કરો

(3) જમીન સંપાદન અધિનિયમ ને લગતા અન્ય અગત્ય ના પરિપત્રો  માટે
        અહીં ક્લીક કરો 




IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!

5.25.2020

ઉછીના લેણાંની સામે કરી આપેલ દસ્તાવેજ વેચાણ ગણાય નહિ.લેખાંક-1

ઉછીના લેણાંની સામે  કરી આપેલ દસ્તાવેજ વેચાણ ગણાય નહિ.લેખાંક-1

















IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!

5.23.2020

બિનખેતી ને પાત્ર ના હોય તેવી જૂની શરત ની જમીન ને મલ્ટિપર્પઝ ના NA મળશે :સરકાર



બિનખેતી ને પાત્ર ના હોય તેવી જૂની શરત ની જમીન ને મલ્ટિપર્પઝ ના  NA  મળશે :સરકાર

for circular click here

5.10.2020

નવી શરતની જમીન અંગે થયેલ રજીસ્ટ્રેડ વસિયતનામા ની નોંધ દાખલ કરવા માટે રેવેન્યુ ઓથોરિટી બંધાયેલ છે !!

નવી શરતની જમીન અંગે  થયેલ રજીસ્ટ્રેડ  વસિયતનામા ની નોંધ દાખલ કરવા માટે રેવેન્યુ  ઓથોરિટી બંધાયેલ છે !! લેખાંક-1



IF YOU HAVE LIKED THE ARTICALES PLEASE SHARE IT!!!

5.02.2020

વેચાણ દસ્તાવેજ ગેરકાયદેસર/વ્યર્થની જાહેરાતના દાવામાં કોર્ટ ફી ચૂકવવી જરૂરી નથી


પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ : નજમુદ્દીન મેઘાણી

સામાન્ય રીતે કોઈ પણ વેચાણ દસ્તાવેજને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવે અને તેવા વેચાણ દસ્તાવેજોને રદ કરવા અંગે પક્ષકારો દ્વારા દાવાદુવીના પ્રકરણો કરવામાં આવે ત્યારે તેવા વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલ અવેજની રકમ મુજબ કોર્ટ ફી સ્ટેમ્પ ભરપાઈ કરવી જરૂરી હોય છે, પરંતુ નીચે દર્શાવ્યા મુજબના કેટલાક વિશિષ્ટ સંજોગોમાં આ રીતે વેચાણ દસ્તાવેજને રદબાતલ જાહેર કરાવવા અને તેવા વેચાણ દસ્તાવેજોને પડકારવા માટે કોર્ટ ફી ચૂકવવી જરૂરી નથી.
જ્યારે કોઈ પક્ષકારે કોઈ દાવાના કામે વેચાણ દસ્તાવેજ રદ કરવાની દાદ માગી ન હોય ત્યારે જ્યારે તેમની મુધ્ય દાદ માત્ર દાવાવાળી મિલકત ઉપરના તેમના અધિકારો નક્કી કરવાના સંબંધમાં જ હોય ત્યારે તેઓએ વેચાણ દસ્તાવેજમાં વર્ણવાયેલ મિલકતની કિંમત ધ્યાને લઈને તે મુજબ કોર્ટ ફી સ્ટેમ્પ ચૂકવવાની રહેતી નથી. જે કિસ્સામાં વેચાણ દસ્તાવેજ રદ કરવાની દાદ માગવામાં આવેલ ન હોય અને માત્ર એવી જાહેરાતની જ દાદ માગવામાં આવેલ હોય કે તે દસ્તાવેજો સમાંશિત કુટુંબને બંધનકર્તા નથી, લે પછી તે કબજા સહિતની દાદ હોય, કારણ કે દાવાના વાદી તે વેચાણ દસ્તાવેજના પક્ષકાર ન હોય તેવા કિસ્સામાં કોર્ટ ફીની ગણતરી અધિનિયમની કલમ-૭(૪)(સી) હેઠળ કરવાની રહેશે.


 કોઈ દસ્તાવેજમાં પક્ષકાર હોય, પરંતુ તેવા દસ્તાવેજમાં પક્ષકાર યાને દસ્તાવેજ કરી આપનારની સહી ખોટી હોય અને બનાવટી હોય તેવા સંજોગોમાં આવો દસ્તાવેજ વ્યર્થ છે તે એવા આધાર ઉપર કે દસ્તાવેજ બનાવટી છે અને તે દસ્તાવેજમાં કરી આપનારની સહી ધરાવતો નથી.
ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર મધ્ય પ્રદેશ હાઈકોર્ટ (ઇંદોર બેન્ચ) દ્વરા મનીષ પરાશર વિરુદ્ધ પ્રતાપ અને બીજા, મિસેલેનિયસ પિટિશન નં. : ૫૩૧/૨૦૧૭ના કામે તા. ૨૫-૦૬-૨૦૧૮ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટ્સ (LL), વોલ્યુમ-૧, ઇશ્યૂ-૫, મે-૨૦૧૯, પાના નં. ૩૬૯) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
વાદી જાહેરાત, કાયમી મનાઈહુકમની દાદ માટે દાવો દાખલ કરે છે. અરજદારના જણાવ્યા મુજબ, પ્લોટ નં. ૧૪૯ (નવો નં. ૧૬૫), ગુલમર્ગ બાગ નગર, ઉજ્જૈન, તેમના પિતા સ્વ. શિવનારાયન પરાશર દ્વારા ડાયમંડ ગૃહ નિર્માણ સહકારી સંસ્થા મર્યાદી, ઉજ્જૈન પાસેથી તા. ૨૪-૦૪-૧૯૯૪ના રોજના નોંધાયેલ વેચાણ દસ્તાવેજ થકી ખરીદવામાં આવી હતી. તેઓ તા. ૧૭-૦૮-૨૦૧૦ના રોજ અવસાન પામ્યા હતા અને તેમના અવસાન બાદ વાદી તેમની બહેન મોનિકા, મેઘા અને માતા શ્રીમતી પ્રકાશ કથિત પ્લોટના સંયુક્ત માલિકો બન્યા હતા. તા. ૩૦-૦૫-૨૦૧૬ના રોજ સૌ પ્રથમ વખત વાદીને જાણ થઈ હતી કે, પ્રતિવાદીઓએ તેમના કથિત પ્લોટનો તા. ૦૭-૦૫-૨૦૧૬ના રોજનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો છે. તેવા વેચાણ દસ્તાવેજો તેમના પિતા કે જેઓ તા. ૧૭-૦-૨૦૧૦ના રોજ અવસાન પામ્યા હતા, તેમના સ્થાને અન્ય વ્યક્તિને રજૂ કરીને કરાવી લેવામાં આવ્યો હતો તેથી અરજદારે એવી જાહેરાતની દાદ માગનો દાવો દાખલ કર્યો હતો કે, તેઓ દાવાવાળી જમીનના માલિક છે અને તેના કબજામાં છે અને કારણ કે વેચાણ દસ્તાવેજ પ્રતિવાદી નં. ૧ અને પ્રતિવાદી નં. ૨ અને ૩ની વચ્ચે કરવામાં આવેલ તા. ૦૭-૦૫-૨૦૧૬ના રોજનો વેચાણ દસ્તાવેજ બનાવટી હોઈ બનાવટી અને ગેરકાયદેસર છે અને વાદીને બંધનકર્તા નથી. વાદીએ કાયમી મનાઈહુકમની દાદ પણ માગેલ. ટ્રાયલ કોર્ટ સમક્ષના આ દાવાના કામે વાદીએ દાવાઅરજીની નોંધણીના સમયે સી.પી.સી.ના ઓર્ડર ૩૯ રૂલ-૧ અને ૨ હેઠળ અરજી પણ દાખલ કરેલી. વિદ્વાન ટ્રાયલ કોર્ટે નોંધ્યું હતું કે, તા. ૦૭-૦૫-૨૦૧૬ના રોજનો વેચાણ દસ્તાવેજ સ્વ. શિવનારાયણ પરાશર, એટલે કે વાદીના પિતા દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના દીકરા હોઈ વેચાણ દસ્તાવેજ વાદીને બંધનકર્તા હતો અને તેથી તેઓએ વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખેલ મિલકતની કિંમત ઉપર તેના પ્રમાણમાં (એડ-વલોરેમ) કોર્ટ ફી ચૂકવવી જરૂરી છે. તે મુજબ કોર્ટે વાદીને કોર્ટ ફી ચૂકવવાની સૂચના આપતો હુકમ કરેલ. જે હુકમ વિરુદ્ધની હાલની આ અરજી નામદાર હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ.
નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, અરજદારે એવી જાહેરાત માગીને દાવો દાખલ કર્યો હતો કે, તા. ૦૭-૦૫-૨૦૧૬ના રોજના વેચાણ દસ્તાવેજને બનાવટી હોવાના આધાર ઉપર વ્યર્થ, ગેરકાયદેસર અને તેમને બંધનકર્તા નહીં હોવાનું જાહેર કરવામાં આવે. વાદીના જણાવ્યા મુજબ તેમના પિતા તા. ૧૭-૦૮-૨૦૧૦ના રોજ અવસાન પામ્યા હતા અને મૃત્યુના પ્રમાણપત્રની નકલ આ અરજીમાં એનેક્ષ્ચર પી-૨ થકી દાખલ કરવામાં આવી છે. તા. ૦૭-૦૫-૨૦૧૬ના રોજના વેચાણ દસ્તાવેજમાં વેચાણે આપનારનું નામ શિવનારાયણ પરાશર, એટલે કે અરજદારના પિતા તરીકે ઉલ્લેખવામાં આવેલ છે, તેથી પ્રથમદર્શનીય રીતે એ પ્રસ્થાપિત થાય છે કે, વેચાણ દસ્તાવેજ વાદીના પિતા દ્વારા તેમની હયાતી દરમિયાન કરવામાં આવ્યો નહોતો અને બનાવટ થયાનો આધાર પ્રથમ દર્શનીય રીતે સાબિત થાય છે. સુનિલ વિ. અવધ નારાયનના (ઉપર ટાંકેલ) કેસમાં આ કોર્ટની સંપૂર્ણ પીઠે વિશેષરૂપે ઠરાવેલ છે કે, વાદી ભલે પછી તે દસ્તાવેજમાં પક્ષકાર હોય તો પણ તેણે દસ્તાવેજમાંની કિંમત મુજબ કોર્ટ ફી ચૂકવવાની જરૂર નથી, કારણ કે તેણે એવો આક્ષેપ કર્યો હતો કે, દસ્તાવેજ વ્યર્થ છે, તે એવા આધાર ઉપર કે દસ્તાવેજ બનાવટી છે અને તે દસ્તાવેજ કરી આપનારની સહી ધરાવતો નથી ફકાર નં. ૧૬ નીચે ફરીથી રજૂ કરવામાં આવે છે :
૧૬. ટૂંકમાં, આ કોર્ટને સંર્દિભત કરવામાં આવેલ પ્રશ્નોનો જવાબ આ મુજબ છે   
(૧) કિંમત મુજબ કોર્ટ ચૂકવવી જરૂરી નથી, કે જ્યારે વાદી એવો આક્ષેપ કરે છે કે, દસ્તાવેજ વ્યર્થ છે અને તેમની ઉપર બંધનકર્તા નથી.
(૨) (ઉપર ટાંકેલ) નારાયણસિંઘના કેસમાં અપાયેલ નિર્ણય સાચી રીતે કાયદો પ્રસ્થાપિત કરે છે કે, દસ્વાતેજના પક્ષકાર એવા વાદીએ કિંમત મુજબ કોર્ટ ફી ચૂકવવાની જરૂર નથી, કારણ કે તેણે એવો આક્ષેપ કર્યો હતો કે, દસ્તાવેજ વ્યર્થ હતો, તે એવા આધાર ઉપર કે, તે એક બનાવટી દસ્તાવેજ હતી અને તે દસ્તાવેજ કરી આપનારની સહી ધરાવતો નથી. હવે કાર્યવાહી કાયદાના અનુસંધાનમાં કેસનો નિર્ણય કરવા માટે ખંડપીઠ સમક્ષ રજૂ કરવી જોઈશે. તે મુજબ હુકમ કરવો.”
આથી નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, વાદીના પિતા તા. ૦૭-૦૫-૨૦૧૬ના રોજ કરવામાં આવેલ વેચાણ દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ છે, પરંતુ તેઓ વર્ષ ૨૦૧૦માં અવસાન પામ્યા હોવાનું કહેવાય છે. આ હકીકતો અને સંજોગોમાં વાદી એવી જાહેરાતની દાદ માગી રહેલ છે કે, વેચાણ દસ્તાવેજ વ્યર્થ છે, તેથી કેસની ચોક્કસ હકીકતોને ધ્યાનમાં લેતાં વાદી હાલમાં કિંમત મુજબ કોર્ટ ફી ચૂકવવા જવાબદાર નથી. આથી નામદાર હાઇકોર્ટે વિવાદી હુકમ સેટ-એસાઇડ કરેલ તેમજ ટ્રાયલ કોર્ટને કેસ નોંધવાની અને કાયદાના અનુસંધાનમાં આગળ વધવાની સૂચના આપવામાં આવેલ તેમજ જો હુકમનામું પસાર કરવાના સમયે ટ્રાયલ કોર્ટ એવા તારણ ઉપર આવે કે દાવા અરજીમાં કરવામાં આવેલ આક્ષેપો વાદી દ્વારા સાબિત કરવામાં આવેલ નથી તો પછી ટ્રાયલ કોર્ટે વાદી પાસેથી કિંમત મુજબ કોર્ટ ફી વસૂલવી જોઈશે તેવું જણાવવામાં આવેલ.
આથી નામદાર ગુજરાત હાઇકોર્ટે ઉપરોક્ત હકીકતોના પરિપેક્ષમાં અરજદારની અરજી મંજૂર કરવાનો હુકમ ફરમાવેલ તેમજ તે વડે વિવાદી હુકમમાં ફેરફાર કરવાનું ઠરાવી કોર્ટ ફી સ્ટેમ્પ ચૂકવવાના સંબંધમાં આપવામાં આવેલ સૂચનાઓ રદ અને સેટ-એસાઇડ કરવામાં આવેલ અને તે સાથે પક્ષનિવેદનોમાં સુધારા કરવાના સંબંધમાં તેમજ વધારાના પ્રતિવાદીઓને જોડવાના સંબંધમાં અપાયેલ વિવાદી હુકમના અન્ય ભાગને બહાલી આપવામાં આવેલ.
ઉપરોક્ત કેસ ઉપરથી ફલિત થાય છે કે, સામાન્ય રીતે કોઈ પણ વેચાણ દસ્તાવેજને સિવિલ કોર્ટમાં પડકારવામાં આવે અને તેવા વેચાણ દસ્તાવેજોને રદ કરવા અંગે પક્ષકારો દ્વારા દાવાદુવીના પ્રકરણો કરવામાં આવે ત્યારે તેવા વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલ અવેજની રકમ મુજબ કોર્ટ ફી સ્ટેમ્પ ભરપાઈ કરવી જરૂરી હોય છે, પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગોમાં આ રીતે વેચાણ દસ્તાવેજને રદબાતલ જાહેર કરાવવા અને તેવા વેચાણ દસ્તાવેજોને પડકારવા માટે કોર્ટ ફી ચૂકવવી જરૂરી નથી. જેમ કે જ્યારે કોઈ પક્ષકારે કોઈ દાવાના કામે વેચાણ દસ્તાવેજ રદ કરવાની દાદ માગી ન હોય ત્યારે જ્યારે તેમની મુખ્ય દાદ માત્ર દાવાવાળી મિલકત ઉપરના તેમના અધિકારો નક્કી કરવાના સંબંધમાં જ હોય ત્યારે તેઓએ વેચાણ દસ્તાવેજમાં વર્ણવાયેલ મિલકતની કિંમત ધ્યાને લઈને તે મુજબ કોર્ટ ફી સ્ટેમ્પ ચૂકવવાની રહેતી નથી. જે કિસ્સામાં વેચાણ દસ્તાવેજ રદ કરવાની દાદ માગવામાં આવેલ ન હોય અને માત્ર એવી જાહેરાતની જ દાદ માગવામાં આવેલ હોય કે તે દસ્તાવેજો સમાંશિત કુટુંબને બંધનકર્તા નથી, ભલે પછી તે કબજા સહિતની દાદ હોય, કારણ કે દાવાવના વાદી તે વેચાણ દસ્તાવેજના પક્ષકાર ન હોય તેવા કિસ્સામાં કોર્ટ ફીની ગણતરી અધિનિયમની કલમ-૭(૪)(સી) હેઠળ કરવાની રહેશે.
વધુમાં જો કોઈ દસ્તાવેજમાં પક્ષકાર હોય, પરંતુ તેવા દસ્તાવેજમાં પક્ષકાર યાને દસ્તાવેજ કરી આપનારની સહી ખોટી હોય અને બનાવટી હોય તેવા સંજોગોમાં આવો દસ્તાવેજ વ્યર્થ છે અને દસ્તાવેજ બનાવટી છે તેવા આક્ષેપ સાથે દાવો કરવામાં આવેલ હોય તો પણ તેણે દસ્તાવેજમાંની કિંમત મુજબ કોર્ટ ફી ચૂકવવાની જરૂરપ નથી, કારણ કે તેણે એવો આક્ષેપ કર્યો હતો કે, દસ્તાવેજ વ્યર્થ છે તે એવા આધાર ઉપર કે દસ્તાવેજ બનાવટી છે અને તે દસ્તાવેજમાં કરી આપનારની સહી ધરાવતો નથી.
(સંદર્ભ : લેન્ડ લોઝ જજમેન્ટ્સ (LL), વોલ્યુમ-૧, ઇશ્યૂ-૫, મે-૨૦૧૯, પાના નં. ૩૬૯).

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...