6.07.2023

જમીન મહેસૂલ કાયદાઓમાં ખેડુત અને ખેતીની જમીન ખરીદવાની જોગવાઈઓ

 

જમીન મહેસૂલ કાયદાઓમાં ખેડુત અને ખેતીની જમીન ખરીદવાની જોગવાઈઓ


લોકાભિમુખ માર્ગદર્શન -  - એચ.એસ. પટેલ IAS (નિ.)

- સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ વીલથી પણ બિનખેડુત વ્યક્તિ ખેડુતનો દરજ્જો પ્રાપ્ત કરી શકે નહીં

ચુકાદા માટે અહી ક્લિક કરો 

ગતાંકથી ચાલુ

ગત લેખમાં જાહેર ટ્રસ્ટો, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ ખેતીની જમીન કઈ રીતે ધારણ કરી શકે અને ગણોતધારા અને ખેતીજમીન ટોચ મર્યાદા ધારા અન્વયે મુક્તિ મેળવવાની અને મુક્તિ રદ કરવાની અને શરતભંગ અંગે જાણકારી આપવામાં આવેલા જમીન સુધારાઓ (Land Reforms) અન્વયે મુંબઈ રાજ્ય અને હાલના ગુજરાતમાં ગણોતધારો અને ખેતીની જમીનનો વહિવટ ૧૯૪૮ના કાયદા અન્વયે કલમ-૬૩માં બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ધારણ ન કરી શકે તેવી જોગવાઈઓ છે. આ રીતે ઔદ્યોગિક / વ્યાપારિક / શૈક્ષણિક પ્રકૃતિઓનો વ્યાપ વધતાં જેમ જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫-ખ હેઠળ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટે (Bonafide Industrial Purpose) સીધેસીધી જુની શરતની ખેતીની જમીન ખરીદીને કલેક્ટરને ફક્ત જાણ કરવાની છે અને ૩૦ દિવસમાં કલેક્ટરએ પ્રામાણિક ઔદ્યોગિક હેતુ માટેનું પ્રમાણપત્ર આપવાનું છે અને જો તમામ નિયમોનું પાલન થતુ હોય તો Deemed Permission માની લેવાની છે.

આ રીતે ગણોતધારાની કલમ-૬૩એએ હેઠળ પણ પ્રમાણિક ઔદ્યોગિક હેતુ સાથે જાહેર ટ્રસ્ટો, મેડીકલ, હોસ્પિટલ, શૈક્ષણિક હેતુ માટે કલેક્ટરની વિધીવત પરવાનગી સિવાય સીધેસીધા જુની શરતની ખેતીની જમીન ખરીદી શકે છે અને તેની જાણ કલેક્ટરને કરવાની છે.  ઉપરોક્ત જોગવાઈઓથી સ્પષ્ટ થશે કે બિનખેતી વિષયક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા માટે ગણોતધારાની કલમ-૬૩ હેઠળ બિનખેડુત વ્યક્તિ કે સંસ્થા બિનખેતી વિષયક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકે છે. પરંતુ બિનખેડુત વ્યક્તિ કલમ-૬૩ હેઠળ 'ખેડુત' તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરી ખેતીની જમીન ખરીદી શકતો નથી અને આ જોગવાઈઓ નિષ્ફળ બનાવવા માટે ગુજરાતમાં વસિયતનામું યાને વીલના માધ્યમથી અથવા ખોટા આચરણો કરીને બિનખેડુત વ્યક્તિઓ ખેતીની જમીન ખરીદવાના દાખલાઓ મોજુદ છે અને તેમાં હક્કપત્રકમાં ગામના નમુના નં.-૬માં નોંધ પ્રમાણિત કરનાર અધિકારી જવાબદાર છે.

 કારણકે એકવાર ખોટી રીતે નોંધ પ્રમાણિત થયા બાદ સમય મર્યાદામાં ઉપલા અધિકારી ડેપ્યુટી કલેક્ટર / કલેક્ટર આવી ગેરકાયદેસર નોંધો સમયસર રીવીઝનમાં લઈ રદ કરતા નથી અને લાંબા સમય બાદ કાનુની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરવામાં આવે છે. (Abuse of process of Law) વધુમાં હક્કપત્રકની નોંધો રીવીઝનમાં લેવાની કાર્યવાહી જમીન મહેસુલ નિયમોના નિયમ-૧૦૮(૬) હેઠળ કલેક્ટરે કરવાની છે. જ્યારે બિનખેડુત વ્યક્તિએ ખરીદેલ ખેતીની જમીન અંગેની કાર્યવાહી ગણોતધારાની કલમ-૮૪(સી) હેઠળ મામલતદાર અને કૃષિપંચ દ્વારા કરવાની છે. અને આ પ્રક્રિયાઓ કરવામાં જુદા જુદા કાયદાઓના કાર્યક્ષેત્ર અંગે (Jurisdiction) કાનુની કોર્ટોમાં પડકારવામાં આવે છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા Evergreen Apartment અને લક્ષ્મીનારાયણ સોસાયટી વડોદરાના કિસ્સાઓમાં સ્પષ્ટ કર્યું છે કે કલેક્ટર હક્કપત્રકની નોંધો રીવીઝનમાં લેવામાં અન્ય કાયદાઓની જોગવાઈઓનો ઉપયોગ ન કરી શકે. જેમ કે ગણોતધારાની કલમ-૬૩નો ભંગ, ટુકડાધારાનો ભંગ, સ્ટેમ્પડયુટી, સીલીંગ કાયદો વિગેરે. ગુજરાતમાં મોટા ભાગે બિનખેડુત વ્યક્તિઓ વીલ યાને વસીયત નામાના આધારે ખેતીની જમીન હક્કપત્રકમાં નોંધ મંજુર કરનાર પ્રમાણિત કરનાર અધિકારીઓ જવાબદાર છે. અને તેમાં મહેસુલી નોંધ પ્રમાણિત અધિકારીઓ જવાબદાર છે. કારણકે ગણોતધારાની કલમ-૬૩ની જોગવાઈઓ નિષ્ફળ બનાવવાના હેતુથી આવી નોંધો પ્રમાણિત થયેલ છે. અને ત્યારબાદ આવી વ્યક્તિઓએ ગુજરાતમાં એકથી બીજી જગ્યાએ ખેતીની જમીનો ખરીદી છે પરંતુ આવી નોંધો સમયસર રીવીઝનમાં ન લેવાને કારણે સ્થાપિત હિતો ધરાવતા બિનખેડુત વ્યક્તિઓ કાયદાઓની પ્રક્રિયા અનુસરી સમયમર્યાદાના (Limitation) મુદ્દા ઉપર સફળ પણ થયા હશે. પરંતુ આ તમામ કાર્યવાહી Void ab initio પ્રથમથી જ ગેરકાયદેસર કરે છે.

વીલથી - (વસિયતનામા) બનતા બિનખેડુત વ્યક્તિઓએ ખરીદેલ ખેતીની જમીન અંગે ગુજરાત હાઈકોર્ટના ભુતપુર્વ ન્યાયાધિશ - જયંત પટેલની ડીવીઝન બેન્ચે મહત્વના ચુકાદાથી ઠરાવ્યું છે કે કોઈપણ બિનખેડુત વ્યક્તિ વસીયતનામાના આધારે ખેડુતનો દરજ્જો પ્રાપ્ત કરી શકતો નથી. કારણકે વીલની જોગવાઈઓ મિલક્ત હસ્તાંતર અધિનિયમની જોગવાઈ અને ભારતીય વારસા અધિનિયમમાં 'વીલ'ના તત્વો ingredient જણાવેલ છે તેના ઓથા હેઠળ ગણોતધારાની જોગવાઈઓ (કલમ-૬૩) નિષ્ફળ બનાવે છે. અને અમો જ્યારે પ્રાન્ત અધિકારી ચોર્યાસી સુરત હતા ત્યારે ગભેણી ગામમાં વિનોદચંદ્ર કાપડીયાએ વીલ આધારે ખેતીની જમીન ધારણ કરેલ તે નોંધ રીવીજમાં લઈ અમોએ રદ કરેલ તે નોંધ નામદાર સુપ્રિમકોર્ટે શક્વર્તી ચુકાદા અન્વયે ઠરાવેલ છે કે જે વ્યક્તિ હયાતીમાં - બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરી શકતો નથી તે મૃત્યુ બાદ કરેલ વીલ આધારે પણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરી શકતો નથી. આમ આ સુપ્રિમકોર્ટના ચુકાદા બાદ વીલથી પણ બિનખેડુત વ્યક્તિઓએ ખેતીની જમીન વારસાઈ ધોરણે ધારણ કરવા ઉપર પુર્ણવિરામ આવી ગયું છે. રાજ્ય સરકારે ગણોતધારામાં કલમ-૬૩માં સર્વોપરી કાયદાની જોગવાઈઓ (Overriding Provision) ;hefu Under Section - 63 ‘No non. Agriculturist Shall acquire agriculture hand under Will'  આ જોગવાઈઓ મહેસુલ વિભાગે તાત્કાલીક અસરથી કરવી જરૂરી છે. જેનાથી બિનખેડુત વ્યક્તિઓની તરફેણમાં ખેતી જમીન ખરીદવાના વ્યવહારો બંધ થાય અને મહેસુલી અધિકારીઓ સામે પણ આવી નોધો મંજુર કરવાની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તો કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવાની પ્રકૃતિ બંધ થશે. ખેડુત ખરાઈ પ્રમાણપત્ર અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...