10.04.2023

પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક અનુસાર ચુકવણી તબદીલ થઇ શકે નહીં

 

શેરો, કોરો શેરો અને શેરેદાર કોને કહેવાય? દ્વિઅર્થી ખતો કોને કહેવાય? અધૂરું ખત એટલે શું ? 


તમારી જમીન, તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૯૮૧ (વટાઉખત અધિનિયમ-૧૯૮૧) ની નક્લ-૧૩ થી ૨૬ ની કેટલીક જોગવાઈઓ વિષે આ લેખમાં અભ્યાસ કરીશું.
“વટાઉ ખત”
(૧) ‘વટાઉખત’ એટલે આદેશ મુજબ અથવા વાહકને ચુકવવાની પ્રોમિસરી નોટ, વિશિમયપત્ર અથવા ચેકનો સમાવેશ થાય છે.
સ્પષ્ટીકરણઃ૧: જે પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકમાં આદેશ મુજબ ચુકવવાનું દર્શાવ્યું હોય અથવા જેમાં કોઈ ચોકક્સ વ્યકિતને ચૂકવવાનું દર્શાવ્યું હોય અને જેમાં તબદિલ કરવાનો પ્રતિબંધ કરતાં અથવા તબદિલ કરી શકાશે નહીં એવો ઈરાદો દર્શાવતા શબ્દો ન હોય તે આદેશ મુજબ ચુકવવાને પાત્ર છે.
સ્પષ્ટીકરણઃરઃ જે પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકમાં લાવનાર ચુકવવાનું દર્શાવ્યું હોય અથવા જેના ઉપર એકમાત્ર અથવા અંતિમ શેરો, કોરો હોય તે લાવનારને 
ચુકવવાપાત્ર છે.
સ્પષ્ટીકરણઃ૩ઃ કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકમાંથી પ્રથમથી જ અથવા શેરા દ્વોરા કોઈ નિર્દિષ્ટ વ્યક્તિના આદેશ મુજબ ચુકવવાનું દર્શાવ્યું હોય અને તે નિર્દિષ્ટ વ્યક્તિને અથવા તેના આદેશ મુજબ ચુકવવાનું દર્શાવ્યું ન હોય, તેમ છતાં, તે પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક તે વ્યકિત ઈચ્છે તો તેને પોતાને અથવા તેના આદેશ અનુસાર ચુકવવાને પાત્ર છે.
 (૨) વટાઉખત બે કે વધુ નાણાં લેનાર વ્યક્તિઓને સંયુકત રીતે ચૂકવવાને પાત્ર કરી શકાશે અથવા બેમાંથી વિકલ્પે એક વ્યક્તિને અથવા એકથી વધુ નાણાં લેનાર વ્યકિતઓમાંથી કોઈ એક વ્યક્તિને અથવા કેટલીક વ્યક્તિઓને ચુકવવાને પાત્ર કરી શકાશે.
ખત વટાવવુંઃ કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક કોઈ વ્યકિતને કેવી રીતે વટાવવું કે તબદીલ કરવામાં આવે તેથી તે ધારક બને ત્યારે તે ખત વટાવ્યું કહેવાય.
શેરો એટલે શું?: વટાઉખત લખી આપનાર અથવા તેનો ધારક તે ખતની પાછળ કે તેના આગળના ભાગમાં અથવા તેની સાથે જોડાયેલા કાગળ ઉપર ખત વટાવવાના હેતુથી, ખત કરી આપનાર તરીકે નહીં પણ અન્યથા, સહી કરે અથવા વટાઉખત તરીકે જેને પૂર્ણ કરવાનો ઈરાદો હોય તેવા સ્ટેમ્પવાળા કાગળ ઉપર એ જ હેતુથી સહી કરે ત્યારે, તેણે તેના ઉપર શેરો કર્યો કહેવાય અને તે ‘શેરો કરનાર’ કહેવાય.
“કોરો” શેરો અને “પૂરો” શેરો ઃ શેરો કરનાર ફક્ત પોતાના નામથી શેરો કરે તો-? તો શેરો ‘કોરો’ શેરો તે કહેવાય અને ખતમાં દર્શાવેલી રકમ નિર્દિષ્ટ વ્યક્તિને અથવા તે વ્યકિતના આદેશ મુજબ આપવાનો આદેશ તેમાં ઉમેર તો તે શેરો ‘પૂરો’ શેરો કહેવાય અને એ રીતે નિર્દિષ્ટ કરેલી વ્યક્તિને ખતનો ‘શેરેદાર’ કહેવાય. ખતના નાણાં લેનાર સંબંધી આ અધિનિયમની જોગવાઈઓ, જરૂરી ફેરફારો સાથે, શેરેદારને લાગુ પડશે. દ્વિઅર્થી ખતો કેવા હોય છે? કોઈ ખત એવું હોય કે તેને પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર એમ બન્ને તરીકે ગણી શકાય ત્યારે તેનો ધારક પોતે ઈચ્છે તે પ્રમાણે તેને બેમાંથી એક તરીકે ગણી શક્શે અને ત્યારપછીથી તે અનુસાર તે ખતને પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર ગણવામાં આવશે.
રકમ આંકડામાં અને અક્ષરોમાં જુદી જુદી દર્શાવી હોય ત્યારે: જે રકમ ચૂકવવાની જવાબદારી લેવામાં આવી હોય અથવા ચુકવવાનો આદેશ કર્યો હોય તે રકમ આંકડામાં અને અક્ષરોમાં જુદી જુદી દર્શાવી હોય તો અક્ષરોમાં દર્શાવેલી રકમ ચુકવવાની જવાબદારી લીધેલી અથવા ચૂકવવાનો આદેશ કરેલી રકમ ગણાશે. માગણી થયે ચૂક્વવાને પાત્ર ખતોઃ જે પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રમાં ચૂકવણી માટે સમય નિર્દિષ્ટ કરવામાં આવ્યા ન હોય તે પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર અને ચેક માગણી થયે ચુકવવાને પાત્ર છે તે.
“સ્ટેમ્પવાળું અધૂરું ખત”: વટાઉખત સંબંધી ભારતમાં તે સમયે અમલમાં હોય તેવા કાયદા અનુસાર સ્ટેમ્પવાળા કાગળ તદન કોરા રાખીને અથવા તેના ઉપર અધૂરું વટાઉખત લખીને કોઈ એક વ્યકત તેના ઉપર સહી કરીને બીજી વ્યક્તિને સોંપે ત્યારે તે વ્યકિત, તેથી તે કાગળના ધારકને તેના ઉપર વધુમાં વધુ તે સ્ટેમ્પની મર્યાદામાં હોય તેટલી અને તેમાં નિર્દિષ્ટ કરેલી રકમ તે યથાપ્રસંગ વટાઉખત બનાવવાનો અથવા પૂરું કરવાનો પ્રથમ દર્શને અધિકાર આપે છે. એ રીતે સહી કરનાર વ્યકિત જે હેસિયતમાં વટાઉખત ઉપર સહી કરી હોય તે હેસિયતમાં તે વ્યકિત, તે સિવાયની કોઈપણ વ્યક્તિ તે ખત સોંપનાર વ્યક્તિ પાસેથી તે ખત હેઠળ જેટલી રકમ આપવાનો તેનો ઈરાદો હોય તેથી વધુ રકમ વસૂલ કરી શકશે નહીં.
મહિનામાં તે મુદત પૂરી થવાની હોય તે મહિનામાં તત્સમાન તારીખ આવતી ન હોય તો તે મુદત એવા મહિનાના છેલ્લા દિવસે પૂરી થાય છે એમ ગણાશે.
દૃષ્ટાંત: તારીખ ૨૯ મી જાન્યુઆરી ૧૯૭૮ નું વટાઉખત તે તારીખ પછી એક મહિને ચૂકવવાને પાત્ર થાય એ રીતે કરેલું છે તે ખત ૨૮ મી ફેબ્રુઆરી ૧૮૭૮ પછીના ત્રીજા દિવસે પાકે છે. ખતની તારીખ પછી દેખાડ્યા પછી અમુક દિવસે ચૂક્વવાને પાત્ર થતું વિનિમયપત્ર અથવા પ્રોમિસરી નોટ કઈ તારીખે પાકે છે, તેની ગણતરી કરવા બાબત. ખતની તારીખ પછી અથવા દેખાડ પછી અથવા નિશ્ચિત બનાવ બન્યા પછી અમુક દિવસે ચૂકવવાને પાત્ર ખત કઈ તારીખે પાકે છે તેની ગણતરી કરતી વખતે ખતની તારીખનો દિવસ અથવા સ્વીકાર માટે કે દેખાડ માટે રજૂ કર્યાનો અથવા અસ્વીકાર માટે પ્રમાણિત થયાનો અથવા તે બનાવ બન્યાનો દિવસ ગણવામાં આવશે નહીં.
પાક્યાની તારીખ જાહેર રજાનો દિવસ હોય ત્યારે ઃ કોઈ પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર જે દિવસે પાકે તે દિવસ જાહેર રજાનો દિવસ હોય ત્યારે તેની તરત પહેલાના કામકાજના દિવસે તે ખત ચૂકવવાનું થાય છે એમ ગણાશે.
પ્રોમિસરી નોટ વગેરે, કરી આપવા વગેરેની સમર્થતા ઃ જે કાયદાને પોતે આધીન હોય તે કાયદા અનુસાર કરાર કરવા માટે સમર્થ હોય તેવી દરેક વ્યકિતને કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક કરી આપીને, લખી આપીને, સ્વીકારીને તેના ઉપર શેરો કરીને, તે સોંપીને અને તે વટાવીને પોતે જવાબદારી લઈ અથવા તેથી બંધાઈ શકે છે. કોઈ સગીર, પોતાના સિવાય તમામ પક્ષકારોને બંધનકર્તા થાય એ રીતે એવા ખતો લખી શકશે. તે સોંપી શકશે અને વટાવી શકશે. તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ કોર્પોરેશનને જે બાબતોમાં ખતો કરી આપવાની, તેના ઉપર શેરો કરવાની અથવા તે સ્વીકારવાની સત્તા આપવામાં આવેલી હોય તે બાબતો સિવાય, કોઈપણ કોર્પોરેશનને એમાં જણાવેલ મજકૂરથી તેમ કરવાની સત્તા મળે છે એમ ગણાશે નહીં.
નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો.)
નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...