7.21.2023

કોર્ટમાં દાવો કરવા રૂપિયા હોવા જ જોઇએ એવું નથી, નિર્ધન વ્યક્તિને પણ હક્ક છે

 

કોર્ટમાં દાવો કરવા રૂપિયા હોવા જ જોઇએ એવું નથી, નિર્ધન વ્યક્તિને પણ હક્ક છે


તમારી જમીન,  તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 સિવિલ પ્રોસીજર કોડ ૧૯૦૮ માં દિવાની કાર્યવાહી કરવા માટે એટલે કે દાવો કરવા માટે કે દાવાનો બચાવ કરવા માટે વ્યક્તિ પાસે નાણાંકીય સગવડ ન હોય તો પણ કાયદામાં નિશ્ચિત જોગવાઈઓને આધિન એટલે કે હુકમ--૩૩ હેઠળના નિયમો મુજબ તેવી નિર્ધન વ્યક્રિતિને કાયદેસર રીતે હક્ક અને અધિકાર પ્રાપ્ત થાય છે.

નિર્ધન વ્યક્તિઓના દાવા
નિયમ-૧ નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડી શકાય : નીચેની વ્યકિતઓને આધીન રહીને, કોઈપણ દાવો નિર્ધન વ્યક્ત માંડી શકશે. 
સ્પષ્ટીકરણ-૧ઃ કોને નિર્ધન વ્યક્તિ ગણી શકાય. (એ) જે તે આવો દાવો માંડવામાં દાવા અરજીને માટે કાયદામાં ઠરાવેલી ફી ભરવા જેટલી (હુકમનામાની બજવણી વખતે જપ્તીમાંથી મુક્ત રહે તેવી અને દાવાની વિષયવસ્તુ સિવાયની મિલકત સિવાય) પૂરતાં સાધન ધરાવતી ન હોય તો, અથવા (બી) જ્યાં તેવી ફી ન ઠરાવી હોય ત્યાં હુકમનામાની બજવણી વખતે જપ્તીમાંથી મુક્ત રહે તેવી અને દાવાની વિષયવસ્તુ સિવાયની એક હજાર રૂપિયાની કિંમતની મિલકતની તે હકદાર ન હોય ત્યારે, સ્પષ્ટીકરણ-૨ : નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી માટેની રજુઆત પછી અને અરજીના નિર્ણય પહેલાં કોઈ વ્યકિતએ પ્રાપ્ત કરેલી કોઈ મિલકત, તે વ્યક્તિ નિર્ધન વ્યકિત છે કે નહિ તે પ્રશ્નનો નિર્ણય કરતી વખતે ધ્યાનમાં લેવી જોઈશે.
સ્પષ્ટીકરણ-૩ : વાદી પ્રતિનિધિની હેસિયતથી દાવો કરે ત્યારે, તે નિર્ધન વ્યકિત છે કે કેમ તે પ્રશ્નનો નિર્ણય એવી હેસિયતમાં તેણે ધરાવેલાં સાધનોના સંદર્ભમાં કરવો જોઈશે.
નિયમ-૧-એ. નિર્ધન વ્યક્તિના સાધનોની તપાસ ઃ કોઈ વ્યકિત નિર્ધન વ્યકિત છે કે નહિ તે પ્રશ્ન અંગેની દરેક તપાસ, પ્રથમ તબકકે ન્યાયાલય અન્યથા આદેશ કરે તે સિવાય, ન્યાયાલયના મુખ્ય વહીવટી અધિકારીએ કરવી જોઈશે અને ન્યાયાલય, જાણ કે પોતાનો નિર્ણય હોય તેમ તેવા અધિકારીનો રિપોર્ટ સ્વીકારી લઈ શકશે અથવા તે પ્રશ્નની જાતે તપાસ કરી શકશે.
નિયમ-ર. અરજીની વિગતો ઃ નિર્ધન વ્યક્તિ તરીકે દાવો માંડવાની પરવાનગી માટેની દરેક અરજીમાં દાવામાં દાવા અરજીઓ માટે આવશ્યક હોય તે વિગતો હોવી જોઈશે અરજદારની સ્થાવર અથવા જંગમ જે કંઈ મિલક્ત હોય તેનું તથા તેની આશરે કિંમતનું એક પત્રક તેની સાથે જોડવું જોઈશે, અને પ્લીડિંગ ઉપરની સહી માટે તથા તેની ખરાઈ માટે ઠરાવેલી રીતે તે ઉપર સહી તથા ખરાઈ કરવી જોઈશે.
નિયમ-૩. અરજીમાંની રજૂઆત ઃ આ નિયમોમાં ગમે તે મજકુર હોય તે છતાં, અરજદારે પોતે જાતે ત્યાયાલય સમક્ષ અરજી રજ કરવી જોઈશે, પરંતુ ન્યાયાલયમાં હાજર થવામાંથી તેને મુક્તિ મળી હોય તો તે અરજીને લગતાં બધા અગત્યના સવાલોના જવાબ આપી શકશે તેવો અધિકૃત એજન્ટ અરજી રજૂ કરી શકશે, અને જે પક્ષકારનો તે પ્રતિનિધિ હોય તે પક્ષકાર જાતે હાજર થયો હોય ત્યારે, તેની જે રીતે જુબાની લઈ શકાય તે રીતે તે એજન્ટની જુબાની લઈ શકશે. પરંતુ, એક કરતા વધુ વાદીઓ હોય ત્યારે, વાદીઓ પૈકી એક અરજી રજ કરે તો તે પૂરતું ગણાશે.
નિયમ-૪. અરજદારની જુબાની ઃ (૧) અરજી યોગ્ય નમૂનામાં અને યોગ્ય રીતે રજૂ કરેલી હોય ત્યારે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે, તો હકદાવાના ગુણદોષ વિશે તથા અરજદારની મિલકત વિશે અરજદારની, અથવા અરજદારને એજન્ટ મારફત હાજર થવાની રજા આપી હોય ત્યારે તેના એજન્ટની જુબાની લઈ શકશે.
(૨) જો એજન્ટે અરજી આપી હોય ત્યારે, ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો, ગેરહાજર હોયા તેવા જો એજન્ટ અરજી આપી હોય તો કમિશન દ્વારા અરજદારની જુબાની લેવાનું ન્યાયાલય ફરમાવી શકશે સાક્ષીની જુબાની જે રીતે લેવાય છે તે રીતે, કમિશન મારફત અરજદારની જુબાની લેવાનો હુકમ કરી શકશે.
નિયમ-પ. અરજી નામંજૂર કરવા બાબત ઃ નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી માટેની અરજી નીચેના કોઈપણ પ્રસંગે ન્યાયાલયે નામંજૂર કરવી જોઈશે. (એ) નિયમો (૨) તથા (૩) માં ઠરાવેલી રીતે તૈયાર કરીને રજૂ કરી ન હોય, અથવા (બી) અરજદાર નિર્ધન વ્યકિત ન હોય, અથવા (સી) અરજી રજ કર્યાની તરત પહેલાંના બે મહિનાની અંદર અરજદારે કપટથી અથવા નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી મેળવવા માટે પોતે અરજી કરી શકે તે વિચારથી કોઈ મિલકતનો નિકાલ કરી નાખ્યો હોય. પરંતુ અરજદારે નિકાલ કરેલી મિલકતની કિંમત લક્ષમાં લીધા પછી પણ અરજદાર નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવા હકદાર થતો હોય તો કોઈ અરજી નામંજુર કરી શકાશે નહિ.
($) અરજદારે લખેલી બાબતો ઉપરથી દાવાનું કારણ ઉત્પન્ન થાય છે એમ જણાતું ન હોય, અથવા (ઈ) સૂચિત દાવાની વિષય વસ્તુ સંબંધમાં તેણે કોઈ એવો કરાર કર્યો હોય કે જેની હેઠળ તે વિષય વસ્તુમાં બીજી કોઈ વ્યકિતનું હિત પ્રાપ્ત કર્યું હોય, અથવા (એફ) અરજદારે અરજીમાં લખેલી બાબતો ઉપરથી દાવાને તે સમયે અમલમાં હોય તેવા કાયદાનો બાધ છે એમ જણાતું હોય, અથવા (જી) બીજી કોઈ વ્યકિત તેની સાથે કબૂલાત કરી દાવો લડવા નાણાંકીય જોગવાઈ કરી આપવા કબૂલ થયેલ હોય.
નિયમ-6 અરજદારની નિર્ધનતાનો પુરાવો લેવા માટે ઠરાવેલા દિવસની નોટિસ ઃ આ “નિયમ-૫ માં જણાવેલા કારણોમાંના કોઈપણ કારણસર અરજી નામંજૂર કરવાનું ન્યાયાલયને કંઈ કારણ જણાય નહિ, ત્યારે પોતાની નિર્ધનતા સાબિત કરવામાં અરજદાર જે પુરાવો આપે તે લેવા માટે તથા તેની ગેરસાબિતી માટે જે પુરાવો આપવામાં આવે તે સાંભળવા માટે ન્યાયાલયે દિવસ નકકી કરવો જોઈશે (જેની ઓછામાં ઓછી ચોખ્ખા દસ દિવસની નોટિસ સામા પક્ષકારને તથા સરકારી વકીલને આપવી જોઈશે.)
નિયમ-૭. સુનાવણી વખતે અનુસરવાની કાર્યરીતિ ઃ (૧) એવી રીતે નિયત કરેલા દિવસે, અથવા ત્યાર પછી અનુકળ હોય તેટલું જલદી બેમાંથી ગમે તે પક્ષકારે હાજર કરેલા(હોય તે) સાક્ષીઓને ન્યાયાલયે તપાસવા જોઈશે અને ન્યાયાલય અરજદારની અથવા તેના એજન્ટની જુબાની લઈ શકશે અને ન્યાયાલયે તેમના પુરાવાની સંપુર્ણ નોંધ કરવી જોઈશે.
(૧-એ) પેટા નિયમ (૧) હેઠળ સાક્ષીઓની જુબાની, નિયમ-૫ ના ખંડ(બી), ખંડ(સી), અને ખંડ (ડી)માં નિર્દિષ્ટ કરેલી બાબતો પૂરતી મર્યાદિત રહેશે, પણ અરજદાર અથવા તેના એજન્ટની જુબાની, નિયમ-પ૫ માં નિર્દિષ્ટ કરેલી કોઈપણ બાબતને લગતી હોઈ શકશે. (૨) સદરહુ અરજી તથા નિયમ-૬ હેઠળ અથવા આ નિયમ હેઠળ ન્યાયાલયે લીધેલો પુરાવો (હોય તે) વાંચવાથી નિયમ-પ૫ માં નિર્દિષ્ટ કરેલ કોઈપણ પ્રતિબંધોને અરજદાર પાત્ર છે કે નહિ, એ પ્રશ્ન વિશે પક્ષકારો જે દરખાસ્ત કરવા માગે તે પણ ન્યાયાલયે સાંભળવી જોઈશે.
(૩) ત્યારબાદ અરજદારની નિર્ધન તરીકે દાવો માંડવાની અરજી ન્યાયાલયે મંજૂર રાખવી જોઈશે અથવા મંજર રાખવાની ના પાડવી જોઈશે.
નિયમ-૮. જો, અરજી દાખલ કરવામાં આવે તો, અનુસરવાની કાર્યરીતિ : અરજી મંજુર રાખવામાં આવે ત્યારે તેની ઉપર નંબર પાડીને તે નોંધવી જોઈશે અને દાવામાં તે દાવા અરજી તરીકે ગણવી રહેશે અને સાધારણ રીતે માંડેલા દાવા તરીકે બધી બાબતમાં તે દાવાનું કામ આગળ ચલાવવામાં આવશે, પરંતુ કોઈ અરજી અંગે કે વકીલની નિમણુંક અંગે કે દાવાને લગતી બીજી કાર્યવાહી અંગે કોઈ કોર્ટ ફી અથવા કામગીરી હુકમ બજાવવા અંગે જે ફી આપવી પડે તે ફી આપવાને વાદી જવાબદાર થશે નહીં. નિયમ-7. નિર્ધન વ્યક્રિત તરીકે દાવો માંડવાની પરવાનગી પાછી ખેંચવા બાબત. ન્યાયાલય, પ્રતિવાદીની અથવા સરકારી વકીલની અરજી ઉપરથી જેની ચોખ્ખા સાત દિવસની લેખિત નોટિસ વાદીને આપવી જોઈશે, નીચેના કોઈપણ પ્રસંગે વાદી નિર્ધન વ્યકિત નથી એવો હુકમ કરી શકશે.
(એ) દાવો ચાલતો હોય તે વખતે ત્રાસદાયક અથવા અયોગ્ય વર્તણૂંક બદલ તે દોષિત હોય તો,
(બી) નિર્ધન વ્યકિત તરીકે તેણે દાવો ચાલુ ન રાખવો જોઈએ એવા સાધન એની પાસે છે એમ જણાય તો અથવા
(સી) દાવાની વિષયવસ્તુ સંબંધમાં તેણે કોઈપણ એવો કરાર કર્યો હોય જેની હેઠળ તેથી તે વિષય વસ્તુમાં બીજી કોઈપણ વ્યકિતનું હિત પ્રાપ્ત કર્યું હોય તો, નિયમ-૯-એ. જે નિર્ધન વ્યક્તિનું પ્રતિનિધિત્વ થતું ન હોય તેને માટે ન્યાયલય વકીલ રોકી શકશે.
(૧) જે કોઈ વ્યકિતને નિર્ધન વ્યકિત તરીકે દાવો માંડવાની પરવાનગી આપવામાં આવી હોય તે વ્યકિતનું વકીલ મારફત પ્રતિનિધિત્વ થતું ન હોય, ત્યારે ન્યાયાલય, કેસના સંજોગો તેમ કરવાનું ફરમાવે તો, તેને માટે વકીલ રોકી શકશે.
(ર) ઉચ્ચ ન્યાયાલય રાજય સરકારની અગાઉથી પરવાનગી મેળવીને નીચેની બાબતોની જોગવાઈ કરતા નિયમો કરી શકશે.
(એ) પેટા નિયમ(૧) હેઠળ રોકવાના વકીલોની પસંદગીની રીત,
(બી) ન્યાયાલયે એવા વકીલોને આપવાની સગવડો બાબત,
(સી) પેટા નિયમ(૧)ની જોગવાઈઓને અમલમાં લાવવા માટે નિયમોથી જેની જોગવાઈ કરવાનું આવશ્યક હોય તેવી અથવા જેની જોગવાઈ કરી શકાય તેવી બીજી કોઈપણ બાબત.
નિર્ધન વ્યકિત માટે દિવાની કાર્યવાહી સહિતના વધુ નિયમો આવતા અંકમાં જોઈશું.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...