6.08.2023

પાંજરાપોળ, યુનિવર્સિટીઓ તેમજ અન્ય ટ્રસ્ટો/સંસ્થા દ્વારા ધારણ કરેલ ખેતવિષયક જમીનોની કાયદાકીય જોગવાઈઓ

 

પાંજરાપોળ, યુનિવર્સિટીઓ તેમજ અન્ય ટ્રસ્ટો/સંસ્થા દ્વારા ધારણ કરેલ ખેતવિષયક જમીનોની કાયદાકીય જોગવાઈઓ



- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ગણોત કાયદાની કલમ-88 અને સીલીંગ કાયદાની કલમ  (3) પાંજરાપોળ તેમજ અન્ય સંસ્થાઓ માટે પાલન કરવી જરૂરી

બ્રિટિશ શાસન વ્યવસ્થા દરમિયાન સૌપ્રથમ બંગાળા બિહાર અને ઓરિસ્સા પ્રાંતની દિવાની હક્ક એટલે કે જમીન ઉપર નો મહેસુલ હક ઉઘરાવવાનો અધિકાર અંગ્રેજોએ મેળવ્યો અને તે ભારતીય જમીન મહેસુલ વ્યવસ્થાનો પાયો ગણાય છે અને તે આધારે જમીનોનું Survey & Settlement થયું. હાલના ગુજરાતનો બ્રિટિશ શાસન વ્યવસ્થામાં મુંબઈ પ્રાન્ત તરીકે ઓળખાતો અને તેમાં જમીન ઉપરના વહિવટ માટે મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879 ઘડવામાં આવેલા અને તે આજે પણ અમલમાં છે. જમીન મહેસુલ અધિનિયમ મુખ્યત્વે સરકારનો જમીન મહેસુલ ઉઘરાવવા અને તેને નિયમન કરતો ચુકાદો છે આજે એક તબક્કે જેની લોકોમાં વધુ પ્રચલિત પરવાનગી માનવામાં આવે છે  તે બિનખેતીની કલમ-65 હેઠળની NA પરવાનગી પણ બિનખેતી આકાર (મહેસુલ) નક્કી કરવાની વ્યવસ્થા છે અને તે આધારે બિનખેતી ધારો વસૂલ કરવાનો છે આઝાદી મળ્યા બાદ જમીન ઉપરના હક્કો કબજેદારોને આપવા તેમજ સંપતિનું સમન્યાયી ધોરણે (Equitable distribution) વિતરણ કરવા તેમજ કલ્યાણ રાજ્ય સ્થાપવાના ભાગરૂપે કાયદાકીય પીઠબળ સાથે જમીન સુધારા લાવવા બંધારણની અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યા છે. 

મુંબઈ પ્રાંતના અને હાલના જમીન સુધારાના ભાગરૂપે મુંબલ ગણોત અને ખેતીની જમીન ઉપરનો વહિવટ અધિનિયમ 1948 ઘડવામાં આવ્યો(The Bombay Land Tenancy and Agriculture Land Act-1948) આમ આ કાયદો ખેતીની જમીન ઉપરના ગણોતીયા અને તેના નિયમન માટેનો હતો. આ કાયદાનું મુળભુત તત્વ ખેતીની જમીનનો કાર્યસાધક ઉપયોગ થાય તે માટે''ખેડે તેની જમીન''ના સિધ્ધાંત ઉપર જમીન ઉપરનો ખેડુતો/ગણોતીયાઓને કાયમી કબજા હક્ક આપવાના હતા. આ રીતે સૌરાષ્ટ્ર રાજ્ય કે જે 1956 સુધી અસ્તિત્વમાં હતું તેના સૌરાષ્ટ્ર જમીન સુધારા અને કચ્છમાં કચ્છ વિદર્ભ અધિનિયમ અસ્તિત્વમાં હતો અને આજે પણ અમલમાં છે. અને તેમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ-1949, સૌરાષ્ટ્ર બારખલી નાબુદી અધિનિયમ, એસ્ટેટ એબોલીશન કાયદા અમલમાં છે. જેમ જણાવ્યું તેમ. ખેતીની જમીન માટે ગણોત અધિનિયમની જોગવાઈઓ ખેતીની  જમીનના નિયમન માટે છે. એટલે 1999 સુધી ખેડુત પણ ખેતીની જમીન ગણોત કાયદાની કલમ 2(2) અને 2(6) હેઠળ 8 કિમીની મર્યાદામાં જમીન ધારણ કરતા હતા. 1999માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હેઠળની સરકારે આ કલમો નાબુદ (Delete) કરતાં હવે મૂલ ગુજરાતનો ખેડુત ખાતેદાર, રાજ્યમાં કોઈપણ જગ્યાએ ખેત જમીન ટોચ મર્યાદામાં ખેતીની જમીન ધારણ કરી શકે છે.

પરંતુ ગણોતધારામાં મહત્વની જોગવાઈ ''ખેડુત''ની વ્યાખ્યા કલમ-63 માં આપવામાં આવી છે અને આ જોગવાઈ હેઠળ ખેડુત ખાતેદાર સિવાય કોઈપણ બિન ખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારક કરી શકતો નથી અને જો ખેડુતનો દરજ્જો મેળવવો હોય તો કલમ-63 હેઠળ કલેક્ટરની મંજુરી મેળવવી પડે છે અને તે સિવાય ખેતીની જમીન ધારણ કરજીવી કાયદેસર નથી. આ જોગવાઈ 1948 ના ગણોતધારો અમલમાં આવ્યાથી લાગુ પડે છે. તાજેતરમાં ગાંધીનગર કલેક્ટર દ્વારા કલોલ તાલુકાના મુલાસણા ગામની પાંજરાપોળની જમીનની તબદીલી અને બિનખેતીની પરવાનગીના મુદ્દા અંગે અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનું તપાસ અધિકારીએ આપણે અહેવાલના આધારે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એટલે વ્યાપક વાંચકોએ મારી સમક્ષ પાંજરાપોળ તેમજ સંસ્થાઓ કઈ રીતે ખેતીની જમીન ધારણ કરી શકે અને તે અંગેની જોગવાઈઓ જાણકારી આપવાનું જણાવતાં ઉપર્યુક્ત પૂર્વભુમિકા જણાવી છે તેનાથી ઘણી બાબતો સ્પષ્ટ થાય છે કે કોઈપણ બિન ખેડુત વ્યક્તિ કે સંસ્થા કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિં. હવે પાંજરાપોળ કે ટ્રસ્ટો, શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે ખેતીની જમીનો ધારણ કરી શકે કે કઈ રીતે મુક્તિ મળે અને જોગવાઈઓનો ભંગ થાય તો શું કાર્યવાહી કરવાની થયા તે અંગે  જાણકારી માટે રજુ કરું છું. સૌ પ્રથમ તો ગણોતધારો ખેતીની જમીન ધારણ કરવા ખેડુત સિવાય પ્રતિબંધ મુકે છે અને તે ઉપરાંત ગણોત કાયદો અને ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા કાયદો-1960 અમુક મર્યાદા કરતાં ખેતીની જમીન ધારણ કરવા ઉપર પ્રતિબંધ મુકે છે આમ આ બંન્ને કાયદાઓની જોગવાઈઓ એક બીજાની પુરક છે જેનું અર્થઘટન  isolation માં કરવું ન જોઈએ.

ગણોતધારાની કલમ-88 (ક) થી 88 (ચ) સુધીની જોગવાઈઓ સાર્વજનિક હેતુ માટે ધારણ કરેલ ખેતીની જમીન, ભૂદાન હેઠળની જમીનો, પાંજરાપોળ, ગૌશાળા, યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓ, કૃષિ, યુનિવર્સીટી, સરકાર તેમજ તે હસ્તકના વિભાગો, વૈધાનિક સંસ્થાઓએ ધારણ કરેલ ખેતીની જમીનોને ગણોતધારાની કલમ-63માંથી મુક્તિ આપવામાં આવી છે. આ બધા કિસ્સામાં સરકાર સિવાય પાંજરાપોળ, ટ્રસ્ટોએ તમામ સંસ્થાઓએ મામલતદાર અને કૃષિપંચ અને કલેક્ટરનું ખેતીની જમીન ધારણ કરવા માટે મુક્તિની જરૂર છે. અને આ નિયંત્રણ પટ્ટાની (Lease-Land) જમીનોને લાગુ પડે છે અને ટ્રસ્ટોએ ધારણ કરેલ ખેતીની જમીનો ઉપર ગણોતીયા હોય તો તેઓને પણ ગણોતીયા તરીકે હક્ક આપવામાંથી મુક્તિ એટલકે કે બાધ આવે છે કે પાંજરાપોળ કે ટ્રસ્ટની જમીનો ઉપર ગણોતહક્ક આપવમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના મુલાસણા ગામની અમદાવાદ પાંજરાપોળની જમીન ઉપર ખેતીની જમીન ઉપર 1918 ધારણ કરેલ જમીન ઉપર મુક્તિ આપવામાં આવેલ તે કઈ રીતે મુક્તિ રદ કરી. ગણોતીયાને લગભગ ત્રણ જેટલી પેઢી બાદ અધિકાર આપવામાં આવ્યા અને કયા ધોરણે દરજ્જે વેચાણ વ્યવહારો બાદ બિનખેતીમાં પરિવર્તીત કરવામાં આવી, પ્રાથમિક રીતે પાંજરાપોળ, ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીનો ટ્રસ્ટ અધિનિયમ 1950ના કાયદા હેઠળ વિનીયમિત થાય છે અને તેના મિલ્કત રજીસ્ટર ઉપર આ મિલ્કતો ચઢાવેલ હોવી જોઈએ અને ટ્રસ્ટ અધિનિયમ હેઠળ મુક્તિ આપવમાં અવી હોય તો તે અંગે ચેરીટી કમિશ્નરની મંજુરી મેળવેલ હવી જોઈએ. ગણોતધારાની કલમ 88ની જોગવાઈઓ હેઠળ ખેતી મુક્તિ રદ કરવામાં આવી હોય તો કયા કારણોસર નફાકીય હેતુમાટે આ જમીનો મુક્ત કરવામાં આવી.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...