પ્રોપર્ટી/ કોઈ પણ મિલકત ખરીદી રહ્યા હો તો આ 17 નિયમો ના ભૂલતા, ખેતીની જમીનમાં તો રાખજો ખાસ સાવચેતી - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.01.2023

પ્રોપર્ટી/ કોઈ પણ મિલકત ખરીદી રહ્યા હો તો આ 17 નિયમો ના ભૂલતા, ખેતીની જમીનમાં તો રાખજો ખાસ સાવચેતી





૧) ખેતીની જમીન ખરીદતી વખતે સબંધિત જમીનના નિયમોનુસાર ગામ નમુના નં. ૬, ૭/૧૨, અને ગા.નં.૮-અ ની પ્રમાણિત નકલસબંધિત મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાંથી મેળવવી.

(૨) કોઈપણ બિનખેડુત વ્યક્તિ ગણોત અધિનિયમની કલમ-૬૩ હેઠળ ખેતીની જમીન ધારણ કરવાને લાયક નથી તેઓએ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતી વિષયક જમીન ખરીદવી નહી

(૩) કોઈપણ બિનખેડુત વ્યક્તિ વીલ યાને વસીયતનામાથી ખેતીની જમીન પ્રાપ્ત કરે તો સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ ગેરકાયદેસર છે.

(૪) ખેતીની જમીનની ખરીદીના પ્રસંગે સબંધિત સર્વે નંબરની પ્રમોલગેશનની એન્ટ્રીથી છેવટ સુધીની ઉત્તરોત્તર ગા.ન.નં.૬ની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો.

(૫) ગા.ન. નં.૭/૧૨ના બીજા હક્કમાં નિયંત્રિત સત્તા પ્રકારની (નવી શરત) જમીન હશે અથવા તો ‘બિનખેતી પ્રિમીયમને પાત્ર’ તેવી નોંધ હશે. આવા પ્રસંગે કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવી બિનખેતી ઉપયોગ કરતા પહેલા સરકારમાં પ્રિમીયમની રકમ અવશ્યપણે જમા કરાવો. ખેતીની જમીન જૂની શરત હોય તો ખેડૂત ખાતેદાર ખરીદી શકશે.

(૬) ગા.ન.નં.૭/૧૨ ના બીજા હક્કમાં મંડળી કે બેંકની કે અન્ય સંસ્થાના બોજાના નોંધ હોય તો જે તે સંસ્થા કે બેંકમાં બોજો ભરપાઈ કરાવી બોજામુક્તિની નોંધ અવશ્યપણે પડાવો.

(૭) બિનખેતી વિષયક હેતુ માટે સક્ષમ અધિકારી પાસેથી એટલે કે શહેરી વિસ્તારો કે ગ્રામ્ય વિસ્તારો માટે કલેક્ટર પાસેથી એન.એ.ની પરવાનગી બિનખેતી વિષયક ધારો નક્કી કરવાના ભાગરૂપે મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૮) મહેસૂલ વિભાગના પરિપત્ર પ્રમાણે ફાયનલ ટી.પી.માં બિનખેતીની પરવાનગી મેળવવાની જરૂર નથી. ફક્ત ઔપચારિકતા ખાતર બિનખેતી ધારો નક્કી કરાવવાનો છે.

(૯) ખેતીની જમીન બિનખેતી થયેલ હોય તો અધિકૃત અધિકારી પાસેથી બિનખેતી હુકમની, લેઆઉટ પ્લાનની તથા નમુના ‘એમ’મા સનદની ખરી નકલ મેળવવાનો આગ્રહ રાખવો તેમજ લેઆઉટમાં જણાવેલ જગ્યાએ જ પ્લોટ છે કે કેમ ? તેની ખાત્રી કરો.

(૧૦) પૂર્વ યુ.એલ.સી. (શહેરી જમીન ટોચ મર્યાદા ધારો) વિસ્તારમાં જમીન આવેલ હોય તો આવી જમીન શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ છે કે કેમ ? અને સરકાર હસ્તક જમીનનો કબજો લેવાયેલ છે કે કેમ ? તેમજ હાલ કોઈ લીટીગેશન કોઈ કોર્ટમાં ચાલે છે કે કેમ ? તેની ખાત્રી કરો. (હાલ ફક્ત વ્યક્તિગત રહેણાંકની જમીન નિયમિત કરતો કાયદો પસાર થયેલ છે)

(૧૧) જો મિલ્કત સીટી સર્વે વિસ્તારમાં આવેલી હોય તો સીટી સર્વે કચેરીએથી પ્રોપર્ટીકાર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો અવશ્ય આગ્રહ રાખો તેમજ ઉત્તરોત્તર મિલ્કત રજીસ્ટરના ઉતારાથી ખાત્રી કર્યા બાદ જ મિલ્કતના ટાઈટલની ખરાઈ કર્યા બાદ જ જમીન ખરીદ કરવી.

(૧૨) ટી.પી. સ્કીમ હેઠળની કે શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારની જમીન હોય તો કયા ઝોનમાં જમીન સ્થિત થઈ છે તે અંગે કોર્પોરેશન કે સબંધિત શહેરી જમીન સત્તા મંડળની કચેરીએથી ખાત્રી કરો.

(૧૩) વીડીની (Grazing – ઘાસચારાની જમીન) જમીનના પ્રસંગે જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન ખેડવાણ કરવા કલેક્ટરની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને મંજૂરીના હુકમની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખવો.

(૧૪) વીડીની જમીનનું વેચાણ કરવાનું હોય તો જાગીર ઉપાર્જન ધારા હેઠળ વીડીની જમીન વેચાણ કરવા અધિકૃત અધિકારીની મંજૂરી મેળવી છે કે કેમ ? તેની ખાત્રી કરો અને આવી મંજૂરી અપાયેલ હોય તો પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો

(૧૫) ખેતીની જમીનના પ્રસંગે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ અધિકતમ ક્ષેત્રફળ માટે કોઈ કેસ ચાલેલ છે કે કેમ ? જમીન ફાજલ થયેલ છે કે કેમ ? તેમજ ફાજલ જમીનનો કબજો સરકાર હસ્તક લેવાયેલ છે કે કેમ ? તેમજ કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલે છે કે કેમ ? કોઈ મનાઈ હુકમ છે કે કેમ ? તે સઘળી બાબતે અવશ્ય ખાત્રી કરવાનું રાખો.

(૧૬) ટોચ મર્યાદા હેઠળ ફાજલ થયેલ જમીન અને ફાળવેલ જમીન કાયમી ધોરણે બિન તબદીલીને પાત્ર છે એટલે આ જમીનની તબદીલ ઉપર કાયમી નિયંત્રણ છે.

(૧૭) ટી.પી. સ્કીમ હેઠળ આવરી લેવાયેલ જમીન હોય તો મુળખંડ તથા અંતિમ ખંડની વિગત તેમજ નમુના એફ ની પ્રમાણિત નકલ તેમજ સ્કેચની પ્રમાણિત નકલ મેળવવાનો આગ્રહ રાખો



No comments:

Post a Comment

Featured post

મદ્રાસ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: નોંધણી સમયે ચાલતી બજાર કિંમતના આધારે સ્ટેમ્પ ડ્યુટી વસૂલવી

 સ્ટેમ્પ ડ્યુટી મુદ્દે હાઈકોર્ટનો ખુલાસો: કરારની તારીખ નહીં, દસ્તાવેજ નોંધણીની તારીખ મહત્વપૂર્ણ બેન્ચે નોંધ્યું હતું કે ટાઇટલ ટ્રાન્સફર ફક્ત...