જંત્રી પ્રમાણે દસ્તાવેજની નોંધણી કરાવવાની સમયમર્યાદા પૂરી થવાના એક સપ્તાહ પહેલાં ૭૩ એએ, ગણોત વહીવટ, સૌરાષ્ટ્ર ઘરખેડ, વહીવટ પતાવત મુદ્દે કઈ જંત્રી વસૂલવી તેનો પરિપ ત્ર બહાર પાડવાનું સરકારને યાદ આવ્યું છે. રાજ્ય સરકારે ૭મી ઓગસ્ટના રોજ એક પરિપત્ર જારી કરી ૧૪મી એપ્રિલ પછી ૭૩ એએ, ગણોત જેવાં હુકમો થયા હોય તો તેવા કિસ્સામાં દસ્તાવેજ નોંધણી સમયે નવી જંત્રી મુજબ બજાર કિંમત ગણી ડ્યૂટી વસૂલવા આદેશ કર્યો છે. અગાઉ કમલ ૯૩ અને બિનખેતીમાં ૧૪મી પછીના હુકમમાં નવી જંત્રી વસૂલવા જુલાઈ મહિનામાં પરિપત્ર બહાર પડ્યો છે.
રાજ્ય સરકારે ૧૪મી એપ્રિલના રોજ જંત્રીના ભાવ ડબલ કરી દીધા હતા. હવે જંત્રી તો વધારી દીધી પરંતુ ૧૪મી પહેલાં અરજી કરી હોય અને બિનખેતી, કમલ ૬૩૭૩ એએ, મુંબઈ ગણોત વહીવટ, ગણોત પટાવત સહિતની અરજીના હુકમો ૧૪મી એપ્રિલ ૨૦૨૩ પછી થાય તો દસ્તાવેજ નોંધણી સમયે કઈ જંત્રી વસૂલવી તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતા સબ રજિસ્ટ્રાર કચેરીઓના અધિકારીઓ મનફાવે તે રીતે ડ્યૂટી વસૂલી દસ્તાવેજ નોંધી દીધી હતી. હવે બિનખેતી, કમલ-૯૩ સહિતના કેટલાક કેસમાં જુની જંત્રી મુજબ દસ્તાવેજ નોંધણી કરી દેવામાં આવી હતી. કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધાયા હોવાનું બહાર આવતા સરકારે તાબડતોડ જુલાઈ મહિનામાં પરિપત્ર જારી કરી બિનખેતી અથવા ક્લમ-૩ની પરવાનગી ૧૪મી એપ્રિલ પછી મળી હોય તો નવી જંત્રી વસૂલવા પરિપત્ર કર્યો હતો
આવી જ રીતે સરકારે હાલમાં ૭૩ એએ, ગણોત વહીવટ, સૌરાષ્ટ્ર ઘરખેડ, વહીવટ પટાવત માટે ૧૪મી એપ્રિલ પછી થયેલા હુકમમાં નવી જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવા પરિપત્ર જારી કર્યો છે. જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજ નોંધણી કરાવવાની સમયમર્યાદા પૂરી થવાના એક સપ્તાહ પહેલાં પરિપત્ર જારી કરાયો છે. એક સપ્તાહ બાકી છે ત્યારે આ પરિપત્ર કરાતા તંત્રને માટે હવે અત્યારસુધી થઈ ગયેલા દસ્તાવેજોમાં રિફંડ આપવા માટે ગણતરી કરવાની નોબત આવી છે.
છૂટના ચાર માસમાં દસ્તાવેજ નહીં નોંધાવનારાને રિફંડ મળી શકશે
૧૪મી એપ્રિલના રોજ જૂની જંત્રીના ભાવ ડબલ કર્યા તે પહેલાં મિલકતના દસ્તાવેજ (ભત્તુ) ઉપર સહી કરી સ્ટેમ્પ પેપર ખરીદી લેનારાઓને ચાર મહિનાની છૂટ આપવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટેમ્પ ખરીદનારા ચાર મહિના સુધી દસ્તાવેજ નોંધાવી શકે છે. પરંતુ સ્ટેમ્પ ખરીદી લીધા હોય અને કોઈક કારણોસ૨ દસ્તાવેજની નોંધણી કરાવી શક્યાં નહીં હોય તો તેવા કિસ્સામાં અરજદારો સ્ટેમ્પ પેપર ખરીદીની તારીખથી ૬ મહિનામાં રિફંડ માટે અરજી કરી શકશે. અરજદારોએ સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની રહેશે. જોકે, સ્ટેમ્પ પેપરની તારીખથી છ મહિના વિત્યા બાદ કોઈ રફંડ મળશે નહીં
No comments:
Post a Comment