11.07.2021

ગામડાઓ ની જમીનની માપણી અંગે સંપૃર્ણ માહીત(માપણી દર સહીત)

 

ડી.આઇ.એલ.આર. કચેરી

જિલ્લા ઇન્સ્પેકટર જમીન રેકર્ડ (ડી.આઇ.એલ.આર.) કચેરી ખાતે સરવે નંબરની માપણી

કઈ બાબત માટે

ખાતેદાર મુખ્યત્વે નીચે જણાવેલ હેતુઓ માટે જમીન માપણી કરાવવા હોય છે.

  • પોતાના ખેતરની સરકારના રેકર્ડ મુજબની હદ જાણવા માટે
  • લાગુ સરવે નંબરના માલીકે પોતાના ખેતરમાં દબાણ કરેલ છે કે કેમ?
  • ખેતરની ચતુરસીમા અને બાઉન્ડ્રી માર્ક (બાણ) જાણવા માટે, ક્ષેત્રફળ જાણવા માટે
  • ખેતરોના ભાગ / હિસ્સા કરાવવા
  • જમીનોની બીન ખેતી થતાં
  • કલેક્ટરશ્રી તરફથી જમીન ગ્રાન્ટ થતાં
  • સરકારી જમીન લીઝ / ભાડા પટ્ટા પર મેળવવા અગાઉ

આ ઉપરાંત સરકારી કામે પણ જમીન માપની કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જાહેર હેતુઓ માટે સંપાદન કરવામાં આવતી જમીનોની માપણી જેવી કે રસ્તા, કેનાલ, રેલ્વે, ઔધોગિક સંકુલ, સ્મશાન, રમતા-ગમત વિગેરે

પઘ્‍ઘતિ

એક વખત માપણી થયેલી હોય તેવી જમીનની ડીટેઇલ માપવા પ્લેન ટેબલ અને મેઝરટેપ વડે કરવામાં આવે છે. માપણી કરતા અગાઉ સરવેયર જે તે સરવે નંબર માટે ખાતેદારના પ્રત્યક્ષ કબજા મુજબ નિશાન (ખાડા) કરાવે છે ત્યાર બાદ ચોક્કસ રેખા પર મીટરમાં માપ લઇ માપણી શીટ પર ખેતરોની આકૃતી તૈયાર કરે છે.

બે હેક્ટર જેટલી જમીન માપણી આશરે ત્રણ કલાક જેટલો સમય જાય છે. માપણી જો બે એકર કરતાં ઓછા ક્ષેત્રફળ વાળુ ખેતર હોય તો ૧ સે.મી. = ૫ મીટરના સ્કેલમાં અને બે એકર (.૮૦૯૪ હેક્ટર) કરતાં વધારે હોય તો ૧ સે.મી. = ૧૦ મીટરના સ્કેલમાં કરવામાં આવે છે.

અરજીનો નમુનો

જોવા અહી ક્લિક કરો : અરજીનો નમુનો ડાઉનલોડ ફાઈલ

ડી.આઇ.એલ.આર. કચેરીના સરવેયરની કામગીરી

જે તે ખાતેદારને અગાઉથી માપણીની તારીખ લેખીતમાં જણાવે છે. સરવેયર જે ખાતેદારની માપણી માટે અરજી હશે તેના સરવે નંબરના માપ દર્શાવતો નકશો (ટિપ્પણ) તથા આજુ બાજુના સરવે નંબરના નકશા લઇ ખેતર પર / સ્થળે આવશે. ખાતેદાર અને લાગુ સરવે નંબરના ખાતેદાર અને ગામના વડીલ (હાજર રહેશે તો)ની હાજરીમાં ખાતેદારનો સ્થળે જેટલો પ્રત્યક્ષ કબજો હશે તેના પર ખેતર ફરતાં નિશાન બનાવતા ખાડા કરે છે. ત્યાર બાદ પ્લેન ટેબલ અને ૩૦ મીટરની ટેપની મદદથી ઉપર મુજબના ખાડા પર ઝંડી ટેકવી માપણી કરે છે. સામાન્ય રીતે એકથી બે હેક્ટર જેટલી જમીન માપતાં ત્રણ કલાક ઉપરાંતનો સમય થાય છે. માપણી થયા બાદ કચેરીમાંથી લાવેલા રેકર્ડ આધારે મેળવણી કરી તે આધારે અરજદારનો જવાબ તથા જે તે સરવે નંબરની હદ બતાવે છે અને જરૂર જણાયે ખાડા કે નિશાન કરાવે છે. સ્થળે કરેલ કામગીરીનું પંચનામું પણ કરે છે અને આ રેકર્ડ કચેરીમાં પરત કરે છે. જે આધારે અરજદાર માપણીના શીટની નકલ મેળવી શકે છે.

જમીન માપણી કરવા અંગેની ટેકનોલોજી અને સાધનો ઝડપથી બદલાઇ રહ્યા છે અને અધતન થઇ રહેલ છે. આધૂનિક માપણીના મશીનો થકી ઝડપથી, વધુ ચોક્સાઇથી મોટા વિસ્તારમાં માપણી શક્ય બને છે. રાજ્યમાં હાલ રી-સરવે કામગીરી તમામ ૩૩ જિલ્લામાં અમલી છે. જે ગામનું રેકર્ડ આખરી થઇ પ્રમોલગેટ થાય તે તમામ ગામમાં હવે પછી પ્લેન ટેબલ અને ૩૦ મીટર ટેપને બદલે ઇલેક્ટ્રોનિક્સ ટોટલ સ્ટેશન મશીન અને ડીફરન્શીયલ ગ્લોબલ પોઝિશનીંગ સીસ્ટમ (ડી.જી.પી.એસ.) મશીન જેવા આધૂનિક માપણીના સાધનો વડે જ માપણી કરવામાં આવશે.

માપણી સમયે ખાતેદારના હક્કો અને ફરજો

સરવેયરે માપણી માટે જે તારીખ જણાવી હોય તે તારીખે જમીનમાં ખાડા કરવા નાની કોદાળી, ગીચ ઝાડી ઝાંખરાં નડતર હોય તો તે કાપવા ધારીયા તથા માપની સમયે સરવેયરને મદદા કરવા એક-બે મજૂર ખાતેદારે પુરા પાડવાના હોય છે. સરવેયરને પોતાનો કબજો ક્યાં છે તે સ્થળે ફરીને બતાવવાનો હોયા છે.

આજુબાજુના સરવે નંબરના ખાતેદારો અને ગામના આગેવાનોને માપણી સમયે હાજર રાખવાની ફરજ છે. માપણી કામગીરી શાંતીથી પૂર્ણ થાય તે સારૂ સરવેયરને સહકાર આપવાનો હોય છે તથા સોલેહ શાંતિ જળવાઇ રહે તે જોવાની ફરજ છે. માપની પૂર્ણ થયા બાદ પોતાના ખેતરના / સરવે નંબરની હદ જાણવાનો હક છે. અન્ય / લાગ્ય સરવે નંબરના ખાતેદારે દબાણ કરેલ હોય તો તે કેટલુ છે તે જાણવાનો તેનો હક છે. સરવેયર તરફથી માપણી અંગેના પંચ રોજકામમાં સહી કરવાની ફરજ છે. આ ઉપરાંત સરવેયરે નિયત કરેલ તારીખે કોઇપણ કારણસર માપણી શક્ય ન હોય તો કચેરીને અગાઉથી જાણ કરવાની ફરજ છે.

ફીના દર

જોવા અહી ક્લિક કરો : ફીના દર ડાઉનલોડ ફાઈલ

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...