4.26.2022

જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહીં

 જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહીં


  • જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહીં

    જામનગર તા.22:
    લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામની ખેતીની જમીનના વેંચાણ વ્યવહાર સંબંધેની દાખલ કરવામાં આવેલ વેંચાણ અંગેની નોંધના અનુસંધાનેના તકરારી કેસમાં હક પત્રકમાં દાખલ કરવમાં આવેલ વેંચાણ અંગેની નોંધ નામંજૂર કરતો હુકમ લાલપુર પ્રાંત અધિકારીએ કર્યો છે.

    આ કેસની વિગત એવી છે કે, જામનગરના રહીશ મહેશભાઇ એસ. શાહ વિગેરેએ રજી.વેંચાણ દસ્તાવેજથી મણીબેન કાનજીભાઇ પાસેથી સને-2008માં લાલપુર તાલુકાના મોજે: મચ્છુ બેરાજા ગામે આવેલ રે.સ.નં.192 પૈકીની ખતેની જમીન ખરીદ કરેલ હતી અને જે તે સમયે તે વેંચાણ અંગેની નોંધ ગામ નમુના નં.6માં દાખલ કરવામાં આવેલ હતી અને તે વેંચાણ અંગની નોંધ સર્કલ ઓફિસર દ્વારા રદ કરવામાં આવેલ હતી ત્યારબાદ તાજેતરમાં નવા રે.સ.નં.753 વાળી ખેતીની જમીનને ફરીથી મણીબેન કાનજીભાઇ સોનગરા દ્વારા વિજયભાઇ ભગવાનજીભાઇ મુંગરાને વેંચાણ કરવામાં આવતા અને તેનો વિજયભાઇ મુંગરા જોગનો વેંચાણ દસ્તાવેજ કરી આપેલ અને તેની નોંધ ગામ નમુના નં.6માં નોંધ નંબર: 3650 દાખલ કરવામાં આવેલી અને તેની મહેશભાઇ એસ.શાહ વિગેરેને જાણ થતા તેઓ દ્વારા તે વેંચાણ અંગેની નોંધ નંબર: 3650 સામે વાંધા અરજી રજૂ કરતા નોંધ નંબર: 3650 તકરારી રજીસ્ટરે લેવામાં આવતા લાલપુરના પ્રાંત અધિકારીની કોર્ટ સમક્ષ તકરારી કેસ ચાલેલ અને વિવાદીઓ (વાંધેદાર/અરજદારો) તરફે જામનગરના એડવોકેટ હિરેન એમ.ગુઢકા પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆત તથા દલીલો કરતા અને વિવાદીઓ (અરજદારો) દસ્તાવેજી પુરાવા લીસ્ટ તથા લેખિત દલીલ વિગેરે રજૂ કરવામાં આવેલ.

    પ્રાંત અધિકારી ઠરાવમાં નોંધ્યું છે કે, સવાલવાળી જમીનના 7/12માં હાલના અરજદારે દાખલ કરાવેલી વેંચાણ નોંધ નંબર:2246 કે જે બોજાના કારણે રદ થયેલ હતી તે 7/12માં કોડ થયેલ છે. હાલન વેંચાણ નોંધ નંબર:2246 કે જે બોજાના કારણે રદ થયેલ હતી તે 7/12માં કોડ થયેલ છે. હાલના વેંચાણ લેનારા સામાવાળા-2 દ્વારા જમીન ખરીદતી વખતે જમીનનું ટાઇટલ એટલે કે ઉકત કોડ થયેલ વેંચાણ લેનારા સામાવાળા-2 દ્વારા જમીન ખરીદતી વખતે જમીનનું ટાઇટલ એટલે કે ઉકત કોડ થયેલ વેંચાણ નોંધ ધ્યાને લીધેલ હોય તેમ જણાતું નથી. તેમજ એવુ પણ ઠરાવવામાં આવેલ કે, જયાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા પ્રથમ દસ્તાવેજ રદ ન કરવામાં આવે ત્યાં સુધી બીજો વેંચાણ વ્યવહાર માન્ય ગણી શકાય નહી.

    આ કેસમાં સુનાવણી દરમ્યાન પક્ષકારો તરફે થયેલ રજૂઆતો- દલીલો તથા રેકર્ડ ઉપરની હક્કિત ધ્યાને લઇ પ્રાત અધિકારીની કોર્ટ દ્વારા અરજદારો (વિવાદીઓ)ની વાંધા અરજી મંજૂર કરવા તથા વેંચાણ અંગેની નોંધ નંબર:3650 નામંજૂર કરવાનો હુકમ તા.8-4-2022ના રોજ પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં અરજદાર (વિવાદી) મહેશભાઇ એસ.શાહ વિગેરે તરફે જામનગરના વકીલ હિરેન એમ.ગુઢકા રોકાયેલ હતા.


    IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

    મુંબઇ નોંધણી નિયમ સંગ્રહ ભાગ-2.

     FOR PDF BOOK CLIK HERE

    IF YOU HAVE  LIKED THE ARTICLES PLEASE SHARE IT




     

    ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

      ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...