10.29.2023

સ્થાવર મિલકતથી વંચિત કરાયા હોય તેઓ તેનો કબજો-ભોગવટો કેવી રીતે મેળવી શકે?

તમારી જમીન, તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

યથાનિર્દિષ્ટ અધિનિયમ-૧૯૬૩ (સ્પેસિફિક રિલીફ એક્ટ-૧૯૬૩) હેઠળ યથાનિર્દિષ્ટ દાદ દિવાની કોર્ટમાં સ્થાવર અને જંગમ મિલકત અંગે દાદ માગી શકાય છે જે પૈકીની કેટલીક વિગતો આ લેખમાં જોઈશું. મિલકતનો કબજો પાછો મેળવવા વિશે: (૧) નિર્દિષ્ટ સ્થાવર મિલકત પાછી મેળવવા બાબત : નિર્દિષ્ટ સ્થાવર મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યક્તિ દિવાની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૮ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. (૨) સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરાયેલી વ્યક્તિનો દાવોઃ (૧) કાયદા અનુસાર હોય તે સિવાય કોઈ વ્યકિત તેની સંમતિ વિના સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરવામાં આવી હોય તો, તે વ્યક્તિ અથવા (જેની મારફતે તેનો કબજો રહ્યો હોય તેવી વ્યકિત અથવા ) તેની મારફત હક્ક-દાવો કરનાર વ્યકિત, દાવો માંડીને, એવા દાવામાં બીજો કોઈ હક્ક દાખવવામાં આવે છતાં, તે મિલકતનો કબજો પાછો મેળવી શકશે. (૨) આ કલમ હેઠળનો કોઈપણ દાવોઃ (ક) કબજારહિત થયાની તારીખથી છ મહિના પૂરા થયા પછી અથવા (ખ) સરકાર વિરુદ્ધ લાવી શકાશે નહીં. (૩) આ કલમ હેઠળ માંડેલા દાવામાં થયેલા કોઈ હુકમ અથવા હુકમના સામે અપીલ થઈ શકશે નહીં તેમજ એવા કોઈ હુકમ અથવા હુકમનામાનું પુનર્વિલોકન થઈ શકશે નહીં.

નિર્દિષ્ટ જંગમ મિલકત પાછી મેળવવા બાબતઃ નિર્દિષ્ટ જંગમ મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યકિત, ‘દિવાની કાર્યરીતિ અધિનિયમ ૧૯૮૦ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે. સ્પષ્ટીકરણઃ (૧) કોઈ ટ્રસ્ટી, પોતે જેનો ટ્રસ્ટી હોય તે વ્યક્તિ જે જંગમ મિલકતમાંના ફાયદાકારક હિત માટે હક્કદાર હોય તે મિલકતનો કબજો મેળવવા માટે આ કલમ હેઠળ દાવો માંડી શકશે. સ્પષ્ટીકરણઃ (ર)  કોઈ જંગમ મિલકતનો વર્તમાન કબજો ધરાવવાનો ખાસ અથવા હંગામી હક્ક આ કલમ હેઠળના દાવાના સમર્થન માટે પૂરતો છે.

માલિક તરીકે કબજો ધરાવતી ન હોય તે વ્યક્તિની તત્કાળ કબજા માટે હક્કદાર વ્યક્તિને કબજો સોંપી દેવાની ફરજઃ જેનો પોતે માલિક ન હોય એવી અમુક જંગમ વસ્તુનો કબજો ધરાવનારી અથવા તેનું નિયંત્રણ કરનારી વ્યક્તિને તે વસ્તુ, તેનો તત્કાળ કબજો ધરાવવા હક્કદાર વ્યક્તિને નીચેના કોઈપણ દાખલામાં નિર્દિષ્ટ રીતે આપી દેવાની ફરજ પાડી શકાશે. (ક) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પ્રતિવાદી, વાદીના એજન્ટ અથવા ટ્રસ્ટી તરીકે ધરાવતો હોય ત્યારે, (ખ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંમાં વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં ત્યારે (ગ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુક્સાન કરવું મુશ્કેલ હોય ત્યારે, (ઘ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુનો કબજો વાદી પાસેથી ગેરકાયદે મેળવવામાં આવ્યો હોય ત્યારે, સ્પષ્ટીકરણઃ- વિરુદ્ધનું સાબિત ન થાય તો અને ત્યાં સુધી આ કલમના ખંડ(ખ) અથવા ખંડ (ગ) હેઠળ જેના માટે દાવો કરવામાં આવતો હોય તેવી કોઈપણ જંગમ વસ્તુ અંગે કોર્ટ એવું માની લેશે કે યથાપ્રસંગ- (ક) તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંના વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં, અથવા (ખ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુકસાન નક્કી કરવું અત્યંત મુશ્કેલ થશે.

કરારોનું યથાનિર્દિષ્ટ પાલન અંગેની જોગવાઈ કરારના આધારે દાદ મેળવવા માટેના દાવા અંગે બચાવઃ આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય કોઈ અંગે આ પ્રકરણ હેઠળ દાદ માગવામાં આવે ત્યારે જેની સામે દાદ માગી હોય તે વ્યકિત, કરારો સંબંધી કોઈ કાયદા હેઠળ તેને ઉપલબ્ધ હોય તેવો કોઈપણ આધાર પોતાના બચાવ તરીકે પ્રતિપાદિત કરી શકશે. નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય તેવા કરારો: કરારોના યથાનિર્દિષ્ટ પાલન બાબતઃ ન્યાયાલય દ્વારા કોઈ કરારનું યથાનિર્દિષ્ટ પાલન સ્પેસિફિક રિલીફ એકટની કલમ-૧૧ ની પેટા કલમ (૨), કલમ-૧૪ અને કલમ-૧૬ માંની જોગવાઈઓને આધીન રહીને કરવામાં આવશે.)

ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવતા કરારોનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકાય તેવા દાખલાઓઃ (૧) આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, જે કાર્ય કરવા માટે કબૂલાત થઈ હોય તે કોઈ ટ્રસ્ટના પૂરા અથવા અંશતઃ પાલન માટે કરવાનું હોય, તો (તે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવશે). (૨) કોઈ ટ્રસ્ટીએ પોતાની સત્તા બહાર થઈને અથવા વિશ્વાસઘાત કરીને કરેલા કરારનો  નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય નહીં.

કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલનઃ (૧) આ કલમમાં હવે પછી અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, કોર્ટથી કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકાશે નહીં. (૨) કરારના કોઈ પક્ષકાર કરારના પોતાના પૂરેપૂરા ભાગનું પાલન કરી શકે તેમ ન હોય પણ પાલન કાર્ય વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરા ભાગના પ્રમાણમાં મૂલ્યમાં ઘણો નાનો હોય અને તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ હોય ત્યારે, બેમાંથી કોઈ પક્ષકારના દાવામાં, કોર્ટ, કરારના જે ભાગનું પાલન કરી શકાય, તેમ હોય તે ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકશે અને બાકીના ભાગ માટે નાણાંમાં વળતર અપાવી શકશે. (ક) નાણાંમાં વળતર આપી શકાતું હોય છતાં, સદરહુ પૂરા ભાગનો તે એક ગણનાપાત્ર અંશ હોય, અથવા (ખ) તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ ન હોય, ત્યારે તે પક્ષકાર યથાનિર્દિષ્ટ પાલન માટેનું હુકમનામું મેળવવા હક્કદાર થશે નહીં, પણ કોર્ટ બીજા પક્ષકારના દાવામાં, જો તે પક્ષકાર- (૧) ખંડ (ક) હેઠળ આવતા દાખલમાં જે ભાગ પાલન કર્યા વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરતો અવેજ બાદ કરીને આખા કરાર માટે નકકી થયેલો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય તો અને ખંડ(ખ) હેઠળ આવતા દાખલામાં કશું ઓછું કર્યા વિના આખા કરાર માટેનો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય, અને (૨) બેમાંથી કોઈપણ દાખલામાં કરારના બાકીના ભાગનું પાલન કરાવવાના તમામ દાવા અને કરારના અધૂરા પાલન બદલ અથવા પ્રતિવાદીની કસૂરને લીધે તેણે ભોગવેટલી ખોટ અથવા નુકસાન બદલ વળતર મેળવવાના પોતાના તમામ હક્ક જતા કરે, તો કસૂર કરનાર પક્ષકાર પોતે કરી શક્તો હોય તેવું તે કરારના તેના ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો કોર્ટ તેને આદેશ કરી શકશે. (૪) કરારના જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ હોય અને કરવું જોઈએ તે ભાગ, તે જ કરારના બીજા જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ ન હોય કે કરવું પણ ન જોઈએ.

તે ભાગથી કોઈ અલાયદી અને અલગ ભૂમિકા ઉપર હોય ત્યારે, કોર્ટ પહેલાં જણાવેલા ભાગના યથાનિર્દિષ્ટ પાલન માટે આદેશ કરી શકશે. સ્પષ્ટીકરણઃ- કરારના કોઈ પક્ષકારે કરારના જે ભાગનું પાલન કરવાનું હોય તેની વિષયવસ્તુનો કોઈ ભાગ કરારની તારીખે હસ્તીમાં હોય પણ કરારનું પાલન કરાવવાના સમયે હસ્તીમાં ન હોય તો, તે પક્ષકાર આ કલમના હેતુઓ માટે તે કરારનું પોતાના ભાગનું પૂરેપૂરું પાલન કરવા અશક્તિમાન છે એમ ગણાશે. હક વગરની અથવા અધૂરા હકવાળી વ્યક્તિ વિરુદ્ધ ખરીદનારના અથવા પટ્ટેદારના હકકઃ (૧) હક વગરની અથવા ફક્ત અધૂરા હક્કવાળી વ્યકિત કોઈ સ્થાવર મિલકત વેચવાનો અથવા ભાડે આપવાનો કરાર કરે ત્યારે (આ પ્રકરણની બીજી જોગવાઈઓને અધીન રહીને) ખરીદનાર અથવા પટ્ટેદારને નીચેના હક્ક રહે છે. (ક) કરાર કર્યા પછી વેચનારે અથવા પટ્ટે આપનારે તે મિલકતમાં કંઈ હિત સંપાદિત કર્યું હોય તો ખરીદનારના અથવા પટેદાર એવા હિતમાંથી કરાર પૂરો કરવાની તેને ફરજ પાડી શકશે. (ખ) હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યક્તિઓની સહમતિની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી સહમતિ આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર એવી સહમતિ મેળવવા માટે તેને ફરજ પાડી શકશે અને જયારે હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યક્તિઓએ તે મિલકતની માલિકી ફેર કરી આપવાની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી માલિકીફેર કરી આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર તે મિલકતનો માલિકીફેર કરાવી આપવાની તેને ફરજ પાડી શકશે. (ગ) વેચનાર બોજારહિત મિલકત વેચવાનું કહેતો હોય, પણ ખરીદ-કિંમત કરતાં વધુ નહીં એવી રકમ માટે તે મિલકત ગીરો મૂકેલી હોય અને હકીકતમાં વેચનારને કેવળ તે મિલકત છોડાવવાનો હક હોય ત્યારે, ખરીદનાર, ગીરો છોડાવવાની અને બોજામાંથી કાયદેસરની મુકિત મેળવવાની અને જરૂર હોય ત્યારે ગીરોદાર પાસેથી માલિકીફેર ખત પણ મેળવી આપવાની વેચનારને ફરજ પાડી શકશે. (ઘ) વેચનાર અથવા પટ્ટે આપનાર કરારના યથાનિર્દિષ્ટ પાલન માટે દાવો માંડે અને તેને હક્ક ન હોવાને અથવા તેનો હક્ક અધૂરો હોવાને કારણે દાવો કાઢી નાખવામાં આવે ત્યારે પ્રતિવાદીને તેની કંઈ અનામત ૨કમ હોય તો તે વ્યાજ સાથે મેળવવાનો, પોતાનું દાવા ખર્ચ મેળવવાનો, અને એવી અનામત રકમ, વ્યાજ અને ખર્ચને માટે કરારની વિષયવસ્તુમાં વેચનારનું અથવા પટ્ટે આપનારનું કોઈ હિત હોય તેના ઉપર લિયનનો હકક છે. પેટા કલમ-(૧) ની જોગવાઈઓ જંગમ “મિલકતનું વેચાણ કરવાના અથવા તે ભાડે આપવાના કરારને પણ શક્ય હોય ત્યાં સુધી લાગુ પડશે.

નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૃપે મોકલવા અથવા  લેખકને ઈ-મેઈલ કરવા)

10.20.2023

સામાન્ય રીતે વિલ કરી આપતી વખતે કઇ કઇ બાબતો ધ્યાનમાં લેવી જોઇએ?

 

કોરા કાગળ ઉપર સહી લઈને પાછળથી વિલ લખવામાં આવ્યું હોય ત્યારે આવું વિલ ચોકક્સપણે નિરર્થક છે




તમારી જમીન,  તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ભારતીય વારસાહક્ક અધિનિયમ-૧૯૨૫ ની ક્લમ-%૩ માં કોઈ ખાસ વ્યક્તિઓ દ્વારા કરાયેલા કે કરવાના વિલ યાને વસિયતનામા બાબતે જરૂરી જોગવાઈઓ કરેલ છે.
કોઈ લશ્કરી પ્રસ્્થાનનું કામ કરતો અથવા ખરેખર યુદ્ધમાં રોકાયેલો સૈનિક (અથવા એ રીતે કામ કરતો કે રોકાયેલો વિમાની) અથવા દરિયાઈ સફર ખેડતો નાવિક હોય એવા દરેક વિલ કરનારે, પોતાનું વિલ નીચેના નિયમો અનુસાર કરી આપવું જોઈએ.
(ક) વિલ કરનારે વિલ ઉપર પોતાની સહી કરવી જોઈશે અથવા પોતાની અંગુઠાની નિશાની લગાડવી જોઈશે, અથવા બીજી કોઈ વ્યકિતઓએ તેની હાજરીમાં અને તેની સૂચના અને કહેવા મુજબ તેના ઉપર સહી કરવી જોઈશે.
(ખ) વિલ કરનારની સહી અથવા અંગૃઠો નિશાની અથવા તેના વતી સહી કરનાર વ્યકિતની સહી એ રીતે કરવી જોઈશે કે તેમ કરવાથી લખાણને વિલ તરીકે અસરકર્તા બનાવવાનો ઈરાદો હતો તેવું જણાઈ આવે.
(ગ) વિલ ઉપર એવા બે કે વધુ સાક્ષીઓને સાખ એટલે કે સાક્ષી કરવી જોઈશે કે જેમાના દરેક વિલ કરનારને વિલ ઉપર સહી કરતાં અથવા તેનું અંગુઠાનું નિશાન કરતાં જોયો હોય અથવા વિલ કરનારની હાજરીમાં અને તેના આદેશથી કોઈ બીજી વ્યક્તિને વિલ ઉપર સહી કરતાં જોઈ હોય અથવા જેની પાસે વિલ કરનારે પોતાની સહી અથવા નિશાન કર્યાનું અથવા એવી બીજી વ્યકૅતિએ સહી કર્યાનું જાતે કબૂલ કર્યું હોય અને સાક્ષીઓ પેકી દરેકે વિલ કરનારની હાજરીમાં વિલ ઉપર સહી કરવી જોઈશે, પણ એકથી વધુ સાક્ષીઓનું એક સાથે હાજર હોવું જરૂરી રહેશે નહિ. અને અમુક રીતે જ સાખ કે સાક્ષી સહી કરવી જરૂરી રહેશે નહિ. (આ કલમ હિન્દુઓ, બોદ્ધો, શીખો તેમજ જેનોને લાગુ પડે છે.)
# જજમેન્ટસ
# પિતાએ તેની અપરિણીત અપંગ પુત્રીની તરફેણમાં વસિયત કરતાં તેનો વિરોધ મોટી બે પુત્રીઓ દ્વારા કરાયો હતો. જ્યારે ભાઈઓ બે વિરોધ ન દર્શાવ્યો. પુરાવાથી જણાવ્યું કે વસિયતકર્તા વસિયતનો કાયદો ઘડવા વકીલને સૂચના આપવા ગયેલા. જે વસિયતમાં વિરોધ કરનાર બન્ને પુત્રીઓની સહીઓ હતી. લાભ મેળવનાર પુત્રીની તરફેણમાં ગૌણ વિરોધાભાસોના કારણે અમલીકરણ પુરવાર થયું નથી તેવું ઠરાવવામાં કેસ ચલાવનાર અદાલતની ભૂલ જણાવી હતી.
# વ્યક્તિનું વડીલોપાર્જિંત મિલકતમાં મજિયારું હિત રહેલું છે, પરંતુ વસિયતમાં મિલકત સ્વ-ઉપજની બતાવેલી હોય તેથી વસિયત રદ થાય નહીં. આવી મિલકત મજિયારી સાબિત કરી શકાય તો વારસદાર પોતાનું હિત માગી શકે.
કેસ લૉ : નલિનીબેન એસ. પટેલ વિ. એર્સ ઓફ જશોદાબેન સી. પટેલ જી.એલ.આર. ૨૦૦૦(૩) ૨૨૬૬.
# વ્યકિતના વિલનું સાચા અર્થમાં અર્થઘટન થવું જોઈએ. પોતાની પુત્રીને વિલથી આપેલી મિલકતને તેનો પતિ વેચવાનો અધિકાર ધરાવતો ન હતો. પતિ-પત્ની બંને અલગ રહેતાં હતાં. આવા સંજોગોમાં જ્યારે પતિ તેના અડધા ભાગની અડધી મિલકત માટે દાવો કરે તો ચાલવાપાત્ર નથી.
# વસિયતકર્તા વસિયત પોતાની બનાવતી વખતે સ્થિર મગજનો અને વસિયતી બાબત સમજી સહી કરવાને સમર્થ હતો તેવું સાબિત કરવાનો બોજો પ્રતિવાદી ઉપર રહે છે. જી.એલ.એચ. ૧૯૯૯(૧) પાન નં. ૫૯%
# કોઈપણ વિલનું ખરાપણું જ્યાં પ્રોબેટની જરૂરિયાત હોય ત્યાં પ્રોબેટની કાર્યવાહીથી નક્કી થઈ શકે. દિવાની કાર્યવાહી ઓર્ડર -ર૨ રૂલ –પ હેઠળ વિલની ખરાઈ કરી શકાય નહિ તેવું નામદાર કોર્ટે ઠરાવેલ છે. કેસ લૉ :- શ્રીમતિ શર્મિષ્ઠાદેવી સૂર્વે વિ. લાલ સાહેબ એઆઈઆર ૧૯૯૬(મ.પ્ર.) પાન નં. ૧૩
# વિલમાં સાક્ષી કરનાર સાક્ષીએ તેની જાતે સહી નિશાની કરવી જોઈએ. બીજા વતી આવી સહી “નિશાની કરી હોય તો તે નિરર્થક બને. કેસ લૉ : ૧૯૯૮(૫) સુ.કો.કે. પાન નં. ૨૮૫
# કોરા કાગળ ઉપર સહી લઈને પાછળથી વિલ લખવામાં આવ્યું હોય ત્યારે આવું વિલ ચોકક્સપણે નિરર્થક છે- વિલ લખનાર ક્યારેચ સાક્ષી બની શકે નહિ. જ્યારે વિલનો સાક્ષી વિલ કરનાર સહી કરતો હોય કે વિલ લખવામાં આવ્યું હોય ત્યારે હાજર હોવો જરૂરી નથી. કેસ લોં : એ.આઈ.આર.૧૯૯૫ ક્રિ.પો. પાના નં. ૭૪
# કલમ ૬૩ જે વ્યક્તિ વિલ રજૂ કરે તેણે વિલ સાબિત કરવું જોઈએ વિલને પડકારનાર જણાવતા નથી કે વિલ કરનાર શારીરિક રીતે એફિલકોડ હતા કે માનસિક રીતે અસમર્થ હતા. પુરાવા પરથી જણાય છે કે સામાવાળા પિતૃપક્ષે સગા હતા. વળી, વિલ કરનાર, સાક્ષીઓ વિલ બનાવતી વખતે હાજર હતા. આવા સંજોગોમાં વિલના ફાઈન્ડીંસમાં દાખલ કરી શકાય નહીં. કેસ લૉ : કમલા દેવી વિ. બલભદ્ર બહેરા સી.સી.સી. ૧૯૯૫(૧) પાન નં. ૮૪
કલમ ૦૬૩, સાક્ષીઓની સરતપાસ વસિયતનામાની તરફેણમાં હતી. પરંતુ ઉલટ-તપાસમાં વિરોધી કથન, સાક્ષીઓના પુરાવા અમાન્ય બન્યા. રજિસ્ટ્રારે પણ એન્ડોર્સમેન્ટની કલમ-૬૩ની શરતો પૂર્ણ કરેલી ન હતી. પુરાવા અધિનિયમની કલમ- ૬૮ મુજબ વિલનું યોગ્ય નિષ્પાદન થતું નથી. માટે વિલની નોંધણીનું કોઈ મહત્વ રહેતું નથી. હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ નિર્ણય ફેરવી નંખાયો. કેસ લો : ભગવાન કૌર વિ. કરતાર કૌર ૧૯૯૪ (૫) ૨૨. સુ.કો.કે. પાન નં. ૧૩૫
# વિલના નિષ્પાદન માટે વિલ લેખિત હોવું જોઈએ. વિલ કરનારે યોગ્ય રીતે સહી કરેલી હોવી જોઈએ. ઓછામાં ઓછા બે સાક્ષીઓએ તેમાં સાખ કરેલી હોવી જોઈએ. વસિયત કરનાર તે વસિયતમાં સહી કરે કે અંગુઠો કે કોઈ નિશાની કરે તે સહી કરેલી બરોબર ગણાશે તેમજ બીજી વ્યકિતને વિલ કરનારની સંમતિથી તેની હાજરીમાં સૂચનાથી સહી કરે તો તે વિલ કરનારે સહી કરેલી છે તેમ માનવામાં આવે છે.
કોઈ વ્યક્તિએ વિલમાં કઈ જગ્યાએ સહી કરવી તે જણાવતી નથી. બે સાક્ષીઓએ સાખ કરેલી હોવી જોઈએ અને સાક્ષીઓએ વસિયતકર્તાને સહી કરતા જોયેલો હોવો જોઈએ. તેમજ વસિયતકર્તાની હાજરીમાં સાક્ષીઓએ શાખ કરવી જોઈએ. વસિયત લખનાર સાક્ષી ગણાય-- પણ સાક્ષી ગણી શકાય, સાક્ષીએ સહી કરવી જરૂરી નથી. પરંતુ અંગુઠા નિશાની કરી શક્શે. વસિયત કોઈપણ ભાષામાં થઈ શકે, કોઈપણ પદાર્થ, પાન-કાગળ ઉપર થઈ શકે, અને આવું વિલ વસિયતકર્તાના મૃત્યુ બાદ અમલી થાય.
# એચ.યુ.એફ. વડીલોપાર્જિત મિલકતમાં રહેલા હિતનું વ્યક્તિ દ્વારા વસિયત થઈ શકે છે. વધુ સમર્થન માટે દરેક પાના વિલકર્તાની સહી હોવી તે સારું છે. ચોક્કસપણે વિલની નોંધણી જરૂરી નથી અને વિલ રજિસ્ટર્ડ હોવાના એક માત્ર કારણથી તે સાચું અને ખરું બનતું નથી. વિલની ભાષા (લખાણ) તથા સહી જુદી ભાષામાં હોવાને કારણે વિલ ખોટુ ઠરતું નથી અને વિલ પુરાવાના કાયદાની કલમ-૬૭ હેઠળ ચોકક્સપણે પુરવાર થવું જોઈએ.
# કલમ: ૭૦ ની જોગવાઈ મુજબ સામાન્ય વિલ અથવા કોડૅસેલ રદ થવા બાબત. કોઈ સામાન્ય વિલ અથવા કોડિસિલ કે તેનો કોઈ ભાગ લગ્નથી અથવા બીજા વિલ અથવા કોડિસિલથી અથવા આ અધિનિયમમાં અગાઉ જણાવ્યા મુજબ કોઈ સામાન્ય વિલ નિયમસર કરી આપવું જરૂરી હોય એ રીતે વિલ રદ કરવાનો ઈરાદો જાહેર કરતું હોઈ લખાણ નિયમસર કરી આપવું જરૂરી હોય એ રીતે વિલ રદ કરવાનો ઈરાદો જાહેર કરતું કોઈ લખાણ નિયમસર કરી આપવાથી, અથવા વિલ કરનારે અથવા તેની હાજરીમાં અને તેની સૂચના મુજબ કોઈ વ્યકિતને તેને રદ કરવાના ઈરાદાથી અને તેને બાળી નાખવાથી, ફાડી નાખવાથી અથવા બીજી રીતે તેનો નાશ કરવાથી રદ થાય તે સિવાય બીજા તે સિવાય બીજા કારણે તે રદ થશે નહિ. 
પરાધીન સાપેક્ષ પ્રતિસંહરણનો સિધ્ધાંતઃ જયારે વસિયત કરનાર તેના વડે કરવામાં આવેલા અગાઉના વિલ અથવા કોડિસિલને પુનર્જીવિત કરવાના ઈરાદાથી પછીના વિલ અથવા કોડિસિલનો નાશ કરે, ત્યારે એ રદ કરવાનો ઈરાદો શરતી હોય છે અર્થાત, પુનર્જીવિત કરવાના દસ્તાવેજોની કાયદેસરતા બાબતની શરત હોય છે. તેથી જો પુનર્જીવિત કરવાનો હોય તે દસ્તાવેજ કાયદેસર હોય નહીં, દા.ત. જો તે કાયદેસર રીતે કરવામાં આવ્યો ન હોય-તો પછી વિલ રદ થતું નથી. આ સામાન્ય રીતે પરાધીન સાપેક્ષ પ્રતિસંહરણ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આ સિદ્ધાંત લાગુ પાડવામાં ઈરાદાનો સવાલ છે. આ બાબત વસિયત કરનારનો તેના વિલમાં જણાતી ભાષા ઉપરથી નકકી કરવામાં આવે છે. જયાં સુધી પ્રથમનો દસ્તાવેજ અથવા લખાણ અસરકારક રીતે પુનર્જીવિત કરવામાં આવે નહીં ત્યાં સુધી પછીનું વિલ રદ થતું નથી, પરાધીન સાપેક્ષ રદ કરવાનો સિદ્ધાંત લાગુ પડે તે માટે નાશ કરવાનું કૃત્ય કોઈ બોજો વસિયતી દસ્તાવેજ પુનર્જીવિત થતો હોવો જોઈએ

10.16.2023

કોઇ મિલકતનો કબજો પાછો મેળવવા માટે હક્કદાર કેવી રીતે દાદ માગી શકે?

 તમારી જમીન,  તમારી મિલકત

 > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

યથાનિર્દિષ્ટ અધિનિયમ- ૧૯૬૩ (સ્પેસિફિક રીલીફ એક્ટ-૧૯૬૩) હેઠળ  દિવાની કોર્ટમાં સ્થાવર અને જંગમ મિલકત અંગે યથાનિર્દિષ્ટ દાદ માગી શકાય છે જે પૈકીની કેટલીક વિગતો આ લેખમાં જોઈશું.
મિલકતનો કબજો પાછો મેળવવા વિશે : (૧) નિર્દિષ્ટ સ્થાવર મિલકત પાછી મેળવવા બાબત : નિર્દિષ્ટ સ્થાવર મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યક્તિ દિવાની કાર્યરીતિ અધિનિયમ-૧૯૦૮ માં ઠરાવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે.
(૨) સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરાયેલી વ્યક્તિનો દાવોઃ (૧) કાયદા અનુસાર હોય તે સિવાય કોઈ વ્યકિત તેની સંમતિ વિના સ્થાવર મિલકતના કબજાથી વંચિત કરવામાં આવી હોય તો, તે વ્યક્તિ અથવા (જેની મારફતે તેનો કબજો રહ્યો હોય તેવી વ્યકિત અથવા ) તેની મારફત હક્કદાવો કરનાર વ્યકિત, દાવો માંડીને, એવા દાવામાં બીજો કોઈ હક્ક દાખવવામાં આવે છતાં, તે મિલકતનો કબજો પાછો મેળવી શકશે.
(૨) આ કલમ હેઠળનો કોઈપણ દાવોઃ (ક) કબજારહિત થયાની તારીખથી છ મહિના પૂરા થયા પછી અથવા (ખ) સરકાર વિરુદ્ધ લાવી શકાશે નહીં.
(૩) આ કલમ હેઠળ માંડેલા દાવામાં થયેલા કોઈ હુકમ અથવા હુકમના સામે અપીલ થઈ શકશે નહીં તેમજ એવા કોઈ હુકમ અથવા હુકમનામાનું પુનર્વિલોકન થઈ શકશે નહીં.
નિર્દિષ્ટ જંગમ મિલકત પાછી મેળવવા બાબતઃ નિર્દિષ્ટ જંગમ મિલકતનો કબજો ધરાવવા માટે હક્કદાર વ્યકિત, દિવાની કાર્યરીતિ અધિનિયમ ૧૯૮૦ માં ઠરોવેલી રીતે તેનો કબજો પાછો મેળવી શકશે.
સ્પષ્ટીકરણઃ૧: કોઈ ટ્રસ્ટી, પોતે જેનો ટ્રસ્ટી હોય તે વ્યકત જે જંગમ મિલકતમાંના ફાયદાકારક હિત માટે હક્કકદાર હોય તે મિલકતનો કબજો મેળવવા માટે આ કલમ હેઠળ દાવો માંડી શકશે.
સ્પષ્ટીકરણઃર: કોઈ જંગમ મિલકતનો વર્તમાન કબજો ધરાવવાનો ખાસ અથવા હંગામી હક્કક, આ કલમ હેઠળના દાવાના સમર્થન માટે પૂરતો છે.

માલિક તરીકે કબજો ધરાવતી ન હોય તે વ્યક્તિની તત્કાળ કબજા માટે હક્કદાર વ્યક્તિને કબજો સોંપી દેવાની ફરજઃ
જેનો પોતે માલિક ન હોય એવી અમુક જંગમ વસ્તુનો કબજો ધરાવનારી અથવા તેનું નિયંત્રણ કરનારી વ્યકિતને તે વસ્તુ, તેનો તત્કાલ કબજો ધરાવવા હક્કદાર વ્યક્તિને નીચેના કોઈપણ દાખલામાં નિર્દિષ્ટ રીતે આપી દેવાની ફરજ પાડી શકાશે.
(ક) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પ્રતિવાદી, વાદીના એજન્ટ અથવા ટ્રસ્ટી તરીકે ધરાવતો હોય ત્યારે, (ખ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંમાં વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં ત્યારે, (ગ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુક્સાન કરવું મુશ્કેલ હોય ત્યારે, (ઘ) જેના માટે દાવો કરવામાં આવતો હોય તે વસ્તુનો કબજો વાદી પાસેથી ગેરકાયદે મેળવવામાં આવ્યો હોય ત્યારે. 
સ્પષ્ટીકરણઃ- વિરુદ્ધનું સાબિત ન થાય તો અને ત્યાં સુધી આ કલમના ખંડ(ખ) અથવા ખંડ(ગ)
હેઠળ જેના માટે દાવો કરવામાં આવતો હોય તેવી કોઈપણ જંગમ વસ્તુ અંગે કોર્ટ એવું માની લેશે કે યથાપ્રસંગ- (ક) તે વસ્તુ પાછી ન મળવા બદલ નાણાંના વળતર આપવાથી વાદીને પૂરતી દાદ મળે નહીં અથવા (ખ) તે વસ્તુ પાછી ન મળવાથી થતું ખરેખર નુકસાન નકકી કરવું અત્યંત મુશ્કેલ થશે.
કરારોનું યથાનિર્દિષ્ટ પાલન અંગેની જોગવાઈ : કરારના આધારે દાદ મેળવવા માટેના દાવા અંગે બચાવઃ આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય કોઈ અંગે આ પ્રકરણ હેઠળ દાદ માગવામાં આવે ત્યારે જેની સામે દાદ માગી હોય તે વ્યકિત, કરારો સંબંધી કોઈ કાયદા હેઠળ તેને ઉપલબ્ધ હોય તેવો કોઈપણ આધાર પોતાના બચાવ તરીકે પ્રતિપાદિત કરી શકશે.
નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય તેવા કરારો: કરારોના યથાનિર્દિષ્ટ પાલન બાબતઃ ન્યાયાલય દ્વારા કોઈ કરારનું યથાનિર્દિષ્ટ પાલન સ્પેસિફિક રિલીફ એક્ટની કલમ-૧૧ ની પેટા કલમ(૨), કલમ-૧૪ અને કલમ-૧૬ ની જોગવાઈઓને અધીન રહીને કરવામાં આવશે.) 

ટ્રસ્ટ સાથે સંબંધ ધરાવતા કરારોનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી શકાય તેવા દાખલાઓઃ (૧) આ અધિનિયમમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, જે કાર્ય કરવા માટે કબૂલાત થઈ હોય તે કોઈ ટ્રસ્ટના પૂરા અથવા અંશતઃ પાલન માટે કરવાનું હોય, તો (તે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવશે).
(૨) કોઈ ટ્રસ્ટીએ પોતાની સત્તા બહાર થઈને અથવા વિશ્વાસઘાત કરીને કરેલા કરારનો નિર્દિષ્ટ રીતે અમલ કરાવી શકાય નહીં. કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલનઃ (૧) આ કલમમાં હવે પછી અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, કોર્ટથી કરારના કોઈ એક ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકાશે નહીં.
(૨) કરારના કોઈ પક્ષકાર કરારના પોતાના પૂરેપૂરા ભાગનું પાલન કરી શકે તેમ ન હોય પણ પાલન કાર્ય વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરા ભાગના પ્રમાણમાં મૂલયામાં ઘણો નાનો હોય અને તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ હોય ત્યારે, બેમાંથી કોઈ પક્ષકારના દાવામાં, કોર્ટ, કરારના જે ભાગનું પાલન કરી શકાય, તેમ હોય તે ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો આદેશ કરી શકશે અને બાકીના ભાગ માટે નાણાંમાં વળતર અપાવી શકશે.
(ક) નાણાંમાં વળતર આપી શકાતું હોય છતાં, સદરહુ પૂરા ભાગનો તે એક ગણનાપાત્ર અંશ હોય, અથવા (ખ) તેનું નાણાંમાં વળતર આપી શકાય તેમ ન હોય, ત્યારે તે પક્ષકાર યથાનિર્દિષ્ટ પાલન માટેનું હુકમનામું મેળવવા હક્કકદાર થશે નહીં, પણ કોર્ટ બીજા પક્ષકારનાં દાવામાં, જો તે પક્ષકાર- (૧) ખંડ (ક) હેઠળ આવતા દાખલમાં જે ભાગ પાલન કર્યા વિના રહેવા દેવો પડે તે ભાગ પૂરતો અવેજ બાદ કરીને આખા કરાર માટે નક્કી થયેલો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય તો અને ખંડ(ખ) હેઠળ આવતા દાખલામાં કશું ઓછું કર્યા વિના આખા કરાર માટેનો અવેજ ચૂકવી આપે અથવા તેણે ચૂકવી આપ્યો હોય, અને (૨) બેમાંથી કોઈપણ દાખલામાં કરારના બાકીના ભાગનું પાલન કરાવવાના તમામ દાવા અને કરારના અધૂરા પાલન બદલ અથવા પ્રતિવાદીની કસૂરને લીધે તેણે ભોગવેટલી ખોટ અથવા નુકસાન બદલ વળતર મેળવવાના પોતાના તમામ હક્ક જતા કરે, તો કસૂર કરનાર પક્ષકાર પોતે કરી શક્તો હોય તેવું તે કરારના તેના ભાગનું યથાનિર્દિષ્ટ પાલન કરવાનો કોર્ટ તેને આદેશ કરી શકશે.
(૪) કરારના જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ હોય અને કરવું જોઈએ તે ભાગ, તે જ કરારના બીજા જે ભાગનું નિર્દિષ્ટ રીતે પાલન કરી શકાય તેમ ન હોય કે કરવું પણ ન જોઈએ. તે ભાગથી કોઈ અલાયદી અને અલગ ભૂમિકા ઉપર હોય ત્યારે, કોર્ટ પહેલાં જણાવેલા ભાગના યથાનિર્દિષ્ટ પાલન માટે આદેશ કરી શકશે.
સ્પષ્ટીકરણઃ- કરારના કોઈ પક્ષકારે કરારના જે ભાગનું પાલન કરવાનું હોય તેની વિષયવસ્તુનો કોઈ ભાગ કરારની તારીખે હસ્તીમાં હોય પણ કરારનું પાલન કરાવવાના સમયે હસ્તીમાં ન હોય તો, તે પક્ષકાર આ કલમના હેતુઓ માટે તે કરારનું પોતાના ભાગનું પૂરેપૂરું પાલન કરવા અશકિતમાન છે એમ ગણાશે.

હક્ક વગરની અથવા અધૂરા હક્કવાળી વ્યક્તિ વિરુઘ્ધ ખરીદનારના અથવા પટ્ટેદારના હક્કકઃ (૧) હક્ક વગરની અથવા ફક્ત અધૃરા હક્કવાળી વ્યકિત કોઈ સ્થવાર મિલકત વેચવાનો અથવા ભાડે આપવાનો કરાર કરે ત્યારે ( આ પ્રકરણની બીજી જોગવાઈઓને અધીન રહીને ) ખરીદનાર અથવા પટ્ટેદારને નીચેના હક્ક રહે છે.

(ક) કરાર કર્યા પછી વેચનારે અથવા પટ્ટે આપનારે તે મિલકતમાં કંઈ હિત સંપાદિત કર્યું હોય તો ખરીદનારના અથવા પટ્રેદાર એવા હિતમાંથી કરાર પૂરો કરવાની તેને ફરજ પાડી શકશે. (ખ) હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યકૅેતઓની સહમતિની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી સહમતિ આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર એવી સહમતિ મેળવવા માટે તેને ફરજ પાડી શક્શે અને જયારે હક્ક કાયદેસરનો બનાવવા માટે બીજી વ્યકેતઓએ તે મિલકતની માલિકી ફેર કરી આપવાની જરૂર હોય અને તેઓ વેચનાર અથવા પટ્ટે આપનારની વિનંતી ઉપરથી માલિકીફેર કરી આપવા માટે બંધાયેલ હોય, ત્યારે ખરીદનાર અથવા પટ્ટેદાર તે મિલકતનો માલિકીફેર કરાવી આપવાની તેને ફરજ પાડી શકશે. (ગ) વેચનાર બોજારહિત મિલકત વેચવાનું કહેતો હોય, પણ ખરીદ કિંમત કરતાં વધુ નહીં એવી રકમ માટે તે મિલકત ગીરો મૃકેલી હોય અને હકીકતમાં વેચનારને કેવળ તે મિલકત છોડાવવાનો હક્ક હોય ત્યારે, ખરીદનાર, ગીરો છોડાવવાની અને બોજામાંથી કાયદેસરની મુક્તિ મેળવવાની અને જરૂર હોય ત્યારે ગીરોદાર પાસેથી માલિકીફેર ખત પણ મેળવી આપવાની વેચનારને ફરજ પાડી શકશે. (ઘ) વેચનાર અથવા પટ્ટે આપનાર કરારના યથાનિર્દિષ્ટ પાલન માટે દાવો માંડે અને તેને હક્ક ન હોવાને અથવા તેનો હક્ક અધૃરો હોવાને કારણે દાવો કાઢી નાખવામાં આવે ત્યારે પ્રતિવાદીને તેની કંઈ અનામત ૨કમ હોય તો તે વ્યાજ સાથે મેળવવાનો, પોતાનો દાવા ખર્ચ મેળવવાનો  અને એવી અનામત રકમ, વ્યાજ અને ખર્ચને માટે કરારની વિષયવસ્તુમાં વેચનારનું અથવા પટ્ટે આપનારનું કોઈ હિત હોય તેના ઉપર લિયનનો હક્કક છે.
પેટા કલમ-(૧) ની જોગવાઈઓ જંગમ «મિલકતનું વેચાણ કરવાના અથવા તે ભાડે આપવાના કરારને પણ શકય હોય ત્યાં સુધી લાગુ પડશે

10.09.2023

પક્ષકારો વચ્ચેનો કરારભંગ થાય તે સંજોગોમાં વળતર મળી શકે? કેવી રીતે?

 

કોર્ટ એવા નિર્ણય ઉપર આવે કે પણ કરારના ભંગ બદલ વાદી વળતર મેળવવા હક્કદાર છે તો કોર્ટ વળતર અપાવશે


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

સ્પેસિફિક રીલીફ એકટ ૧૯૬૩ ની કેટલીક જગવાઈઓ વિષે આ લેખમાં જોઈશું. સામાન્ય સંજોગોમાં પક્ષકારો વચ્ચે ઊભયપક્ષે વચનનું પાલન કરવાની સમજુતી એટલે પક્ષકારો વચ્ચેનો કરાર ગણાય. પક્ષકારોના કરારનું પાલન કરવા અંગે :
(૧) ભારતીય કરાર અધિનિયમ, ૧૮૭૨ ની જોગવાઈઓની સામાન્યતાને બાધ આવ્યા સિવાય અને પક્ષકારો સંમત હોય તે સિવાય જયારે કોઈ પક્ષકાર દ્વારા વચનના પાલનને કારણે કરારભંગ થાય ત્યારે, તેવા ભંગને કારણે ભોગ બનનાર પક્ષકાર પાસે ત્રાહિત પક્ષકાર મારફતે અથવા તેની પોતાની એજન્સી દ્વારા, કરારનું બીજી રીતે પાલન કરાવવાનો અને તેના દ્વારા કરવામાં આવેલા, ખર્ચ કરેલા અને ભોગવેલા વ્યવ અને બીજા ખર્ચાઓને તેનો ભંગ કરનાર પક્ષકાર પાસેથી વસૂલ કરવાનો વિકલ્પ રહેશે.
(૨) પેટા-કલમ(૧) હેઠળ કરારનું બીજી રીતે પાલન કરાવી શકાશે નહીં, સિવાય કે તેના ભંગનો ભોગ બનનાર પક્ષકાર, ભંગ કરનાર પક્ષકારને નોટિસમાં નિર્દિષ્ટ કરેલા ત્રીસ દિવસથી ઓછા નહીં તેટલા દિવસના સમયમાં, કરારનું પાલન કરવા માટેની નોટિસ લેખિતમાં આપે અને તે ઈન્કાર કરે અથવા તેમ કરવામાં નિષ્ફળ જાય તો, તે ત્રાહિત પક્ષકાર અથવા તેની પોતાની એજન્સી ધ્વારા તેવું પાલન કરાવી શકાશે. પરંતુ ભોગ બનનાર પક્ષકાર પેટા-કલમ(૧) હેઠળ વ્યય અને ખર્ચાઓ વસૂલ કરવા માટે હકદાર રહેશે નહીં, સિવાય કે તેની પાસે ત્રાહિત પક્ષકાર મારફતે અથવા તેની પોતાની એજન્સી દ્વારા પાલન કરાવવાનો કરાર હોય નિર્દિષ્ટ પાલનનું હુકમનામું કરી આપવા અંગે કોર્ટનો વિવેકાધિકાર:
(૧) કોઈપણ કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી આપવાની હકુમત કોર્ટના વિવેકાધીન છે અને એવી દાદ આપવાનું કાયદેસર હોય એટલા ઉપરથી જ તેમ કરવા માટે કોર્ટ બંધાયેલી નથી, પણ કોર્ટનો વિવેકાધિકાર મનસ્વી નહીં પણ સંગીન અને વાજબી તેમજ ન્યાયના સિદ્ધાંતોથી પ્રેરિત અને અપીલ કોર્ટ દ્વારા ફેરવવા પાત્ર રહેશે.
(૨) નીચેના દાખલાઓમાં કોર્ટ યથાનિર્દિષ્ટ પાલનનું હુકમનામું ન કરી આપવાનો વિવેકાધાર યોગ્ય રીતે વાપર્યો ગણાશે:
(ક) કરારથી બંધાયેલ અથવા કરાર કરતી વખતે પક્ષકારોની વર્તણૂક એવી હોય અથવા કરાર બીજા જે સંજોગો હેઠળ કર્યો હોય તે સંજોગો એવા હોય કે તે કરાર રદ થઈ શકશે તેવો ન હોવા છતાં, તે કરારથી વાદીને પ્રતિવાદી ઉ૫૨ ગેરવાજબી લાભ ભળતો હોય ત્યારે, અથવા
(ખ) કરારનું પાલન કરવાથી પ્રતિવાદીને પોતે ધારી ન હોય એવી મુશ્કેલીઓમાં મૂકાવું પડ્યું હોય અને તેનું પાલન થવાથી વાદીને એવી મુશ્કેલીમાં ન મૂકાવું પડતું હોય ત્યારે,
(ગ) પ્રતિવાદીએ કરાર એવા સંજોગોમાં કર્યો હોય કે જેથી તે રદ થઈ શકે તેમ ન હોય છતાં તેને યથાનિર્દિષ્ટ પાલન કરાવવાથી અન્યાય થતો હોય ત્યારે,
સ્પષ્ટીકરણ:-૧ઃ અવેજ અપૂરતો છે એટલા ઉપરથી જ અથવા કરાર પ્રતિવાદીને માટે બોજારૂપ છે અથવા કરાર સ્વરૂપથી જ આગળ પાછળનો વિચાર કર્યા વગરનો છે, એટલી જ હકીકત ઉપરથી ખંડ(ક)ના અર્થ મુજબ ગેરવાજબી લાભ મળે છે. અથવા ખંડ(ખ)ના અર્થ મુજબ મુશ્કેલીમાં મૂકાવું પડે તેમ છે એમ ગણાશે નહીં.
સ્પષ્ટીકરણ-૨ : કરાર થયા પછીના વાદીના કોઈ કૃત્યથી મુશ્કેલી ઊભી થઈ હોય તે સિવાયના દાખલાઓમાં, પ્રતિવાદીને ખંડ(મ)ના અર્થ મુજબ કરારનું પાલન કરવાથી મુશ્કેલીમાં મુકાવું પડશે કે નહીં તે પ્રશ્ન કરાર કરતી વખતના સંજોગો જોઈને નક્કી કરવામાં આવશે.
(૩) જેનું નિર્દિષ્ટ પાલન કરી શકાય એવા કોઈ કરારને પરિણામે વાદીએ મહત્વનાં કાર્યો કર્યાં હોય અથવા નુકસાન ભોગવ્યું હોય તેવા દાખલામાં કોર્ટ યથાનિર્દિષ્ટ પાલન માટે હુકમનામું કરી આપવાનો પોતાનો વિવેકાધિકાર યોગ્ય રીતે વાપર્યો ગણાશે.
 (૪) બીજો પક્ષકાર ઈચ્છે તો તેનો અમલ ન કરાવી શકાય એવો કરાર હોય એટલા જ કારણે કોર્ટથી તેનું યથાનિર્દિષ્ટ પાલન કરાવી આપવાની કોઈ પક્ષકારને ના પાડી શકાશે નહીં.
(૫) જ્યારે કરારના ભંગનો ભોગ બનનાર પક્ષકાર પાસે ત્રાહિત પક્ષકાર મારફતે અથવા તેની પોતાની એજન્સી દ્વારા પાલન કરાવવાનો કરાર હોય ત્યારે, પેટા કલમ(૧) હેઠળ નોટિસ આપ્યા પછી, ભંગ કરનાર પક્ષકાર સામે ધંધાનિર્દિષ્ટ પાલનની દાદ માટે દાવો કરવા હક્કદાર રહેશે નહીં.
(૬) આ કલમની કંઈપણ બાબત કરાર ભંગના ભોગ બનનાર પક્ષકારને ભંગ કરનાર પક્ષકાર પાસેથી નુકસાની વળતર દાવો કરતાં અટકાવી શકશે નહીં.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સંબંધિત કરાર માટેની ખાસ જોગવાઈઓ:
(૧) આ અધિનિયમ હેઠળ કોઈ દાવામાં, અનુસૂચિતમાં નિર્દિષ્ટ કરેલા સંબંધિત કરાર સમાવેશ હોય તેમાં, ન્યાયાલય દ્વારા મનાઈ હુકમ આપી શકાશે નહીં. જ્યાં મનાઈ હુકમની મંજૂરી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિમાં અથવા પૂર્ણ થવામાં કોઈ અવરોધ અથવા વિલંબનું કારણ બને તેમ હોય,
સ્પષ્ટીકરણ:  “ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટ» એટલે અનુસૂચિમાં નિર્દિષ્ટ યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર -ઉપક્ષેત્રોનો વર્ગ એમ ગણાય.
(૨) કેન્દ્ર સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસની જરૂરિયાતને આધારે અને જો તેમ કરવું જરૂરી અથવા યોગ્ય માને તો, રાજપત્ર (ગેઝેટ)માં જાહેરનામું પ્રસિદ્ધ કરીને, યોજનાઓ અથવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપક્ષેત્રોના કોઈપણ વર્ગ સંબંધિત અનુસૂચિ સુધારી શકશે.
ખાસ ન્યાયાલયોની નિયુક્તિ:
રાજ્ય સરકાર, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of the
High court) સાથે સલાહ સૂચનથી. રાજપત્રમાં જાહેરનામું (ગેઝેટ) પ્રસિદ્ધ કરીને, આ અધિનિયમ હેઠળ વિસ્તારની સ્થાનિક હદમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ સંબંધિત કરારોને લગતી હકુમત વાપરવા અને દાવા ચલાવવા, એક અથવા વધુ દાવાની ન્યાયાલયોની ખાસ ન્યાયાલયો તરીકે નિયુક્ત કરશે.
દાવાઓનો શક્ય તેટલો ઝડપી નિકાલ કરવા બાબતઃ
સિવિલ પ્રોસીજર કોડમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, નામદાર કોર્ટ દ્વારા આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ દાખલ થયેલ દાવાનો નિકાલ, પ્રતિવાદીને સમન્સની બજવણીની તારીખથી બાર મહિનાના સમયગાળામાં જ કરવો જોઈશે. પરંતુ ન્યાયાલય ધ્વારો, કારણોની લેખિતમાં નોંધ કર્યા બાદ, તેવો સમયગાળો એકંદરે છ મહિનાથી વધારે નહીં તેવા વધારાના સમયગાળા માટે લંબાવી શકાશે.
અમુક કેસોમાં વળતર અપાવવાની સત્તા:
(૧) કરારના યથાનિર્દિષ્ટ પાલનના દાવામાં, વાદી, કરારના યથાનિર્દિષ્ટ પાલન ઉપરાંત કરાર ભંગ બદલ વળતર પણ માગી શકશે.
(ર) એવા કોઈ દાવામાં, કોર્ટ એવા નિર્ણય ઉપર આવે કે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવવું ન જોઈએ પણ પક્ષકારો વચ્ચે થયેલા કરારનો પ્રતિવાદીએ ભંગ કર્યો છે અને વાદી કરારના ભંગ બદલ વળતર મેળવવા હક્કદાર છે તો કોર્ટ તદનુસાર તેને વળતર અપાવશે.
(૩) એવા કોઈ દાવામાં કોર્ટ એવા નિર્ણય ઉપર આવે કે કરારનું યથાનિર્દિષ્ટ પાલન કરાવવું જોઈએ પણ કરારનું પાલન થાય એટલું જ તે કેસમાં ન્યાય માટે પૂરતું નથી અને કરારનો ભંગ થવા બદલ વાદીને કંઈ વળતર પણ મળવું જોઈએ, તો કોર્ટ, તદનુસાર તેને વળતર અપાવશે.
(૪) આ કલમ હેઠળ આપવામાં આવેલા વળતરની રકમ નક્કી કરવામાં કોર્ટ ભારતના કરાર અધિનિયમ, ૧૮૭૨ ની કલમ-૭૩ માં નિર્દિષ્ટ કરેલા સિદ્ધાંતોને અનુસરો.
(૫) વાદીએ પોતાની દાવા અરજીમાં એવું વળતર માગ્યું ન હોય તો, આ કલમ હેઠળ કોઈપણ વળતર અપાવી શકાશે નહીં. પરંતુ વાદીએ દાવા અરજીમાં એવું મળતર માંગ્યું ન હોય ત્યારે કોર્ટ કાર્યવાહીના કોઇપણ તબક્કે વળતરની માંગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે.
સ્પષ્ટીકરણ: કરાર યથાનિર્દિષ્ટ પાલન કરી શકાય તેવો રહ્યો ન હોય એવી પરિસ્થિતિમાં પણ કોઇને આ કલમથી મળેલી હકુમત વધારવામાં બાધ આવશે નહીં.
કબજા, વિભાજન, બાનાની રકમના રીફંડ વગેરે માટે દાદ આપવાની સત્તા:
(૧) દીવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૯ માં વિરુદ્ધનો ગમે તે મજકૂર હોય છતાં, સ્થાવર મિલકત તબદિલ કરવાના કરારના યથાનિર્દિષ્ટ પાલન માટે દાવો માંડનાર કોઈપણ વ્યકિત, યોગ્ય દાખલામાં–
(ક) કરારના યથાનિર્દિષ્ટ પાલન ઉપરાંત મિલકતનો કબજો અથવા તેનું વિભાજન કરાવી સ્વતંત્ર કબજો માંગી શકશે, અથવા
(ખ) યથાનિર્દિષ્ટ પાલનનો તેનો દાવો નકારવામાં આવે ત્યારે તેણે આપેલી બાનાની ૨કમ અથવા મૂકેલી અનામત રકમના રીફંડ સહિતની બીજી જે કોઈ દાદ માટે પોતે કાર હોય તે માંગી શકશે.
(૨) પેટા કલમ(૧)ના ખંડ(ક) અથવા ખંડ(ખ) હેઠળની કોઈપણ દાદ ખાસ માંગી ન હોય તો કોર્ટથી કદી આપી શકાશે નહીં. પરંતુ વાદીએ દાવા અરજીમાં એવી કોઈ દાદ માંગી ન હોય ત્યારે કોર્ટ, કાર્યવાહીના કોઈપણ તબક્કે, દાદની માગણી સામેલ કરવા માટે વાદીને વાજબી શરતોએ દાવા અરજીમાં સુધારો કરવા દેશે.
(૩) પેટા-કલમ (૧)ના ખંડ) હેઠળ દાદ આપવાની કોર્ટની સત્તાથી વળતર આપવાની તેની સત્તાને બાધ આવશે નહી.

10.04.2023

પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક અનુસાર ચુકવણી તબદીલ થઇ શકે નહીં

 

શેરો, કોરો શેરો અને શેરેદાર કોને કહેવાય? દ્વિઅર્થી ખતો કોને કહેવાય? અધૂરું ખત એટલે શું ? 


તમારી જમીન, તમારી મિલકત > નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 નેગોશિયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૯૮૧ (વટાઉખત અધિનિયમ-૧૯૮૧) ની નક્લ-૧૩ થી ૨૬ ની કેટલીક જોગવાઈઓ વિષે આ લેખમાં અભ્યાસ કરીશું.
“વટાઉ ખત”
(૧) ‘વટાઉખત’ એટલે આદેશ મુજબ અથવા વાહકને ચુકવવાની પ્રોમિસરી નોટ, વિશિમયપત્ર અથવા ચેકનો સમાવેશ થાય છે.
સ્પષ્ટીકરણઃ૧: જે પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકમાં આદેશ મુજબ ચુકવવાનું દર્શાવ્યું હોય અથવા જેમાં કોઈ ચોકક્સ વ્યકિતને ચૂકવવાનું દર્શાવ્યું હોય અને જેમાં તબદિલ કરવાનો પ્રતિબંધ કરતાં અથવા તબદિલ કરી શકાશે નહીં એવો ઈરાદો દર્શાવતા શબ્દો ન હોય તે આદેશ મુજબ ચુકવવાને પાત્ર છે.
સ્પષ્ટીકરણઃરઃ જે પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકમાં લાવનાર ચુકવવાનું દર્શાવ્યું હોય અથવા જેના ઉપર એકમાત્ર અથવા અંતિમ શેરો, કોરો હોય તે લાવનારને 
ચુકવવાપાત્ર છે.
સ્પષ્ટીકરણઃ૩ઃ કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેકમાંથી પ્રથમથી જ અથવા શેરા દ્વોરા કોઈ નિર્દિષ્ટ વ્યક્તિના આદેશ મુજબ ચુકવવાનું દર્શાવ્યું હોય અને તે નિર્દિષ્ટ વ્યક્તિને અથવા તેના આદેશ મુજબ ચુકવવાનું દર્શાવ્યું ન હોય, તેમ છતાં, તે પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક તે વ્યકિત ઈચ્છે તો તેને પોતાને અથવા તેના આદેશ અનુસાર ચુકવવાને પાત્ર છે.
 (૨) વટાઉખત બે કે વધુ નાણાં લેનાર વ્યક્તિઓને સંયુકત રીતે ચૂકવવાને પાત્ર કરી શકાશે અથવા બેમાંથી વિકલ્પે એક વ્યક્તિને અથવા એકથી વધુ નાણાં લેનાર વ્યકિતઓમાંથી કોઈ એક વ્યક્તિને અથવા કેટલીક વ્યક્તિઓને ચુકવવાને પાત્ર કરી શકાશે.
ખત વટાવવુંઃ કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક કોઈ વ્યકિતને કેવી રીતે વટાવવું કે તબદીલ કરવામાં આવે તેથી તે ધારક બને ત્યારે તે ખત વટાવ્યું કહેવાય.
શેરો એટલે શું?: વટાઉખત લખી આપનાર અથવા તેનો ધારક તે ખતની પાછળ કે તેના આગળના ભાગમાં અથવા તેની સાથે જોડાયેલા કાગળ ઉપર ખત વટાવવાના હેતુથી, ખત કરી આપનાર તરીકે નહીં પણ અન્યથા, સહી કરે અથવા વટાઉખત તરીકે જેને પૂર્ણ કરવાનો ઈરાદો હોય તેવા સ્ટેમ્પવાળા કાગળ ઉપર એ જ હેતુથી સહી કરે ત્યારે, તેણે તેના ઉપર શેરો કર્યો કહેવાય અને તે ‘શેરો કરનાર’ કહેવાય.
“કોરો” શેરો અને “પૂરો” શેરો ઃ શેરો કરનાર ફક્ત પોતાના નામથી શેરો કરે તો-? તો શેરો ‘કોરો’ શેરો તે કહેવાય અને ખતમાં દર્શાવેલી રકમ નિર્દિષ્ટ વ્યક્તિને અથવા તે વ્યકિતના આદેશ મુજબ આપવાનો આદેશ તેમાં ઉમેર તો તે શેરો ‘પૂરો’ શેરો કહેવાય અને એ રીતે નિર્દિષ્ટ કરેલી વ્યક્તિને ખતનો ‘શેરેદાર’ કહેવાય. ખતના નાણાં લેનાર સંબંધી આ અધિનિયમની જોગવાઈઓ, જરૂરી ફેરફારો સાથે, શેરેદારને લાગુ પડશે. દ્વિઅર્થી ખતો કેવા હોય છે? કોઈ ખત એવું હોય કે તેને પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર એમ બન્ને તરીકે ગણી શકાય ત્યારે તેનો ધારક પોતે ઈચ્છે તે પ્રમાણે તેને બેમાંથી એક તરીકે ગણી શક્શે અને ત્યારપછીથી તે અનુસાર તે ખતને પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર ગણવામાં આવશે.
રકમ આંકડામાં અને અક્ષરોમાં જુદી જુદી દર્શાવી હોય ત્યારે: જે રકમ ચૂકવવાની જવાબદારી લેવામાં આવી હોય અથવા ચુકવવાનો આદેશ કર્યો હોય તે રકમ આંકડામાં અને અક્ષરોમાં જુદી જુદી દર્શાવી હોય તો અક્ષરોમાં દર્શાવેલી રકમ ચુકવવાની જવાબદારી લીધેલી અથવા ચૂકવવાનો આદેશ કરેલી રકમ ગણાશે. માગણી થયે ચૂક્વવાને પાત્ર ખતોઃ જે પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્રમાં ચૂકવણી માટે સમય નિર્દિષ્ટ કરવામાં આવ્યા ન હોય તે પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર અને ચેક માગણી થયે ચુકવવાને પાત્ર છે તે.
“સ્ટેમ્પવાળું અધૂરું ખત”: વટાઉખત સંબંધી ભારતમાં તે સમયે અમલમાં હોય તેવા કાયદા અનુસાર સ્ટેમ્પવાળા કાગળ તદન કોરા રાખીને અથવા તેના ઉપર અધૂરું વટાઉખત લખીને કોઈ એક વ્યકત તેના ઉપર સહી કરીને બીજી વ્યક્તિને સોંપે ત્યારે તે વ્યકિત, તેથી તે કાગળના ધારકને તેના ઉપર વધુમાં વધુ તે સ્ટેમ્પની મર્યાદામાં હોય તેટલી અને તેમાં નિર્દિષ્ટ કરેલી રકમ તે યથાપ્રસંગ વટાઉખત બનાવવાનો અથવા પૂરું કરવાનો પ્રથમ દર્શને અધિકાર આપે છે. એ રીતે સહી કરનાર વ્યકિત જે હેસિયતમાં વટાઉખત ઉપર સહી કરી હોય તે હેસિયતમાં તે વ્યકિત, તે સિવાયની કોઈપણ વ્યક્તિ તે ખત સોંપનાર વ્યક્તિ પાસેથી તે ખત હેઠળ જેટલી રકમ આપવાનો તેનો ઈરાદો હોય તેથી વધુ રકમ વસૂલ કરી શકશે નહીં.
મહિનામાં તે મુદત પૂરી થવાની હોય તે મહિનામાં તત્સમાન તારીખ આવતી ન હોય તો તે મુદત એવા મહિનાના છેલ્લા દિવસે પૂરી થાય છે એમ ગણાશે.
દૃષ્ટાંત: તારીખ ૨૯ મી જાન્યુઆરી ૧૯૭૮ નું વટાઉખત તે તારીખ પછી એક મહિને ચૂકવવાને પાત્ર થાય એ રીતે કરેલું છે તે ખત ૨૮ મી ફેબ્રુઆરી ૧૮૭૮ પછીના ત્રીજા દિવસે પાકે છે. ખતની તારીખ પછી દેખાડ્યા પછી અમુક દિવસે ચૂક્વવાને પાત્ર થતું વિનિમયપત્ર અથવા પ્રોમિસરી નોટ કઈ તારીખે પાકે છે, તેની ગણતરી કરવા બાબત. ખતની તારીખ પછી અથવા દેખાડ પછી અથવા નિશ્ચિત બનાવ બન્યા પછી અમુક દિવસે ચૂકવવાને પાત્ર ખત કઈ તારીખે પાકે છે તેની ગણતરી કરતી વખતે ખતની તારીખનો દિવસ અથવા સ્વીકાર માટે કે દેખાડ માટે રજૂ કર્યાનો અથવા અસ્વીકાર માટે પ્રમાણિત થયાનો અથવા તે બનાવ બન્યાનો દિવસ ગણવામાં આવશે નહીં.
પાક્યાની તારીખ જાહેર રજાનો દિવસ હોય ત્યારે ઃ કોઈ પ્રોમિસરી નોટ અથવા વિનિમયપત્ર જે દિવસે પાકે તે દિવસ જાહેર રજાનો દિવસ હોય ત્યારે તેની તરત પહેલાના કામકાજના દિવસે તે ખત ચૂકવવાનું થાય છે એમ ગણાશે.
પ્રોમિસરી નોટ વગેરે, કરી આપવા વગેરેની સમર્થતા ઃ જે કાયદાને પોતે આધીન હોય તે કાયદા અનુસાર કરાર કરવા માટે સમર્થ હોય તેવી દરેક વ્યકિતને કોઈ પ્રોમિસરી નોટ, વિનિમયપત્ર અથવા ચેક કરી આપીને, લખી આપીને, સ્વીકારીને તેના ઉપર શેરો કરીને, તે સોંપીને અને તે વટાવીને પોતે જવાબદારી લઈ અથવા તેથી બંધાઈ શકે છે. કોઈ સગીર, પોતાના સિવાય તમામ પક્ષકારોને બંધનકર્તા થાય એ રીતે એવા ખતો લખી શકશે. તે સોંપી શકશે અને વટાવી શકશે. તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ કોર્પોરેશનને જે બાબતોમાં ખતો કરી આપવાની, તેના ઉપર શેરો કરવાની અથવા તે સ્વીકારવાની સત્તા આપવામાં આવેલી હોય તે બાબતો સિવાય, કોઈપણ કોર્પોરેશનને એમાં જણાવેલ મજકૂરથી તેમ કરવાની સત્તા મળે છે એમ ગણાશે નહીં.
નોંધ:-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો.)
નોંધ:- (જમીન-મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...