5.22.2023

વિદેશ માં કરેલા પાવર ઓફ એટર્ની ને ભારત માં કાનૂની માન્યતા મળી શકે



 

સગીરોને ભાગીદારીનો લાભ માટે દાખલ કરી શકાય

 તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

 ભારતીય ભાગીદારી કાયદો ૧૯૩૨માંની કેટલીક મહત્વની જોગવાઈઓ જોઈશું.
(૧) પોતે જે કાયદાને આધીન હોય તે કાયદા અનુસાર સગીર હોય તે વ્યક્તિ કોઈ પેઢીનો ભાગીદાર થઈ શકશે નહિ, પરંતુ તે સમયે જે ભાગીદારો હોય તે તમામની સંમતિથી તેને ભાગીદારીનો લાભ મળે તે માટે દાખલ કરી શકાશે.
(૨) સગીરને કબુલાત થયા મુજબ પેઢીની મિલક્તનો અને પેઢીના નફાનો હિસ્સો મેળવવાનો હકક છે, અને તેને પેઢીના કોઈપણ હિસાબો જોવાનો, તપાસવાનો અન નકલ લઈ શકે.
(૩) સગીરનો હિસ્સો પેઢીના કૃત્યો માટે જવાબદાર છે, પરંતુ એવા કોઈ કૃત્ય માટે સગીર જાતે જવાબદાર નથી.
(૪) સગીર પોતે પેઢી સાથેનો પોતાનો સંબંધ છોડી દેતો હોય તે સિવાય પેઢીની મિલકત કે નફાના પોતાના હિસ્સાનો હિસાબ આપવા માટે, ચૂકવી દેવા માટે ભાગીદારો ઉપર દાવો માંડી શકશે નહિ અને તેવા પ્રસંગે તેના હિસ્સાની રકમ, શક્ય હોય ત્યાં સુધી અધિનિયમની કલમ-૪૮ માં જણાવેલા નિયમો મુજબ
મૂલ્યાંકનથી નકકી કરવી જોઈશે. પરંતુ તમામ ભાગીદારો મળીને અથવા પેઢીનું વિસર્જન કરવા માટે હકકદાર હોય એવો કોઈ ભાગીદાર બીજા ભાગીદારોને નોટિસ આપીને પેઢીનાં વિસર્જનની માંગણી કરી શકશે, અને તે ઉપરથી કોર્ટે તે દાવો પેઢીના વિસર્જન માટેનો અને ભાગીદારો (સગીર સહિત) વચ્ચેના હિસાબો નકકી કરવા માટેનો દાવો હોય તેમ તે કાર્યવાહી કરવી જોઈએ.
(૫) સગીર પુખ્ત વયનો થાય તે તારીખ અથવા પોતાને ભાગીદારીનો લાભ મળે તે માટે દાખલ કરવામાં આવી છે તેની પોતાની જાણ થાય તે તારીખ, એ બેમાંથી જે મોડી હોય તે તારીખથી છ મહિનાની અંદર એવી વ્યકિત કોઈ પણ સમયે જાહેર નોટિસ આપી શકશે કે પોતે સદરહુ પેઢીનો ભાગીદાર થવા માગે છે અથવા ભાગીદાર થવા માંગતી નથી અને તેવી નોટિસ ઉપરથી તે પેઢી સાથે તેનો સંબંધ નકકી થશે. નોટિસ આપે નહિ તો છ મહિનાની મુદત પૂરી થતાં તે સદરહુ પેઢીનો ભાગીદાર બનશે.
(7) સગીર વ્યકિત ભાગીદાર થાય ત્યારે, (ક) તે ભાગીદાર થાય તે તારીખ સુધી તેના સગીર તરીકેના હક્કો અને જવાબદારીઓ ચાલુ રહેશે, પણ તે પેઢીએ કરેલા તમામ ફૃત્યો માટે ત્રાહિત વ્યકિતઓને તે વ્યકેતગત રીતે પણ જવાબદાર થશે, અને (ખ) પેઢીની મિલક્ત અને નફામાં તેનો હિસ્સો સગીર તરીકે જે હિસ્સા માટે તે હકકદાર હતી તેટલો રહેશે.
(8) સગીર વ્યકિત ભાગીદાર થવા માંગે નહિ ત્યારે (ક) તે જાહેર નોટિસ આપે તે તારીખ સુધી આ કલમ હેઠળ સગીર તરીકેના તેના હકકો તથા જવાબદારીઓ હોય તે ચાલુ રહેશે, (ખ) તેનો હિસ્સો નોટિસની તારીખ પછી પેઢીએ કરેલા કૃત્યો માટે જવાબદાર રહેશે નહિ, અને

(ગ) પેઢીની મિલકત અને નફામાં પોતાના હિસ્સા માટે ભાગીદારો ઉપર દાવો માંડવા માટે તે હકકદાર થશે. પેઢીમાં દાખલ થતા અને છૂટા થતા ભાગીદારો અંગે.
1 ભાગીદારને દાખલ કરવા બાબત ઃ ભાગીદારો વચ્ચનો કરારને તથા અધિનિયમની કલમ-૩૦ ની જોગવાઈઓને આધીન રહીને તમામ વિદ્યમાન ભાગીદારોની સંમતિ વિના કોઈપણ વ્યકિતને પેઢીમાં ભાગીદાર તરીકે દાખલ કરી શકાશે નહિ અને દાખલ થયા પછી જ પેઢીના કોઈ કૃત્ય માટે જવાબદાર રહે છે.
ભાગીદારનું નિવૃત્ત થવું: (૧) કોઈ ભાગીદાર ઃ (ક) બીજા તમામ ભાગીદારોની સંમતિથી, (ખ) ભાગીદારોએ કરેલી સ્પષ્ટ કબૂલાત અનુસાર, અથવા (ગ) ભાગીદારી ઈચ્છાધીન હોય ત્યારે ભાગીદારીમાંથી નિવૃત્ત થવાના પોતાના ઈરાદાની બીજા તમામ ભાગીદારોને લેખિત નોટિસ આપીને છૂટો થઈ શકે.
(૨) નિવૃત્ત થનાર ભાગીદારે કોઈ ત્રાહિત વ્યકેત અને ફરી રચાયેલી પેઢીના ભાગીદારો સાથે કરેલી કબૂલાતથી તે ભાગીદાર નિવૃત્ત થયા પહેલાંના પેઢીના કૃત્યો માટેની સદરહુ ત્રાહિત વ્યકત પ્રત્યેની જવાબદારીમાંથી તેને મુક્ત કરી શકાશે. તે ભાગીદાર નિવૃત્ત થયાની પોતાને જાણ થયા પછી તે ત્રાહિત વ્યકિત
અને ફરી રચાયેલી પેઢી વચ્ચેના વ્યવહાર ઉપરથી એવી કબૂલાત સૂચિત હોઈ શકે.
(૩) કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય તે છતાં, જયાં સુધી તેના નિવૃત્ત થયાની જાહેર નોટિસ આપવામાં આવે નહિ ત્યાં સુધી જે કૃત્ય તેના છૂટા થયા પહેલાં ભાગીદારો પૈકી કોઈએ કર્યું હોત તો તે પેઢીનું કૃત્ય ગણાત તેવા કૃત્ય માટે તે અને બીજા ભાગીદારો, ત્રાહિત વ્યક્તિઓ પ્રત્યે ભાગીદારો તરીકે જવાબદાર હોવાનું ચાલુ રહેશે. પરંતુ નિવૃત્ત થયેલો ભાગીદાર પેઢીનો ભાગીદાર હતો એવું જાણ્યા વિના કોઈ ત્રાહિત વ્યકિત પેઢી સાથે વ્યવહાર કરે તો તેને નિવૃત્ત થયેલો ભાગીદાર જવાબદાર નથી.
(૪) નિવૃત્ત થયેલો ભાગીદાર અથવા ફરી રચાયેલી પેઢીનો કોઈ પણ ભાગીદાર નોટિસ આપી શકે.
ભાગીદારને છૂટો કરવા બાબતઃ (૧) ભાગીદારો વચ્ચેના કરારથી મળેલી સત્તા શુધ્ધ બુધ્ધિથી વાપરવામાં આવતી હોય તે સિવાય કોઈ ભાગીદારને ભાગીદારોની બહુમતીથી પેઢીમાંથી છૂટો કરી શકાશે નહિ.
(૨) છૂટા કરવામાં આવેલ ભાગીદારને, તે નિવૃત્ત થયેલો ભાગીદાર હોય તેમ લાગુ પડશે. 
ભાગીદારની નાદારીઃ (૧) પેઢીના કોઈ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવે ત્યારે, એથી પેઢીનું વિસર્જન થયું હોય કે ન હોય તો પણ તેને નાદાર ઠરાવવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે તારીખથી તે ભાગીદાર તરીકે ચાલુ રહેતો નથી.
(૨) ભાગીદારો વચ્ચેના કરાર મુજબ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવ્યે પેઢીનું વિસર્જન કરવામાં આવે નહિ, ત્યારે એ રીતે નાદાર ઠરેલા ભાગીદારની એસ્ટેટ તેને નાદાર ઠરાવવાનો હુકમ થયાની તારીખ પછી પેઢીએ કરેલા કોઈ કૃત્ય માટે જવાબદાર નથી તેમજ નાદાર ભાગીદારે કરેલાં કોઈ કૃત્ય માટે પેઢી જવાબદાર નથી. 
મૃત્યુ પામેલા ભાગીદારની મિલક્તની જવાબદારીઃ ભાગીદારો વચ્ચેના કરાર મુજબ કોઈ ભાગીદારના મૃત્યુથી પેઢીનું વિસર્જન કરવામાં આવે નહિ ત્યારે, મૃત્યુ પામેલા ભાગીદારની એસ્ટેટ તેના મૃત્યુ પછી કરેલા પેઢીના કોઈ કૃત્ય માટે જવાબદાર નથી.
નિવૃત્ત થનાર ભાગીદારને હરિફાઈ કરતો ધંધો કરવાનો હકકઃ (૧) નિવૃત્ત થનાર ભાગીદાર પેઢીના ધંધાની સાથે હરીફાઈ કરતો ધંધો કરી શક્શે અને તેવા ધંધાની જાહેરાત કરી શકશે, પરંતુ એથી વિરુઘ્ધનો કરાર ન (ક) પેઢીનું નામ વાપરી શકશે નહિ,

(ખ) પોતે પેઢીનો ધંધો કરે છે એમ પોતાને ઓળખાવી શકશે નહિ, અથવા (ગ) પોતે જવાબદારીમાંથી છૂટો થયા પહેલાં જે વ્યકિતઓ પેઢી સાથે વ્યવહાર કરતી હોય તેઓ ધરાકો મેળવવા પ્રયત્ન કરી શકશે નહિ.
વેપારને અવરોધ કરનારી કબૂલાતોઃ
(૨) કોઈ ભાગીદાર પોતાના ભાગીદારો સાથે એવી કબૂલાત કરી શકશે કે પોતે ભાગીદારીમાંથી છૂટો થયા પછી નિર્દિષ્ટ મુદત સુધી અથવા નિર્દિષ્ટ સ્થાનિક હદની અંદર પોતે પેઢીના ધંધાના જેવો ધંધો કરશે નહિ, અને ભારતના કરાર અધિનિયમ, ૧૮૭૨ ની કલમ-૨૭ માં ગમે તે મજકૂર હોય તે છતાં, મૂકાયેલા પ્રતિબંધો વાજબી હોય તો એવી કબૂલાત કાયદેસર ગણાશે. છૂટા થતા ભાગીદારનો પાછળથી થયેલા કામના અમુક પ્રસંગે હિસ્સો માંગવાનો હકકઃ પેઢીનો કોઈ સભ્ય મૃત્યુ પામ્યો હોય અથવા બીજી રીતે ભાગીદારીમાંથી છૂટો થયો હોય અને બાકીના હયાત અથવા ચાલુ રહેલા ભાગીદારો તેમની અને છૂટા થતા ભાગીદાર અથવા તેની એસ્ટેટ વચ્ચેના હિસાબની આખરી પતાવટ કર્યા વગર પેઢીની મિલક્તથી પેઢીનો ધંધો કરે ત્યારે, એથી વિરુઘ્ધનો કરાર ન હોય, તો છૂટો થતો ભાગીદાર અથવા તેની એસ્ટેટ, પોતે અથવા તેના પ્રતિનિધિઓ ઈચ્છે તો પોતે ભાગીદારીમાંથી છૂટો થયો હોય ત્યારથી થયેલા નફાનો જે હિસ્સો પેઢીની, તેના હિસ્સાની મિલક્તના ઉપયોગને લઈને થયેલો ગણાય તે હિસ્સો અથવા પેઢીની મિલકતમાં તેના [હિસ્સાની રકમ ઉપર વ્યાજ મેળવવા હકકદાર છે. પરંતુ ભાગીદારી વચ્ચેના કરારથી મૃત્યુ પામેલા અથવા છૂટા થતા ભાગીદારનું હિત ખરીદી લેવાનો બાકીના હયાત અથવા ચાલુ રહેલા ભાગીદારોને વિકલ્પ આપવામાં આવ્યો હોય અને તે વિકલ્પ રીતસર વાપરવામાં આવ્યો હોય ત્યારે, યથાપ્રસંગ, મૃત્યુ પામેલા ભાગીદારની એસ્ટેટ અથવા છૂટો થતો ભાગીદાર અથવા તેની એસ્ટેટ કંઈ વધુ નફો કે નફાનો કંઈ હિસ્સો મેળવવા માટે હકકદાર નથી, પરંતુ પોતે એવો વિકલ્પ વાપર્યો હોવાનું માનતો હોય તે ભાગીદાર તેની શરતોનું તમામ મહત્વની બાબતમાં પાલન કરે નહિ તો તે પૂર્વવર્તી જોગવાઈઓ હેઠળ હિસાબ આપવા માટે જવાબદાર છે. પેઢીમાં ફેરફાર થવાથી ચાલુ બાંયધરી રદ થાય છે. કોઈ પેઢીને અપાયેલી અથવા પેઢીના વ્યવહારો સંબંધમાં ત્રાહિત વ્યક્તિને અપાયેલી ચાલુ બાંયધરી એથી વિરુઘધ્ધની કબૂલાત ન હોય તો, તે પેઢીના બંધારણમાં ફેરફાર થયાની તારીખથી ભવિષ્યના વ્યવહારો અંગે રદ થાય છે.

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...