6.13.2023

ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ ૫૪/૫૫ની જોગવાઈઓ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિ

 

રેવન્યુ ટાઈટલ અંગેની કાયદાકીય જોેગવાઈઓની યથાર્થતા


ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને

લોકાભિમુખ માર્ગદર્શન  -

 એચ.એસ. પટેલ IAS  (નિ.)

કલેક્ટરની કલમ-૬૩ની પરવાનગી સિવાય બિનખેડૂત ખેડૂત થઈ શકે નહીં

જાહેર આમ જનતા અને વાંચકોના વ્યાપક હિતમાં છેલ્લા બે લેખથી જમીન વ્યવસ્થાપનમાં ખેડુતના દરજ્જા અને તેને સંલગ્ન જોગવાઈઓની સમજ આપી અને તેમાં ગણોતધારો અને ખેતીની જમીનના વહિવટ-૧૯૪૮ના કાયદાની જોગવાઈઓ અને કાયદાકીય રીતે બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારણ ન કરી શકે અને તેનો ભંગ કરી ખેતીની જમીન ખરીદાય / ધારણ કરે તો ગણોતધારાની કલમ-૮૪સી અને અન્ય જોગવાઈઓની સમજ આપવામાં આવેલ છે. કાયદાના જાણકારોના મનમાં એમ પણ થાય કે બંધારણમાં મુળભુત હક્કોમાં જ્યારે દરેક નાગરિકને દેશના કોઈપણ ભાગમાં કાયદેસરનો ધંધો / વ્યવસાય કરવા માટે સ્વતંત્રતા છે તો ખેતીની જમીનમાં કેમ નિયંત્રણ તેવો સ્વાભાવિક પ્રશ્ન થાય પરંતુ બંધારણની અનુસુચિમાં (Schedule) એટલે કે રાજ્યોના વિષયોની યાદીમાં 'જમીન'નો સમાવેશ થાય છે અને તે મુજબ સંબંધિત રાજ્યોનું જમીનને લગતા કાયદાઓ ઘડવાની સત્તા રાજ્યોને છે પરંતુ જમીન સુધારા અન્વયે (Land Reforms Act) આઝાદી બાદ જમીનો ઉપરના ગણોતીયા / કબજેદારોને જમીન ઉપરના હક્ક આપવા. ગણોતધારો-૧૯૪૮ અને સૌરાષ્ટ્ર ઘરઘેડ-૧૯૪૯ ઘડવામાં આવ્યો અને આ કાયદાને ભારતના રાષ્ટ્રપતિ એટલે કે કેન્દ્ર સરકારની અનુમતિ છે અને તે અનુસાર ગણોતધારાની કલમ-૬૩ અને સૌરાષ્ટ્ર ઘરખેડની કલમ ૫૪/૫૫ની જોગવાઈઓ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ધારણ કરી શકે નહિ, આમ જેમ જણાવ્યુ તેમ ભારતના બંધારણનો મિલક્ત ધરાવવાનો હક્ક કે દેશમાં કોઈપણ જગ્યાએ વ્યવસાય કરવાનો ખેતી કરવા કે જમીન ધારણ કરવા ઉપર ખેડુત સિવાયના વ્યક્તિને નિયંત્રણ છે અને તે અનુસાર કાયદાકીય પીઠબળ છે.

ઉપર્યુક્ત પાયાની કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતા બાદ ગણોતધારાની કલમ-૬૩ની જોગવાઈઓ અનુસાર 'આ અધિનિયમમાં ઠરાવ્યું હોય તે સિવાય ખેડુત ન હોય તેવી વ્યક્તિની તરફેણમાં કોઈપણ જમીન અથવા તેમાંના હિત સંબંધમાં કોઈપણ વેચાણ (દીવાની કોર્ટના હુકમનામાની બજવણીમાં અથવા જમીન મહેસુલ બાકી વસુલ કરવા માટે અથવા જમીન મહેસુલ બાકી તરીકે વસુલ કરી શકાય તેવી રકમો માટેના વેચાણ સહિત) બક્ષીસ, વિનિયમ અથવા પટ્ટો અથવા જેમાં ગીરો મુકેલ મિલ્કતનો કબજો ગીરો રાખનારને સોપ્યો હોય તેવી કોઈ જમીન અથવા તેમાંના હિત સંબંધનો ગીરો કાયદેસર ગણાશે નહિ. પરંતુ કલેક્ટર અથવા રાજ્ય સરકારે આ અર્થેે અધિકૃત કરેલો કોઈ અધિકારી ઠરાવવામાં આવે તેવી શરતોએ, વેચાણ, બક્ષીસ, વિનિમય, પટ્ટો, ગીરો માટે પરવાનગી આપી શકશે. પરંતુ આવી વ્યક્તિની તમામ આવકના સાધનોમાંથી વાષિક આવક રૂ. ૫૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહિ આવી જ રીતે સમાન પ્રકારની જોગવાઈ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની (૧૯૪૯) કલમ-૫૪માં જોગવાઈ કરેલ છે.'

ઉપરોક્ત અક્ષરંસઃ કાયદાની જોગવાઈઓ મુજબ સ્પષ્ટ થાય છે કે કોઈપણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પરવાનગી સિવાય ધારણ કરી શકતો નથી, અગાઉના લેખમાં આધાર પુરાવા સહિત જણાવવામાં આવ્યુ છે કે - વીલ યાને વસીયતનામાથી પણ સુપ્રિમકોર્ટે ઠરાવ્યા મુજબ બિન ખેડુત વ્યક્તિ ખેતીની જમીન વારસાઈના ધોરણે પણ ધારણ કરવા માટે લાયક નથી આમ સમગ્રતયા જોઈએ તો આટલી ચોક્કસ અને સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં, મહેસુલી નોંધ પ્રમાણિત અધિકારીઓ બિન ખેડુતની તરફેણમાં હક્કપત્રકની નોંધો શા માટે મંજુર કરવામાં આવે છે, જ્યારે કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવા માટે બિન ખેડુત વ્યક્તિઓ સામાન્ય ખેડુતોની જમીન સસ્તાભાવે છીનવીને નફાકીય સાધનનું માધ્યમ બનાવે, અને એકવાર ખેતી જમીનની નોંધ પ્રમાણિત કરવામાં આવે, ત્યારબાદ સબંધિત તે બિનખેડુત જુદી જુદી જગ્યાએ જમીનો ખરીદે અને તે વ્યવહારો સમયસર નોધો રીવીઝનમાં લેવામાં ન આવે. કાયદાની કલમ-૮૪સી હેઠળ રાજ્યસાત કરવામાં ન આવે અને લીમીટેશનના મુદ્દાઓ ઉપર વર્ષો સુધી લીટીગેશન ચાલે અને સરવાળે કોઈને કોઈ તબક્કે કાનુની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરી કાયદાની જોગવાઈઓ નિષ્ફળ બનાવવામાં આવે, એટલે આ અંગે સરકારે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાનું Mechanism વ્યવસ્થાતંત્ર કરવુ જોઈએ. આ બાબત આક્રમક સ્વરૂપે એટલા માટે જણાવુછે કે બીજી બાજુ સાચા -  Genuine ખેડુત ખાતેદારો છે તેમની હક્કપત્રકની અલબત વારસાઈની નોધોે સમયસર પાડવામાં આવતી નથી અને પેઢીનામાના બહાને, રેકર્ડ આધારિત ક્ષતિઓ કાઢી સાચો ખેડુત ખાતેદારો હેરાન થાય છે. 

હવે મારે જે અગત્યના વિષય ઉપર સરકારનું તેમજ સાચા ખેડુતોને ન્યાય મળે તે પરત્વે દોરવાનું છે કે ઉક્ત ગણોતધારાની કલમ-૬૩ની બિન ખેડુત વ્યક્તિઓ માટે નિયંત્રણો છે. રાજ્ય સરકારની મહેસુલ વિભાગે બિન ખેડુતની તરફેણમાં નોંધો મંજુર ન થાય તે માટે 'ખેડુત ખરાઈ પ્રમાણપત્ર' મેળવવાનું કોઈપણ કાયદાની જોગવાઈઓ વિરૂદ્ધ - ફક્ત એક પરિપત્ર / ઠરાવ કરીને મેળવવાની જોગવાઈઓ દાખલ કરી છે. અગાઉ મામલતદાર કક્ષાએ આવુ પ્રમાણપત્ર આપવામાં આવતાં અને આ પરિપત્રમાં પણ જે તે સમયે નોધ રેકર્ડ આધારે મંજુર કર્યા બાદ સંબધિત તાલુકાના મામલતદાર પાસેથી ખરાઈ મેળવી લેવાની હતી. હવે સરકારે આ ખેડુત ખરાઈ પ્રમાણપત્ર સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી પાસેથી 'ઓન લાઈન' મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ પ્રક્રિયા એટલી Tedious પ્રકારની છે કે એજન્ટ રોક્યા સિવાય સામાન્ય ખેડુત અથવા અજાણ વ્યક્તિ કરી શકે તેમ નથી, કારણ કે જુની હક્કપત્રકની નોંધોના નંબર સાથે, હુકમી નોંધ, ત્યારબાદની નોંધ વિગેરે દર્શાવવાની છે. વધુમાં પ્રાન્ત અધિકારી દ્વારા કોઈને કોઈ કારણ રજુ કરી અરજી નામંજુર કરવામાં આવે છે અને પુર્તતા કરવાનું જણાવવામાં આવે છે. ઘણીવાર ખેતીની જમીન ઘરના વડીલ હોય તેમના નામે ચાલતી હોય પાછળથી વારસાઈ અથવા સહભાગીદારમાં નામ દાખલ કરવામાં આવેલ હોય તો પણ ૧૯૫૧થી ઉતારા રજુ કરવા જણાવવામાં આવે છે.ખેડૂત ખાતાવાહી અને રેવન્યુ ટાઈટલ અંગે આગામી લેખમાં વિવરણ કરીશું

ભાગીદારી પેઢી છૂટી થાય એટલે એમની પેઢીનું પણ વિસર્જન થઇ જાય છે

 

તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના અગાઉના કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાય છે.

.

તમારી જમીન,  તમારી મિલકત

નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

thelaw_office@yahoo.com
​​​​​

દરેક ભાગીદારી પેઢીનું સર્જન ભાગીદારો વચ્ચેના વિશ્વાસથી થાય છે અને દરમિયાનમાં સમય જતાં ભાગીદારો વચ્ચેનો વિશ્વાસ તુટે ત્યારે તેવી ભાગીદારીનું વિસર્જન થાય છે. આ લેખમાં ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢીના વિસર્જનની જોગવાઈઓ જોઈશું.

પેઢીનું વિસર્જન :  કોઈ પેઢીના તમામ ભાગીદારો વચ્ચે ભાગીદારીનું વિસર્જન “પેઢીનું વિસર્જન” 

કહેવાય છે.

કબૂલાતથી વિસર્જનઃ તમામ ભાગીદારોની સંમતિથી અથવા ભાગીદારો વચ્ચેના કરાર અનુસાર પેઢીનું વિસર્જન કરી શકાશે.

ફરજિયાત વિસર્જનઃ નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છે.

(ક) તમામ ભાગીદારો અથવા એક સિવાય બીજા તમામ ભાગીદારોને નાદાર ઠરાવવામાં આવવાથી, અથવા (ખ) પેઢીનો ધંધો કરવાનું અથવા ભાગીદારો માટે ભાગીદારીમાં તે ધંધો કરવાનું ગેરકાયદેસર થાય એવો કોઈ બનાવ બનવાથી:

પરંતુ પેઢી એકથી જુદા જુદા સાહસ અથવા ધંધા કરતી હોય, ત્યારે એક અથવા વધુ સાહસ અથવા ધંધા ગેરકાયદેસર થાય તેથી જ પેઢીના કાયદેસરના સાહસ અથવા ધંધા અંગે પેઢીનું વિસર્જન થશે નહીં.

અમુક ઘટનાઓ બનવાથી વિસર્જનઃ ભાગીદારો વચ્ચેના કરારને આધીન રહીને, નીચેના સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય છેઃ

(ક) કોઈ નિયત મુદત માટે રચવામાં આવી હોય તો તે મુદત પૂરી થવાથીઃ (ખ) એક અથવા વધુ સાહસો અથવા ધંધા કરવા માટે રચવામાં આવી હોય તો તે પૂરા થવાથી. (ગ) કોઈ ભાગીદારનું મૃત્યુ થવાથી, અને (ઘ) કોઈ ભાગીદારને નાદાર ઠરાવવામાં આવવાથી.

ઈચ્છાધીન ભાગીદારીનું નોટિસ આપવાથી વિસર્જનઃ (૧) ભાગીદારી ઈચ્છાધીન હોય ત્યારે કોઈપણ ભાગીદારે બીજા તમામ ભાગીદારોને પેઢીનું વિસર્જન કરવાના પોતાના ઈરાદાની લેખિત નોટિસ આપવાથી, પેઢીનું વિસર્જન કરી શકાશે.

(૨) પેઢીના વિસર્જનની તારીખ તરીકે નોટિસમાં જણાવેલી તારીખથી અથવા એ રીતે તારીખ જણાવવામાં ન આવી હોય તો તે નોટિસ પહોંચાડવામાં આવે તે તારીખથી પેઢીનું વિસર્જન થાય છે.

કોર્ટ મારફત વિસર્જનઃ કોઈ ભાગીદારના દાવા ઉપરથી કોર્ટ નીચેના કોઈપણ કારણે પેઢીનું વિસર્જન કરી શકશે, એટલે કે - (ક) કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો હોય, જેમ કોઈ  બીજો ભાગીદાર દાવો લાવી શકે તેવી જ રીતે અસ્થિર મગજના થઈ ગયેલા ભાગીદારનો ઈષ્ટ મિત્ર પણ દાવો લાવી શકશે. (ખ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર, ભાગીદાર તરીકે પોતાની ફરજો બજાવવા માટે કોઈ પ્રકારે કાયમને માટે અશકત થઈ ગયો હોય. (ગ) ધંધાનો પ્રકાર જોતાં દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ ભાગીદાર ધંધાને પ્રતિકફળ અસર થવાનો સંભવ હોય એવું વર્તન કરતો હોય. (ઘ) દાવો માંડનાર ભાગીદાર સિવાયનો બીજો કોઈ પેઢીના વહીવટ અંગેની અથવા તેના ધંધાના સંચાલન અંગેની કબૂલાતોનો જાણીબૂઝીને અથવા વારવાર ભંગ કરતો હોય અથવા ધંધાને લગતી બાબતમાં અન્યથા તે એવી રીતે વર્તતો હોય કે જેથી તેની સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું બીજા ભાગીદારો માટે વાજબી રીતે શક્ય ન હોય.

(ચ) દાવો માંડનાર ભાગીદાર સિવાયના બીજા કોઈ ભાગીદારે પેઢીમાંનું પોતાનું સમગ્ર હિત ત્રાહિત વ્યકિતને કોઈ પ્રકારે તબદીલ કરી આપ્યું હોય અથવા દિવાની કાર્યરીતિ અધિનિયમ, ૧૯૦૮ની પહેલી અનુસૂચિના ઓર્ડર-૨૧ ના નિયમ-૪૯ની જોગવાઈઓ હેઠળ પોતાના હિસ્સા ઉપર બોજો થવા દીધો હોય અથવા તે ભાગીદાર પાસે લ્હેણી નીકળતી જમીન-મહેસૂલની વસૂલ કરવા માટે અથવા જમીન મહેસૂલની બાકી તરીકે કરી શકાય એવાં લેણાની વસૂલાતમાં પોતાનો હિસ્સો વેચાવા દીધો હોય.

(છ) પેઢીનો ધંધો નુકસાની ભોગવ્યા વગર કરી શકાય તેમ ન હોય, અથવા (જ) પેઢીનું વિસર્જન કરવું વાજબી અને ન્યાયી ગણાય એવા બીજા કોઈ કારણે.

વિસર્જન પછી ભાગીદારોએ કરેલાં કૃત્યો માટેની જવાબદારી : (૧) કોઈ પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું હોય તે છતાં, કોઈ પણ ભાગીદારે કરેલુ કૃત્ય કે જે પેઢીનું વિસર્જન કર્યા પહેલાં કરવામાં આવ્યું હોત અને પેઢીનું કૃત્ય ગણાત તે માટે પેઢીના ભાગીદારો પેઢીના વિસર્જનની જાહેર નોટિસ આપવામાં આવે નહીં ત્યાં સુધી પોતાની એવી હેસિયતથી ત્રાહિત વ્યક્તિઓને જવાબદાર હોવાનું ચાલુ રહેશે. પરંતુ જે ભાગીદાર મૃત્યુ પામે અથવા જેને નાદાર ઠરાવવામાં આવે તેની અથવા જેના ભાગીદાર હોવા વિષે પેઢી સાથે વ્યવહાર કરનાર વ્યકિત જાણતી ન હોય તે ભાગીદાર નિવૃત્ત થાય તે તેની એસ્ટેટ જયારથી, તે ભાગીદાર ન રહે તે તારીખ પછીનાં પેઢીનાં કૃત્યો માટે જવાબદાર નથી.

(૨) કોઈપણ ભાગીદાર નોટિસ આપી શકશે.

વિસર્જન પછી ધંધો આટોપી લેવડાવવાનો ભાગીદારોનો હકકઃ પેઢીનું વિસર્જન થતાં, દરેક ભાગીદાર અથવા તેનો પ્રતિનિધિ બીજા તમામ ભાગીદારોને સંબંધ હોય ત્યાં સુધી પેઢીનાં દેવાં અને જવાબદારીઓ ચૂકવવા માટે પેઢીની મિલકતનો ઉપયોગ કરાવવા અને તેમ કરતાં વધે તે મિલકતની ભાગીદારોનાં હકકો અનુસાર તેઓની અથવા તેઓના પ્રતિનિધિઓ વચ્ચે વહેંચણી કરાવવા માટે હકદાર છે.

આટોપી લેવા માટે ભાગીદારોના ચાલુ અધિકાર : પેઢીના વિસર્જન પછી દરેક ભાગીદારનો પેઢીને બંધનકર્તા થાય એવું કૃત્ય કરવાનો અધિકાર અને ભાગીદારના પરસ્પર બીજા હક્ક અને ફરજો પેઢીનું વિસર્જન થયું હોવા છતાં, પેઢીનું કામકાજ આટોપી લેવા માટે અને પેઢીનું વિસર્જન થયું તે સમયે શરૂ કરેલા પણ અધુરાં રહેલા વ્યવહારો પુરા કરવા માટે જરૂરી હોય તેટલે અંશે ચાલુ રહેશે, પણ અન્યથા ચાલુ રહેશે નહિ. પરંતુ જે ભાગીદારને નાદાર ઠરાવવામાં આવ્યો હોય તેનાં કૃત્યો પેઢીને કોઈપણ સંજોગોમાં બંધનકર્તા નથી, પણ તે નાદાર ઠર્યા પછી કોઈ વ્યકિત પોતાને સદરહુ નાદારના ભાગીદાર તરીકે ઓળખાવે અથવા જાણીજોઈને એ રીતે ઓળખવા દે તે વ્યકિતની જવાબદારીને અસર પહોંચતી નથી.

નોંધ:-(જમીન/મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો  ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા)

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...