4.17.2022

ગૌચરની જમીનો રખડતા ઢોર નિયંત્રણ કાયદાની જોગવાઈઓ

 Toggle navigation

ગૌચરની જમીનો રખડતા ઢોર નિયંત્રણ કાયદાની જોગવાઈઓ

- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

- રાજ્યની ફરજ પ્રજાના જાનમાલના રક્ષણની છે. જેથી સમગ્ર પ્રશ્નને સામાજીક, આર્થિક અને સલામતીની દ્રષ્ટિએ મુલવવાની જરૂર છે

આપણો દેશ કૃષિ પ્રધાન હોવાથી ખેતી સાથે જમીન જોડાયેલ છે અને ખેતી સંલગ્ન વ્યવસ્થામાં પશુપાલન છે. ગૌચરની જમીન આજકાલ વધુ પ્રચલિત સ્વરૂપે ઉપયોગ અને ચર્ચાનો વિષય છે. જે રખડતા ઢોરના (stray cattle) પ્રશ્નના કારણે વાંચકો દ્વારા ગૌચરની જમીન બાબતે તેવા ઉદ્દભવ સ્થાન અને કાયદાના આધાર પુરાવા સાથે વર્ણન કરવાનું જણાવતાં આલેખન જાહેર જનતાની જાણકારી પ્રજાજનોના હિતમાં કરી રહ્યો છું. સૌ પ્રથમ તો જમીનની બાબત આવે એટલે આ અંગેનો નિયમનકારી કાયદો (Regulating Act) જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ છે અને તેના પાયામાં જમીન વ્યવસ્થાપનના ભાગરૂપે સર્વે સેટલમેન્ટ જમીનોની મોજણી અને જમાબંધી આકારણી છે.  આ અંગેની જોગવાઈઓ જમીન મહેસૂલ અધિનિયમના પ્રકરણ-૮માં સમાવેશ થયેલ છે અને તે મુજબ જ્યારે મૂળ જમીનોનું સર્વે કરવામાં આવ્યું ત્યારે જે જમીનો કબજા હેઠળની ન હતી અને પાયાના સિધ્ધાંત તરીકે માલિકી / સિવાયની તમામ જમીનો સરકારી ગણાય છે અને જમીનોના સર્વે દરમ્યાન જે જમીનોનો ચરીયણ (Grazing) તરીકે સબંધિત ગામના વિસ્તારમાં ગામના ઢોરો ચરવા માટે ઉપયોગ થતો તેને ગૌચર તરીકે જમીનનું નામાભિધાન કરવામાં આવ્યું જેને સરકારી ગૌચર તરીકે ઓળખાતું. જમીન મહેસૂલ અધિનિયમમાં આવી જમીનોને ખાસ હેતુ માટે મુકરર (Assigned) કરવા માટેની જોગવાઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૩૮માં જોગવાઈ છે અને ગૌચરના નિયમન માટે કલમ-૩૯માં અને જમીન મહેસૂલ નિયમોના નિયમ-૭૩ ગૌચરનો ઉપયોગ ફક્ત માજે તે ગામના ઢોરોના ચરણ માટે ઉપયોગ કરવા માટેના નિયમો છે. આઝાદી મળ્યા બાદ પંચાયતી રાજ અસ્તિત્વમાં આવતાં પંચાયત અધિનિયમમાં સત્તા અને સાધનો સુપ્રત કરવાની વિભાવના સાથે ગૌચરની જમીનો સબંધિત ગ્રામપંચાયતોને ફક્ત વહીવટ માટે સુપ્રત કરવા માટેના કલેક્ટરશ્રી દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૩૮/૩૯ અન્વયે કરવામાં આવ્યા. મુંબઈ સરકારના વખતથી એટલે કે જે તે સમયે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હતો અને તેના તા.૧૪-૧૧-૧૯૫૦ના ઠરાવ ક્રમાંક ઃ- ૭૬૩૩/૪૯ અન્વયે ગૌચરના વહીવટ અંગે સ્પષ્ટતા કરેલ છે કે આ ગૌચરનો ઉપયોગ ફક્ત સબંધિત ગામના ખેતીવાડી સંલગ્ન ઢોર જેમાં બળદ, ગાય, ભેંસ, સાંઢ, યોની વિગેરેનો જ સમાવેશ થાય છે અને જેમાં બિન ઉત્પાદકીય ઢોર (All non-productive animals) તેમજ ઘેટાં, બકરાં અને ધંધાકીય હેતુ માટે વપરાતાં grazers, ઢોર સંવર્ધન (Cattle Breeders) કોમર્શિયલ ડેરી તેમજ ધંધાકીય હેતુ માટે વપરાતાં ઢોરોનો સમાવેશ થતો નથી એટલે કે આ ઢોરોને સબંધિત ગામના ગૌચરમાં ચરાવવાનો હક્ક નથી. હવે કાયદાકીય સંસ્થાગત ચર્ચા કરીએ તો શહેરીકરણના કારણે જે મૂળ જમીન વ્યવસ્થાપનનાં હેતુ માટે ગૌચરની જમીન અસ્તિત્વમાં રહી નથી કારણ કે મ્યુનિસિપલ એક્ટ કે મહાનગરપાલિકા અધિનિયમમાં ગૌચરના વ્યવસ્થાપનની જોગવાઈ નથી અને શહેરોની જમીન માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત જુદા જુદા શહેરી સેવાઓના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે.

હવે રખડતા ઢોર નિયંત્રણ અધિનિયમ-૧૮૮૪ અંગેની કાયદાકીય જોગવાઈઓ જોઈએ તો આ કાયદો અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન ખેતીની જમીનમાં ઢોરો ભેલાણ કરતા તે માટે ઘડાયેલ હતો અને જે તે સમયે આ કાયદાની જોગવાઈઓની અમલવારી જીલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગ મારફત અમલીકરણ થતું અને આ ગૃહવિભાગના વહીવટી નિયંત્રણ હેઠળનો કાયદો છે અને આજે પણ આ કાયદા હેઠળ દંડ વસુલ કરવાની નજીવી જોગવાઈએ છે જે આજે અસરકારક નથી અને આઝાદી મળ્યા બાદ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતાં અગાઉ જે આ કાયદા હેઠળ ઢોરડબ્બા નિભાવવાની જવાબદારી પોલીસ વિભાગ હસ્તક હતી તે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાને આ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. To maintain cattle pound સાથો સાથ ગુજરાત પોલીસ એક્ટમાં કલમ-૬૮ થી ૭૨માં પોલીસ વિભાગને રખડતા ઢોર છૂટા મૂકવા માટે ફોજદારી કાર્યવાહી કરવાની સત્તા છે. પરંતુ આ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થતી નથી. આ કાયદાકીય જોગવાઈઓ હેઠળ પશુપાલકોએ ઢોર ખીલે બાંધીને રાખવાના છે. આમ તમામ કાયદાની જોગવાઈઓ જોતા કોઈપણ જગ્યાએ કોઈપણ પશુપાલકને ઢોર રખડતાં મુકવાનો કે છૂટા મુકવાનો અધિકાર નથી. ભારતના બંધારણમાં દરેક નાગરિકને મુક્તપણે કાયદેસરનો વ્યવસાય કરવાની છૂટછાટ છે. (To carryout Lawful trade and business in any part of the country) અને તેજ રીતે પશુપાલકો સબંધિત સત્તા મંડળની પરવાનગી લઈને લાયસન્સ લઈને પશુપાલનનો વ્યવસાય કરી શકે છે અને ૧૯૫૧ના સરકારી ઠરાવમાં જણાવ્યા મુજબ વાણિજ્ય વિષયક હેતુ માટે કે ડેરીના હેતુ માટે પાળવામાં આવતાં પશુઓ માટે ફરજીયાત પણે ગૌચરના હેતુ માટે જમીન નીમ કરવાની જોગવાઈ પણ નથી. શહેરીકરણનો વ્યાપ વધતાં જાહેર રસ્તાઓ ઉપર રખડતાં ઢોરનો પ્રશ્ન છે તે અંગે અવારનવાર હાઈકોર્ટે દિશાનિર્દેશ આપ્યા છે અને છેવટના જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે ટકોર કરી છે કે પશુપાલકોને દુધના વ્યવસાય માટે વાંધો ન હોઈ શકે, પરંતુ ઢોરને છૂટા રાખવાનો હક્ક પ્રાપ્ત  થતો નથી. 

સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે માલધારીઓના પુનઃવસવન માટે ૧૯૫૬ સુધી યોજના હતી, ત્યારબાદ તે યોજના પણ બંધ કરવામાં આવેલ હતી. હાલ રાજ્ય સરકારે શહેરોમાં રખડતા ઢોરોના ઉપદ્વવને ધ્યાનમાં લેતાં કાયદો ઘડવામાં આવ્યો છે, તેની સામે પશુપાલકો / માલધારીઓ દ્વારા જુદી જુદી રજૂઆતો થઈ છે. તેના પરિપ્રેક્ષ્યમાં તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે તે જાહેર જનતાની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યા છે.

IF YOU HAVE  LIKED THEARTICLES PLEASE SHARE IT

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...