10.21.2019

કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી


કાયદેસર બિનખેતીની પરવાનગી મળ્યા બાદ ખેતીની જમીનને લગતા કોઈ કાયદા લાગુ પડતા નથી




ખેતીની જમીન માટે એક વખત બિનખેતીની પરવાનગી મંજૂર થયા બાદ તે જમીન કોઈ પણ હેતુઓ માટે ખેતીની જમીન રહેતી નથી એટલે કે તેનું ખેતીની જમીન તરીકેનું સ્ટેટ્સ બંધ થઈ જાય છે અને આવી જમીનને ખેતીની જમીનને લગતા કોઈ પણ કાયદા લાગુ પડતા નથી. ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતરિત થયા બાદ ખેતીની જમીન અંગેની કોઈ જોગવાઈના ભંગનો આક્ષેપ ન થઈ શકે. કાયદેસર બિનખેતીની પરવાનગી સત્તાવાળાઓ માટે ખેતીની જમીનને લગતા કોઈ કાયદા હેઠળ નોટિસ કાઢવા પ્રતિરોધ ઉપસ્થિત કરે છે.

(Ref. : રવિચંદ માણેકચંદ શેખ વિ. સ્ટેટ ઓફ ગુજરાત એન્ડ અધર્સ- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૦૬)

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...