10.21.2019

નવી શરતની જમીન જૂની શરતમાં કેવી રીતે તબદીલ કરી શકાય ?

શરત ફેર અને શરતભંગ, નવી શરતની જમીન જૂની શરતમાં કેવી રીતે તબદીલ કરી શકાય તેવા જમીન અને કાયદા ને લગતાં અમુક સવાલો નીચેની માહિતીથી સ્પષ્ટ થઇ જશે. 


નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રિમિયમ કે અરજી લીધા વગર જ મામલતદારે ૧૫ વર્ષ પુર્ણ થયા હોય ત્યાં ખેતીના હેતુ માટે જૂની શરતે ફરેવી આપવાનો કાયદો છે. જમીન વહિવટ અંર્તગર્ત જ્યારે કોઈપણ જમીનનુ મુલ્ય રૂ.૫ કરોડ સુધીનુ હોય તેવા કિસ્સાઓમાં નિર્ણય કરવાનો અધિકાર કલેક્ટર પાસે રહેલો છે.

જયારે નવી શરતની જમીન ને જૂની શરતમાં ફેરવવી હોય ત્યારે બોમ્બે લેન્ડ રેવેન્યુ કોડ મુજબ તેમજ ગણોતિયા ધારાની જોગવાઈઓ પ્રમાણે  1-08-1956 થી  ગણોતીયો મૂળ માલિકને જમીન પરત કરે ત્યારબાદ તે જમીનનો વ્યહવાર થાય અને જો જમીન જૂની શરતની હોય તો તે પ્રતિબંધિત પ્રકાર ની નવી શરતની જમીન ગણાય.  29-12-1965 મુજબ જો ગણોત અને જમીન માલિક વચ્ચે કેસ ચાલતો હોય અને ગણોતીયો મૂળ માલિકને જમીન પરત કરે તો પણ તે જમીન જૂની શરતની ગણાય.

રાજય સરકાર તરફથી ખેતીના હેતુ માટે અપાયેલી નવી અને અવિભાજય શરતની જમીનો કે જેનો મુખ્યત્વે ગ્રાન્ટ કરીને આપેલી હોય તેવી સરકારી પડતર જમીનો, વિવિધ સત્તાઓ પ્રકાર નાબુદી કાયદાઓ જેવા કે મુંબઈ કનિષ્ઠ વતન નાબુદી ધારો, બરોડા પટેલ વતન નાબુદી ધારો, બરોડા એબોલેશન એકટ, સ્ટાઈપેન્ડ રી નાબુદી અધિનિયમ હેઠળ પેટલાઈની જમીનો, અવેડા તળેની જમીનો કનિષ્ઠ કે ગામનોકરો કે ચાકરિયાત કાયદા અન્વયે રીગ્રાન્ટ થયેલી જમીનો મુંબઈ ગણોત અધિનિયમ ૧૯૪૮ હેઠળની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો તથા જેની તબદીલી હેતુફેર કે હીત સબંધના ભાગલા પાડવા સરકારની પુર્વ મંજુરીની જરૂરત હોઈ તેવી જમીનો ખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે સરકારશ્રીના તા. ૧૮-૧૨-૦૪ સંકલીત ઠરાવ ક્રમાંક : નશજ-૧૦૨૦૦૩-૨૬૦૦-જ થી અમલીકરણ માટેની માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે


નવી શરતની જમીન અંગે બિનખેતી પ્રિમીયમ નક્કી કરવાના સરકારી પરિપત્રો/ઠરાવો/હુકમો

મુંબઈ પરચુરણ ઈનામ નાબુદી ધારો, 1955 જમીન ઉપરના અનઅઘિકૃત કબજા નિયમબંધ કરવા બાબત
ઠરાવ ક્રમાંક : નશજ્/1088/સીએમઆર-104/છ


નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાનીં પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બીનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવાની પધ્ધતિંમાં સરળીકરણ લાવવા બાબતે. ક્રમાંક-નશજ-102006-571-જ (પાર્ટ-2)

નવી અને અવિભાજય શરતની ખેતીની જમીનોને ખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણૉ દુર કરવા/જૂની શરતમાં ફેરવવા અંગે  ઠરાવ ક્રમાંક : નશજ/ 10ર006/પ71/જ


ગુજરાત ખેત જમીન ટોચ મર્‌યાદા ધારો-1960 હેઠળ સાંથણીથી ફાળવેલી જમીનોને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા બાબત. ઠરાવ ક્રમાંક : એએલસી-102001-859-છ


ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાથીર્ઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી અને અવિભાજ્ય શરતના નિ્યંત્રણો દુર કરી ફ્કત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા બાબત. 
ઠરાવ ક્રમાંક : એએલસી-102001-859-છ


નવી અને અવિભાજ્ય શરતની ખેતીની જમીનનો ખેતીના/ બિનખેતીના હેતુ માટે વેચાણ/શરતફેર કરવા તથા જમીન મહેસુલ કાયદાની કલમ-73એએ હેઠળની જમીન વેચાણ/તબદીલ કરવા અંગેની અરજીની નમૂનો નિયત કરવા બાબત... ઠરાવ ક્રમાંક : નશજ-અદજ-102003-1983-જ

ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાથીર્ઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી અને અવિભાજ્ય શરતના નિ્યંત્રણો દૂર કરી ફ્કત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા બાબત.
ઠરાવ ક્રમાંક : એએલસી-102000/660-છ

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...