10.21.2019

વસિયતનામું અને સંપત્તિના હક્કની તબદીલી કેવી રીતે થાય?

વસિયતનામું અને સંપત્તિના હક્કની તબદીલી કેવી રીતે થાય?



ભારતીય વારસાઈ ધારા, 1925 હેઠળ વસિયતનામુ, જે તે વ્યક્તિની ઇચ્છા અંગેનો કાયદાકીય દસ્તાવેજ છે. તેનો અમલ વ્યક્તિના મૃત્યુ પછી કરવાનો હોય છે. વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિની વહેંચણી ક્યાં તો વસિયતનામાં પ્રમાણે અથવા વસિયતનામાના વારસાઈ કાયદા પ્રમાણે થાય છે.

વ્યક્તિ વસિયતનામું તૈયાર કર્યા વગર મૃત્યુ પામે તો વારસાઈ ધારો લાગુ પડે છે, જેમાં કોને-કોને અને કેટલા ટકામાં વારસો મળે તે નિશ્ચિત કરવામાં આવ્યું છે. વસિયતનામું કાયદેસરનો દસ્તાવેજ છે. તેની કાયદેસરતા જાળવવા માટે કેટલીક ઔપચારિકતા પૂરી કરવાની રહે છે. તેના ઉપર સહી કરીને તેનું એટેસ્ટેશન થવું કાયદાકીય રીતે જરૂરી છે. વ્યક્તિના મૃત્યુ પછી તેના વારસદારોને આપવા માટે કંઈક સંપત્તિ તો હોવી જ જોઈએ. વસિયતનામાંનો અમલ જે તે વ્યક્તિના મોત પછી જ થઈ શકે છે. વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી વારસદારોને કોઈ હક્ક રહેતો નથી. પોતાના મોત પહેલા વ્યક્તિ વસિયતનામાંમાં પોતાની મરજી પ્રમાણે ફેરફાર કરી શકે છે.

માનસિક રીતે સ્વસ્થ દરેક વ્યક્તિ, તે સગીર હોય તે સિવાય, વસિયતનામું કરી શકે છે. વસિયતનામું તૈયાર કરતી વખતે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ન હોય તો વસિયતનામાંનો અમલ થઈ શકતો નથી. વ્યક્તિને કેફી પર્દાથ આપવામાં આવ્યો હોય, જેનાથી તે પોતાના હોશમાં રહી શકી ન હોય, તેવા સંજોગોમાં પણ વસિયતનામું ગેરલાયક ઠરે છે. વ્યક્તિની હયાતી દરમિયાન ગમે તેટલી વખત તે બની શકે છે. તેની સંખ્યા ઉપર કોઈ મર્યાદા નથી. જો કે, મૃત્યુ અગાઉના અંતિમ વસિયતનામાંનો જ અમલ થાય છે. વસિયનામાં પર જેતે વ્યક્તિના હસ્તાક્ષર અથવા તેની આંગળીઓની છાપ હોવી જરૂરી છે. તેના ઉપર બે અથવા વધારે વ્યક્તિના હસ્તાક્ષર હોવા જરૂરી છે.

કોઈ હિન્દુ વ્યક્તિ પોતે કમાયેલી તમામ રકમ વારસામાં આપી શકે છે. જો કે, અવિભક્ત હિન્દુ પરિવારના સભ્ય તરીકે તેને વારસાના કિસ્સામાં તે આમ કરી શકતી નથી. વારસો હયાતી સિવાય અન્ય કોઈ રીતે નક્કી થઈ શકતો નથી. વ્યક્તિ પોતાની પાછળ હિન્દુ વારસાઈ ધારા, 1956ના ક્લોઝ 1 પ્રમાણે વિધવા, પુત્રી, માતા અથવા કેટલાક સગપણ ધરાવતી કોઈ મહિલા મુકીને જાય તો વારસા અથવા તેના અભાવમાં કાયદા પ્રમાણે જ સંપત્તિની વહેંચણી થાય છે, અન્ય રીતે (સર્વાઇવરશિપ) નહીં. વ્યક્તિના મૃત્યુના તરત પહેલી સંપત્તિની વહેંચણી થઈ હોત, તેમ માનીને જે-તે વારસદારોને સંપત્તિમાં હિસ્સો આપવામાં આવે છે.

વ્યક્તિ આખું વસિયતનામું સુધાર્યા વગર તેમાં સુધારા કરવા ઇચ્છે તો તે પૂરક વસિયતનામા (કોડિસિલ) દ્વારા કરી શકે છે. કોડિસિલનો અમલ વસિયતનામા પ્રમાણે જ થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું રહે છે કે વસિયતનામું અથવા તેની પૂરવણીમાં ફેરફાર કરી શકાય છે અને તેને રદ પણ કરી શકાય છે. આ ફેરફાર અથવા તેને રદ કરવાની કામગીરી ગમે ત્યારે થઈ શકે છે.

આમ તો વસિયતનામાંની નોંધણી ફરજીયાત નથી, પરંતુ તેની નોંધણી સબ-રજીસ્ટ્રાર સમક્ષ થઈ શકે છે. કોઈ પણ સમયે વ્યક્તિ પોતાની વસિયત પાછી ખેંચવા માંગે, તો તે તેમ કરી શકે છે. વસિયતને સિલબંધ કરીને તેને સલામત પણ રાખી શકાય છે. જે-તે વ્યક્તિના મૃત્યુ પછી તેના અમલકર્તા અથવા વારસદારો પ્રોબેટની માંગણી કરી શકે છે. પ્રોબેટ, એ વસિયતની ન્યાયાલય દ્વારા પ્રમાણિત નકલ હોય છે. વસિયતનામું અસલ હોવાનો તે પુરાવો છે. વસિયત સામે અન્ય વારસદારોને કોઈ વાંધો છે કે નહીં, તેની પૃચ્છા ન્યાયાલય અન્ય વારસદારો પાસેથી કરી શકે છે. કોઈને વાંધો ન હોય તો પ્રોબેટ આપી શકાય છે.

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...