8.24.2021

શું છે બેનામી પ્રોપર્ટી કાયદો? બેનામી પ્રોપર્ટી હેઠળના નિયમો અને સજાની જોગવાઈઓ અંગે જાણો.

 શું છે બેનામી પ્રોપર્ટી કાયદો? બેનામી પ્રોપર્ટી હેઠળના નિયમો અને સજાની જોગવાઈઓ અંગે જાણો.


શું છે બેનામી પ્રોપર્ટી કાયદો? જાણો “બેનામી પ્રોપર્ટી” હેઠળના નિયમો અને રાખવું આ બાબતોનું ધ્યાન.
દેશમાં એવા ઘણા વ્યવહારો થાય છે કે જેમાં મિલ્કત ખરીદવાની રકમ કોઈ એક વ્યક્તિ આપતો હોય છે અને તે મિલકત અન્ય કોઈ વ્યક્તિઓના નામે ખરીદવામાં આવતી હોય છે, એટલા માટે બેનામી પ્રોપર્ટી નો કાયદો લાવવાની જરૂર પડી. આજે અમે તમને જણાવી દઈએ કેઆ થવા પાછળ નું કારણ નીચે મુજબ છે.કોઈ કાયદા ની જોગવાઇઓથી બચવા માટે,ક્યારેક કોઈ લેણદારને ચુકવણી ટાળવા માટે,ટેક્સ બચાવવા માટે હોઈ શકે અથવા ઘણી વાર કાયદાની અજ્ઞાનતા માટે પણ હોય શકે. કારણ જે પણ હોય, પરંતુ જો આ કાયદા હેઠળ કોઈ પણ બેનામી વ્યવહાર કરવામાં આવે તો તેના પરિણામો ખૂબ જ ભયંકર આવી શકે છે. અમે તમને આ કાયદા ની સમજ જણાવવા જઈ રહ્યા છીએ જે પ્રશ્નના જવાબ રૂપે રજૂ કરવામાં આવેલ છે.શું છે બેનામી પ્રોપર્ટી? :- બેનામી પ્રોપર્ટી એટ્લે એવા પ્રકારની કોઈ મિલકત કે કોઈમિલકત ઊભી કરવા રકમ કોઈ એક વ્યક્તિ ચૂકવતી હોય અને તે મિલકત અન્ય વ્યક્તિના નામે કરવામાં આવતી હોય. આ મિલકતનો ફાયદો, હાલમાં કે ભવિષ્યમાં એજ વ્યક્તિ કે તેના વારસદારને મળવાનો હોય, જે વ્યક્તિએ આ મિલકતની રકમ ચૂકવી હોય છે.

આ કાયદા હેઠળનીમિલકત એટ્લે શું? :- આ કાયદા હેઠળ મિલકત એટલે સ્થાવર, જંગમ, કે કોઈ ખાસ હકની મિલકત વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે. જેમ કે, ખેતીની જમીન, કોઈ ખાલી પ્લોટ, ઘર, ફ્લેટ, મોટર કાર, સ્કૂટર, બેન્ક એકાઉન્ટ, ટ્રેડમાર્ક, વગેરે તમામ પ્રકારની મિલકતનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


આ કાયદો ક્યારથી કરવામાં આવેલા વ્યવહારો પર લાગુ પડશે? :- આ કાયદા હેઠળ ૧૯મે ૧૯૮૮થી કરવામાં આવેલા તમામ વ્યવહારો પર લાગુ પડશે. ૦૧-૧૧-૨૦૧૬થી આ કાયદો સુધારવામાં આવ્યો છે. પરંતુ તે જૂના વ્યવહારો પર પણ લાગુ કરવામાં આવશે.

“બેનામીદાર” એટ્લે શું? :- “બેનામીદાર” એટલે કોઈ પણ વ્યક્તિ કે અનામી વ્યક્તિ હોય જેમના નામે કોઈ બેનામી મિલકત ખરીદવામાં કે લેવામાં આવે છે. આ બેનામીદારમાં વ્યક્તિ, પેઢી, કંપની, ટ્રસ્ટ વી. તમામનો સમાવેશ કરવામાં આવે છે.

કોઈ પણ વ્યવહાર બેનામી વ્યવહાર જાહેર થાય તો તેનાપર આ પગલાં લેવામાં આવી શકે :-જો કોઈ વ્યક્તિ કેટલાક કાયદાકીય જવાબદારી થી છટકવા કે લેણદારોને ચુકવણી કરવાથી બચવા માટે આ પ્રકાર ના બેનામી વ્યવહાર કરે અથવા કોઈ તેને આવા વ્યવહારો કરવામાં થોડી પણ મદદ કરે તે વ્યક્તિને ઓછામાં ઓછી એક વર્ષથી લઈને ૭વર્ષ સુધી જેલની સજા અને મિલકતની બજાર કિમત ના ૨૫% સુધીનો દંડ થઇ શકે છે.


બેનામી પ્રોપર્ટી કાયદા હેઠળની કાર્યવાહીના નિયમો :- આ કાયદા હેઠળ કોઈ જમીનની સ્તર ની કામગીરી ઇન્કમ ટેક્સના કાર્યકરો દ્વારા કરવામાં આવશે.“બેનામી પ્રોપર્ટી” હેઠળના આ નિયમો મુજબ તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.


જો કોઈ મિલકતઆ નિયમો વિરુદ્ધ ખરીદવામાં આવે તો તે મિલકત જપ્ત થઈ શકે છે અને જો એવું સાબિત થઇ જાય કે આ “બેનામી વ્યવહાર કે મિલકત” કોઈ કાયદાકીય જવાબદારી થી બચવા માટે, લેણદારની રકમ ચૂકવણીથી બચવા માટે કરવામાં આવેલ હોય તો તે વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.


જ્યારે કોઈ વ્યક્તિએ કોઈ મિલકત એમના ભાઈ કે બહેન, તેના પેઢીના કોઈ વારસદાર અથવા સીધી લીટીના પૂર્વજ ના નામ પર લીધેલી હોય અને તે મિલકતમાં તે વ્યક્તિનું નામ પણ સંયુક્ત હોય અને આ ચુકવણી તે વ્યક્તિના જાહેર કરવામાં આવેલા સ્ત્રોત માંથી કરવામાં આવી હોય તો આ વ્યવહાર બેનામી વ્યવહાર નહીં ગણાય.


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...