ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતીયાના હક્કોમેળવવા માટેનો મહત્વનો પરિપત્ર અંગે જાણો - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.24.2021

ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતીયાના હક્કોમેળવવા માટેનો મહત્વનો પરિપત્ર અંગે જાણો

 

ગણોતધારો કલમ ૪૩ હેઠળ કાયમી ગણોતીયાના હક્કોમેળવવા માટેનો મહત્વનો પરિપત્ર અંગે જાણો




જિલ્લા વહીવટીતં‌ત્ર હેઠળની ગણોતશાખામા વર્ષોથી ગણોતધારાના કેસો ચાલી રહ્યા છે, તેમા ચાર તાલુકાના ૨૯૭ ખેડૂતોએ પોતાને મળેલી જમીન પછી જે તે વખતે કરવામાં આવેલા હુકમો અને શરતોનુ પાલન કરવાથી આવેલી જમીન ખોવાનો વારો પણ આવ્યો છે.આઝાદી પહેલા દેશના જુદાં જુદાં ભાગમાં એમની જમીન અંગે ઘણી અલગ અલગ પધ્ધતિ અમલમાં મૂકી હતી. જેવી કે, જમીનદારી, સામંતશાહી, રૈયતવાળી. સમગ્ર જમીનની માલિકી બ્રિટીશ હકુમતના વિસ્તારો સિવાય તે જમીન પર અમુક દેશી રજવાડાઓની માલિકી હતી.દેશની આઝાદી પછીના ખેડે તેની જમીનના કાયદા પછી અનેક ગણોતિયાને જમીનની લ્હાણી થઇ હતી તો અમુક જમીન માલિકોને એની જમીન ખોવાનો વારો પણ આવ્યો હતો. જેના કેસો આજેપણ કૃષિપંચમા ચાલી રહ્યા છે અને સંબંધિતો જમીન મેળવવા માટે કેસ લડી રહ્યા છે.ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા ગણોતધારો કલમ – ૪૩હેઠળ કાયમી ગણોતીયાના હક્કો મેળવવા માટે નો મહત્વનો પરિપત્ર વિશે આજે અમે તમને જણાવી દઈએ, જેમાં ક્રમાંક ટી એન સી /1064/85886/જે તારીખ ૨૨ઓક્ટોબર ૧૯૬૫ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.. તો ચાલો જાણી લઈએ એ પરિપત્ર માં શું છે..ગણોતધારાની કલમ૪૩મુજબ બધા ગણોતિયાઓને મર્યાદિત હક્ક મુજબ જમીન પ્રાપ્ત થતી હતી. સન૧૯૬૭ માં આ કલમ– ૪૩ માં સુધારો કરી, પેટા કલમ ૧દાખલ કરીને, તેમાં કાયમી ગણોતિયાઓને ખેડૂત દિનના દિવસે ખરીદ હક્ક મળ્યા હતા. અગાઉ તેમની પાસે ગણોતની જમીન તબદીલ કરવાના સંપૂર્ણ હક્કો હતા. તેમના તે બધા હક્કો ચાલુ રાખવામાં આવ્યા છેઆ સંબંધ માટે એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે આ સુધારો વિશે કાયમી ગણોતિયાઓને તા.૧૩/૧૨/૧૦ના રોજ અમલમાં આવ્યો, તે પહેલા તેમને આ સુધારો કલમ તેમની 32-એમ,હેઠળ લાગુ પડે છે કે નહિ અને ખરીદીના પ્રમાણપત્રો મળી ગયા હોય તો તેમાં પ્રમાણપત્રમાં આ અંગે સુધારો કરવાની જરૂર છે કે નહીં આ બાબતમાં કાયદાની પરિસ્થિતિ નીચે મુજબ છે.આ સુધારો અમલમાં લાવવાથીએવા કાયમી ગણોતીયાના તબદીલ કરવાના સાબિત હક્કો ચાલુ રહેશે. તેમજ ખરીદીના પ્રમાણપત્રોમાં મર્યાદિત હક્ક મુજબની શરત લખી હોઈ તેમ છતાં તેઓ આ સુધારાનો લાભ મેળવી શકે છે આ માટે આવા પ્રમાણપત્રોમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી.એટલા માટે જે કેસોમાં કાયમી ગણોતિયાઓને તેમના ખરીદ હક્ક મળ્યા હોય, તે પહેલા તબદીલ કરવાના હક્કો હતા. આ તાપસ પછી સાબિત થયું હોય કે કર્યું હોય તેવા કેસોમાં આવા ગણોતિયાઓને જમીન અમર્યાદિત હક્ક થી મળી છે એમ માનવામાં આવે.બધા કલેક્ટરોને કાયદાની પરિસ્થિતિ તેમના હાથ નીચેના લાગતા વળગતા અધિકારીઓના ધ્યાન પર લાવવા તેમજ એમની કાર્યવાહી કરવાની સૂચના આપવા વિનંતીછે.ગણોતધારાની શરતો :-આ શરતો મુજબ લોહીના સંબંધ સિવાયનાને તબદીલી થઇ શકતી નથી. ગણોતધારા અનુસાર કેસોમા ગણોતિયા તેમજ જમીનમાલિકને કેસ દરમિયાન અંતિમ સુનાવણીમા કેટલાક હુકમોનુ આજીવન તો કેટલાક હુકમોનુ સતત ૧૫વર્ષ સુધી પાલન કરવાનુ હોય છે. જેનો ભંગ કરવામા આવે તો એવા વ્યક્તિની જમીન સરકારી પડતરમા દાખલ થઇ જાય છે.થોડા સમય અગાઉ ગુજરાત હાઇકોર્ટે તેવો ચૂકાદો આપ્યો હતો કે બહારના રાજ્યોના જે ખેડૂતો છે તેઓ માટે ખેતીની જમીન ધારણ કરી શકે છે, પરંતુ તે કેસના ગુણદોષ, ખેતીની જમીન તે ટોચ મર્યાદાને આધિન છે, જેમાં ગુજરાતના ખેડૂત જ ગણોતધારાની ફક્ત જમીન ધારણ કરી શકે છે… આવી જોગવાઇની વિસંગત અર્થઘટનના લીધે નામદાર સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવેલ છે અને હાઇકોર્ટના હુકમને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવેલ છે.
IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT


No comments:

Post a Comment

Featured post

હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ”

 હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ” સરકારે ફાળવેલી જમીનનો રેકોર્ડ ઑનલાઇન મ...