2.20.2022

સગીરની મિલ્કતો અંગે કાયદાકીય જોગવાઈઓ - કોર્ટની મંજૂરી સિવાય તબદીલી માન્ય નથી - માઈનોર એન્ડ ગાર્ડિયનશીપ એક્ટમાં સગીરનું હિત સર્વોપરી

 

સગીરની મિલ્કતો અંગે કાયદાકીય જોગવાઈઓ

- કોર્ટની મંજૂરી સિવાય તબદીલી માન્ય નથી

- માઈનોર એન્ડ ગાર્ડિયનશીપ એક્ટમાં સગીરનું હિત સર્વોપરી


- લોકાભિમુખ માર્ગદર્શન :  એચ.એસ. પટેલ IAS (નિ.)

જમીન / મિલ્કતના ધારકનું મૃત્યુ થાય અને સંતાનો સગીરવયના હોય તો સગીરનું હિત જળવાય તે માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આમ તો કુદરતી વાલી (Natural Guardian) તરીકે પિતાના મૃત્યુ પ્રસંગે માતા અને માતાના મૃત્યુ પ્રસંગે પિતા કુદરતી વાલી તરીકે સગીરની સંભાળ તેમજ હિતોનું રક્ષણ કરવાનું હોય છે. આ કોલમના માધ્યમથી જમીન / મિલ્કતને લગતા લેખોમાં જનસમુદાયને લગતું ઉપયોગી માર્ગદર્શન મળતું હોય, સગીરના વાલીઓ તરફથી પૃચ્છા આવી કે સગીરના હિતોના રક્ષણ માટે અથવા સગીર દ્વારા ધારણ કરેલ મિલ્કત અથવા સગીરના નામે ચાલતી મિલ્કતના વહીવટ માટે કાયદાકીય જોગવાઈઓ શું છે ? તે અંગે વ્યાપક જાણકારી મળે તે માટે નિરૃપણ કરૃં છું. સૌ પ્રથમ તો ઈન્ડિયન મેજોરીટી એક્ટ - ૧૮૭૫માં Indian Majority Act - ૧૮૭૫માં વ્યક્તિ ૨૧ વર્ષે પુખ્તતા પ્રાપ્ત કરે તેવી જોગવાઈ છે. Attains Majority at the age of ૨૧ year આને સમાંતર હિન્દુ માઈનોરીટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ-૧૯૫૬ - Hindu Minority and Guardianship Act - ૧૯૫૬ છે અને આ કાયદાની કલમ-૬માં કુદરતી વાલી એટલે કે Natural Guardianની વ્યાખ્યા આપવામાં આવી છે તે મુજબ સગીરની સંયુક્ત કુટુંમ્બની મિલ્કતમાંના તેના અવિભક્ત હિતને બાકાત રાખીને તેની મિલ્કત અંગેના તેના કુદરતી વાલી તેના માતા-પિતા હોય છે અને આ કાયદાની કલમ-૮ હેઠળ કુદરતી વાલીને પણ સગીરનું હિત ધરાવતી મિલ્કતમાં કોર્ટની મંજૂરી વગર કોઈપણ મિલ્કતનું વેચાણ, ભાડે, ગીરો કે કોઈ પ્રકારે તબદીલ થઈ શકતી નથી કારણકે આ કાયદાનું મુખ્ય હાર્દ કલમ-૧૩ પ્રમાણે Welfare of Minor to be Paramount Consideration એટલે કે સગીરના કલ્યાણ હિત સર્વોપરી બાબત છે અને આવા જ પ્રકારનો અન્ય કાયદો ગાર્ડિયન અને વોર્ડસ એક્ટ Guardian and Wards Act - ૧૮૯૨ છે. આ અધિનિયમ હેઠળ સગીરના હિતોનું રક્ષણ કરવા માટે ગાર્ડિયન એટલે કે કોર્ટની મંજૂરીથી મિલ્કતના હિતોનું રક્ષણ કરવા અને વહીવટ માટે ગાર્ડિયનની નિમણૂંક કરવાની જોગવાઈ છે.

આજ રીતે ભારતીય વારસા અધિનિયમ - ૧૯૨૫ માં કલમ-૨૪૪માં સગીરાવસ્થા દરમ્યાન મિલ્કતના વહીવટ કરવાનો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે અને તે મુજબ કોઈ સગીર વ્યક્તિ પોતે એક માત્ર એક્જીક્યુટર અથવા ફક્ત શેષ (Sole) વસીયતદાર હોય ત્યારે તે પુખ્ત વયની ન થાય ત્યાં સુધી તેના કાયદેસરના વાલીને અથવા કોર્ટને યોગ્ય જણાય તેવી બીજી વ્યક્તિને વીલ - વસીયતનામા સાથે જોડેલો વહીવટપત્ર (Letter of Administration) આપી શકશે અને સગીર વ્યક્તિ પુખ્ત વયની થાય ત્યારે પ્રોબેટ આપી શકાય છે તે પહેલાં સગીરાવસ્થા દરમ્યાન આપી શકાતું નથી. આપણા જમીન મહેસૂલ અધિનિયમના હક્કપત્રકમાં મિલ્કતધારકના અવસાન બાદ જે વારસાઈ કરવામાં આવે છે તેમાં પેઢીનામામાં કાયદેસરના વારસદારોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને જો તેમાં સગીર હોય તો તે મુજબ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ તેમાં કુદરતી વાલી તરીકે સગીરના માતા કે પિતાનું નામ દર્શાવવામાં આવે છે અને જ્યારે સગીર પુખ્ત વયનો થાય ત્યારે આધાર પુરાવા રજૂ કરવામાં આવે એટલે કે ૨૧ વર્ષના આધાર પુરાવા રજૂ કરવામાં આવે એટલે સગીર તરીકે નોંધ કમી કરવામાં આવે છે. આમ આ પ્રણાલીકાગત પ્રક્રિયા છે, પરંતુ કોઈ મિલ્કતમાં કુદરતી વાલી ન હોય તો તેવા સંજોગોમાં માઈનોરીટી એન્ડ ગાર્ડિયન એક્ટ હેઠળ સગીરના વાલી તરીકે સક્ષમ કોર્ટ એટલે કે સ્થાનિક હકુમત ધરાવતા સિવિલ કોર્ટની મંજૂરી મેળવી નિમણૂંક કરવાની થાય છે અને જેમ જણાવ્યું તેમ સગીરની મિલ્કતને કોર્ટની પૂર્વ મંજૂરી સિવાય તબદીલ કે વેચાણ થઈ શકતી નથી અને કોર્ટની મંજૂરી વગર સગીર વ્યક્તિની માલિકીની હોય તેવી મિલ્કત ખરીદી કરે તો તે નિયમોનુસાર નથી અને તેવી મિલ્કત Clear Title - સ્વર્તાપણ કાયદેસરનું નથી અને આ માટે નામદાર સુપ્રિમકોર્ટ ૧૯૯૧માં અર્મિરથમ કુંદુંમન વિ. સરનામ કુંદુંમનના કિસ્સામાં સક્ષમ કોર્ટની મંજૂરી સિવાય સગીરની ખરીદ કરેલ મિલ્કતને ખામીયુક્ત ટાઈટલ જાહેર કરેલ અને આવા વેચારણને ગેરકાયદેસર ઠરાવેલ. આમ ઉક્ત જણાવેલ જુદા જુદા કાયદાની જોગવાઈઓથી સગીરનું મિલ્કતમાં હિત જળવાય તેમજ તેના હક્કોનું રક્ષણ થાય તેવી જોગવાઈઓ કરવામાં આવેલ છે.

        IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...