3.03.2019

ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીનો કાયમી ધોરણે - બિન તબદીલીને પાત્ર




ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળની જમીનો કાયમી ધોરણે - બિન તબદીલીને પાત્ર

લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

આપણા દેશની અર્થવ્યવસ્થા, આજે પણ મુખ્યત્વે ખેતી આધારિત છે (Agrarian Economy) અને કૃષિ વ્યવસાય જમીન સાથે જોડાયેલ છે અને માનવીને પોષણ આપતું ધાન્ય-પાક ખેતી દ્વારા જમીનમાંથી ઉપાર્જન થાય છે.
આઝાદી પહેલાં મહદ્દ અંશે જમીનોની માલિકી રજવાડાઓ હસ્તક હતી અને વ્યવસ્થાના ભાગરૂપે મહેસૂલ ઉઘરાવવા સામંતશાહી સ્વરૂપે (Feudalism) સામાજીક અને આથક માળખું હતું એટલે કે ગુલામી પ્રથા તરીકે (Serfdom) ઓળખાતી વ્યવસ્થા વિદ્યમાન હતી.
થોડા પ્રગતિશીલ રાજ્યો ગાયકવાડ, ભાવનગર કે ગોંડલ જેવા દેશી રજવાડાઓમાં ખેડુતોના હિતનો અભિગમ હતો. બ્રિટીશ હકુમતના વિસ્તારમાં તેમનો મુખ્ય ઉદ્દેશ મહેસૂલી આવક મેળવવાનો હતો એટલે કે એવુ કહી શકાય કે Have અને Have Notનું સામાજીક માળખું હતું. આઝાદી બાદ અને બંધારણ અમલમાં આવ્યા બાદ સામાજીક અને આથક ન્યાયના (Social and Economic Justice) કલ્યાણ રાજ્ય સ્થાપવાના ભાગરૂપે બંધારણની અનુસુચિમાં 'જમીન સુધારા - “Land Reforms” નો સમાવેશ કરેલ છે અને જમીન સુધારાનો ઉદ્દેશ એટલે કે કોઈ માલિકીની જમીન ઉપર લાંબા સમયથી ખેડતા હોય અને તેના બદલમાં ઉપજ કે ભાડું આપતા હોય તેવા Tenants એટલે કે ગણોતીયાઓને કાયમી કબજા હક્ક આપવા માટેનો દરેક રાજ્યોને દિશાનિર્દે તેમજ કુદરતી સંશાધનો એટલે કે જમીનોનું સમન્યાયના ધોરણે વહેંચણી - (Equitable Distribution) માટે ખેત જમીન ટોચ મર્યાદા કાયદો Agriculture Land Ceiling Act અને આ ઉદ્દેશો સિધ્ધ કરવા મુંબઈ રાજ્યમાં એટલે કે હાલના ગુજરાતના ભાગમાં મુંબઈ ખેતવિષયક ગણોત અધિનિયમ અને મુંબઈ ખેત-જમીન ટોચમર્યાદા ધારો અનુક્રમે Bombay Agriculture Tenancy Act ylu Bombay Land Agriculture Ceiling Act ઘડવામાં આવ્યા અને તે મુજબ અમલીકરણ કરવામાં આવ્યું.
ઉક્ત જોગવાઈઓ કાયદા સ્વરૂપે હતી. પરંતુ ભુમિહિન / ખેતમજુરો માટે સામાજીક, આથક બદલાવ લાવવા માટે વિનોબાભાવેએ ''ભુદાન ચળવળ'' શરૂ કરી અને આની પાછળનો ઉદ્દેશ જમીનદારો પાસેથી સ્વૈચ્છિક રીતે જમીનો દાનમાં મેળવવી એટલે કે આ ચળવળનું નામ 'ભુદાન' તરીકે ઓળખવામાં આવ્યું અને વિનોબાભાવે દ્વારા સમગ્ર દેશમાં ફરીને આ કાર્યને ઉપાડેલ ભુદાનમાં મેળવેલ જમીનોને કાયમી કબજાહક્ક તરીકે ખેતમજુરો તેમજ જમીનવિહોણાને (Agriculture Labourers and Landless Families) આપવામાં આવી અને આવી જમીનોના ૭/૧૨ માં જમીનના સત્તાપ્રકાર તરીકે ભુદાન હેઠળ અપાયેલ જમીનએ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
સૌરાષ્ટ્ર રાજ્ય ૧૯૫૬ સુધી અસ્તિત્વમાં હતું એટલે ત્યાં ભુદાન સમિતિઓ હેઠળ દાનમાં મળેલ જમીનનો વહિવટ કરવામાં આવતો એટલે કે ભુદાન સમિતિ સબંધિત ગામના ખેતમજુર કે જમીનવિહોણા ઈસમોને જમીન જીવનનિર્વાહ માટે આપવામાં આવતી અને ભુદાન સમિતિ જે જમીન ફાળવે તેની નોંધ હક્કપત્રમાં પાડવામાં આવતી.
રાજ્ય સરકારે ભુદાન હેઠળ અપાયેલ જમીન સબંધિત લાભાર્થી મૃત્યુ પામે તો તેના કાયદેસરના વારસોના નામે પણ કરવાના હુકમો કરેલ છે અને આવી જમીનોના વેચાણ ઉપર કાયમી ધોરણે પ્રતિબંધ છે. (Non Transferrable) આ અંગે અમુક જગ્યાઓએ ભુદાન હેઠળ પ્રાપ્ત થયેલ જમીનોની આંતરિક રીતે તબદીલી પણ કરી છે અને કબજા પણ અન્ય વ્યક્તિઓ પાસે છે.
આ અંગેની નીતિમાં ફેરફાર કરવા તેમજ કાયદામાં ફેરફાર કરવા અમો જ્યારે રાજકોટ કલેકટર હતા, ત્યારે તે વખતના મહેસૂલ અગ્રસચિવ - પનીરવેલ સાહેબ અને અમો મુંબઈ મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે તે અંગે અભ્યાસ માટે ગયેલ કારણકે ગુજરાતના અને મહારાષ્ટ્રના મહેસૂલી તેમજ અન્ય કાયદા એક જ છે કારણ કે આ બંને રાજ્યો અલગ પડયા તે પહેલાં મુંબઈ રાજ્યનો ભાગ હતો અને આજે પણ તે જ કાયદાઓ મુળ સ્વરૂપે અમલમાં છે. મહારાષ્ટ્રમાં પણ આ જમીનો બિનતબદીલીને પાત્ર છે. પાયાનો સિધ્ધાંત ખેતમજુર અને જમીનવિહોણા કુટુંમ્બોને જીવનનિર્વાહ માટે ખાનગી વ્યક્તિની જમીન દાનમાં મેળવીને આપેલ એટલે આશય એ છે કે મુળહાર્દ નિષ્ફળ જવું ન જોઈએ.
પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં અમુક ભુદાન હેઠળની જમીનો માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં કે ટી.પી.માં શહેરી વિસ્તારમાં કે વિકસિત વિસ્તારમાં આવી ગયેલ છે અને જ્યાં કાબુ બહારના સંજોગો ખેતી કરવા માટે છે, ત્યાં આ જમીનો વેચાણને પાત્ર બનાવવાને બદલે સરકારના કે મહાનગરપાલિકા / પાલિકાના જાહેર હેતુ માટે આવી જમીનો લેવી જોઈએ અને સબંધિત ભુદાનના લાભાર્થીને પ્રવર્તમાન જંત્રીની બજારકિંમત પ્રમાણે અથવા જમીન સંપાદનના કાયદા પ્રમાણે વળતર આપવું જોઈએ. જેથી મુળ ભુદાન હેઠળનો લાભાર્ર્થી જીવનનિર્વાહ ટકાવી શકે અને શહેરી વિસ્તાર સિવાય કે માસ્ટર ડેવલપમેન્ટ સિવાયની
જમીનો ઉપર યથાવત ધોરણે નિયંત્રણ ચાલુ રાખવું જોઈએ. આમ બદલાતા સંજોગોમાં ભુદાનની જમીનો અંગે સરકાર ઉચિત ફેરફાર કરે તે જરૂરી છે.
આવી જ રીતે જમીન સુધારા કાયદાનો બીજો અધિનિયમ ખેત જમીન ટોચ મર્યાદા આ કાયદા હેઠળ સબંધિત ખાતેદાર મોટા જમીન માલિક સહિત પાસેથી નિયત હોલ્ડીંગ કરતા વધારે જમીન હોય તો તે સીલીંગ હેઠળનો કેસ ચલાવીને સરકારે વધારાની જમીન લઈ લીધી છે અને આવી જમીનો સમગ્ર રાજ્યમાં ટોચમર્યાદા નિયમોને આધીન કલમ-૨૯ હેઠળ જે અગ્રતાક્રમ નક્કી કરેલ છે તે પૈકી અનુસુચિત જાતિ/જન જાતિ, ખેતી સામુદાયિક મંડળીઓ, અનુસુચિત જાતિ અને જનજાતિના સભ્યો કે ખેતમજુરો અને જમીન વિહોણા કુટુંમ્બોને આપવાની જોગવાઈ છે.
આવા પ્રકારની જમીનો જે તે સમયે મંડળીના હોદ્દેદારોએ સબંધિત મંડળીના સભ્યોને જમીનની ફાળવણી પણ કરી છે. થોડી ઘણી મંડળીઓએ થોડો સમય માટે જમીનોનો કાર્યસાધક ઉપયોગ પણ કર્યાે. પરંતુ સબંધિત જમીનના ફાળવણીકારે થોડા સમય બાદ આંતરિક રીતે જમીનો વેચી દીધી છે. ઘણી જગ્યાએ આખેઆખી મંડળીની જમીનો પણ વેચાઈ ગઈ છે.
આવા પ્રકારની જમીનો અમો સુરત પ્રાન્ત હતા ત્યારે ડુમ્મસ કે ગવીયરની મંડળીઓની જમીન શરતભંગ ગણી રાજ્ય હસ્તક લીધેલ તેજ રીતે રાજકોટ જીલ્લામાં લોધીકા કે રાજકોટ તાલુકાની ખેત સહકારી મંડળીઓએ જમીનો દીધેલ તે પણ શરતભંગ હેઠળ જમીનો પરત લેવાના હુકમો કરેલ, પરંતુ મહેસૂલી શાસન વ્યવસ્થામાં જે હુકમો થાય તેનો સાચા અર્થમાં વાસ્તવિક અમલ મહત્વનો છે બાકી બારમાસી અપીલો / રીવીઝનમાં વર્ષોના વર્ષ નીકળી જાય છે અને સબંધિત અમલદારની બદલી થવાથી મુળ સ્વરૂપે અસર રહેતી નથી એ હકીકત સ્વીકારવી રહી. આમ ભુદાનની જેમ ખેતજમીન ટોચમર્યાદા હેઠળ ગ્રાન્ટ કરેલ જમીનો પણ કાયમી ધોરણે બિનતબદીલીને પાત્ર છે.
આની પાછળનું હાર્દ પણ એ જ છે કે કોઈ ખાનગી માલિકીની જમીન વધારાની ફાજલ કરી જરૂરિયાતમંદ કુટુંમ્બોના નિર્વાહ માટે અગ્રતાક્રમ પ્રમાણે આ જમીન ફાળવી હોય છે એટલે આ જમીનોનું વેચાણ કે તબદીલી થઈ શકતી નથી, જયારે ગણોતધારા હેઠળ / સરકારે આપેલ જમીન (સાંથણીમાં) જુની શરતમાં ફેરવાય છે અને બિનખેતીના હેતુ માટે પણ પ્રિમીયમની રકમ ભરપાઈ કરીને વેચાણ કે હેતુફેર કરી શકાય છે. આ જ ધોરણે આદિવાસી / અનુ જનજાતિની કલમ-૭૩એએ હેઠળની જમીન પણ સરકારની કલેક્ટરની મંજુરી વગર તબદીલીને પાત્ર નથી.
પરંતુ ફક્ત અમુક સંજોગોમાં સરકારની બિનખેતીના હેતુ માટે પરવાનગી લઈને ઉપયોગ કરી શકાય છે. જેમ ભુદાનની જમીન માટે શહેરી વિસ્તારમાં જમીન સમાવિ થાય તો તે માટે જે સુધારા કરવાનું સુચવ્યું છે તે જ ધોરણે ખેતજમીન ટોચમર્યાદા માટે નિયમોમાં સુધારો કરવો તે બદલાતા જતા સમયની માંગ છે.
આમ ભુદાન અને ખેતજમીન ટોચમર્યાદા હેઠળની ધારણ કરેલ જમીન હાલના પ્રવર્તમાન નિયમો હેઠળ જમીન વેચાણ / તબદીલી કે બિનખેતીના હેતુ માટે પરવાનગીપાત્ર નથી. જેની સૌ કોઈ જાણકારી લે અને સરકાર ઉક્ત સુચવેલ સંજોગોમાં, જાહેરહેતુ માટે ઉપયોગ કરવા માટે કાયદા / નિયમોમાં ફેરફાર કરવા યથાયોગ્ય જણાય છે.

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

No comments:

Post a Comment

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...