ખેડૂત ખાતાવહી જમીન મહેસૂલ કાયદામાં કાનૂની જોગવાઈ લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણી અર્થવ્યવસ્થા મહદ્દઅંશે ખેતી આધારિત છે (Agrarian Economy) કૃષિ વ્યવસાયમાં અગત્યનું અંગ 'જમીન' ન્ચહગ છે અને જમીનના નિયમન કરતા કાયદામાં જે તે સમયના મુંબઈ પ્રાન્તમાં બ્રિટીશ જમાનામાં ઘડાયેલ કાયદો જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ (Land Revenue Code) આજે પણ વિદ્યમાન છે અને આ કાયદાનો પાયાનો સિધ્ધાંત જમીન મહેસૂલ વસુલ કરવાનું વ્યવસ્થાતંત્ર (Mechanism) કરતો નિયમનકારી (Regulatory) કાયદો છે એટલે કે જમીન ઉપર વ્યવસાય કરતા કબજેદારો પાસેથી જમીન મહેસૂલ વસુલ કરવા માટે જમીન મહેસૂલ મેન્યુઅલનો (RAM) ઉપયોગ થાય છે એટલે જમીન મહેસૂલ કાયદાનું ચેપ્ટર ૧૦ કે જે મુળ ગામ, નગર અને શહેરમાં સમાવિષ્ઠ જમીનનું પ્રકરણ છે.
આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને આપણી અર્થવ્યવસ્થા મહદ્દઅંશે ખેતી આધારિત છે (Agrarian Economy) કૃષિ વ્યવસાયમાં અગત્યનું અંગ 'જમીન' ન્ચહગ છે અને જમીનના નિયમન કરતા કાયદામાં જે તે સમયના મુંબઈ પ્રાન્તમાં બ્રિટીશ જમાનામાં ઘડાયેલ કાયદો જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ (Land Revenue Code) આજે પણ વિદ્યમાન છે અને આ કાયદાનો પાયાનો સિધ્ધાંત જમીન મહેસૂલ વસુલ કરવાનું વ્યવસ્થાતંત્ર (Mechanism) કરતો નિયમનકારી (Regulatory) કાયદો છે એટલે કે જમીન ઉપર વ્યવસાય કરતા કબજેદારો પાસેથી જમીન મહેસૂલ વસુલ કરવા માટે જમીન મહેસૂલ મેન્યુઅલનો (RAM) ઉપયોગ થાય છે એટલે જમીન મહેસૂલ કાયદાનું ચેપ્ટર ૧૦ કે જે મુળ ગામ, નગર અને શહેરમાં સમાવિષ્ઠ જમીનનું પ્રકરણ છે.
સૌ પ્રથમવાર કબજેદારો/ ખાતેદારોને હક્ક આપવા અને તેની જાળવણી માટે કાયદાનું સૌથી વધુ મહત્વનું અને પ્રચલિત પ્રકરણ-૧૦ એ૧૯૧૩માં કાયદા નં. ૪ તરીકે ઓળખાય છે તે ઉમેરવામાં આવ્યું જેને 'હક્કપત્રક' Record of Rights તરીકે ઓળખાય છે અને તેમાં કલમ-૧૩૫ એ થી એલ તરીકે જ્યારે કોઈપણ જમીનમાં હક્ક સંપાદન/ તબદીલ કરવામાં આવે ત્યારે ફેરફાર કરવામાં આવે છે. તેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે.બંધારણની જોગવાઈ મુજબ 'જમીન' એ રાજ્યોના અધિકારનો વિષય છે. પરંતુ આઝાદી બાદ સામાજીક ન્યાય અને સમાનતાના સિધ્ધાંતોની પરિપુર્તી માટે 'જમીન સુધારા કાયદાઓ' ન્ચહગ ઇીર્કસિજ દાખલ કરવામાં આવ્યા અને જેનો બંધારણની અનુસુચિમાં (Schedule) સમાવેશ થાય છે. જેમ જણાવ્યું તેમ જમીન મહેસૂલ વસુલ કરવાના એક ભાગ તરીકે મેન્યુઅલની જોગવાઈ મુજબ ખાતેદારની પાસેથી વાષક વસુલ કરવાપાત્ર જમીન મહેસૂલની નોંધ ખેડૂત ખાતાવહીમાં કરવામાં આવતી. પરંતુ ૧૯૯૭ સુધી આ ખેડૂતખાતાવહીનું કાનુની સ્વરૂપ ન હતું.
અમોએ પણ પાલનપુર પ્રાન્ત તેમજ સુરત પ્રાન્ત તરીકે, જ્યારે ગામની મુલાકાત દરમ્યાન સામાન્ય દફતર કે એપેન્ડીક્ષ 'એ'ની ચકાસણી કરતાં ત્યારે નિયત ધોરણે ખેડૂત ખાતાવહીની ચકાસણી કરવાની હોય તે કરતા હતા, જે તે સમયે આ ચકાસવાનો હેતુ ખાતેદાર દ્વારા જે જમીન મહેસૂલ ભરવામાં આવે છે તેની યોગ્ય સ્વરૂપે ખાતાવહીમાં નોંધ તલાટી દ્વારા કરવામાં આવે છે કે કેમ અને જમીન વસુલ કર્યા બદલની પહોંચ પાઠવવામાં આવે છે કે નહિ તેની ખાત્રી કરવાની હોય છે જેમ ૭/૧૨ દસ વર્ષની મુદ્દત પુરી થાય અને ફરીથી લખવાના હોય છે તેમ ખેડૂત ખાતાવહી પણ ફરીથી લખીને આપવાની હતી, પરંતુ જે તે સમયે અને આજે પણ આ કામ યોગ્ય સ્વરૂપે થતું નથી.
ખેડૂતોને તેઓને બેન્કો પાસેથી લોન લેવામાં, દારપણાના (Solvency) દાખલા મેળવવામાં, જે તે સમયે જમીન સંલગ્ન જે વેચાણ, તબદીલી, ગીરો થતાં તેની સમયસર ગામદફતરે નોંધ પડતી ન હતી, તેની અનેક ફરીયાદો થતી અમો જ્યારે સુરત પ્રાન્ત તરીકે ૧૯૯૦ થી ૧૯૯૫ હતા ત્યારે ખેડૂતોને જે મુશ્કેલી પડતી હતી, તેના ઉપાય તરીકે ખેડૂત ખાતાવહીને કાનુની સ્વરૂપ આપવા માટેની દરખાસ્ત કરેલ અને આ નવીન ખેડૂત ખાતાવહી તૈયાર કરવા માટે આ સમિતિનો હું અધ્યક્ષ હતો અને સેપ્લમેન્ટ કમિશનરના ડેપ્યુટી ડાયરેક્ટર પરમાર હતા અમોએ સર્વગ્રાહી અને ખેડૂતલક્ષી ખાતાવહી તૈયાર કરીને સરકારને મોકલેલ જે અમારી ભલામણો સરકારના મહેસૂલ વિભાગે સ્વીકારીને કાનુની સ્વરૂપ આપવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કર્યાે.જમીન મહેસૂલ અધિનિયમમાં પ્રકરણ-૧૦ એ જે હક્કપત્રકમનું ચેપ્ટર છે તે સાથે પ્રકરણ-૧૦ બી ખેડૂત ખાતાવહીનું (Agriculture Passbook) કાયદા નં.૯/ ૧૯૯૫ થી જમીન મહેસૂલ કાયદામાં ઉમેરવામાં આવી. આની પાછળનો મુખ્ય આશય ખેડૂતોના હિતોનું રક્ષણ અને તેઓએ મહેસૂલી કચેરીઓમાં તેઓને જરૂરી દાખલાઓ કે પોતાના હક્ક સંપાદન કે તબદીલ કરે ત્યારે ઘક્કા ન ખાવા પડે તે માટે અધિકાર (Empowerment) આપતો આ કાનુની દસ્તાવેજ છે.
આ કાનુની જોગવાઈ કરાવવાનો એક ખેડૂતપુત્ર તરીકે વિશેષ સંતોષ છે. પરંતુ તેનું અમલીકરણ નથી અને દરેક ખેડૂત કબજેદારને કાનુની સ્વરૂપ અપાયા બાદ ખેડૂત ખાતાવહી સંપુર્ણ સ્વરૂપે અપાયી શકેલ નથી તેનો ર્ખેદ છે.
ખેડૂત ખાતાવહીના વિશિષ્ઠ પાસાંનું વર્ણન કરું તે પહેલાં આના અમલીકરણમાં વિલંબના કારણોમાં મહેસૂલી અધિકારીઓની ઉદ્દાસીનતા સ્પષ્ટ થાય છે અને રાજ્ય સરકારે કાયદામાં સક્ષમ અધિકારીને નિયમોથી જાહેર કરવામાં આવશે તેમ જણાવેલ અને મારા ખ્યાલ મુજબ આ અધિકારો સબંધિત તાલુકાના મામલતદારશ્રીને આપવામાં આવેલ છે. રાજ્ય સરકારે આ ખેડૂત ખાતાવહી આપવામાં અગ્રભુમિકા (Proactivness) ભજવશે તો ખેડૂતો માટે કલ્યાણકારી સાબિત થશે.હવે ખેડૂત ખાતાવહીના કાનુની પાસાં ઉપર જઈએ, તો હાલ એવું લાગે છે કે મહેસૂલી રેકર્ડનું કામ્પ્યુટરાઈઝેશન ઈ-જમીન, ઈ-ધરા, એટીવીટી આ મોડને કારણે જમીન મહેસૂલ કાયદામાં પ્રકરણ-૧૦-બી ઉમેરવામાં આવ્યુ તે હાંસીયામાં (Marginalise) ધકેલાઈ ગયું છે. ખાતેદારોને આપવાની ખેડૂત ખાતાવહી ડુપ્લીકેટમાં નિભાવવાની છે અને ખાતેદારે ધારણ કરેલ તમામ જમીનની નોંધ સબંધિત હક્કપત્રકની નોંધો સહિત નોંધીને પ્રમાણિત કરીને આપવાની છે.
જ્યારે કોઈપણ ખેતીની જમીનનું વેચાણ/ તબદીલી/ વહેંચણ/ ગીરો-બોજાની નોંધ કરવાની થાય ત્યારે જ્યારે દસ્તાવેજની નોંધણી થાય તેની સાથોસાથ પ્રથમ ખેડૂત ખાતાવહીમાં નોંધ કરવાની થાય છે. હવે આ કાયદો બન્યા બાદ ખેતવિષયક વેચાણ કે અન્ય વ્યવહાર ઓનલાઈ કરવામાં આવ્યા છે ત્યારે આ પ્રક્રિયા પણ ખેડૂત ખાતાવહીમાં થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
આ કાયદાની કલમ-૧૩૫ એન માં જણાવ્યા અનુસાર ખેડૂતે કોઈપણ રાષ્ટ્રીયકૃત કે સહકારી બેન્કોમાંથી લોન લેવા માટે અરજી કરે તો આ ખેડૂત ખાતાવહીની નકલ સાથે કરવાની છે કે, જેથી બીજા બિનજરૂરી દસ્તાવેજ ખેડૂત પાસેથી માંગવામાં ન આવે અને આ જ પાસબુકમાં લીધેલ લોન, વ્યાજ સહિતનો ઉલ્લેખ કરવામાં આવે છે એટલે ધિરાણ આપતી બેન્ક માટે પણ ચકાસણી કરવી સહેલું છે અને આ જ ખેડૂત ખાતાવહીમાં બેન્ક તરફથી જે લોન આપવામાં આવે તે બોજાની નોંધ પણ કલમ-૧૩૫ ઓ પ્રમાણે કરવાની છે.
મારા ખ્યાલ મુજબ ખેડૂતોને બોજા નોંધાવવાની અને મુક્તિ કરવાની પ્રક્રિયાને પણ સીધેસીધી નોંધણીથી સરળ કરી શકાય. આજ કાયદાની કલમ-૧૩૫ આર મુજબ ખેડૂત ખાતાવહીમાં જે નોંધો કરવામાં આવે છે તે સક્ષમ અધિકારી દ્વારા નોંધ કરવામાં આવતી હોવાથી તમામ પ્રકારના કાનુની પ્રક્રિયામાં (Legal Proceeding) એક મહત્વના પ્રાથમિક દસ્તાવેજ તરીકે ગ્રાહ્ય રાખવા માટે કાનુની જોગવાઈ કરી છે એટલે કે ખેડૂત ખાતેદારે કોઈપણ જગ્યાએ રજૂ કરવામાં આવતા દારપણાના (Solvency) દાખલામાં કે જામીનગીરીમાં પણ ખેડૂત ખાતાવહીને ગ્રાહ્ય રાખવાની છે.
આમ તમામ પ્રકારના કાનુની વ્યવહારોમાં ખેડૂત ખાતાવહીને કાયદાકીય સ્વરૂપ આપવાથી ખેડૂતો માટે આ એક મહત્વનો કાનુની દસ્તાવેજ તેમજ ખેડૂતોને સાચા અર્થમાં પોતાની માલિકી / કલમ હેઠળની જમીન / મિલ્કતમાં સત્તા આપતો દસ્તાવેજ છે. જેથી આ ખેડૂત ખાતાવહીમાં આ કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને કોઈ ખાતેદાર ગેરઉપયોગ કરે તો રૂ.૨૦૦/- જેટલા દંડ કરવાની પણ જોગવાઈ છે અને કોઈ બિનઅધિકૃત ફેરફાર કરવામાં આવે તો રૂ. ૧૦૦૦/- સુધીના દંડની જોગવાઈ છે.આ ખેડૂત ખાતાવહીની ખેડૂતોના હિતોની રક્ષણ કરવાનો આ કાનુની દસ્તાવેજ છે અને આને કારણે ખેડૂતોને બિનજરૂરી મહેસૂલી કચેરીઓમાંથી દાખલા મેળવવામાં તેમજ તેઓના હક્ક નોંધવામાં મુશ્કેલી ન પડે તે માટેનો છે. જેથી ખેડૂતો પોતાના આ હક્ક માટે જાગૃતતા દાખવે અને મહેસૂલી અધિકારીઓ ખેડૂતલક્ષી આ કાયદાની જોગવાઈઓનો સાચા અર્થમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરે તો કાયદો ઘડવાનું સાર્થક બની રહેશે.
No comments:
Post a Comment