3.03.2019

મિલ્કતના અધિકાર અંગે બંધારણીય અને જમીન / મિલ્કતને સંલગ્ન સબંધિત કાયદાની જોગવાઈઓ


મિલ્કતના અધિકાર અંગે બંધારણીય અને જમીન / મિલ્કતને સંલગ્ન સબંધિત કાયદાની જોગવાઈઓ


લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)





આપણા બંધારણમાં છ દેશોના જુદા જુદા બંધારણની જોગવાઈઓના અભ્યાસ બાદ અમુક લાગુ કરાઇ છે

સૌપ્રથમ વિશ્વમાં લોકોના અધિકારનું દસ્તાવેજી ખત 'Magna Carta' 'મેગ્નાકાર્ટા' -૧૨૧૫માં બહાર પાડવામાં આવેલ, ત્યારપછી ઉતરોતર વ્યક્તિ સ્વાતંત્રની સાથોસાથ મિલ્કત / જમીનના માલિકી હક્કો અંગે સુધારા થયા.
આપણા દેશના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરીએ તો, જુદા જુદા શાસકોના યુગમાં સર્વોપરી સતા તરીકે (Sovereign - Power) આઝાદી મળી, ત્યાં સુધી રાજાઓ (Kingship) કેન્દ્ર સ્થાને હતા એટલે પ્રજા / લોકો જમીન કે મિલ્કત ઉપરના મર્યાદિત હક્કો શાસકોની મહેરબાની અનુસાર ભોગવતા અંગ્રેજોના શાસન દરમ્યાન ઘણા નિયમનકારી કાયદાઓ ઘડાયા.
જેમાં જમીન મહેસૂલ કાયદો, ટ્રાન્સફર આફ પ્રોપર્ટી એક્ટ, ઈન્ડીયન સક્શેન એક્ટ - ૧૯૨૫, રજીસ્ટ્રેશન એક્ટ-૧૯૦૮ કોન્ટ્રેક્ટ એક્ટ કે જે જમીન / મિલ્કતને નિયમન કરતા કાયદા છે અને આજે પણ થોડા ઘણા ફેરફારો સાથે અમલમાં છે.
આપણને આઝાદી ૧૯૪૭માં મળી, પણ પ્રજાસતાક રાજ્ય (Republic State) ૧૯૫૦માં મળ્યું એટલે કે બંધારણ અમલમાં આવ્યા બાદ લોકશાહી શાસનવ્યવસ્થા અમલમાં આવી, આપણા બંધારણમાં છ દેશોના જુદા જુદા બંધારણની જોગવાઈઓના અભ્યાસ બાદ અમુક જોગવાઈઓ લાગુ કરી છે.
બંધારણમાં અને ખાસ કરીને લોકશાહી તત્વ સાથે સંકળાયેલી અગત્યની બાબતોમાં નાગરિકોને બક્ષવામાં આવેલ મુળભુત હક્કો (Fundamental Rights) છે અને જેમાં Right to Property એટલે કે 'મિલ્કત ધરાવવાના' અધિકાર છે એટલે કે દેશના નાગરિકને આ અધિકાર મિલ્કત ધરાવવા અને યોગ્ય નિકાલ કરવાનો અધિકાર છે.
પરંતુ હજુ ઓછા લોકોને ખબર છે કે ઘણીવાર શિક્ષિત અને અધિકારી / કર્મચારીઓને પણ ખબર નથી કે 'મિલ્કતનો અધિકાર' જે મુળભુત અધિકાર હતો તેને બદલે ૧૯૭૮માં, ૪૪મા બંધારણીય સુધારાથી નવીન આર્ટીક્લ '૩૦૦ એ' ઉમેરવામાં આવી અને મુળભુત અધિકારને બદલે બંધારણીય કાનુની અધિકાર આપવામાં આવ્યો અને ઉમેરવામાં આવ્યું કે 'No Person shall be deprived of his property - Save by Authority of luw' એટલે કે કોઈપણ વ્યક્તિની મિલ્કતને કાયદાની પ્રક્રિયા સિવાય મિલ્કત લેવામાં આવશે નહિ.
આ કરવા પાછળનો પણ ઈતિહાસ છે કે આ બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે મોરારજી દેસાઈની જનતાપક્ષની સરકાર હતી અને ખાસ કરીને 'મીનરવા મીલ્સ' કેસમાં સુપ્રિમકોર્ટના જજમેન્ટ પછી તેમજ જમીન સંપાદન કાયદામાં, જે મિલ્કત લેવાની બાબત છે તે અવારનવાર ન્યાયની કોર્ટોમાં પડકારવામાં આવતી હતી.
આ ઉપરાંત ઘણા સંખ્યાબંધ કેસો રાજાશાહી વખતના જુદા જુદા ટેન્યોર હેઠળ જે જમીનો ચાલતી હતી, તેમાં જમીન સુધારા કાયદાઓ અમલ કરવામાં આ મિલ્કત ધરાવવાના અધિકારને એક ગ્રાઉન્ડ તરીકે રજુ કરવામાં આવતો અને એટલે ૧૯૭૮માં ૪૪મા બંધારણમાં સુધારો કરીને મુળભુત અધિકારમાંથી મિલ્કતના અધિકારને દુર (Delete) કરીને ફક્ત આર્ટીક્લ ૩૦૦ એ હેઠળ બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે.
આટલી પાયાની બંધારણની જોગવાઈઓની બાબતને જણાવ્યા પછી જમીન મહેસૂલ કાયદામાં જમીન કે મિલ્કત બાબતની જોગવાઈઓ છે તે જમીન મહેસૂલ વસુલ કરવું અને રેકર્ડ અદ્યતન રહે તે માટે હક્કપત્રક એટલે કે ગામના નં. ૬ માં કોઈ હક્ક ફેરફાર/ વેચાણ/ તબદીલ થાય તો વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવા તે પાયાનો સિધ્ધાંત છે એટલે કે તેનું મુલ્ય નાણાંકીય / મહેસૂલ પુરતું (Fiscal Purpose) છે.
જ્યારે માલિકીહક્કોની અંગે વિવાદ થાય તો માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને છે અને તે મુજબ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર થાય છે. આવો જ બીજો કાયદો કે જે ભારતીય વારસાહક્ક અધિનિયમ ૧૯૨૫ (Indian Succession Act) તેમજ હિન્દુ વારસાહક્ક અધિનિયમ ૧૯૫૬ છે. આ બંને કાયદાઓ મિલ્કત ધારણકર્તાઓની સ્થાવર તેમજ જંગમ મિલ્કતના વહિવટ માટેની આદર્શ સંહિતા છે.
(code of conduct) આ કાયદા અન્વયે મૃત્યુ પામનાર તેના મૃત્યુ સમયે ગમે ત્યાં કાયમી વસવાટ કરતો હોય તો પણ તેની ભારતમાં આવેલી સ્થાવર મિલ્કતના (Immoveable Property) વારસાહક્કનું નિયમન ભારતના અમલી કાયદાથી થાય છે. પરંતુ જો વ્યક્તિનું મૃત્યુ જે દેશમાં કાયમી વસવાટ કરતો હોય તો તેના દ્વારા ધારણ કરેલ જંગમ મિલ્કત (Moveable Property) હોય તો તે દેશના કાયદા મુજબ જંગમ મિલ્કતનું નિયમન થશે.
દાખલા સ્વરૂપે સમજવું હોય તો ભગત નામના વ્યક્તિનો ભારતમાં કાયમી વસવાટ છે. પરંતુ તે જર્મનીમાં મૃત્યુ પામે છે અને ભગતની જંગમ મિલ્કતો ફ્રાન્સ અને ઈંગ્લેન્ડમાં છે અને ભારતમાં તેની જંગમ અને સ્થાવર મિલ્કતો ભારતમાં છે તો આ તમામ મિલ્કતોનું વ્યવસ્થાપન કે નિયમન ભારતના કાયદાથી થશે તે જ રીતે છગન નામનો વ્યક્તિ જેનો ઈંગ્લેન્ડમાં કાયમી વસવાટ છે અને તેની સ્થાવર અને જંગમ મિલ્કત ભારતમાં મુકીને જાય છે.
તો આ વ્યક્તિની જંગમ મિલ્કતનો વહિવટ ઈંગ્લેન્ડના કાયદા પ્રમાણે થશે અને સ્થાવર મિલ્કતનો વહિવટ ભારતના કાયદા મુજબ થશે. આમ તો પ્રસ્થાપિત કાયદા મુજબ સ્થાવર મિલ્કત (Immoveable) માટે 'ન્ચુ ર્ક ન્ચહગ' એટલે કે જે તે દેશનો કાયદો લાગુ પડે છે અને આ કાયદામાં કાયમી વસવાટ (Domicile)ની વ્યાખ્યા પણ આપવામાં આવી છે અને સામાન્ય રીતે જેમ બંધારણમાં નાગરિકત્વ (Citizenship) પ્રાપ્ત થાય છે.
દા.ત. જન્મથી તે જ રીતે કાયમી વસવાટ પણ તે રીતે પ્રાપ્ત થાય છે. વારસાહક્ક અધિનિયમમાં સ્થાવર / જંગમ મિલ્કતના નિયમન માટે તમામ કાયદાકીય જોગવાઈઓ છે અને લોહીના સબંધોમાં (consanguial) મિલ્કત કઈ રીતે વહેંચવામાં આવે અને હિસ્સો મળે તે જોગવાઈઓ છે. આજ કાયદામાં વીલ યાને વસીયતનામું અંગેની પણ જોગવાઈ છે અને આ અંગે મેં અગાઉના લેખોમાં વર્ણન કરેલ છે.
વીલ સાથે કોડીસીલ (Codicil) નામનું Instrument હોય છે જે કાર્યપધ્ધતિ સુચવે છે. તે જ રીતે વીલ ઉપરથી પ્રોબેટ યાને સટફીકેટની પણ જોગવાઈ છે. પ્રોબેટ મેળવવું ફરજીયાત નથી.
પરંતુ જ્યારે વિવાદ થાય ત્યારે જેમ વીલ રજીસ્ટર્ડ કરાવવું ફરજીયાત નથી તેમ કાયદાની કોર્ટમાં પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એક અગત્યના પુરાવા તરીકે રજુ કરી શકાય છે. આ કાયદામાં વીલ, પ્રોબેટ અંગે વિગતવાર જોગવાઈઓ છે અને પ્રોબેટની નિર્ણયાત્મકતા (Conclusiveness) અને વહિવટીપત્ર અંગેની અસરકારકતા અંગેની પણ વિશેષ જોગવાઈઓ છે.
મિલ્કત / જમીન અંગેનો ત્રીજો અગત્યનો કાયદો છે તે મિલ્કત-હસ્તાંતર અધિનિયમ (Transfer of Property Act) આ કાયદામાં પણ મિલ્કતના/જમીનના/ વેચાણ / વેચાણકરાર/ જુદા જુદા ગીરોના પ્રકાર/ વસિયતનામું/ ભાડાપટ્ટા આ તમામની જોગવાઈઓ છે અને આ કાયદામાં મિલ્કત તબદીલીના સ્ર્ગી એટલે કે માધ્યમ અંગેના વર્ણન છે અને આ વ્યવહારો સાથે રજીસ્ટ્રેશન એક્ટ જોડાયેલો છે કે ક્યા ક્યા વ્યવહારોમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને તેનાથી કાયદાકીય પીઠબળ ક્યું છે અને તે સાથે સ્ટેમ્પ એક્ટ કે જેમાં જે પ્રકારનો વ્યવહાર હોય તે રાજ્ય સરકારે નિયત કરેલ સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો છે. જ્યારે જમીન / મિલ્કતના વ્યવહારો માટેના જુદા જુદા કાયદાઓ જે સંલગ્ન છે તે બાબતોની જાણકારી આપી પરંતુ તે સાથે ર્ભહાચિબા છબા કરાર અધિનિયમના પણ અમુક તત્વો લાગુ પડે છે.
દા.ત. વેચાણ, ત્યારે જ શક્ય છે કે જેમાં તમો મિલ્કત/ જમીનની તબદીલીના બદલામાં અવેજ એટલે કે (Consideration) આપો છો. આમ કરાર અધિનિયમનું તત્વ પણ જમીન / મિલ્કતોના વ્યવહારોમાં જોડાયેલું છે. આમ સામાન્ય જાહેર જનતાને મિલ્કત / જમીન / વારસાઈ હક્ક વગેરે બાબતોમાં રોજબરોજ જે પ્રશ્નો ઉદ્દભવે છે તે અંગે પાયાની તમામ કાનુની જોગવાઈઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આશા છે કે સૌ કોઈને ઉપયોગી બની રહેશે.

જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…

No comments:

Post a Comment

ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ.

  ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ . Download RERA Rules here  Share Facebook Twitt...