2.12.2023

તાલુકા મામલતદારની કાયદાકીય ફરજો અને જવાબદારીઓ

 

તાલુકા મામલતદારની કાયદાકીય ફરજો અને જવાબદારીઓ

લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS  (નિ.)

- જમીન મહેસૂલ વ્યવસ્થાપનમાં  

- વહીવટના અગત્યના એકમ તરીકે તાલુકા મામલતદારનું મહત્વનું સ્થાન

વહીવટી વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યને જીલ્લા, તાલુકા અને ગામને વહીવટી એકમ (Administrative unit) તરીકે ઓળખવામાં આવે છે. તાલુકાના વહીવટી એકમ તરીકે તેના વડા તરીકે Chief Revenue Officer) મામલતદારની નિમણૂક જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૧૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે એટલે કે બ્રિટિશ શાસન દરમ્યાન ઘડવામાં આવેલ, જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ જે સત્તાધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તેઓને કાયદાકીય પીઠબળ સાથે નિમણૂક (Statutory Position and Powers) કરવામાં આવે છે. અમુક રાજ્યોમાં તાલુકા મામલતદારને તહેસીલદાર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તાલુકામાં સમાવિ ૬૦ થી વધુ ગામડાઓ હોય છે. મામલતદાર શબ્દનું અર્થઘટન જોઈએ તો અરબી ભાષામાં “MUAMLA”  'મુઆમલા' ઉપરથી આવેલ છે જેને સરળ ભાષામાં મામલો / પ્રશ્ન સુલજાવે તે મામલતદાર કહેવાય. તાલુકાના વડા તરીકે મામલતદારને બહુલક્ષી (Multiple function) ફરજો સુપ્રત કરવામાં આવે છે. અગાઉના સમયમાં મામલતદારની મુખ્યત્વે ફરજો જમીન મહેસૂલને લગતી સિમિત હતી અને તાલુકામાં સમાવિ ગામડાઓની સમયાંતરે મુલાકાત તેમજ મહેસૂલી પ્રશ્નોના નિકાલ માટે  Focal Point તરીકે આજે પણ મામલતદાર મહત્વનું સ્થાન ધરાવે છે. 



મામલતદારની ફરજો અને સત્તાઓ અંગે જે પ્રજાને સંલગ્ન જોઈએ તો પ્રવર્તમાન સમયમાં મહેસૂલી કામગીરીમાં સૌથી અગત્યની કામગીરીમાં મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવું અને ઈ-ધરા કેન્દ્રમાં પડતી હક્કપત્રકની ફેરફાર નોંધો (Mutation Entries) જ્યારથી મહેસૂલી રેકર્ડનું કમ્પ્યુટરાઈઝેશન થયું છે અને હવે નોંધો ઓનલાઈન પાડવામાં આવે છે ત્યારે સ્ચહેચન કાર્યવાહી ઓછી થઈ છે અને હવે મહેસૂલી રેકર્ડ / હક્કપત્રકની નોંધો ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે, પરંતુ રાજ્યમાં રી સર્વે થયા બાદ જે ક્ષતિઓ થઈ છે અને તે આધારે રેકર્ડ પ્રમાણિત જાહેર કરવામાં આવ્યું છે તેમાં પ્રજાને અને ખાસ કરીને ખેડૂત ખાતેદારોને રેકર્ડમાં થયેલ ક્ષતિ સુધારવા માટે અનેક મુશ્કેલીઓ દેખાય છે. ખરેખર તો અગાઉ દર દસ વર્ષે ૭/૧૨ ફરીથી લખવાની Manually કામગીરી થતી અને રેકર્ડ પ્રમાણિત કરવામાં આવતું તેમાં નહીવત ક્ષતિ (Human error) આવતી, રી સર્વેના રેકર્ડ પ્રમાણિત થયા બાદ આજે પણ રાજ્યમાં અસંખ્ય કેસોમાં ક્ષેત્રફળમાં સુધારવાના નિર્ણયો લેવાયા નથી. આ બાબતમાં મામલતદારને / ડીઆઈએલઆર દ્વારા ઝુંબેશ સ્વરૂપે મૂળ રેકર્ડથી ખરાઈ કરીને ખાત્રી કર્યા બાદ સ્વમેળે (Suomoto) રેકર્ડ અદ્યતન કરવાની જરૂર છે. મારી સમક્ષ જે રજૂઆતો આવી છે તેમાં ભાઈઓ ભાગની વહેંચણીની નોંધ હક્કપત્રકમાં વર્ષો પહેલાં મંજૂર કરવામાં આવેલ તે મુજબ ૭/૧૨માં પણ નામ ચાલતા, રી સર્વે બાદ બંને ભાઈઓના સર્વે નંબર ઉલટ-સુલટ થયા છે કોઈ ક્ષેત્રફળમાં ફેરફાર નથી. બંને ભાઈઓને પણ પુનઃફેરફાર કરવામાં વાંધો નથી તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી મામલતદાર / ડી.આઈ.એલ.આર. અને જીલ્લા કક્ષાએ ધક્કા ખાય છે, પરંતુ આટલી સીધી બાબતમાં પણ ખાતેદારોએ હેરાન થવું પડે છે. જ્યારે મહેસૂલી રેકર્ડનું કમ્પ્યુટરાઈઝેશન કરીને અમલમાં મુકવામાં આવેલ, ત્યારે આવા પ્રકારની ક્ષતિ થયેલ હોય તો મામલતદારે Suomoto હુકમ કરીને આવી નોંધો પાડી દૂરસ્તી કરવામાં આવે છે, પરંતુ આવી બાબતોમાં જમીન માપણી (ડી.આઈ.એલ.આર. એસ.એલ.આર.) અને મામલતદાર કચેરીમાં ધક્કા ખાવા પડે છે. જેનું નિવારણ જરૂરી છે. આજ રીતે ઈધરા કેન્દ્રમાં ઓનલાઈન ખેતવિષયક જમીનોના રજીસ્ટર્ડ દસ્તાવેજમાં હક્કપત્રકમાં નોંધ પડે છે તેમાં રેકર્ડ વેરીફીકેશનના નામે વિલંબ થાય છે. ઈધરા કેન્દ્ર જાહેર જનતા માટે તેમની જમીનના તમામ વ્યવહારો માટે માનવ શરીરની માફક ચેતાતંત્ર છે. (Nervous System) અને હક્કપત્રકની નોંધો અને પ્રમાણિત કરવા બાબતમાં તાલુકા મામલતદારની તેમજ તાબાના મહેસૂલી નોંધ પ્રમાણિત અધિકારીઓની કાર્યવાહી સૌથી મહત્વની છે. મહેસૂલી બાબતોના તમામ પ્રકરણો / પાયાના તાલુકાનું એકમ તરીકે મામલતદાર કક્ષાએથી Originate શરૂ થાય છે કારણ કે રેકર્ડના પાયાના Custodian તરીકે તમામ પ્રકારનું Verification થાય છે. મામલતદારને જુદા જુદા કાયદાઓ હેઠળ સત્તાઓ છે, તેમાં મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ જાહેર રસ્તા ઉપર અડચણ / રૂકાવટ પેદા કરવામાં આવે તેને ખુલ્લો કરાવવા માટે અગત્યની સત્તા ધરાવે છે. કાયદા હેઠળ મામલતદારને Summary Enquiry કરીને કાયદા અનુસારના અવરજવરના રસ્તા ઉપરના હક્કો પ્રસ્થાપિત કરી શકે છે.

તાલુકાના મેજીસ્ટ્રેટ તરીકે સુલેહ, શાંતિ જળવાય અને સંવાદિતાનું વાતાવરણ જળવાય તે માટે સીઆરપીસીની કલમ-૧૦૭, ૧૦૮, ૧૧૦ અને ૧૧૮ હેઠળ શાંતિ જોખમાય તેવી કાર્યવાહી કરનારાઓ સામે બોન્ડ, જામીન લેવાના અધિકારો છે. આ ઉપરાંત સૌથી અગત્યની સીઆરપીસીની કલમ-૧૪૫ હેઠળ કોઈ જમીન / મિલકત ઉપર બે પક્ષકારોની તકરાર હોય તો પક્ષકારોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવાની સત્તા છે. આ ઉપરાંત સીઆરપીસી હેઠળ અવારનવાર બહાર પડતાં જાહેરનામાઓની અમલવારી અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સૌથી અગત્યની ભૂમિકા છે. પુરાવા કાયદા અધિનિયમના ભાગરૂપે મરણોન્મુખ નિવેદન Dyeing Declaration, ઈન્કવેસ્ટ તેમજ ઓળખ પરેડ પણ એક્જીક્યુટીવ મેજીસ્ટ્રેટ કરવાની છે, જેમ જણાવ્યું તેમ તાલુકાના મામલતદારને વિવિધ કામગીરી સોપવામાં આવી છે તેમાં સમાજ સુરક્ષા (વૃદ્ધ - વિધવા પેન્શન) મધ્યાહન ભોજન યોજના, પુર, અછત, આકસ્મિક બનાવો, પ્રોટોકોલ, નાગરિક પુરવઠા હેઠળ સસ્તા અનાજમાં વિતરણ, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રજૂ કરવાના જુદા જુદા દાખલા / પ્રમાણપત્રો આપવાની સત્તા મામલતદારને છે. આમ જાહેર જનતાને લગતા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ તાલુકા કક્ષાએ થાય તે માટે ATVT આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા હેઠળ પણ કામગીરી કરી શકાય છે. આમ લોકાભિમુખ વહીવટ હેઠળ જુદી જુદી સેવાઓનું યોગ્ય પ્રમાણે પ્રજાહિતમાં નિર્વહન થાય તે માટે મામલતદારની ભૂમિકા અગત્યની છે.


No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...