શિક્ષિત વસિયતકર્તા દ્વારા અંગુઠાની છાપ વડે સહી કરાયેલા વસિયતની કાયદેસરતા - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.29.2022

શિક્ષિત વસિયતકર્તા દ્વારા અંગુઠાની છાપ વડે સહી કરાયેલા વસિયતની કાયદેસરતા

 

ખેતીની જમીન વિલ હેઠળ કોઈ બિનખેડૂતને ખેડૂત બનાવવાના ઈરાદાથી આપવાનું ઠરાવ્યું હોય તો તે બિનઅમલપાત્ર બને છે

For Download Stamp Duty Calculator App Click here 


તમારી જમીન,  તમારી મિલકત 

> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

સામાન્ય રીતે શિક્ષિત વ્યક્તિ કોઈપણ દસ્તાવેજમાં સહી કરતી વખતે લખીને સહી કરવાનું વલણ રાખતી હોઈ, તેથી વિરુદ્ધની પરિસ્થિતિમાં, જો તેવી વ્યકિત અંગૂઠાની છાપ કરવાનું પસંદ કરે તો, તે અંગે સામાન્ય સંજોગોમાં શંકા ઉપજે છે. વસિયતનામામાં સહી ન કરવા માટે સ્પષ્ટ કારણ દર્શાવવામાં આવ્યું હોય કે વસિયતકર્તાને રોગની નબળાઈના કારણે આંગળીઓ ધ્રુજવાને લીધે તેઓ સહી કરવા અસમર્થ હતા તો તે સંપૂર્ણપણે યોગ્ય લેખાશે.

વસિયતના કેસમાં પુરાવાનાં બોજા બાબત ઃ જો વસિયતનામું બનાવટી હોવાનો આક્ષેપ થાય તો, તે બનાવટી ન હોવાનો એટલે કે સાચી રીતે થયેલું હોવાનું પુરવાર કરવાનો બોજો વસિયત રજૂ કરનાર વ્યક્તિ ઉપર છે. પરંતુ જો વસિયત, અનુચિત પ્રભાવ હેઠળ, છેતરપિંડીથી અથવા દાબ-દબાણથી કરાયેલી હોવાનો આક્ષેપ થાય તો, તેમ હોવાનું પુરવાર કરવાનો બોજો તેવો આક્ષેપ કરનાર ઉપર છે અને વસિયત રજૂ કરનાર વ્યકિત ઉપર રહેતો નથી.

- જો એક વખત વસિયતમાં યોગ્ય રીતે બે સાક્ષીઓ વડે સાખ કરવામાં આવી હોય અને જો તે સાક્ષીઓ દ્વારા સાહેદો તરીકે તેને સાબિત કરવામાં આવેલા હોય, તો વાદીના ઉપરોકત કથનના આધાર ઉપર વસિયતને અકુદરતી અથવા ગેરમાન્ય ઠરાવી શકાય નહી.

- સંયુક્ત વસિયતનામું એ એવો દસ્તાવેજ છે, કે જે હેઠળ બે અથવા તેથી વધુ વ્યકિતઓ તેમની અસ્ક્યામતોનો વસિયતનામા થકી વ્યવસ્થા કરી શકે છે. જો આવી વસિયત, વસિયતકર્તાઓ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી હોય તો તેને તેઓ દ્વારા વ્યકિતગત રીતે એટલે કે જે તે વ્યક્તિઓની મિલકતોના સંબંધમાં અલગ-અલગ વસિયત કરવામાં આવી હોય, તે રીતે જ ગણવામાં આવશે. આવી વસિયત, વસિયતકર્તાઓ પૈકીના તમામની હયાતિ દરમિયાન કોઈપણ સમયે તેમજ તેઓ પૈકીના કોઈ એકના મૃત્યુ બાદ અન્ય જીવીત વસિયતકર્તા દ્વારા પરત ખેંચી શકાય તેવી હોય છે. પરંતુ જો આવી વસિયતને પરત ખેંચવામાં ન આવે અથવા તેમાં ફેરફાર કરવામાં ન આવે તો, તે સૌથી છેલ્લે જીવીત રહેલી વ્યકિતના વસિયતનામા તરીકે ગણવામાં આવશે.

- પ્રોબેટ આપનારી અદાલત મિલકતની માલિકીનો પ્રશ્ન નક્કી કરી શકે નહીં. ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે કરેલા વિલ અંગેની એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવા પ્રોબેટ મેળવવું જરૂરી નથી. જ્યારે કોઈ વિલ યા વસિયતનામા અંગે પ્રોબેટ મેળવવાની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવેલી હોય ત્યારે તે વિલ યોગ્ય રીતે કરવામાં આવેલ છે કે કેમ ? અને કાયદા મુજબ તે વિલનું સાક્ષીકરણ કરવામાં આવેલ છે કે કેમ ? માત્ર આવા પ્રશ્ન અંગે પ્રોબેટ કોર્ટને સંબંધિત છે. પરંતુ વિલવાળી મિલકતની માલિકી અંગેની તપાસ પ્રોબેટ કોર્ટ કરી શકે નહીં. પ્રોબેટ કોર્ટ માત્ર વિલ યાને વસિયતનામું યોગ્ય અને પ્રમાણિક છે કે કેમ? પરંતુ જરૂર પડે કોર્ટ તરફથી વિલ યાને વસિયતનામું યોગ્ય રીતે અને કાયદા મુજબ કરવામાં આવેલ નથી તેવું માત્ર જાહેર કરી શકે. પ્રોબેટ કોર્ટ પોતાની હકૂમતનું વિસ્તરણ મિલકતના માલિકીમાં અને તેમના હક્ક, ટાઈટલ અંગે તપાસ કરી ન શકે.

- હિન્દુ વિલને પ્રોબેટની જરૂર નથી વિલના આધારે પ્રાપ્ત કરેલ અધિકાર અંગે મહેસૂલ અધિકારી(રેવન્યુ ઓથોરિટી) સમક્ષ પ્રોબેટ મેળવ્યા વિના વિલનો ગામ દફતરે ફેરફાર નોંધ કરવા અમલ થઈ શકે છે, હક્ક સ્થાપિત કરી શકાય છે. વિલની નોંધ ગામ દફતરે દાખલ કરવા વિલ અંગેની નોંધ મહેસૂલી અધિકારીએ ગામ દફતરે દાખલ કરવી કાયદા મુજબ જરૂરી છે. જો હિન્દુ વ્યકિત દ્વારા વિલ કરવામાં આવેલું હોય તેમજ તેવી મિલકત મુંબઈ, ચેન્નાઈ, અને કોલકતા હાઈકોર્ટની મૂળભૂત દિવાની (સિવિલ) હકૂમતની બહાર આવેલી મિલકત હોય, તો આવા કિસ્સામાં હિન્દુ વ્યક્તિએ તેવા ક્ષેત્ર વિસ્તારની બહાર બનાવવામાં આવેલા વિલના સંબંધમાં અથવા તેવા ક્ષેત્ર વિસ્તારની બહાર આવેલ સ્થાવર મિલકતના સંદર્ભમાં વિલ અંગે પ્રોબેટ મેળવવાનું ફરજિયાત નથી.

- મહેસૂલી અધિકારી (રેવન્યુ ઓથોરિટી) પ્રોબેટ અંગેનો આગ્રહ રાખી શકે નહીં. વિલ એ કોઈ તબદીલી નથી પરંતુ વારસાઈ સ્વરૂપ છે. આથી ઉપર મુજબનો કિસ્સામાં જ્યારે કોઈ વ્યકિત જમીન/મિલકત વિલથી પ્રાપ્ત થયેલી હોય તો તે વિલનો અમલ તે વ્યકિત કોઈ વ્યકિત જમીનના રેવન્યુ રેકર્ડમાં કોઈપણ પરવાનગી મેળવ્યા વિના કરાવી શકે છે અને તે માટે કાયદાનો કોઈ પ્રતિબંધ નથી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ ખેતીની જમીન વિલ હેઠળ કોઈ બિનખેડૂતને ખેડૂત બનાવવાના ઈરાદાથી આપવાનું ઠરાવેલ હોય તો તે બિનઅમલપાત્ર બને છે.

- વિલ કરનારે નજીકના સગાને બદલે ત્રાહિતની તરફેણમાં કરેલું હોવા માત્રથી વિલ શંકાસ્પદ ગણાય નહીં.

- જ્યારે કોઈ વ્યકિતના ઘડપણ સમય દરમિયાન પોતાના દીકરા-દીકરી કે નજીકનાં સગાં સારસંભાળ કે ધ્યાને ન રાખે અને કોઈ ત્રાહિત વ્યક્તિએ તેના અંતિમ સમય દરમિયાન સાર સંભાળ રાખી હોય, તેવી વ્યકિતની તરફેણમાં વસિયતકર્તાએ કરેલું વિલ શંકાસ્પદ ગણાય નહીં.

- પોતાના દીકરા-દીકરીને કંઈ જ ન આપવા માત્રથી વિલ ગણી શકાય નહીં, જયારે દીકરા-દીકરી પિતા તરફથી ફરજ ચૂકી જાય ત્યારે પોતાના દીકરા-દીકરીને કંઈ જ ન આપવાનો નિર્ણય વાજબી ગણી શકાય. આવા સંજોગોમાં વ્યકિતને વૃદ્ધાવસ્થામાં જેમની મદદ મળી હોય તેવી વ્યક્તિને મિલકતના સાચા વારસદાર તરીકે સ્થાપિત કરી શકાય પરંતુ મોટાભાગે આવા ત્રાહિતની તરફેણમાં વિલ સિવિલ કોર્ટમાં ચેલેન્જ થતા હોય છે.

- વિલ કરનાર વયોવૃદ્ધ અવસ્થામાં વિલ કરે અને વિલ કર્યા બાદ થોડા દિવસમાં ગુજરી જવા માત્રથી વિલ કરનાર શારીરિક અને માનસિક રીતે વિલ કરવા સ્વસ્થ નહોતા તેમ ઠરાવાય નહીં. કાયદા અન્વયે વિલની સાબિતી માટે વિલ કરનાર અને બે સાક્ષીઓની હાજરીમાં સહી કરાયેલી હોવી જોઈએ તથા વિલ લખનારે વિલ કરનારની મરજી અનુસાર વિલ તૈયાર કર્યા હોવાનું તથા વિલ કરનારને વાંચી સંભળાવ્યાનું અને બાદમાં સહી કર્યાનું જણાવે, તેવા સંજોગોમાં વિલ કરનાર વિલ કર્યા બાદ થોડાક દિવસમાં ગુજરી જવા માત્રથી વિલ શંકાસ્પદ કે ગેરકાયદેસર ગણાય નહીં.

- વસિયતમાં તકનીકી શબ્દો (લીગલ વર્ડસ) ઉપયોગ કરવો જરૂરી નથી. વસિયતમાં તકનીકી શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ એવા શબ્દોનો ઉપયોગ કરવો, જેથી વસિયતકર્તાનો ઈરાદો જાણી શકાય. જ્યારે વસિયતકર્તાએ પોતાની વસિયતમાં જણાવ્યું હોય કે તેમના મૃત્યુ પછી તેની પત્ની તેની જિંદગી સુધી મિલકતનો ઉપયોગ કરી શકશે. તેમના મૃત્યુ પછી તેની પુત્રી તેની જિંદગી સુધી ઉપયોગ કરી શક્શે અને ત્યાર પછી મિલકત તેના પુરુષ બાળકને જશે. તો તેવા સંજોગોમાં ઠરાવવામાં આવ્યું કે વસિયતની ભાષા મુજબ વસિયતકર્તાનો ઈરાદો તેની મિલકત પૂર્ણ રીતે તેની પુત્રીઓને આપવાનો નથી, પરંતુ તેની જિંદગી દરમિયાન ઉપયોગ કરવા માટે આપવાનો છે.

- વસિયત રજિસ્ટર્ડ નહીં હોવા માત્રથી, તે શંકાસ્પદ ન હોવાનું કહી શકાય નહીં. કાયદા મુજબ જો વસિયતનામું કરવા અંગે શંકાસ્પદ સંજોગો જણાતા હોય તો આવા શંકાસ્પદ સંજોગોનો ખુલાસો કરવાનું તે વ્યક્તિના શિરે રહે છે, કે જે તે વસિયત કાયદેસરની હોવાનો દાવો કરે છે. જો વસિયત રજિસ્ટર્ડ હોય અને શંકાસ્પદ સંજોગોમાં થયેલું હોવાનું જણાય, તો માત્ર તેના રજિસ્ટર્ડ હોવાથી ઉપસ્થિત થયેલા શંકાસ્પદ સંજોગોનો ખુલાસો કરવા પૂરતો નથી. વસિયતની આવી નોંધણી પોતે જ શંકાઓ દૂર કરવા પૂરતી નથી.

- વસિયત બનાવવા માટે વકીલની સલાહ મેળવવી હિતાવહ છે, કારણ કે કાયદાકીય સલાહકાર ઘણી બાબતો અને સંભાવનાઓ વિશે વિલ કરનારને વિચાર કરવામાં મદદ કરી શકે છે કારણ કે વિલ કરનાર ઘણી બધી બાબતો અને કાયદાની આંટીઘુંટીથી અજાણ હોઈ શકે છે.
(નોંધ:-જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો ‹નવગુજરાત સમય› ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

ખેતીની જમીન વીલ મારફતે બિન-ખેડૂત ને તબદીલ થઇ ના શકે :સુપ્રીમ કોર્ટ


No comments:

Post a Comment

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...