- GSTનું Ato
-હર્ષ કિશોર
અફોર્ડેબલ રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ એટલે શું? અફોર્ડેબલ રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ એટલે જેમાં :
* મેટ્રોપોલિટન શહેરોમાં કારપેટ એરિયા ૬૦ ચોરસ મીટર થી ઓછો હોય
* મેટ્રોપોલિટન શહેરો સિવાય ના વિસ્તારોમાં કારપેટ એરિયા ૯૦ ચોરસ મીટર થી ઓછો હોય
* બિલ્ડર દ્વારા ચાર્જ કરવામાં આવેલ કુલ રકમ ૪૫ લાખથી ઓછી હોય
* મેટ્રોપોલિટન શહેરોની યાદી : Bangalore Chennai, Delhi NCR (limited to Delhi, Noida, greater Noida, Ghaziabad Gurugram Faridabad), Hyderabad, Kolkata and Mumbai(whole of Mumbai Metropolitan region (MMR) i.e consists of 8 Municipal Corporations and 9 Municipal Councils around Mumbai. આ યાદીમાં ગુજરાતનું એકપણ શહેર નથી એટલે આપને ત્યાં ૯૦ ચોરસ મીટર જોવાશે.
* આ રૂ ૪૫ લાખની રકમ મેટ્રો અને નોન-મેટ્રો વિસ્તારો માટે સમાન રાખેલ છે.
રૂપિયા ૪૫ લાખની મર્યાદાની ગણતરી કેવી રીતે કરવી?
આવી ગણતરી કરતી વખતે પાર્કિંગ ચાર્જ, ડેવલપમેન્ટ ચાર્જ, કોમન સગવડોનું ચાર્ર્જ અને પસંદગીના ફ્લેટ માટે (જેમ કે રોડ-ટચ, ગ્રાઉન્ડ ફ્લોર, વગેરે) લેવામાં આવેલ ચાર્જ વગેરેનો સમાવેશ કરવાનો રહે છે. પરંતુ તેમાંથી મેન્ટેનન્સ ચાર્જ, મેન્ટેનન્સની ડિપોઝિટ, સ્ટેમ્પ ડયુટી અને કોમન માળખાકીય સવલતોના મેન્ટેનન્સનો સમાવેશ કરવાનો રહેતો નથી.
* બંને કેસમાં આઇટીસી રીવવર્સલ માટે નિયમ ૪૨ (૧) અને (૨) માં દર્શાવેલ પદ્ધતિ અપનાવવાની રહે.
* કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપર ૧૨% ના દરે વેરો લાગે છે અને વેરા શાખ મળવા પાત્ર થાય છે.
જરૂરી પ્રમાણપત્ર : તારીખ ૧.૪.૧૯ ના રોજ ઓન ગોઇંગ પ્રોજેક્ટ માટે સક્ષમ સત્તાવાળા પાસેથી પ્રોજેક્ટ તારીખ ૩૧.૩.૧૯ સુધીમાં શરૂ થયેલ છે તે મતલબનું પ્રમાણપત્ર આર્કિટેક્ટ એક્ટ ૧૯૭૨ ની જોગવાઈઓ મુજબ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર હેઠળ નોંધાયેલ હોય તેવા આર્કિટેકટઅથવા ઇન્સ્ટિટયૂશન ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયામાં ચાર્ટર્ડ એન્જિનિયર તરીકે રજીસ્ટર થયેલ હોય એન્જિનિયર અથવા સ્થાનિક સત્તા મંડળ હેઠળ લાઇસન્સ ધરાવતા સર્વેયરનું પ્રમાણપત્ર લાવવાનું રહે છે. એટલે કે આ કામ માટે સાઈટ પ્રિપેરેશનની કામગીરી પૂર્ણ થયેલ છે અને પાયા માટેનું ખોદકામ તારીખ ૩૧.૩.૧૯ પહેલા શરૂ થયા મતલબનું પ્રમાણપત્ર. અને જો તારીખ ૩૧.૩.૨૦૧૯ સુધીમાં કમ્પલીશન સર્ટિફિકેટ આવ્યું ન હોય ઉપરાંત તારીખ ૧/૪/૧૯ સુધીમાં બાંધકામની સ્કીમમાં કેટલાક ફ્લેટનું બુકિંગ થયેલ હોય અને ઓછામાં ઓછો એક હપ્તો પ્રમોટરના બેંક ખાતામાં જમા થયેલ હોય તો તે on-going project ગણાશે.આ સીવાય ઓન ગોઇંગ પ્રોજેક્ટ માટે સક્ષમ સત્તાવાળા દ્વારા કમેન્ટ્સમેન્ટ સર્ટિફિકેટ ઇશ્યુ થયેલ હોવું જોઈએ, ટાઈમ ઓફ સપ્લાય મુજબ બિલ્ડરની જવાબદારી આવતી હોવી હોઈએ અને કમ્પ્લીશન સટફિકેટ ઈશ્યુ થયેલ ન હોવું જોઈએ.
વિકલ્પ : તારીખ ૧.૪.૨૦૧૯ ના રોજ ઓનલાઈન પ્રોજેક્ટ માટે કરદાતા જૂની યોજનામાં ચાલુ રહેવા કે નવી યોજનામાં જોડાવા માટેનો વિકલ્પ મળે છે (Annexure-IV ભરીને). પરંતુ જો તે કોઈ વિકલ્પ ન આપે તો તે આપોઆપ નવી યોજનામાં જોડાઈ ગયેલ છે તેમ માની લેવામાં આવશે ઉપરાંત તારીખ ૧/૪/૧૯ પછી શરૂ થયેલ પ્રોજેક્ટને ફરજિયાત પણે નવી યોજનામાં જોડાવાનું રહે તેના માટે જૂની યોજનાનો વિકલ્પ બંધ કરવામાં આવેલ છે. જો કોઈ બિલ્ડર નવી યોજનામાં જોડાવા માટેનો વિકલ્પ આપે છે તો તા ૩૧.૦૩.૨૦૧૯ના દિવસે બચેલ/વણવપરાયેલ વેરાશાખ નિયત ફોર્મ્યુલા મુજબ પ્રોજેક્ટ-વાઈસ રીવર્સ કરવી પડે. અને નહી ભોગવેલ વેરાશાખની વિગતો GSTR-3B માં દર્શાવવાની રહે.
રિયલ એસ્ટેટને લગતા અગત્યના જાહેરનામા :
૧. જાહેરનામા ક્ર ૪/૨૦૧૮ CT(R)- તા ૨૫.૦૧.૨૦૧૮ બાંધકામની સેવા TDR, FSI અને Long Term Lease ને લગતા પેમેન્ટ અંગેની ખાસ પ્રક્રિયા
૨. જાહેરનામા ક્ર: ૩/૨૦૧૯-CT(R) -તા ૨૯.૦૩.૨૦૧૯ રિયલ એસ્ટેટ સેકટર માટેના વેરાના દરમાં ફેરફાર
૩. જાહેરનામા ક્ર: ૪/૨૦૧૯-CT(R)-તા ૨૯.૦૩.૨૦૧૯ TDR, FSI અને Long Term Lease ને વેરા-માફી
૪. જાહેરનામા ક્ર: ૫/૨૦૧૯-CT(R) -તા ૨૯.૦૩.૨૦૧૯ TDR, , FSI અને Long Term Lease ઉપર RCM
૫. જાહેરનામા ક્ર: ૬/૨૦૧૯-CT(R) -તા ૨૯.૦૩.૨૦૧૯ JDA અને જમીન ધારકને બાંધકામની સેવા પૂરી પાડવાના કિસ્સામાં ટેક્સ પેમેન્ટનો સમય
૬. જાહેરનામા ક્ર: ૭/૨૦૧૯-CT(R) -તા ૨૯.૦૩.૨૦૧૯ URD ખરીદી ઉપર RCM
૭. જાહેરનામા ક્ર: ૮/૨૦૧૯-CT(R) -તા ૨૯.૦૩.૨૦૧૯ નોધાયેલ વેપારી પાસેથી ૮૦%થી ઓછી ખરીદીના કિસ્સામાં ૧૮% વેરો ભરવા બાબત
૮. જાહેરનામા ક્ર: ૧૦/૨૦૧૯-CT(R) -તા ૧૦.૫.૨૦૧૯. તા ૧.૪.૨૦૧૯ ના રોજ ઓનગોઇન્ગ પ્રોજેક્ટસ માટ પ્રમોટર્સને જૂની કે નવી સ્કીમમાં જોડાવવા માટેના વિકલ્પની તારીખ લંબાવવા અંગે
૯. જાહેરનામા ક્ર : ૧૬/૨૦૧૯-CT-તા ૨૯.૩.૨૦૧૯. GSTના નિયમ ૪૨ અને ૪૩ માં ફેરફાર
૧૦. જાહેરનામા ક્ર : ૪/૨૦૧૯-(ROD) -તા ૨૯.૦૩.૨૦૧૯ કાર્પેટ એરિયાના આધારે ITC ની ગણતરી બાબત
૧૧. CBIC નો પરિપત્ર ક્ર: ૩૫૪/૩૨/૨૦૧૯/ TRU-તા ૭.૫.૨૦૧૯-રિયલ એસ્ટેટને લગતા FAQ--ભાગ-૧
૧૨. CBIC નો પરિપત્ર ક્ર: ૩૫૪/૩૨/૨૦૧૯/TRU-તા ૧૪.૫.૨૦૧૯-રિયલ એસ્ટેટને લગતા FAQ--ભાગ-૨
જીએસટી કાઉન્સિલની તા ૨૪.૦૨.૨૦૧૯ ના રોજ યોજાયેલ ૩૩મી બેઠકમાં સૂત્ર 'હાઉસિંગ ફોર ઓલ બાય ૨૦૨૨' ને તથા અન્ય અગત્યની બાબતો ધ્યાને રાખીને રિયલ એસ્ટેટ સેકટરની ટેકસેબીલીટી અંગે કેટલાક ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. અફોર્ડેબલ હાઉસિંગ પર વેરાનો દર ૧% અને રહેણાંકના મકાનો માટે Transfer of Development Rights કે FSI (વધારાની FSI સહિત) અથવા Long Term Leaseના વ્યવહારોને વેરા- મુક્ત કરવાની બાબતો મુખ્ય હતી
No comments:
Post a Comment