કલોલના ૨૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

11.14.2024

કલોલના ૨૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

  કલોલ શહેરના 25 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ.

• ધારાસભ્યની રજૂઆતના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં અમલ, મિલકતો વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી પડશે

FOR NOTIFICATIONS CLICK HERE 

DISTURB AREA PERMISSION POWER KALOL

કલોલ શહેર પોલીસ મથક હદમાં આવેલા શહેરના અનેક સંવેદનશિલ વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. તેમાં હિન્દુ-મુસ્લિમ રહેણાંક નજીકના માઢ, વાસ અને સોસાયટી સહિત 25 વિસ્તારોને સાંકળી લેતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા અશાંત ધારા હેઠળ કલોલ શહેરના 25 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અશાંત ધારો એવા સ્થાન પર લાગુ કરવામાં આવે છે કે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય, બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય તે સહિતના પ્રશ્નો ઉભા થતા હોવાના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવતો હોય છે. કલોલના વિવિધ સંવેદનશિલ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની પ્રજા અને વિવિધ સંગઠનો દ્વારા વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી.

શહેરના અનેક સંગઠનો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએથી માંડી રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમાં સંવેદનશિલ વિસ્તારોમાં વારંવાર થતી તંગદિલી નિવારવા માટે અશાંત ધારો લાગુ કરવા માગણી કરવામાં આવી હતી. જો કે વર્ષેથી થતી આ માગણી અને રજૂઆતો સરકારમાં વણઉકેલી પડી રહી હતી. શહેરના અગ્રણીઓ દ્વારા ભાજપના ધારાસભ્ય બકાજી ઠાકોર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે કલોલ શહેરની સંવેદનશિલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ હેતુથી કલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય બકાજી ઠાકોરે કરેલી રજૂઆતોને લક્ષમાં લઇ ગુજરાત સરકાર દ્વારા તા.13મી નવેમ્બરથી કલોલ શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.

જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ રહેશે, અને વેચાણ પહેલા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરશે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો માન્ય ગણાશે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા આપવામાં આવી છે

અશાંત વિસ્તારો એટલે કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ ચોક્કસ સમુદાયના લોકોની વસતી વધી અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તો ત્યાં વસતાં લોકોની મિલકત પર તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો અશાંત ધારો છે.

અનેક વિસ્તારોમાં મુસ્લિમ બહુમતી વધતાં હિન્દુ હિત રક્ષક સમિતિએ માગણી કરી હતી

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં હિન્દુ સમાજની બહુમતિ ધરાવતા કેટલાક વિસ્તારો આજે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો બની ચૂકયા છે. આવા વિસ્તારો સંવેદનશિલ બની રહ્યા છે. જેને અટકાવવા માટે કલોલ શહેરમાં અમદાવાદની જેમ અશાંત ધારો લાગુ કરવા હિન્દુ હિત રક્ષક સમિતિએ કલોલ શહેર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જે તે વખતે આવેદનમાં જણાવાયું હતું કે મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા હિન્દુઓના મહોલ્લામાં કોઇ એક મકાન ઉંચા ભાવે ખરીદી લેવામાં આવે છે અને પછી અન્ય હિન્દુઓને હિજરત કરવાની ફરજ પડે તેવુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતિ ઉભી કરી અન્ય મકાનો ઓછી કિંમતમાં ખરીદવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવાયું હતું કે શહેરના જૂના ચોરા વિસ્તારમાં 150થી હિન્દુ પરિવારો પોતાનું મકાન ધરાવે છે અને શાંતિથી ગુજરાન ચલાવી રહ્યા છે. થોડા સમય અગાઉ વાસના નાકા ઉપરનું એક મકાન મુસ્લિમ શખ્સ દ્વારા ખરીદવાસના નાકા ઉપરનું એક મકાન મુસ્લિમ શખ્સ દ્વારા ખરીદ કરાયા બાદ રીનોવેશન કરવાની શરૂઆત કરાઇ હતી. ત્યારે હિન્દુ આગેવાનો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. દરમિયાન એકત્ર થયેલા ટોળાએ ધાકધમકી આપી વિરોધ કરનારાઓને ભગાડી મૂકયા હતાં. આવા બનાવો ભવિષ્યમાં ન બને અને બન્નો કોમ વચ્ચે તનાવભરી સ્થિતિ પેદા ન થાય તેવા હેતુથી કોઇ મુસ્લિમ કોમની વ્યકિત હિન્દુનું મકાન કે કોઇ હિન્દુ વ્યકિત દ્વારા મુસ્લિમનું મકાન ખરીદી શકે નહીં તેવો અશાંત ધારો લાગુ કરવા માગણી કરવામાં આવી હતી.

મિલકત વેચાણની કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે

અશાંત ધારો એટલે કે જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે.

અશાંત ધારામાં સમાવેશ થતા વિસ્તારમાં મિલકત વેચવા માટે કલેક્ટરને ફરજિયાત જાણ કરવી પડે છે. જેમાં કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે છે.

કલોલના આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ

કલોલ શહેરના વિસ્તારોને ડિસ્ટર્લ્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તે તમામ વિસ્તારનો 500 મીટર આસપાસના વિસ્તારમાં આ ધારો લાગુ કરવામાં આવ્યો છે.

કલોલ શહેર પોલીસ મથક હેઠળના કુંભારવાસ વોર્ડ-૧ અને ૨, મહાદેવવાળો વાસ વોર્ડ-૧, પાંચહાટડી બજાર વોર્ડ-૧, બારોટવાસ, કુંભારવાસ, જુતપુરા વાસ અને ભોંયરાવાળો.૨, મહાદેવવાળો વાસ વોર્ડ-૧, પાંચહાટડી બજાર વોર્ડ-૧, બારોટવાસ, કુંભારવાસ, જુતપુરા વાસ અને ભોંયરાવાળો વાસ વોર્ડ-૧, ઠાકોર વાસ વોર્ડ-૨, દવેનો વાસ વોર્ડ૨, ચોરા વિસ્તાર વોર્ડ૧, નાગરમીઠાનો વાસ વોર્ડ-૨, ગોવાવાળો વાસ વોર્ડ-૨, પંચવટી બજાર વોર્ડ ૨, કુંભારવાસ વોર્ડ ૨, પંચવટી બજાર વોર્ડ ૧, બારોટવાસ વોર્ડ ૧ તેમજ જીતપુરાનો વાસ, કુભારવાસ, ભોંયરાવાળો વાસ વોર્ડ-૧, ઉપશરિયાનો વાસ વોર્ડ ૧, કુબેર નરશીનો માઢ વોર્ડ ૨, અંબાજી માતાનો વાસ વોર્ડ ૨, ઠાકોરવાસ વોર્ડ ૧, બાવાનો વાસ વોર્ડ ૨, કુબેરનરશીનો વાસ વોર્ડ ૨, અંબાજી વાસ વોર્ડ ૨, ઠાકરવાસ વોર્ડ ૧, પાંચહાટડી બજાર વોર્ડ ૧ અને કલ્યાપુરા વોર્ડ ૧નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના 500 મીટર આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે.




.

No comments:

Post a Comment

Featured post

કાયદા વિરુદ્ધ શરતો માન્ય નહીં: કન્વેયન્સ ડીડ માટે ૪ મહિનાની મર્યાદા હાઈકોર્ટે પુષ્ટી કરી

# **🏛️ બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કન્વેયન્સ ડીડમાં વિલંબ માટે વેચાણ દસ્તાવેજનો ક્લોઝ માન્ય નહીં**   ## **📌 પરિચય**   હાઉસિંગ સોસાય...