જમીન સંપાદન અધિનિયમ-2013 (Fair Compensation) ન્યાયિક વલણના અભાવે ખેડૂતોને અન્યાય - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

3.16.2025

જમીન સંપાદન અધિનિયમ-2013 (Fair Compensation) ન્યાયિક વલણના અભાવે ખેડૂતોને અન્યાય

 જમીન સંપાદન અધિનિયમ-2013 (Fair Compensation) ન્યાયિક વલણના અભાવે ખેડૂતોને અન્યાય


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ગુજરાતમાં ટીપી એક્ટ હેઠળ ટીપી સ્કીમનું અમલીકરણ ઝડપથી થાય તે જરૂરી

- ફક્ત હાઈવે કે અન્ય પ્રોજેક્ટ રસ્તા વિગેરેમાં સંપાદન થાય તો નવીન કાયદા પ્રમાણે વળતરની રકમ ચુકવાય છે

બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન જાહેર હેતુ માટે જમીન સંપાદનનો કાયદો ૧૮૮૪ અમલમાં હતો અને તેમાં જો રાજ્ય સરકાર પ્રમાણપત્ર આપે તો ખાનગી ઉદ્યોગો કે અન્ય એજન્સી માટે જમીન સંપાદન કાયદા હેઠળ જમીન સંપાદન થતી હતી. આ કાયદો લગભગ ૧૨૯ વર્ષ જેટલા સમયગાળા સુધી અમલમાં રહ્યો. ૨૦૧૩ના કાયદાને Fair Compensation & Rehabilitation & Resettlement Act એટલે કે વ્યાજબી વળતર અને પુનઃવસન અને પુનઃવસવાટ નામ છે. 

આમ તો આ કાયદો ૨૦૧૩માં સંસદમાં બીલ સ્વરૂપે રજુ કરવામાં આવેલ પરંતું Standing committeeને પરામર્શ માટે મોકલતા ૨૦૧૫માં કાયદો પસાર કરવામાં આવ્યો અને આ કાયદો કેન્દ્ર અને રાજ્યોને લાગુ પડતો હોવાથી રાજ્યોને નિયમો બનાવવાની સતા છે એટલે તેમાં ઘણા વિલંબ બાદ નિયમો ઘડવામાં આવ્યા જુના કાયદામાં ખેડુતો / જમીન ધારકોને Market Price બજાર કિંમતના સાપેક્ષમાં ઓછી વળતરની રકમ ચુકવવામાં આવતી જેમાં મુખ્યત્વે પાંચ સાલી વેચાણની સરેરાશ આધારે વળતર ચુકવવામાં આવતું અને જો તે વળતરની રકમ અંગે વિવાદ હોય તો Land Reference Courtમાં કરવો પડતો અને જેમાં વિલંબીત સ્વરૂપે નિર્ણયો આપતા હતાં. 

તાજેતરમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટે નવી મુંબઈના એરપોર્ટ માટે ૨૦૧૭માં Urgency Clause લગાવીને જમીન સંપાદન કરેલ તે કાર્યવાહી યોગ્ય વળતર ન ચુકવવાના મુદ્દા ઉપર અને Urgency Clause લગાવવાના અધિકાર ક્ષેત્રનાં મુદ્દા ઉપર સંપાદનની પ્રક્રિયા રદ કરી છે. આજ રીતે પંજાબ / હરિયાણાની હાઈકોર્ટે ૧૯૬૧માં હરિયાણાની વીજ વિતરણ કંપનીએ સંપાદન કરેલ જમીનનો હુકમ રદ કરી નવેસરથી વળતર આપવાના હુકમો કરેલ છે.

આમ સંપાદનના કેસો કોર્ટના માધ્યમથી જ ઉકેલાય તે જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩નો ઉદ્દેશ નથી. આ કાયદામાં પારદર્શક સ્વરૂપે પ્રક્રિયા હાથ ધરી બજાર કિંમતની બમણી રકમ, દિલાસા વળતર, વ્યાજની રકમ જેવી જોગવાઈઓ છે. મહારાષ્ટ્રના બીડ વિસ્તારમાં ૧ ખેડુતનું પવન ચક્કીના ુપ્રોજેક્ટના સંપાદનના મુદ્દા ઉપર ખુન થયેલ અને રાજકીય રીતે આ મુદ્દો સંવેદનશીલ બનતા મહારાષ્ટ્ર સરકારના મંત્રીને દુર કરવા સુધીની નોબત આવેલ પરંતું વાસ્તવિક રીતે જમીનની હકિકત પ્રમાણે જાહેર હેતુ માટે અને ખાસ કરીને આંતરમાળખાકીય પ્રોજેક્ટો માટે જમીન સંપાદનની પ્રક્રિયા પારદર્શક સ્વરૂપે હાથ ન ધરવાને કારણે લાંબા Litigation થાય છે અથવા તો પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબ થાય છે. જેથી આ સંપાદનની પ્રક્રિયાને તમામ Stake holders ના હિતમાં ખાસ કરને જમીન ધારકો અને નાના અને સિમાંત ખેડુતોના હિત જળવાય તે જરૂરી છે. કારણ કે ખેડુતોના ભરણ પોષણ / આજીવીકાનું સાધન જતું રહે તો કાયમી આર્થિક ઉપાર્જનના પ્રશ્નો વાસ્તવિક રીતે ઉભા થાય છે. કારણ કે એક તબક્કે વળતરની રકમ પણ આવે પરંતું જો સ્વ નિર્ભર અથવા તેમાંથી કોઈ આવકનું સાધન ઉભું કરવામાં ન આવે તો સંખ્યાબંધ એવા કિસ્સા છે કે વળતરની રકમ મળે એટલે કે ખેડુતો રીત-રીવાજોમાં ખર્ચા, મકાનો અને વાહનો ખરીદવામાં ખર્ચી નાખે પરંતું તેની સામે એટલી ખેતીની જમીન ખરીદી શકતા નહોય અને સ્વ-રોજગાર ઉભો કરવાની ક્ષમતા ન હોય એટલે આ કાયદામાં જો નાની જમીન સંપાદન થાય, પ્રોજેક્ટ સિવાય તો પુનઃવસન અને પુનઃવસવાટ માટેની જોગવાઈ છે. પરંતું ફક્ત હાઈવે કે અન્ય પ્રોજેક્ટ રસ્તા વિગેરેમાં સંપાદન થાય તો નવીન કાયદા પ્રમાણે વળતરની રકમ ચુકવાય છે. 

જ્યારે બીજી બાજું જો ભારતને વિકસીત દેશની હરોળમાં આવવું હોય તો Grawing Economy તરીકે આંતરમાળખાકીય સુવિધાઓ સાથે શહેરોના વિકાસ, હાઈવે, પોર્ટ, એરપોર્ટ, ઉદ્યોગો, Mining જેવા Sectors માટે જમીનની જરૂરીયાત છે. તેની સામે જમીન ધારકો છે તે મોટા ભાગે Small and Marginal Farmer Au. Data Research Group on Land Conflict ના તારણ મુજબ એક કરોડ જેટલા કેસો જુદા જુદા સંપાદનની પ્રક્રિયા હેઠળ વિવાદમાં છે અને સંખ્યાબંધ ૫૦,૦૦૦ કિલોમીટર જેટલા રસ્તાઓના સંપાદન હેઠળ વિવાદમાં છે. Policy Research ના અભ્યાસ પ્રમાણે જો ભારત દેશે ૮%ના વિકાસ દર સાથે ચાલવું હશે તો આ પ્રક્રિયામા સરળીકરણ અને પારદર્શકતા ખુબ જ જરૂરી છે. 

ઉત્તર પ્રદેશ સરકારે શભઇ (NCR (National Capital Region) વિસ્તારમાં ઝવેર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યું છે તેમાં વાટાઘાટો દ્વારા જમીન સંપાદન થઈ શકી છે. મોટા ભાગે જમીનોમાં સ્થાપિત હિતો, દલાલો અને રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓ પાસે વિકસતા વિસ્તારોમાં જમીનના Holding વધારે છે એટલે ઘણીવાર એવું બને કે આંતરમાળખાકીય પ્રોજેક્ટ કે સંપાદનની પ્રક્રિયામાં તે અવરોધ રૂપ બને છે, જ્યારે નાના અને સિમાંત ખેડુતોની જમીનો સંપાદન કરવામાં આવે છે અને બાકીની સંપાદન પ્રક્રિયા વિલંબમાં નાખવાથી પ્રોજેક્ટ Cost Overrun થાય અથવા તો આખેઆખા પ્રોજેક્ટ પડતા મુકવા પડે છે. 

બંધારણની જોગવાઈઓ જોઈએતો અગાઉ મિલ્કત ધરાવવાનો (Right to Property) અધિકાર મુળભુત અધિકાર હતો. જે મુંબઈના મીનરવા મિલ્સના સુપ્રિમકોર્ટના ચુકાદા બાદ બઁધારણીય સુધારો કરવામાં આવ્યો અને મિલ્કત ધરાવવાના અધિકારને મુળભુત હકમાંથી હટાવીને કાનુની અધિકાર (Statutory Rights) બંધારણમાં આર્ટિકલ-૩૦૦એ (૩૦૦A) ઉમેરવામાં આવી જેથી “Save as Provided in Law” ન્ચુ એટલે કે કાયદાની પ્રક્રિયા અનુસરીને કોઈપણ વ્યક્તિની મિલ્કતને જાહેર હેતુ માટે રાજ્ય લઈ શકે છે. 

એટલે કે જમીન સંપાદન અધિનીયમ - ૨૦૧૩ મુજબ યોગ્ય વળતર ચુકવીને જમીન સંપાદન પક્રિયા અનુસરીને જમીન જાહેર હેતુ માટે સંપાદન થઈ શકે છે. અગાઉના કાયદામાં જે કોર્ટમાં Land Reference વળતરની રકમ માટે કરવાની જોગવાઈઓ હતી તેના બદલે હવે Regional Special Court - Special Authority - રીટાયર્ડ ડીસ્ટ્રીક્ટ ન્યાયાધીશ કક્ષાના અધિકારીએ વળતરની રકમથી નારાજ હોય તો અરજી કરી શકે છે. કમનસીબે રાજ્યમાં વડોદરા, સુરત, અમદાવાદમાં સંખ્યાબંધ કેસો પડતર છે અને જેટલો વિલંબ થશે તેટલી વ્યાજની રકમ રાજ્ય સરકારે વધુ આપવી પડશે. 

ગુજરાતમાં શહેરી કરણનો વ્યાપ વધારે છે અને શહેરોનો આંતરમાળખાકીય પ્રોજેક્ટ માટે જો સંપાદનની પ્રક્રિયા અનુસરીને જમીનો મેળવવાની હોય તો મોટી વળતરની રકમ ચુકવવાની થાય અને વિલંબ પણ થાય એટલે રાજ્ય સરકારે શહેરોના માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન ઝડપથી બનાવી ટાઉન પ્લાનિંગ સ્કીમ ઝડપથી બનાવી ફાઈનલ કરવામાં આવે તો સંપાદનની પ્રક્રિયા વગર જાહેર હેતુ માટે જમીનો મળી રહે. આમાં ખેડુતોની જમીનોની કિંમતો ટીપી નાખવાથી વધતી હોય તો અને જ્યારે ૪૦ ટકા કપાતના ધોરણ પણ સ્વીકારાયેલ છે ત્યારે પારદર્શક સ્વરૂપે જેમ વલ્લભ વિદ્યાનગર વર્ષો પહેલાં ભાઈ કાકાએ ખેડુતોને સમજાવીને જમીન સંપાદન ખાનગી વાટાઘાટોથી લીધી અને તેઓને મોકાની જમીન પણ આપી. 

તાજેતરનો ઉત્તર પ્રદેશનો ઝવેર એરપોર્ટનો પણ દાખલો છે. જ્યાં ખેડુતોના હિતમાં વળતર અને તેઓના પુનઃવસનની પણ વ્યવસ્થા કરવામાં આવી.

No comments:

Post a Comment

Featured post

કાયદા વિરુદ્ધ શરતો માન્ય નહીં: કન્વેયન્સ ડીડ માટે ૪ મહિનાની મર્યાદા હાઈકોર્ટે પુષ્ટી કરી

# **🏛️ બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કન્વેયન્સ ડીડમાં વિલંબ માટે વેચાણ દસ્તાવેજનો ક્લોઝ માન્ય નહીં**   ## **📌 પરિચય**   હાઉસિંગ સોસાય...