8.22.2024

મામલતદાર કોર્ટ એકટ-૧૯૦૬

 મામલતદાર કોર્ટ એકટ-૧૯૦૬  FOR PDF CLIK HERE

આપણું ગુજરાત રાજય મુંબઈ રાજય સાથે ભેગું હતું ત્યારે ૧૯૦૬ થી આ કાયદો અમલમાં છે અને આ કાયદો મામલતદાર કોર્ટ અધિનિયમ-૧૯૦૬ તરીકે ઓળખાય છે. આ કાયદો જૂના સૌરાષ્ટ્ર રાજય સહિત આખા ગુજરાતમાં લાગુ પડે છે.

મામલતદાર કોર્ટ એકટ-૧૯૦૬

(ક્ક) વાદી એમ કહેતો હોય કે પ્રતિવાદીએ ઊભા કરેલા બાંધકામથી પોતાની જમીનમાંથી આવતા સપાટીના પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ થયો છે, જેનાથી પોતાની જમીનને અથવા તે ઉપરની ચરાઈ, ઝાડ અથવા પાકને નુકશાન થયું છે અથવા નુકશાન થવાનો સંભવ છે તો- * તપાસ કરી બાંધકામ તોડી પાડવા મામલતદારને સત્તા છે.?

૧. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની જોગવાઈ અનુસાર સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામા જીએચપી ૮૭ ઓફ /૧૯૭૮/ યુટીએ/૧૧૭૭/-૬૪૭  (૨) તા ૨૮.૦૬.૧૯૭૮ થી હેઠળ જાહેર થયેલ અહેવાલ વિકાસ વિસ્તાર વિસ્તારોના વિસ્તારને નિયંત્રણો લાગુ પડશે તેમ જ વખત તો વખત સુધારામાં આવે તે વિકાસ વિસ્તારને લાગુ પડશે.

૭.(ક) ઔધિગિક અને વ્યાપારીક હેતુ સિવાયનાં રહેણાક અને અન્ય હેતુ માટે કોમન પ્લોટની જોગવાઈ નીચે મુજબ કરવાની રહેશે.


(૧) સૂચિત વિકાસ હેઠળની જમીનનું ક્ષેત્રફળ ૨૦૦૦ ચો.મી સુધી હોય તો કોમન પ્લોટ રાખવાનો રહેશે નહિ. તેથી વધુ ક્ષેત્રફળનાં વિકાસ માટે કુલ ક્ષેત્રફળના ૧૦ % જેટલા ક્ષેત્રફળનો કોમન પ્લોટ રાખવાનો રહેશે.


(૨) એક જથ્થું કે વિભાજિત રીતે કોમન પ્લોટ રાખી શકાશે. પરંતુ કોમન પ્લોટની કોઈપણ બાજુ ૧૨.૦ મીટરથી ઓછી લંબાઈની હોવી જોઈએ નહિ. વિભાજિત કોમન પ્લોટ કરતી વખતે ૩૦૦ ચો.મી. થી ઓછા ક્ષેત્રફળનો પ્લોટ રાખી શકાશે નહિ.


(૩) કોમન પ્લોટમાં ૧૫% જેટલા ક્ષેત્રફળમાં ૩૦% બીલ્ટપ એરીયાનું બાંધકામ, ભોયરામાં ભોયતળીયુ કે પ્રથમ મજલા પર ધાર્મિક સ્થળ, કલબ, સોસાયટીની ઓફિસ, ઓપન એર થિયેટર, પેવેલીયન, સ્કૂલ, કોમ્યુનિટી હોલ, કો.ઓપ સ્ટોર અને દવાખાનાનું બાંધકામ વિનિયમોને આદીન થઈ શકશે.


૨. તળાવ, નદી, નાળા, વાંકળા, કેનાલ પસાર થતા હોય તેવા કિસ્સામાં તેના કિનારથી ૧૫.૦૦ મી સુધીમાં કોઈપણ પ્રકારનો વિકાસ થઈ શકશે નહિ. જયાં પાણી કોઈપણ ચોકકસ કિનારા વગર નીચાણવાળા વિસ્તારમાં ફેલાઈ જતુ હોય તેવા


કયારે દાવો દાખલ કરી શકાય?:

કોઈ વ્યકિતના આવવા જવાના રસ્તામાં કોઈએ અવરોધ ઉત્પન્ન કર્યો હોય કે કુદરતી પ્રવાહમાં (પાણીના પ્રવાહમાં) અવરોધ કરવામાં આવ્યો હોય તો જે વ્યકિતને અગવડ પડતી હોય તે વ્યકિત અવરોધ ઉભો કરનાર વિરુધ્ધ મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે.


દાવા અરજીમાં કઈ-કઈ વિગતો આવરી લેવી?:

(૧)વાદી-પ્રતિવાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ અને રહેઠાંણ,

(૨) અવરોધ કરવામાં આવ્યો હોય તેનો પ્રકાર અને તે કયાં કરવામાં આવ્યો છે તે સ્થળ અને એક બીજાની લગોલગ આવેલી જમીનનું સ્થાન અને માંગેલી દાદનો પ્રકાર

(૩)જેનો કબજો, ઉપયોગ કરવા માટે માંગેલો હોય . તે મિલકતનો પ્રકાર અને સ્થળ અથવા જે મનાઈ હુકમ કરવાનો કરવાનો હોય તેનો હોય તેનો પ્રકાર

(૪)જે હકીકતો ઉપરથી દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકત

(૫)વાદીના દસ્તાવેજો હોય તો તેમી અને સાક્ષીઓની યાદી, જેમાં દરકે સાક્ષી શું પુરાવો આપશે તે અને હાજર થવા માટે તેવા સાક્ષીઓને બોલાવવાના છે તે મામલતદારે નકકી કરેલ મુદતની તારીખે અને તે સ્થળે હાજર કરશે તે દર્શાવવું.


રસ્તા, જમીન કે પાણીની અડચણ સામે મનાઈ હુકમ પણ મળી શકે 

મામલતદાર કોર્ટ એક્ટ કલમ-5(2) માં આ રાહતરૂપ જોગવાઈ છે. તે અનુસાર ખેતી અથવા ચરા માટે વાપરવામાં આવતી કોઈપણ જમીન, મકાન, ઝાડ, ઉત્પન્નની જગ્યાના કબ્જામાં અથવા ખેતીના કામોં માટે વાપરવામાં આવતા કુદરતી-કુત્રિમ કુવા, તળાવ,નહેર, કે પાણીના પ્રવાહ અથવા તેના રસ્તા જે રિવાજ મુજબના માર્ગના ઉપયોગમાં કોઈ વ્યક્તિને કાયદાની રીત સિવાય બીજી રીતે હરકત રુકાવટ કરવામાં આવે કે તેમ કરવા પ્રયત્ન કરવામાં આવે તો તેવી હરકત રુકાવટ કરનાર કે પ્રયત્ન કરનારને તેમ કરતા અટકાવવા માટેના મનાઈ હુકમ આપવાના અધિકાર મામલતદારને આ કાયદાની કલામ-5(2) થી મળેલ છે. 


No comments:

Post a Comment

મિલકતની બક્ષિસ એટલે આપનાર માટે અને સ્વીકારનાર માટે જરૂરી માહિતી

  તમારી જમીન, તમારી મિલકત | નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ) thelaw_office@yahoo.com મિલકત તબદિલી અધિનિયમ-૧૮૮૨ માં મિલકતની બક્ષિસ અંગેના ઉચ્ચ કો...