9.25.2023

અશાંત ધારા અંગેના નવા નિર્ણયથી મિલકત માર્કેટની અકળામણ વધી

 - એન્ટેના - વિવેક મહેતા

- મિલકતની હિસ્ટ્રી મેળવવા માટેની સિસ્ટમ ઓનલાઈન કરી દેવાઈ

અશાંત ધારા અધિનિયમ ૧૯૯૧ માટે અહી ક્લિક કરો 

અશાંત ધારા અધિનિયમ 2020 માટે અહી ક્લિક કરો 

અશાંત ધારા નિયમો  માટે અહી ક્લિક કરો

અશાંત વિસ્તાર માં સમાવિષ્ટ વિસ્તાર ની યાદી માટે અહી ક્લિક કરો 


અમદાવાદમાં શાંત ધારાની મંજૂરી લેવા માટેના એરિયામાં ખાસ્સો વધારો કરી દેવામાં આવ્યો છે. પરિણામે મિલકતની લે વેચ કરતાં માલિકોની હાલાકી વધી ગઈ છે. અમદાવાદના પોલડીની સો ટકા મિલકતો અશાંત ધારા હેઠળ મંજૂરી મેળવવાને પાત્ર હોય તેવી સ્થિતિ છે. જોકે આ અંગેના સરકારના નિર્ણયની અસર સમગ્ર ગુજરાતની મિલકતના સોદાઓ પર પડી રહી છે, કારણ કે અશાંત ધારાની મંજૂરી માટેના વિસ્તારો સતત વધી રહ્યા છે. વાસ્તવમાં મિલકતનું બાનાખત કરતી વેળાએ, મિલકત ભાડે આપતી વેળાએ, દસ્તાવેજ કરતી વખતે, મિલકત માલિકના મૃત્યુ પછી સંતાનેને નામે મિલકત કરતી વેળાએ કોઈ એક સંતાન તેનો હક કમી કરે ત્યારે પણ અશાંત ધારાની મંજૂરી લેવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી છે. 

કાયદાના જાણકારોનું કહેવું છે કે વિધાનસભામાં મંજૂર કરાવ્યા વિના જ આ સુધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. મિલકતનું કોઈ વેચાણ કરે ત્યારે સોદો થાય છે. તેમાં આર્થિક વહેવાર કરવાના સમયમર્યાદા નક્કી થાય છે. તેને બાનાખત-સાટાખત તરીકે ઓળખાવવામાં આવે છે. રજિસ્ટ્રેશન એક્ટ ૧૯૦૮ની કલમ ૧૭ મુજબ બાનાખત ફરજિયાત રજિસ્ટર કરાવવાનો નિયમ છે. આ તબક્કે પણ સબરજિસ્ટાર અશાંત ધારાની મંજૂરી માગે છે, તે ખોટી છે. બાનાખતમાં સ્પષ્ટ લખેલું હોય છે કે આ બાનાખતથી મિલકતનો કબજો સોંપવામાં આવતો નથી. કબજો મિલકતના વેચાણ વખતે સોંપવામાં આવે છે. છતાં બે વચ્ચેની મિલકતની રકમ નક્કી થાય છે, સમય મર્યાદા નક્કી થાય છે તેમ છતાં અશાંત ધારાની મંજૂરી માગે છે તે ગેરકાયદે છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. આજકાલ ભ્રષ્ટાચારના પૈસા ન આપો તો મંજૂર કરતાં નથી. પૈસા આપો તો મંજૂર કરી દે છે. મંજૂરી માગવાની વ્યવસ્થા કાયદાકીય જોગવાઈથી વિપરીત છે. અશાંતધારાની મંજૂરી મળવામાં ૩૦ દિવસ જેટલો સમય નીકળી જતો હોવાનું જોવા મળે છે. જોકે વગદાર વ્યાવસાયિકો તેમની ઇચ્છા મુજબ તેમની મંજૂરી મેળવી લેતા હોવાથી તેને કારણે કરપ્શન વધી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. 

અમદાવાદના નવરંગપુરામાં એકાદ ેબે મુસ્લિમ સોસાયટી હોવા છતાંય તેની ૫૦૦ મીટરની પરિસરમાં આવેલી તમામ મિલકતોને અશાંત ધારાની મંજૂરી લેવી પડી રહી છે. પરિણામે આ વિસ્તારમાં મિલકતની મુક્ત પણે ખરીદી કે વેચાણ થઈ શકતા જ નથી. બાનાખત કરતી વેળાએ, વેચાણનો કરાર કરતી વેળાએ અને દસ્તાવેજ કરતી વેળાએ પઁણ તેની મંજૂરી લેવી ફરજિયાત કરી દેવામાં આવી છે. પરિણામે કોમર્શિયલ પ્રોપર્ટીન સોદાઓ કરવા પણ કઠિન બની ગયા છે. માત્ર મિલકત મોર્ટગેજ મૂકવાના કિસ્સામાં કે પછી મોર્ટગેજ રિલીઝ કરવાના તથા વિલ બનાવવાના કિસ્સાને બાદ કરતાં તમામ કિસ્સાઓમાં અશાંત ધારાની મંજૂરી લેવી ફરજિયાત છે. 

મિલકતના બજારના જાણકારોનું કહેવું છે કે અશાંત ધારો એક જ કોમ્યુનિટીના લોકે એક વિસ્તારમાં એકત્રિત ન થાય અને અન્ય કોમના લોકોની મિલકત પાણીના મોલે ન પડાવી લે તે માટે તૈયાર કરવામાં આવેલો છે. મિલકતની ખરીદ કે વેચાણમાં કોઈને અન્યાય ન થાય તે માટે નવા નવા એરિયામાં અશાંત ધારાની મંજૂરીની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી છે. 

મિલકતની હિસ્ટ્રી લેવા માટેની સિસ્ટમ પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ સિસ્ટમના સોફ્ટવેરમાં ખરાબી છે. તેમાં ૧૭૫ વારનો ફ્લેટ હોય તો સરવે નંબર ૧૭૫ની વિગતો પણ આવી જવાની શક્યતા રહેલી છે. પરિણામે મિલકતની હિસ્ટ્રી ખોટી મળવાની સંભાવના ઊભી થાય છે. સામાન્ય વ્યક્તિ માટે મિલકતની ઓનલાઈન હિસ્ટ્રી લેવામાં ભૂલ થવાની શક્યતા છે. સરકાર આ ભૂલ માટે કોઈ જ જવાબદારી લેતી નથી. આ વ્યવસ્થા ઓનલાઈન કરી તેની સામે વાંધો નથી, પરંતુ સરકાર સમક્ષ તેની કોઈ માગણી કરે તો તે ડેટા સરકારે પોતાની રીતે પણ કાઢી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...